________________
બે હરીફા
૧૪૫
“પણ તારે એની ઇચ્છા મને પહેલેથી જણાવીને પછી મને પૂછવું જોઈતું હતું કે, એને અંદર આવવા દેવા કે નહિ. તારે કારણે અમે અમારા એક ઉમરાવને કંઈ ઠપકો આપ્યો, તેથી તું તારી જાતને બહુ મોટી બની ગયેલી માનતા હશે; પણ તું તે અમારાં દ્વાર બંધ રાખવા માટે લોઢાના એક વજનિયાથી વિશેષ કંઈ નથી, સમજ્યો? તે ઝટ વાર્નેને બાલાવ અને આ અરજીમાં જણાવેલ બીજા ટ્રૅસિલિયનને પણ.
99
વા અને ટ્રેસિલિયન અંદર આવ્યા. વાનેએ પોતાના માલિકની સામે નજર નાખી; પણ તેના પડી ગયેલા માં તરફથી તેને કશી વિશેષ સૂચના ન મળી. પણ પાતાની સાથે ટ્રેસિલિયનને પણ અંદર દાખલ કરાયેલો જોઈ તે સમજી ગયો કે તફાન શાને લગતું છે.
રાણીએ તરત વાને ને પૂછયું, “એ વાત સાચી છે કે, લિડકોટ-હૉલવાળા સર હ્યૂ રોબ્સર્ટની ખાનદાન અને સંસ્કારી જુવાન પુત્રીને ફસાવીને તું ગેરરસ્તે દોરી ગયો છે?”
વાને તરત ઘૂંટણિયે પડીને મેમાં ઉપર દીનતાના ભાવ લાવીને બાલ્યો, “સાચી વાત છે, નામદાર; મારી અને શ્રીમતી ઍમી રોન્સર્ટ વચ્ચે પ્રેમની આપ-લે થઈ છે.”
લિસેસ્ટરનું આખું શરીર વનેના આ શબ્દો સાંભળી કંપી ઊઠયું. ક્ષણભર તા તે હિંમતપૂર્વક આગળ આવી પેાતાનું ગુપ્ત લગ્ન કબૂલ કરીને રાજદરબારમાંથી છેવટની વિદાય લેવા તૈયાર થઈ ગયો. પણ અચાનક તેની નજર સસેકસ ઉપર પડી, અને તેના માં ઉપર વિજયનું ફરકતું હાસ્ય જોઈ, તે પેાતાને હેઠે આવેલા શબ્દો ગળી ગયો. અને મન સાથે ગણગણ્યો, “નહિ, નહિ, અત્યારે મારે તને આટલે મોટો વિજય મેળવ્યાનો આનંદ લેવા દેવા નથી. મારે જે કરવું હશે તે પછીથી જ કરીશ.”
66
“પ્રેમની આપ-લે એટલે શું, હરામખાર ? જો તારા અને સચ્ચાઈ હતી તે તે તેનો હાથ એના પિતા પાસેથી
માગ્યો ? ”
પ્રેમમાં પ્રમાણિકતા વિધિસર કેમ ન
“હું એમ ન કરી શકયો હજૂર; કારણકે તેના બાપે ઊંચા ખાનદાનના એક નબીરાને તેનું વાગ્યાન કરી દીધું હતું. મારા ઉપર એ નબીરાને ગમે
પ્રિ૦ – ૧૦