________________
પ્રીત કિયે દુઃખ હાય’
બલે અને વૉલ્સિંઘામ* જેવા બીજા પણ તેના માનીતા દરબારીઓ હતા; પણ તેમના ઉપર રાણીની દૃષ્ટિ બીજા કશા પક્ષપાતને કારણે નહિ, પણ તેમના ગુણોને કારણે હતી : તે બંને તેના રાજકાજના સ્થંભ હતા. એટલે તેમના પ્રત્યે તે સતત એકધારી નિષ્ઠા દાખવી રહી હતી, જે રાણીની સમજદારી અને બુદ્ધિનું પરિણામ હતી. ત્યારે લિસેસ્ટરનું સ્થાન રાણીના હૃદય ઉપર હતું – અર્થાત્ એટલું જ તરંગી તેમજ એટલું જ આંધળું. એટલે તે સ્થાન ટકાવી રાખવા માટે લિસેસ્ટરને હરઘડી સાવધાન – જાગ્રત રહેવું પડતું.
૧૯૩
તા પણ હવે તા લેાક-ગીતામાં અને ચારણ-ગીતામાં પણ એ લગ્નની ચર્ચા ઊપડી હતી તથા શાળાઓ અને દેવળાનાં પીઠા ઉપરથી પણ. રાણી એ બધા ઉલ્લેખા પ્રત્યે કશા અણગમા, ગુસ્સો કે ચીડ પણ બતાવતી ન હતી. તેની મીઠી નજર અને મધુર લાગણીઓ લિસેસ્ટર પ્રત્યે એકધારી વહ્યા કરતી હતી.
આ અરસામાં જ ઍમીના આગ્રહભર્યા પત્રો લિસેસ્ટર ઉપર આવવા શરૂ થઈ ગયા હતા. પેાતાને જાહેરમાં ખુલ્લી રીતે પત્ની તરીકે સ્વીકારવા તે દલીલા કર્યા કરતી; – પ્રેમનું રૂસણું લીધા જેવું પણ કરતી. પરંતુ લિસેસ્ટરના હાથ હવે બંધાઈ ગયા હતા. ઇલિઝાબેથ એવા પિતાની પુત્રી હતી, જેના ગુસ્સામાંથી કોઈ પુરુષ બચી શકયો ન હતા કે જેની કામનામાંથી કોઈ સ્ત્રી બચી શકી ન હતી. તેવી એ ઇલિઝાબેથ જો જાણે કે, તેને પ્રેમના મધુર ભાવોમાં લગ્નની વાત સુધી દોરી જનાર પુરુષ તે પરિણીત હતા, તેા તેના છંછેડાટના – પ્રકોપના પાર ન રહે — તે વખતે શું થઈને રહે, તે જ કલ્પી
ન શકાય.
અને છતાં રાણી પાતે જ કાંઈ વહેમ ગયા હોય તે કારણે કે કેવળ સ્ત્રી-સુલભ અવળચંડાઈ કે તરંગીપણાને લીધે, કેનિલવર્થ મુકામે અમી રોબ્સર્ટને હાજર રાખવાના આગ્રહ કરવાનું ભૂલતી જ નહિ. કાંતા સસેકસ પાતે ટ્રેસિલિયનની અરજીની યાદ રાણીને દેવરાવ્યા કરતા હોય, કે પછી લિસેસ્ટરના બીજો કોઈ છૂપા શત્રુ એમ કરતા હોય – કોણ જાણે !
* લૌડ અલે એટલે વિલિયમ સેસિલ લૅડ ટ્રેઝરર હતા, અને સર ફ્રાન્સિસ ૉસિધામ સેક્રેટરી હતા. તે બંને રાજકાજમાં રાણીના પીઢ, અનુભવી અને વફાદાર સલાહકારા – અમાત્યા હતા. -સપા