________________
છે તેથી જ વેલેન્ટ તેની મારફતે પિતાની જનાઓ પાર પાડી શકે છે. છેવટે એ બેને લગ્નબંધનથી જોડાતાં જણાવીને ઑટે યથોચિત વિવેકબુદ્ધિ અને ન્યાયબુદ્ધિ દર્શાવી છે. એવાં નાનાં પાત્રો પિતપોતાના નાના ક્ષેત્રમાં જે પ્રબળ ધર્મભાવના દાખવે છે, તે ભલે રંગભૂમિના રંગની ભભક ન ધારણ કરતી હોય, પરંતુ તેને શાંત સૌમ્ય પ્રકાશ ચાંદનીની પેઠે ચોતરફ શીતળતા અને શાંતિને વાહક બને છે.
મહાન લેખકની કલમે જ આવાં અસાધારણ પાત્રો ઊતરી શકે છે, અને તેમને પરિચય – સોબત આપણને એમની નવલકથાઓ મારફતે મળે છે.
ગુજરાતી ભાષામાં આવા મહાન લેખકને ઉતારવાને નમ્ર પ્રયાસ પરિવાર સંસ્થાએ આદરેલ છે; હજુ તે સિધુમાં બિંદુ જેટલું જ કામ થયેલું છે, પરંતુ એ દિશા તરફ સૂચક અંગુલિનિર્દેશ જેટલું પણું જે કાર્ય થયું છે, તે ગણનાપાત્ર તો છે.
વાચકોની રસવૃત્તિ જેમ જેમ આવી નવલકથાઓ વાંચીને કેળવાતી જશે, તેમ તેમ તેઓ એવી સુરુચિપૂર્ણ નવલક્થાઓ માટે આગ્રહ રાખતા જશે, અને અંતે સુરુચિને ભંગ કરનાર ગંદા સાહિત્ય ઉપર આપે આપ મર્યાદા આવી જશે.
- એવા એવા ખ્યાલથી ઉપાડવામાં આવેલી આ પ્રવૃત્તિ ગુજરાતી વાચકની જે કંઈ સેવા બજાવી શકી છે, તે જ એની કૃતાર્થતા છે. મા ગુર્જરીને જય! ૧-૧-૮૪
ગેપાળદાસ જીવાભાઈ પટેલ