________________
જિક
પ્રીત કિયે સુખ હોય' " “ના, લિસેસ્ટર, ના, – પણ એ બધું ગાંડપણ જ કહેવાય – અને ફરી એ વાત મોંએ ન લાવશો – જાઓ – પણ પાસે જ રહેજો – દરમ્યાન કોઈ આ તરફ ન આવે –”
ડલ્લી તરત જ નીચો નમી. જરા ખિન્ન મુખે ત્યાંથી પાછો ફર્યો. રાણી તેને પડેલે મોંએ જતો જોઈ રહી; પણ પછી મન સાથે ગણગણી – “એ શક્ય હોત તો કેવું!– પણ ના, ના, ઇલિઝાબેથ ઈંગ્લેન્ડની જ પ્રેમિકા અને માતા બનશે, બીજા કોઈની નહિ.”
પણ પછી કોઈનાં પગલાં એ તરફ આવતાં સાંભળી, તે આરામગાહમાં અંદર ઊંડે ચાલી ગઈ – જયાં લિસેસ્ટર સાથેના પ્રેમમાં સફળ નીવડેલી તેની હરીફ નિરાધાર અવસ્થામાં છુપાયેલી હતી. - રાણીની નજર એની ઉપર પડી. પણ ફુવારાની કિનાર ઉપર તે એવી ચૂપ તથા સ્થિર થઈને બેઠી હતી કે, પહેલાં તે રાણીએ તેને કોઈ ઇટાલિયન શિલ્પીએ કોતરેલું પૂતળું જ માની લીધી. તેણે મેં હાથ વગેરે જોવા માટે ઉપરને જન્મે ઉતારી નાખ્યો હતો. અંદર તે તેણે વેલેન્ટે લાવી આપેલે નટખેલાડીની મંડળીની સ્ત્રીને વેશ જ પહેરેલો હતો. તેની ઘરેણાંની કાસ્કેટ જેને કપડાં તળે છેક અંદર છુપાવેલી હતી, તે તેણે અત્યારે બહાર કાઢી હતી; જેથી કોઈને મદદના બદલામાં કશું ઝટ આપી શકાય.
પાસે આવતો ગણીનાં પગલાં સાંભળી કોણ આવે છે અને મદદ માટે ચીસ પાડવી કે નહિ તેના વિચારમાં સ્થિર થઈને તે થોડી વાર બેસી રહી; પણ એક સ્ત્રીને જ આવતી જોઈને અને પછી તો તેની રાજશાહી કૃતિપિશાક-અદા જોઈને તરત તે સમજી ગઈ કે, એ રાણી ઇલિઝાબેથ પોતે જ છે.
ઇલિઝાબેથ ઍમીને કાસ્કેટ હાથમાં લઈ ઊભી થઈ જતી જોઈને તરત સમજી ગઈ કે એ કોઈ પૂતળું નથી પણ જીવતી સ્ત્રી છે તથા તેના પહેરવેશ ઉપરથી તે એટલું પામી ગઈ કે, ત્યાં આવેલી નટ-મંડળીઓમાંની કોઈ નટી છે. આ ગઢમાં જુદે જુદે સ્થળે રાણીને આવકાર આપવા જુદાં જુદાં દેવદેવીની યથોચિત ગોઠવણી કરી રાખેલી હતી, એટલે અહીં પણ આ આરામગાહને લગતા કોઈ પાત્રની ગોઠવણી હશે, એમ તેણે માની લીધું. પણ પોતાને એકલી અચાનક અહીં આવેલી જોઈ, પેલી પોતાને બોલવાનું ભૂલી ગઈ છે, એમ માની, માયાળુતાથી, રાણીએ એને સંબોધીને કહ્યું, “આરામગાહની