________________
પ્રીત કિયે દુઃખ હોય ’
<<
‘જવા દે, જવા દે, દોસ્ત, આપણ બંને શું એકબીજાને ઓળખતા નથી? હું જરૂર તને ઠગવિદ્યામાં પૂરો નિષ્ણાત માનું છું; પરંતુ હું એ વિદ્યામાં એટલેા બધા આગળ વધી ગયો છે કે, હવે તારી જાતને જ છેતરી રહ્યો છે, એ પણ તું જાણતા નથી! ગુસ્સે થવાની જરૂર નથી. તારા જેવો ગઠિયો તારા સિવાય બીજા કોઈથી છેતરાય નહિ. પરંતુ સસેકસને તે વેચેલા મસાલાનું ઝેર જો વધુ સફળ નીવડયું હાત, તા હું તારી ઝેર-વિઘાને તેા બરાબર પ્રમાણત. પણ તને તા એ પણ નથી આવડતી ! ”
""
(6
તારા જેવો બદમાશ મેં બીજો કોઈ ન જોયો, જે પોતે કરેલાં કુકર્મો જરાય શરમાયા વિના આમ હિંમતપૂર્વક માંએ લાવી શકે.”
૧૬૪
""
પણ તું તો એવો બદમાશ છે કે, જે કર્મા તું કરી શકતા નથી તે માંએ લાવવાની હિંમત કરી શકે છે. પણ ગુસ્સે થવાની જરૂર નથી – મારે તારી સાથે તકરાર માંડવી નથી. પણ તું જ કહે કે, તારી વિદ્યા આવે અણીને વખતે નિષ્ફળ કેમ નીવડી ? ”
“મારી વસ્તુ નિષ્ફળ નીવડી શકે જ નહિ. મેં આપેલા ઝેરને આખી દુનિયામાં માત્ર એક જ ઉપાય છે. તે અર્લ ઑફ સસેકસને આપવામાં આવે, તો જ તે મેં આપેલા ઝેરની અસરમાંથી બચી શકે. પણ એ ઉપાય મારા સિવાય ઈંગ્લૅન્ડમાં બીજું કોઈ જાણતું નથી – ઉપરાંત એ બનાવવા માટે જોઈતાં ઔષધા – ખાસ કરીને તેમાંનું એક, તે કયાંય મળી શકે તેમ નથી. એટલે સસેકસ બચી ગયા તે ભારે નવાઈની વાત છે. માટીનું બનેલું કોઈ શરીર એ ઝેરને સામને ન કરી શકે.”
-
“ પણ કોઈ તારા જેવો ઊંટવૈદ કયાંકથી આવી ચડયો અને તેણે તેમને બચાવી લીધા એમ સાંભળ્યું છે. તે તું કહે છે તે તારા ઝેરનો ગુપ્ત ઉપાય ઈંગ્લૅન્ડમાં બીજું કોઈ જાણતું હોય એવો સંભવ છે, ખરો?”
“ એક માણસ એવો હતા. ખરો – મારો જ એક વખતના શાગીર્દ હતા. તેણે કદાચ છૂપી રીતે મારા એક-બે નુસખા જાણી લીધા હોય, એવો સંભવ કહેવાય ખરો. પણ હું એમ મારી વિદ્યામાં કોઈ ભાગીદાર બને એ સહન કરી લઉં એવો માણસ નથી. એટલે મેં તો એને ચોરી લીધેલા નુસખાઓ સાથે કથારના સુરંગને ભડાકે ઉડાવી દીધા છે– એ બિચારાના આત્માને શાંતિ મળેા ! – પણ તમે મને જ્યાં લઈ જવા માગે છે ત્યાં મને મારી પ્રયાગશાળા ચલાવવા દેવામાં આવશે, ખરી ?”
-