________________
પાઈ દીધું !
૧૮૭
જ તેની પાસે જઈ શકતા, અને તે એના મનને સંસ્કારી કરવા માટે કંઈ અભ્યાસની વાત લઈ આવતા. પણ તેથી તેના પ્રત્યે ઍમીના અણગમે જ વધ્યા હતા. અમી તેના પ્રત્યે કંઈક ભય અને આદરથી જોતી; પણ બે જુવાન હૈયાં વચ્ચે મધુર ભાવોની જે આપ-લે થવી જોઈએ તે ન થઈ શકી. અને તેથી જ તેનું અણઘડ મન લિસેસ્ટરના બાહ્ય સુઘડ દેખાવ ઉપર તથા તેની ખુશામતિયા વાતચીતાના મેાહમાં તરત સપડાઈ ગયું. અલબત્ત, તે વખતે ઍમી તે કેવો તવંગર કે પ્રતિષ્ઠિત છે એ પૂરું નહોતી જાણતી.
કન્નર-પ્લેસમાં રહેવા આવ્યા પછી, શરૂઆતમાં તો, લિસેસ્ટર વારંવાર તેની મુલાકાતે આવતા તેથી કાઉન્ટેસ ત્યાંનું એકલવાયાપણું વેઠી લેતી. પણ લિસેસ્ટર ઇલિઝાબેથના રાજદરબારમાં જેમ જેમ વધુ આગળ આવતા ગયા, તેમ તેમ તેનું અહીં આવવાનું બહુ ઓછું થતું ચાલ્યું અને બદલામાં માત્ર બહાનાં રજૂ કરતા લાંબા લાંબા કાગળો જ આવવા લાગ્યા. પણ પછી તા એ કાગળા પણ ટૂંકા તથા વિરલ બનતા ગયા, એટલે ઍમીના મનમાં ધીમે ધીમે શંકા-કુશંકાએ ઘર કરવા માંડયું. પરિણામે, તેણે વધુ ને વધુ જુસ્સાપૂર્વક પોતાને આ એકાંતવાસમાંથી કાઢી, તેમની પત્ની તરીકેનું તેમની સાથેનું ઉચિત સ્થાન આપવા પત્રોમાં આગ્રહ કરવા માંડયો – અને છેવટે એ આગ્રહ મધુરતાથી હદ વટાવીને કોઈ લેણદારના તકાદાનું સ્વરૂપ પકડતા ગયો.
-
લિસેસ્ટર એ કાગળાથી હવે કંટાળવા લાગ્યા. તે વાને ને કહેતા “મેં એને વિધિસર લગ્ન કરીને કાઉન્ટસ તા બનાવી જ છે; હવે તેને મુગટ પહેરવાની ઉતાવળ તે શાની કરે છે? એ બાબતમાં તે મારી સગવડ કે મારી મરજીને જ તેણે અનુસરવું જોઈએને ? ”
-
ત્યારે કાઉન્ટસ ઍમી એથી ઊલટું જ વિચારતી. તે જૅનેટને કહેતી “મને મારા લગ્નથી માન-મરતબો મળ્યાં કહેવાય તેને શે અર્થ, – જો મારે આમ અજાણી જગાએ બંદીવાસમાં ગુપ્ત રહેવાનું હોય ? મારે મારા માથાના વાળ શણગારવા આ બધાં મણિ-મુક્તા નથી જોઈતાં; તેના કરતાં તે હું લિટ્કોટ-હૉલમાં હતી ત્યારે નવું ગુલાબ જ માથે ખાસતી, એટલામાં તો મારા બાપુ મને પાસે બાલાવી હાંસભેર નીરખ્યા જ કરતા; પેલા ભલા પાદરી મીઠું હસતા, અને માસ્ટર મુંબ્લેઝન ચારણી ગુલાબી રંગનાં કવિત યાદ કરવા માંડતા. પણ અહીં તે હું સોના-મણિથી મઢાયેલી મૂર્તિની જેમ
-