Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005471/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સહજાત્મસ્વરૂપ પ.કુ.દેવના ભક્ત શિરોમણિ હૃદયસખા શ્રી સૌભાગ્ય Jain Edacation International For Personal & Private Use Only www.amne bary oras Page #2 -------------------------------------------------------------------------- ________________ સહજાત્મસ્વરૂપ પ.દેવના ભક્ત શિરોમણિ હૃદયસખા શ્રી સૌભાગ્ય Aભાગ ૨ ૧ રાજ સી, ગ મડળ - સાયલા For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : પ્રકાશન સમિતિ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ સાયલા પ્રથમ આવૃત્તિ : સંવત ૨૦૫૩ ઈ.સ. ૧૯૯૭ પ્રત : ૨૦OO બીજી આવૃત્તિ : સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨ પ્રત : ૧૦OO પ્રાપ્તિ સ્થાન : સાયલા શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ શ્રી રાજ-સૌભાગ આશ્રમ સૌભાગપરા, સાયલા-૩૬૩૪૩૦. (જિ. સુરેન્દ્રનગર) ફોન : (૦૨૭૫૫) ૨૮૦૫૩૩ ટેલિ-ફેક્સ : ૨૮૦૭૯૧ Website:www.rajsaubhag.org E-mail:rajsaubhag@yahoo.com મુંબઈ વિનાયક કે. શાહ ૨૨, શાંતિનિકેતન, ૩જા માળે, ૯૫-એ, મરીન ડ્રાઈવ, મુંબઈ-૪૦૦૦૦૨. ફોન : ૨૨૮૧૩૬૧૮/૧૯ અમદાવાદ જયેશભાઈ જે. શાહ શિવા એન્ટરપ્રાઈઝ, ૨૫, એવરેસ્ટ ટાવર, નારણપુરા, અમદાવાદ-૧૩. ફોન : ૨૭૪૭૫૧૧૧ મુદ્રક : કારીગરી, મુંબઈ ૦૨૨ ૨૫૭૬ ૬૯૮૬ | ૮૧૫૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ હૃદયસખા પૂ. શ્રી સૌભાગ્ય સાથે શ્રીમદ્ રાજચંદ્રજી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ (વારસ અહો ! મહાવીરના વીતરાગ પ્રભુ મહાવીરના વારસદાર, તેઓના અંતેવાસી શિષ્ય, અર્વાચીન કાળના યુગપ્રવર્તક મહાપુરુષ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ભગવાને આપેલા બોધની પુનઃ પ્રભાવના કરી. જૈનદર્શનની વિશેષતા દર્શાવીને એમનો આધ્યાત્મિક સંદેશ એમણે એમની વાણીમાં પ્રગટ કર્યો. શ્રીમદજીને ભગવાન મહાવીરના વીતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય બાલ્યકાળથી જ હતો. શ્રીમદ્જી વીતરાગ દર્શનના સાચા અનુયાયી, પ્રરૂપક અને પ્રણેતા હતા. જૈનદર્શન પ્રત્યેના અવિચળ અખંડ શ્રદ્ધાનનો ઉલ્લેખ કરતાં અનેક વચનો શ્રીમદ્જીના સાહિત્યમાં મળી આવે છે. સર્વદર્શનની શૈલીનો વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ-દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું વિશેષ માનવા યોગ્ય છે.” (પત્રાંક : ૪૦) નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કરી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, શુદ્ધ સ્ફટિક ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના ! (પત્રાંક : પર) વારસ અહો મહાવીરના II For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ सत्यं परं धीमहि I uphold truth in my awareness. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ( દ્વિતીય આવૃત્તિ પ્રસ્તાવના પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનાનું પુનઃ લેખન કરી તેનું નૂતન સ્વરૂપ આ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના તરીકે પ્રગટ કરીએ છીએ. પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયનું શતાબ્દી વર્ષ (૧૯૯૭) ની ઉજવણીના ભાગરૂપે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના આ પરમાર્થ સખાને જગતના જીવો આંતરિક રીતે ઓળખી શકે તે હેતુથી આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. શુદ્ધાત્માની અનુભૂતિ અને નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી ધર્મની યથાર્થ શરૂઆત થાય છે, એવું જાણતા શ્રીમજી તેના પુરુષાર્થી હતા. બાળપણથી જ શ્રીમદ્જીનું ઉન્નત જીવન હતું. અતિશય સ્મરણશક્તિ, જાતિસ્મૃતિજ્ઞાન, અધ્યાત્મ કવિ, તલસ્પર્શી શાસ્ત્રાધ્યયન, પ્રચુર વૈરાગ્ય, અવધાન શક્તિ ધરાવતા શ્રીમજીને આત્માનુભવની, શુદ્ધસમ્યગ્દર્શનની તીવ્ર ઝંખના હતી. આવા ૨૩ વર્ષના શ્રીમદ્જીને સંવત ૧૯૪૬ના પ્રથમ ભાદરવા મહિનાની વદ બીજના દિવસે ૬૭ વર્ષના સોભાગભાઈનો મેળાપ થયો. સૌભાગ્યભાઈને મળતાં કેમ જાણે હંસની ચાંચ પ્રાપ્ત થઈ. દૂધ અને પાણીની જેમ અનંત જન્મોથી પોતાને જે એકરૂપ ભાસતા રહ્યા છે તે આત્મા અને દેહને અલગ પાડવાની યુક્તિ, બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ મેળાપથી હાડોહાડ અધ્યાત્મના રંગે રંગાયેલા શ્રીમદ્જીનું લક્ષ્ય પરમાર્થ પ્રત્યે એવું તો પ્રબળપણે કેન્દ્રિત થયું હતું કે તેઓ સંપૂર્ણપણે આત્મામય બની ગયા. તેમને અહોરાત્રિ આત્મસ્વરૂપની લગની લાગી. શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેનું ઐક્ય વધતું ગયું. વિશુદ્ધ ચેતનાના સતત સહવાસથી અવિનાશી આત્માનો પ્રચંડ આવિર્ભાવ થયો. સંવત ૧૯૪૭ની સાલમાં શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ચિત્તની શુદ્ધતા અને એકાગ્રતા ધરાવતા શ્રીમદ્જીને ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિનું નિમિત્તકારણ સૌભાગ્યભાઈ બન્યા. સૌભાગ્યભાઈના મેળાપ થકી મોક્ષપુરીનું પ્રવેશદ્વાર એવા શુદ્ધ સમ્યગ્દર્શન પ્રત્યેનો એકલક્ષી પુરુષાર્થ જાગ્યો. ધર્મરૂપી વૃક્ષનાં મૂળિયાં ઊંડાં સ્થપાતાં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે શ્રીમદ્જીને બહુ આદર જાગ્યો. બન્ને આત્માઓને એકબીજા ઉપરનો અપૂર્વ પારમાર્થિક સ્નેહ વેદાયો. પૂ.શ્રી સૌભાગ્યભાઈની પ્રેમસભર વારંવારની વિનંતીને માન આપી પરમકૃપાળુદેવ વવાણિયા જતી વખતે અગર તો પાછા વળતાં સાયલા જરૂરથી પધારતા. પૂ. શ્રી સોભાગભાઈ સાથે પરમકૃપાળુદેવ સાયલામાં એક સાથે વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. શ્રીમદ્ IV દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના For Personel Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સાથેનો પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈનો આધ્યાત્મિક સંબંધ સંવત ૧૯૪૬ થી ૧૯૫૩ સુધી સાત વર્ષનો રહ્યો. આ સાત વર્ષમાં બન્ને પ૬૦ દિવસ સાથે રહ્યા. શ્રી રાજ-સોભાગ આશ્રમના આદ્યપ્રણેતા સદ્ગુરુદેવ શ્રી લાડકચંદભાઈ વોરા (પ.પૂ.બાપુજી) હમેશાં કહેતા કે પરમકૃપાળુદેવને ઓળખવા હશે તો પ્રથમ સૌભાગ્યભાઈને સમ્યક્ રીતે પરખવા પડશે. જો સૌભાગ્યભાઈનાં નેત્રો વડે કૃપાળુદેવને નિહાળશું તો તેમના આંતર-ચારિત્રનો પરિચય થશે. અધ્યાત્મના શિખર ઉપર બિરાજતા પરમકૃપાળુદેવ શ્રીમદ્જીની આત્મ અમિરાતને પામવા પ.પૂ. સૌભાગ્યભાઈ કેડીરૂપ બન્યા છે. શ્રીમદ્જીના આત્મપ્રદેશની જ્ઞાનહરિયાળીનો, પરમ સત્યના પ્રત્યક્ષ અનુભવનો સચ્ચિદાનંદ, સહજ ઉભરાઈને પ.પૂ. સોભાગભાઈ પર લખેલા પત્રોમાં ઠલવાયો. તો પ્રતિપક્ષ સૌભાગ્યભાઈએ પોતાના બાહ્ય વ્યક્તિત્વને જેમ જળમાં હિમ ઓગળે તેમ પરમકૃપાળુદેવના આત્મસ્વરૂપમાં ઓગાળી નાખ્યું. બન્નેના આત્મા એક થઈ અવિભક્ત રહ્યા. પૂ. સૌભાગ્યભાઈનું મન આનંદ સ્વરૂપ શ્રીમદ્જીમાં તદાકાર થયું અને ઉત્કૃષ્ટ પૂજયભાવ વેદાયો. તેમ જ શ્રીમદ્જીને હૃયાભિરામ સૌભાગ્યભાઈ પ્રત્યે અઢળક અહોભાવ જાગ્યો. શ્રીમદ્જીને આધ્યાત્મિક આરોહણ કરવામાં શ્રી સૌભાગ્યભાઈ ચોક્કસ પણે પુષ્ટ નિમિત્ત બન્યા તો આત્માના સહજસુખમાં અનુરક્ત શ્રીમદ્જીની પ્રત્યક્ષ સારસંભાળના અનુગ્રહ વડે શ્રી સોભાગભાઈ પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કારને પામ્યા. સોભાગભાઈને મળતાં જ શ્રીમદ્જીનું ઉપાદાન એવું તો બળવત્તર બન્યું કે એકાંતવાસને સેવી ધ્યાનસ્થપણે વીતરાગભાવમાં ઝબોળાઈને આત્મા સતત જાગૃત રહેવા પુરુષાર્થી બન્યો. સ્વરૂપ-સુખનો અનુરાગી તેઓનો આત્મા આસપાસના વાતાવરણનું તથા દેહનું ભાન ભૂલીને અલૌકિક આત્મમસ્તીમાં લીન થઈ જતો. અહોરાત્ર આત્માનું જ મનન કરતી મનોદશાની અસર જીવનવ્યવહાર પર પડવા લાગી. કૌટુંબિક, સામાજિક, વ્યાવસાયિક ફરજો પ્રત્યે નિર્મોહી શ્રીમનું લક્ષ ન રહેતું. સર્વ બાહ્ય પદાર્થોની મમતાને ત્યાગી પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અવિનાશીપણાનો, અવ્યાબાધ સુખનો, મુક્તિનો અનુભવ કરવા લાગ્યા. બાહ્યમાં ઉપાધિ તો અંતરમાં સમાધિ. બાહ્યમાં મન, વચન અને કાયાનો યોગ પ્રવૃત્ત દેખાતો હતો તો અંતરમાં ઉપયોગ આત્મામાં નિવૃત્તિ લઈ, વિશ્રાન્તિને ભજતો. ગ્રહણ કરેલા દેહ પ્રમાણ આકારવાળો હોવા છતાં શ્રીમદ્જીને પોતાનો આત્મા અમૂર્તિક છે, જ્ઞાનથી પ્રધાન છે, જન્મ-જરા-મરણથી રહિત છે, અવિનાશી નિત્ય છે, આવો દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સતત રહેતો હતો. તૃષ્ણા, આડંબર અને પૌદ્ગલિક મોટાઈથી આખુંયે જગત પીડાય છે, પણ શ્રી સૌભાગ્યભાઈ જેવા કોઈક જ પરમ સરળ આત્મા દંભરહિત પણે પોતાના સદ્ગુરુ પાસે તેની જાહેરાત કરે છે. આર્થિક પ્રતિકૂળતાથી સૌભાગ્યભાઈનું ચિત્ત વ્યાકુળ તેમજ અશાંત રહેતું. બાહ્ય ઉપાધિનો ઉગ ફરી ફરી પરેશાન કરતો. નિખાલસ, સત્યનિષ્ઠ સૌભાગ્યભાઈએ તે વૃત્તિઓનું દમન ન કરતાં જ્યારે જ્યારે તે અર્થની અનર્થ કામના ઊભી થતી ત્યારે વંચના કર્યા વગર શ્રીમજીને જણાવતા. તેનું પરિણામ એ આવ્યું કે આત્મનિષ્ઠ, નિઃસ્પૃહ શ્રીમદ્જીએ પત્રો વડે પરમ સંતોષ આપનાર અને ભક્તિને જાગૃત કરી આત્માને લક્ષમાં સ્થિર કરાવે એવાં બોધવચનો પુનઃ પુનઃ લખી મોકલ્યાં, જે માત્ર સ્ફટિક જેવા પારદર્શી સૌભાગ્યભાઈનું જ નહીં, પણ જગતના તમામ મુમુક્ષુઓની મુમુક્ષુતાનું રક્ષણ કરી રહ્યા છે. સગુરુની અમીદષ્ટિ આત્મ-ચારિત્ર પર લાગેલા દોષ કે ડાઘથી ત્યારે જ મુક્ત કરાવે છે, કે જયારે પશ્ચાત્તાપને પ્રાયશ્ચિત ભાવે શિષ્ય નિર્દભપણે તેનો એકરાર કરે છે. સંપ્રદાય તથા વાડાઓમાં વહેંચાઈને વિસરાઈ ગયેલા આત્મધર્મને પુનઃ પ્રસ્થાપિત કરવા શ્રીમદ્જી જેવા આપ્ત પુરુષ જ સમર્થ છે એવું દયસખા સૌભાગ્યભાઈ જાણતા હતા. તેથી શ્રીમદ્જીને જગતના મુમુક્ષુ આત્માઓને ઉપદેશવા, પ્રગટ રીતે બહાર આવવા વિનંતી કરતા. શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી ક્રિયા જડત્વ અને શુષ્કજ્ઞાનીપણામાં ફસાયેલા મતાર્થી આત્માઓ યથાયોગ્ય ધર્માચરણથી આત્માર્થ સાધી શકે તેમ છે એવો સૌભાગ્યભાઈને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેથી જ બોધીબીજનું ઠામઠામ નિરૂપણ કરી પંચમકાળનું બોધીદુર્લભપણું દૂર કરવા માટે શ્રીમદ્જીને ફરી ફરીને આગ્રહભરી વિજ્ઞપ્તિ કરતા હતા. મુમુક્ષુઓના પરમ બાંધવ શ્રી સૌભાગ્યભાઈ કરતાં પણ અનેકગણી ફિકર પરમ કરુણાÁ શ્રીમદ્જીને હતી. નિવૃત્તિ માટે ક્યારે પોતાનો ઉદયકર્મ સાથ આપશે તેની નિષ્કામ શ્રીમદ્જી સતત રાહ જોતા. સત્ય સનાતન ધર્મઉદ્યોતના મહાકાર્ય માટે જ્ઞાનભાસ્કર શ્રીમદ્જી આત્મશક્તિનો સંચય કરતા હતા. સર્વસંગનો પરિત્યાગ કરી મૂળમાર્ગની પ્રવર્તન થાય તે પહેલાં જ આયુષ્ય પૂર્ણ થયું છતાંયે ગુરુગૌતમ આદિ ગણધરના પ્રશ્નના ભગવાન મહાવીરે આપેલા ઉત્તર વડે જેમ ગણધરવાદ સર્જાયો, કૌતેયપુત્ર ધનુર્ધારી અર્જુનના મનના વિષાદને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણ ગીતા ગાઈ તેમ જ ભવ્ય શ્રી સૌભાગ્યભાઈના પરસ્પરના સંબંધથી સ્વતંત્ર શાસ્ત્ર શ્રીઆત્મસિદ્ધિની VI દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના For Persone v ate Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જગતને પ્રાપ્તિ થઈ. જેમ જેમ સમ્યગ્દર્શન વિશુદ્ધ થતું ગયું તેમ તેમ સૌભાગ્યભાઈનો પારમાર્થિક ઉપકાર શ્રીમદ્જીને વધુ વેદાતો ગયો અને તે સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાં સ્પષ્ટ રીતે આલેખાયો છે. પરમાર્થ મિત્રોની વહાલપ તથા બન્ને દિવ્યાત્માઓની પારમાર્થિક ઓતપ્રોતતાનું કારણ તે બીજજ્ઞાનની યોગ પ્રક્રિયા હતી. જો તે બન્નેના આધ્યાત્મિક સંબંધની સૂક્ષ્મતા સમજાય તો વાચકવર્ગના દૃયમાં બીજજ્ઞાનની અપૂર્વતા તેમ જ અમૂલ્યતા સ્થપાય અને એ જ આ પુસ્તક પ્રકાશનનો ઉદ્દેશ છે. પ્રથમ આવૃત્તિનો ગ્રંથ પ્રાગટ્ય સમારોહ, તા. ૪ મે, ૧૯૯૭ના રોજ મુંબઈ ખાતે બિરલા માતુશ્રી સભાગૃહમાં પ.પૂ.શ્રી બાપુજીની તેમજ – શ્રીમદ્જીને સ્વીકારતી ભારતની અન્ય સંસ્થાઓના અગ્રગણ્ય વ્યક્તિઓ-અનુયાયીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. પરમકૃપાળુદેવ શ્રીમદ્જી પોતાના દયસખા સોભાગ્યભાઈને સૌભાગ્ય તરીકે સંબોધી અપૂર્વ પુણ્યનો ઉદય આ સૌભાગ્યભાઈના નામધારી દેહમાં પ્રાપ્ત થયો છે એવો ગર્ભિત ઉલ્લેખ કરતા, તેથી આ ગ્રંથમાં સોભાગભાઈ તથા સૌભાગ્યભાઈ એમ બન્ને રીતે ઓળખાવ્યા છે. આ પુસ્તકનું પ્રકાશન કરવા માટે ઉપયોગી માહિતી પૂરી પાડવા માટે (૧) શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ, વવાણિયા તેમ જ તે ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનુભાઈ મોદી તેમ જ ટ્રસ્ટીગણ (ર) શ્રી મનુભાઈ મોતીલાલ પટેલ, મુ.નાર (૩) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના મુમુક્ષુજનો (૪) પૂ. શ્રી સૌભાગ્યભાઈનાં કુટુંબીજનો (૫) ખંભાત શ્રી સુબોધક પુસ્તક શાળાના ટ્રસ્ટીશ્રીઓ વગેરેનો આભાર માનીએ છીએ. આ ઉપરાંત આ પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપનાર તથા પુસ્તક તૈયાર કરવા માટે જેણે ફાળો આપ્યો છે તે સૌનો પણ આભાર માનવામાં આવે છે. શ્રીમદ્જીના અનન્ય શિષ્ય, ભક્તશિરોમણિ હોવા ઉપરાંત જેમને પરમાર્થ સખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા શ્રી સૌભાગ્યભાઈને તેમ જ કેવળ લગભગ ભૂમિકાએ પહોંચેલા અર્વાચીનકાળના મહાજ્ઞાની શ્રીમદ્જીને કોટી કોટી નમસ્કાર હો ! નમસ્કાર હો ! શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ, સાયલા પ્રકાશન સમિતિ વતી. દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના VII For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી) dan Education intemnational For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પરમ પૂજ્ય બાપુજીએ સોભાગભાઈ તેમ જ પરમકૃપાળુદેવના આધ્યાત્મિક સંબંધનો લક્ષ કરાવ્યો. ભવ્ય શ્રી સોભાગભાઈના દિવ્ય આત્મિક ગુણોની ઓળખ આપીને સમજાવ્યું કે પરમકૃપાળુદેવના અંતઃકરણમાં સૌભાગ્યભાઈનું અનન્ય સ્થાન હતું. પરમ પૂજય બાપુજીના હૃયમાં એવો ભાવ હતો કે, શ્રી સોભાગભાઈ થકી જગતને પરમકૃપાળુદેવનો સમ્યક્ પરિચય થાય. અંતર્મુખ અવલોકન કરવાનો જે માર્ગ પરમકપાળુદેવને સોભાગભાઈ થકી મૃત થયો તે માર્ગ સાયલામાં જ્ઞાનીની પરંપરાએ જીવંત રહ્યો. ૫.પૂ. બાપુજીનો આશ્રય પ્રાપ્ત થતાં આજે પણ મુમુક્ષુઓ તે ગુરુગમ જ્ઞાન સાધના દ્વારા ઉત્તમ પુરુષાર્થ સાધી રહેલ છે. સદ્દગુરુદેવ પરમ પૂજ્ય બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) થકી જડ ચૈતન્યના ભેદજ્ઞાનનો પુરુષાર્થ જાગ્રત થયો તેથી અપૂર્વ ભક્તિ ભાવની સંવેદના સાથે ઋણ સ્વીકાર કરતાં આ પુસ્તક “સહજાત્મ સ્વરૂપ પરમકૃપાળુદેવના ભક્તશિરોમણિ દયસખા શ્રી સૌભાગ્ય” તેઓના ચરણારવિંદમાં સમર્પિત કરતાં અને અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” VIII સમર્પણ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ * આર્થિક દાતાશ્રી * સ્વ. કલ્પનાબહેન કિશોરચન્દ્ર શાહ (ભુજ - કચ્છ) જન્મ તારીખ : ૨૮-૬-૧૯૪૧ સ્વ. તારીખ : ૯-૭-૨૦૦૯ વર્ષોથી ગુરુઆજ્ઞાનું પાલન કરી જેઓએ આશ્રમમાં જ સમાધિસ્થભાવે દેહ છોડ્યો હતો એવાં કલ્પનાબહેનને બરાબર ખ્યાલ હતો કે, આ ગ્રંથ દ્વારા પરમ પૂજ્ય શ્રી બાપુજી, શ્રી લાડકચંદ માણેકચંદ વોરાનો જગત કલ્યાણભાવ પ્રસિદ્ધિને પામવાનો છે. વિશેષમાં આ પુસ્તકના સંપાદનમાં જેમની સાથે કલ્પનાબહેને પોતાનું પરમાર્થ પ્રણય જીવન વિતાવેલ છે એવા શ્રી કિશોરીન્દ્ર હીરાલાલ શાહે મુખ્ય સેવા અર્પેલ છે, તેથી તેમનું કુટુંબ આ દ્વિતીય આવૃત્તિનો આર્થિક ભાર ઉપાડે એવી ઇચ્છા ધરાવતા હતા. તેઓના આ શુભ મનોરથને પૂર્ણ કરવા તેઓનાં કુટુંબીજનોએ આ સદ્ભુત સેવાનો લાભ લઈ સ્વ. કલ્પનાબહેનની સ્મૃતિને જીવંત રાખી છે. આ અમૂલ્ય લાભ લેવા બદલ આદરણીય શ્રી કિશોરભાઈ તથા સમસ્ત કુટુંબીજનોનો સંસ્થા આભાર માને છે તેમ જ અભિનંદન આપે છે. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ, સાયલા (સુરેન્દ્રનગર) આર્થિક દાતા IX , N For Pers r ivate Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય બાપુજી, ભાઈશ્રી અને ગુરુમા Lain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary ang Page #15 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય—પરમ ઉપકારી બાપુજી શ્રી લાડકચંદભાઈ માણેકચંદભાઈ વોરાએ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે સોભાગભાઈ અને શ્રીમદ્ભુના અન્યોન્ય પારમાર્થિક સંબંધની રહસ્યમય કડીનો વિશિષ્ટ ઉલ્લેખ તેમના આમુખના લેખનમાં કરેલ, તે જ આમુખને થોડા પર્યાયાંતર સાથે અહીં રજૂ કરીએ છીએ. સુવાચક વર્ગને વિનંતી કે, પૂ. બાપુજીએ કરેલ અંગુલિનિર્દેશ પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી તેના હાર્દને સમજવાનો પ્રયાસ કરવો. બાપુજીએ જે મુદ્દાઓ પર વિશેષ ભાર આપ્યો છે તે નીચે પ્રમાણે છે : (૧) શ્રીમદ્ભુ તથા સોભાગભાઈના પારમાર્થિક સંબંધની મૂળ કડી એ ગુરુગમ જ્ઞાનની યોગ પ્રક્રિયા છે. (૨) “સાચું એ મારું” આ ગુણગ્રાહ્ય દષ્ટિ વડે જૈન દર્શનનો અનેકાન્તવાદ સાધકમાં સિદ્ધ થાય છે. આત્મજ્ઞાની મહાપુરુષ ભલે કોઈ પણ સંપ્રદાયના હોય પણ એમનું અનુભવ સહિતનું વચન સર્વને સ્વીકાર્ય હોય છે. (૩) જે જ્ઞાનનો મહિમા સોભાગભાઈ થકી શ્રીમદ્ભુને વેદાયો તે જ્ઞાનનો ઉલ્લેખ શ્રીમદ્ભુએ પોતાના સ્વરચિત “યમ નિયમ” તથા “બિના નયન” આ બે પદોમાં કર્યો છે. આમુખ પોતાના પિતાશ્રીની આજ્ઞા લઈ પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ, પરમકૃપાળુદેવને ગુરુગમ જ્ઞાન આપવા માટે મોરબી ગયા ત્યારે ખબર પડી કે શ્રીમદ્ભુ તો જેતપર (તાબે મોરબી) એમના બનેવી શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને ત્યાં બિરાજી રહ્યા છે, તેથી શ્રી સૌભાગ્યભાઈ જેતપર મુકામે ગયા. ત્યાં શ્રીમદ્ઘના બનેવી શ્રી ચત્રભુજભાઈ બેચરની દુકાનમાં દાખલ થતાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ભુએ આવકાર આપતાં કહ્યું : “આવો સોભાગભાઈ” તે સાંભળી સોભાગભાઈને આશ્ચર્ય થયું કે હું એમને ક્યારેય પૂર્વે મળેલ નથી, તેમ જ મારા આવવાની જાણ પણ નથી છતાં કઈ રીતે મારું નામ લઈ આવકારો આપ્યો ? તે આશ્ચર્ય શમે તે પહેલાં જ પરમકૃપાળુદેવે સૌભાગ્યભાઈને કહ્યું કે, આ ગલ્લામાં એક ચિઠ્ઠી છે તે વાંચો. તે ચિઠ્ઠી વાંચતાં જ સોભાગભાઈને બીજું આશ્ચર્ય થયું કે જે ગુરુગમ જ્ઞાન હું તેમને આપવા આવ્યો છું તે વાત તો તેમાં લખેલી છે. શ્રીમદ્ભુ તો અંતર્યામી જ્ઞાની છે, તેથી મારે તેઓને શું જણાવવાનું હોય ! સોભાગભાઈએ ત્યાર આમુખ X For Personal Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ બાદ ઉત્કૃષ્ટ ભાવે શ્રીમદ્જીને સાષ્ટાંગદંડવત્ ત્રણ નમસ્કાર કર્યા અને ત્યાર પછી જે હેતુથી પોતે આવ્યા હતા તે ગુરૂગમ જ્ઞાન–બીજ જ્ઞાનની યૌગિક પ્રક્રિયા શ્રીમદ્જીને દર્શાવી. શ્રી સોભાગભાઈ સાથેના આ પ્રથમ સત્સંગના અનુગ્રહથી શ્રીમદ્જીને આત્મદશાનું સ્મરણ થયું અને તેઓ અલૌકિક અંતરંગ સમાધિ ભાવમાં સરી જઈ સ્થિર થઈ ગયા. ત્યાર બાદ પરમકૃપાળુદેવ તથા શ્રી સોભાગભાઈનો સત્સમાગમ અવારનવાર થતો રહ્યો. સોભાગભાઈ પર લખેલ પ્રથમ પત્ર (પત્રાંક : ૧૩ર)માં શ્રીમદ્જી લખે છે કે : “ક્ષણમfપ સજ્જનમંતિરે, મવતિ માવતરને નૌકા” એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ છે. “ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” આપે મારા સમાગમથી થયેલ આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.” હિન્દુ ધર્મના મહાત્મા શ્રી શંકરાચાર્યજીનું વચન ટાંકી શ્રીમદ્જી પોતે સંપ્રદાયની સંકુચિતતાથી મુક્ત આપ્તપુરુષનાં પૂર્ણ વચનોને સ્વીકારવા તૈયાર હતા. સોભાગભાઈ સાથેની પહેલી મુલાકાત કેટલી બધી આધ્યાત્મિક રીતે પુષ્ટદાયી બની હતી અને સોભાગભાઈ સાથેનું અન્યોન્ય ઋણાનુબંધ કેટલું પ્રબળ હતું તે શંકરાચાર્યજીનું વચન ટાંકી શ્રીમદ્જી પોતાના મનના ભાવોને વ્યક્ત કરે છે. કર્મ, પુનર્જન્મ, કર્મનાશ તેમ જ મોક્ષને માનનાર જે આસ્તિક દર્શનો છે તેમાં થયેલા આત્મજ્ઞાની મહાત્માઓના શબ્દ યથાર્થ હોય છે, સર્વમાન્ય હોય છે. એ જ રીતે પત્રાંક ૬૪માં વવાણિયાથી પરમકૃપાળુદેવ લખે છે કે, “પક્ષપાતો ન મે વીરે, ન લેષઃ કપિલાદિષા યુક્તિમચનં યસ્ય, તસ્ય કાર્ય પરિગ્રહઃ // એ જૈન આચાર્ય શ્રી હરિભદ્રાચાર્યની કલમથી લખાયેલ શ્લોક છે. તેમાં તેઓ સ્પષ્ટ કહે છે કે, અમને વીર ભગવાન પ્રત્યે પક્ષપાત નથી, તેમ કપિલાદિ મહાત્મા તરફ દ્વેષ નથી. જેનું વચન યુક્તિમય એટલે કે યથાર્થ હોય તે મને પરિગ્રહ કરવા યોગ્ય–ગ્રહણ કરવા યોગ્ય લાગે છે. આમુખ S For Person Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌભાગ્યભાઈ પરના પત્રાંક ૨૫૮માં મોક્ષમાર્ગમાં, સદ્ગુરુની અનિવાર્યતા તેમ જ કૃપાનું માહાત્મ્ય દર્શાવતું એક કાવ્ય લખી મોકલાવે છે. તે પર ખૂબ જ વિચાર કરવા જેવો છે. તે આ પ્રમાણે છે : બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. XII બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. - ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમે, દેખી વસ્તુ અભંગ. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. ૧ ૩ ૪ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. -પ “તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.'’ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. ૬ શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ સંવત ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ્ભુ રાળજ નિવૃત્તિ ક્ષેત્રે બિરાજમાન હતા. નિર્મળ અંતઃકરણ તથા જ્ઞાનોપયોગની તન્મયાત્મક એકાગ્રતામાં સ્થિર થયેલા શ્રીમદ્ભુએ આ ક્ષેત્રે ચાર ઉત્તમોત્તમ પદોની રચના કરી હતી. તેમાંનું તોટકછંદ શૈલીથી હિન્દી ભાષામાં લખાયેલું બીજજ્ઞાનનું માહાત્મ્ય તથા વર્ણન કરતું જે પદ (પત્રાંક : ૨૬૫)માં રચ્યું છે તે ખૂબ વિચારવું જરૂરી છે કારણ કેવળજ્ઞાનરૂપી વૃક્ષનું બીજ બોધબીજ છે અને તેનું બીજ આ બીજજ્ઞાન છે. For Personvate Use Only આમુખ Page #18 -------------------------------------------------------------------------- ________________ આમુખ ૐ સત્ (તોટક છંદ) “યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દેઢ આસન પદ્મ લગાય દિયો. - ૧ મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌંહિ તપે, ઉરસંહિ ઉદાસી લહી સબપેં. ૨ સબ શાસ્ત્રન કે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ કર્યો ન બિચારત હૈ મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસે બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમે પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. પ તનસેં, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. ૬ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દૃગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ ગોજીંગ સો જીવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. ૮ (શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક ઃ ૨૬૫) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પૂ. બાપુજી (પૂ. શ્રી લાડકચંદ મા. વોરા) For Personal & Private Use Only XIII Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષય અનુક્રમણિકા ૪૧ ૫૩ પ૮ પ્રકરણ વિષય ૧. પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ... ૨. શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી... ૩. પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો... ૪. પરમાર્થ પ્રેમીઓનું ધન્ય મિલન... ૫. પરમકૃપાળુદેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક ઐક્યતા... દ. આર્થિક અસ્થિરતા મળે આધ્યાત્મિક સ્થિરતા–સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી... આત્મસિદ્ધિશાસ્ત્રનું અવતરણ... ૮. શ્રી સોભાગભાઈનું સમાધિમરણ... પ્રેરક પ્રસંગો. ૧૦. સંબોધનો અને સહીઓ... સંતોનું ગામ સાયલા... ૧૨. રાજદય – અમૃત રત્નકણિકા... ૧૩. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર-જ્ઞાનગંગાનું અવગાહન... ૧૪. રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો... ૧૫. શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષ સત્સભા–મહાનુભાવોનાં વક્તવ્યો... ૧૬. શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ -અહેવાલ... ૧૭. નાટ્યપ્રયોગ દ્વારા સોભાગભાઈને સ્મરણાંજલિ... • જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી • મંગલમય મૃત્યુ ૧૮. મંગલમય મૃત્યુ... ૧૯. સંદર્ભગ્રંથોની યાદી.. ૧૧. ૯૩ ૧૦૨ ૧૦૬ ૨૧૫ ૨૨૩ ૨૩૯ ૨૪૫ ૨૫૮ ૨૬૯ XIV દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શ્રી સૌભાગ્યભાઈ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – ૧ પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ૫૨ જન્મેલા પૂ. શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીને સંવત ૧૯૪૬માં પ્રથમવાર મળ્યા. પરમકૃપાળુદેવની પારમાર્થિક સારસંભાળ અને નિશ્રા પ્રાપ્ત થતાં સોભાગભાઈએ આધ્યાત્મિક આકાશમાં નેત્રદીપક પ્રગતિ સાધી હતી. આ પ્રકરણમાં પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના સોભાગભાઈના જીવન વિષે યત્કિંચિત્ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરેલ છે. શ્રી સૌભાગ્યભાઈના પૂ. પિતાજી શ્રી લલ્લુભાઈ શેઠ બુદ્ધિશાળી-સજ્જન-સંતોના પ્રેમી એવા પુરુષ હતા. તેઓ લીંબડીના કારભારી તરીકે કુશળતાથી કાર્ય કરતા હતા. રાજમાં સારું એવું માનપાન મેળવેલું. આર્થિક પરિસ્થિતિ પણ પ્રમાણમાં સારી હતી પરંતુ હમેશ બને છે તેમ કેટલાક ઈર્ષાળુ લોકોની રાજખટપટના કારણે તેઓને લીંબડી છોડવાનો વખત આવ્યો. