________________
સમાર
૧૯૩
ઉપયોગી થઈ પડે. કાઉન્ટસે પછી જૅનેટનો મુસાફરી માટેના સાદો પેશાક બદલી લીધા, જેથી કોઈ સામાન્ય ઘરની સામાન્ય સ્ત્રી જેવી જ તે લાગે, અને એકદમ કોઈનું ધ્યાન તેના તરફ ન ખેંચાય.
પાર્ક વટાવીને ઉતાવળે પાછલા દ્વારે પહોંચી જતાં અંધારામાં ઝાડીઝાંખરાં ઓળંગવા સિવાય બીજી કશી મુશ્કેલી તેમને ન પડી. ફાસ્ટરને જૅનેટ ઉપર એક પવિત્ર જીવાત્મા તરીકેના એવા વિશ્વાસ હતા કે, તેના ઉપર કશું બંધન તેણે રાખ્યું ન હતું. દિવસ દરમ્યાન તે ગમે ત્યાં જઈ શકતી, અને પછીતના દ્વારની એક માસ્ટર-ચાવી પણ તેને આપી રાખવામાં આવી હતી, જેથી તે ત્યાં થઈને ઘર-કારભારાની કશી ખરીદી અંગે કે, તેના પંથના પ્રાર્થના-મથકે જવા બહાર નીકળીને ગામમાં જઈ શકે. પણ એ ભલી જૅનેટની પોતાના ધર્મ-કુરધર ગણાતા પિતા ઉપરની શ્રદ્ધા ડગી ગઈ હતી; અને તેથી કાઉન્ટેસને બચાવવા-ભગાડવા, તેણે પાતાની બધી કુશળતાને અને સાધનોનો ઉપયોગ કરવા નિરધાર્યું હતું.
ચાલતાં ચાલતાં જૅનેટે ધીમેથી કાઉન્ટેસને પૂછ્યું, “ આપ અહીંથી નીકળી, આપના પિતાને ત્યાં જ જવા ઇચ્છાને ?”
“ના, જૅનેટ; લિડકોટ-હૉલ મે" છોડયો ત્યારે મારું હૃદય હળવું હતું અને મારી કશી બદ-ઈજ્જતી થઈ ન હતી. હવે તેા, મારા પતિ મારું લગ્ન જાહેર રીતે સ્વીકારે, અને તેમની પરવાનગી હોય તે જ મારાથી ત્યાં હળવા હૃદયે અને ઇજ્જતભેર જઈ શકાય.
.
“તેા પછી મૅડમ કાં જા?”
“ કેનિલવર્થ જ જઈશ, વળી ! હું ત્યાંના ઉત્સવ-સમારંભ જોઈશ. ઈંગ્લૉન્ડની રાણી જ્યારે ત્યાં મિજબાની માણતી હોય ત્યારે કાઉન્ટસ ઑફ લિસેસ્ટર ત્યાં પતિ સાથે હાજર હોય, એ કોઈ રીતે અજુગતું ન જ ગણાય.
""
“માનવંત બાનુ, આપ ભૂલી ગયાં શું, કે નામદાર અલે આપના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવા કેટલી બધી તાકીદ આપી છે? તેમને રાજદરબારમાં કૃપાપાત્ર રહેવું હોય, તે એમ કરવું જરૂરી છે, એમ આપને તેમણે કહ્યું હોવાનું આપ જ કહેતાં હતાં. તે એવે વખતે આપ ત્યાં રજૂ થશે, તે નામદાર અર્લ પસંદ કરશે ? ”
“એટલે શું, મારા પતિ મારી હાજરીથી લાંછિત થશે, એમ તું માને છે, છોકરી? ઉપરાંત, તારા પિતાએ અને વાને એ મને શું કરવા ધાર્યું હતું