________________
૨૯૨
પ્રીત કિયે દુઃખ હેય” અર્ધા કલાકની પણ જરૂર નહિ પડે, રાણીજી તેમના ચૅમ્બરમાં ચાલ્યાં જાય, એટલે આરામ-ગાહમાં મને મળજો.”
ઠીક છે,” એમ કહી ટ્રેસિલિયન ચાલતો થયો. લિસેસ્ટર પણ પિતે શોધતો હતો તે તક સામેથી જ આવી મળી એ જોઈ રાજી થતો હવે રાણીજી તરફ ચાલ્યો ગયો.
ત્યાં રાણીએ તરત જ તેને સંબોધીને કહ્યું, “આ સર રિચાર્ડ વાને તેમની પાગલ પત્નીને લઈને ગઢમાંથી ચાલ્યા જવાની રજા માગે છે. તે કહે છે કે, તમારી પરવાનગી તો તેમને મળી ગઈ છે, તો પછી અમારે પણ અમારી પરવાનગી આપવી જ રહી. પરંતુ આજે તેમણે અમારા રસાલાની સુંદર બાનુઓ પ્રત્યે એવી નજરો નાખી છે કે, ડચેસ ઑફ રટલૅન્ડને એવો ડર છે કે, તે પોતાની ગાડી પત્નીને પાસેના જ તળાવમાં ફેંકી દઈ, અહીં છૂટાદોર વિધુર થઈને પાછા આવશે અને પોતાને ગયેલી બોટ અમારા રસાલા ઉપર તરાપ મારીને ભરપાઈ કરશે. તમે શું માને છે, લૉર્ડ? તમે એમના બધા ગુણ બરાબર જાણતા હશો. શું તે તેમની પત્નીને આમ કરે ખરા?”
લિસેસ્ટર જરા મૂંઝાયો, પણ તરત જ ગમે તે જવાબ આપી દેવે જ જોઈએ; એટલે તેણે કહ્યું, “બાનુઓ પોતાની જાત વિષે બહુ ઊંચો ખ્યાલ ધરાવે છે – જાણે કે, કોઈ સ્ત્રી એવી સજાને પાત્ર ન જ હોય; અને અમો પુરુષો માટે વધારે પડતો નીચે ખ્યાલ રાખે છે – જાણે કે, કોઈ પુરુષ નિર્દોષ સ્ત્રી ઉપર એ સીતમ ગુજારવા જેટલો હલકટ બની શકે !”
સાંભળો, સાંભળે, બાનુઓ; બધા પુરુષોની પેઠે એ પોતાની જાતિની સ્વભાવગત ક્રૂરતાનો બચાવ આપણી જાતિ ઉપર સ્વભાવગત ચંચળતા આરોપીને કરવા માગે છે.” રાણી બોલી ઊઠી.
“મેડમ “આપણી જાત” શબ્દ ન વાપરશો; બીજી હલકટ સ્ત્રીઓ, આકાશની નાની જ્યોતિઓની જેમ, ઓછીવત્તી ટમક્યા કરે અને પોતાના માર્ગથી ચલિત પણ થાય; પણ સૂર્યને કે ઇલિઝાબેથને માર્ગથી ચલિત થવાનો કે અસ્થિરતાને દોષ કોણ આરોપી શકે??”
આમ વાત બીજી હળવી બાબતો ઉપર વળી ગઈ; અને લિસેસ્ટરે પછીની વાતચીતમાં પોતાનો ભાગ એ છટાપૂર્વક અને વિનોદપૂર્વક ભજવ્યો કે, વાતવાતમાં મધરાતના ટકોરા પડ્યા; અને રાણીજી પોતાના સૂવાના કમરા તરફ પધાર્યા.