________________
અવળચંડાઈ કેની?
૨૧૧ પ્યાલો પી લીધો છે, અને ફાંસીને માંચડે ચડવા જનારને એથી વધારે કશું લેવાનું ન હોય.”
વેલૅન્ડ આ જવાબથી વિચારમાં પડી ગયો. તેણે હવે સ્પષ્ટતા ખાતર પૂછયું, “આપ હવે શું કરવા માગો છો, તે મને નક્કી કહો. આખો દેશ આજે કેનિલવર્થ જવા ઊપડ્યો છે. એટલે આપણી પાસે અંદર પેસવા પૂરતા પરવાના તથા સહીસલામતીનાં બીજાં કશાં સાધન નહિ હોય, તો કોઈ આપણને અંદર પેસવા નહિ દે, અને રસ્તામાં જ કાંઈક મુશ્કેલીમાં સપડાઈ જઈશું. હું સપષ્ટ વાત કહી દઈ તો મને ક્ષમા કરશો. પણ આપણી પાસે બીજું કોઈ ઓળખાણ કે સથવારો ન હોય, તે પછી આપણે પેલા ભાંડ-ભવૈયાઓની મંડળીનો જ આશરો લેવો પડશે, અને તેમની સાથે જ અંદર પેસી જવું
પડશે.”
પણ કાઉન્ટેસે એ સૂચનાના જવાબમાં અસ્વીકારસૂચક ડોકું હલાવ્યું. એટલે વેલેંડે જણાવ્યું, “તે તે પછી મને તો માત્ર બીજો એક જ રસ્તો સૂઝે છે ”
હા, હા, કહી દે, હું તને વફાદાર માણસ ગણું છું; તારી શી સલાહ છે?”
“હું માસ્ટર સિલિયનને ખબર આપું કે, આપ અહીં છો. તરત જ તે લૉર્ડ સસેકસના થોડા ઘોડેસવારો સાથે અહીં આવશે અને આપને સહીસલામતીથી તથા બે-રોકટોક અંદર લઈ જશે.”
“શું સસેકસના સંરક્ષણ હેઠળ જવાની છે અને સલાહ આપે છે? જાણતા નથી કે રાજદરબારમાં તે અર્લ ઑફ લિસેસ્ટરના તે નાલાયક પ્રતિસ્પર્ધી ગણાય છે?”
વેલેંન્ડ એ જવાબ સાંભળી કાઉન્ટસના મોં સામે નવાઈ પામી જોઈ રહ્યો, એટલે કાઉન્ટસ સમજી ગઈ કે પોતે લિસેસ્ટર સાથેના પોતાના સંબંધ બાબત વધારે પડતું કહી નાખ્યું છે – જે ગુપ્ત રાખવાની જ પોતાના પતિની તાકીદ છે. એટલે તેણે આગળ ઉમેર્યું, “અને ટ્રેસિલિયન પાસે તો મારું નામ સરખું રખે લેતે. એથી તે મારી મુશ્કેલીઓ બમણી થઈ જશે અને તેની ઉપરનું જોખમ તે એટલું વધી જશે કે, કોઈ પછી એને બચાવી નહિ
શકે”