________________
સેતાના સાગરીતે “માઈક લૅમ્બૉર્ન સાથે આવ્યો હતે.”
“અને એ માઈક લેમ્બોર્ન કોણ છે? જે વાત સૂર્ય અને પવનથી પણ છૂપી રાખવાની છે, તે તારે બારણે પીઠું માંડીને બધા તારા ગોઠિયાઓને પીવા નિમંત્રણ આપીને આમ જાહેર કરવાની છે, એમ?”
વાહ, માસ્ટર રિચાર્ડ વાર્ને! તમે મારી સેવાઓની ઠીક રાજદરબારી કદર કરી, કહેવું પડે! તમે તે મને કહ્યું હતું કે, તમારે સારાસારની પંચાત વિનાનો એવો એક સારો તરવારિયો જોઈએ છીએ. મારે એવા કોઈ બદમાશ દોસ્ત છે નહિ, – એટલે હું ક્યાં શોધવા જવાને હતો? પણ ભગવાને જ તમારે જોઈએ એવા એક માણસ મને ઘેર બેઠાં જ મોકલી આપ્યો. એ ભાઈસાહેબ પોતાનું જૂનું ઓળખાણ મારે માથે થોપવા અહીં આવી ચડ્યા, અને મેં તમારે જોઈતે માણસ મેળવી આપવાના લોભમાં તેને રાખી લીધે; ત્યારે જુઓ તમે મને કેવો સરપાવ આપે છે!”
પણ તારા જુના દોસ્તની સાથે આ નવો ટ્રેસિલિયન કયાંથી આવી ચડ્યો, એ વાત કરને !”
તે બંને સાથે આવ્યા હતા, અને હું એક બાજુ લેમ્બોર્ન સાથે વાત કરવા રહ્યો, તેવામાં તમારી આ લાડકી ઢીંગલી એને ભેટી ગઈ, એમાં હું શું કરું?”
“હું? ટ્રેસિલિયનને તે મળી હતી? મૂરખ માણસ, આપણા બેયનું હવે આવી બન્યું. એના ઉમરાવ પ્રેમી તેને એકલી છોડીને ચાલ્યા જાય છે, તેથી છેલ્લા કેટલાક દિવસ થયાં એ એના બાપના ઘરને યાદ કરવા લાગી છે. એવામાં આ દુત્તો જો એને સમજાવીને એના બાપને ઘેર પાછી લઈ ગયો, તે આપણે બંને ખલાસ!”
ના, ના, એવો ડર રાખવાની જરૂર નથી; એ તેની વાતમાં આવે તેવી નથી. કારણકે, એ તો પેલાને નજરે જોઈને જ જાણે સાપ કરડી ગયો હોય એવી ચીસાચીસ કરવા લાગી હતી.”
તે તો સારી વાત છે; પણ તારી દીકરી મારફતે એટલું તો જાણી લે કે, એ બે વચ્ચે શી વાતચીત થઈ હતી?”
જુઓ, હું તમને ચોખ્ખી વાત કહી દઉં છું, માસ્ટર વાનેં મારી દીકરીને આપણા કશા કામમાં નાખવાની નથી. હું તો મારાં કર્મોનો પસ્તાવો બરાબર કરી જાણું, તથા માર્ગના બધા ફાંદા અને ખાડાઓ ઓળંગી જાણું;