________________
૧૬ર
પ્રીત કિયે દુખ હોય' વચ્ચે ભયો-મુશ્કેલીઓ અને જોખમે છે, તે તમે કહી શકશો ખરા કે, એ જોખમ કેવા પ્રકારનું છે અને કઈ દિશામાંથી આવવાનું છે?”
“મારી વિદ્યા એટલું જ કહી શકે તેમ છે, બેટા, કે એ જોખમ એક યુવાન તરફથી આવવાનું છે – જે તમારે હરીફ હોઈ શકે, એમ મને લાગે છે. પણ એ પ્રેમ-કારણમાં કે રાજકારણમાં હરીફ છે એ હું ન કહી શકું. ઉપરાંત એ જોખમ પશ્ચિમ દિશામાંથી આવવાનું છે, એટલું હું કહી શકું
“પશ્ચિમ દિશામાંથી? બરાબર, ટ્રેસિલિયન કૉવેલનો અને રેલે ડેવોનને – એ બેમાંથી એક હોઈ શકે – પણ હું બંનેથી સાવધ રહીશ. પિતાજી, મેં તમને અને તમારી વિદ્યાને જે અન્યાય કર્યો, તે બદલ આ થેલી લો.” એમ કહી લિસેસ્ટરે કાસ્કેટમાંથી કાઢીને સોનૈયા ભરેલી રેશમી થેલી તેને આપી દીધી, અને ઉમેર્યું, “વાર્નેએ કહ્યાથી બમણું આ છે. પણ તમે વફાદાર રહેજો – બધું ગુપ્ત રાખજો – વાને જ સલાહસૂચન આપે તેને અનુસરો તથા મારે કારણે થોડો એકલવાસ વેઠવો પડે તો વેઠી લેજો. એને તમને પૂરતો બદલો મળી રહેશે, એની ખાતરી રાખજો. વાર્ને, અહીં આવ, અને આ સંમાનનીય સજજનને તારા કમરામાં લઈ જઈ ખવરાવ-પિવરાવ; પણ ખબરદાર, તે ફોર્ફની સાથે કશા સંપર્કમાં ન આવે.”
વાર્બેના કમરામાં જઈને અલાસ્કો ભોજન કરવા બેઠો, ત્યારે વાર્નેએ આસપાસ કોઈ સાંભળતું નથી કે સાંભળી શકે તેમ નથી એટલી ખાતરી કરી લઈ, બારણું બરાબર અંદરથી બંધ કર્યું અને પછી અલાસ્કોની સામે બેસી પૂછવા માંડયું –
“આંગણામાંથી મેં નિશાની કરી હતી તે બરાબર જોઈ હતીને?” “હા, હા; અને કુંડળી તે પ્રમાણે જ ગોઠવી લીધી હતી.”
“અને મારા પેટ્રને એ બધું ભવિષ્ય પડકાર્યા વિના જેમનું તેમ સ્વીકારી લીધું ને?”
પડકાર્યા વિના તે ન કહેવાય; પણ છેવટે સ્વીકારી લીધું ખરું. મેં પહેલેથી આપણે નક્કી કર્યા મુજબ જોખમ કોઈ ગુપ્ત રહસ્ય પ્રગટ થઈ જડ માંથી તથા પશ્ચિમ દિશામાંથી આવવાનું છે એમ ઉમેર્યું હતું.”