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર નજીક આવેલ ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા ગામમાં આવીને તેઓએ વસવાટ કર્યો. સાયલાને ભગતના ગામ તરીકે કેમ ઓળખવામાં આવે છે ? તે આપણે “સંતોના ગામ સાયલા' નામના પ્રકરણમાં જોઈશું. પૂ. શ્રી કપુરચંદ અમરશી શેઠને ત્યાં શ્રી લલ્લુભાઈ શેઠનો જન્મ થયો હતો. આ કુટુંબને શેઠ કુટુંબ તરીકે ઓળખવામાં આવતું હતું. શ્રી લલ્લુભાઈ શેઠ લીંબડી છોડી સાયલા આવતાં જે આર્થિક પરિસ્થિતિ લીંબડી ખાતે સારી હતી તે ધીરે ધીરે બગડતી ચાલી. આના પરિણામે શ્રી લલ્લુભાઈ શેઠને આર્થિક બાબતમાં મૂંઝવણ વધતી ગઈ. આમ છતાં તેઓશ્રી સાધુ-સંતોની યથાશક્તિ ભક્તિ કરતા રહેતા. જે સાધુ-સંત ગામમાં પધારે તેની વૈયાવચ્ચ બહુ ભક્તિપૂર્વક-આનંદપૂર્વક શ્રી લલ્લુભાઈ શેઠ કરતા, જે સંસ્કાર પૂ. શ્રી સૌભાગ્યભાઈમાં પણ નાનપણથી જ સિંચાતા જતા હતા. ક્યારેક શ્રી લલ્લુભાઈ શેઠને એમ થતું કે, આ રીતે સેવા-ભક્તિથી મારા નસીબ આડેનું પાંદડું ખસી જશે અને આર્થિક પરિસ્થિતિ સુધરશે. જો ચમત્કારી સાધુ પુરુષ મળી જાય તો મારી દિરદ્રતા દૂર થઈ જાય એવી ભાવના પણ હ્દયમાં રહ્યા કરતી હતી. ઉપરોક્ત પરિસ્થિતિ વચ્ચે રહેતા શ્રી લલ્લુભાઈ શેઠને જાણવા મળ્યું કે, માળવા (હાલના રાજસ્થાન) તરફ કોઈ કોઈ ચમત્કારી સાધુ-તિ મળી જતા હોય છે. તેથી માળવા તરફ જવા વિચાર આવ્યો. આથી તેઓશ્રી રતલામ ગયા. ત્યાં ખરેખર એક પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ For Personal & Private Use Only ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવને મળતાં પહેલાના શ્રી સૌભાગભાઈ હે આત્મન ! તું સંસારદુ:ખના વિનાશ અર્થ જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.” (પત્રાંક : ૧૦૨) Jain Education international For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી સાધુ પુરુષનો ભેટો થઈ ગયો. શ્રી લલ્લુભાઈ શેઠને લાગ્યું કે, જરૂર આ મહાપ્રતાપી જણાતા સાધુ પુરુષ પાસેથી ઇચ્છિત વસ્તુ મળશે. યોગ્ય સમયે તક જોતાં શ્રી લલ્લુભાઈ શેઠે પોતાની કથળેલી આર્થિક પરિસ્થિતિની વાત કર્યા બાદ તે આર્થિક પરિસ્થિતિ મંત્ર તંત્ર કે ચમત્કાર વડે સુધરે એવી અપેક્ષાથી સાધુ પાસે યાચના કરી. પણ તે સાધુ તો અધ્યાત્મપ્રેમી સાચા સંત હતા તેથી તેઓએ શ્રી લલ્લુભાઈ શેઠને ઉપાલંભ આપતાં જણાવ્યું કે, “આવા વિચક્ષણ થઈ તમે આત્માની વાત પામવાની ઇચ્છાને બદલે આવી માયાની વાત કરો છો તે તમને ઘટે નહીં.” આ પ્રકારનો ઠપકો સાંભળી શ્રી લલ્લુભાઈ શેઠને પણ પસ્તાવો થયો. તેઓ આમ તો સરળ અને ધર્મપ્રેમી પુરુષ હતા. તેઓને ખ્યાલ આવી ગયો કે, પોતે ભૂલ કરી છે, ન માંગવા જેવું માંગેલ છે તેથી તરત જ પોતે પશ્ચાત્તાપ કરી, ક્ષમા માંગી અને આત્મા પ્રાપ્ત થાય એવી વિદ્યા આપવા પ્રાર્થના કરી. પરિણામે તે મહાત્માપુરુષે પ્રસન્ન થઈ શ્રી લલ્લુભાઈ શેઠને “સુધારસ” નામની યોગક્રિયાની બીજજ્ઞાનની પરમાર્થ રહસ્યભૂત વાત કરીને કહ્યું કે, “કોઈ યોગ્ય પાત્રને કહેશો તો જ્ઞાનપ્રાપ્તિમાં તેને ઉપયોગી થશે.” ત્યાર પછી શ્રી લલ્લુભાઈ શેઠ તો સાયલે આવીને “બીજજ્ઞાન”ની જ આરાધના કરવા લાગી ગયા. હાલતાં-ચાલતાં તેનું ધ્યાન કરતાં પોતાને જંગમ સામાયિક છે એમ કહેવા લાગ્યા. શ્રી લલ્લુભાઈને એમ લાગ્યું કે, પેલા સાધુ પુરુષે આ વાત કોઈ યોગ્ય પાત્રને આપવા જણાવેલ છે, તો મારો પુત્ર સૌભાગ્ય આ માટે યોગ્ય પાત્ર છે, તેથી તેઓએ આ વાત પૂ. શ્રી સૌભાગ્યભાઈને કહી અને તેમને પણ આ “બીજજ્ઞાન” કોઈ યોગ્ય પાત્ર મળે તો તેને આપવા જણાવ્યું. સૌભાગ્યભાઈની ત્રીજી પેઢીના જમાઈ ઘાટકોપર (મુંબઈ) ખાતે રહેતા ૭૫ વર્ષના શ્રી વજુભાઈ કામદાર પાસેથી શ્રી સૌભાગ્યભાઈના કુટુંબીજનો વિષેની માહિતી પ્રાપ્ત થઈ હતી. સૌભાગ્યભાઈનાં લગ્ન રતનબા સાથે થયેલાં. તેમને ત્યાં બે પુત્રો અને છ પુત્રીઓની સંતતિ થઈ. પુત્રોનાં નામ અનુક્રમે મણિલાલ અને યંબકલાલ હતાં જ્યારે પુત્રીઓનાં નામ દિવાળીબા, ઝવેરબા, પશીબા, છબલબા, ચંચળબા તથા પાર્વતીબા હતાં. શ્રી સૌભાગ્યભાઈની પુત્રી પાર્વતીબાના પુત્ર શ્રી હિંમતલાલ કે જેઓ ૯૨ વર્ષના છે અને હાલ અગાસ આશ્રમમાં રહી ધર્મ આરાધના કરી રહ્યા છે. તેઓ સાથેની વાતચીતમાં શ્રી સૌભાગ્યભાઈ વિષેની માહિતી પ્રાપ્ત થઈ તે આ પ્રમાણે છે : શ્રી સૌભાગ્યભાઈનાં માતાજીનું નામ લાલમાં હતું. લાલમા સ્વભાવે સરળ અને પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ દયાળુ હતાં. સૌભાગ્યભાઈના વડદાદાઓ વર્ષોથી લીંબડી ખાતે રહેતા હતા. સૌભાગ્યભાઈ લલ્લુભાઈ અમરશીભાઈ આણંદજીભાઈ નાનજીભાઈ ડુંગરશીભાઈ શેઠ આમ વંશવારસો હતો. આજે પણ લીંબડીના ઉપાશ્રયમાં અમરશી આણંદજી નાનજી ડુંગરશીનું મુખ્ય નામ લખાયેલ છે તે એમ સૂચવે છે કે, તે વખતમાં તેઓ ધનાઢ્ય, ધર્મપ્રેમી અને ઉપાશ્રયમાં મોખરાનું સ્થાન ધરાવતા હશે. સૌભાગ્યભાઈને એક બહેન નામે ઉજમબા હતાં. આ બહેન નાની ઉંમરે વિધવા થયેલાં તેથી તેઓ પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથે જ સાયલામાં રહેતાં હતાં. સૌભાગ્યભાઈના કુટુંબ વિષે આંબો બનાવીએ તો આ પ્રમાણે થાય. શ્રી લલ્લુભાઈ શેઠ પૂ. શ્રી સૌભાગ્યભાઈ શ્રી ઉજમબા (બહેન) મણિલાલ ચંબકલાલ દિવાળીબા ઝવેરબા પશીબા છબલબા ચંચળબા પાર્વતીબા જગજીવનદાસ શાંતિલાલ હિંમતભાઈ કાન્તિભાઈ ઉર્ફ કનુભાઈ સવિતાબેન કંચનબેન તારાબેન પ્રકાશભાઈ કેતનભાઈ ઉપરોક્ત આંબામાં દર્શાવેલ શ્રી પ્રકાશભાઈ હાલ બોરીવલી-મુંબઈમાં, શ્રી કેતનભાઈ હાલ સુરેન્દ્રનગર-સૌરાષ્ટ્રમાં, શ્રી કંચનબહેન અને તેમના પતિ શ્રી વજુભાઈ કામદાર ઘાટકોપરમાં તેમ જ શ્રી તારાબહેન મુંબઈમાં રહે છે. ૫. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય બાદ તેમના પુત્રો શ્રી મણિલાલ અને શ્રી ત્રંબકલાલને તેમના ભાણેજ શ્રી મનસુખભાઈ કપાસી વડોદરા પાસે આવેલ વાસદ નજીક ભેટાસી ગામે લઈ ગયા. ત્યાં તેઓએ દૂધમાંથી ક્રીમ કાઢી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. જોકે શ્રી યંબકલાલભાઈ એમના એકના એક દીકરા શાન્તિલાલભાઈના ... દયસખા શ્રી સૌભાગ્ય For Pers o vate Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મહી નદીમાં ડૂબી જવાથી થયેલ અકાળ અવસાન બાદ ભેટાસી છોડી પાછા સાયલા આવી વસેલા અને છેલ્લા દિવસો સાયલા ખાતે જ રહી ધર્મધ્યાનમાં વિતાવ્યાં. - પૂ. શ્રી સૌભાગ્યભાઈના વ્યવસાય સંબંધી ઉલ્લેખ પણ પરમકૃપાળુદેવ સાથેના પત્રવ્યવહારને કારણે આપણને સાંપડે છે. સંવત ૧૯૪૯ના બીજા અષાઢ સુદી બારસ મંગળવારના રોજ પરમકૃપાળુદેવ પરના પત્રમાં શ્રી સૌભાગ્યભાઈ જણાવે છે કે, ર00 મણ કપાસ લીધેલ છે. આમ તેઓ કપાસનો વેપાર કરતા તેનો ખ્યાલ આવે છે. ઉપરાંત કપાસ માટે સાયલાથી મોરબી, અંજાર-કચ્છ તરફ જતા તેવો પણ ઉલ્લેખ પત્રોમાં જોવા મળે છે. સંવત ૧૯૫૦ અષાઢ વદ છઠ્ઠ મંગળવારના લખાયેલ પત્રમાં અંજાર-કચ્છનો ઉલ્લેખ કરેલ છે. સંવત ૧૯૫રના માગશર સુદ નોમ સોમવારના પત્રમાં ઉલ્લેખ છે કે, “યંબકે રૂ. ૧૫૦ના આશરનાં મોતી લીધાં અને બીજા રૂ. ૨૦૦નાં લાવશે. વેચવા છે તે ઘાટ આવશે તે વેચશે.” આ વાક્ય પરથી જણાય છે કે, મોતી-ઝવેરાતનો વેપાર પણ ક્યારેક ક્યારેક કરતા હશે. સાયલામાં તેઓની દુકાન હતી. ઉપરાંત અમુક સમય માટે મોરબીમાં જ્યારે સીઝન હોય ત્યારે દુકાન ખોલતા એવું પત્રવ્યવહારના આધારે કહી શકાય. જો કે તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હતી એવો ખ્યાલ આ પત્રવ્યવહારને કારણે જ આવે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુગ્રહથી આર્થિક વિટંબણા હોવા છતાં સરળ સ્વભાવી શ્રી સૌભાગ્યભાઈએ આધ્યાત્મિક પ્રગતિ સાધી હતી. આ પ્રગતિમાં એમના પિતાશ્રી લલ્લુભાઈ અને માતા લાલમાના સંસ્કારે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પૂ.શ્રી સોભાગભાઈના દિવ્ય જીવનના સંસ્કારો તેમની પછીની પેઢીઓમાં જળવાયેલા રહ્યા છે. પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી રેવાશંકર જગજીવનની કાં.) IP ‘તનને અર્થ, ધનને અર્થ, ભોગને અર્થે, સુખને અર્થ, સ્વાર્થને અર્થ કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે,આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે, એમ લાગે છે.' (પત્રાંક : ૪૧૫) For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી ધર્મભૂમિ એવા આ ભારતદેશમાં પૂર્ણિમાનો દિવસ મહામંગલમય પરમ પવિત્ર ગણાય છે. એમાં પણ કાર્તિક પૂર્ણિમા વિશિષ્ટ પ્રકારે વિશેષ વિશેષ મંગલમય ગણાય છે કેમકે આ દિવસે પ્રકાશપુંજ રૂપે ઘણા મહાન આત્માઓએ આ ભૂમિ પર અવતરણ કરેલ છે. પરમકૃપાળુદેવ સંતશિરોમણિ યુગપ્રવર્તક મહાત્મા પણ આ જ દિવસે આપણા જેવા જ્ઞાન-અંધોને દિવ્યચક્ષુ પ્રદાન કરવા માટે આ સૌરાષ્ટ્ર ભૂમિના વવાણિયા બંદરે વસતા શ્રીમાનું રવજીભાઈને ત્યાં વિ. સં. ૧૯૨૪માં અવતર્યા. સૌરાષ્ટ્રની પરમ પવિત્ર ધરતી પર પગલાં પાડનાર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી રંગાયેલ નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતીજી જેવા મહાપુરુષો થઈ ગયા. તે જ સૌરાષ્ટ્રની ધરતી પર જન્મ ધારણ કરનાર અને વિચરનાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી એક અનોખું વ્યક્તિત્વ ધરાવનાર, મહાન, આત્મપ્રાપ્ત સપુરુષ થઈ ગયા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને આ પુસ્તકના ચરિત્રનાયક પૂ. શ્રી સૌભાગ્યભાઈનું પ્રથમ મિલન થયું ત્યાં સુધીના એટલે કે સંવત ૧૯૨૪થી સંવત ૧૯૪૬ સુધીના પરમકૃપાળુદેવનાં બાવીસ વર્ષોના પવિત્ર જીવન વિષે આ પ્રકરણમાં વિચારણા હાથ ધરશું. પરમ પૂજનીય પરમાત્મા તુલ્ય પરમકૃપાળુદેવની જન્મભૂમિ વવાણિયા ગામ પણ આજે તેઓશ્રીના જન્મ થકી પાવન થઈને પવિત્ર તીર્થધામ બની ગયું છે, જેની યાત્રા કરીને, અને દર્શન કરીને ભવ્ય જીવો ધન્યતા અનુભવે છે. તે જન્મસ્થળે “શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન' નામે ભવ્ય મંદિર બાંધવામાં આવેલ છે. તે મંદિર પણ દર્શનીય અને ભક્તિ કરવા યોગ્ય બની ગયું છે. મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્ રાજચંદ્રમહં વન્દ, તત્ત્વલોચનદાયકમ્ . માતા દેવબાઈ યથાનામા તથા ગુણસાક્ષાત્ દેવી સમાન દિવ્યા હતાં. ગામ લોકો કહે છે કે, સાસુ અને સસરાની અનન્ય સેવા-ભક્તિના પ્રભાવે અને તેમના શુભાશિષથી દેવબાઈને શ્રીમદ્ જેવું દિવ્ય પુત્રરત્ન સાંપડેલ. પરમકૃપાળુદેવના પિતાશ્રી શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી For Personer tivate Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ રવજીભાઈ પણ દયાળુ હૃદયવાળા ભક્તિભાવથી સભર પુરુષ હતા. શ્રીમદ્ રાજચંદ્રજીને જન્મનું નામ લક્ષ્મીનંદન આપવામાં આવ્યું હતું પણ સંવત ૧૯૨૮માં તેમની ચાર વર્ષની વયે, તે નામ બદલીને તેમને રાયચંદ એવું નામ આપવામાં આવ્યું હતું જે પાછળથી રાજચંદ્ર થઈ કાયમ રહ્યું. શ્રીમદ્ રાજચંદ્રજીના દાદાનું નામ પંચાણભાઈ હતું. તેઓ ૯૮ વર્ષના દીર્ઘઆયુષી થયા હતા. તેઓ જૈનકુળમાં જન્મેલ હોવા છતાં વૈષ્ણવધર્મ પાળતા હતા. તેમના પુત્ર શ્રી રવજીભાઈનાં લગ્ન શ્રી દેવબાઈ સાથે થયાં. માતા દેવબાઈ જૈનકુળમાંથી જૈનત્વના સંસ્કાર સાથે આવ્યાં આથી જ પરમકૃપાળુદેવ ઉપર વૈષ્ણવધર્મ અને જૈનધર્મ એમ બન્નેના સંસ્કારો પડેલા હતા. દેહજન્મની અપેક્ષાએ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ભલે પંચાણભાઈના કુળમાં થયો હોય, પણ સંસ્કાર જન્મની અપેક્ષાએ તો શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ મહાન યોગી કુળમાં જ થયેલો છે. અધૂરા છોડેલા યોગની કડીનું અનુસંધાન શીધ્ર, વિના પ્રયાસે હોય છે. એટલે અનેક જન્મોના યોગસંસ્કારોનો અમૂલ્ય વારસો લઈને અવતરેલા શ્રીમદ્ રાજચંદ્રજી ખરેખરા કુળયોગી-આજન્મયોગી હતા. બાળ રાજચંદ્ર શુક્લપક્ષના ચંદ્રની જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. તેઓનું બાળપણ આનંદમાં વીત્યું હતું. વવાણિયા ગામની આસપાસ અઢાર તળાવડીઓ છે. આ તળાવડીઓ આસપાસ શ્રીમદ્ રાજચંદ્રજી બાળગોઠિયાઓ સાથે ફરતા-રમતા તેમજ આનંદ કિલ્લોલ કરતા હતા. પોતાના પિતામહ શ્રી પંચાણભાઈ પાસેથી તેમણે કૃષ્ણકીર્તનનાં પદો તેમ જ જુદા જુદા અવતારોના ચમત્કારોના પ્રસંગો બાળવયમાં સાંભળ્યા હતા. તે બધાથી પ્રભાવિત થઈને શ્રીમદે બાળવયમાં રામદાસજી નામના સાધુ પાસે કંઠી બંધાવી હતી. આમ બાળવયમાં તેમનામાં વૈષ્ણવ સંપ્રદાયનો રંગ વિશેષ હતો. જો કે જૈનકુળમાં જન્મેલ હોવાને કારણે તેમને વવાણિયામાં જૈનોનો સંગ વધ્યો હતો. તેમના સંગમાં તેમને જૈનધર્મનાં પ્રતિક્રમણ સૂત્ર, સામાયિક સૂત્ર તથા અન્ય ગ્રંથો વાંચવા મળ્યાં. તે ગ્રંથોમાં પ્રબોધેલા સૂક્ષ્મ અહિંસાભાવને લીધે જૈનધર્મમાં પ્રીતિ વધી. તેવામાં તેમણે બંધાવેલી કંઠી તૂટી ગઈ, જે તેઓએ ફરીથી બંધાવી નહિ. પરમકૃપાળુદેવ હજુ તો સાત વર્ષની વયના હતા ત્યારે વવાણિયામાં અમીચંદ નામના એક ગૃહસ્થ, સર્પદંશ થતાં મૃત્યુ પામે છે. આ અમીચંદભાઈ બાળક રાયચંદ પ્રત્યે બહુ પ્રેમથી વર્તતા હતા. બાળક રાયચંદને કોઈએ કહ્યું કે, અમીચંદભાઈ તો . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુજરી ગયા. “ગુજરી ગયા” એ શબ્દ પ્રથમ વાર જ બાળક રાયચંદને કાને પડે છે. મૂંઝવણ અનુભવે છે. કોને પૂછે? દોડતા દોડતા બાળસુલભ મુગ્ધતાથી સંકટ સમયની સાંકળ એવા દાદા પંચાણભાઈ પાસે આવે છે અને પૂછે છે કે, “દાદા ! ગુજરી જવું તે શું ?” દાદાને થાય છે કે, આ નાના બાળકને કહેવાથી ગભરાઈ જશે એટલે તે વાત ટાળવા જવાબ આપવાને બદલે કહે છે કે, “જા, રોંઢો (સાંજનું ભોજન) કરી લે.” પરન્તુ બાળક શ્રીમદ્ રાજચંદ્ર ફરીથી પૂછે છે કે, “દાદા ! કહોને ગુજરી જવું તે શું ?” આમ વારંવાર પૂછવા લાગ્યા તેથી દાદા પંચાણભાઈ પ્રત્યુત્તરમાં જણાવે છે કે, “જો દીકરા, તે હવેથી બોલશે નહીં, ખાશે નહીં, પીશે નહીં હોં !” આ જવાબથી બાળક રાજચંદ્રજીને સંતોષ નથી થતો એટલે પુનઃ પ્રશ્ન કરે છે કે, “દાદા ! કેમ બોલશે નહીં? ખાશે નહીં? પીશે નહીં?” ત્યારે દાદા પંચાણભાઈ વિસ્તારપૂર્વક સમજાવે છે કે, “બેટા, એનો જીવ નીકળી ગયો છે એટલે પછી શરીર બોલી શકે નહીં, ખાઈ શકે નહીં, પી શકે નહીં કે હાલી-ચાલી શકે નહીં.” આગળ સમજાવતાં કહે છે કે, “તે શરીરને સ્મશાનમાં લઈ જઈ બાળી નાંખશે.” બાળક શ્રીમદ્ રાજચંદ્રથી સ્મશાનમાં સૌની સાથે જઈ શકાય એમ નહોતું તેથી છૂપી રીતે તળાવ પાસે ગયા અને સ્મશાન ભૂમિ જોઈ શકાય એ હેતુથી બે શાખાવાળા એક બાવળના ઝાડ પર ચડીને તેમણે જોયું તો ચિતા બળતી હતી અને આસપાસ માણસો બેઠા હતા. શ્રીમદ્રને વિચાર આવ્યો કે, “આ લોકો તે કેવા ક્રૂર છે? આવા સુંદર ને સારા માણસને બાળે છે? આ શરીર તો એનું એ જ છે. એમાંથી ચાલ્યું શું ગયું ? એ કયું તત્ત્વ હશે ?” આમ વિચારણા પર ચડી જતાં સ્મૃતિપટ પરનું આવરણ ખસી જાય છે ને પૂર્વજન્મોની સ્મૃતિ થઈ આવે છે. જાતિ-સ્મૃતિ જ્ઞાન પ્રગટે છે. જે વૃક્ષ પર આ જ્ઞાન પ્રાપ્ત થયેલ તેના થડનો નાનો ભાગ આજે પણ વવાણિયાના જન્મભુવનમાં રાખવામાં આવેલ છે. પૂર્વજન્મના અનુભવના કારણે શ્રીમદ્જીનો વૈરાગ્ય દિવસે દિવસે તીવ્ર થતો ગયો હતો. બાળક રાયચંદ સાત વર્ષના થતાં તેમને અભ્યાસ માટે શાળામાં બેસાડવા તેમના પિતાજી શ્રી રવજીભાઈ લઈ ગયા ત્યાં જઈ શાળાના આચાર્યશ્રીને શ્રી રવજીભાઈ કહે છે કે, “માસ્તર સાહેબ ! આ મારો એકનો એક લાડકો પુત્ર છે. તેને બરાબર ભણાવજો. ભાઈશાબ ! એને મારશો કે લડશો નહિ હોં !” આમ બાળક રાયચંદ અભ્યાસ કરવા લાગ્યા. તેમની સમજણશક્તિ અને સ્મરણશક્તિ એ શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વયે પણ એટલી તીવ્ર હતી કે તેમણે ટૂંક સમયમાં ગુજરાતી સાતે ચોપડીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, એટલું જ નહિ, જે વ્યક્તિ પાસેથી તેમણે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી, તે વ્યક્તિને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ચોપડીનો બોધ કર્યો હતો. પોતાની શક્તિ વિષે તેમણે લખેલી “સમુચ્ચયવયચર્યા”માં લખ્યું છે કે, “સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે, પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. છતાં ખ્યાતિનો હેતુ ન હતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો, વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક જે વેળા વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિંતતા હતી. તે વેળા પ્રીતિ– સરળતા વાત્સલ્યતા મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઇચ્છતો, સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈપણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ હતી.’ (પત્રાંક : ૮૯) શાળાનો અભ્યાસ છોડ્યા પછી શ્રીમદ્ અન્ય પુસ્તકોનો ઘેર રહીને નિયમથી અભ્યાસ કરતા. તીવ્ર સ્મરણશક્તિ તથા સમજશક્તિ હોવાને કારણે સંસ્કૃત, માગધી અને હિન્દી ભાષાઓ પર તેમણે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને સારો એવો કાબૂ મેળવ્યો હતો. આઠ વર્ષની વયથી કવિતા રચવાનો પ્રારંભ કરનાર શ્રીમદ્ રાજચંદ્રજી આજન્મ કવિ હતા. તેઓએ બહુ સુંદર પદો રચેલાં જે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ પણ થયેલાં. “આત્મસિદ્ધિશાસ્ત્ર' તેમની કવિત્વ શક્તિનો તથા પ્રજ્ઞાનો અનેરો પરિચય આપતું મહાકાવ્ય જ છે. (આ સંબંધી એક અલગ પ્રકરણ છે.) એક કવિ તરીકે તેઓ જગપ્રસિદ્ધ થયા અને તે સમયે મહાત્મા ગાંધીજી તથા અન્ય પ્રતિષ્ઠિત વર્ગ તેમને “કવિ રાયચંદ” તરીકે ઓળખતા. સહજ કવિત્વ શક્તિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનદૃષ્ટિ “સાચું તે જ મારું” એ પ્રકારની પ્રથમથી જ હતી. સત્યના આગ્રહી શ્રીમદ્ રાજચંદ્રજીના જૈન સંબંધી હૃદયસખા શ્રી સૌભાગ્ય ८ For Persovate Use Only ... Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ ખ્યાલો દૂર થતા ગયા છે અને જૈન સંબંધી વિશેષ વિશેષ જાણવાનું આકર્ષણ વધતું ગયું છે. તેઓને જ્યોતિષનું જ્ઞાન પણ થયું હતું. | શ્રી રવજીભાઈને માતા-પિતા ઉપરાંત પત્ની દેવબાઈ, બાળક રાયચંદ ઉપરાંત મનસુખભાઈ નામે અન્ય પુત્ર તેમ જ ચાર પુત્રીઓ અનુક્રમે શિવકુંવરબાઈ, ઝબકબાઈ, મેનાબાઈ તથા જીજીબાઈ હતાં. આમ કુલ દસ વ્યક્તિઓનું બહોળું કુટુંબ હતું. આર્થિક પરિસ્થિતિ બહુ સારી કહી શકાય એવી ન હતી. બાળક રાયચંદ નાનપણથી સમજુ હતા. કૌટુંબિક પરિસ્થિતિને સમજી બાળ રાયચંદ પિતાને સહાયભૂત થવા દુકાને બેસવા લાગ્યા. ફુરસદના સમયમાં તેમણે અનેક ગ્રંથો વાંચ્યા હતા. કેટલીક વખત તેઓ પદોની રચના પણ કરતા. શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની “સમુચ્ચયવયચર્યામાં નોંધે છે કે, “હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા બોલાવે ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે, અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કહ્યો નથી, કે ઓછું-અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” (પત્રાંક : ૮૯) પોતાની ફરજમાં જરા પણ ચૂક ન આવવા દેવાની, કર્તવ્યપાલનની નિષ્ઠા શ્રીમદ્ રાજચંદ્રજીમાં બાળવયથી જ હતી. તેઓ બાળવયથી જ પીઢ વ્યક્તિ હતા. દુકાને બેઠા બેઠા પણ શ્રીમદ્ રાજચંદ્રજીએ વેપાર શો કર્યો ? બાહ્ય વસ્તુઓનો વ્યાપાર કરવા સાથે એમણે આંતરવસ્તુનો-આત્મવસ્તુનો વ્યાપાર વધારવા માંડ્યો, દિનપ્રતિદિન શ્રુતજ્ઞાનની અનન્ય વૃદ્ધિનો વ્યાપાર આદર્યો. એમની જ્ઞાનપિપાસા એટલી બધી તીવ્ર હતી કે ખાનગીમાં તેમણે શ્રતની ઉત્કટ ઉપાસના આદરી. સંવત ૧૯૫૬માં લખેલા એક પત્રમાં પરમકૃપાળુદેવે લખ્યું છે કે, “એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” (પત્રાંક : ૯૧૭) તે પરથી આ પરમ કૃતધર પુરુષની સર્વાતિશાયિની શ્રુતશક્તિ કેવી અગાધ હશે ! જન્મક્ષેત્ર વવાણિયામાં જેટલું ધર્મ સાહિત્ય ઉપલબ્ધ હતું તેટલું તો આશુપ્રજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી શીધ્ર પી ગયા, પણ આટલાથી જ્ઞાનપિપાસુ શ્રીમદૂની તૃષા છીપે એમ ન હતી, આથી વિશેષ સાહિત્યની ગવેષણાર્થે અન્ય ક્ષેત્ર પ્રત્યે દૃષ્ટિ દોડાવવાની હતી. એટલે તે અર્થે કે વ્યવહાર પ્રસંગે તેરમાં વર્ષ પછી શ્રીમદ્ રાજચંદ્રજીનું મોરબી વારંવાર જવાનું થતું. ત્યાં તેઓ પોતાના ફેબાને ઘેર રહેતા. તેની પડોશમાં વિનયચંદ્ર શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી For Personal ivate Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ દફતરી નામે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ રહેતા હતા, તેના વૃદ્ધ પિતાશ્રી પોપટભાઈ બહુ ધર્મિષ્ઠ હતા. તેઓને શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પ્રથમ દર્શને જ અપૂર્વ સ્નેહ જાગ્યો હતો. તેથી શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે મોરબી પધારે ત્યારે તેમનો સમાગમ કરતા. તેઓ પોતાનો વખત જૈનાગમો વાંચવામાં ગાળતા. તેનો અપૂર્વ ભાવાર્થ શ્રીમદ્ પાસેથી સાંભળી શ્રીમદૂને “બાળસંતમહાત્મા” તરીકે ઓળખ્યા હતા, તેથી તેમનું આદર-માન બહુ કરતા. વિનયચંદભાઈ મોરબીમાંથી તેમ જ અમદાવાદ વગેરે સ્થળોથી પુસ્તકો મેળવી આપવામાં શ્રીમદ્ રાજચંદ્રજીને સહાય કરતા. એ રીતે આ પિતા-પુત્ર બન્ને શ્રીમદ્ રાજચંદ્રજીના ગુણજ્ઞ અંગત સ્નેહીઓ બન્યા હતા અને તેમનું ઘર શ્રીમદ્ રાજચંદ્રજીનું વાંચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું હતું. | તેરથી સોળ વર્ષ સુધીનો સમય શ્રીમદ્ રાજચંદ્રજી માટે ધર્મમંથનકાળ હતો. વેદાન્ત-સાંખ્યયોગ-બૌદ્ધ-જૈન આદિ ષદર્શનનું સ્વરૂપ દર્શાવનારા ઉપલભ્ય ગ્રંથોનું ઊંડું અવગાહન તેમણે સ્વલ્પ સમયમાં કર્યું હતું. પદર્શનની તુલનાત્મક પરીક્ષા પરીક્ષાપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ ન્યાયના કાંટા પર કરી, પદર્શનના તત્ત્વને નિષ્પક્ષ ન્યાયમૂર્તિની જેમ ન્યાયના કાંટે તોળ્યું. શ્રીમના આ પરીક્ષાપ્રધાનીપણાના ઝપાટામાં આત્માને નહિ માનનાર નાસ્તિક દર્શન ચાર્વાક દર્શન–પણ આવી ગયું ને એના ઝપાટામાં એકવાર શ્રીમજી પણ આવી ગયા ! પત્રાંક-૮૨માં શ્રીમદ્રજી આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ છે કે – “...મોટી કલ્પના તે આ બધું શું છે? તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું ફળ દીઠું પુનર્જન્મ નથી, પાપ નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. ...કોઈ ઓર અનુભવ થયો અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ ન હોય, તેવો હતો.” આમ તત્ત્વમંથનકાળમાં એકવાર શ્રીમદ્જીને નાસ્તિકતાનો વિચાર પણ આવી ગયો, પણ “તત્ત્વવિચાર સુધારસ ધારા” આગળ ચાલતાં, અનુભવની કસોટીએ કસનારા પરીક્ષાપ્રધાની શ્રીમદ્જીને તે વિચાર મિથ્યા જણાયો અને તેમાંથી આ આત્મધર્મનું મૂળ તેમને હાથ લાગ્યું. કોઈપણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના અત્યંત મધ્યસ્થતાથી પ્રામાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, કેવળ શુદ્ધ તત્ત્વગવેષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં જોયું તો ભગવંત વીતરાગપ્રણીત ધર્મ જ આદિ, મધ્ય ને ૧0 .. હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personalvate Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ અંત એ ત્રણે કોટિમાં પહેલેથી તે છેલ્લે સુધી, અથથી ઇતિ સુધી પૂર્વાપર અવિરુદ્ધ અને સુસંવાદિતાવાળો પ્રતીત થયો. આગ્રહરૂપ એકાંતવાદ એ જ અન્ય દર્શનોનું દૂષણ છે અને નિરાગ્રહરૂપ અનેકાંતવાદ એ જ જિનદર્શનનું ભૂષણ છે. સ્યાદ્વાદી જિનદર્શન એ જ નિરાગ્રહ ને નિરાગ્રહ એ જ જિનદર્શન – એ એના સર્વસમન્વયકારી સ્યાદ્વાદની પરમ અદ્ભુત ચમત્કૃતિ છે; સર્વ દર્શનને પોતાના વિશાળ અંગમાં-પટમાં સમાવી લે એવી એની અદ્ભુત વિશાળતા છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે, “રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનુ કાલ, ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાળ.’’ આત્માદિ પ્રતિપાદન કરનારા જિનાગમો - ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ભગવતી સૂત્ર, સૂત્રકૃતાંગ આદિ અને પ્રવચનસાર-પંચાસ્તિકાય-સમયસાર આદિ મહાન શાસ્ત્રો પ્રત્યે તેમ જ તે તે શાસ્ત્રપ્રણેતાઓ પ્રત્યે અને ચિદાનંદજી, આનંદઘનજી, દેવચંદ્રજી, હરિભદ્રજી, યશોવિજયજી, હેમચંદ્રજી, સમંતભદ્રજી, સિદ્ધસેનજી, વિગેરે સિદ્ધાંતનિષ્ઠ જ્ઞાનીઓ તેમ જ કબીરજી, નરસિંહ મહેતાજી, સુંદરદાસજી, અખાજી આદિ આધ્યાત્મિક યોગી પુરુષોનાં વચનો પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્રજીને કુદરતી પરમ પ્રેમ હતો. આ જન્મમાં કદી પણ સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ નહિ છતાં તેઓ માત્ર સવા વર્ષમાં સમસ્ત આગમોનું ઊંડું તલસ્પર્શી અવગાહન કરી ગયા ! તેના ફલ સ્વરૂપે સોળ વર્ષ અને પાંચ માસની વયે શ્રીમદ્ રાજચંદ્રજીએ દર્શન પ્રભાવક “મોક્ષમાળા” ગ્રંથનું સર્જન કર્યું. શ્રીમન્ને સર્વસંગપરિત્યાગ કરવાનો મહાન મનોરથ હતો. ‘મોક્ષમાળા’ અને ‘ભાવનાબોધ'ના રચના કાળે તે વૈરાગ્યભાવ વિશેષ પલ્લવિત બન્યો. આથી જ વિ.સં. ૧૯૪૨માં તેઓના હૃદયમાં ભક્તિ, જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યના ભાવો કેવા પ્રબળ બન્યા છે એ દર્શાવતાં લખે છે - “ઓગણીસોં ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે ધન્ય રે દિવસ આ અહો.” આવો ત્યાગ અનેક જીવોના કલ્યાણના નિમિત્તરૂપ બનશે તેમ માનીને શ્રીમદે માતાની આજ્ઞા મેળવવાનો વિચાર કર્યો. એક વાર શ્રીમદ્ અને તેમનાં માતા દેવમા ઘરના ફળિયામાં ખાટલા પર બેઠાં હતાં. આ સમયે શ્રીમદે માતાને કહ્યું, “મા મારે તારી રજા જોઈએ છે. તમે રજા આપો તો મારે જંગલમાં જઈને સાધુ થવું છે.” માતાએ કહ્યું, “ના દીકરા, ના. તું તો છે મારી આંખનું રતન અને મારા કુળનો શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્ભુ For Personal & Private Use Only ૧૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ દીવો. સાધુ થવાની તમને રજા કેમ આપીએ ? મારો જીવ નહીં ચાલે.” આટલું બોલતાં ભોળા અને ભલા દેવમાની આંખમાંથી અશ્રુબિંદુ ટપક્યાં. શ્રીમદે કહ્યું, “મા, જીવતો જોગી હશે, તો કોઈ દિવસ એનું મોં જોવા મળશે. તારે બારણે આવશે. તારા ખબર-અંતર પૂછશે.” શ્રીમદ્ આ કહેતા હતા, ત્યારે એમની માતાની આંખમાંથી વણથંભી આંસુની ધારા વહેવા લાગી. આ જોઈને માતૃભક્ત શ્રીમદે કહ્યું, “મા, તમને જેમ ઠીક લાગે તેમ કરીશ. હવે આવું દુઃખ ન લગાડતી.” આમ, માતાની ભાવનાએ અંતે વિજય મેળવ્યો. સંવત ૧૯૪૪માં અમદાવાદમાં છપાતા મોક્ષમાળા ગ્રંથને કારણે જ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રથમ મુમુક્ષુ જુઠાભાઈને પરમકૃપાળુ દેવનો પરિચય થયો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ જુઠાભાઈને નામ પલટો કરી “સત્ય પરાયણ” બનાવી દીધા હતા. ધન્ય છે એ શ્રી જુઠાભાઈને ! અગાઉ આપણે જોયું તે પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રજી અવાર નવાર મોરબી જતા હતા. મોરબીમાં તે વખતે શ્રી શંકરલાલ માહેશ્વર શાસ્ત્રી નામે સુપ્રસિદ્ધ અષ્ટાવધાની મહાપંડિત હતા અને મુંબઈમાં શ્રી ગટુલાલજી મહારાજ બીજા એક સુપ્રસિદ્ધ અષ્ટાવધાની હતા. શ્રીમદ્ રાજચંદ્રજીનું જે અરસામાં મોરબી આગમન થયેલું ત્યારે જૈન ઉપાશ્રયમાં પ્રસ્તુત શ્રી શંકરલાલ શાસ્ત્રીના અષ્ટાવધાનનો પ્રયોગ યોજાયો હતો તે જોવા માટે શ્રીમદ્જીને આમંત્રણ મળેલું. આ અષ્ટાવધાન પ્રયોગ જેવો અવલોક્યો તેવો જ આશુપ્રજ્ઞ શ્રીમદે શીધ્ર ગ્રહણ કરી લીધો. બીજે જ દિવસે મોરબીના “વસંત બાગ” નામના પ્રસિદ્ધ ઉદ્યાનમાં શ્રીમદ્જીએ અષ્ટાવધાનના પ્રયોગો કરી દેખાડ્યા. મિત્રો તો ઉત્સાહમાં આવી ગયા અને આખા નગરમાં તેની પ્રસિદ્ધિ કરી દીધી. તેના બીજા દિવસે તે જ જૈન ઉપાશ્રયમાં બે હજાર પ્રેક્ષકોની જંગી મેદનીની હાજરીમાં બાર અવધાનનો અદ્ભુત અદ્વિતીય પ્રયોગ કરી દેખાડી, સર્વ કોઈને આશ્ચર્યથી દિંગ કરી દીધા. નવા નવા પ્રયોગોના ઉમંગી ને ઉછરંગી શ્રીમદ્ રાજચંદ્રજી આટલેથી અટક્યા નહિ, પણ બાર પછી (હરિણફાળ ભરતાં) આ પુરુષે સોળ અને સોળ પછી એકદમ ઠેકડો મારી બાવન અને બાવન પછી હનુમાન કૂદકો મારી પરભાર્યા સો અવધાનો કરી દેખાડ્યાં, અને આમ સર્વકાળનો વિક્રમ નોંધાવી મહાપરાક્રમી શ્રીમદ્ રાજચંદ્રજી ઓગણીસ-વીસ વર્ષની વયે “શતાવધાની” કવિ તરીકે મુલ્ક મશહૂર બન્યા. મોરબી ૧૨ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Prvate Use Only For persoa Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત જામનગરમાં, વઢવાણમાં, બોટાદમાં, લીંબડીમાં અને છેવટે મુંબઈમાં આવા પ્રયોગો કરવાને પરિણામે તેમની કીર્તિ દિગ્દગંતમાં પ્રસરી ગઈ. “સાક્ષાત્ સરસ્વતી’ અને “હિન્દના હીરા' એવાં ઉપનામ આ મહાન વિભૂતિને આપવામાં આવ્યાં. માત્ર ભારતમાં જ નહિ પણ શ્રીમદ્ની કીર્તિ વિલાયતના દરવાજા ખખડાવતી વિશ્વવ્યાપી બની ગઈ. મુંબઈમાં ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં કરેલા શતાવધાનના પ્રયોગો દરમ્યાન વિદ્વાનો, પંડિતો, જ્યોતિષીઓ વગેરે અનેક અગ્રગણ્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેલ. ડૉ. પિટરસનના અધ્યક્ષપદે આ કાર્યક્રમ યોજાયેલ. તારીખ ૨૪-૧-૧૮૮૭ના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” પત્રમાં અંગ્રેજીમાં આ અંગે અહેવાલ છાપવામાં આવેલ. ઉપરાંત “મુંબઈ સમાચાર,” “જામેજમશેદ”, “ગુજરાતી”, “ઇન્ડિયન સ્પેકટેટર” ઇત્યાદિ ગુજરાતી-અંગ્રેજી છાપામાં પણ શ્રીમદ્ રાજચંદ્રજીની અદ્ભુત શક્તિઓ વિષે લેખો છપાયેલા. મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે તેમને યુરોપમાં જઈ ત્યાં પોતાની શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી. તે શતાવધાનના પ્રયોગ પ્રસંગે દ્રષ્ટાવર્ગમાં ઉત્તમ જ્યોતિષીઓ પણ હતા. આ અદ્ભુત વ્યક્તિ કોણ છે એ તપાસવાનું આ જ્યોતિષીઓને સહજ કુતૂહલ થતાં દસ વિદ્વાનોએ મળી શ્રીમદ્ રાજચંદ્રજીના ગ્રહ જોયા અને એ ગ્રહો “પરમેશ્વરગ્રહ” ઠરાવ્યા. