________________
નવો વેશ-નવી કામગીરી
૧૬૩ બરાબર છે, હવે એકને માટે મારા લૉર્ડને ડર ગેરંટી બની રહેશે, અને બીજા માટે તેમને અંતરાત્મા. આવી મોટી શરત અને હોડમાં ઊતરેલ માણસ આવા ખટકા મનમાં રાખ્યા કરે છે, એ જ વિચિત્ર વસ્તુ છે. એટલે મારે તેમના જ હિતમાં તેમને આમ છેતરવા પડે છે. હવે મહેરબાન તિષી, તમારી પોતાની બાબતમાં તો હું હવે ગ્રહો-નક્ષત્રો-કુંડળીઓને પૂછયા વિના જ ભાખી શકું છું કે, તમારે હવે અહીંથી કમ્મર ગામની દિશામાં ઉઠાંતરી કરવાની થઈ છે.”
ભાઈ, છેવટના મને બહુ દોડાદોડી કરાવી છે, તથા બુરજની નિર્જન કોટડીઓમાં મારે પુરાઈ રહેવું પડયું છે. પણ હવે મારે સ્વતંત્રતા જોઈએ છીએ જેથી હું મારાં સંશોધને આગળ ચલાવી શકું; કારણકે, મારે મન તે પચાસ પચાસ રાજકારણીઓ અને તેમના માનીતાઓના પરપોટા જેવી ચડતી-પડતી કરતાંય વધુ અગત્યનાં છે.”
“હા, હા, તમે હવે નિરાંતે સ્વતંત્રતા ભોગવી શકશો – કારણકે સસેકસના મળતિયાઓ ડેમેટ્રિયસ નામના એક ઝેર વેચનાર ઊંટવૈદ્યને શોધી રહ્યા છે, જેણે સસેકસના રસોઈયાને કીમતી મસાલા વેચ્યા હતા, જેમાં ઝેર ભેળવેલું હતું. જાણતા નથી કે, સસેકસે તમને શોધવા (કારણકે, અલાસ્કો નામધારી વ્યક્તિ ડેમેરિયસ ડોબૂબી જ હતો !) ઈનામ બહાર પાડયું છે, અને તેનાં માણસો તમારી પાંસળીઓમાં પોતાની કટારો ખોસી દેવા આતુર બની ગયાં છે?”
અલાસ્કો ગુસ્સાથી અને ભયથી અનુક્રમે લાલચોળ તથા ફીકો બની ગયો. વાર્નેએ હવે ધીમે રહીને ઉમેર્યું, “વાહ, બુઢે, આમ મરવા જેવા ફીકા પડી જવાની શી જરૂર છે? હું તમને ગ્રામ-પ્રદેશમાં આવેલા મારા એક મથકે પહોંચાડી દઈશ, જ્યાં તમે નિરાંતે રહી શકશો, અને ત્યાં રહેલા ગુલામને ઠગીને નવું રૂપા-નાણું ઊભું કરી શકશો. કારણકે, તમારી વિદ્યા એટલું જ કરી શકે તેમ છે!”
ભૂંડામુખા, જુઠ્ઠા માણસ! કીમિયાવિઘામાં હું એટલો આગળ વધેલો છું કે, હવે પારસમણિના ગુણવાળું દ્રવ્ય ગાળવાની તૈયારીમાં છું. આખી દુનિયામાં મારા જેવા છ કીમિયાગર પણ નથી, જે તેની એટલી લગોલગ પહોંચી ગયા હોય –”