________________
ગાંડી પત્નીને પતિ
૨૬૫ પિકાર કરી ઊઠયો. અને તે માથું ઊંચું કરી ઍમી સાથેનું પોતાનું લગ્ન કબૂલ કરવા જતો જ હતો, એટલામાં વાને ત્યાં વગર પરવાનગીએ દોડી આવ્યો - લિસેસ્ટરના કમનસીબની જેમ – તેને જાણે બરબાદ કરવા જ!
રાણી તરત જ ત્રાડી ઊડી, “આ શું? અહીં વગર બેલા શાને દોડી આવ્યો છે?”
વાને જાણે શોક અને મૂંઝવણથી ભાગી પડયો હોય એવો દેખાવ કરી, રાણીજીના પગમાં જ આળોટી ગયો અને બોલ્યો, “ક્ષમા, ક્ષમા, દયા, દયા, સરકાર! આપ નામદારને ન્યાય મારી ઉપર ભલે તળાય, કારણકે કોઈ ગુનેગાર હોય તે હું છું નામદાર; –મારા માલિક તદ્દન નિર્દોષ છે!”
ઍમી વાર્નેને જોઈ તરત જ છળી મરી હોય તેમ ઊભી થઈ ગઈ અને રક્ષણ માટે લિસેસ્ટર તરફ જ દોડવા જતી હતી પણ એના મોં ઉપર વાનેને આવેલો જોઈ, જુદા જ ફેરફાર થવા લાગેલા જોઈ, તે તરત એક ચીસ પાડી રાણીજીને આજીજી કરવા લાગી, “મને ઉડામાં ઊંડા ભોંયરામાં કેદ પૂરવી હોય તો પૂરી દો, પણ આ બદમાશ બેશરમ દુષ્ટ માણસને મારી આંખે આગળથી દૂર કાઢો, નહિ તો મારામાં જે કંઈ થોડીઘણી સાન-સમજ રહી છે, તે પણ નાશ પામશે.”
પણ મીઠડી, એણે વળી તને શું કર્યું છે?” રાણી હવે કંઈક જુદો જ વિચાર સ્ફરતાં બોલી ઊઠી.
દુ:ખ કરતાં પણ વિશેષ, વિપત્તિ કરતાં પણ વિશેષ, – એણે જ્યાં શાંતિ હોવી જોઈએ ત્યાં વિક્ષેપ અને વિરોધ વાવ્યા છે -- હું તેને વધુ વખત મારી નજર સામે જોઈશ તો ગાંડી જ થઈ જઈશ.”
રાણીજીએ તરત જ લોર્ડ હસડનને ઍમીને ત્યાંથી દૂર લઈ જવા અને તેની જરૂર પડે ત્યારે તે હાજર થાય એવી સહીસલામત જગાએ ખસેડવા કહ્યું. તહેનાત-બાનુઓમાંથી એક જણી એ સુંદર યુવતી તરફ દયાના ભાવથી પ્રેરાઈ કે કશી ખણખોદ કરવા જેવું અવનવું જાણવા મળશે એમ માની, તેની પાછળ જવા જતી હતી, પણ રાણીએ તરત જ તેમને રોકી અને સીધું જ સંભળાવ્યું, “ના, ના, તમારે તસ્દી લેવાની જરૂર નથી : ભગવાનની કૃપાથી તમારે તીણા કાન અને લપટી જીભો હોય છે – ત્યારે અમારા મોટા ભાઈ હન્સડનના કાન જરા બહેરા છે અને જીભ કકરી છે