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજી મુંબઈથી પોતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરને (જેતપર) સંવત ૧૯૪૩ના માગશર વદ બારસ બુધવારના પત્રાંક : ૨૭માં લખે છે કે, “મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છું... તમારા ગ્રહ વળતીએ અહીં બીડી દેશો. લિ. આશુપ્રજ્ઞ ત્યાગી.” આમ તજ્જ્ઞ જ્યોતિષીઓનું સહજ નિમિત્ત મળતાં શ્રીમદ્ રાજચંદ્રજીને જ્યોતિષવિજ્ઞાન જાણવાનું સાધન પ્રાપ્ત થયું અને જેના થકી તે સાધન પ્રાપ્ત થયું તે નિમિત્તભૂત નૈમિત્તિકો કરતાં પણ તે જ્યોતિષ વિષયમાં અલ્પ સમયમાં એકદમ ક્યાંય આગળ વધી ગયા. હસ્તરેખા-મુખપરીક્ષા આદિ સામુદ્રિક વિદ્યાથી પણ શ્રીમદ્ રાજચંદ્રજી જ્યોતિષ જોઈ શકતા હતા. આ શતાવધાન આદિ સ્મૃતિ ચમત્કારોનું અને જ્યોતિષના અસાધારણ પરિજ્ઞાનનું બાહ્ય પ્રદર્શન શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રાયે ૨૦-૨૧મા વર્ષ પછી એકદમ છોડી દીધું. જ્યારે તેમની કીર્તિ દિગદિગંતમાં પ્રસરી ગઈ હતી, જ્યારે તેઓ કીર્તિની ટોચે પહોંચ્યા હતા, ત્યારે તેઓએ સર્પ કાંચળી છોડી દે તેમ આ તેજઃપુંજથી જગતને આંજી દેનારા બાહ્ય જગત પ્રદર્શનોનો તૃણવત્ ત્યાગ કર્યો. જગતને મંત્રમુગ્ધ કરનારી આત્માની શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્ભુ For Personal & Private Use Only ૧૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ કેટલીક ચમત્કારિક શક્તિઓની વાનગી–સેમ્પલ–માત્ર ચખાડી તે અવધાનાદિ અદ્ભુત પ્રયોગોને તિલાંજલિ આપી શ્રીમદ્ રાજચંદ્રજી જગતની દૃષ્ટિથી લગભગ અદશ્યઅલોપ જેવા થઈ જઈ; પછી તો કેવળ અધ્યાત્મમાં લીન થઈ ગયા હતા, કેવળ આત્મામાં સમાઈ ગયા હતા. વૈરાગ્યમાં ઝીલી રહેલા હદય ત્યાગી શ્રીમદ્ રાજચંદ્રજીને માતા-પિતાના આગ્રહથી ગૃહસ્થાશ્રમી થવાની ફરજ પડી. સંવત ૧૯૪૪ના મહા સુદ બારસના દિને ઝવેરી શ્રી રેવાશંકર જગજીવનના વડીલ બંધુ શ્રી પોપટલાલનાં સુપુત્રી શ્રી ઝબકબહેન સાથે લગ્ન થયાં. ગૃહસ્થજીવનમાં પડ્યા પછી પણ શ્રીમદ્ રાજચંદ્રજી અત્યંત અનાસક્ત જ રહ્યા છે એટલું જ નહિ પણ તેમની વિરક્તિ ઉત્તરોત્તર બળવત્તર બની વધતી જ જાય છે. (પત્રાંક : ૭૮) સંવત ૧૯૪પમાં લખાયેલા “સ્ત્રી સંબંધી મારા વિચાર” એ શીર્ષકવાળા લેખમાં નોધેલ છે કે, “સ્ત્રીના સંબંધમાં કાંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશ માત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.” આના જેવો જ ભાવ એક બીજા પત્રાંક : ૮રમાં દાખવતાં શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની આંતરવેદના ઠાલવે છે, “સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે, પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે?” આ વેધક શબ્દોમાં શ્રીમદ્ભા આત્માની ઊંડી અંતરવેદના સ્પષ્ટ દેખાઈ આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના આત્માની અંતરવૃત્તિ સહજ સ્વભાવે ધર્મપ્રવૃત્તિ ભણી વળી રહી હતી, અંતરપરિણતિ ત્યાગ વૈરાગ્યમાં પ્રવહી રહી હતી, છતાં એમને અર્થપ્રવૃત્તિમાં પડવું પડ્યું–વ્યાપારમાં ઝંપલાવવું પડ્યું, એ કોઈ વિધિનું વૈચિત્ર્ય અથવા પ્રારબ્ધનું વૈષમ્ય જ કહી શકાય. વૈરાગ્યમૂર્તિ શ્રીમન્ને વ્યાપારમાં ઝંપલાવવાનું આકરું ધર્મસંકટ આવી પડ્યું. તેઓના બાહ્ય સંજોગો વિષમ હતા, આર્થિક સ્થિતિ સાંકડી હતી, મોટા કુટુંબના નિર્વાહનો ભાર ઉપાડવામાં પિતાને સહાયક થવાની અનિવાર્ય કપરી ફરજ એમના માથે આવી પડી હતી. અવધાનના પ્રયોગો નિમિત્તે મુંબઈ જવાનું થતાં ત્યાં શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરી ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા તેમની પાસેથી તે ઝવેરાતની પરીક્ષા શીખવાનું નિમિત્ત પામી કુશાગ્રબુદ્ધિ શ્રીમદ્ રાજચંદ્રજી અલ્પ સમયમાં તેમાં નિપુણ થઈ ગયા અને તે વ્યાપારમાં પડવાનું વિચાર્યું. પૂ. ઝબકબહેનના કાકા શ્રી રેવાશંકરભાઈ મોરબીમાં વકીલાત કરતા, તેમને એકાદ વર્ષ પછી વ્યાપારમાં મોટો લાભ છે એમ જયોતિષથી જાણી શ્રીમદ્ રાજચંદ્રજીએ મુંબઈ જવા પ્રેરણા કરી અને ઝવેરાતના વ્યવસાયની વાત કરી. આથી શ્રી રેવાશંકરભાઈ ૧૪ ... દયસખા શ્રી સૌભાગ્ય For Peregowate Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ ગયા અને ત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્રજી પણ મુંબઈ જઈ રેવાશંકર જગજીવનની કંપનીમાં જોડાયા. શ્રીમદ્ રાજચંદ્રજીના પુણ્યપ્રભાવે અલ્પ સમયમાં આ કંપની નામાંકિત બની ગઈ. અણીશુદ્ધ પ્રામાણિકતા અને અખંડ નીતિમત્તા સાચવતાં બાહ્યથી રત્ન(ઝવેરાત)નો વ્યાપાર કરતા શ્રીમદ્ રાજચંદ્રજી અંતરથી તો રત્નત્રયીનો અનન્ય વ્યાપાર કરી રહ્યા હતા અને અપૂર્વ આત્મલાભ પામવા પ્રયત્નશીલ પણ રહ્યા હતા. આમ વ્યાપારનું ઉદિત કર્મ ભોગવતા છતાં તેમનું લક્ષ અધ્યાત્મ હતું. એ સમયમાં પ્રખર વેદાંતી શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર ચાલુ હતો. શ્રી મનસુખરામભાઈ એ વખતે એક સારા લેખક તરીકે પ્રસિદ્ધ હતા, ઉપરાંત તત્ત્વજ્ઞા તેમ જ જ્ઞાનપ્રાપ્ત પુરુષ હતા. ૫.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો મંથનકાળ ચાલી રહ્યો હતો. તેઓશ્રી સત્સંગ ઇચ્છતા હતા. સપુરુષનું સાયુજય ઇચ્છતા હતા - જ્ઞાનપ્રાપ્તિ દ્વારા આધ્યાત્મિક માર્ગે આગળ વધવા ઉમંગ ધરાવતા હતા. શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠી પાસેથી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થશે એવું જણાતાં તેઓની નજીક જવાની ઇચ્છાથી પત્રો લખતા હતા. વવાણિયાથી વૈશાખ સુદ છઠ્ઠ, સોમવાર, ૧૯૪૫ (પત્રાંક : ૬૧)ના પત્રમાં શ્રીમદ્જી લખે છે કે, “હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી, તો પણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવાના સત્સંગને, તેમના વિચારોને અને સપુરુષની ચરણરજને સેવવાનો, અભિલાષી છું.” આગળ લખે છે કે, “આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ.” ઉપરોક્ત પત્ર બાદ બજાણા-કાઠિયાવાડથી અષાઢ સુદ પૂનમ શુક્રવાર, ૧૯૪૫(પત્રાંક : ૬૮)માં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠીને જણાવે છે કે, “સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઇએ.” ભરૂચથી શ્રાવણ સુદ ત્રીજ, બુધવાર, ૧૯૪૫ના પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠીને લખે છે કે (પત્રાંક ૭૧) “ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મતત્ત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી ૧૫ - For pe * For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રખર વેદાંતી શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે પરમકૃપાળુદેવની પ્રત્યક્ષ મુલાકાત ‘શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પષના અંતરાત્મામાં રહ્યો છે.' (પત્રાંક : પ૮) For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.” “ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે અને...પ્રત્યક્ષ માર્ગ છે.” મુંબઈથી કારતક સુદ સાતમ, ગુરુવાર, ૧૯૪૬ (પત્રાંક : ૮૭)ના પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈને લખે છે કે, “જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી... જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું... સર્વ સપુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.” મુંબઈથી અષાડ વદ અમાસ, ૧૯૪૬(પત્રાંક : ૧૨)ના પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠી સમક્ષ પોતાનું સ્ક્રય ખોલી નાખતાં જણાવે છે કે, “આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે.” - આગળ આ જ પત્રમાં લખે છે કે, “જૈનના આગ્રહથી જ મોક્ષ છે. એમ આત્મા ઘણા વખત થયા માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે, એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે.” વવાણિયાથી પ્રથમ ભાદ્રપદ સુદ ત્રીજ, સોમવાર, ૧૯૪૬(પત્રાંક : ૧૨૬)ના પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈને લખે છે કે, “વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું? જો કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે, પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી પણ તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે; પરંતુ જીવન પૂર્ણ થતાં પહેલાં શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ.” ૧. મન, વચન અને કાયાથી આત્માનો મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું) ૪. કાયાની વૃક્ષદશા (આહાર-વિહારની નિયમિતતા) અથવા સર્વ સંદેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનનો નાશ, અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેનો માર્ગ કહ્યો છે, સાધનો બતાવ્યાં છે, યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવવો દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી. શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપોહાભ્યાસ પણ ન થઈ શક્યો; અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક હું પોતાની અપેક્ષાએ કહું છું) અને વિકલ્પાદિક ક્લેશનો તો નાશ જ કરવો ઇચ્છડ્યો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ, પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વશિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે, તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું ? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે.” આ વાક્યો દ્વારા આપણને પરમકૃપાળુદેવની આંતરદશાનું દર્શન થાય છે. શ્રીરામને તો વશિષ્ઠ જેવા સદ્ગુરુ પ્રાપ્ત થયેલા. પરન્તુ શ્રીમદ્જીને તો પોતાના હૃયના ભાવો વ્યક્ત કરવાને યોગ્ય કોઈ પાત્ર પ્રાપ્ત નથી તેની વેદના છે. આવી દશામાં તેઓને શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠી મળતાં તેઓ કંઈક સંતોષ વેદે છે-શાતા અનુભવે છે. . દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - 3 પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાઘંદ્રજીની પ્રતિમા પૂળ સંબંધી વિચારો ભગવાનની વીતરાગ મુદ્રા તેમ જ પ્રશમરસનિમગ્ન જ્ઞાનનેત્રોનું અવલંબન સ્વીકારી નિત્યમેવ દહેરાસરજી જઈ તેની સેવા-પૂજા કરવી, આવા ઉત્તમ ધર્મ સંસ્કારો પૂ. બાપુજીમાં બાલ્યકાળથી જ દઢ થયા હતા. જે દિવસે દહેરાસરજી ન જવાય અને ભગવાનનાં દર્શન ન થાય તે દિવસે અંતરમાં ખેદ અને ખાલીપો વેદાતો. તીર્થંકર પ્રભુના સ્થાયી પ્રભાવના કારણે એમનું જીવન સાત્ત્વિક અને દિવ્ય બનતું ગયું. કર્મક્ષેત્ર સાયલા છોડીને બહાર જવાનું થાય તો ત્યાં પણ જિનાલયમાં જઈ દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરતા. અષ્ટપ્રકારી પૂજા તેમ જ ચૈત્યવંદનના રહસ્યોને સમજી જ્ઞાન, ક્રિયા અને ભક્તિભાવનો એવો સુંદર સમન્વય સધાયો કે તેઓ કોમળ હૃદય અને હળુકર્મી બનતા ગયા. સાયલામાં જ્ઞાની પુરુષો મળતાં તેઓનું જીવન પૂર્ણપણે આધ્યાત્મિક બની ગયું. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું પદ્ય અને ગદ્ય ધર્મ સાહિત્ય તેમ જ જૈન દર્શનમાં થઈ ગયેલા પૂર્વાચાર્યોએ લખેલા ધર્મગ્રંથો, તીર્થંકર પ્રભુની ચોવીસીઓ, પૂજાઓ તથા અન્ય દર્શનના આત્મજ્ઞાની મહાત્માઓ દ્વારા લખાયેલાં પુસ્તકો વાંચતાં-વિચારતાં ઉલ્લાસ પરિણામ અનુભવાતાં હતાં. શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળની સ્થાપના ઈ.સ.૧૯૭૬ના ૩૧મી ડિસેમ્બરે થઈ. શરૂઆતના ૧૯૭૬ થી ૧૯૮૫ સુધી બાપુજીના ગુરુ શ્રી છોટાલાલભાઈ દેસાઈના મકાનમાં મુમુક્ષુઓ સાથે મળીને રહેતા. બાપુજીની સાથોસાથ સૌ મુમુક્ષુઓ પણ સાયલા ગામ મધ્યે આવેલ બીજા અજિતનાથજી ભગવાનના જિનાલયમાં રોજ સેવા-પૂજા કરી સમૂહમાં ચૈત્યવંદન કરતા. ઈ.સ. ૧૯૮૫ની સાલમાં સાયલા ગામની બહાર નવો આશ્રમ સ્થપાયો, છતાં બાપુજી પોતાના ઘરે રાત્રે રહેતા અને સવારથી સાંજ આશ્રમમાં રહી સ્વાધ્યાયના કાર્યક્રમમાં હાજર રહેતા. આશ્રમમાં પધારે તે પહેલાં રોજ જિનાલયમાં સેવા-પૂજા કરીને પધારતા. નવા આશ્રમના ભવ્ય સ્વાધ્યાયખંડની નીચે મોટો બેઝમેન્ટ હૉલ છે. આશ્રમના ટ્રસ્ટીગણને થયું કે નીચે ભગવાનની પ્રતિષ્ઠા કરીએ પણ બાપુજીએ આ અંગે માન્યતા ન આપતાં સમજાવ્યું કે, તીર્થંકર પ્રભુનું સ્થાન સૌથી ઊંચું હોવું જોઈએ. તેથી સ્વાધ્યાયખંડમાં સ્થપાયેલા પરમકૃપાળુદેવના ચિત્રપટ કરતાં પણ ઊંચું શિખરબંધ પ.ક.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૧૮ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ જિનાલય બંધાવી તેમાં ભગવાનની પ્રતિષ્ઠા થવી જોઈએ. આજ્ઞાધીન ટ્રસ્ટીમંડળે પૂરા હર્ષ સહ તેનો સ્વીકાર કરી ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું શિખરબંધ આરસના જિનાલયનું નિર્માણ કર્યું. આશ્રમના રોજિંદા નિત્યક્રમ મધ્યે સવારે ૧૦ થી ૧૦-૩૦ દરમ્યાન પૂજા તથા સમૂહમાં ચૈત્યવંદનનો ક્રમ ગોઠવાયેલ છે. જયારથી દહેરાસરજીમાં ભગવાનની પ્રતિષ્ઠા વિધિ થઈ ત્યારથી નિરંતર આ ક્રમમાં મુમુક્ષુઓ ભાવપૂર્ણ રીતે સહભાગી થઈ જિનેશ્વર પ્રભુના સર્વોત્કૃષ્ટ અવલંબનને સ્વીકારી અધ્યાત્મ માર્ગે પ્રગતિ સાધી રહેલ છે. પૂ.બાપુજીને જ્યારે પૂછવામાં આવતું કે, તમારો ધર્મ કયો? ત્યારે તેઓશ્રી જવાબ આપતા કે અમો નિશ્ચયથી આત્મધર્મમાં છીએ અને વ્યવહારથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ધર્મ પાળીએ છીએ. શ્રીમજીએ “પ્રતિમા સિદ્ધિ વિષે એક પુસ્તક લખેલ છે તેમ વચનામૃતજીના પત્રાંક-૪૦ ઉપરથી જાણી શકાય છે. આ પુસ્તકનું આલેખન થતું હતું ત્યારે વિચક્ષણ બાપુજીએ મનોકામના પ્રગટ કરેલ કે, પરમકૃપાળુદેવના પ્રતિમા સંબંધી વિચારો આ પુસ્તકમાં દર્શાવવામાં આવે તો ધર્માનુરાગી આત્માઓને તેમાંથી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય. પરિણામે પુસ્તકમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. હવે જ્યારે આ દ્વિતીય આવૃત્તિ પ્રગટ થઈ રહેલ છે ત્યારે “પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો” નામે અલગ પ્રકરણ રૂપે આલેખ કરેલ છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના અભિપ્રાયે પ્રતિમા સિદ્ધિ હે જ્ઞાતપુત્ર ભગવન્! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્ય મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિદ્ગો ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખોગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ તૂટી તારું શાસન, નિંદાવ્યું. શાસન દેવી ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, - ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથપ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ !! તારો ધર્મ ૧૯ . ધ્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. મતભેદથી અનંત કાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પુરુષો તેને ઇચ્છતા નથી, પણ સ્વરૂપશ્રેણીને ઇચ્છે છે. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. પરમકૃપાળુદેવના અનન્ય ભક્ત પૂ.શ્રી જૂઠાભાઈ જેમને પ.કૃ.દેવ “સત્યપરાયણ’ તરીકે સંબોધતા તેઓનું કુટુંબ સ્થાનકવાસી સંપ્રદાયનું હતું. પ.કૃ.દેવની સાથે પરિચય વધતાં તેમના પ્રતિમાપૂજન સંબંધી વિચારોમાં પરિવર્તન થયું. તીર્થંકર ભગવાનની વીતરાગદશા તથા પ્રશમરસ નિમગ્ન મુદ્રા એ ઉત્કૃષ્ટ અવલંબન છે એમ સિદ્ધ થતાં જૂઠાભાઈને પ્રતિમાદર્શન અને પૂજનનો સાચો ભક્તિભાવ જાગ્યો. જૂઠાભાઈની સ્થાનકવાસી કુળ સંપ્રદાયની માન્યતામાં ફેરફાર જોઈ કુટુંબીજનો ખૂબ નારાજ થતા. તેઓ જૂઠાભાઈ તેમ જ શ્રીમદ્ભુ પ્રત્યે કટાક્ષભર્યાં કડવાં વચનો બોલી તેમના પ્રતિમા પૂજન સંબંધી માન્યતાને નિંદતા. જૂઠાભાઈનું કોમળ હૃદય શ્રીમદ્ભુ પર થતા આક્ષેપ પ્રહારને જી૨વી શકતું નહિ. તેમને અંતરમાં ખૂબ દુઃખ તેમજ કુટુંબીજનો પ્રત્યે ક્રોધ આવતો. આ સંજોગોમાં સમભાવમાં રહી સહન કરવાની સલાહ શ્રીમદ્ભુ પત્ર દ્વારા આપતા. વચનામૃતજીનો પત્રાંક-૩૭ કે જે જૂઠાભાઈ પર લખાયેલ છે તે અહીં સહજ મૂકીએ છીએ. “અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીંદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઇચ્છજો. પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો For PersonPrivate Use Only ૨૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો, અને તે જ અભિલાષા રાખ્યા રહેજો, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો . આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો. એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજો, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પરુષોના અદ્ભુત, યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. આ તમારા માનેલા “મુરબ્બી” માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહીં, તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કિંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઇચ્છતો નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતોષ રાખજો, આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વની સાધના બતાવાશે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી » હદયસખા શ્રી સૌભાગ્ય For Person ivate Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જશે, માટે નિશ્ચિત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે. (પત્રાંક-૩૭) વચનામૃતજીના પત્રાંક-૪૦માં શ્રીમદ્જી લખે છે કે : વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાની જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. (પત્રાંક-૪૦) જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે, અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જો સુલભબોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચારે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનારા પુરુષો કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિગ્રંથદર્શન વિશેષ માનવા યોગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ, આ વાત નિઃશંક છે. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૨૨ For ivate Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ એ રીતે નિગ્રંથધર્મપ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય, . તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાના સભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. આ કાળ દુઃસમ નામથી પ્રખ્યાત છે. દુ:સમકાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતાં હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા એટલે મહાવિધ્નો આવતાં હોય, તેને કહેવામાં આવે છે. અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સરૂપ, જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલાં સંભવે છે : (૧) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (૩) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) પ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તોપણ તે દુર્લભબોધિતાને લીધે ના ગ્રહવો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણાં મનુષ્યો. (૭) દુઃસમ કાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે; મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તન તો તે જ માર્ગમાં હોય છે; પણ લોક કે ઓઘદૃષ્ટિએ પ્રવર્તનારા પુરુષો, તેમ જ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે, કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગુરુઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યગુદશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જો કે બને તેવું નથી, તો પણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ એ આવે, એ વાત મને સંભવિત લાગે છે. દુઃસમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મતત્ત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી, જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં . દયસખા શ્રી સૌભાગ્ય For Persc r ivate Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિઘ્ન કરનારા નીકળે; પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ; તેમ જ આપણા ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ, પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસતુ છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે એનો પણ અપેક્ષાથી જોતાં દોષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વીતરાગદેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. શિક્ષાની સાપેક્ષ ફુરણા જેને થઈ છે, તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગૃહસ્થ રહ્યા તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય; તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો (ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હોય) સમજાવી દઈ ગુરુઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. તેમ જ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તો માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બોલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે; પણ આ તો તીર્થકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદ્ગર, સત્સંગ કે પ.કૃદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૨૪ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સન્શાસ્ત્રો મળવાં દુર્લભ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમપ્યું છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે, સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદ :- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે). બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાન આરાધન ભણી છે એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી અને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે, અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે : કેટલાંક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તો આખા જૈનદર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં ૨૫ . દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. ૧. આગમપ્રમાણ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩. પરંપરા પ્રમાણ. ૪. અનુભવ પ્રમાણ. ૫. પ્રમાણપ્રમાણ. ૧. આગમપ્રમાણ આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજાં તેનાં નામ છે. તીર્થકર દેવે બોધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગનાં નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ ૧. કોઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. ૨. પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું; અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી. ૩. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઇચ્છવાં, કરવાં એમ માન્યતા છે; અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. ૪. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૨૬ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવા : (અ) તમે પણ તરવાના ઇચ્છુક છો, અને હું પણ છું; બને મહાવીરના બોધ, આત્મહિતૈષી બોધને ઇચ્છીએ છીએ અને તે ન્યાયમાં છે; માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્ને અપક્ષપાતે સત્યતા કહેવી. (આ) કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સંબંધી કંઈ કહેતાં મૌન રાખવું. (ઈ) અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક, એમ ન ઇચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઇચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મોક્ષ છે; એ બન્ને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. (ઇ) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પોતાના મનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. (ઉ) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થવૃત્તિમાં રોકી રાખવી. (ઊ) કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કંઈ મોક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે, તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાંખવા યોગ્ય નથી. (એ) જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માનવો નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવો. (એ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશો. પણ વીરનાં બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇચ્છશો. | (ઓ) એટલા જ માટે વીરનાં બોધેલાં શાસ્ત્રો કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે, એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (ઓ) મને સંસ્કૃત માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી ૨૭ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવશો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશો. | (અં) યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશો, પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં. (અ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તો, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. શાસ્ત્ર-સૂત્ર કેટલાં ૧. એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે, અને તેની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે, અને તે બત્રીસ જ ભગવાનનાં બોધેલાં છે, બાકી મિશ્ર થઈ ગયાં છે, અને નિર્યુક્તિ ઈત્યાદિક પણ તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું. બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારસો વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ છેદ, ૧ આવશ્યક. છેવટની ભલામણ હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જે ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણો જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જયારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને પ.