________________
૨૬ર
પ્રીત કિયે દુઃખ હેય' મને માફ કરો – માફ કરો – દયાળુ રાણીજી!”
પણ ગાંડી હું શી બાબતની તને માફી આપું? તારા પિતાની તું પુત્રી છે એ કંઈ કશો અપરાધ છે? પણ તું ગાભરી થઈ ગઈ લાગે છે, એટલે મારે જ બધી વાત તારી પાસેથી રજ રજ કરીને કઢાવવી પડશે. તું તારા બુઢ્ઢા અને આદરણીય બાપને છેતરીને નાસી ગઈ હતી, ખરુને – તારી આંખે જ એ કબૂલ કરી દે છે – તે માસ્ટર ટ્રેસિલિયનને દગો દીધો, ખરું ને?– તારા શરમના શેરડા જ પુરવાર કરે છે - અને પછી હું આ વાનેને પરણી, ખરુંને?”
ઍમી એકદમ વાઘણની પેઠે છલંગ મારીને ઊભી થઈ ગઈ, અને રાણીજીને બોલતાં ભાવીને બોલી ઊઠી, “ના, મૅડમ, ના! ભગવાન ઉપર જુએ છે, હું આપ મને ધારો છો તેવી છેક હલકટ નથી. હું એ તુચ્છ ગુલામની પત્ની નથી – એ તો દુષ્ટ બદમાશ માણસ છે! એને પરણવા પહેલાં હું મૃત્યુ સાથે જ લગ્ન કરવા તૈયાર થાઉં!”
“વાહ, જ્યારે તારી મરજી થાય ત્યારે તું બરાબર ઉતાવળે અને ઊંચે સાદે બોલી શકે છે. તો પછી મારે જાણવું જ પડશે કે તું કોની પત્ની કે કોની પ્રેમિકા છે? સાચેસાચું બોલી નાખ – યાદ રાખજે કે ઇલિઝાબેથ સાથે રમત રમવા કરતાં સિંહણ સાથે રમત રમવી વધુ સહેલી છે.”
રાણીની તાકીદ અને ગુસ્સો જોયા પછી બિચારી એમીને કંઈક જવાબ આપવો જ પડ્યો : તેણે હતાશાભર્યા સૂરે કહ્યું, “અલ ઑફ લિસેસ્ટર બધું જાણે છે.”
અ ઑફ લિસેસ્ટર !” રાણી આભાં થઈને બોલી ઊઠ્યાં; “છોકરી, અર્ક ઑફ લિસેસ્ટરને ગળે પડવા જાય છે? એ તારા જેવી રખડતીઓને સંઘરે તેવા નથી. તને એમના ઉપર ગંદકીના છાંટા ઉરાડવા માટે કોઈએ – તેમના દુશમને - તૈયાર કરી લાગે છે – ઈંગ્લેન્ડના સૌથી વધુ સાચા હૃદયના ઉમરાવની આવી બદનામી કરવાની તારી હિંમત? પણ તે અમારા જમણા હાથ જેવા વિશ્વાસુ તથા તેથીય વધુ અમારા પ્રિયજન હશે, તોપણ તારી વાત તેમની સમક્ષ જ સાંભળવામાં આવશે. ચાલ મારી સાથે – અબઘડી મારી સાથે ચાલ!”
એમી એકદમ હળીને પાછી પડી; પણ રાણીએ એ વસ્તુને એના ગુનાની સાબિતીરૂપ ગણી લીધી. પછી તેને હાથ વડે પકડી તે ઉતાવળે ચાલતાં