________________
૧૯૬
પ્રીત કિયે દુખ હોય” ત્યાંના લોકોએ મને કહ્યું હતું કે, ગાંડા માણસોને દાબી દે એવી મારી નજર થઈ શકે છે – એટલે મારી આ નોકરી જાય તો પણ ગાંડાઓની ઇસ્પિતાલમાં મને એ કામગીરી મળે તેવી છે જ.”
પણ એ દવાનું પ્રમાણ ઓછુંવતું હોય એનો તમને ડર નથી?” ફેસ્ટરે પૂછ્યું.
જો એમ હશે, તો તે વધુ જેપી જશે, એટલું જ ને? અને એ ચિંતાથી મારી ઊંઘ હું શા માટે બગાડું?”
૧૯ મદદગાર
ઉનાળાની સમીસાંજ પૂરી થવા આવી હતી, તે અરસામાં જેનેટ કન્નર-પ્લેસ પાછી ફરી. એથી વધુ મોડું થાય તે આ ઘરમાં તેને માટે શોધાશોધ જ થઈ રહે. તે તરત જ કાઉન્ટસના કમરામાં દોડી ગઈ.
કાઉન્ટેસ એક ટેબલ ઉપર કોણીઓ તથા માથું ઢાળી દઈને બેઠી હતી; જેનેટ આવી છતાં તે હાલી નાહ કે બોલી નહિ.
જેનેટ વીજળી-વેગે કાઉન્ટેસ પાસે ધસી ગઈ અને તેને ઢંઢોળીને તથા તથા વહાલભર્યા સેગંદ દઈ દઈને પોતાની સામું જોવા તથા કંઈક જવાબ આપવા આગ્રહ કરવા લાગી. છેવટે મડદા જેવી ફીકી પડી ગયેલી કાઉન્ટસે મોં ઊંચું કર્યું અને ધીમા અવાજે કહ્યું, “નેટ, મને પેલું ઝેર પાઈ દીધું
“ભગવાનની કૃપા કે એથી વિશેષ કંઈ નથી થયું. એ ઝેર આપને કશી જ અસર નહિ કરે. માટે મનમાંથી નિરાશા ખંખેરી નાખીને ઊભાં થઈ
જાઓ.”
“ના, ના, જેનેટ, મને શાંતિથી મરવા દે.”
“પણ માનવંત બાનુ, આપને એથી કશું થવાનું નથી, કારણકે, પેલા ફેરિયાએ આપેલું એ ઝેરનું મારણ આપે લીધેલું છે. હું તો હવે આપને