________________
૫૪
પ્રીત કિયે દુઃખ હેય” બન્યાં નથી શું? અને તમારા ધમાલિયા જીવનની સહચરી બનવાને બદલે હું માત્ર તમારા નિવૃત્ત જીવનમાં જ ભાગીદાર થવાની આશા રાખીને શા માટે સંતોષ માનું?”
અર્લનાં ભવાં એ સાંભળી ચડી ગયાં.
ઍમી, તું શું બોલે છે તે તું સમજતી નથી. રાજદરબારમાં જહેમત ઉઠાવી રહેલા અમે લોકો રેતીના ટીલા ઉપર ચડતા હોઈએ એવી સ્થિતિ ભોગવતા હોઈએ છીએ : અમારે જોર કરીને પગ મુકાય એવી કઠણ કિનારી ન આવે ત્યાં સુધી ઉપર જવા પગ ઉઠાવતા રહેવું જ જોઇએ - નહિ તો અમારા જ વજનથી અમે નીચે સરકી પડીએ. હું રાજદરબારમાં ઊંચે પદે જરૂર છું, પરંતુ મારી પોતાની મરજી મુજબ વર્તી શકું એ સહીસલામત હજુ બન્યો નથી. એટલે અત્યારે મારું લગ્ન હું જાહેર કરું, તો મારે હાથે કરીને મારી પાયમાલી નેતરું, એમ જ બની રહે. પણ વિશ્વાસ રાખજે કે, બહુ જલદી હું એવી કક્ષાએ પહોંચી જઈશ કે જ્યારે હું તને તેમ જ મારી જાતને યથોચિત ન્યાય કરી શકીશ. દરમ્યાન, આજના – અત્યારના આનંદને અત્યારે જે બની શકે તેમ નથી તેની આકાંક્ષાઓથી વણસાડીશ નહિ. ચાલ, તો મને કહી દે કે, અહીં બધું તારી મરજી મુજબ ચાલે છે કે નહિ? આ ફેસ્ટર તારા પ્રત્યે પૂરતો આદર દાખવે છે ને? – કે પછી તેને કશો પાઠ શીખવવાની જરૂર છે?”
“મને અહીં ગુપ્તવાસમાં રહેવાની આવશ્યકતા તે વારંવાર યાદ દેવરાવે છે; પરંતુ તે તે તમારી ઇચ્છાની જ તેણે મને યાદ આપી કહેવાય; એટલે તેને કશો વાંક કાઢવાનું મારે ન હોય. પણ તેની દીકરી જેનેટ તે મને અહીં એવી માયાળુ સોબત આપે છે કે ન પૂછો વાત.”
એમ? તે તને જે આવું સુખ આપતું હોય, તેની કદર થયા વિના ન રહેવી જોઈએ. - તે અહીં પાસે આવ જોઉં, ફૂટડી !”
“જેનેટ,” કાઉન્ટસે કહ્યું, “મારા લૉર્ડ તને બોલાવે છે.”
જેનેટ પાસે આવતાં અલેં કહ્યું, “તારી સેવાઓએ મારાં લેડીને જે સંતોષ આપ્યો છે, તે બદલ મારી આ વીંટી લે; તેમને અને મારે ખાતર એ તું પહેરજે.”
જેનેટે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, “મારી નમ્ર સેવાઓ માાં લેડીને સંતોષ આપી શકી છે, તે જાણી હું ખરેખર રાજી થઈ, મારા લૉર્ડ. જોકે,