________________
પ્રીત કિયે દુખ હોય' શારીરિક વેદના? ખાસી બીમાર અવસ્થા? તો શું તે એટલા બધા બીમાર છે?”
એટલા બધા બીમાર છે કે, ગમે તેટલી ઉતાવળે ત્યાં પહોંચી જાય, તોપણ તેમને ફરી પાછા બેઠા નહીં કરી શકે. છતાં તું જો ત્યાં આવવા તૈયાર હોય, તો તને બનતી ઉતાવળે તેમની પાસે લઈ જવાની વ્યવસ્થા હું કરી દઈશ.”
ટ્રેસિલિયન, હું આ જગા છોડી શકું તેમ નથી; મારે છોડવી પણ ન જોઈએ: તેવી હિંમત પણ ન કરવી જોઈએ. તમે જ તરત મારા બાપુ પાસે પાછા જાઓ અને તેમને કહો કે, અત્યારથી માંડીને બાર કલાક બાદ હું તેમને મળવા આવવાની પરવાનગી મેળવી લઈશ. જાઓ ટ્રેસિલિયન, તેમને કહેજો કે હું સુખી છું – આનંદમાં છું – અને હું તેમને મળવા જરૂર આવીશ. તેમની એમી હવે એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચી છે કે, તે જાણીને એ જરૂર ખુશી થશે, સુખી થશે. ભલા ટ્રેસિલિયન, તમે પણ જાઓ; મેં તમને જરૂર ઘા કર્યો છે, પણ હવે મેં કરેલા ઘા રુઝાવવાની મારામાં તાકાત પણ આવી છે – મેં તમારું બાલિશ હદય ચોરી લીધું હતું, પણ હવે હું તમને ભારે માન-અકરામ અને બઢતી બક્ષીને તેનો બદલો વાળી શકું તેમ છું.”
“તું મને આમ કહે છે, એમી? હૃદયના ઘા આવી બઢતી અને માનપ્રતિષ્ઠાની વાતોથી રુઝાઈ શકાતા હશે? – ભલે, પણ હું તને ઠપકો આપવા નથી આવ્યો, પણ બચાવી લેવા આવ્યો છું. હું છુપાવવા જાય તો પણ હું જોઈ શકું છું કે, હું અહીં એક કેદી જ છે. નહિ તે તારું મમતાળુ હૃદય અબઘડી તને તારા પિતાની બીમાર-પથારીએ પહોંચી જવા પ્રેરે જ. છેતરાયેલીફસાવાયેલી કિશોરી, તું ચાલ – બધું ભૂલી જવામાં આવશે – બધું માફ કરવામાં આવશે. આપણે બંનેએ કરેલા કરારો પાળવા-પળાવવાનો હું આગ્રહ કરીશ, એવો ડર રાખીશ મા – એ તે સ્વપ્ન હતું અને તેમાંથી હું ક્યારનો જાગી ગયો છું – પણ તું તો તારા પિતા જે હજુ જીવે છે, તેમને જીવતા રાખવા માટે જ ચાલી આવ. તેમના વત્સલ હૃદયમાં તે કરેલ ઘા, તારું એક જ આંસુ, તારો એક જ વહાલભર્યો શબ્દ ભુલાવી દેશે.”
મેં, ટ્રેસિલિયન, તમને કહી તે દીધું કે, હું જરૂર મારા પિતા પાસે આવીશ જ. પણ મારે મારી અમુક ફરજો વિચારવાની છે એટલે મને