________________
સેનું વરસવા લાગે છે! પણ એ કમરામાં પાસે જ થયેલી કંઈક હિલચાલથી તે પોતાની વિચારનિદ્રામાંથી જાગી ઊઠયો. તેણે જોયું તે એક સુંદર અને કીમતી કપડાં પહેરેલી યુવતી એ કમરામાં બાજુના બારણામાં થઈને દાખલ થઈ હતી. પોતે જેની શોધમાં આવ્યો હતો તેને તે તરત ઓળખી ગયો. તેણે એકદમ તો પોતાના જલ્પાનો કૉલર ઊંચો કરી માં ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો, જેથી યોગ્ય ક્ષણે જ – જરૂર લાગે ત્યારે છતા થઈ શકાય. પણ એનો એ પ્રયત્ન પેલી યુવતીએ જ નિષ્ફળ બનાવ્યો. તે સીધી તેની પાસે આનંદભરી દોડી આવી અને લાડ કરતી બોલી, “વાહ, વહાલમજી, તમે મને આટલી બધી રાહ જોવડાવી, અને હવે મેડા મોડા મારા કુંજમંડપમાં આવ્યા બાદ મોઢું છુપાવીને શાના ઊભા રહ્યા છો? તમારા ઉપર પ્રેમની અદાલતમાં રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવામાં આવનાર છે, માટે મોટું ખુલ્લું કરી નાખીને કબૂલ કરી દો – નિર્દોષ કે ગુનેગાર?”
એમ કહીને તેણે ટ્રેસિલિયનના મોં ઉપરથી જલ્મો હટાવ્યો તેની સાથે જ તેનું મોં જોતાં તે મડદા જેવી ફીકી પડી જઈને બે ડગલાં પાછી ખસી ગઈ. ટ્રેસિલિયન પોતે જ આભો બની ગયો; પણ સ્વસ્થ થઈ તરત બોલ્યો, “ઍમી, ડરીશ નહિ; હું ટ્રેસિલિયન છું.”
“હું તમારાથી શા માટે ડ, મિ૦ ટ્રેસિલિયન?” ઍમી હવે શરમથી લાલચોળ બની જઈને બોલી, “પણ તમે મારા ઘરમાં નિમંત્રણ વિના, કે મેં ઇચ્છયા વિના શા માટે આવ્યા છો?”
તારે ઘર? ઍમી, આ તે ઘર છે કે જેલખાનું? જેનું રક્ષણ ખવ્વીસ જેવો ઘણાપાત્ર માણસ કરે છે; ભલે, તે તેના માલિક કરતાં વધુ વૃણાપાત્ર નહિ હોય !”
“આ ઘર મારું છે, અને મારે આમ એકલવાસમાં રહેવું હોય, તેમાં કોઈને શો વાંધો હોઈ શકે, વારુ?”
બીજા કોઈને નહિ, કિશોરી, પણ તારા હદયભંગ થયેલા પિતાને તે લેવાદેવા હોઈ શકેને? તેમણે જ તને શોધવા મને મોકલ્યો છે, અને તે જાતે તારા ઉપર હકદાવો કરવા અહીં આવી શકે તેમ ન હોવાથી મને તેમણે પિતાનું મુખત્યારનામું આપ્યું છે. આ તેમનો પુત્ર છે – અને તે તેમણે ખાસી બીમાર અવસ્થામાં લખી આપ્યો છે, જોકે મનના કારી ઘા ભુલાવનાર એ શારીરિક વેદના તેમને આશીર્વાદરૂપ થઈ પડી છે.”