________________
૧૦૨
પ્રીત કિયે દુઃખ હેય' ભલા પાદરીબુવા કંઈક બેલવા જતા હતા, પણ સર સૂએ તેમને રેકીને કહ્યું, “હા, હા, તમે શું કહેવા માગે છે તે હું જાણું છું – એ માત્ર સ્ત્રીના વાળની જ લટ છે – અને સ્ત્રીએ જ આ નિર્દોષ દુનિયામાં શરમ, પાપ અને મૃત્યુ આપ્યાં છે – અને માસ્ટર મુંબ્લેઝન, તમે પણ તમારાં અનેક ઇતિહાસ-સત્યો એ અંગે મને સંભળાવશે – એટલે ચાલે અમે પણ હિંમત અને ધીરજ દાખવીને અમારી કસોટીમાં ભાગી પડવાની પામરતા નહીં દાખવીએ! પણ હું બહુ બોલ્યો એટલે મારું ગળું સુકાઈ ગયું છે – તો
મી બેટા, એક પ્યાલો એડમંડને આપ અને બીજો મને.” પણ પછી તરત તેમને યાદ આવ્યું કે, એમીને કહેલું તે કયાં સાંભળવાની છે? એટલે તે તરત માથું ધુણાવીને બોલી ઊઠ્યા, “અમારા પાર્કમાં ઝાડી-ઝાંખરાંમાં અટવાઈ જઈએ, તે પણ દરેક ઍવન્યૂને છેડેથી લિડકોટ દેવળનું ઊંચું શિખર તથા અમારા પૂર્વજોની કબર નજરે પડે. હું પણ મારા શોકમાં અટવાઈને જલદી એ પૂવ-સ્થાને પહોંચી જાઉં તો કેવું?”
ટ્રેસિલિયન અને પાદરીબવાએ છેવટે ઘણું ઘણું સમજાવીને તેમને પથારીમાં આડા પાડયા. ટ્રેસિલિયન ત્યાં બેસી રહ્યો, અને તેમની આંખો મીંચાતી લાગી, ત્યાર પછી જ જાળવીને ઊઠયો અને બહાર આવી પાદરીબુવા તથા માસ્ટર માઇકેલ મુંબ્લેઝન સાથે વિચારવા લાગ્યો કે, આ પરિસ્થિતિમાં આગળ હવે શાં પગલાં લેવાં ઘટે? માસ્ટર મુંબ્લેઝન રોબ્સર્ટ કુટુંબના દૂરના સગા થતા હતા, અપરિણીત હતા, વંશાવળીઓ અને તેમને લગતા ઇતિહાસનો તેમને ખૂબ શોખ હતો, એટલે સર હ્ય રોબ્સર્ટને તેમની સોબત ગમતી હોઈ, વીસ વર્ષથી તે અહીં જ રહેતા આવ્યા હતા.
પણ મુંબ્લેઝન બોલે તે પહેલાં પાદરીબવાએ ટ્રેસિલિયનને પૂછ્યું, “ઍમીની કંઈ ભાળ મળી છે ખરી, ભાઈ?”
હા, મળી છે. એ દુઃખી છોકરી બદમાશ વાર્ને સાથે ઑકસફર્ડ નજીકના કમ્નર-પ્લેસ ભવનમાં રહે છે. એ ભવન પહેલાં ઍબિલ્ડનના સાધુઓનો બીજો મઠ હતે. મેં બદમાશ વાનેને ખતમ જ કરી નાખ્યો હોત, અને એ રીતે આપણા પ્રત્યે તેણે આચરેલી બધી બદમાશીનો બદલો લઈ લીધો હોત, પણ એક અણધાર્યા કારણે જ એ રહી ગયું.”
“ભગવાનની કૃપા થઈ ! – જેથી તારા હાથ ઉપર બીજાનું લોહી ચડતું અટક્યું. ભગવાને કહ્યું છે કે બદલો લેવાનું મારે માટે જ રહેવા દો!'