________________
કામાતુ ક્રોધ:
લસેસ્ટર અને વાર્તે કેબિનમાં જઈ પહોંચ્યા કે તરત લિસેસ્ટરે થોડુંક પિતાની જાતને સંભળાવીને કાગળ ઉપર લખવા માંડયું – “ઘણાને મારી સાથે નિકટનો સંબંધ છે, અને તેઓને સારી જાગીરો અને હોદ્દા છે. મેં એમના ઉપર ભૂતકાળમાં કરેલા ઉપકારો સામે જોઈને તથા ભવિષ્યમાં તેમના ઉપર શાં જોખમ આવી પડશે તેના ડરથી તેઓ મને ટેકા વગર ગબડી પડતો નહિ જોઈ રહે. જુઓ, એક તે નૉલિસ, તેને તો આપણે નક્કી જ ગણવો જોઈએ – અને તેની મારફતે વ્યર્નસી અને જેસીને. હર્સીના તાબામાં આઈલ ઑફ વાઈટ છે; મારા બનેવી હીટરડન અને બ્રિોક એને વેલ્સમાં લાગવગ અને સત્તા છે; બેડફર્ડ મારફતે મ્યુરિટન-પંથીઓને મેળવી લેવાશે, અને તેમનાં તે કેટલાં બધાં કેન્દ્રો છે – મારો ભાઈ વૉરવિક માલમિલકત અને અનુયાયીઓની બાબતમાં મારી સમાન જ ગણાય; સર ઓવન હૉપ્ટન મારા ઉપર ભાવ રાખે છે, તેના તાબામાં ટાવર ઑફ લંડન અને ત્યાંને રાજખજાનો ગણાય; મારા બાપુ અને દાદાએ જો પહેલેથી બરાબર વિચારણા કરી લીધી હોત, તે તેમને માથું કપાવવું ન પડવું હોત. પણ અલ્યા વાનેં? તું કેમ આમ ખિન્ન થઈ ગયો છે? જાણતા નથી કે, આટલાં ઊંડાં મૂળ નાખનાર ઝાડ ઝટ વંટોળ આવતાં ઊખડી ન જાય?”
અરેરે! મારા લૉર્ડ !” એટલું જરા જુસ્સાથી બેલીને પાછો વાને ખિન્ન મુખ કરીને ચૂપ રહ્યો.
“કેમ “અરેરે” બોલે છે? તને જો આ ઝઘડાને ડર લાગતો હોય, તે તું ગઢ છોડીને, મારા દુમનમાંથી જે પસંદ આવે તેમની ઓથમાં પેસી જઈ શકે છે.”
“ના, ના, મારા લૉર્ડ, એ વાત નથી. નાબત એવી જ આવશે, તે વાર્તે છેવટ સુધી આપને પડખે લડત લડતો પ્રાણ ત્યાગશે. પરંતુ મારી એક
નથી નેતા
અને આ
૨૭૬