ક.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૨૮ For Personal de Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપનાં અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંકલેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃયમાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ, તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમ જ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી; તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા. (અપૂર્ણ મળેલ) (પત્રાંકઃ ૭૫૩) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત, રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.” ઋષભ૦ ૧. નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થકર તે મારા પરમ વહાલા છે. જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં. જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. ૧ વિશેષાર્થ : જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે; જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જયાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમ કે તે ભગવાન સયોગીસિદ્ધ છે. ૨૯ દયસખા શ્રી સૌભાગ્ય For Persorral a Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી, એટલે અહત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે : 'जे जाणई अरिहंते, दव्व गुण पज्जवेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाई तस्स लयं.' જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું. ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે, તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન અહંતને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. તે અહત ભગવાનમાં જેઓએ “તીર્થંકર નામકર્મનો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે “તીર્થકર ભગવાન કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પર્યયોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીસ તીર્થંકર થયા, શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ ભૂતપ્રજ્ઞાપનીયનથી તેમને વિષે “તીર્થંકરપદનો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયષ્ટિથી તે ચોવીસ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીસ સ્તવનોની રચના કરી છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અતિ ભગવાનનું સ્વરૂપ મૂળદૃષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ યોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહંત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થંકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૩) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દૃષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ‘સિદ્ધપ્રાભૂત’માં કહ્યું છે કે : જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે, તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. 'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं, तह्मा सिद्धंतरुई, कायव्वा भव्वजीवेहिं.' તેમ જ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે ‘જિનપૂજા રે તે નિજપૂજના.’ જો યથાર્થ મૂળદષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણમોહ ગુણસ્થાનપર્યંત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે, ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી, અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતાં નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં - (અપૂર્ણ) ૧. આનંદઘન તીર્થંકર સ્તવનાવલી પરત્વેનું આ વિવેચન લખતાં આ સ્થળેથી અપૂર્ણ મુકાયું છે. - સંશોધક ૩૧ * શ્રી ઋષભજિનસ્તવન (અનુ. પૃ.૩૨ ઉપ૨) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત, રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ ૧ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય, એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋષભ૦ ૩ For Personal & Private Use Only હૃદયસખા શ્રી સૌભાગ્ય Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨. વીતરાગ સ્તવના * વીતરાગોને વિષે ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઇચ્છા કરતી નથી, કેમ કે તે પ્રભુ રીઝયા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે, પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે. જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે : હે સખી ! ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઇચ્છા કરું જ નહીં. કેમ કે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુઃખે કરીને આકુળવ્યાકુળ છે, ક્ષણવાર પણ સુખી નથી, તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય ? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી તે સખી ! મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છોડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં સાદિઅનંત’ એટલે તે યોગ થવાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થવાનો નથી, માટે અનંત છે, એમ કહ્યો છે; તેથી હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. ૧ હે સખી ! આ જગતને વિષે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી, અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી (પૃ. ૩૧નું ચાલુ) કોઈ પતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ, એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેળાપ. ઋષભ૦ ૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ, દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ૦ ૫ ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત નેહ, કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદરેહ. ઋષભ૦ ૬ પ.કુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડાએક તને કહું છું :- કોઈ એક તો પતિની સાથે કાષ્ઠમાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમ કે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઇચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઇચ્છે છે, તો પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે; બન્ને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમ કે તેનું ઠામઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાઇ-ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષહ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમ કે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે, તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણો જાણી, તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કાંઈ ઠામઠેકાણું નથી. ૩ હે સખી ! કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે, એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી, પતિને રંજન કરવાને તો બન્નેની ધાતુનો મેળાપ થવો તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઇચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવાનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂળપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય, તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રૂચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તો પણ તે ભગવાનને પામે નહીં, કેમ કે જેમ પતિપત્નીનો ખરો મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુને એકત્વમાં છે, તેમ હે સખી ! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરવો જ યોગ્ય છે, અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય ૩૩ » દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂળ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે; અને તે જ ધાતુમેલાપથી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. ૪ હે સખી ! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે; અને તે અલક્ષ ભગવાન સૌની ઇચ્છા પૂર્ણ કરે છે; તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની, તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પોતાની ઇચ્છા પૂર્ણ થશે, (એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે ખોટું છે, કેમ કે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે; તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તો જ્ઞાન, સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. ભગવાનમાં તો તે બન્ને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તો દોષનો વિલાસ છે; સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સહેષતા હોય, અને જેને એ બન્ને હોય તેને ક્રોધ, માન, માયા, લોભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે; જેથી યથાર્થ રીતે જોતાં તો લીલા દોષનો જ વિલાસ છે; અને એવો દોષવિલાસ તો અજ્ઞાની જ ઇછે. વિચારવાન મુમુક્ષુઓ પણ તેવો દોષવિલાસ ઇચ્છતા નથી, તો અનત જ્ઞાનમય ભગવાન તે કેમ છે ? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે; અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાનો તે જ માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ છે; જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. પણ હે સખી! પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પર્ધાદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય. પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૩૪ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમ કે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં; જેથી તે સેવા અખંડ જ રહે. જ્યાં સુધી ચિત્તમાં બીજા ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જયાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય ? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. ધનધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમ કે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવાં લક્ષણ તે લક્ષણ છે. ૬ (૩) પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઇચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિઘ્ન દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે; અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ૩૫ . હદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ચિંતવે છે. ૧ હે સખી ! બીજા તીર્થકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક્ ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તો સત્ય છે, કેમ કે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે, તે સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે તતૂપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તતૂપ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન ! તમારું નામ અજિત તે તો સાચું છે; પણ મારું નામ પુરુષ તે તો ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષનો તમે જય કર્યો તેથી તમે અજિત કહેવાવા યોગ્ય છો, પણ તે જ દોષોએ મને જીતી લીધો છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય ? હે સખી ! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોતો છતો તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. તે પરમ તત્ત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિયોગ થઈ પડ્યો છે. હે સખી ! તે અજીત ભગવાને અજિત થવાને અર્થે લીધેલો માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવો નથી. ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય. ૨ ૧. બીજું શ્રી અજિતજિન સ્તવન : પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ, જે તે જીત્યા રે, તેણે હું જીતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ? પંથડો. ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર, જેણે નયણે કરી મારગ જોવિયે રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨ પ.ક.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૩૬ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે તીર્થકરની સ્તવના કરતાં ઉલ્લેખ કરેલ છે કે વિવિધ પ્રકારની પૂજા શ્રીમદ્ આનંદઘનજીમહારાજસાહેબે “શ્રી સુવિધિનાથ સ્વામીની સ્તવના કરતાં વર્ણવી છે. તો તેનો વિચાર થઈ શકે તે માટે તે સ્તવન જ આખું અહીં મૂકવામાં આવ્યું છે. “શ્રી સુવિધિનાથ સ્વામી” સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂજી જે રે. -૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહ તિગ પણ અભિગમ સાચવતાં, એકમના ધરિ થઈએ રે. -ર કુસુમ અક્ષત વરવાસ સુગંધો, ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણી એમ, ગુરુ મુખ આગમ ભાખી રે. -૩ એહનું ફલ દોય ભેદ સુણી જે, અનંતર ને પરંપર રે, આણા પાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે. -૪ ફૂલ અક્ષતવર ધૂપ પઇવો, ગંધ નૈવેદ્ય ફલ જલભરી રે, અંગ અગ્ર પૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે. -૫ સત્તર ભેદ, એકવીસ પ્રકારે, અઠ્ઠોતર શત ભેદે રે, ભાવપૂજા બહુવિધિ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે. -૬ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે, ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવલ ભોગી રે. -૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે, ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ ધરણી રે. -૮ જૈન માર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોકાશાને થયે સુમારે ચાર સો વર્ષ થયાં છે. પણ તે ઢુંઢીયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ લખાયા નથી ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચારસો વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે. મોટા વરઘોડા ચઢાવે ને નાણાં ખર્ચે, એમ જાણીને કે મારું કલ્યાણ થશે... એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે, ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાંખે છે ! જુઓ કેટલું બધું અજ્ઞાન ! કંઈ વિચાર જ ન આવે ! (ઉ.છા.-પા.-૭૦૫ શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક) – (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના આધારે) ૩૭ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થ પ્રેમીઓનું પ્રથમ ધન્ય મિલન ‘આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે.” (પત્રાંક : ૪૭૧) in Education International For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ‘બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. એહી નહિ હૈ કલ્પના, એહી નહી વિભંગ; કઇ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ.' (પત્રાંક : ૨૫૮) dain Education niemational For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ પરમાર્થ પ્રેમનું ધન્ય મિલન જગતના ઇતિહાસમાં – પ.કૃ.દેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈની અજોડ જોડીનું પ્રથમ મિલન પણ અજોડ હતું. પૃથ્વી પર આવું દર્શન જવલ્લે જ જોવા મળે કે એક જ વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે પથદર્શક, શિષ્ય તથા પરમાર્થ સખાનું–પરમ સખાનું પદ પ્રાપ્ત કરે. શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પાસેથી શ્રીમની બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિની અભિલાષા પૂ. શ્રી સૌભાગ્યને મળતાં પૂર્ણ થાય છે. શ્રી સૌભાગ્યભાઈએ જ્યારે પરમકૃપાળુદેવની અવધાન શક્તિ વિષે જાણ્યું ત્યારે તેમને એમ લાગ્યું કે મારી પાસે જે રહસ્યભૂત જ્ઞાન છે તે જો શ્રીમદ્જીને આપવામાં આવે તો જગત માટે ઉપકારભૂત થશે તેથી તેઓએ પોતાના પિતાશ્રી પાસે આ(સુધારસ)ની રહસ્યભૂત વાત શ્રીમદ્જીને કહેવા માટે આજ્ઞા માગી અને તે આજ્ઞા તેમના પિતાશ્રી તરફથી તેમને પ્રાપ્ત થતાં તેઓ આ જ્ઞાન આપવા માટે રવાના થયા. મોરબી પહોંચતાં જાણવા મળ્યું કે શ્રીમદ્જી તો જેતપર ગામે તેમના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં બિરાજમાન છે. તેથી તેઓ મોરબી તાબે રહેલા જેતપર ગામે આવ્યા. શ્રી સૌભાગ્યભાઈનું શ્રીમદ્જી સમીપે આગમન થવા પૂર્વે જ શ્રીમદ્જીને તેઓના નિર્મળ જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે કે “સૌભાગ્યભાઈ નામના પુરુષ પરમાર્થની રહસ્યભૂત બીજજ્ઞાનની વાત કરવા આવી રહ્યા છે એ વાત શ્રીમદ્જીએ તરત એક કાગળની કાપલીમાં લખી પોતે જ્યાં બેઠા હતા તેની પાસેના ગલ્લામાં રાખી દે છે. ' જેવા શ્રી સૌભાગ્યભાઈ દુકાનમાં દાખલ થાય છે ત્યારે શ્રીમદ્જી તેઓને નામ દઈ આવકારો આપે છે, “આવો સૌભાગ્યભાઈ આવો.” શ્રી સૌભાગ્યભાઈને આ સાંભળીને આશ્ચર્ય થયું કે, આવો આવકાર તેમને કોઈ દિવસ મળ્યો નથી, અમે બન્ને એકબીજાને ઓળખતા નથી, જોયા નથી, છતાં એમણે મને નામ દઈને શી રીતે બોલાવ્યો? આશ્ચર્યમુગ્ધ થયેલા શ્રી સૌભાગ્યભાઈ હજુ તો આમ ચિંતવે છે ત્યાં શ્રીમદ્જી કહે છે કે, “આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો. શ્રી સૌભાગ્યભાઈ ગલ્લામાંથી કાપલી કાઢીને વાંચે છે, તો જે બીજજ્ઞાન(સુધારસ)ની પ્રક્રિયા બતાવવા તે આવેલા તે બાબતનો ઉલ્લેખ જોતાં શ્રી સૌભાગ્યભાઈ તો આશ્ચર્યથી દિંગ થઈ ગયા. એમને થયું કે, “જરૂર આ કોઈ જ્ઞાનવંત મહાત્મા છે.” છતાં પોતાનો અભિપ્રાય દૃઢ કરવા એમણે શ્રીમદ્જીને પૂછ્યું કે સાયલામાં મારા પરમાર્થ પ્રેમીઓનું ધન્ય મિલન ૩૮ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ઘરનું બારણું કઈ દિશામાં છે ? પ.કૃ.દેવના યથાર્થ ઉત્તરથી શ્રી સૌભાગ્યભાઈ સાનંદાશ્ચર્ય પામ્યા અને શ્રીમદ્ભુને શ્રી સૌભાગ્યભાઈએ ત્રણ નમસ્કાર કર્યા. એ સમયે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી કોઈ અપૂર્વ આત્મસમાધિમાં લીન થઈ ગયા. શ્રી સોભાગભાઈ સાથેના આ પ્રથમ સત્સમાગમના અનુગ્રહથી શ્રીમદ્ભુને આત્મદશાનું સ્મરણ થયું અને તેઓ અલૌકિક અંતરંગ સમાધિભાવમાં સરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા. પરમકૃપાળુદેવને પરમાર્થ માર્ગમાં આગળ વધવામાં ખૂટતી કડી આ રીતે પૂ. શ્રી સૌભાગ્યભાઈના નિમિત્તથી પ્રાપ્ત થઈ. “અધ્યાત્મ રાજચંદ્ર” ગ્રંથમાં ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા લખે છે કે “શ્રીમદ્ના પરમાર્થ જીવનમાં સૌભાગ્યભાઈના પરમાર્થ સંબંધે ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે” અને “ક્યારે મુને મિલસે માહરો સંત સ્નેહી” – મને મારો સંત સ્નેહી ક્યારે મળશે ? એવી શ્રીમદ્દ્ની સંત સ્નેહીની ઝંખના શ્રી સૌભાગ્યભાઈ જેવા વિરલા પરમાર્થી પુરુષનો મેળાપ થતાં પૂર્ણ થઈ છે. શ્રીકૃષ્ણને અર્જુન જેવા સખા ને શિષ્યની જેમ, શ્રીમન્ને સૌભાગ્ય જેવા પરમાર્થ સખા ને અનન્ય શિષ્ય મળી ગયા. શ્રીમદ્ભુને શ્રી સૌભાગ્યભાઈ જેવા પરમાર્થ રસિયા પુરુષ મળતાં પોતાનું હ્રદય ખોલવાનું, પરમાર્થ સંવેદન દર્શાવવાનું એક સુયોગ્ય પાત્ર મળી ગયું. મનમેળાપી મળવાથી શ્રીમદ્ઘમાં આત્માનંદનાં પૂર ઉમટ્યાં. આમ પ્રથમ દર્શને જ શ્રી સૌભાગ્યભાઈને શ્રીમદ્ભુ તરફ પૂજ્ય પરમાર્થ ગુરુભાવ પ્રગટ્યો તો શ્રીમદ્ભુને આત્મદશાનું સ્મરણ થતાં શ્રી સૌભાગ્ય પ્રત્યે કોઈ અપૂર્વ ભાવ સ્ફૂર્યો. શ્રીમદ્ભુને શ્રી સૌભાગ્યભાઈના સત્સમાગમના અનુગ્રહથી પરમાર્થ પ્રવૃત્તિમાં ઘણો વેગ મળ્યો. સંવેગ વધ્યો અને સાથે સાથે શ્રી સૌભાગ્યભાઈને પણ ઘણો ઘણો પરમાર્થ લાભ પ્રાપ્ત થયો. ઉભયને પરસ્પર પરમાર્થ લાભ થયો. આ ઉપકારની સ્મૃતિમાં કૃતજ્ઞ શિરોમણિ શ્રીમદ્ઘ હાથનોંધ ૨/૨૦-પૃષ્ઠ-૪૫માં પોતાના પરમાર્થ સખાને પરમ ભાવથી નમસ્કાર કર્યા છે : “હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.” પરમકૃપાળુદેવને જે પરમાનંદ પ્રાપ્ત થયો હતો તેનો સ્પષ્ટ નિર્દેશ આ પ્રથમ સમાગમ બાદ તેઓએ વવાણિયાથી ૧૯૪૬ના પ્રથમ ભાદરવા વદ તેરસના દિને શ્રી સૌભાગ્યભાઈ પર લખેલ પ્રથમ પત્ર પત્રાંક-૧૩૨માં મળી આવે છે. આ પત્રમાં મથાળે “ક્ષણમપિ સજ્જન સંગતિરેકા ભવતિ ભવાર્ણવત૨ણે નૌકા’– એ જગતગુરુ શંકરાચાર્યજીનું પ્રસિદ્ધ વચન ટાંકી શ્રીમદ્ભુ લખે છે કે, “ક્ષણવારનો ૩૯ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only ... Page #66 -------------------------------------------------------------------------- ________________ પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ લાગે છે.” આનો અર્થ એ થયો કે પ.કૃ.દેવને મન શ્રી સૌભાગ્યભાઈ એક તેવા સજ્જન સત્પુરુષ છે. ઉપરાંત શ્રીમદ્ આગળ લખે છે કે, “આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.” આ વાક્ય પરથી સમજાય છે કે પરસ્પર બન્નેને આ મિલનથી આનંદ થયો છે અને વિયોગની વેદના વેદે છે. આમ આ પ્રથમ ધન્ય મિલન પરમકૃપાળુ દેવ તેમ જ શ્રી સૌભાગ્યભાઈ માટે તો અમૂલ્ય લાભ આપનાર હતું જ પરંતુ આપણા જેવા મુમુક્ષુગણ ને જગતના જીવો માટે તો એ પરમ ઉપકારી સાબિત થયેલ છે. શ્રી સૌભાગ્યભાઈને તેમના પિતાશ્રી તરફથી મળેલ સંસ્કારો, સરળતા અને બીજજ્ઞાનની પ્રાપ્તિથી તેઓનો દર્શનમોહ પાતળો પડ્યો હતો તેથી જ પરમકૃપાળુદેવ જેવા સત્પુરુષની ઓળખાણ પ્રથમદર્શને જ થઈ. આ જ્ઞાન આપવા જતી વખતે શ્રી સૌભાગ્યભાઈને કોઈ અપેક્ષા ન હતી. માત્ર જગતના જીવો પ્રત્યેનો કલ્યાણભાવ હતો. સંવત ૧૯૪૬ના પ્રથમ ભાદરવાથી આરંભાયેલ આ પરમાર્થ યાત્રા સંવત ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના રોજ પૂરી થઈ છે. લગભગ પ.કૃ.દેવ તથા શ્રી સૌભાગ્યભાઈ વચ્ચે સાત વર્ષનો આધ્યાત્મિક સંબંધ રહ્યો છે, તેમાં તેઓ બન્ને આશરે ૫૬૦ દિવસ સાથે રહ્યા છે અને સત્સમાગમ કરેલ છે. શ્રી સૌભાગ્યભાઈ ઉપરનો પત્રવ્યવહાર આપણા સૌના આધ્યાત્મિક જીવનમાં અનેરો ફાળો આપે છે. જે અનુપમ અમૂલ્ય છે. છે, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પૂર્વના આરાધક હોવાથી જ્ઞાન-સંસ્કાર-વારસો લઈ જન્મેલા જ્ઞાનવૃદ્ધ પુરુષ છે અને શ્રી સૌભાગ્યભાઈ પણ પૂર્વના સંસ્કારી વયોવૃદ્ધ પુરુષ. આમ બન્ને જ્ઞાનવૃદ્ધ તેમ જ સંસ્કારવૃદ્ધ તો ખરા જ ! પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અનન્ય શિષ્ય, ભક્તશિરોમણિ હોવા ઉપરાંત જેમને શ્રીમદ્ભુના પરમાર્થ સખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા પૂ. શ્રી સૌભાગ્યભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો ! પરમાર્થ પ્રેમીઓનું ધન્ય મિલન For Personal & Private Use Only ૪૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ ‘ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીંવાર.” (પત્રાંક : ૯૫૪) For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – પ ૫.કૃ.દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાણિક એક્તા પરમકૃપાળુદેવ તેમ જ શ્રી સૌભાગ્યભાઈનો આધ્યાત્મિક સંબંધ સં.૧૯૪૬થી શરૂ થઈ સં. ૧૯૫૩ સુધી રહ્યો છે. “અધ્યાત્મ રાજચંદ્ર” પુસ્તક (ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા કૃત)માં નોંધે છે કે, “ખરેખર શ્રીમદ્ની ઊર્ધ્વગામિની અલૌકિક આત્મદશાનો જગતને કંઈક ખ્યાલ આવે છે તે મુખ્યપણે આ સૌભાગ્ય પરના પત્રસાહિત્યને લઈને. શ્રી સૌભાગ્યભાઈ સાથેના મિલન બાદ શ્રીમદ્ભુનો અધ્યાત્મ પુરુષાર્થ આત્મલક્ષી બન્યો અને તેઓ સંવેગાતિશય રીતે આગળ વધી ગયા. શ્રી સૌભાગ્યભાઈ પર લખાયેલા પત્રોમાં પોતાનો દિવસ-રાતનો પુરુષાર્થ અને તેથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું શ્રીમદ્ભુએ સ્વયં વર્ણન કરેલું છે. આ પત્રો થકી શ્રીમના પરમાર્થ જીવનમાં ડોકિયું કરવાનું પ્રાપ્ત થવાથી જગત સૌભાગ્યભાઈનું ઋણી છે. શ્રીમના કીર્તિક્લશરૂપ ચિરંજીવ કૃતિ “આત્મસિદ્ધિશાસ્ત્ર’ના પ્રેરક નિમિત્ત પણ સૌભાગ્યભાઈ હતા. એ માટે પણ જગત એમનું ઋણી છે. આ પોતાની અમર કૃતિ આત્મસિદ્ધિમાં પણ શ્રીમદે ગર્ભિતપણે ‘સમજે કોઈ સુભાગ્ય', ‘ઉદય ઉદય સદ્ભાગ્ય’ એ શબ્દોમાં પરમાર્થ સખા સૌભાગ્યને અમર કરેલ છે. શ્રીમા આવા પરમાર્થ સખા શ્રી સૌભાગ્યભાઈ ૬૭ વર્ષના ને શ્રીમદ્ ૨૩ વર્ષના ! પરમાર્થ મિત્રની કોઈ અજબ જોડી. બન્નેનો ૫રમાર્થ સંબંધ ચાલુ થયા પછી ઉત્તરોત્તર વધતો ગયો. “સમાનશીલવ્યસને મૈત્રી’” એ સૂત્ર પ્રમાણે સમાન શીલવંત એવા આ બન્નેની પરમાર્થ જોડી જામી પડી, અને શ્રીમદ્ રાજચંદ્ર આ સુઘ્ધને પોતાનું હૃદયદર્શન કરાવતા ગયા. પત્રાંક૧૩૩માં પ.કૃ.દેવ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે. ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ?” આગળ જણાવે છે કે, “આપનો સમાગમ અધિક કરીને ઇચ્છું છું, ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઇચ્છું છું.” પ.કૃ.દેવ રાતદિવસ પરમાર્થ વિષયમાં રમમાણ હોવા પ. કૃ. દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા For Personal & Private Use Only ૪૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ છતાં તેમને બાહ્ય ઉપાધિ પણ એટલી જ છે. આ પરિસ્થિતિમાં શ્રીમદ્જીને શ્રી સૌભાગ્યભાઈનો સમાગમ એક સારી વિશ્રાંતિ છે. શરૂઆતથી જ પ.કૃ.