________________
અબઘડી મુલાકાત આપે!
૨૯૯
એ લોકોને દૂર હટાવવામાં પેાતાના અફસરોને પડતી મુશ્કેલી જોઈ, રાણીજીને ડખલ ન થાય તે માટે લિસેસ્ટર જાતે જઈને હૉલને છેડે જઈને ઊભા રહ્યો. જોકે, રાણીજીએ સૌને આ અદ્ભુત ખેલ જેવા દેવાની છૂટ આપવા જણાવ્યું. છતાં લિસેસ્ટર એ બધા શાંત રહે અને ચુપકીદી જાળવે એ બહાને ત્યાં જ ઊભા રહ્યો. ખરી રીતે પેાતાના મનમાં વ્યાપી રહેલ વેરકિન્તા-ક્રોધ-ખેદ-શાક વગેરે ભાવાને દબાવીને બહાર આમેાદ-પ્રમાદના દેખાવ રાખવા તેને માટે મુશ્કેલ બની ગયું હોવાથી તે પેાતાના જભ્ભા જરા ઊંચા ચડાવી, માં ઢાંકી, તે તરફના ટોળા વચ્ચે ભળી જઈને ચૂપ ઊભા રહ્યો.
મિલને પોતાના જાદુઈ દંડ ફેરવી સૌ વેશધારીઓને પોતાની જાદુઈ શક્તિથી જાણે અચાનક ચૂપ અને સ્થંભિત કરી દીધા. પછી તેણે કવિતાની ભાષામાં સૌને ફરમાવ્યું કે, આમ અંદર અંદર ઝઘડાને બદલે જે શાહી સમ્રાજ્ઞી ઇંગ્લેંડના રાજસિંહાસન ઉપર અત્યારે બિરાજે છે, તેમની સમક્ષ જઈ, સૌ પોતપેાતાની વિશેષતાની અને ઉત્તમતાની તકરાર રજૂ કરો અને ફેસલા માગેા.
એટલે દરેક મંડળી હવે સંગીતના ઘેરા સૂરો સાથે રાણી ઇલિઝાબેથને અભિવંદન કરવા અને સંબાધવા આવતી ગઈ, અને પોતપોતાની જાતિની પરંપરા અને વિશેષતાઓના ઉલ્લેખ કરતી કરતી, બીજી જાતિ કરતાં પેાતાની જાતિની શ્રેષ્ઠતાની રજૂઆત કરતી ગઈ.
પછી રાણીએ એ સૌના હક-દાવાને ફેસલા આપતાં જણાવ્યું, “ વિખ્યાત મર્લિને જે ફૂટ કોયડો અમારી સમક્ષ રજૂ કર્યો છે, તેના ફેંસલા આપવા અમે પૂરાં શક્તિમાન નથી; પણ અમને એટલું લાગે છે કે, અત્યારના અંગ્રેજજન જે વિશિષ્ટ વ્યક્તિ બન્યા છે, તેની વિશિષ્ટતા લાવવામાં તમે સૌ જાતિઓના કીમતી ફાળા છે. દાખલા તરીકે, અત્યારના અંગ્રેજમાં જે બહાદુરી અને અણનમ રહેવાની વૃત્તિ છે, તે બ્રિટના પાસેથી તેને મળી છે; રોમના પાસેથી રણમેદાનમાં શિસ્તબદ્ધ ધીરતા, અને શાંતિના સમયમાં સાહિત્ય અને સંસ્કૃતિની ઉપાસના તેને મળેલાં છે; સૅકસના પાસેથી તેને ડાહ્યા અને ન્યાયી કાયદા મળેલા છે, અને પ્રેમ-શૌર્યધારી નૉર્મના પાસેથી પેાતાની વટઈજ્જત બાબતની ચીવટ અને આદર તથા યશસ્વી નીવડવાની ભાવના મળેલાં છે.”
પ્રિ૦ – ૧૯
-