________________
સચ્ચાઈ અને વટને રાહ અપનાવે ર૭૫ “પણ ડહાપણ હંમેશ બખ્તરધારી રહે છે, એમી. હું મારી કબૂલને સહીસલામત બનાવવા જે કંઈ ઉપાયો યોજું તે બાબતમાં કશી દલીલ ન કરતી. આપણે ગમે તેટલું કરીએ કે વિચારીએ પણ એ બાબતમાં નર્યું જોખમ છે, એ તો ઉઘાડું છે. વાર્તે, હવે અહીંથી ચાલ! એમી, વિદાય લઉં છું, પણ થોડા જ વખતમાં તને મારો સંદેશો મળશે. તને મારી જાહેર કરવા માટે જે કિંમત હું ચૂકવી રહ્યો છું અને જે જોખમ ઉઠાવી રહ્યો છું, તેને તું ખરેખર પાત્ર છે.”
લિસેસ્ટર એમીને ખૂબ ગાઢ આલિંગન કરીને, વાને સાથે, પાછો જન્માથી ઢંકાઈ, બહાર નીકળી ગયો.
લિસેસ્ટર હવે થોડો આગળ આગળ ચાલતો હતો. પહેરેગીરે ધમકાવી કાઢેલે એક છોકરો તેની પાસે દોડી આવ્યો અને કંઈક કહેવા લાગ્યો. વાર્નેએ પેલા પહેરેગીર પાસે જઈને પૂછયું કે, એ છોકરો કોણ હતો વાર અને શું કહેતે હત? પહેરેગીરે કહ્યું, એ છોકરો આ કમરામાં પૂરેલાં ગાંડાં બાઈને એક પાર્સલ પહોંચાડવા મને આપતો હતો. પણ મારું એ કામ નહિ – એટલે મેં તેને ધક્કટી કાઢયો. વાને કુશળ રાજકારણીની જેમ આટલી ખબર મેળવી લીધા બાદ જ પોતાના પેટુન પાસે જઈ પહોંચ્યો. તે વખતે લિસેસ્ટર પેલા છોકરાને કહેતે હતે – “ઠીક, છોકરા, એ પૅકેટ પહોંચાડવામાં આવશે.”
આભાર, ભલા નોકર-સાહેબ !” એમ કહેતે પેલો છોકરો તેને સલામ કરી ચાલતે થયો અને એક ક્ષણમાં અલોપ થઈ ગયો.