________________
હરામખેર, સાબ થઈ જ!
રહ
લિસેસ્ટરે પોતાના કમરામાં જઈ, હજૂરિયાને તરત વાને બોલાવી લાવવા મોકલ્યો. થોડી વારે એ પાછો આવ્યો અને સમાચાર લાવ્યો કે, સર રિચાર્ડ વાને ત્રણ જણ સાથે પછીતને દરવાજે થઈને કલાક થયાં રવાના થઈ ગયા છે – જેમાંનું એક જણ ઘોડા ઉપરની ઢાંકેલી ડોળીમાં હતું.
પણ દરવાજા બંધ થઈ ગયા પછી કોઈ માણસ બહાર શી રીતે જઈ શકે? અને હું એમ સમજતો હતો કે, વાને દિવસ ઊગ્યા પછી જ નીકળવાના છે?”
તેમણે આપની મુદ્રા-વીંટી બતાવી એટલે દરવાને તેમને જવા દીધા હતા, એમ મને જાણવા મળ્યું છે.”
ઠીક છે; પણ તેમણે નાહક ઉતાવળ કરી. તેમના નોકરમાંનું કોઈ હજુ જવાનું બાકી રહ્યું છે?”
જ્યારે સર રિચાડ વાને વિદાય થયા ત્યારે તેમણે પોતાના સેવક માઇકેલ લેમ્બૉર્નની બહુ તપાસ કરી હતી, પણ તે મળ્યો નહિ, એટલે તે બહુ ગુસ્સે થઈ ગયા હતા, એમ જાણવા મળ્યું છે. એ માઈલ લેમ્બોર્નને હવે સર રિચાર્ડ વાર્નેની સાથે થઈ જવા ઘોડો સજાવી જલદી ઊપડવાની તૈયારીમાં હું હમણાં જ જોઈને આવ્યો છે.”
તેને અબઘડી અહીં બોલાવી લાવ. મારે તેના માલિકને માટે એક તાકીદનો સંદેશો મોકલવાનો છે.”
હજૂરિયો લેંમ્બૉર્નને બોલાવવા દોડી ગયો એટલે લિએસ્ટર કમરામાં આમતેમ આંટા મારવા લાગ્યો. તેને વિચાર આવ્યો, “વાર્ને વધારે પડતું કટ્ટર છે અને બહુ આગ્રહી છે. તે મને ચાહે છે, પણ તેને પોતાનો સ્વાર્થ પણ સાધવાનો હોય છે – અને પોતાના સ્વાર્થની બાબતમાં તે જરાય પાછું વળીને જોતા નથી. મારી બઢતીમાં જ તેની બઢતી સમાયેલી છે; એટલે હું રાજા બનું એની આડે આવતું આ વિદન દૂર કરવાની તેને બહુ ઉતાવળ છે. પણ મારે નાહક બદનામી વહોરવી નથી – એમીને સજા જરૂર કરવી છે, પણ તે બધું બહુ જાળવીને કરીશું. વધારે પડતી ઉતાવળ કરવા જતાં મારા અંતરમાં ખોટી બળતરા ઊભી થાય છે – અત્યારે જ હું એને દાહ વેઠી રહ્યો છું. – નહિ, એકસાથે એક જ શિકાર બસ છે – અને એ શિકાર સામેથી મારી રાહ જોઈને તૈયાર ઊભો છે.”