________________
ગુરુજીનાં દર્શન!
૧૫૩ વિખવાદ ઊભો થયો છે. વાર્ને, તારી પત્નીને કેનિલવર્થ હાજર રાખજે, જેથી હું બોલાવું કે તરત તે મારી સમક્ષ રજૂ થાય. લૉર્ડ લિસેસ્ટર તમે એ જુવાનડી હાજર રહે એમ જરૂર જોજો.”
૧૩
ગુરુજીનાં દર્શન!
કલાકાત પૂરી થઈ, ત્યાર પછી થોડા વખતમાં જ પ્રિવી-કાઉંસિલની બેઠક મળવાની હતી. તેમાં પણ લિસેસ્ટરને હાજર થવાનું હતું. દરમ્યાન જે થોડો ખાલી વખત મળ્યો તે દરમ્યાન લિસેસ્ટર સવારમાં જે કિંઈ બન્યું તે અંગે વિચાર કરવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે, વાર્નેના ઍમી સાથેના લગ્નની સચ્ચાઈ બાબત પોતે સોગંદપૂર્વક જાહેર ખાતરી આપ્યા બાદ (અલબત્ત, અસ્પષ્ટ શબ્દોમાં – કારણકે તેણે એમીનું લગ્ન જોની સાથે થયું હતું તે કહ્યું ન હતું,) હવે તેમાંથી પાછા ખસી જવું એ તો રાણીની નાખુશી વહોરવા જેવું જ નહિ, પણ તેના હરીફ સસેકસ અને સી સહ દરબારી-બંધુઓનો તિરસ્કાર વહોરવા જેવું જ થાય. હવે તો બીજો વિચાર કર્યા વિના, રાણીજીની જે કથા સંપાદન કરવા તેણે આટઆટલા ભોગ આપ્યા છે, તે કોઈ પણ ભોગે જાળવી રાખવી જ રહી. કારણકે, એ ગુમાવવી એટલે તો બધું જ ગુમાવવું, એ નક્કી હતું.
એ દિવસની કાઉંસિલની બેઠકમાં સ્કૉટલૅન્ડની રાણી મેરીની વાત ચર્ચાઈ. તેને જેલમાં નાખે સાત સાત વર્ષ થયાં હતાં. સસેકસે મહેમાનગતના
૧. રાજવહીવટ માટેનું ખાનગી સલાહકાર મંડ. – સંપ૦
૨. સ્કેટલૅન્ડની રાણું (૧૫૬૧) થયા બાદ, ઇલિઝાબેથ પછી ઇંગ્લેન્ડની વારસદાર બનવા માટે મૅરીનો પ્રયત્ન હતો. તે કૅથલિક હતી. તેના પેટેસ્ટંટ વિરોધીઓએ તેની સામે બળવો કર્યો. તે નાસીને ઇંગ્લેંન્ડમાં ઇલિઝાબેથને શરણે આવી. પણ તેને કેદ પૂરવામાં આવી. દરમ્યાન તેને નામે ઇંગ્લેન્ડના કૅથલિકાએ પ્રોટેસ્ટંટ ઇલિઝાબેથ સામે કરેલાં કાવતરાંમાં તે સાગરીત ગણાઈ, અને ૧૫૮૭માં તેની કતલ કરવામાં આવી. તે ખરેખર ગુનેગાર હતી કે નહિ, તે વિષે કશું નિશ્ચિત કહેવાતું નથી. - સંપ૦