________________
૨૨૦
“પ્રીત કિયે સુખ હોય' ગંભીર વિચારમાં પડી ગયો. કારણ કે, લિસેસ્ટરની હકૂમતમાં જ – ભલે તેના સીધા હુકમથી નહિ હોય – એ બાન ઉપર આ બધા અત્યાચારો થયા હતા, જેમાંથી તે ભાગી છૂટી હતી. તે પછી એ લિસેસ્ટરને જ પોતે અહીં આવ્યાની અને હોવાની ખબર આપવી એ તે બાબુ માટે જ સલાહભર્યું શી રીતે કહેવાય? હવે તે તેને પોતાની જ સહીસલામતી બાબત પણ ડર લાગવા માંડયો. કારણ કે, એ બાનુને ભાગવામાં મદદ કરનાર એ હોઈ, તેને
ભગાડી લાવનાર' ઠરાવી ફાવે તેવી સજા કરવામાં આવે, તો પણ અહીં કોણ પૂછનાર હતું? એટલે તેણે મન સાથે નક્કી કર્યું કે, આ કાગળ લિસેસ્ટરને આપતા પહેલાં એ બાન અહીં આવ્યાં છે એ વાત ટ્રેસિલિયનને જણાવી દેવી. જેથી આગળની બધી જવાબદારીમાંથી પોતે મુક્ત થાય; અને ટ્રેસિલિયન ઉપર જ એ બાનુને દોરવાની કે સંરક્ષવાની સ્વાભાવિક જવાબદારી આવી જાય.
તેણે વિચાર કર્યો કે, “ટ્રેસિલિયન જ વધુ સારી રીતે નક્કી કરી શકશે કે, આ બાનુને લૉર્ડ ઑફ લિસેસ્ટરને જ સીધી ફરિયાદ કરવાનો જે બુટ્ટો સૂઝયો છે, તે ડહાપણભર્યો કહેવાય કે નહિ. એટલે આ કાગળ પણ એમને જ સેંપી આપણે તો કેનિલવમાંથી પબારા ગણી જવા! આપણે અહીંના ઉત્સવ-સમારંભ નથી જોવા; આપણે તો ઈંગ્લેન્ડનાં ખુલ્લા મેદાનમાં ઘડાઓને નાળ જડવાનું કામ કરતા થઈ જઈએ, એમાં જ સલામતી છે.”
પણ આ ધમાલમાં ટ્રેસિલિયનને પણ ક્યાં શોધવો? પૂછપરછ કરતાં તેને એટલું માલુમ પડ્યું કે, આજે સવારે અર્લ ઓફ સસેકસ અહીં પિતાના રસાલા સાથે આવી ગયા છે. પણ તેને ઉપરાંતમાં એ ખબર પણ પડી કે, લિસેસ્ટર અને સસેકસ એ બને અર્લી ચેતતાના રસાલા સાથે ચેડા કલાક અગાઉ વૉરવિક તરફ ઊપડી ગયા છે, જેની રાણીજીને ત્યાંથી ધામધૂમપૂર્વક કેનિલવ લઈ અવાય.
પણ વૉરવિકમાં જ જુદા જુદા ઠાકોર-ગરાસદારો મળવા આવેલા તેમને મળવા રહેવામાં રાણીજીને કેનિલવર્થ તરફ આવવા નીકળવામાં મોડું જ થતું ગયું. અને હવે તે સમીસંધ્યાએ જ તે કેનિલવર્થ આવી પહોંચશે, એવી ખબર લઈને મારતે ઘોડે એક સવાર આવી પહોંચ્યો. એટલે સૌ રાણીજીના