________________
૧૯૦
“પ્રીત કિયે દુઃખ હેય” તરત જ અંદરથી આગળ ખસેડવાનો અવાજ આવ્યો અને બારણું ઊઘડી ગયું. જેનેટ અને તેનો પિતા બંને અંદર ધસી ગયાં.
જેનેટ કાઉન્ટેસની નજીક જઈને ઊભી રહી, અને ફેસ્ટર વાને તરફ દોડી ગયો.
નામદાર બાન, શું છે? શું થયું?” જેનેટે પૂછયું. “સેતાન ભરખે, તમે એમને શું કર્યું?” ફેસ્ટરે વાને પૂછ્યું.
મેં? મેં કશું નથી કર્યું; માત્ર તેમના લોર્ડને હુકમ મેં તેમને કહી સંભળાવ્યો છે. તે જો તે પાળવા ન માગતાં હોય, તો એને જવાબ એમણે મારા લૉર્ડને આપવો પડશે, મારે નહિ.”
જેનેટ, એ જુદ્દો છે; દગાબાજ છે. તે જૂઠું બોલે છે. કારણકે, મારા લૉર્ડની બેઈજજતી થાય તેવું તે કહે છે – ઉપરાંત તેને પોતાને બદઇરાદો તે સાધવા માગતો હોવાથી, બમણું જુઠું બોલે છે.”
તમે મારા કહેવાનો અર્થ છેટે સમજ્યાં છો, બાન; પણ અત્યારે તમે ઉશ્કેરાઈ ગયાં છો, એટલે જરા શાંત થશે ત્યાર બાદ હું બધું સમજાવીશ.”
ના, ના, તને હું હવે કશું મને કહેવાની તક જ આપવાની નથી; જેનેટ, જો તો ખરી, એ બદમાશ મને મારા પરિણીત પતિને નામે એમ કહેવા આવ્યો છે કે, મારે કેનિલવર્થ એની સાથે જવાનું છે, અને રાણી તથા આખા દરબારની સમક્ષ એમ કહેવાનું છે કે, આ બદમાશ – મારા પતિને બે ટકાનો ગુલામ – મારો પતિ છે! પછી ફરી હું કયા મોંએ મારા લૉર્ડની પત્ની તરીકે જાહેરમાં ફરી શકું વા? પછી કાયમને માટે મારે ગાની આ ગુલામડાની રખાત થઈને જ રહેવું પડે! બદમાશ, લુચ્ચો, હરામખેર!”
“જુઓ ફોસ્ટર, અને જો જેનેટ, તમે બંને સાક્ષી છે કે, કાઉન્ટસને તેમના પતિએ અમુક રાજકીય કારણોસર તેમના લગ્નને ગુપ્ત રાખવાનો જે હુકમ મોકલ્યો છે, તેનો તે કેવો અર્થ કરે છે અને અમલ કરે છે! અરે, એમના હાથમાં જ મારા લૉર્ડ જાતે લખેલે પત્ર છે; નહીં તો તે મારી કેવીક ફજેતી કરે?”
ફેસ્ટરે હવે જરા સત્તાવાહી અવાજે કહ્યું, “બાન, તમે ઉતાવળાં - આકળાં થઈ ગયાં લાગો છો. કોઈ સારા હેતુ માટે આવું ક્ષણિક જુઠ્ઠાણું