________________
એળે નહિ જાય !
૨૨૫
પણ એમ એ બદનામી વિનાકારણ સ્વીકારવી પડતી હાવાના દુ:ખથી તેની આંખમાંથી આંસુ નીકળી પડયાં.
ટ્રસિલિયન તરત બોલી ઊઠયો, “ઍમી, તારાં આંસુ તારી જીભને ખોટી પાડે છે. તારી જીભ તા કહે છે કે, તું પ્રેમભર્યા અને શક્તિશાળી પતિની ઓથમાં છે; પણ તારાં આંસુ એમ કહે છે કે, તને તે બદમાશે તજી દીધી છે અને તેથી નું આશરા વિનાની ભટકતી બની ગઈ છે.”
કાઉન્ટસ ગુસ્સાથી સળગી ઊઠેલી આંખે બાલી ઊઠી, “વમારો મને તજી દીધી છે, એમ તમે કહ્યું?”
“હા; બદમાશે જ વળી! નહિ તે તે તને મારા કમરામાં એકલી અહીં ન જ લાવીને મૂકે! એને શું આવડા મોટા ગઢમાં તને ઉચિત ઉતારો આપવાનો જ ન મળ્યો?”
(6
‘તમારો કમરો ? આ તમારો કમરો છે? તો તે હું અબઘડી અહીંથી નીકળી જાઉં છું.” એમ કહી કાઉન્ટસ તેમાંથી તત્ક્ષણ બહાર નીકળવા ગઈ; પણ પછી આવડા મેાટા ગઢમાં એકલીઅટૂલી કયાં રખડતી ફરશે, એ વિચાર આવતાં તે બોલી ઊઠી, “હું ભૂલી ગઈ – મારે કયાં જવાનું છે તે મને ખબર નથી —
""
66
“બસ, બસ, હું સમજી ગયા, ઍમી, તને કશા આશરો નથી – તું તજી દેવાયેલી છે; અને તારે આશરાની – મદદની જરૂર જ છે; માટે તું અહીં જ રહે; તારા હૃદયભંગ થયેલા ખાનદાન પિતાના પ્રતિનિધિ તરીકે મારી સાથે આવી, રાણીજી આ ગઢના દરવાજામાં પેસે ત્યારે તેના ઉમરા આગળ જ આપણે ધા નાખીશું; જેથી કેનિલવર્ણમાં રાણીજીનું પ્રથમ કામ પોતાની અબળા જાતિની એક સ્ત્રીને અને પ્રજાજનને ન્યાય ચૂકવવાનું જ બની રહેશે. મને મારી સાચી ફરિયાદમાં અને રાણીજીની ન્યાયવૃત્તિમાં વિશ્વાસ છે, એટલે રાણીજીના કૃપાપાત્ર માણસની તાકાતથી હું જરાય ડરતા નથી; હું અબઘડી લૉર્ડ સસેકસને વાત કરું છું.”
66
ના, ના, ભગવાનને ખાતર એ વાત કરવા ન જતા!” કાઉન્ટેસ છળી મરીને બોલી ઊઠી; “ટ્રેસિલિયન, તમે બહુ ઉદાર હૃદયના માણસ છેા; અને જો તમે મને ખરેખર દુ:ખમાંથી બચાવવા ઈચ્છતા હા, તે મને એક વચન આપે ! તમે મારું માગેલું એ વચન મને આપશેા, તેથી ઇલિઝાબેથ
પ્ર૦-૧૫