________________
૨૧૮
પ્રીત કિયે દુખ હોય' ઘોડાઓ સંભાળવાના સંપી, તે એ બે જણને એક મોટા દરવાજામાં થઈ અંદરના આંગણામાં લઈ ગયો. બંને બાજુ ભવ્ય ઇમારત ખડી હતી. અંદરના આંગણામાં થઈને પેલો તેમને ઈશાન તરફના ખૂણા ઉપર આવેલા એક મજબૂત ટાવર તરફ લઈ ગયો. એ બાજુ રસોડાંના જંગી ઓરડા આવેલા હતા.
એ ટાવરના નીચેના ભાગમાં લિસેસ્ટરના ઘર-કારભારાના અફસરો રહેતા હતા, જેથી તેઓ મુખ્ય મકાનની એટલે કે જ્યાં તેમને પોતાની ડયૂટી બજાવવાની હતી, તેની પાસે રહી શકે. એક સાંકડા દાદરા ઉપરથી ઉપરના માળે જવાતું. ત્યાં એક આઠ-ખૂણિયો નાનો કપરો હતો. ત્યાં જૂના વખતમાં કોઈને કેદ પૂરવામાં આવ્યું હતું અને પછી તેનું ખૂન કરવામાં આવ્યું હતું, તેથી તે ભૂતિયો ઓરડો ગણાતો. તે કમરો અત્યારે જગાને અભાવે બહારના મહેમાનોના ઉપયોગ માટે ખેલી નાખવામાં આવ્યો હતો. દંતકથા એમ ચાલતી હતી કે, એ કતલ કરાયેલા અને ભૂત થયેલા કેદીનું નામ મેરવિન હતું, અને તેથી એ આખા ટાવરનું નામ મેરવિન ટાવર પડ્યું હતું.
એ કમરાનો ઉપયોગ જૂના જમાનામાં કેદખાના તરીકે થતો હોય એમાં નવાઈ પામવા જેવું ન હતું. કારણકે તેની ભીતિ ખાસી જાડી હતી અને ઉપરની છત કમાનદાર હતી. કમરાનો વ્યાસ પંદર ફૂટ જેટલું હતું. પણ એની ઊંચી સાંકડી બારીએથી બહાર ખાસ મનોરંજક દેખાવ નજરે પડતે હતે; કારણ કે એ તરફ કુવારા, પૂતળાં, લતા-મંડપ, અને શિલ્પ-કારીગરીવાળી આરામ-ગાહ આવેલી હતી.
કમરામાં એક પથારી જેવું હતું અને મહેમાન માટે જોઈતી બીજી ફુટકળ ચીજો હતી. એક મેજ ઉપર તે વખતના રિવાજ મુજબ બેડરૂમમાં ૨ખાતી લેખન-સામગ્રી પણ પડેલી હતી. તે જોઈ તરત કાઉન્ટસને પોતાના અહીં આવ્યાની ખબર પોતાના પતિને મોકલવાનો અને તેમનો જવાબ આવે ત્યાં સુધી અહીં જ અણછતા બેસી રહેવાનો વિચાર આવ્યો.
પેલો અફસર, જે ઘર-આંગણાનો નાયબ-છડીદાર જેવો જ હતો, તેણે વેલૅન્ડને, બીજું કાંઈ જોઈશે કે કેમ એ પૂછ્યું. વેલેન્ટે જણાવ્યું કે, કંઈક નાસ્તો કરવા જેવી ચીજો મળે તો ઠીક, એટલે પેલો ખાદ્ય-સામગ્રીઓથી હકડેઠઠ ભરેલા રસોઈ-ભંડારમાં તેને લઈ ગયો. ત્યાંથી વેલૅન્ડ ધરાઈને ખાઈ