________________
સચ્ચાઈ અને વટને રાહ અપનાવે
૨૭૩ જ્યારે શંકા ઉઠાવવામાં આવે, ત્યારે ચૂપ રહીને હું તેને વધુ અન્યાય નહિ થવા દઉં. હું ઘેખાબાજી ઉપરનું ઢાંકણ ખુલ્લું પાડવાનું જતું કરી શકું, પણ સચ્ચારિત્રની મારા સાંભળતાં હું ખોટી નિંદા થવા નહીં દઉં.”
લિસેસ્ટર મોટું કાળઅંધાર કરીને ચૂપ રહ્યો.
હવે કાઉન્ટેસ એમીનું અંતરનું સ્વાભાવિક ખમીર પ્રગટ થયું. તેણે ધીમે પગલે લિસેસ્ટર પાસે જઈને કહ્યું, “તમે તમારી સૂચના રજૂ કરી; પણ હું તે કબૂલ રાખી શકતી નથી; આ માણસે બીજી યોજના રજૂ કરી, તે બાબત મને વિરોધ નથી, પણ તમને એ નાપસંદ છે. તો હવે એક જુવાન તથા અબળા સ્ત્રી પરંતુ તમારી વહાલી પત્ની આ મુશ્કેલીમાંથી નીકળવાને જે ઉપાય સૂચવે છે તે જરા સાંભળી લેશો?”
લિસેસ્ટર ચૂપ જ રહ્યો; પણ તેણે જરા માથું નમાવી કાઉન્ટસને પોતાની વાત બોલવા પરવાનગી આપી.
વહાલા, આ બધાં અનિષ્ટોનું એક જ મૂળ કારણ છે – તમારી આસપાસ જે ગૂઢતાભરી બનાવટ તમે ઊભી કરી રાખી છે તે! એક વખત તમે હિંમત કરીને એ હીણપતભરી જાળમાંથી છૂટા થઈ જાઓ! અને સાચા અંગ્રેજ સદ્ગૃહસ્થ – નાઈટ-અર્લ બનીને બધી વટ-આબરૂના પાયા તરીકે સત્યને જ અપનાવો. તમે તમારી કમનસીબ પત્નીને હાથ પકડી, તેને ઇલિઝાબેથના સિંહાસન આગળ લઈ જાઓ અને કબૂલ કરી દો કે – એક કમનસીબ મોહના આકર્ષણમાં આવી જઈ – જેને હવે અંશમાત્ર રહ્યો નથી – તમે તમારો હાથ આ ઍમી ફેબ્સર્ટને આપી બેઠા છો.– એમ કરવાથી મારા લૉર્ડ, તમે મને પણ ન્યાય કરી શકશો અને તમારાં વટ-ગૌરવને પણ. પછી કાયદો કે સત્તા તમને મારાથી છૂટી પાડવા તૈયાર થશે, તો હું કશો વિરોધ નહીં કરું – કારણકે, ત્યારે પણ મારા ભાગેલા હૃદયને મારી ઈજજત-આબરૂને ટેકે રહ્યો હશે. પછી તમારે થોડી જ ધીરજ રાખવાની રહેશે, કારણકે તમારો પ્રેમ ખસી ગયા પછી એમી વધારે લાંબું નહિ જીવે – વધુ લાંબુ જીવવા નહિ ઇછે.”
કાઉન્ટસનું આ વક્તવ્ય ગૌરવભર્યું અને છટાભર્યું હોવા છતાં એવું હાર્દિક હતું કે તેના પતિના અંતરના બધા ઉદાત્ત અને ઉમદા તાર ઝણઝણી ઊઠ્યા. તેની આંખ ઉપરનાં પડળ જાણે ઊતરી ગયાં; અને અત્યાર સુધી પોતે પ્રિ૦- ૧૮