________________
૧૦૪
પ્રીત કિયે દુઃખ હેય” પણ રોબ્સર્ટ ખાનદાનનું લેહી એ ખાળકૂવા સાથે ભેળવે, એ તે સહન ન થઈ શકે તેવી વાત છે.”
પણ એ દુ:ખી યુવતીની આબરૂને બચાવી લેવાય તેટલી બચાવી લેવી હોય, તો તે પહેલાં અર્લ ઑફ લિસેસ્ટરને જ આપણે ફરિયાદ કરવી જોઈએ. રાણીજી જેમ આખા રાજ્યમાં સર્વસત્તાધીશ છે, તેમ અર્લ પિતાના ઘરમાં સર્વસત્તાધીશ છે. એટલે જો તે જ વાનેને કહી દે, તો ઍમીની આબરૂ રાજદરબાર સુધી જાહેરમાં રોળાતી કરવાની જરૂર નહિ.” પાદરીબુવા બોલ્યા.
“તમારી વાત સાચી છે,” 'ટ્રોસિલિયને ઉત્સુકતાથી કહ્યું; “અને ઉતાવળમાં એ બાબત મારા ખ્યાલમાં રહી ન હતી. એટલે મને ન ગમતું હોવા છતાં હું ઘમંડી ડડલી સમક્ષ ઘૂંટણિયે પડીશ અને એ રીતે આ કમભાગી છોકરી ઉપરથી લાંછનની એક રેખાય ઓછી કરાતી હશે, તે કરવા પ્રયત્ન કરીશ. તે તમે મને સર ટૂ રોબ્સર્ટ પાસેથી આવશ્યક લખાણ મેળવવામાં મદદ કરો.”
પાદરીબુવા અને મુંબ્લેઝન બંનેએ તેને એ બાબતમાં મદદ કરવાનું વચન આપ્યું.
“અને તમારે જરૂર પડશે સાક્ષી પૂરવાય તૈયાર રહેવું કે, એ બદમાશે સર શૂ રેબ્સર્ટની ખુલ્લા દિલની મહેમાનગતનો કેવો ગેરલાભ ઉઠાવ્યો હતો, તથા કેવી રીતે એ યુવતીને ફોસલાવીને ગુપચુપ ઉઠાવી ગયો છે.”
હા, હા, શરૂઆતમાં તો એમને વાર્નની સોબત બહુ ગમતી હોય એમ લાગતું ન હતું; પણ પછી તે તેમને મેં વારંવાર સાથે એકલાં જોયાં છે.” પાદરીબુવા બોલ્યા.
“હા, હા, ઝરૂખામાં બેઠેલાં અને બગીચામાં ટહેલતાં,” મુંબ્લેઝને ચારણી શબ્દો વાપરી બતાવ્યા.
એક વખત દક્ષિણ તરફના જંગલ-પ્રદેશમાં એક વસંતની સાંજે હું અચાનક તે બંને ભેગાં બેઠાં હતાં ત્યાં જઈ ચડ્યો હતો.” પાદરીબુવા બોલ્યા.
“અને જે દિવસે તે ભાગી ગઈ, તે દિવસે મેં વાર્નેના ઘડાવાળાને તેના માલિકનો ઘોડો તેમજ ઍમીના ટટવાને પકડીને કબ્રસ્તાનની ભીંત આગળ ઊભેલો જોયો હતો.” મુંબ્લેઝને કહ્યું.
૧. અલ ઓફ લિસેસ્ટરનું નામ-ૉબર્ટ ડડલી. -સંપ૦