________________
પ્રીતમ પધાર્યા! તેમની નજીક જનાર કોઈ પણ માણસ તેમને ખુશ કરવાનું ઇચ્છયા વિના રહી શકે જ નહિ, પરંતુ અમે લોકો માસ્ટર હોલ્ડફોર્થના પંથનાં હોઈ, અમારી આંગળીઓ ઉપર સોનું વીંટતાં નથી કે ગળામાં લટકાવતાં નથી.”
વાહ, તમે લોકો એ પંથનાં છો? એ પંથવાળા તે મંડળીઓમાં મારે માટે સારી પ્રાર્થનાઓ કરે છે. અને જેનેટ, તારી આંગળીએ એવી નાજુક છે, અને તારું ગળું એટલું ગોરું છે કે, તેમને કશા બીજા શણગારની જરૂર પણ નથી. પરંતુ તે પછી આ સિક્કા લે; તેમને તે કોઈ પપ-પંથી કે સુધારપંથી નકારતું નથી. તેમનો તને ઠીક લાગે તે ઉપયોગ કરજે.” એમ કહી અર્લે તેને પાંચ મોટા સોનીયા કાઢીને આપ્યા.
હું આ સેનું પણ ન લેત, મારા લૉ; પરંતુ એનો હું એવો ઉપયોગ કરીશ જેથી આપણ સૌ ઉપર આશીર્વાદ વરસે.” જેનેટે કહ્યું.
પછી અલ્લે ભોજન માટે તૈયારી કરવા જેનેટને જણાવ્યું.
જેનેટે ગઈ એટલે કાઉન્ટસે કહ્યું, “મારા સ્વામી, આજે મેં માસ્ટર વાનું અને માસ્ટર ફોસ્ટરને આપણી સાથે રાત્રી-ભોજન માટે નિમંત્રણ આપ્યું છે.”
એમના ઉપર એ રીતની કૃપાદૃષ્ટિ દાખવી તેથી હું ખૂબ રાજી થયો, વહાલી. કારણકે રિચાર્ડ વાને મારો વફાદાર સેવક છે, અને મારી ખાનગી મસલતોમાં અંગત સલાહકાર પણ છે; અને આ ઍન્થની ઉપર પણ મારે હમણાં ઘણો ઘણો વિશ્વાસ રાખવો પડે તેમ છે.”
પણ વહાલા સ્વામી, મારે તમારી પાસે એક વરદાન માગવાનું છે, અને તમને એક ગુપ્ત વાત કહેવાની છે.” કાઉન્ટસે ખચકાતાં ખચકાતાં કહ્યું.
તે બંને વાનાં આવતી કાલ માટે રહેવા દે, પ્રિય; તેઓ ભોજનકક્ષનાં બારણાં ઉઘાડતા લાગે છે, અને આટલી મુસાફરી કરીને આવ્યા પછી મને તરત કંઈ પીણું મળશે તો આવકાર્ય થશે.”
એમ કહેતાં કહેતાં અર્લ તરત પ્રિયતમાને બાજુના ઓરડામાં દોરી ગયો, જ્યાં ઊભેલા વાને અને ફોસ્ટરે તેમને લળી લળીને નમન કર્યા.
બીજે દિવસે સવારે વાર્નેએ અ ઓફ લિસેસ્ટરના હજૂરિયા તરીકે તેમજ અશ્વપાલ તરીકે એમ બંને પ્રકારની સેવાઓ બજાવવા માંડી. તે