________________
ગાંડી પત્નીને પતિ
૨૬૩ અને ગુસ્સાથી ધમધમતાં આરામગાહની બહાર નીકળ્યાં. લિએસ્ટર, શિકારે ઊપડવા રાણીજી આવે એટલે તૈયાર થયેલાં ઉમરાવો અને બાનુઓ વચ્ચે થોડે દૂર ઊભો હતો, તે તરફ તે આવ્યાં.
રાણીજીને આ રીતે ઉતાવળે પગલે અને કોઈ સ્ત્રીને ઘસડતાં અને લૉર્ડ ઑફ લિસેસ્ટર ક્યાં છે?' એમ મોટેથી બોલતાં આવતાં જોઈ સૌ ચોંકી ઊઠયાં અને આભા બની ગયાં.
લિસેસ્ટર એ બધા ટેળાનાં મીઠાં અભિનંદન ઝીલતો અને તે સવારે રાણીજીએ તેને આપેલી ખાસ મુલાકાતથી હવે થોડા જ વખતમાં તે રાજાપદ પામશે એવાં ગૂઢ સૂચનોને હસતે માંએ “એવું કંઈ નથી' એમ કહીને ઇનકાર ઊભો હતો, તે રાણીને એમીને આમ ખેંચી લાવતાં જોઈ, વીજળી પડે એમ ચોંકી ઊઠ્યો.
રાણીએ તરત જ લિસેસ્ટરની ગભરામણ જોઈને સીધું જ પૂછયું, “તમે આ સ્ત્રીને ઓળખો છો?”
લિસેસ્ટર શું બોલવું એ ન સમજાવાથી રાણીજી સમક્ષ ઘૂંટણિયે પડી નીચું જોઈ રહ્યો.
લિસેસ્ટર,” રાણી હવે ગુસ્સાથી સળગી જતી હોય એમ બોલી; “તારા ઉપર પક્ષપાત ધરાવતી તારી વિશ્વાસુ સમ્રાજ્ઞી સાથે તે આવી હલકટ છેતરપિંડી ચલાવી – ચલાવવા હિંમત કરી, એમ? – પણ બધી પવિત્ર વસ્તુઓના સોગંદ ખાઈને કહું છું કે, તારું માથું આજે તારા બાપના માથા જેટલું જ જોખમમાં છે!”
લિસેસ્ટરની પાસે નિર્દોષતાનું – સચ્ચાઈનું બળ તે નહોતું, પણ તેનું સ્વાભિમાન અત્યારે તેની મદદે આવ્યું. તેણે ધીમેથી પોતાની ભંમરે ઊંચી કરી તથા વિરોધી લાગણીઓથી કાળા પડી ગયેલા અને ફૂલી ગયેલા મોંએ જવાબ આપ્યો, “મારો શિરચ્છેદ મારા ઉમરાવ-બંધુઓ મને સજા કરે તો જ થઈ શકે – મારી વફાદારીભરી સેવાઓનો આવો બદલો વાળતી રાણીના કહેવાથી માત્ર નહિ!”
જ લિસેસ્ટરને બાપ જૉન ડલી, એડવર્ડ-૬ પછી ઇગ્લેંડની રાજગાદીએ રાણી મેરીને બદલે લેડી જેન એને ગાદીએ બેસાડવા જવાના પ્રયત્નમાં, મતની સજા પામ્યો હતો (ઈ.સ. ૧૫૫૩). -- સંપા