________________
ભૂતની કેટ તમારા ચિરંજીવી ડિકીને જ તે સ્થળ બતાવવા મોકલીશ. એય દુર્દમન, અહીં આવ જોઉં!”
“ના, ના, માસ્ટરજી, તમારે મારા ડિકીને મોકલવાનું નથી; તમારે તમારા આત્માને જોખમમાં નાખવો હોય તો ભલે નાખો. મારા ડિકી પાસે એવું કામ કરાવવાનું નથી.” ડોસી બોલી ઊઠી.
જુઓ વૃદ્ધા જરતી ! તમારો વિકાસ તે ટેકરીના મથાળા સુધી જ જશે અને ત્યાંથી વેલૅન્ડ સ્મિથનું સ્થળ બતાવીને પાછો ફરશે. આજે સવારે તેણે ગ્રીક ધર્મપથીને પાઠ કર્યો છે, એટલે ભૂત એની ટૂકડું પણ નહિ આવી શકે, એની હું તમને ખાતરી આપું છું.”
અને એ જાદુગરે બે-પગાં અને ચો-પગ ઉપર પોતાની ચાલાકી અમાવવા માંડી છે, ત્યારથી જ મેં મારા દીકરાના ભલામાં વિચ-એલ્મની કૂંપળ પણ સીવી રાખી છે તો.” ડેસીએ ઉમેર્યું.
“તે પછી તમારો દીકરો ક્રીડાથે જ એ જાદુગર પાસે ઘણી વાર જાય છે આવે છે, તે આવા અજાણ્યા મહેમાનની સેવાર્થે એક વખત વધુ ત્યાં જશે, તો શું બગડી જવાનું છે, માતાજી?”
માસ્તરે એ વૃદ્ધાના પુત્રને – પોતાના લાડકા શિષ્યને બૂમ પાડતાં જ તે આવીને હાજર થયો. ઠીંગરાઈ ગયેલું, અષ્ટાવક્ર જેવું એ બાળક આમ તે બાર-તેર વર્ષનું લાગતું હતું, પણ ખરેખર તે એ તેથી બે-ત્રણ વર્ષ મોટું હશે જ. તેનું ગાજરના રંગના વાળવાળું માથું છેક જ તેની ગરદન ઉપર બેસાડેલું હતું, અને તેનું ચીબુ નાક, લાંબી હડપચી અને બહાર ધસી આવતી બે આંખો એના વિચિત્ર દેખાવની ઊણપ પૂરી કરી આપતાં હતાં.
ટ્રેસિલિયને તેને જણાવી દીધું કે, તે જો એને પેલા નાળસાજની કોઢ પાસે લઈ જશે, તો એક રૂપા-સિક્કો આપશે.
પણ પેલી ડોસી તેને ભૂતને ઘેર જવા દેવા માટે હજુ આનાકાની કરતી હતી, એટલે પેલા ડિકીએ પોતાની માને કહ્યું, “પેલી સમડી તમારું મરઘડીનું બચ્ચું ઉપાડીને ચાલી જાય, મા !” ડોસી મરઘડીના બચ્ચા માટે હાય-બળાપો કરતી તે તરફ દોડી, તેવામાં ડિકી ટ્રેસિલિયનને પોતાની પાછળ આવવાની નિશાની કરતકને ત્યાંથી નાઠો.