દેવના દયમાં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ રહ્યો હતો. પરમાર્થ એટલે શું ? પરમ અર્થ તે પરમાર્થ. સમગ્ર વિશ્વમાં જો કોઈ પરમ અર્થ હોય, પરમ પદાર્થ હોય તો તે આત્મા જ છે. સમયસાર ગાથા-૧૫૧માં, પરમાર્થના એકાર્યવાચક બતાવ્યા છે, તે આ પ્રમાણે છે. પરમાર્થ તે નિશ્ચય કરીને સમય, શુદ્ધ, કેવલી, મુનિ, જ્ઞાની છે, એવા સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે. અર્થાતુ પરમાર્થ તે જ આત્મા છે. પરમાર્થરંગી શ્રીમદ્જીને એક પરમાર્થ પ્રત્યે એવો અનન્ય પરમાર્થ પ્રેમ લાગ્યો છે કે તેમને એક આત્મા સિવાય અન્ય કંઈ ગમતું જ નથી. જેમણે આત્માના પરમ અમૃત સુખનો રસાસ્વાદ ચાખ્યો હોય, તેને અન્ય વસ્તુમાં કેમ રસ પડે ? આત્મા અને આત્મધર્મ સિવાય તેને બીજુ કંઈ પણ કેમ ગમે ? એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી. પોતાની આવી અલૌકિક દશાનો ખ્યાલ, હદયદર્શન કોને કરાવી શકાય ? જે દયરૂપ હોય તેને જ. માટે જ પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને દયરૂપ ગણી તેમને પોતાની આત્મદશાનું દર્શન કરાવે છે. ૧૯૪૬ના આસો સુદ ૧૧ના દિવસે આત્માના પરમાનંદમાં નિમગ્ન શ્રીમદ્ રાજચંદ્ર પ્રભાતથી જ કોઈ અપૂર્વ આનંદના ઉલ્લાસમાં આવી ગયેલા. પૂર્વે ઉપશમ શ્રેણીએ ચઢતાં અગિયારમા ગુણસ્થાનકેથી પોતે કેમ પડ્યા તે સાંભરી આવેલ. તેવામાં પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈનો પત્ર આવ્યો ને તેની સાથે એક પદ મળ્યું. તેના પ્રત્યુત્તરમાં પરમકૃપાળુદેવ (પત્રાંક-૧પર)માં લખે છે કે, “પ્રભાતમાં વહેલો ઊઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું, અને મૂળપદનું અતિશય સ્મરણ થયું, એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરન્તુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળ ક્ષેપ કર્યો.” આગળ લખે છે કે, “કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું, પામશું રે કે. એવું એક પદ કર્યું. દય બહુ આનંદમાં છે.” આ પત્ર દ્વારા પરમકૃપાળુ દેવે પોતાને જે અંતરાનુભવ થયેલ છે તેનો આનંદ વ્યક્ત કર્યો છે. શ્રી સૌભાગ્યભાઈ અને પરમકૃપાળુદેવ શ્રીમદ્જીના મિલને પરમાર્થ પુરુષાર્થને પુષ્ટ કરવામાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તે શ્રીમદ્ મુંબઈથી લખેલા કારતક ૪૨ ... હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સુદ પાંચમ સંવત ૧૯૪૭ના પત્ર (આંક-૧૬૫)થી જણાય છે. પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈ માટે જે સંબોધન કરે છે તે જ આ પત્રમાં જ્ઞાનનું દ્યોતક છે. “પરમ પૂજ્ય-કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી” આ સંબોધન સૂચવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ પાસે કેવળજ્ઞાનના બીજરૂપ જ્ઞાન હતું. તે જ્ઞાન શ્રી સૌભાગ્યભાઈના નિમિત્તે સ્મરણ થવાથી પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને પોતાના સર્વોત્તમ ઉપકારી ગણાવે છે. આગળ આ પત્રમાં જ પરમકૃપાળુદેવ લખે છે કે, “આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.” આ વાક્યો દ્વારા પણ પરમકૃપાળુદેવ પૂ. સૌભાગ્યભાઈ માટે કેટલો આદર ધરાવતા હતા તે સ્પષ્ટ થાય છે. આ પત્રમાં જ આગળ લખે છે કે, “સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું?” આમ પત્રાંક-૧૬૫માં પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈની પાસે જે બીજજ્ઞાન હતું તેનો મહિમા ગાયો છે. પરમકૃપાળુ દેવ શ્રીમદ્જીના આધ્યાત્મિક જીવનમાં શ્રી સૌભાગ્યભાઈનો અનન્ય ફાળો છે. “શિક્ષામૃત” પુસ્તકમાં પૂ. શ્રી બાપુજી (પૂ. શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા) પત્રાંક-૧૬પ વિષે સમજ આપતાં – પ્રકાશ પાડતાં કહે છે કે, “સૌભાગ્યભાઈ એ પરમકૃપાળુ દેવના પરમ સખા હતા. પરમ સખા એટલે એ બન્નેના દ્ધાની વચ્ચે પડદો ન હતો. બન્ને એક જ હતા. કૃપાળુદેવને એમ થતું હતું કે, આ વનની મારી કોયલ, મારો જન્મ અત્યારે કેમ થયો ? આ કાળમાં કોની પાસે મોટું ઉઘાડવું ? તેઓ અધ્યાત્મની વાત સૌભાગ્યભાઈ સાથે જ કરતા હતા. જો સૌભાગ્યભાઈ ન હોત તો આ વચનામૃત ન હોત. વારે ઘડીએ સૌભાગ્યભાઈને લખે કે કાંઈ જ્ઞાનવાર્તા લખજો. સૌભાગ્યભાઈ સાથે સાયલામાં વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. સૌભાગ્યભાઈ કૃપાળુદેવ કરતાં લગભગ બમણી ઉંમરના મોટા હતા છતાં સખા હતા. એમનો પૂર્વભવનો આ આધ્યાત્મિક ઋણાનુબંધ હતો. એટલે સાત વર્ષ એ બન્નેનો આધ્યાત્મિક સંબંધ રહ્યો, એમાં કુલ પ૬૦ દિવસ કૃપાળુદેવ અને સૌભાગ્યભાઈ ભેગા રહ્યા છે. પ.કૃદેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા ૪૩ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વર્ષમાં સરેરાશ એંશી દિવસ ભેગા રહ્યા હતા. એ જ્યાં જાય ત્યાં એ ભેગા જ રહે.” વર્ષ બદલાય એટલે કૃપાળુદેવ પહેલો કાગળ સૌભાગ્યભાઈને લખે. સૌભાગ્યભાઈનો દેહ રહ્યો ત્યાં સુધી કૃપાળુદેવે એ પ્રમાણે પત્ર લખ્યો છે. આ પત્ર જ્ઞાનપાંચમના દિવસે લખેલો છે. તેઓ લખે છે કે, પરમ પૂજ્ય કેવળબીજ સંપન્ન, એટલે જેની પાસે કેવળનું બીજ છે, જેને એ પ્રાપ્ત કર્યું છે એવા. એ કેવલબીજ કોનું નામ ? ગુરુગમતું. એમાંથી જ કેવળ વૃક્ષ થાય. પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈ પર મુંબઈથી લખેલ પત્ર(આંક-૧૭૦)માં લખે છે કે, “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે.” આ વાક્યો દ્વારા પરમકૃપાળુદેવે ગ્રંથિભેદ થયાના આનંદ-ઉલ્લાસની મહત્ત્વની વાત શ્રી સૌભાગ્યભાઈને લખી તે શ્રી સૌભાગ્યભાઈની પાત્રતા સૂચવે છે. આ પત્રમાં જ આગળ લખે છે કે, “આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણજો.” શ્રી સૌભાગ્યભાઈને અધ્યાત્મ માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતા આ જ પત્રમાં આગળ લખે છે કે : સદ્દગુરુ આશ્રય તથા આજ્ઞાપાલનનું મહત્ત્વ જણાવતાં ઉપશમ તેમ જ ક્ષપક શ્રેણીએ ગુણસ્થાનક આરોહણની અનુભવસિદ્ધ વાત કરતાં આ જ પત્રમાં પ.કૃ.દેવ લખે છે કે, “ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થકરના દયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.” પૂર્વે ઉપશમ શ્રેણીમાં આગળ વધેલા શ્રીમદ્જીના આત્માએ પ્રત્યક્ષ દર્શનના અભાવે માર્ગના અજાણપણાને કારણે અગિયારમે ગુણસ્થાનકેથી પછડાટ અનુભવી હતી. આ ભવમાં ગ્રંથિભેદ કરી આત્મદર્શનને પામી ચોક્કસપણે કેવળજ્ઞાન પામવા માટે અધિકારી બન્યો છે એવો સમ્યક્ પુરુષાર્થનો હર્ષોલ્લાસ આ પત્ર દ્વારા શ્રી સૌભાગ્યભાઈ જેવા યોગ્ય પુરુષને આલેખે છે. આવી મહત્ત્વની ઉચ્ચ દશાની પ્રગતિની ४४ દયસખા શ્રી સૌભાગ્ય રીતit For Personal Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વાત સૌ કોઈને કહી શકાય નહીં અને કહે તો પણ તે સમજનાર પાત્ર યોગ્ય ન હોય તો અનર્થ થાય. શ્રી સૌભાગ્યભાઈ એકમાત્ર પુરુષ એવા હતા કે જેઓ પરમકૃપાળુદેવના અંતરંગને જાણી-સમજી શકતા ને માટે જ પરમકૃપાળુદેવ પોતાનું દ્ભય નિઃસંકોચપણે ખોલતા. મુંબઈથી કારતક વદ નોમ, શુક્રવાર ૧૯૪૭ના પત્રની શરૂઆતમાં (આંક-૧૭૬) પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈ વિષે જે સબંધોન કરેલ છે તે સંબોધન જ શ્રી સૌભાગ્યભાઈની ઉચ્ચ દશા સૂચવે છે. તેઓ લખે છે કે, “જીવન્મુક્ત સૌભાગ્યમૂર્તિ સૌભાગ્યભાઈ” અહીં શ્રી સૌભાગ્યભાઈને “જીવન્મુક્ત” એવું વિશેષણ આપી તેઓની અભુત દશાનું વર્ણન કરાવેલ છે. વળી આ પત્રમાં જ સર્વે મુમુક્ષુ જીવને બંધનમાંથી છૂટવા માટે દઢ સંકલ્પ કરાવતાં તેઓશ્રી લખે છે કે, “દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે, છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે. તો પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દેઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે, અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે.” માત્ર છૂટવાની દઢ ઇચ્છા જ જીવનમરણના ફેરામાંથી મુક્તિ અપાવશે એવી ખાતરી આપ્યા પછી તેમાં પોતાના જીવનની જ સાક્ષી પૂરે છે ! | મુંબઈથી ફાગણ સુદ આઠમ, ૧૯૪૭ના લખેલ પત્રામાં (આંક-૨૧૫) પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે.” વળી આગળ લખે છે કે, “આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. આમ લખીને પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈની જડ ચેતનનો વિવેક કરતી સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરી, આ દુષમ કળિકાળમાં તેમનો સાથ મળ્યો છે તેની ધન્યતા સ્વીકારી છે. જો પરમાત્મા સાક્ષાત્ પ્રગટ થાય તો શ્રી સૌભાગ્યભાઈ એક એવા વિરલ ભક્તિમાન પુરુષ છે કે જેમને જોઈ પરમાત્મા પણ પ્રસન્ન થાય. | મુંબઈથી ૧૯૪૭ના માહ સુદના લખેલ પત્ર (આંક-૨૧૭)માં પરમકૃપાળુદેવ લખે છે કે, “વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ”, “વનમાં જઈએ” એમ થઈ આવે છે. આપનો નિરંતર પ.કૃ.દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા ૫ For Personal Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે.” શ્રી સૌભાગ્યભાઈનો નિરંતર સંગ ઇચ્છતા શ્રીમદજીને જો શ્રી સૌભાગ્યભાઈનો સતત સહવાસ પ્રાપ્ત થાય તો ઘરમાં પણ વનવાસની અસંગતા પ્રાપ્ત થાય એમ છે. એમ એમને લાગે છે, તેનો ખ્યાલ તેમણે આ પત્રમાં આપેલ છે. મુંબઈથી ચૈત્ર વદ નોમ, રવિવાર, ૧૯૪૭ના પત્રમાં (આંક-૨૪૦) પરમકૃપાળુદેવ લખે છે કે, “હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો, કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. માટે સૌભાગ્યભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.” આ પત્ર ખંભાતના મુમુક્ષુજન પર લખાયેલ છે તેમાં દર્શાવ્યા પ્રમાણે શ્રી સૌભાગ્યભાઈ એવા સત્પુરુષ છે કે, તેમની સાથેનો પત્રવ્યવહાર મુમુક્ષુઓ માટે પોષણરૂપ-માર્ગદર્શન રૂપપ્રેરણારૂપ નીવડશે એમ પરમકૃપાળુદેવ માને છે. આમ લખીને શ્રી સૌભાગ્યભાઈને સત્પુરુષ તરીકે સ્વીકારેલ છે, તેમ જ મુમુક્ષુજનો માટે તેઓની મહત્તા પ્રસ્થાપિત કરેલ છે. ધન્ય છે એવા શ્રી સૌભાગ્યભાઈને ! મુંબઈથી વૈશાખ સુદ સાતમ, શુક્રવાર ૧૯૪૭ના પત્રમાં (આંક-૨૪૪) પરમકૃપાળુદેવ પૂ. શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે, પરબહ્મ-વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે, ક્યારેક તો તે માટે આનંદકરણ બહુ સ્ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી, અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવો વ્યવહાર માર્ગ છે, પણ અમને આ પરમાર્થ માર્ગમાં શાતા પૂછનાર મળતો નથી, અને જે છે તેનાથી વિયોગ રહે છે, ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માનીએ છીએ.” પરમકૃપાળુદેવની કેવી આંતરદશા છે ! એમને કંઈ ને કંઈ (અભેદ) વાત સમજાય છે પણ તે વાત તેઓ કોઈ પાસે કરી શકતા નથી. હવે આવી પરિસ્થિતિમાં દિલમાં સ્વાભાવિક વેદના ઉભરાય છે. જ્યારે વેદના હોય ત્યારે કોઈક શાતા પૂછનાર હોય તો જીવને સારું લાગે છે એવો સામાન્યતઃ વ્યવહાર માર્ગ છે. હવે જો કોઈ શાતા પૂછનાર હોય તો તે એકમાત્ર શ્રી સૌભાગ્યભાઈ જ છે. પણ શ્રી સૌભાગ્યભાઈ તો મુંબઈથી દૂર સાયલા બેઠા છે તેથી તેમનો વિયોગ પરમકૃપાળુદેવને ખૂબ જ સાલે છે. અને લખે છે કે, કોઈપણ પ્રકારે શાતા પૂછવામાં આવે તો સારું ! શ્રી સૌભાગ્યભાઈ જ યોગ્ય પાત્ર છે, પરમ સખા છે, હૃદયરૂપ છે હૃદયસખા શ્રી સૌભાગ્ય ૪૬ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ એનો અહીં સ્પષ્ટ સ્વીકાર છે. | મુંબઈથી અષાડ સુદ તેરસ, ૧૯૪૭ (આંક-ર૫૫)ના પત્રમાં પણ પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈનો સત્સંગ કેટલો ઇચ્છે છે તે આ વાક્ય પરથી સ્પષ્ટ થાય છે : “અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ.” એ જ રીતે મુંબઈથી અષાડ વદ બીજ ૧૯૪૭ના (પત્રાંક-૨૫૬) પત્રમાં પણ શરૂઆતમાં લખેલ છે કે, “અથાગ પ્રેમે તમને નમસ્કાર.” આ વાક્યમાં કેટલો ભાવ ભર્યો છે ! પરમકૃપાળુદેવના મનમાં શ્રી સૌભાગ્યભાઈ વિષે જે પ્રેમાદર છે તે સુંદર રીતે પ્રતીત થાય છે. વળી મુંબઈથી શ્રાવણ સુદ અગિયારસ, બુધવાર ૧૯૪૭(આંક-ર૫૯)માં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યેના પરાકાષ્ઠાને પામેલા ભાવોને વ્યક્ત કરતાં લખે છે કે, “તમે અમારે માટે જન્મ ધર્યો હશે, એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.” શ્રી સૌભાગ્યભાઈના સહવાસથી પરમકૃપાળુદેવ જેવા યોગનિષ્ઠ મહાત્માને પોતાનો મનુષ્યભવ સાર્થક થયેલો જણાયો છે. શ્રી સૌભાગ્યભાઈનો ઉપકાર એટલો મહદ્ રીતે વેદાયો છે કે તેનો પ્રતિ ઉપકાર ન વાળી શકાય તે માટે શ્રી સૌભાગ્યભાઈને નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ એમ કહે છે. જેના થકી ઉચ્ચ અધ્યાત્મ દશા પ્રાપ્ત થઈ છે તેવા શ્રી સૌભાગ્યભાઈની સારસંભાળ લઈ તેઓને પણ પરાભક્તિ સુધી લઈ જઈ હરિના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન કરાવવા પાછા પોતે નિમિત્ત બનશે એ પોતા માટે મોટો ભાગ્યોદય માને છે. પરમકૃપાળુદેવનાં આ વચનો શ્રી સૌભાગ્યભાઈ સાથેના આંતરિક સંબંધ ઉપર વેધક પ્રકાશ પાડે છે. બાહ્ય પ્રકારની કોઈ ઇચ્છા કે સ્પૃહા રહી નથી એવા પુરુષ આ વાક્ય લખે ત્યારે તેઓને આંતરિક લાભ કેટલો થયો હશે એનું અનુમાન જ આપણે કરવાનું રહ્યું. કારણ એ અનુભવની વાત અનુભવ વિના કેમ જણાય કે સમજાય? વવાણિયાથી (પત્રાંક-૨૮૨) લખેલા પત્રમાં પરમકૃપાળુદેવ લખે છે કે, “હાલ તો અમને કંઈ ગમતું નથી અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. પરમકૃપાળુદેવના સંત Æયમાં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે પ્રશસ્ત ભાવ-ઉદધિ ઉભરાઇ રહ્યો છે. મોરબીથી લખેલા પત્ર ક્રમાંક-૩૦૬ એકવચનીય પત્રમાં સાગર ગાગરમાં સમાવી દઈએ તેવી રીતે તે અસીમ ભાવને પ્રગટ કરતાં લખે છે. “શ્રી સુભાગ્ય પ્રેમ પ.કૃ. દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા S For Person Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ સમાધિ વિષે વર્તે છે”-શ્રીમદ્ જેવા અધ્યાત્મમૂર્તિ જગત માટે અપ્રગટ છે પણ શ્રી સૌભાગ્યભાઈના હૃદયમાં તો તેઓ સાવ સ્પષ્ટ પ્રગટ છે અને શ્રી સૌભાગ્યભાઈ શ્રીમજી પ્રત્યેની પ્રેમસમાધિમાં પ્રવર્તન કરી રહ્યા છે. શ્રી સોભાગભાઈની આર્થિક સ્થિતિ સારી નહોતી તે બાબતની ચિંતા પોતે પત્ર દ્વારા શ્રીમદ્જીને સરળતાથી લખી જણાવતા. રિદ્ધિસિદ્ધિ યોગની યાચના પણ કરતા. નિઃસ્પૃહ શ્રીમદ્જી પોતાના પરમાર્થસખાને સાંકડી સ્થિતિમાં પડવા નહિ દેતાં સન્માર્ગમાં સ્થિર કરતા. કલ્યાણમૂર્તિ શ્રીમજી શ્રી સોભાગભાઈને દુઃખમાં આશ્વાસન તથા દિલાસારૂપે લખે છે કે, “તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ૧૪ વર્ષના દુઃખનો દિવસ પણ નથી. પાંડવના ૧૩ વર્ષના દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ પણ નથી. સંસારની જાળ જોઈ ચિન્તા ભજશો નહિ. ચિન્તામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનાં લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે સતુ જ આચરે છે; પારમાર્થિક વૈભવથી મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું જ્ઞાની ઇચ્છ નહીં કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” પરમકૃપાળુદેવ અવારનવાર શ્રી સોભાગભાઈના ઘરે સાયલા પધારતા, ત્યારે શ્રી સોભાગભાઈના પુત્રો શ્રી મણિલાલ તથા શ્રી ચંબકલાલ સેવામાં હાજર રહેતા. પરમકૃપાળુદેવ પ્રત્યે તેઓ બન્નેને શ્રદ્ધાન હતું. તેઓ બન્ને પર વિશેષ પરમાર્થ રંગ ચડે, ધર્મના અનુરાગી બને તે અર્થે શ્રી સોભાગભાઈ પરમકૃપાળુદેવને વિનંતી કરી કહેતા કે, “છોકરાઓને એવું કાંઈ લખીને મોકલો કે એ વાંચે અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઈ જાય.' તેથી કરુણાસિન્ધ પરમકૃપાળુદેવે પત્રાંક-૨00 વચનાવલી લખી મોકલાવેલ કે જે જ્ઞાનમાર્ગની શ્રેણી છે, મોક્ષમાર્ગની નિસરણી છે. શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી, શ્રી સોભાગભાઈના અંતઃકરણમાં અધ્યાત્મનો ઉદ્યોત થયો. પોતાના હદય આસને શ્રીમદ્જીને સ્થાપી, અનન્ય પ્રેમ, નિશદિન તેઓ પૂજા કરતા. અખંડ શ્રદ્ધા અને સરળ મનોવૃત્તિએ, અલૌકિક પરિણામ અપાવ્યું. શ્રીમદ્જીને સાયેલાથી વળાવતી વખતે પોતાના દયનો આનંદ-ઉલ્લાસ તથા ભક્તિની ખુમારીને અભિવ્યક્ત કરતા શ્રી સોભાગભાઈ શૂરાતનથી શ્રીમદ્જીને કહે છે, “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સામે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો” તે જ ભાવને અનુસરતો પત્ર લખે છે કે, ખીલાથી વળગ્યો રહે તો ४८ . દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વાળ વાંકો ન થાય. તો મારે એમ જ છે. અમે કાંઈ સમજતા નથી ને અમારે જ્ઞાન જોતું નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત-દિવસ મારે તો આપનું જ છે.” “માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. વળી આ શબ્દો દ્વારા શ્રી સૌભાગ્યભાઈ પણ તીવ્ર જ્ઞાનપિપાસુ છે એમ સિદ્ધ થાય છે. શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરભાઈ અવારનવાર પત્રો દ્વારા પ..દેવને લખતા કે ઘણા જીવોના ઉદ્ધાર અર્થે તમો બહાર આવો, માર્ગ પ્રગટપણે બતાવો. આના પ્રત્યુત્તરમાં પરમકૃપાળુદેવ લખે છે કે, “અમારી ઇચ્છા તો છે, પરંતુ જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન કરીએ ત્યાં સુધી માર્ગ પ્રગટ કહેવાની ઇચ્છા નથી. હાલ તો ગુપ્ત રહેવા ઇચ્છા છે અને હરિ પણ એમ જ ઇચ્છે છે એમ લાગે છે.” પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહિ અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહિ ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહિ અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે, અમે તો દીન માત્ર છીએ.” વિશેષમાં જણાવે છે કે “યથાપ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થતાં, ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પુરુષો પ્રકાશતા નથી. અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે, સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે.” પ.ક.દેવ પત્ર (આંક-૩૫૭)માં લખે છે કે, “સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિ યોગનો જે ઉદય તે પણ વેદ્યા વિના ઉપાય નથી. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિના કારણ રહ્યા નથી.” | મુંબઈથી વૈશાખ વદ છઠ્ઠ, ભોમ, ૧૯૪૮ના (પત્રાંક-૩૬૮) લખાયેલ પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને પોતાની અદૂભૂત આંતરિક દશા વિષે જે વર્ણન લખે છે તે જોઈએ. “મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી, સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું કે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.” વ્યક્તિ હમેશાં પોતાના હદયના ભાવ જે સમજી શકે-ઝીલી શકે એવા પાત્ર હોય તેની પાસે જ વ્યક્ત કરવા ઇચ્છે છે. આવી વ્યક્તિની સંખ્યા પ.કૃદેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા ૪૯ e Use Only For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ઓછી જ હોય. તેમાં પણ પરમકૃપાળુદેવના જીવનમાં તો આવી એક જ મુખ્ય વ્યક્તિ તે શ્રી સૌભાગ્યભાઈ છે. આ તો જુઓ ! પરમકૃપાળુદેવે મુંબઈથી શ્રાવણ વદ ચૌદશ, રવિવાર, ૧૯૪૮ (પત્રાંક-૩૯૮)ના લખેલા પત્રમાં શ્રી સૌભાગ્યભાઈ વિષે કરેલ સંબોધન. “સ્વતિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (.)ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી “સુભાગ્ય”, તેમના પ્રત્યે. આ સંબોધન પરથી તો જો નિષ્કામ સ્વરૂપ શ્રી સૌભાગ્યભાઈનું શ્રીમદ્જી જેવા યોગેશ્વરને પણ વારંવાર સ્મરણ થતું હોય તો આપણા જેવા મુમુક્ષુવર્ગને તો તે બન્નેનું સ્મરણ અહોનિશ રહેવું જોઈએ. પરમકૃપાળુદેવ સર્વ મુમુક્ષુ જીવોને ભલામણ કરે છે કે, મુમુક્ષ પુરુષોએ અનન્ય પ્રેમ સેવન કરવા યોગ્ય એવા શ્રી સૌભાગ્યભાઈ છે. પરમકૃપાળુદેવ ક્યારેય અતિશયોક્તિ કરતા નથી. તેઓ જે શબ્દોનો ઉપયોગ કરતા તે ખૂબ વિચારીને, કહો કે તોળી તોળીને કરતા હતા. “પરમ સરળ” અને “શાંતમૂર્તિ” જેવાં વિશેષણો વાપરી શ્રી સૌભાગ્યભાઈના એવા ગુણો પ્રત્યે અંગુલિનિર્દેશ કરેલ છે કે, આવા ગુણો દરેક મુમુક્ષુજનમાં હોવા જરૂરી છે. પત્રાંક-૪૦૨ જે પણ મુંબઈથી ભાદરવા સુદ સાતમ, સોમવાર, ૧૯૪૮ના પરમકૃપાળુદેવે લખેલ છે. તેમાં જે સંબોધન કરેલ છે તે દ્વારા આપણને ઘણું ઘણું જાણવા મળે છે. લખે છે કે, “સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા દૃષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે.” આમાં પણ સ્પષ્ટ લખેલ છે કે, શ્રી સૌભાગ્યભાઈ મુમુક્ષુજનોના પરમ હિતસ્વી હતા. મુંબઈથી પ્રથમ અષાડ વદ ત્રીજ, રવિવાર, ૧૯૪૯ના (પત્રાંક-૪૫૩) લખેલ પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “શું લખીએ ? અને શું કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનતિ.” જે સુધારસ બીજજ્ઞાનની યોગક્રિયાના સસાધન વડે શ્રીમદ્જીએ સ્વયં અપૂર્વ આરાધન કર્યું તેનું સ્મરણ શ્રી સૌભાગ્યભાઈ થકી થયું હતું. શ્રી અંબાલાલભાઈ જેવા મહામુમુક્ષુની યોગ્યતા હવે પૂર્ણ છે એવું મંતવ્ય જ્યારે શ્રી સૌભાગ્યભાઈએ આપ્યું ત્યારે શ્રીમદ્જીએ શ્રી સૌભાગ્યભાઈને જ પત્રમાં ભલામણ કરી કે જો અવસર પ્રાપ્ત થાય તો સુધારસ સંબંધી વાતચીત તમે શ્રી અંબાલાલભાઈને કરશો. ૫) . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મુંબઈથી શ્રાવણ સુદ બીજ, બુધવાર, ૧૯૫૧ (પત્રાંક-૬૨૩)ના લખેલા પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈની સત્સમાગમની તીવ્ર ઇચ્છાને અનુલક્ષીને લખે છે કે, “વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય એવી બીક રહે છે.” આમ લખીને પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે જે વિનયયુક્ત વ્યવહાર કરે છે તે સર્વ મુમુક્ષુજનોએ હૃદયગત કરવા જેવો છે. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે કેવો ઉત્કૃષ્ટ દિવ્યભાવ હતો તે પરમકૃપાળુદેવ પર લખાયેલ પત્રમાં વિદિત થાય છે. ખંભાતથી પ્રસિદ્ધ થયેલ “સત્સંગ સંજીવની” નામના પુસ્તકમાં ૪૯મા પાને પત્ર ક્રમાંક-૪૭માં તેઓ લખે છે. કે, “ પૂજય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનું જે કુળમાં ઉત્પન્ન થવું થયું છે તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યોને પણ પરમાર્થ પ્રાપ્ત થવાનું એવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે.” પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી સૌભાગ્યભાઈને જે ભવ્ય અંજલિ અર્પલ છે તે હાથનોંધ ૨/૨૦ પાના નંબર-૮૨૪ (શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક) પર છપાયેલ છે તે જોઈ આ પ્રકરણ પૂર્ણ કરીશું. “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગદર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિને વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.” પરમકૃપાળુદેવે જે નમસ્કાર કર્યા છે તે સમ્યગદર્શન, શ્રી જિન વીતરાગ, શ્રી કુંદકુંદાદિ આચાર્યોની અનુક્રમ પંક્તિમાં પૂજય શ્રી સૌભાગ્યભાઈને દર્શાવી તેમની મહત્તા જ પ્રદર્શિત કરેલ છે. પ.કૃ. દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા ૫૧ For Pers Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શોભે સૌભાગ્યજી.... (રાગ... આ તો લાખેણી આંગી કહેવાય...) મને વ્હાલું શ્રી સાયલા ગામ, શોભે સૌભાગ્યજી ! મહાભાગ્ય ! ઉદય થયો આજ, ભેટ્યા સૌભાગ્યજી ! પ્રભુ મિલન મોરબી (જેતપર) ગામે થયું, ત્યારે હૈયું આનંદથી છલકી રહ્યું, | દર્શનનો અપૂર્વ પ્રભાવ !... શોભે સૌભાગ્ય... પૂર્વ ભવની અનુસંધી આવી મળી, અણસારે ઓળખી લીધા “શ્રી હરિ કર્યું સર્વાર્પણ તેણીવાર... શોભે. પ્રભુ અદ્ભુત અંતરવૃત્તિ સમજે, તેને પગલે અનુસરવા પ્રશ્ન પૂછે, | ક્યારે પધારશો વનવાસ ?. શોભે. એની અલૌકિક ઉત્કૃષ્ટ ભક્તિ જોઈ, પરમાત્મા પ્રસન્ન થયા કૃપા ઘણી, | સર્વોત્તમ પ્રજ્ઞાને એ નમસ્કાર. શોભે. ભક્ત ભગવાન પરસ્પર સત્સંગ ઇચ્છ, નિરંતર એકરૂપ રહેવા ઝંખે, ભગવંત વત્સલતા અપાર... શોભે. છ છ માસથી વિનંતી પત્રો લખે, એનું હૈયું પિયુ પિયુ લગની રટે, સહેવાય નહીં વિરહો લગાર... શોભે. બોધમૂર્તિ પધાર્યા ઘર આંગણિયે, ઊભી શેરીમાં કિનખાબ પાથરીએ, ગાવે મહિમા પ્રભુનો અપાર... શોભે. જ્ઞાનધારાનો મૂળમાર્ગ પૂર્ણ કહ્યો, એથી ઈશ્વરના ઘરનો મર્મ લહ્યો, કલ્પદ્રુમની છાયા આધાર... શોભે. મુમુક્ષુ તેડાવે ઘર સ્નેહે કરી, રાજવાણી ચખાવે હૈયું ભરી, ગાવો ગાવો પ્રભુના ગુણગાન... શોભે. દિવ્ય ધ્વનિથી અમૃતધારા વરસે, એ સુણી સૌભાગ્યનું મનડું હરખે, વરસ્યા વરસ્યા ત્યાં મેઘ આખી રાત... શોભે. રાજવાણીના મર્મને પારખી ગયા, અપૂર્વ રહસ્યો પામી ગયા, સૌભાગ્ય મૂર્તિ ! સૌભાગ્ય !... શોભે. રાતદિવસ “સહજાત્મ'ની લગની રહે, ભેદજ્ઞાન અનુભવની જયોતિ ઝગે, દઢ મોહનો તોડ્યો છે પાસ, કરું વંદન પડીને પાય.... શોભે. ખંભાતસ્થિત પૂ.ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબે આ પદ રચેલ છે. આ પદમાં પ.કૃ.દેવ તથા પૂ. શ્રી સૌભાગ્યભાઈનો આંતરિક સંબંધ ભાવપૂર્ણ રીતે વ્યક્ત કરેલ છે. પર હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૬ આjક અસ્થિરતા મળે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી સમૃદ્ધિ અને બાહ્ય વૈભવ એ જ સાચું સુખ છે એમ જગતના તમામ અજ્ઞાની જીવોની માન્યતા છે. સત્તા અને સંપત્તિના લોભથી થોડા જ મનુષ્યો છૂટી શક્યા છે. જયારે પુણ્યકર્મનું પ્રારબ્ધ બદલાય છે ત્યારે બાહ્ય સંજોગો પ્રતિકૂળ બને છે. સમજણના અભાવે જીવ ચિન્તાથી ઘેરાઈ જાય છે અને આર્ત અને રૌદ્ર પરિણામ ધારણ કરી અનંત કર્મો બાંધી લે છે. આવું જ બન્યું હતું. શ્રી સોભાગભાઈના જીવનમાં. આર્થિક રીતે સાંકડી સ્થિતિમાં આવી ગયેલા શ્રી સોભાગભાઈને નગરશેઠનો મોભો સાચવવો તથા કુટુંબનિર્વાહનો મોટો પ્રશ્ન હતો. અર્થ કમાવવા માટે જે કંઈ પુરુષાર્થ કરતા તે બધા નિષ્ફળ જતા હતા તેથી તેઓ સતત ચિત્તિત રહેતા. સૌભાગ્યભાઈની બાહ્ય પરિસ્થિતિ ભલે નબળી હોય અને તેમ વિચારતાં એવું લાગે કે પૂર્વેનાં કર્મોએ જીવનનું સુખ ઝૂંટવી લીધું પરંતુ ખરેખર સૂક્ષ્મતાએ વિચારીએ તો શ્રીમદ્જી જેવા નિઃસ્પૃહ મહાત્માનું સાંનિધ્ય પામી સોભાગભાઈ ખરેખર તેમના નામ પ્રમાણે ઉત્કૃષ્ટ સદ્ભાગ્ય લઈને જન્મ્યા હતા. પુણ્યાનુબંધી પુણ્યનો સંચય એટલો વિપુલ પ્રમાણમાં હતો કે પરમકૃપાળુદેવ જેવા પરમજ્ઞાની પુરુષના હદયમાં તેઓને સ્થાન પ્રાપ્ત હતું. કપટ અને દંભ રહિત શ્રી સોભાગભાઈ સર્વાગીપણે શ્રીમદ્જીને સમર્પિત હતા. દ્ધયના ભાવો અને મનના વિચારો નિખાલસતાપૂર્વક કૃપાળુદેવને કહી જતા. શિષ્ય જ્યારે જ્યારે કાંઈ પણ ગોપવ્યા વગર મુક્તકંઠે પોતાની નબળાઈની જાહેરાત કરે છે ત્યારે ત્યારે કરુણાનિધાન, ક્ષમાસાગર એવા સદ્ગુરુ સતુ ઉપદેશ દ્વારા શિષ્યની સારસંભાળ લેતા હોય છે. આમ સોભાગભાઈને સદ્ગુરુ શ્રીમદ્જી સાચવી લે છે. | . ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ “અધ્યાત્મ રાજચંદ્ર” ગ્રંથમાંના આ વિષયને ખૂબ સુંદર અને ન્યાયપૂર્ણ રીતે રજૂ કરેલ છે. તે પુસ્તકના-૭રમાં પ્રકરણમાંથી અવતરણો લઈ અહીં પ્રસ્તુત કરેલ છે. જે ચિંતાના ઉપદ્રવે તમે મુંઝાઓ છો, તે ચિંતા ઉપદ્રવ કોઈ શત્રુ નથી. (અં.૪૪૩) સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. (અં.૪૬૧) વ્યવહાર ચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી રહેતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ આર્થિક અસ્થિરતા મધે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી ૫૩ For X ivate Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અસ્થિરતા મધ્યે આધ્યિાત્મિક સ્થિરતા ‘જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.' (પત્રાંક : ૩૬૦) Jain Education international For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારચિંતાનું અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ. (અં.-૨૫૦) આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.” (અં.-૪૯૪) આમ વ્યવહારચિંતાથી આકુલ પરમાર્થ સુહૃદુ હૃદયરૂપ સૌભાગ્યને ખરા હૃદયનું આશ્વાસન આપતાં શ્રીમદ્ પ્રાપ્ત ઉદયને સમભાવે વેદવો અને આકુળતા ન રાખવી એમ ખેદહારક ઉત્સાહપ્રેરક બોધ આપતા. આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે. ગુરુઅનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો તે પણ જાણીએ છીએ. ગમે તેવા દેશકાળને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇડ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. (અં.-૩૧૩) સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે. (અં.-૩રર) પોતાની કફોડી સ્થિતિ નિવેદન કરી પરમાર્થશિષ્ય સૌભાગ્યે ક્વચિત્ ગુરુ અનુગ્રહથી શિષ્યનું અમુક દુઃખ ટળ્યું એવી વાર્તા લખી શ્રીમદ્ જેવા પરમાર્થ ગુરુ પ્રત્યે આડકતરી ગર્ભિત સ્પૃહા દર્શાવી હશે કે આપ જેવા પરમ સમર્થ ગુરુના અનુગ્રહથી કોઈ રીતે અમારું આ દુઃખ ટાળો–આ ચિંતા મટો, એના ઉત્તરમાં પરમાર્થ ગુરુ શ્રીમદે અત્રે જણાવ્યું જણાય છે કે “એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે, અને એટલે જ અત્રે માર્મિક પણે એ પણ સૂચવી દીધું છે કે “જ્ઞાની અન્યથા કરે નહીં—પારમાર્થિક આર્થિક અસ્થિરતા મધ્યે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી ૫૪ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વૈભવથી સાંસારિક ફલપ્રદાનરૂપ અન્યથા પ્રકાર આચરે નહીં, જ્ઞાનીપુરુષોની સનાતન પ્રણાલિકાથી અન્ય પ્રકારે વર્તે નહીં, અને સૌભાગ્યનો તેવા પ્રકારનો ઉદય દેખી શ્રીમદ્ સૌભાગ્યને પ્રસંગવશાત્ ચેતવતા પણ ખરા કે – “જયારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે; એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. (અં.-૫૪૪) એમ પ્રારબ્ધોદય નબળો હોય ત્યારે વિશેષ પ્રવૃત્તિ ન કરવાની વાત સમજાવવા શ્રીમદ્ પ્રયત્ન કરતા અને “મુઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે થતી નથી; અને આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે.” (અં.૫૪૪) એ વાતનું સ્મરણ આપી, સૌભાગ્યને નહીં મુઝાવાનો અને આર્તધ્યાન ધરી જ્ઞાનીના માર્ગ પર પગ નહીં મૂકવાનો માર્મિક બોધ આપતા. આમ છતાં વ્યાવહારિક કઠણાઈ બાબત શ્રી સૌભાગ્યભાઈ શ્રીમદ્રને પોતાની મૂંઝવણ લખતા-“કઠણાઈ રહ્યા કરે છે, તેનો અત્યંત માર્મિક ઉત્તર (અ.રર૩) આપતા શ્રીમદે માર્મિક પણે જણાવ્યું છે કે – “પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું અથવા તો ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે.” તેમ જ બીજા પત્રમાં (અં.-૨૩૩) પણ આ પરમાર્થસખાનો મોહ-શોક દૂર કરવા શ્રીમદ્ તેવો જ ભાવ દર્શાવે છે : “ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? વળી સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તો મુમુક્ષુને સંસારથી તરવા બરાબર છે, કારણ કે આ સંસારસ્વરૂપની સ્પષ્ટ વિચારણાનો વખત તેવા પ્રતિકૂળ પ્રસંગમાં વિશેષ હોય છે.” આમ આ અમૃત વચનોમાં સૌભાગ્યની તથા બીજા મુમુક્ષુ જીવની પરમાર્થહિત વાર્તા લખી પરમ અનુકંપાસંપન્ન પરમકૃપાળુ શ્રીમદ્ આ અમૃતપત્રના અંતે પોતાનો અંગત અંતર્ગત પૂર્ણ સહાનુભૂતિપૂર્ણ ઉદાત્ત વિચાર પણ આ અમૃત શબ્દોમાં વ્યક્ત કરી દે છે. (પત્રાંક : પ૫૦) “મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે. તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા પપ ... હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અનુકંપા યોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમ કે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગેના વિચારનો છે. અને તેવી આચરણા સત્પુરુષને નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે સેવાચાકરી થતા હોય તો તેને સત્પરુષે પણ ઉપશમાવવાં જોઈએ.” આ અમર શબ્દોમાં શ્રીમદે પરમાર્થસુહૃદ સૌભાગ્ય પ્રત્યેની પોતાની પૂરેપૂરી સાનુકંપ સહાનુભૂતિ દર્શાવી દીધી છે, અને કોઈપણ મુમુક્ષુ સત્પાત્રઅનુકંપાયોગ્યની- તેને જણાવ્યા સિવાય'- ડાબો હાથ આપે ને જમણો ન જાણે એવી ગુપ્ત રીતે યથાશક્ય સેવાચાકરી કરવાની પોતાની અંતરધારણા-ઉદાત્ત ભાવના અત્ર વ્યક્ત કરી છે. આવા પરમ પરમાર્થહિતસ્વી અમૃત વચનો પ્રકાશી નિષ્કારણ કરુણાસાગર પરમકૃપાળુ શ્રીમદે, સાંકડી સ્થિતિમાં વર્તતા પોતાના પરમાર્થસુદ સૌભાગ્યનું પતન ન થવા દેતાં, પરમાર્થમાં અનન્ય અદૂભુત સ્થિરીકરણ કર્યું હતું. ખરેખર ! સૌભાગ્ય જેવા પરમાર્થશિષ્યને શ્રીમદ્ જેવા પરમાર્થગુરુએ આવું “પરમાર્થમાં સ્થિરીકરણ કર્યું, તે જગતમાં સર્વ કોઈએ ધડો લેવા લાયક અદ્ભુત દાખલો છે. જગતમાં એવા ઘણાય હોય છે કે જેની પાસે કાંઈ લબ્ધિસિદ્ધિ હોતી નથી છતાં હોવાનો દંભ રાખી–ડોળ કરી શિષ્યને લાલચ-સકામ બનાવે છે અને આમ લોભી ગુરુને લાલચુ ચેલા, દોનું નરકમે ઠેલંઠેલા” એવા દાખલા ઠેર ઠેર જોવા મળે છે; પણ જેને ખરેખર અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટી હતી એવા શ્રીમદ્ જેવા પરમ નિષ્કામ પરમ પરમાર્થગુરુએ કિંચિત્ ક્વચિત્ સકામ શિષ્યની કામનાને પણ નિષ્કામ-નકામી બનાવી દીધી, એવો દાખલો તો જવલ્લે જ જોવા મળે છે. અને એ જ વસ્તુ પુણ્યશ્લોક શ્રીમનો પરમ ઉદાત્ત અદ્ભુત મહિમાતિશય પ્રકાશે છે.” આમ સ્થિતિ હોવાથી સૌભાગ્યનું પરમાર્થ પતન ન થાય અને પરમાર્થમાં સ્થિરીકરણ થાય એ અર્થે પરમ પરમાર્થહિતસ્વી શ્રીમદ્, ગમે તેટલી વિપત્તિઓ પડે તો પણ જ્ઞાની દ્વારા સાંસારિક ફલની ઇચ્છા કરવી નહીં એમ સ્પષ્ટ ઉપદેશતાં (અં.૩૭૪) પરમાર્થબોધ આપે છે-“ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી.' એમ લખી સૌભાગ્યે જણાવેલી ઇચ્છા અંગે લખે છે-“યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં, માટે તમે જે આકુળતાને લઈ ઇચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઇચ્છવો યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ આર્થિક અસ્થિરતા મધે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી પ૬ For Persora Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ જેની પ્રાપ્તિ પછી” ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો” ‘જેની પ્રાપ્તિ પછી અનંકાળનું પાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો.’ (પત્રાંક : ૩૭૯) Jain Education intemational For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” સાંકડી પરિસ્થિતિમાં, આર્થિક ભીડ મધ્યે પરમકૃપાળુદેવના શ્રી સોભાગભાઈ ઉપર લખેલાં આ જ્ઞાન વચનો માત્ર સોભાગભાઈને જ નહીં પણ જગતના તમામ જીવોને આશ્વાસનરૂપ છે. આર્ત અને રૌદ્ર પરિણામધારાથી બચાવનાર છે. સંસારમાં રહેતા તમામ જીવો આધિ, વ્યાધિ અને ઉપાધિની ત્રિવિધ તાપાગ્નિથી બળી રહ્યા છે. ક્ષણે ક્ષણે અનંત ખેદ અને અતુલ દુઃખ અનુભવી રહ્યા છે. અત્યારના કાળમાં જીવની સહનશીલતા ઘટી છે અને માટે નાનું દુ:ખ પણ પહાડ જેવું મોટું લાગે છે. દુઃખમાંથી મુક્ત થવા દરેક આત્મા ઇષ્ટદેવની સહાય માંગે છે ને આમ સંસારફળની અપેક્ષાએ ધર્મનું આચરણ કરે છે. કોઈ વિરલા જીવોને પરમકૃપાળુદેવ જેવા ગુરુની નિશ્રા પ્રાપ્ત થાય છે. દુઃખથી ભાગવા ઇચ્છતા સોભાગભાઈને સમભાવનું પોષણ આપી શ્રીમદ્જીએ ધરી રાખ્યા. શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી, શ્રી સોભાગભાઈના અંતઃકરણમાં અધ્યાત્મનો ઉદ્યોત થયો. પોતાના હૃદય આસને શ્રીમદ્જીને સ્થાપી, અનન્ય પ્રેમ, નિશદિન તેઓ પૂજા કરતા. અખંડ શ્રદ્ધા અને સરળ મનોવૃત્તિએ અલૌકિક પરિણામ અપાવ્યું. શ્રીમદ્જીને સાયલાથી વળાવતી વખતે પોતાના દયનો આનંદ-ઉલ્લાસ તથા ભક્તિની ખુમારીને અભિવ્યક્ત કરતા શ્રી સોભાગભાઈ શૂરાતનથી શ્રીમદ્જીને કહે છે, “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો” તે જ ભાવને અનુસરતો પત્ર લખે છે કે, ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય. તો મારે એમ જ છે. અમે કાંઈ સમજતા નથી ને અમારે જ્ઞાન જોતું નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું જ છે.” “માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. પૂર્વે બાંધેલાં અસંખ્યાત કર્મોને નિર્ઝરવાનો સંવરભાવ શ્રીમદ્જીએ સોભાગભાઈમાં સ્થાપિત ર્યો, જેનું ફળ એ આવ્યું કે, બાહ્ય દુઃખ કે શારીરિક વેદના સોભાગભાઈને દુઃખી ન કરી શક્યાં. સાચો સમાધિભાવ કેળવી અંતે સોભાગભાઈએ વિદેહી દશા પ્રાપ્ત કરીને આ જ ભવમાં કલ્યાણ સાધ્ય કર્યું. આર્થિક અસ્થિરતા મળે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી પ૭ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ “આત્મ સિધ્ધિ” ‘જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુ:ખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.’ ... ૧ ‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.' ... ૧૪૨ *** શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુકાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૭ “આત્મસિદ્ધિ” શાસ્ત્રનું અવતરણ પરમકૃપાળુદેવે જે રચનાઓ કરી છે તેમાં આ અવનિના અમૃતસમી આત્મસિદ્ધિ પ્રથમ સ્થાને છે. આની અંદર છએ આસ્તિક દર્શનોનો સાર સમાવી દીધો છે. શ્રુત સમુદ્રનું મંથન કરી પરમ તત્ત્વ નવનીત જેમાં ભરેલ છે, એવી આ આત્મસિદ્ધિ જગતનું અમૃત છે. સર્વ જીવોને માટે અચિંત્ય ચિંતામણિ રત્ન સમાન છે. સેંકડો વિદ્વાનો સાથે મળી અથાગ પ્રયત્ન કરવા છતાં જે તત્ત્વનો નિષ્કર્ષ ન આણી શકે તે નિષ્કર્ષ આ ગુજરાતી ભાષામાં લખાયેલ આત્મસિદ્ધિશાસ્ત્રમાં સાવ સુલભ રીતે પરમકૃપાળુદેવે બતાવી દીધો છે. શિક્ષામૃત”માં પૂ. શ્રી બાપુજી (શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા) કહે છે તે પ્રમાણે “આત્મસિદ્ધિ જે સ્વયં શાસ્ત્ર છે, સ્વતંત્ર ગ્રંથ છે, જે એક જ યથાર્થ સમજ્યા હોઈએ અને એ પ્રમાણે પુરુષાર્થ કરીએ તો આપણે મોક્ષે જઈએ.” ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ લખેલ “અધ્યાત્મ રાજચંદ્ર પુસ્તકમાં આત્મસિદ્ધિ વિષે લખતાં કહે છે કે “તે તો આ અવનિનું અમૃત છે.” “પડુ દરશન કેરો સાર જેમાં સમાવ્યો, નવનીત શ્રુતઅબ્ધિ મથી જેમાં જમાવ્યો. અનુભવ રસગંગા પ્રાપ્ત જે સુપ્રસિદ્ધિ, અમૃત અવનિનું તે રાજની આત્મસિદ્ધિ.” આ અમર કૃતિના પ્રેરક નિમિત્ત શ્રી સૌભાગ્યભાઈ હતા તો પૂ. શ્રી અંબાલાલભાઈ આ જ્ઞાનગંગાના અવતરણના પ્રથમ દર્શનલાભી હતા. | સુપ્રસિદ્ધ “છ પદ”નો પત્ર મુખપાઠ કરવો દુષ્કર લાગે છે, સ્મરણમાં રહેવો મુશ્કેલ પડે છે એમ જણાવી શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવને વિનંતી કરી કે આ જ વસ્તુ જો કાવ્યબદ્ધ હોય તો મારા જેવા વૃદ્ધને મુખપાઠ કરવી સરળ-સુગમ પડે. આમ શ્રી સૌભાગ્યભાઈની આ વિજ્ઞપ્તિ પરમકૃપાળુદેવે લક્ષમાં લીધી. જેમ શરદપૂર્ણિમાએ સ્વાતિ નક્ષત્રમાં જે મેઘબિન્દુ છીપમાં પડે તે સાચા મોતીરૂપે પરિણમે છે તેમ શ્રી સૌભાગ્યભાઈની વિનંતી શ્રીમજીના દયમાં આત્મસિદ્ધિરૂપી અમૂલ્ય મોતી રૂપે ઉદ્દભવ પામી. પરમકૃપાળુ દેવ નડિયાદમાં બિરાજમાન હતા. સં. ૧૯૫ર આસો વદ ૧ના દિને સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેલા મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને કહ્યું અંબાલાલ ! ફાનસ લે. વિનયમૂર્તિ શ્રી અંબાલાલભાઈ “આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ ૫૮ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ભક્તિભાવથી ફાનસ હાથમાં ધરી ઊભા રહ્યા ને શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર દોઢ-બે કલાક જેટલા સમયમાં આ ષદર્શનનો સાર સમાવનાર, હૃતસાગરના નવનીત સમાન, અનુભવ રસથી ભરેલ આત્મસિદ્ધિ જેવો અનન્ય ગ્રંથ પૂર્ણ કર્યો. આ એક એવી રચના છે કે જે પરમકૃપાળુદેવને અમર કરવાને પર્યાપ્ત છે. આ આત્મસિદ્ધિના પ્રેરક પ.પૂ. શ્રી સૌભાગ્યભાઈનું જગત તે માટે ઋણી છે. પરમકૃપાળુદેવે આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પોતાના પરમ પરમાર્થસખા સૌભાગ્યને ત્રણ સ્થળે નામ લઇને અમર કરેલ છે. એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય - ૨૦ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય - ૯૬ શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ... ગાથા ૨૦માં “સમજે કોઈ સુભાગ્ય” લખી પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈનો ઉલ્લેખ કરેલ છે. સુભાગ્ય એટલે સુલભબોધિ જીવ, ભવ્ય જીવ, આરાધક જીવ એમ પણ અર્થ થાય. પરમકૃપાળુદેવ આ ગાથામાં એમ કહેવા માગે છે કે શ્રી સૌભાગ્યભાઈ જેવા કોઈ સમજણ ધરાવતા વ્યક્તિ હોય તે જ વીતરાગનો વિનયમાર્ગ સમજી શકે. ગાથા ૯૬માં “ઉદય ઉદય સદ્ભાગ્ય” લખીને ફરીથી શ્રી સૌભાગ્યભાઈને અમર કરેલ છે. આ ગાથામાં કહેવામાં આવ્યું છે કે મોક્ષનો ઉપાય સમજાય તો સદ્ભાગ્યનો ઉદય થાય. વળી પરમકૃપાળુદેવે એક ક્રમ વગરની ગાથા લખી છે. તેમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે આ આત્મસિદ્ધિ ગ્રંથની રચના શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી અચળ (ડુંગરભાઈ) વગેરે મુમુક્ષુ જીવો માટે જ કરેલ છે. અહીંયાં પણ પરમકૃપાળુદેવ ગાથા ૨૦ની જેમ શ્રી સૌભાગ્યભાઈને “શ્રી સુભાગ્ય” તરીકે જ સંબોધેલ છે. આ “આત્મસિદ્ધિ"નું મહત્ત્વ પરમકૃપાળુદેવને કેટલું બધું હતું તે પરમકૃપાળુદેવે નડિયાદથી લખેલ આસો વદ ૦)) ૧૯પરના પત્રાંક-૭૨૧માં સ્પષ્ટ જણાવેલ છે. તેઓ લખે છે કે, “શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ મુખપાઠ કરવાની ઇચ્છા છે, તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ ... દયસખા શ્રી સૌભાગ્ય ૫૯ For Personal Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠ કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં.” જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.” ઉપરનાં વાક્યો પરથી જણાય છે કે “આત્મસિદ્ધિ” એક અમૂલ્ય કૃતિ છે અને પાત્ર જીવ માટે જ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ કે જે પૂ. શ્રી બ્રહ્મચારીજી દ્વારા ઝુલણા છંદમાં કરવામાં આવી છે, તેમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીએ શ્રી સૌભાગ્યભાઈને રાજા ભગીરથ સાથે સરખાવ્યા છે. પતિત જન પાવની, સુરસરિતા સમી, અધમ ઉદ્ધારિણી, આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે, આજ દીધી. ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતિથી; ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરીતી. પૃથ્વી પર જેમ સ્વર્ગલોકની નદી ગંગા પાપીઓને પવિત્ર કરનારી ગણવામાં આવી છે, તેવી જ રીતે પ.કૃ.દેવના દયમાંથી પ્રવહેલી આત્મસિદ્ધિ પણ સંસારમાં ભટકી રહેલા જીવોને સંસારમાંથી મોક્ષ તરફ લઈ જનારી છે. આ “આત્મસિદ્ધિ” પૂર્વભવોને જાણતા એવા અધ્યાત્મ યોગી પરમકૃપાળુદેવે પોતાના આત્મ અનુભવ વડે પ્રકાશેલી છે. આ કૃતિ રાજા ભગીરથ સમાન, ભવ્ય શ્રી સૌભાગ્યભાઈની વિનંતીથી સ્વર્ગનું સુખ અનુભવતા વિદેહી પરમકૃપાળુદેવ દ્વારા પ્રગટ થઈ છે. જેમ રાજા ભગીરથે સ્વર્ગમાં રહેલી ગંગાને પૃથ્વી પર લાવવા માટે તપ કરીને તેને પ્રસન્ન કરેલ, તેથી ગંગાજી પૃથ્વી પર આવવા તૈયાર થયાં. ગંગાજીનો પ્રવાહ એટલો બધો પ્રચંડ વેગ ધરાવતો હતો કે જો સીધું જ અવતરણ થાય તો તે સીધી જ પાતાળમાં ઊતરી જાય. આમ ન બને તે માટે તેને પૃથ્વી પર ઝીલનાર પાત્રની જરૂરિયાત ઊભી થઈ હતી. તે પાત્રની શોધ કરતાં મહાદેવ શંકર એક એવા જણાયા કે જે તૈયાર થાય તો જ ગંગાને ઝીલી શકે, તેથી રાજા ભગીરથે મહાદેવજીને પ્રસન્ન કરવા તપ આદર્યું અને પ્રસન્ન કર્યા. આમ સ્વર્ગમાં વહેતાં ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું. આત્મસિદ્ધિ” શાસ્ત્રનું અવતરણ ૬૦ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ જેમ સ્વર્ગમાં રહેલી ગંગાને ઝીલવા માટે મહાદેવજી-શિવની જરૂર પડી તેમ પ.કૃ. દેવના જ્ઞાનમાંથી અવતરણ પામેલ આત્મસિદ્ધિને ઝીલવા માટે શ્રી સૌભાગ્યભાઈ મળ્યા, કે જેથી આજે આપણે આત્મસિદ્ધિનું અવગાહન કરવા ભાગ્યશાળી બન્યા છીએ. રાજા ભગીરથ સ્વર્ગમાંથી આવી રહેલ ગંગાને ઝીલનાર મહાદેવ પાસે નમસ્કાર મુદ્રામાં ઊભા રહ્યા હતા તેમ આપણે પણ જ્ઞાનરૂપી ગંગાનું અવતરણ ઝીલવા માટે શ્રી સૌભાગ્યભાઈને પણ નમસ્કાર કરીએ તેમ જ આ જ્ઞાનગંગાના પ્રવાહનાં દર્શન, જેમને સૌથી પહેલાં પ્રાપ્ત થયાં એવા પરમ ભાગ્યશાળી પૂ. શ્રી અંબાલાલભાઈને પણ આપણે નમસ્કાર કરીએ. ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૮ શ્રી સોભાગભાઈનું સમાધિમરણ મૃત્યુ તે શબ્દ સાંભળતાં જ ભય-દુઃખ-શોક અને વિષાદના ભાવોથી જીવ ઘેરાઈ જાય છે. કોઈ વિરલ આત્મા સદાચારી જીવન અને આત્મલક્ષી પુરુષાર્થ વડે મૃત્યુ જેવી અસાધારણ ઘટનાને સહજ બનાવી દે છે. એટલી સહજ કે જાણે પહેરેલું વસ્ત્ર બદલીએ કે પછી હાથમાં દીવો લઈ એક ઓરડામાંથી બીજા ઓરડામાં ચાલ્યા જઈએ. આવો આત્મા સિદ્ધ કરી બતાવે છે કે મરણ એ જીવનનો અંત નથી, એ તો માત્ર એક દેહમાંથી પસાર થઈ જવા જેટલી સાધારણ ઘટના છે. પવિત્ર ને પુણ્યશાળી આત્માઓ માટે મરણ એ શુદ્ધતા પ્રત્યેનો શુભારંભ છે. મરણ દેહનું છે અને એકાગ્ર થયેલ ચેતના શુદ્ધતાના માર્ગે આગળ વધી રહી છે. મુમુક્ષુ આત્મા કાયારૂપી પિંજરાની નહીં પણ અંદર પુરાયેલા હંસની ફિકર કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિવાળો જીવ દેહને માત્ર પુદ્ગલદ્રવ્યની પર્યાય અથવા તો આયુષ્ય નામકર્મથી ચાલતા યંત્ર તરીકે જુએ છે, તે બરાબર સમજે છે કે ચાદર જુદી છે ને ઓઢનારો જુદો છે. રખડતા વણઝારાએ તંબુ તાણ્યો છે અને કર્મસત્તા જયારે એને ઉપાડી લેવાનું કહે ત્યારે ખૂબ પ્રેમપૂર્વક એ ભાડૂતી શરીર રૂપ ખોલીને સુપરત કરી દે છે. પ.પૂ.શ્રી સોભાગભાઈ આવા એક વિરલ આત્મા હતા કે જેમણે પોતાનો જન્મ ધન્ય બનાવ્યો-જીવનને સાર્થક કર્યું અને અંતે મંગળમય મૃત્યુને વર્યા. પરમકૃપાળુદેવ જેવા સત્પષની નિશ્રા પ્રાપ્ત થતાં ભેદજ્ઞાનના પુરુષાર્થ વડે તેઓએ આત્મસાક્ષાત્કાર પામી સમાધિભાવમાં સ્થિર થઈ નશ્વર દેહને ત્યાગી દીધો. શ્રી સૌભાગ્યભાઈનો દેહવિલય જેઠ વદ દશમ, ૧૯૫૩ના રોજ સાયલા ખાતે થયેલ. આ દેહવિલય પૂર્વે પરમકૃપાળુદેવના અનુગ્રહને કારણે શ્રી સૌભાગ્યભાઈએ દેહથી પર એવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી એટલે કે શરીરનું મૃત્યુ થાય એ પહેલાં જીવન-મુક્ત દશાની સ્થિતિ મેળવી લીધી હતી. જેમ પરીક્ષિત રાજાએ તેમના ગુર શુકદેવજીની આજ્ઞા પ્રમાણે ચાલીને જીવન-મુક્ત દશા પ્રાપ્ત કરી હતી તેવી જ રીતે પ.કૃ.દેવના આ પરમાર્થ સખાએ જીવન-મુક્ત દશા પ્રાપ્ત કરી હતી. સંવત ૧૯૫રના શ્રાવણ વદથી ભાદરવા માસ પર્યન્ત પરમકૃપાળુદેવ અને શ્રી સૌભાગ્યભાઈ રાળજ-કાવિઠા-ખંભાત આદિ સ્થળે સાથે જ રહેલા અને સત્સમાગમ કરેલ. પછી શ્રી સૌભાગ્યભાઈની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઈ પરમકૃપાળુદેવે નડિયાદમાં શ્રી સોભાગભાઈનું સમાધિમરણ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ આસો વદ એકમના ધન્ય દિને ‘આત્મસિદ્ધિ’નું સર્જન કર્યું, અને તેની એક પ્રત શ્રી સૌભાગ્યભાઈને સાયલા મોકલી હતી. દરમ્યાનમાં શ્રી સૌભાગ્યભાઈની તબિયત લથડતી જતી હતી. જીર્ણજ્વર (તાવ) લાગુ પડ્યો હતો અને શરીર ઘસાતું જતું હતું એટલે શ્રી સૌભાગ્યભાઈ વારંવાર વવાણિયા પત્ર લખી પરમકૃપાળુદેવને સાયલા પધારવા આગ્રહ કરતા હતા, અને ચાતક જેમ મેઘના આગમનની ઉત્કંઠાથી રાહ જુએ તેમ પરમકૃપાળુદેવના આગમનની પ્રતીક્ષા કરતા રહેતા. તેમ જ “આત્મસિદ્ધિ”ના સ્વાધ્યાયથી શ્રી સૌભાગ્યભાઈનો આત્મા પરમાનંદથી એટલો બધો નાચી ઊઠ્યો હતો કે પરમકૃપાળુદેવ પરના પત્રોમાં તેઓ તેની મુક્તકંઠે સ્તુતિ કરતાં થાકતા ન હતા. સં. ૧૯૫૩ના કારતક સુદ સાતમ ને ગુરુવારે (પત્રાંક-૩૩) શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને પત્ર લખી જણાવે છે કે “હવે મારી વિનંતી ગરીબથી એટલી છે કે તાવ ઘણા દિવસ થયા આવે છે, ઊતરતો નથી ત્યારે કદી છેવટનો આ તાવ હોય તો આપનાં દર્શન થયાં હોય તો કેટલોક સંતોષ તેમ જ ઘરનાં માણસ ડોશી વગેરે સર્વેને દર્શનની ઘણી અપેક્ષા રહે છે તો હવે આપ વવાણિયેથી પધારો ત્યારે સાયલે થઈ જાવું અને આપ મરજી પ્રમાણે અહીં રોકાજો. પણ એટલી મહેરબાની દયા લાવી કરશો. આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનો સાર હોય તેવો જણાય છે. હું તથા ગોળિયો નિત્ય વાંચીએ છીએ. ઘણો આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માંગણી કરીએ તેવું રહ્યું નથી... આ સેવકની સંભાળ રાખશો.” ‘આત્મસિદ્ધિ’ માટે શ્રી સૌભાગ્યભાઈ કેવો અનન્ય ભાવ પ્રગટ કરે છે. શ્રી સૌભાગ્યભાઈની આત્મદશા અંગેની પ્રગતિ “આત્મસિદ્ધિ” શાસ્ત્રને કારણે ઘણી સારી જોવા મળે છે. સંવત ૧૯૫૩ના પોષ સુદ ત્રીજ, બુધવારે લખેલ પત્રમાં (પત્રાંક-૩૮) શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને લખે છે કે, “ગોસળિયો તથા હું હાલમાં આત્મસિદ્ધિ ગ્રંથ વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ગોસળિયાએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠે થયા છે. બાકીના થોડે થોડે કરું છું. રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. પણ આની ટીકા-અર્થ આપે જે કરેલ છે, તે ટીકા-અર્થ મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કૃપા કરશો. મારી તબિયત જેમ છે તેમને તેમ છે. રાત્રે જીણો તાવ આવે છે. આંખે ઝાંખાશ થોડે થોડે વધારે વર્તાતી જાય છે. આ કાગળ પણ માંડ માંડ લખાણો છે. કૃપા કરી તરત પધારશો અને દર્શનનો લાભ આપશો એ જ વિનંતી.” આમ આ પત્રમાં પણ આત્મસિદ્ધિ”ના વાંચનમાં પોતાને હૃદયસખા શ્રી સૌભાગ્ય ૬૩ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વર્તાતો આનંદ દર્શાવી પરમકૃપાળુદેવના સત્સમાગમ અંગેની ઝંખના વ્યક્ત કરેલ છે. - શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવ પરના સંવત ૧૯૫૩ના પોષ વદ દશમ (પત્રાંક-૩૯) ગુરુવારના પત્રમાં પુનઃ જણાવે છે કે, “તો હવે જરૂર સોમવારે ત્યાંથી વિદાય થઈ આંહી પધારશો. જેમ બપૈયો પિયુ પિયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ.. તો અંતરાય હજુ તૂટી નહીં. નીકર (નહિ તો) આમ શા સારું બને ? “અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિન્ધ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.” હવે જેમ જલદી પધારવું થશે તેમ આશા રાખી રટણ કરું છું. ઈડર જવા ખાતે વિચાર મંગાવ્યો. તો ત્યાં ગયા વિના છૂટકો નથી. એમ જાણું છું કે હવે ઝાઝી મુદત સુધી દેખવું રહેશે નહીં. અંધાપા સમાન દુઃખ નથી. પણ પૂર્વના ઉદય ભોગવવા એમ જાણી ખેદ કરતો નથી. અને ઈડર જવા વિચાર છે... આત્મસિદ્ધિ ગ્રંથ વાંચું છું. દુહા-૧૩૪ મુખપાઠ થયા છે. અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે. તેથી જીવું છું. પણ હવે આપ કૃપા કરી ટીકા-અર્થ મોકલાવો. તે જો હવે તરતમાં આવે તો વાંચી આનંદ લેવાય. નહિતર પછી આંખે સૂઝે નહિ ત્યારે વાંચી શકાય નહિ અને જ્યારે પોતાથી વંચાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તેવો આનંદ આવે નહિ માટે કૃપા કરી મોકલાવશો. ઘણું શું લખું? આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસો એટલામાં થાય છે તેમ છતાં જાણવા માટે કોઈ પ્રશ્ન પૂછવા ઊપજે તે રૂબરૂ વિના ખુલાસો થાય નહિ. તેથી પ્રશ્ન પૂછવા બંધ રહ્યા છે અને સમાગમમાં રહેવા ઇચ્છા વધારે છે પણ તે અંતરાયને લીધે બનતું નથી. એ જ વિનંતી, કૃપા રાખશો. કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ ક્યો? તેને જવાબ દેવો કે, અમારો મારગ આત્મસિદ્ધિ માર્ગ એ કહેવું આપને ઠીક લાગે છે કે કેમ તે લખશો.” પરમકૃપાળુદેવનો અતિશય વિરહ વેદતા શ્રી સૌભાગ્યભાઈને સત્સમાગમની તાલાવેલી ચાતક પક્ષી જેવી છે અને માટે પોતાના પત્રમાં લખે છે “જેમ બપૈયો પિયુ પિયુ કરે તેમ અમે તલસાટ અનુભવીએ છીએ.” પોતાની તબિયત નાજુક હોવા છતાં - તાવ આવતો હોવા છતાં - આંખે ઝાંખપ વર્તાતી હોવા છતાં પરમકૃપાળુદેવ ઈડર જવા માટે પુછાવે છે ત્યારે શ્રી સૌભાગ્યભાઈ આનાકાની વગર ઈડર જવા તત્પરતા - શ્રી સોભાગભાઈનું સમાધિમરણ ૬૪ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ દાખવે છે. શ્રી સૌભાગ્યભાઈ પોતાની શારીરિક અસ્વસ્થતા તરફ લક્ષ ન દેતાં માત્ર પોતાના આત્માની ફિકર કરે છે. સત્પરુષ શ્રીમદ્જીના વચન પર અનન્ય શ્રદ્ધા રાખી તેઓ જ્યાં જવા આજ્ઞા આપે ત્યાં જવા શ્રી સૌભાગ્યભાઈ તત્પર છે. પત્રાંક-૩૯માં આગળ લખતાં આત્મસિદ્ધિ શાસ્ત્ર-ગ્રંથ વિષેનો અહોભાવ વ્યક્ત કરતાં શ્રી સૌભાગ્યભાઈ જણાવે છે કે, “જો આ ગ્રંથ ન મળ્યો હોત તો જીવવું અશક્ય લાગત !” શ્રી સૌભાગ્યભાઈને આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચ્યા પછી પ્રશ્ન પૂછવાની ઈચ્છા પણ રહેતી નથી તે પરથી સૌભાગ્યભાઈની આંતરિક સૂઝ તેમ જ જ્ઞાનના ક્ષયોપશમનો ખ્યાલ આવે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર સ્વયં સંપૂર્ણ શાસ્ત્ર છે અને તેમાં છએ દર્શનનો સાર આવી જાય છે. પત્રના અંતે શ્રી સૌભાગ્યભાઈ જે લખે છે તે વારંવાર વાંચી, વિચાર કરવા યોગ્ય છે. કોઈ પૂછે કે તમારો ધર્મ કયો - માર્ગ કયો ? સહજપણે જૈન ધર્મ કે પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જવાબ અપાય. ત્યારે વાડા અને સંપ્રદાયથી મુક્ત શ્રી સૌભાગ્યભાઈ જવાબ આપે છે કે, અમારો માર્ગ એ આત્મસિદ્ધિનો માર્ગ છે. શ્રી સૌભાગ્યભાઈ આવો જવાબ ત્યારે આપી શક્યા કારણ એમણે આત્મસિદ્ધિ માત્ર વાંચેલી કે મુખપાઠ કરેલ ન હતી પણ તેઓએ તે આત્મસિદ્ધિનાં આ છ પદ તથા છ દર્શનના અર્થ-પરમાર્થને સમજી અનેકાન્તવાદ રીતે ગ્રહણ કરી અને પચાવી હતી. આવા શ્રી સૌભાગ્યભાઈ આત્મસિદ્ધિ પ્રાપ્ત થતાં દેહમાં નહિ પણ આત્મામાં જીવે છે અને મૃત્યુ માટે તૈયાર છે. આત્મસિદ્ધિનો માર્ગ એટલે આત્માને સિદ્ધ કરવાનો માર્ગ - આત્માને ઓળખવાનો માર્ગ –આત્માનો અનુભવ કરવાનો માર્ગ – આત્માને સિદ્ધ સમ ભગવાન બનાવવાનો માર્ગ દુર્લભ બોધિપણાથી વ્યાપ્ત એવા આ દુષમ કાળમાં ગુજરાતી ભાષામાં આવું અદ્ભુત સર્જન એ ખરેખર તો શ્રી સૌભાગ્યથી જાગેલું મુમુક્ષુનું સદ્ભાગ્ય છે. શ્રી સૌભાગ્યભાઈ વારંવાર સત્સમાગમ અર્થે સાયલા પધારવા લખતા. તેના જવાબમાં પરમકૃપાળુદેવ તેમના મોરબીથી લખાયેલ માહ સુદ દશમ, શુક્ર, ૧૯૫૩ના પત્રમાં જણાવે છે કે, “અત્રે થોડાક દિવસ પર્યત સ્થિતિ થવી સંભવે છે. ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશો. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે.” (પત્રાંક : ૭૪૧) ૬૫ ... દયસખા શ્રી સૌભાગ્ય S For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનામાં શ્રી સૌભાગભાઈને ઈડર લઈ જઈ ‘દ્રવ્યાનુયોગ’ની બોધ વર્ષા કરતાં શ્રીમજી ‘જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.' (પત્રાંક : ૭૧૦) For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવના સત્સમાગમ માટે તલસાટ અનુભવતા શ્રી સૌભાગ્યભાઈ ઈડર જવાની તત્પરતા દર્શાવતા પત્રો લખે છે અને તે હેતુ માટે છેવટે એક રાત પણ સાયલા આવવા વિનવે છે. પરંતુ કોઈ કારણસર પરમકૃપાળુદેવ સાયલા આવી શકતા નથી પણ પત્ર લખે છે ત્યારે શ્રી સૌભાગ્યભાઈ તેના પ્રત્યુત્તરમાં સંવત ૧૯૫૩ના ફાગણ વદ એકમના (પત્રાંક-૪૫) લખે છે કે, “પ્રશ્નનો ઉત્તર આપે લખ્યો તે વાંચી ઘણો આનંદ થયો છે. વળી આ બાળકને જ્ઞાન બોધ આપ્યા કરશો. આપે ઈડર જાવા વિષે રોગાદિકની ઘણી હરકત છે તેથી હમણાં બંધ રાખ્યું છે, લખ્યું તે ઠીક કર્યું છે. આપ લખો છો તેમ જ છે. કૃપાનાથ વારંવાર લખતાં લાચાર છું, તો પણ બહુ આતુરતા છે. આંખે ઝાંખપ દિન દિન વધતી જાય છે. તાવ પણ રોજ ચાર પાંચ બજાથી વાસા બે વાસાનો આવે છે ને મારી અવસ્થા છે. તો જેટલા દી સમાગમ થાય તેટલા સફળ છે. ફરી ફરી આવો જોગ અનંત કાળે બન્યો છે, તે સફળ થાય તો સારું એમ જાણી મારાથી ત્યાં ન આવી શકાય તેવી અશક્તિને લીધે આપને અહીં પધારવા વિનંતી ઘણા દિવસ થયા કરું છું... તો હવે કૃપા કરી જેમ વેળાસર આંહી પધારવાનું થાય તો ઘણો આનંદ ઊપજે. આપ ઉપકારી પુરુષ છો તો મારી વિનંતી સફળ કરશો.” આમ વારંવારની વિનંતીને માન આપી પરમકૃપાળુદેવ વૈશાખ માસમાં સાયલા પધાર્યા અને ત્યાં દશ દિવસ સ્થિરતા કરી. અને ભાદરવા માસથી લાગુ પડેલ જીર્ણ જવરને લઈ શ્રી સૌભાગ્યભાઈની તબિયત નાદુરસ્ત હતી છતાં પરમકૃપાળુદેવે અતિ આગ્રહથી - પરમ પરમાર્થ પ્રેમથી શ્રી સૌભાગ્યભાઈને ઈડર સાથે લઈ જવાનું કહ્યું ત્યારે શ્રી સૌભાગ્યભાઈના પુત્રી ત્રંબકલાલે કહ્યું - સૌભાગ્યભાઈ ઘણા નબળા પડી ગયા છે તો આવા શરીરે ઘર બહાર તેમને જવા દેવાનું કોઈને હૈયે બેસતું નથી. આવા શરીરનો કેમ ભરોસો રાખી શકાય ? તેમ જ દુનિયા પણ અમને ગાંડા જ ગણે ને ? ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે, “યંબક, તમે સૌ ફિકર કરો મા. શ્રી સૌભાગ્યભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તારા હાથથી થશે.” આમ સર્વને હૈયાધારણ આપતાં પરમકૃપાળુદેવ સાથે શ્રી સૌભાગ્યભાઈ વૈશાખ વદમાં ઈડર પધાર્યા. ઈડર ક્ષેત્રે દશ દિવસ સ્થિરતા કરી શુદ્ધ આત્મસ્વભાવમાં રમણ કરતા અધ્યાત્મમૂર્તિ શ્રીમદે પરમાર્થ મેઘની વર્ષા વરસાવી. આ પરમસખાને અપૂર્વ લાભ આપી પરમ પરમાર્થ પ્રેમથી તરબોળ કરી દીધા બાદ પોતે મુંબઈ પધાર્યા જ્યારે શ્રી સૌભાગ્યભાઈ પાછા ક્ષેમકુશળ સાયલા પધાર્યા. ત્યાર પછી શ્રી સૌભાગ્યભાઈની શારીરિક સ્થિતિ દિનપ્રતિદિન વિશેષ લથડતી .. હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ચાલી, ઉત્તરોત્તર ક્ષીણ થતી ગઈ. પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈની અંતિમ અવસ્થા જાણી મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને ખાસ શ્રી સૌભાગ્યભાઈની અંતિમ આરાધનામાં સહાયક થવા અર્થે મોકલ્યા. આત્મસિદ્ધિ શાસ્ત્રનું એકાગ્રતા પૂર્વક તત્ત્વચિન્તન, નાદુરસ્ત અવસ્થા છતાં સાયલામાં શ્રીમદ્જી સાથેનો દશ દિવસનો સત્સમાગમ, ત્યારબાદ ઈડર જેવી તપોભૂમિમાં દ્રવ્યાનુયોગની પ્રાપ્ત થયેલ સૂક્ષ્મ સમજણ અને હવે છેવટે મુંબઈથી શ્રીમદ્જીએ લખેલા ત્રણ અમર પત્રોએ શ્રી સૌભાગ્યભાઈના પુરુષાર્થને એવો પ્રબળ કર્યો કે એમનો આત્મા સમ્યગદર્શનને પામ્યો. પ્રથમ પત્ર મુંબઈથી જેઠ સુદ, ૧૯૫૩ના લખાયેલ છે (પત્રાંક-૭૭૯). બીજો પત્ર જેઠ સુદ આઠમ, ભોમ, ૧૯૫૩ના લખાયેલ છે (પત્રાંક-૭૮૦) અને ત્રીજો પત્ર જેઠ વદ છઠ્ઠ, રવિવાર, ૧૯૫૩ના લખાયેલ છે (પત્રાંક-૭૮૧). પરમ ભવ્ય શ્રી સૌભાગ્યભાઈને અંતિમ આરાધનામાં અપૂર્વ સમાધિમરણમાં મંગલમય મૃત્યુ માટે પરમ ઉપયોગી – પરમ ઉપકારી થઈ પડેલ એવા મોક્ષમાર્ગની દીવાદાંડી સમા આ અમર પત્ર - રત્નત્રયી સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને અંતિમ આરાધના માટે અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવા છે. પ્રથમ પત્ર (પત્રાંક-૭૭૯)માં “સમયસાર નાટક”માંથી સ્વભાવ જાગૃતદશાનો અપૂર્વ ભાવવાહી સવૈયો મૂકેલ છે. ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારો, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઈહાં મૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બુઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગિ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના. (સમયસાર નાટક - નિર્જરા દ્વાર - ૧૫) જૈસો નિરભેદરૂપ, નિચે અતીત હતી, તૈસો નિરભેદ અબ, ભેદકી ન ગઈંગી ! દિસે કર્મ રહિત સહિત સુખ સમાધાન, શ્રી સોભાગભાઈનું સમાધિમરણ For Perscod rivate Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ અંતિમ પત્ર ‘દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે.’ ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારો, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઇહાં ઝૂઠી મેરી થપના; (વ્યાખ્યાનસાર-૨-૧૨ / પત્રાંક : ૭૭૯) For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પાયો નિજથાન ફિર બાહરિ ન બહંગ; કબહૂ કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકૈં ન પરવસ્તુ ગહેંગ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહૈગૌ. | (સર્વ વિશુદ્ધદ્વાર - ૧૦૮) એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકૌ કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. (કર્તાકર્મ અધિકાર – સમયસાર નાટક) આમ શ્રી સૌભાગ્યભાઈને અપૂર્વ આત્મજાગૃતિ આપતા આ ત્રણ સમયસાર નાટકના સવૈયા આ પત્રને મથાળે ટાંકી, સમયસારનું રહસ્ય સમજવાને સમર્થ પરમ અધિકારી શ્રી સૌભાગ્યભાઈને જ આ પત્ર સંભળાવવાની શ્રી અંબાલાલભાઈને ભલામણ કરે છે. પરમકૃપાળુદેવ પત્રમાં લખે છે કે, “શ્રી સૌભાગ્યને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.” આ પત્ર દ્વારા પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને સર્વ અન્યભાવથી મુક્ત આત્માનો અનુભવ કરવાનો, સર્વ દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-ભાવથી સર્વથા અસંગપણું અનુભવવાનો મહાન કીમિયો બતાવી, સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ ભિન્ન આત્મ અનુભવ કરવારૂપ મુક્તદશા અનુભવી, મૌન-અપ્રતિબદ્ધ-અસંગ અને નિર્વિકલ્પ થઈ મુક્ત થવાનો ને શુદ્ધ સહજાત્મસ્વરૂપની અમૃતાનુભૂતિ કરવાનો પરમ બોધ કર્યો છે. આ પછીના પત્રાંક-૭૮૦માં શરૂઆતમાં જ “જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર” એમ લખી શ્રી સૌભાગ્યભાઈને પણ તેવા શ્રી સોભાગભાઈનું સમાધિમરણ For Persona Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા થવા અનુરોધ કરેલ છે. વળી જે સંબોધન કરેલ છે તે જોઈએ : “પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ.” આમ લખી શ્રી સૌભાગ્યભાઈ કેવા હતા તેનો નિર્દેશ કરે છે. તેમને પરમ ઉપકારી ગણાવે છે, આત્મા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા દર્શાવે છે તેમ જ સરળતા વગેરે ગુણોના સ્વામી કહીને શ્રી સૌભાગ્યભાઈને બિરદાવેલ છે. જાણે અંતિમ ક્ષમાપન કરતા હોય એમ પરમકૃપાળુદેવે આ પત્રમાં આગળ લખેલ છે કે, “કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું. ઘણા નમ્રભાવથી ખમાવું છું.” તેમ જ આગળ લખે છે કે, “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે, કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર ષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી.” આ વાક્યો દ્વારા રાગ-દ્વેષપણું છોડાવી, અસંગપણું-નિર્મોહપણું, સમરસપણે જોડાવી, આત્માની અમૃતાનુભૂતિમાં નિમજ્જન કરાવનારી કેવી અનુપમ અંતિમ આરાધના આ પત્રથી કરાવી છે ! ખરેખર ! બિન્દુમાં સિન્થ સમાવ્યો છે. સૌભાગ્યભાઈએ ૧૯૫૩ના જેઠ વદ ત્રીજના ગુરુવારના દિને પરમકૃપાળુદેવ પર લખેલા (પત્રાંક : પ૫) પત્રમાં જણાવે છે. “આપનો કૃપાપાત્ર સેવકની સંભાળ લેવા આવ્યો તે પહોંચ્યો છે. આપ સાહેબે આત્મા વિષે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમ જ વર્તે છે, અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી અને એક આપનો જ આધાર છે. સહજાત્મસ્વરૂપસ્વામીનું જ સ્મરણ દી ને રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણ છું. કાંઈ જાણતો નથી પણ યાદ આવવાથી પરમાર્થ અર્થે લખું છું કે અંબાલાલ આપના શિષ્ય ઘણા વર્ષના સમાગમવાળા છે. અનુભવવાળા છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી તો આપ સાહેબે તે શિષ્યને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે. નહીં તો આપને યોગ્ય લાગે તો કરાવશો. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે અને આવાથી મને સુવાણ હોય તો હું બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવું. માટે આપની મરજી મુજબ લખશો. આટલું મેં પરમાર્થ અર્થે લખ્યું છે તો આપને યોગ્ય ન લાગે તો માફ કરશો. હું માફી માગું છું...આ સેવકને એક આપનો જ આધાર છે.” ઉપરોક્ત પત્ર પરથી શ્રી સૌભાગ્યભાઈની આત્મદશાનો આબેહૂબ ખ્યાલ આવે છે. તેઓના આત્માની સ્થિતિ પરમકૃપાળુદેવે કહ્યુંલી તેવી જ છે. વળી મોહ પણ ... દયસખા શ્રી સૌભાગ્ય ૬૯ For Personar a Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ રહ્યો નથી. સહજાત્મસ્વરૂપસ્વામીનું જ રટણ દિવસ અને રાત રહ્યા કરે છે. આટલી ઉચ્ચ દશાને પામવા છતાં એમની નમ્રતા કેટલી છે ! લખે છે કે, હું પામર છું, અજાણ છું, કંઈ જાણતો નથી. પોતાના શરીરની આવી સ્થિતિ હોવા છતાં અન્ય જીવો પ્રત્યે કેવી કરુણા વહેતી રહેલી છે તે પછીનાં વાક્યો પરથી જણાઈ આવે છે. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ માટે ભલામણ કરે છે કે તેમને “બીજજ્ઞાન” પ્રાપ્ત ન કરાવ્યું હોય તો હવે કરાવે. જો પરમકૃપાળુદેવ આજ્ઞા આપે તો પોતે તે કરાવવાની દરખાસ્ત કરે છે. આ પરથી ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ કેવા કરુણાસાગર હતા. ઉપર્યુક્ત પત્ર પછી પરમકૃપાળુ દેવ “બીજજ્ઞાન” આપવા આજ્ઞા આપે છે અને મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને પણ પત્ર લખી સાયેલા જવા જણાવે છે પરંતુ જે દિવસે શ્રી અંબાલાલભાઈને સાયલા પહોંચવાનું હતું તે દિવસે પહોંચી શકતા નથી તેનો ઉલ્લેખ શ્રી અંબાલાલભાઈએ પોતાના ખંભાતથી ૧૯૫૩ના જેઠ વદ બીજ, ગુરુવારના પરમકૃપાળુદેવ પર લખાયેલ પત્રમાં છે. તેઓ લખે છે કે, “પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સૌભાગ્યચંદ સાહેબની પવિત્ર સેવામાં મને જવા માટે પરમ પવિત્ર આજ્ઞા થઈ, તેથી પરમાનંદ થયો છે. તે પ્રમાણે વર્તવા પરમ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. જેથી હાલ તુરતમાં મારે સાયલે જવાની ઇચ્છા છે, પણ મારા અંતરાયના ઉદયે બે દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે... પરમ પૂજ્વાલાયક, શ્રવણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય, એવા મહાભાગ્ય સપુરુષ શ્રી સૌભાગ્યકારી શ્રી સૌભાગ્યચંદ્રજીની પવિત્ર સેવામાં - ચરણ સમીપ રહેવામાં મારો પુણ્યોદય અને ધન્ય ભાગ્ય સમજું છું પણ આવા નજીવા કારણે મારે બે દિવસ રોકાવાનું બન્યું છે. જેથી મારા લજામણા મુખે આપ પરમકૃપાળુદેવ પાસે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈના આ પત્ર પરથી શ્રી સૌભાગ્યભાઈ કેટલા ઉચ્ચ દશાને પ્રાપ્ત મહાન આત્મા હતા તે સ્પષ્ટ થાય છે. “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ” (સત્સંગ-સંજીવની) પુસ્તકમાં પત્રાંક – ૩૩ પાના નંબર : ૩૪ પર આ આખો પત્ર છપાયેલ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે કેટલો આદરભાવ છે તે તેઓશ્રીએ આપેલાં વિશેષણો “પૂજવાલાયક, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમપ્રેમે ઉપાસવા યોગ્ય, મહાભાગ્ય સપુરુષ” પરથી ખ્યાલ આવે છે. બીજું આ પત્ર પરથી સમજાય છે કે, સપુરુષનાં વચનો-આજ્ઞા કેટલાં હિતકારી છે ! અહીં મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ સંજોગવશાતુ-અંતરાયના ઉદયને કારણે ચાર દિવસ શ્રી સોભાગભાઈનું સમાધિમરણ For Persen & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ મોડા સાયલા જઈ શક્યા એનો પશ્ચાત્તાપ જોવા મળે છે તેમ જ આ મોડા જવાને કારણે જે “બીજજ્ઞાન” મેળવી શકત તે પણ મળી શક્યું નહીં કારણ પૂ. શ્રી સૌભાગ્યભાઈનું શરીર વધારે નબળું બન્યું હતું. | ડૉ. ભગવાનદાસભાઈ મહેતા “અધ્યાત્મ રાજચંદ્ર”માં લખે છે તે પ્રમાણે “શ્રીમદ્રની આ સમયસારાદિ સર્વશાસ્ત્રોના પરમ નીચોડરૂપ પરમ ચમત્કારિક અમૃત પત્ર રત્નત્રયીની સૌભાગ્યના દિવ્ય આત્મા પર શી જાદુઈ અસર થઈ, તે ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના રવિવાર દિને લખેલો સૌભાગ્યનું સ્ક્રય ખોલતો આ સૌભાગ્યનો (પત્રાંક : ૫૪) પત્ર જ બોલે છે. આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ ૯ બુધવારે મર્તક છે, એવો આગળ ભાસ થયેલ. તે સુદ ૯નું બન્યું નહિ. છતાં તે તારીખ ગઈ, તો જેઠ વદ ૯ ને બુધવાર છે. ઘણું કરી તે તારીખે મર્તક થાશે, એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશો... અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન ૮ (આઠ) થયા આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે અને રાતદિવસ આ ચેતન અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહેજ જાણવા લખ્યું છે... ગોસળિયા વિષે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે, તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરીએ ચઢાવશો એ જ વિનંતી... વિશેષ લખવાનું કે, આ જીવ સમયે સમયે પર પરિણતીમાં મરી રહ્યો હતો, તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઉદ્ધાર થયો છે. વળી આપની કૃપા વડે કરી વિશેષતઃ ઉદ્ધાર થશે એમ ઇચ્છું છું.” ઉપર્યુક્ત પત્ર પરથી શ્રી સૌભાગ્યભાઈની આંતરદશા - આંતર પરિણતીની સ્થિતિનો ઘણો જ ખ્યાલ આવે છે. શરૂઆતમાં લખેલ છે તેમ તેઓને પોતાના શરીરના મૃત્યુનો ભાસ થઈ ગયેલ – ખ્યાલ આવી ગયેલ જણાય છે. મહાત્મા પુરુષોને આવો ભાસ થાય છે. આગળ લખે છે તેમ દેહ ને આત્મા બને જુદા છે અને ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો તે દિન આઠ થયા અનુભવ ગોચરથી બે-ફાટ પ્રગટ જુદો દેખાય છે અને રાતદિવસ આ ચૈતન્ય (આત્મા) ને આ દેહ જુદા એમ સહજસ્વાભાવિક થઈ ગયેલ છે. આ બાબત ઘણી જ મહત્ત્વની છે. પરમકૃપાળુદેવની કૃપાથી - અનુગ્રહથી શ્રી સૌભાગ્યભાઈ જે સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા એ અદ્ભુત ... દયસખા શ્રી સૌભાગ્ય ૭૧ For Personalvate Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક કહી શકાય એવી સ્થિતિ છે. દરેક મુમુક્ષુ આવી સ્થિતિ પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય છે, પણ કેટલા એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકવા સમર્થ થતા હશે ! પરમકૃપાળુદેવ જેવા ગુરુ જેને માથે હોય અને જે પુરુષાર્થ કરી શકવાને પાત્ર હોય તેઓ જ પરમાર્થ માર્ગની આવી સ્થિતિ પ્રાપ્ત કરવા મહાભાગ્યશાળી બને છે. આત્માનો અનુભવ થયા પછી જન્મમરણના ફેરામાંથી મુક્ત થાય છે. માટે જ પરમકૃપાળુદેવ કહે છે કે, “જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” નાદુરસ્ત તબિયત હોવા છતાં સોભાગભાઈનો આત્મા બોલતો હોય એવા ઉપર જણાવેલા પ્રથમ બે પત્રો પ્રાપ્ત થતાં પરમકૃપાળુદેવ પત્ર રત્નત્રયીનો અંતિમ પત્ર (પત્રાંક-૭૮૧) લખી મોકલે છે. પોતાના પરમાર્થ સની સંભાળ લેવા આ પત્ર સાયલા પહોંચ્યો ત્યારે પરમમુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ ત્યાં હાજર હતા. તેમની વિદ્યમાનતામાં પરમપુરુષ-દશા-વર્ણન કરતું શ્રી બનારસીદાસજીનું નાટક સમયસારના કવિત સાથેનું આ પત્ર સોભાગ્યભાઈ એકાગ્રતાપૂર્વક પ્રયોગશીલ રીતે શ્રવણ કરે છે. કીચસી કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસિ હૌસ, ૫ગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસી ભુવનવાસ, કાલસૌ કુટુંબમાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત માર્ન, ઐસી જાકી રીતિ તાહી, બંદી બનારસી.” “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ સમાન જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” શ્રી સોભાગભાઈનું સમાધિમરણ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ આ કવિતનો અર્થ પણ પરમકૃપાળુદેવે સ્વહસ્તે લખેલ છે અને પરમ પુરુષની અભુત દશાનો અદ્દભુત બોધ પ્રકાશી શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈને સર્વથા નિર્વિકલ્પપણું અને અસંગપણું જ રાખવાનો મહાન અંતિમ બોધ કરે છે. પરમકૃપાળુદેવ આ પત્રમાં જ લખે છે કે, “કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સત્પરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે.” આમ લખી પરમકૃપાળુદેવ પોતાના પરમસખા શ્રી સૌભાગ્યભાઈને જે શિખામણ આપે છે તે સૌ મુમુક્ષુજન માટે પણ એટલી જ ઉપયોગી છે. જુઓ પરમકૃપાળુદેવ લખે છે કે, “વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈપણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અથવા પરમપુરૂષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી, અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને સમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.” આમ આ વાક્યો દ્વારા પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને કંઈ પણ વિકલ્પ ન રાખતાં નિર્વિકલ્પ દશા પ્રગટાવવા કહેલ છે. આ દશાને ઘણે અંશે પ્રાપ્ત કરી છે એમ પણ પરમકૃપાળુદેવ નોંધે છે. જો કે આ બાબતમાં શ્રી સૌભાગ્યભાઈએ વિકલ્પને સમાવેલ છે તો પણ પરમકૃપાળુદેવ તે નિશ્ચયના બળવાનપણાને અર્થે આ અનુરોધ કરે છે. આમ શ્રી સૌભાગ્યભાઈની દશા કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી તે સ્પષ્ટ થાય છે. આ જ પત્રમાં આગળ લખતાં શ્રીમદ્જી સમ્યગુદર્શન અને સમ્મચારિત્રની યથાર્થ વ્યાખ્યા કરતાં લખે છે કે, “સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે, અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ-જરા-મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી.” . હૃદયસખા શ્રી સૌભાગ્ય pers X e Use Only For Personeetate Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌભાગભાઈનું સમાધિમરણ ‘તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.' (પત્રાંક : ૭૮૦) in Education International For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌભાગ્યભાઈને લખાયેલો આ અંતિમ સંદેશ જગતના સર્વ મુમુક્ષુઓએ વારંવાર વાંચવા યોગ્ય, વિચારવા યોગ્ય અને તે જ પ્રમાણે સ્થિતિ કરવા યોગ્ય છે. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ પર સાયલાથી જેઠ વદ અગિયારસ, શુક્રવાર, ૧૯૫૩ના લખેલા પત્રમાં (પત્રાંક-૪૫) જણાવેલ છે કે, “મારા હીન ભાગ્યથી ચાર દિવસ અગાઉ આવવું થયું નહીં, થયું હોત તો મારા ઉપર પોતે દયા કરી કેટલાક ખુલાસા (અન્યોન્ય) કરવાનું બની શકત પણ અંતરાયથી એ યોગ ન બન્યો. એ મને અત્યંત ખેદ થાય છે, પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજું છું.” આમ પૂ. શ્રી સૌભાગ્યભાઈ કેટલા ઉપકારી સપુરુષ હતા તે સિદ્ધ થાય છે. “સત્સંગ સંજીવની”માં મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ પોતાના સાયલાથી જેઠ વદ ૧૧ શુક્રવાર, ૧૯૫૩ના લખાયેલ પરમકૃપાળુદેવ પરના પત્રમાં જણાવે છે કે, ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે (મણિલાલે) પૂછ્યું કે (શ્રી સૌભાગ્યભાઈને) “આપે ભવનું કાંઈ નક્કી કર્યું ?” ત્યારે પોતે કહ્યું કે હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન વિના મોક્ષ હોય નહીં... તેથી છેવટના સમયે, અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો આ જ ભવે મોક્ષ નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે.” આ પરથી ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈની પરમાર્થ માર્ગની આધ્યાત્મિક પ્રગતિ કેટલી સફળ રહી ! પરમકૃપાળુદેવના માર્ગદર્શન તેમ જ સ્વાત્મ પુરુષાર્થે શ્રી સૌભાગ્યભાઈ ભવસાગર તરીને મુક્તિનો કિનારો દેખાય એટલા નજીક પહોંચી ગયા હતા. કેવી અનન્ય સિદ્ધિની પ્રાપ્તિ, મનુષ્ય જન્મને કેવો અજવાળ્યો. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ શ્રી સૌભાગ્યભાઈને ત્યાં સાયલા પહોંચ્યા પછી પરત જેઠ વદ ૧૩, ૧૯૫૩ના ખંભાત પહોંચ્યા બાદ પરમકૃપાળુદેવને પત્ર લખ્યો છે તેમાં શ્રી સૌભાગ્યભાઈની અંતિમ સમયની દિવ્ય અંતરંગ પરિણતિનો ખ્યાલ આવે છે. શ્રી અંબાલાલભાઈ લખે છે કે, “જેઠ વદ આઠમ, ભોમ, સંવત ૧૯૫૩ના રોજ સાંજના છ વાગ્યે સાયલે જઈ સૌભાગ્યભાઈના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ વારંવાર આશ્ચર્યવંત થાઉં છું.” આગળ લખે છે કે, “એ પવિત્રાત્માના ગુણોનું વિશેષ વર્ણન હું અલ્પજ્ઞ શું કરું? પણ મારા પ્રત્યેની તે પુરુષની દયા અનુકંપા જોઈ હું બહુ જ આનંદ પામું છું... જેમ જેમ દુઃખની ૭૪ ... &યસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિશેષતા થતી ગઈ, તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઈ. ગુરુવારે સવારે મેં “સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઈ કહીશ નહીં. આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. દસ વાગે માથા શ્વાસ થયો તે વખતે અત્યંત દુઃખસ્થિતિ જોઈ, વખતે દુઃખના લીધે ભુલાવો થઈ જાય એમ ધારી મેં કલાક ૧૦-૪૮ મિનિટે સ્મરણ આપ્યું. તે વખતે ઇન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્મા જ બોલતો હોય અર્થાત્ તેટલાં જ વચનોના પુગલ કાઢવાના હોય તેવી રીતે પોતે નીચે પ્રમાણે ભાષણ કર્યું : “હા, મારો એ જ ઉપયોગ છે. મારે તને ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ હવે તે વખત નથી. હું સમાધિમાં છું તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં કારણ તું જે બોલે છે, તેમાં મારે ઉપયોગ દેવો પડે છે. તેટલો વખત મારો ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે. એટલું ભાષણ કર્યું કે તમામ સમીપવાસી સહકુટુંબ વર્ગ તથા મુમુક્ષુઓએ પરમ ભક્તિભાવે ત્રિકરણ યોગે સાષ્ટાંગદંડવતથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું ને ૧૦ ને પ૦ મિનિટે દેહનો ત્યાગ કર્યો. પોતે તર્યા અને કુટુંબવાળાને તારવાની સમર્થતાવાળા એવા એક ધર્માત્માનો વિયોગ થવાથી અમૂલ્ય રતન ખોવા જેવું થયું છે... તથાપિ તે પવિત્ર આત્માના મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબંધ ભાવ, દયા, ક્ષમા, અનુકંપા, સહનશીલતા તથા સ્વાભાવિક સરળતા, નિશ્ચળમુમુક્ષુતા, સદ્ગુરુ પ્રત્યે એકનિષ્ઠા અને આત્મજ્ઞાનની શુદ્ધ તારતમ્યતા એ આદિ ગુણ સંપન્નતા વડે “જે દેહ ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે તેથી અત્યાનંદ થાય એવી જે શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈની દશા પ્રત્યેક મુમુક્ષુઓએ વારંવાર સંભારી સંભારીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીમદ્ પવિત્રાત્મા શ્રી સૌભાગ્યભાઈને ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સદ્ગુરુશ્રી તેમના પવિત્રાત્માને અખંડ શાંતિ આપો. એ જ વિનંતી. અત્રે મારું વદ ૧૩ના આવવું થયું છે. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.” ઉપર્યુક્ત પત્ર ખંભાત ગયા બાદ શ્રી અંબાલાલભાઈએ લખેલ તેમ જ સાયલાથી પણ જેઠ વદ ૧૧, શુક્રવાર, ૧૯૫૩ના એટલે કે, શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણના બીજા જ દિવસે પરમકૃપાળુદેવને પત્ર લખેલ તેમાં લખે છે કે, “વળી મૃત્યુના થોડા વખત પહેલાં ગોસળિયાએ બોલાવ્યા તે પોતે કહ્યું કે, હાલ બધા છાનામાના બેસી રહો.” વખતે વખતે પોતે ઉચ્ચાર કરે તો “હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે શ્રી સોભાગભાઈનું સમાધિમરણ ૭પ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં કોઈના કહયા પહેલા પોતાના જ્ઞાનબળથી જ શ્રી સૌભાગભાઈના દેહવિલય વિષે જાણી લેતા શ્રીમદ્જી ‘તેમના ગુણોનું અદભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદભૂતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.” (પત્રાંક : ૭૮૨) Jain Education international For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામી...” પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા અને વખતે કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું, પણ પછી કોઈએ કંઈ પણ કહેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવ વેદવા દીધો હતો. હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઈના સમાધિમરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિમરણ મેં કોઈનું હજુ જોયું નથી. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈના આ બન્ને પત્રો પરથી ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈનું મૃત્યુ સમાધિપૂર્વક થયું હતું. આવું મૃત્યુ શ્રી અંબાલાલભાઈએ ક્યારેય જોયું નહોતું તેથી તેઓ હર્ષિત થઈ ઊઠેલા. આમ મૃત્યુ પણ મહોત્સવરૂપ બની જાય છે - મંગલ બની જાય છે - આનંદ પ્રસરાવતું બની જાય છે. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયની ક્ષણે જ, મુંબઈમાં પ.કૃ.