________________
હોડ બક્યા! નામના ફેલાઈ રહેલી છે, તેવા સ્થળે તમે વધારે લાંબુ શેકાવાને વિચાર, નહિ જ કરો, એમ હું માનું છું.”
એ બાબતમાં તો મામા, મારે મારી આવશ્યકતા અને સગવડને જ પૂછવાનું હોય – તમને નહિ. દરમ્યાન, અહીં અત્યારે હાજર એવા જેઓ મારું એળખાણ સ્વીકારવામાં કે કાઢવામાં કશી હીણપત ન માનતા હોય, તે સૌને શુભેચ્છામાં મારા તરફથી ખાન-પાનની મિજબાની આપવા માગું છું. જો તમને મારે પૈસે એ મિજબાની આપવામાં વાંધો હોય, તો કહી દે, હું પાસેની “હેર ઍન્ડ ટેબર’ વીશીમાં ચાલ્યો જાઉં; અહીં બેઠેલા સૌ સગૃહસ્થોને પણ મારી સાથે બે મિનિટ જેટલે દૂર આવેલા તે સ્થળે આવવામાં વાંધો નહિ જ હોય.”
ના, ના, ભાણાભાઈ, અઢાર અઢાર વર્ષ તમારા માથા ઉપર થઈને પસાર થયાં હશે, અને તમારું માથું કંઈકે બદલાયું નહિ હોય, એમ હું કહેતો નથી. એટલે તમારે આ સમયે અહીંથી બીજે કયાંય ચાલ્યા જવાની જરૂર નથી. તમે કહો છો તે બધું તમને અને અહીં હાજર રહેલા સૌને અહીં જ મળશે. પરંતુ ભાણાભાઈ, જે સોનૈયાની થેલી તમે આટલા અભિમાનપૂર્વક બહાર કાઢી બતાવી, તેની અંદરનું સેનું તમે એટલી જ અભિમાન લેવા જેવી રીતે મેળવ્યું હશે, એવી હું આશા રાખું છું.” - “મામા, તમને તે તમારા ભાણા વિષે કશીય સારી કલ્પના કરવાની જ બાધા હોય એમ લાગે છે. કૂડીબંધ વર્ષો પહેલાંના મારા અવગુણો જ તમને તે મરતા સુધી દેખાયા કરવાના. આ સોનું તે, સગૃહસ્થો, જયાં ઝાડ ઉપર જ ઊગે છે અને પાકા ફળની પેઠે ચૂંટી લેવાની જ તસ્દી લીધે મળી જાય છે, એવા મુલકમાંથી હું લઈ આવ્યો છું. અરે એ નવી દુનિયામાં આવેલી સુવર્ણનગરી “અલોરાડોમાં છોકરાંઓ હીરાને લખોટે રમે છે, ગામડેથી ગોરીઓ ચચૂકાને બદલે માણેક પરોવીને ગળામાં પહેરે છે, જ્યાં છાપરા ઉપર નળિયાં સોનાનાં હોય છે અને રસ્તા ઉપરની ફરસબંધીમાં ચાંદીનાં ગચિયાં જડેલાં હોય છે.”
તે જમાનામાં દક્ષિણ અમેરિકામાં ઑરિનૌકો નદી ઉપર અઢળક સુવર્ણ ભરેલી અદભુત નગરી આવેલી છે એમ સૌ કોઈ માનતું; અને એની શોધમાં સંખ્યાબંધ ગેરા સાહસિકે જતા,