________________
૨૦
ભૂતનું બચ્ચું
વલેન્ડ સ્મિથે ગમે તેટલી ઉતાવળ કરી, છતાં ભળભાંખળું થવાનું થયું તે અરસામાં તેઓ કમ્મર ગામથી માત્ર દશ જ માઈલ દૂર નીકળી શક્યાં હતાં. વેલૅન્ડનો ઇરાદો દિવસ થતાં આજુબાજુના લોકોની જવરઅવર શરૂ થાય તે પહેલાં જ ખૂબ દૂર નીકળી જવાનો હતો, જેથી તેમના સગડ જ પીછો કરનારાઓને ન મળે. પણ પગપાળો તે ગમે તેટલી ઉતાવળ કરે, તો પણ કેટલુંક અંતર કાપી શકે?
હવે દિવસનું અજવાળું વધતું ચાલ્યું, એટલે વેલૅન્ડ ચોતરફ નજર કરતે કરતો સાવધાનીથી રસ્તો કાપવા લાગ્યો. તેવામાં રસ્તાની વાડ બાજુએથી અચાનક એક છોકરો સ્ત્રીને બેસવા માટે તૈયાર કરેલું એક ઘેડું લઈને નીકળ્યા અને વેલૉન્ડને સલામ કરીને બાલ્યો, “તમે જ આ ટવું બાન માટે લેવા આવવાના હતા ને સાહેબ?”
હા, હા, હું જ વળી.” વેલૅન્ડે જરા પણ ખચકાયા વિના તરત જ જવાબ આપી દીધું. અને પેલાને બીજો કશો વહેમ ન જાય તે માટે તેણે તરત જ કાઉન્ટસને ઉતારી પેલા ટટવા ઉપર બેસાડી દીધી. અને પોતે કાઉન્ટસવાળા – પોતાના ઘોડા ઉપર બેસી ગયો.
કાઉન્ટસે માની લીધું કે, વેલેન્ટે જ એ ઘડાની વ્યવસ્થા કરી હશે, એટલે ગુપચુપ વેલેન્ટે કહ્યા મુજબ તેણે ઘોડાની ફેરબદલી કરી લીધી. પણ પેલો છોકરો માથું ખંજવાળ બોલ્યો, “પણ સાહેબ, તમારે મને “બીન્સ”૧ કહેવાનું હતું !”
“ખરી વાત; અને તારે “બીકન કહેવાનું હતું, ખરુંને?” ૧. વટાણું –અર્થના જ બંને બીન્સ, અને પીઝ શબ્દ છે. - સંપા. ૨, ડુક્કરનું માંસ. - સંપા.
૨૦૨