________________
૧૫
પાઈ દીધું! અલાસ્કોએ પોતાની ગુપ્ત મહા-વિદ્યાના સોગંદ ખાઈને કહ્યું કે, એમાં જીવનને હાનિ થાય તેવું કાંઈ જ નથી.
પણ ફેસ્ટર બોલી ઊઠ્યો, “તમે સૌ છેવટે શું કરવા માગો છો તે મને સમજાતું નથી. પરંતુ હું મારી પુત્રીને કથા પણ ગુનામાંથી કે પાપમાંથી મુક્ત રાખવા માગું છું. મેં મારી જાતે ગમે તે પાપ કર્યો હશે, અને તે બદલ હું ભારે પસ્તાવો કરું છું; – પરંતુ મારી દીકરી જન્મી ત્યારે હતી તેવી નિર્દોષ રહે, અને મારા આત્મા માટે ભગવાનની શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે, અને ભગવાન તે પ્રાર્થના સાંભળે, એટલે હું અવશ્ય કરવાનો. મારી દીકરી મારે હાથે આવાં કર્મ થતાં જુએ અને તેનું હૃદય મારા પ્રત્યે દુભાય –”
“બસ, બસ, તું તારું અને તારી દીકરીનું સ્વર્ગ સંભાળ્યા કર – હું હમણાં જ આવું છું.” એમ કહી, વાને ઊઠયો અને પેલું પાત્ર ટેબલ ઉપરથી ઉઠાવી, કમરાની બહાર ચાલ્યો ગયો.
દરમ્યાન અલાસ્કો વાર્નેની નાસ્તિકતા અને પોતાની કીમિયાવિદ્યાની પવિત્રતા અને ગૂઢતા બાબત વાતો કરવા લાગ્યો. કારણકે, તે વિદ્યા છેવટે અમૃતસંજીવિની અને પારસમણિ શોધવાની વિદ્યા હોઈ, જગતમાંથી રોગ અને કિંગાલિયત દૂર કરવા માટેની વિદ્યા છે. તે સિદ્ધ થતાં જગતની બધી સત્તા, મહાજ્ઞાની પુરુષોના જ હાથમાં આવી જશે, – કારણકે, જગતના ધનભંડારની ચાવી એ લોકોના હાથમાં હશે.
થોડી વારમાં વાને પાછો આવ્યો. કીમિયાગરે તેને તરત જ પૂછયું, “આટલા જલદી પાછા ફર્યા?– તમે કામ પતવી –”
મેં તેને પાઈ દેવાનું તો પતવી દીધું; પણ તે યોગ્ય પ્રમાણ જાળવ્યું છે કે નહિ, એ તું જાણે; તથા ધાર્યું પરિણામ આવશે કે નહિ તે પણ તું જાણે. જોકે, તને માત્ર બીમારી ઊભી કરવાના જ પૈસા આપવામાં આવ્યા છે, એટલે તેટલા જ પૈસામાં તું જાન લેવા જેટલું આગળનું કામ કરી આપે એવો નથી જ.”
પણ તમે તેની પાસે શી રીતે પિવરાવ્યું?” ફેસ્ટર ધૃજતે પૂજતો બોલી ઊઠ્યો.
બીજી કઈ રીતે વળી? ગાંડા માણસો, સ્ત્રીઓ અને બાળકોને જે નજરથી દાબી શકાય, તે નજર મેં તેની સામે કરી અને તેને ફરમાવ્યું કે, પી જ', એટલે તે તરત પી ગઈ. સેન્ટ લૂકની હૉસ્પિટલમાં હતો ત્યારે