દેવ શ્રીમદ્જીએ પોતાના જ્ઞાનબળે જાણીને પહેરેલ કપડે જ ઠંડા પાણીથી સ્નાન કર્યું. દેહવિલયનો તાર થોડા સમય બાદ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્રદેવના અગાધ જ્ઞાનનો પુરાવો છે. પરમાર્થ સખા સૌભાગ્યના વિરહનો પરમાર્થ ખેદ સૌથી વધારે કોઈને પણ વેદાયો હોય તો તે નિર્મોહસ્વરૂપ પરમાર્થ સંવેદનશીલ શ્રીમદ્. શ્રીમદ્ પોતાના આ પરમાર્થ સખાના દિવ્ય આત્માને ભવ્ય અંજલિ અર્પતાં, ૧૯૫૩ના જેઠ વદ બારસના દિને સૌભાગ્યના પુત્ર સંબકલાલ પરના આશ્વાસનપત્રમાં (પત્રાંક-૭૮૨) સૌભાગ્યની મુક્તકંઠે સ્તુતિ કરે છે. “આર્ય શ્રી સૌભાગે જેઠ વદ દશમ, ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે, જન્મ મરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે.. મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ સમાવીને ગુણોના અભૂતપણાનો વિરહ થયો તે પ્રકારમાં શ્રી સોભાગભાઈનું સમાધિમરણ ૭૬ For Personal Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.” પરમકૃપાળુદેવે પોતાના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને આવી ભવ્ય અંજલિ અર્પેલ છે. મોહે કરીને આપણને આપણા પ્રિયજનના અવસાન નિમિત્તે ખેદ રહેતો હોય ત્યારે તેને કેમ શમાવવો એ સંબંધી પરમકૃપાળુદેવની ભલામણ માત્ર ત્રંબકને નહિ પણ આપણને પણ ઉપયોગી છે. પોતાના અંતરમનનો ભાસ વ્યક્ત કરતા ભાવિ દ્રષ્ટા શ્રીમજી શુભ સ્થળ સાયલા વિષે લખે છે કે, “આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” પરમકૃપાળુદેવનો આ અંતરંગ ભાવ અને આશીર્વચન ફળીભૂત થયા હોય એવું લાગે છે. શ્રી રાજ-સોભાગ આશ્રમ થકી પરમકૃપાળુદેવ તથા શ્રી સૌભાગ્યભાઈનો અન્યોન્ય આધ્યાત્મિક સંબંધ આજે પણ જીવંત રહેલો છે. શ્રી સૌભાગ્યભાઈની સ્મૃતિ કેળવીને અનેક મુમુક્ષુઓ પરમકૃપાળુદેવ શ્રીમદ્જીના રાજમાર્ગે આત્મવિકાસ સાધી રહ્યા છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ વિષે જેમ મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ લખે છે તેમ શ્રી સુખલાલભાઈ છગનલાલ સંઘવીએ પરમકૃપાળુદેવને સંવત ૧૯૫૫ના ફાગણ સુદ ચોથના પત્ર લખેલ છે [આ પત્ર રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગસંજીવની) પુસ્તકમાં પત્રાંક ૭૦ પર છે)] કે, “પુરુષાર્થનો ત્યાગ કરેલ દેખાતાં છતાં અમારા પ્રાણેશ્વર પ્રભુને આકર્ષી લેવામાં અનવધિ અને અશ્રાંત પુરુષાર્થ વાપરનાર, અમારા પૂજ્ય, નિષ્કામ -સ્વાર્થ રહિત અને સંસારસાગરમાં ડૂબતા અનેક અનાથ જીવોના ઉદ્ધારને અર્થે નિરંતર પરોપકાર બુદ્ધિથી પરિશ્રમ કરનાર મહાત્મા શ્રી સૌભાગ્યચંદ્રભાઈને સાદર દયે મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ.” કેવી ભવ્ય અંજલિ આપેલ છે. પૂ. શ્રી બાપુજી શેઠ (ખંભાત) પૂ. શ્રી જવલબેનને તા. ૨૧-૧૨-૧૯૫૦ના પત્રમાં લખે છે કે (સત્સંગ સંજીવની પાનું ૨૦૫) :- “તે પ્રભુ (શ્રીમદ્ પ.કૃ.દેવ)ની વીતરાગતા ઓળખવામાં અનંત અંતરાયો અને અનંત વિકટતા છે અને જેને ઓળખાણ થયું તેઓ સહજ માત્રમાં ભવમુક્ત થયા છે. ઘણા ઘણા પરિચયમાં ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ આવેલા, ઘણો કાળ તેમના સંગમાં રહેવા છતાં પણ ઓળખાણ થવું દુર્લભ છે. પરમ મુમુક્ષુ શ્રી જૂઠાભાઈ તથા પૂ. શ્રી સૌભાગ્યભાઈ જેવાને ઓળખાણ થઈ, તેમના પ્રત્યે પ્રમોદ ભાવ આવ્યો છે ત્યાં ભગવાનની વૃત્તિ ભક્તો પ્રત્યે જોડાઈ ગઈ છે, જે ભક્તો આગળ પોતાનું લઘુત્વપણું દાખવ્યું છે અને તે ભક્તો દેહ છોડી ગમે ત્યાં જાય પણ તે પરમકૃપાળુદેવને વિસરે નહીં તેવા ભક્તોના હૃયમાં પોતે બિરાજયા.” - શ્રી મનસુખભાઈ રવજીભાઈ કે જેઓ પરમકૃપાળુદેવના નાનાભાઈ થાય તેઓ પણ શ્રી સૌભાગ્યભાઈને માટે કેટલા ઉચ્ચ વિચારો ધરાવતા હતા તે તેમના વવાણિયાથી પરમકૃપાળુદેવને લખાયેલ પત્રમાં જોવા મળે છે. (સત્સંગ-સંજીવની પુસ્તકમાં ક્રમાંક ૭ર પર છે.) તેઓશ્રી લખે છે કે, “ઘણી વેળાએ મારા પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના ઉત્તમ ગુણો અને ભક્તિ સ્મૃતિમાં આવે છે અને તે વખતે વિચાર થાય છે કે તેમના કરતાં મારે, મારામાં કેટલા ભક્તિભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે. છતાં હું મૂર્ખ અજ્ઞાનતાને લીધે આંખ ઉઘાડી જોતો નથી.” આ પત્ર દ્વારા શ્રી મનસુખભાઈ શ્રી સૌભાગ્યભાઈના ઉત્તમ ગુણો અને ભક્તિને યાદ કરી તેવી ભક્તિ પોતામાં પ્રગટે એવા ભાવો વ્યક્ત કરે છે. પુરુષ પ્રત્યેની ભક્તિ જ સંસારસાગર તરવાને નૌકા સમાન છે. એ જ રીતે મુંબઈથી અષાડ સુદ ચોથના રવિવારે, ૧૯૫૩ના લખાયેલ પત્રમાં (પત્રાંક ૭૮૩) પણ પરમકૃપાળુદેવ શરૂઆતમાં જ લખે છે કે, “શ્રી સૌભાગને નમસ્કાર”, “શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.” મુંબઈથી અષાડ વદ એકમ, ગુરુવાર, ૧૯૫૩ના લખાયેલ પત્રમાં (આંક ૭૮૬) પરમકૃપાળુદેવ લખે છે કે, “આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” વણારસી તલસીભાઈ ૫.ક.દેવ પરના પત્રમાં લખે છે કે, “શ્રી સૌભાગ્યભાઈનું પંડિત મરણ થયું છે. મુરબ્બી શ્રી સૌભાગ્યચંદભાઈ સાક્ષાત્ દેહથી મુક્ત થયા, તેઓ અમારા જેવાના આધાર હતા... મનને દિલગીરી થવાનું કારણ છે જે અમારા જેવાને ઘણાને તેમનાથી સંતોષકારક સાધન મળતું. મહાવદ ૧૦, બુધ, ૧૫૪.” ધારસીભાઈ કુશળચંદભાઈ પૂ. શ્રી અંબાલાલભાઈ પરના પત્ર (પત્ર-૧૦, પા.૨૪૦)માં લખે છે કે, “પરમ પૂજ્ય પરમોત્કૃષ્ટ સમાપિસ્થિત શ્રી સૌભાગ્યભાઈનો આ ભવને વિષે આપણને વિયોગ થયો અને તેમના સત્સમાગમની આપણને જે શ્રી સોભાગભાઈનું સમાધિમરણ ૭૮ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ખામી આવી છે, તે કોઈ રીતે પૂરી શકાય તેમ નથી. તેમની શાંતિ, દયાળુતા, નિરભિમાનતા, સરળતા, સત્યતા તથા સત્યતા પ્રત્યેની પ્રતીતિ, શુદ્ધ ઉપયોગ અને પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય સ્વરૂપ સ્વામીની (પ.કૃ. શ્રીમદ્ રાજચંદ્રદેવ) પ્રત્યે અડગ શ્રદ્ધા.. અવસાન વખતે વિશેષ દૃઢપણું ઇત્યાદિ કોઈપણ પ્રકારે વર્ણવી શકાય તેમ નથી.. દરેક મુમુક્ષુએ એ વાત રટણ કરવા લાયક છે.” ધોરીભાઈ બાપુજી, ભાદરણથી પૂ. અંબાલાલભાઈ પરના પત્રમાં જણાવે છે કે, (પત્ર-૧૪, પા.-૨૪૨) “પૂ. સૌભાગ્યભાઈના મૃત્યુના સમાચાર સાંભળી અત્યંત દિલગીર છું. પરંતુ તેમની શુદ્ધ પરિણતિ, શુદ્ધ ઉપયોગ, પરમ શાંતિ, અસંગપણું, પરમ ઉદાસીનતા અને પરમ સમાધિવંત (દશા) સાંભળી કેટલોક આનંદ થાય છે. પણ જ્ઞાની પુરુષનો વિરહ ઘણું ખેદનું કારણ છે.” સંવત ૧૯૫૩ જેઠ વદ ૦૩ના મુંબઈથી શ્રી મનસુખભાઈ પત્ર દ્વારા અંબાલાલભાઈને જણાવે છે કે “સહજાત્મસ્વરૂપ શ્રી ગુરુ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર હો. પ.કૃ. પ્રત્યે આપના બે પત્રો પ્રાપ્ત થયા છે. શ્રી સૌભાગ્ય સાહેબના દેહ ત્યાગના ખબર વાંચી ઘણો ખેદ થયો છે. તેઓનો સદૈવનો વિયોગ થયો, તેથી અત્યંત ખેદ ઉત્પન્ન થાય, એ સ્વાભાવિક છે. તથાપિ તેઓના અદૂભુત ગુણો ને દેહત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, તેથી આનંદ થાય છે. તેઓની મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબદ્ધભાવ તેમ જ તેમનાં સ્વાભાવિક સમતા, નિરભિમાનતા, નિશ્ચલ મુમુક્ષુતા અને આત્મજ્ઞાનનું તારતમ્ય એ આદિ ગુણો તેમના સત્સમાગમને પામેલા પ્રત્યેક મુમુક્ષુને વારંવાર સાંભરી આવવા યોગ્ય છે. પ.કૃ.નાથ પ્રત્યે પ્રાર્થના એ છે કે, તેમને અખંડ શાંતિ આપો.” પૂ. શ્રીમદ્ સૌભાગ્યભાઈના દેહત્યાગના ખબર, તેમના દેહત્યાગ વખતની આત્માની સ્થિતિ સહિત જે જે મુમુક્ષુઓને આપવા ઘટે તેઓને આપશો. એમ આપને લખવા માટે મને પ.કૃ.દેવ તરફથી આજ્ઞા થઈ છે. જેમ જેમ શ્રી પૂજયપાદ સૌભાગ્યભાઈ સાહેબના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ દઉં છું, તેમ તેમ અધિક ખેદ થાય છે. જે લખતાં દય ભરાઈ આવે છે. વિશેષ શું લખું? – મનસુખના પ્રણામ, મુંબઈ - ચંપાગલી.” કેશવલાલ નથુભાઈ, ભાવનગરથી પૂ. શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલા પત્રમાં જણાવે છે કે (પાનું-૨૮૮) “સદ્ગુરુ પરમાત્મા દેવશ્રીને અત્યંત ભક્તિથી ત્રિકાળ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર ! પિતાતુલ્ય શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ દેહત્યાગ કર્યાના પ્રથમ ખબર તેમના કુટુંબ તરફથી કહેવરાવેલ હતા. ત્યારબાદ છેવટની વખતના સમાચાર આપે ખંભાત પધારી લખ્યા તે જાણ્યા - અહીંયાં પૂ. શ્રી ધારસીભાઈ પધારેલા, તેમણે આગળ, પાછળની હકીકત તથા અનંતાનુબંધી કષાય સંબંધી પોતે કરેલા ઉપદેશની હકીકત કહી સંભળાવી. આ લખનાર ભિક્ષુકના ઉપર સૌભાગ્યચંદ્રભાઈનો મોટો ઉપકાર હતો. અને તે એટલે સુધી કે એક આંધળાને દોરીને રસ્તે ચડાવનાર તેઓ જ છે. આ બાળકને અને કૃપાસિંધુને ધર્મ સંબંધી પ્રસંગ બિલકુલ ન હતો, પણ અન્ય પ્રસંગ હતો. તે સત્પરુષને ઓળખાવી સત્પુરુષ પર રુચિ ઉત્પન્ન કરાવનાર, આસ્થા રખાવનાર અને કાંડું ઝાલનાર સૌભાગ્યચંદ્રભાઈ છે... આવા ઉપકારી પુરુષનો મને, તમને સૌને વિરહ પડ્યો છે, ને તે વિરહ સદાયનો, તેમની શિખામણ દેવાની રીત, ભક્તિથી માંડી આત્મસ્વરૂપ સુધીનો ઉપદેશ આપનાર, વ્યાવહારિક અને પારમાર્થિક અર્થ સમજાવનાર અને સસ્વરૂપ પ્રત્યે પ્રેમ વધારનાર આપણે ખોયા છે. જેની સદાય સર્વે જીવ ઉપર હિતબુદ્ધિ સ્તુરી રહેલી પ્રત્યક્ષ જણાઈ આવતી હતી. મહાદયાળુ વૃદ્ધ છતાં પણ ભક્તિનો કોઈ અંશ ઓછો નહિ એવા પરમ વૈરાગી સાધુનો આપણને સદાય વિયોગ થયો છે. મહાત્મા શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ તો આ અનિત્ય, ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો છે. પણ તેનો આપણને કેટલો ગેરલાભ થયો છે, એ વિચાર ઉપર જઈએ છીએ ત્યારે ખેદ, અફસોસ, આંખમાંથી આંસુની ધારા સિવાય બીજું કાંઈ જણાતું નથી. જેમનો આપણને અપૂર્વ લાભ મળતો હતો. જે પરમાત્મા દેવ પાસેથી અપૂર્વ લાભ મેળવતા, તે લાભ આપણને આપતા. આહાહા ! કેવી તેમની ઉદારતા, કેવી તેમની હિતબુદ્ધિ, કેવો તેમનો પારમાર્થિક અચળ ભાવ... વિગેરે વિચારી વારંવાર મનન કરવા યોગ્ય છે. અને આ બાળક તે ભાવને વિચારી વારંવાર વંદન કરે છે. મુનિશ્રી સૌભાગ્યચંદ્રભાઈ તો તેમનું પુરુષ (આત્મા) પ્રયત્ન કરી સુધારી ગયા. સમાધિભાવે સમાધિમરણને અનુસર્યા. એક વખતના સમાધિમરણથી અનંતીવારના અસમાધિમરણને ટાળ્યાં. ધન્ય છે તેમને, ને તે સ્તુતિપાત્ર છે, વારંવાર વખાણવા યોગ્ય છે, અનુમોદન કરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, આપણો પરમ સત્સંગ ગયો છે.” (સત્સંગ સંજીવની પુસ્તક આવૃત્તિ બે માંથી) શ્રી સોભાગભાઈનું સમાધિમરણ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક પ્રસંગ : ૧ ‘મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, તેને મોહાસકિત મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુ:ખથી નિર્ભય હોય છે.' (પત્રાંક : ૨૫૪) dain Education International For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૯ પ્રેરક પ્રસંગો (પ..દેવની આંતરિક પ્રજ્ઞાની ખાતરી કરાવતા પ્રસંગો) પરમકૃપાળુદેવના જીવનમાં એવા કેટલાક યાદગાર પ્રસંગો બનેલા છે કે જે મુમુક્ષુજનોને પ્રેરણાનાં પાન કરાવે તેવા છે. આપણે તો માત્ર પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથેના પ્રસંગોનો અહીં ઉલ્લેખ કરીએ છીએ. પ્રસંગ-૧ ખંભાતવાળા પૂજય છોટાલાલભાઈ માણેકચંદ દ્વારા આ પ્રસંગ કહેવામાં આવેલ છે જે પુસ્તક “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ સંજીવની)”માંથી અત્રે લખેલ છે. શ્રી પરમકૃપાળુદેવ સંવત ૧૯૪૮માં આસો માસમાં ખંભાત પધાર્યા હતા અને મારા મકાન પર પધાર્યા હતા. આઠ દિવસ સુધીની સ્થિરતા કરી હતી. અમારા દરેક ઓરડામાં માણસો ભરાઈ ગયા હતા. ઘણા જ માણસો સમાગમ અર્થે આવતા હતા. કેટલાક માણસો પ્રશ્ન પૂછવા ધારીને આવેલ હોય તેવામાં તો કૃપાળુશ્રીનો બોધ ચાલતો હોય તેમાં સર્વ માણસોના સર્વ પ્રશ્નનું સમાધાન આવી જતું હતું અને આવેલા માણસો આશ્ચર્ય પામતા હતા કે અમો આ પ્રશ્ન પૂછવા ધારીને આવેલા અને તે તો તેમના ઉપદેશમાં પ્રશ્નોનું સમાધાન આવી ગયું જાણે કે અમારા મનના ભાવ તેઓશ્રીના જાણવામાં જ આવી ગયા ન હોય ! ફરી સમાગમ કૃપાળુદેવ હડમતિયાથી મુંબઈ જતાં સંવત ૧૯૫૧ના આસોમાં ધર્મજ પધાર્યા ત્યારે થયો હતો. તે વખતે કૃપાળુદેવ સાથે શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીભાઈ હતા. સાહેબજી પાસે ત્યાંના અમીન પાટીદારો વગેરે ગૃહસ્થો ઘણા આવતા. કૃપાળુદેવની મુખમુદ્રામાંથી ઉપદેશ ધ્વનિ ચાલતો તેથી સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વે શ્રોતાજનો શાંત થઈ જતા અને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીનાં વચનામૃતો સાંભળ્યા જ કરીએ. ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. અમો બધા પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા-લડતા ઘણા જ વેગમાં અમારી સામે આવતા હતા. સાહેબજીએ પ્રથમથી જ જણાવ્યું કે આ બન્ને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે, પણ અમે ભયભીત થઈ પ્રેરક પ્રસંગો ૮૧ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક પ્રસંગ : ૨ ‘જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.' (પત્રાંક : ૬૭૯) Sain Education intemational For Personal & Prvate Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ખેતરમાં ભરાઈ ગયા. ફક્ત સાહેબજી પોતે જ નીડરપણે એક જ ધારાએ ચાલતા રહ્યા હતા અને તેમની પાછળ શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ ચાલતા હતા. બેઉ સાંઢ પાસે આવતા જ શાંત બની ઊભા રહ્યા. આ પ્રસંગ પરથી આપણને ખ્યાલ આવે છે કે શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈને પરમકૃપાળુ દેવ પર કેટલો વિશ્વાસ હતો ! કેટલી શ્રદ્ધા હતી ! સાંઢને લડતા લડતા આવતા જોઈને ગમે તેવો હિંમતવાળો પણ ભાગી જાય ત્યારે શ્રી સૌભાગ્યભાઈ તો પરમકૃપાળુદેવનાં વચનો સાંભળી નિર્ભયતાપૂર્વક ચાલતા રહે છે. સપુરુષનાં વચનો પ્રત્યે આવી શ્રદ્ધા હોય તે જ પ્રગતિ સાધે છે. પ્રસંગ-૨ આ બીજો પ્રસંગ પૂજ્ય ત્રિભોવનભાઈ માણેકચંદ ખંભાતવાળાએ કહેલ છે. આ પ્રસંગ પણ “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ-સંજીવની)”માં છપાયેલ છે. એક વખત સાહેબજી રાળજવાળા શેઠના બંગલાની (રાજછાયા બંગલો) અગાસીમાં બેઠા હતા. તેઓની એક બાજુ શ્રી સૌભાગ્યભાઈ અને બીજી બાજુ શ્રી ડુંગરશીભાઈ બેઠા હતા. મારા પિતાશ્રી પણ ત્યાં બેઠા હતા તે વખતે ચક્રવર્તી સંબંધી વ્યાખ્યા ચાલી હતી. ત્યારબાદ મારા પિતાશ્રીને સાહેબજીએ બાર વ્રતનું સ્વરૂપ કહી સંભળાવ્યું હતું ને પછી કીધું કે, આ જે બે આર્ય શ્રી સૌભાગ્ય ને શ્રી ડુંગરશી છે તે સુધર્માસ્વામી અને શ્રી ગૌતમસ્વામી જેવા છે.” પરમકૃપાળુદેવના ઉપરોક્ત વાક્ય પરથી ખ્યાલ આવે છે કે, પરમકૃપાળુદેવને શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીભાઈનું કેટલું મહત્ત્વ હતું. ભગવાન મહાવીરસ્વામીના શિષ્યગણમાં શિરોમણિ સમાન શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામી હતા. તેમ શ્રી સૌભાગ્યભાઈ તથા ડુંગરશીભાઈ પરમકૃપાળુદેવના શિષ્યગણમાં શિરોમણિ સમાન હતા. પ્રસંગ-૩ પરમકૃપાળુદેવ વારંવાર નિવૃત્તિ ક્ષેત્રમાં એકાંત વાસપણે રહેવા માટે ચરોતર પ્રદેશમાં આવતા હતા. એવા જ એક પ્રસંગમાં તેઓશ્રીની સાથે શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશી ગોસળિયા બાર દિવસ કાવીઠા ગામમાં રહ્યા હતા. પછી રાળજમાં પારસીના બંગલે આઠ દશ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી વગેરે સાધુઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. ચોમાસામાં સાધુથી વિહાર કરી પ્રેરક પ્રસંગો ૮૨. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શ્રી લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી) For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ અસહય વિરહ વેદના સહન કરતાં છતાં આજ્ઞા પાલન કરતાં મુનિશ્રીને શ્રીમદ્જીએ સૌભાગભાઈ મારફત મંત્ર કહી સંભળાવ્યો રાળ | dain Education International For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Jan Education international For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ બીજે ગામ ખાસ કારણ સિવાય ન જવાય એવી શાસ્ત્રોમાં આજ્ઞા આપવામાં આવી છે. તેને અનુસરી શ્રી લલ્લુજી (પ્રભુશ્રીજી) સ્વામી જંગલમાં હમેશાં નિવૃત્તિ અર્થે જતા, પણ રાળજ સુધી જવાતું નહીં. ખંભાતના મુમુક્ષુઓ લાભ લેવા જતા પણ તેઓશ્રી (પ્રભુશ્રીજી) આટલા નજીક હોવા છતાં દર્શન થતાં નહીં તેથી મનમાં વ્યાકુળતા રહેતી હતી. એક દિવસે સમાગમનો વિરહ સહન ન થઈ શકવાથી ચાલતા ચાલતા રાળજની સીમમાં આવ્યા અને શ્રીમદ્જી રહેતા હતા તે મુકામથી થોડે દૂર ઊભા રહી ખેતરમાંથી ગામમાં જતા એક માણસ સાથે શ્રી અંબાલાલભાઈને કહેવરાવ્યું કે એક મુનિ આવ્યા છે તે તમને બોલાવે છે. શ્રી અંબાલાલ આવ્યા અને શ્રી પ્રભુશ્રીજીને ઠપકો આપતાં કહ્યું “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” આજ્ઞા નથી એટલે અહીં ઊભો રહી આપને આજ્ઞા માટે અહીં બોલાવ્યા છે. જો તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો હું પાછો જતો રહું.” એમ શ્રી પ્રભુશ્રીજીએ શ્રી અંબાલાલભાઈને કહ્યું. શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું “ના, એમ તો ન જવા દઉં, મને ઠપકો મળે, માટે કૃપાળુદેવ આજ્ઞા કરે તેમ કરો, હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલે કૃપાળુદેવ પાસે જઈને મુનિશ્રી આવ્યાની ખબર કહી એટલે શ્રીમદ્જીએ કહ્યું : “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” શ્રી અંબાલાલે આવીને મુનિશ્રીને તે પ્રમાણે કહ્યું તે સાંભળી મુનિશ્રીએ કહ્યું “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું. માટે હું પાછો ચાલ્યો જાઉં છું.” ખેદખિન્ન થઈ પોતાના ભાગ્યનો દોષ જોતાં શ્રી લલ્લુજી સ્વામી વિરહાગ્નિથી સંતાપ પામતાં આંખમાંથી ઝરતી આંસુધારા લૂછતાં લૂછતાં ખંભાત તરફ પાછા ફર્યા. બીજે દિવસે પરમકૃપાળુદેવ શ્રીમદ્જીએ શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશી ગોસળિયાને રાળજથી ખંભાત મોકલ્યા. શ્રી સૌભાગ્યભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી પ્રભુશ્રીજીને આશ્વાસન આપતાં કહ્યું – “પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાતો કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈને ત્યાં જઈ એકાંતમાં બન્ને બેઠા. પરમકૃપાળુદેવનો સંદેશો કહીને જણાવેલો મંત્ર કહી સંભળાવ્યો અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. શ્રી પ્રભુશ્રીજીને આથી ઘણો સંતોષ થયો. ગ્રીષ્મનો તાપ દૂર કરતી વર્ષાઋતુની વૃષ્ટિથી શ્રી પ્રભુશ્રીજીના હદયમાં વિરહાગ્નિનો સંતાપ દૂર થઈ શાંતિ વળી અને સમાગમ થશે એમ જાણી આનંદ થયો. શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી અંબાલાલ બને પાછા રાળજ ગયા અને શ્રી ડુંગરશી ગોસળિયા કાઠિયાવાડ ગયા. પ્રેરક પ્રસંગો For PE Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ભકિતપૂર્વક આવકાર For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવનના બનેલ અપ્રસિદ્ધ પ્રસંગો પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે પરમાત્મા સમાન જ હતા. તેઓશ્રી પર અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના શબ્દો શ્રી સૌભાગ્યભાઈ માટે આગમ વચન સમાન હતા. આવા ર્દયના ભાવોને વ્યક્ત કરતા બે પ્રસંગો અગાસ આશ્રમમાં રહેલ બાણું વર્ષની ઉમરના શ્રી હિંમતલાલભાઈએ સાયલા આશ્રમના શ્રી કીર્તિભાઈ બોરડિયાને કહેલ હતા તે દર્શાવીએ છીએ. પ્રથમ પ્રસંગ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સાયલા શ્રી સૌભાગ્યભાઈના ઘેર પધારે ત્યારે તેઓના ઘરમાં આનંદ, ઉત્સાહ ઉભરાતો. શ્રી સૌભાગ્યભાઈ તો સાક્ષાત્ પ્રભુ ઘેર પધારતા હોવાનો ભાવ અનુભવી દોડાદોડ કરી મૂકે. શું કરું અને શું ન કરું એવી હરખની દ્વિધામાં સપડાઇ જતા. લાલ જાજમ બિછાવી પ્રભુને આવકારતા અને તેના પર ચાલવા આગ્રહભરી વિનંતી કરતા. મારા પ્રભુને પગમાં ક્યાંય કાંટો ન વાગે! ક્યાંય કાંકરો ન વાગે એવા ભાવ સહ પ્રભુને ઘરમાં લાવે. કૃષ્ણને જોઈ ગોપીઓ ઘેલી ઘેલી થાય અરે ! ઘર ઉઘાડા મૂકી કામોને દૂર હડસેલી પ્રભુ પર ન્યોછાવર થવા દોટ મૂકે એવી દશા શ્રી સૌભાગ્યભાઈ અનુભવતા. મારા પ્રભુ આવ્યા છે ! મારા પ્રભુ આવ્યા છે ! એવું જ રટણ ચાલે ! પ્રભુના દર્શનનો લાભ કુટુંબ પરિવારના સૌ સભ્યો ઉઠાવે એવી ભાવના ભાવતા. પૂ. શ્રી સૌભાગ્યભાઈ તેમના ધર્મપત્ની રતનબા, બે દીકરા વ્યંબક અને મણિ તથા છ દીકરીઓ સૌના દયમાં પ્રભુ પધાર્યાનો ઉત્સાહ વેદાતો. દીકરીઓના લગ્ન થતાં એક મોટી દીકરી દેવબા લીંબડી વરાવેલ તો બીજાં દીકરી વઢવાણ હતાં. એક દીકરી સાયલામાં જ વસતાં હતાં. પૂ. શ્રી સૌભાગ્યભાઈ આ દરેકને જાણ કરી પ્રભુ દર્શનનો લાભ લેવા પિયર બોલાવતા. સૌ ઘરમાં એકત્રિત થઈ અને આનંદ અનુભવતાં. આવા જ એક પ્રસંગે દેવુબાને લીંબડી જાણ કરવામાં આવી કે પ્રભુ પધારવાના છે હવે એ સમયે દેવુબાને પૂરા દિવસ હતા. એટલે એમનાં સાસુજીને સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં સાયલા મોકલતાં જીવ ન ચાલે. ઉપરાંત ઘરમાં એક ભેસ. આ ભેંસને દેવુબા દોહે તો જ તે દોહવા દે અન્ય કોઈને હાથ લગાડવા ન દે. હવે જો પ્રેરક પ્રસંગો ८४ For Persoe rivate Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ભેંસને ન દોહે તો દૂધ તેના પેટમાં પ્રસરે તો મરણ નીપજે. વળી આ ભેંસ મોટું તાંસળું ભરાય એટલું દૂધ આપે. ન દોહવાને કારણે વસુકી જાય તો પછી દૂધ ન આપે. આવી પરિસ્થિતિમાં કેવી રીતે દેવુબાને જવા રજા આપે ? છતાં સાસુજીને એમ થયું કે જો રાત પહેલાં સાયલાથી લીંબડી દેવુબા આવી જાય તો ભલે સાયલા જતાં અને પ્રભુનાં દર્શન કરતાં. દેવુબાએ હા પાડી કે સાંજના સાત વાગ્યા સુધીમાં આવી જઈશ. આખરે દેવુબા સાયલા પહોંચ્યાં. એ જમાનામાં લીંબડીથી સાયલા જવા માટે ટ્રેનમાં કેમ્પ (સુરેન્દ્રનગર) જવું પડતું. કેમ્પથી ટ્રેન બદલી મૂળી જવાનું, સાયલા ટપ્પામાં આવાવનું રહેતું. આવી રીતે મુસાફરી કરી દેવુબા આવી ગયાં. બધાં સાથે બેઠાં, આનંદ-જ્ઞાનવાર્તા સાંભળી. સાથે જ જમ્યા પછી પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સૌભાગ્યભાઈ, તેમનાં પત્ની શ્રી રતનબા, શ્રી સૌભાગ્યભાઈનાં બહેન કે જે વિધવા હતાં અને સાયેલા રહેતાં હતાં તે ઉજમબા, ચમુબા, દેવુબા અન્ય દીકરીઓ, પુત્રો ત્યંબક અને મણિ અને અન્ય મહેમાનો બેઠા હતા. દેવુબાને જવાનું હોવાથી ટપ્પાવાળાને કહી રાખેલ તે આવી ગયેલ. પરંતુ તે જ વખતે દેવુબાને પેટમાં અસહ્ય પીડા ઊપડી. ઊભા ન થઈ શકે એવી હાલત થઈ હવે કેવી રીતે લીંબડી જવું એની ફિકર થઈ. ટ્રેનનો સમય પણ થઈ ગયો હતો. બધાં જ નિરાશ થઈ ગયાં ! શું કરવું એની ગમ પડે નહિ. દરેકના મોઢા પર ચિંતા જોઈને પ્રભુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પૂછ્યું કે શું છે ? તમે બધાં ગંભીર અને ચિંતિત કેમ દેખાવ છો ? શ્રીમદ્ રાજચંદ્રને પ્રત્યુત્તરમાં શ્રી સૌભાગ્યભાઈએ સઘળી બિના કહી સંભળાવી. આ સાંભળી પરમકૃપાળુદેવ ઘડીક વિચારમાં રહ્યા પછી બોલ્યા : “ફિકર કરશો નહીં, દેવુબા ભલે લીંબડી જાય.” બસ ! આ શબ્દો સાંભળતાં જ શ્રી સૌભાગ્યભાઈ તો અનેરો આનંદમાં આવી જઈ ઊછળી પડ્યા અને બે હાથ ઊંચા કરી બોલ્યા કે, “બસ ! ફિકર કરશો નહીં ભગવાને કહ્યું છે, દેવુબા ભલે લીંબડી જાય કાંઈ થશે નહીં.” ટપ્પાવાળાએ તો ઘોડો છોડી નાખેલ કારણ એને એમ કે ટાઈમ થઈ ગયો છે હવે મૂળી સ્ટેશને જઈશું તો પણ ટ્રેઈન નહિ મળે પણ પ્રભુનાં વચનોમાં અખૂટ વિશ્વાસ ધરાવતા શ્રી સૌભાગ્યભાઈએ તો પોતાની બહેન ઉજમબાને સાથે જવા કહી દેવુબાને લીંબડી મૂકવા તૈયારી કરી. આખરે ઉજમબા દેવુબાને લઈ ટપ્પા દ્વારા મૂળી સ્ટેશને પહોંચ્યાં તો ટ્રેઈન એક કલાક મોડી હતી. મૂળીથી નિર્વિઘ્ન વઢવાણ કેમ્પ પહોચ્યાં ત્યાં પણ બીજી ટ્રેઈન એક કલાક મોડી હતી એટલે તે ટ્રેઈનમાં લીંબડી પહોંચ્યાં. દેવુબાના પેટમાં જે દર્દ હતું તેમાં જરા પણ વધારો થયેલ નહિ. • સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ લીંબડીમાં સાસુજી કાગને ડોળે વહુની રાહ જોતાં હતાં. સાત વાગ્યા-સાડા સાત થયા હજુ વહુ સાયલાથી આવ્યાં નહિ. હવે શું થશે ? ભેસને કોણ દોહશે એની ચિંતા અનુભવતાં હતાં, ત્યાં તો આઠ વાગ્યે દેવુબા ઉજમબા સાથે આવ્યાં. ભેંસને દોહી અને એક કલાક પછી દેવુબાએ પુત્રને જન્મ આપ્યો. સવારે ઉજમબા પરત સાયલા આવ્યાં. બધી વાત કરી ત્યારે સૌ પ્રભુનો આભાર વ્યક્ત કરવા લાગ્યા. પરમકૃપાળુદેવનો કેવો અનુગ્રહ ! શ્રી સૌભાગ્યભાઈની કેવી ભક્તિ ! બીજો પ્રસંગ શ્રી સૌભાગ્યભાઈના બે પુત્રોમાંના એક મણિલાલ જ્યારે માતાના ગર્ભમાં જ હતા ત્યારે જ શ્રી સૌભાગ્યભાઈએ તેમના મિત્રને કહ્યું કે મારે ત્યાં પુત્ર અવતરશે તો તારી પુત્રી મોંઘી સાથે તેનું સગપણ નક્કી. આથી જ્યારે મણિલાલ ૧૫ વર્ષના થયા ત્યારે ૧૬ વર્ષના મોંઘીબેન સાથે લગ્ન કરવું પડ્યું. પોતાના પત્ની પોતાથી મોટી ઉંમરના અને મજબૂત બાંધાના હોવાથી પાંચ દિવસ પછી આણું વાળતા, પોતાનો અણગમો વ્યક્ત કરવા, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ હાજર હતા છતાં તેઓ બાજુના ઓરડામાં જઈ અંદરથી સાંકળી વાસી બેસી ગયા. મણિલાલનો ગુસ્સો બહુ જ ખરાબ હતો તેથી તે કાંઈ કરી ન બેસે તેવા ઉચાટમાં પરિવારજનો ચિંતામાં પડી ગયા. થોડો સમય પછી પરમકૃપાળુદેવ બોલ્યા કે, “હે સૌભાગ્યભાઈ તમારા મણિલાલને કશું જ નહિ થાય અને જો કંઈ થશે તો અત્યારે જ બીજો મણિ હાજર કરીશું.” આ વચનો સાંભળતાં જ શ્રી સૌભાગ્યભાઈ ઉત્સાહમાં આવી ગયા અને બોલ્યા કે, “હવે કોઈ ફિકર કરશો મા. ભગવાને કહ્યું છે મણિને કંઈ નહિ થાય.” તેથી બધાનો ઉચાટ મટી ગયો. અડધા કલાક બાદ મણિલાલ દરવાજો ઉઘાડ્યો અને પરમકૃપાળુદેવના ચરણોમાં પડી માફી માંગવા લાગ્યો. કેવી અતૂટ શ્રદ્ધા હતી ભગવાનનાં વચનોમાં તે આ પ્રસંગો ઉપરથી ફલિત થાય છે. શ્રી સૌભાગ્યભાઈનાં ધર્મપત્ની શ્રીમતી રતનબા સાથેનો પ્રસંગ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને તેમના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ સાયલામાં તેમના ઘેર વાતો કરતા બેઠા હતા તે વખતે શ્રી સૌભાગ્યભાઈનાં ધર્મપત્ની સામાયિક કરવા માટે પાથરણું લઈ ઉપાશ્રય જવા નીકળ્યાં તે વખતે તેઓએ પ્રેરક પ્રસંગો ૮૬ For Personalrivate Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું આરાધન ‘કોઇ એક સત્પષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.' (પત્રાંક : ૧૪૩) Jain Education interational For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ કૃપાળુદેવને કહ્યું, “હે ! રાયચંદ મહેતા તમે બંને જણા આખો દિવસ આત્માની વાતો કરો છો તો મારી એટલી વિનંતી છે કે તમો બન્ને વિમાનમાં બેસી મોક્ષમાં જાવ ત્યારે તમારા વિમાનનો એક દાંડિયો પકડવા દેજો.” પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ તરત જ કહ્યું કે, “તમે અત્યારે સામાયિક કરવા જઈ રહ્યા છો તો તે સામાયિક તમે ઉપાશ્રયને બદલે મસ્જિદમાં જઈને કરી આવો તો આ બની શકે.” જ્ઞાનીની આજ્ઞા સંસારમાં જતા આડા પ્રતિબંધ જેવી છે તે ન જાણતાં રતનબાએ શ્રીમદ્જીના આ અર્થગંભીર શબ્દોને રમૂજ તથા હાસ્યમાં કાઢી નાખી બોલ્યા કે, “સામાયિક કાંઈ મસ્જિદમાં જઈ થતી હશે? એમ કહી રતનબા ઉપાશ્રય ચાલ્યાં ગયાં. “આણાએ ધમ્મો, આણાએ તવો” જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ. ઝવેરાતનો પ્રસંગ એક વખત શ્રીમદ્ સાયલાથી સિગરામમાં બેસીને નીકળ્યા. સાથે શ્રી સૌભાગ્યભાઈના ભાણેજ ઠાકરશીભાઈ અને શ્રી ડુંગરશીભાઈ ગોસળિયા હતા. શ્રીમદ્ શ્રી ડુંગરશીભાઈને કહ્યું : “કેમ, ડુંગરભાઈ, તમે સોભાગભાઈને કહેલું તે અમને જણાવતા હતા કે, “જ્ઞાન હોય તેને નાણું ન હોય” તેનું કેમ ? શ્રી ડુંગરશીભાઈએ જવાબ આપ્યો : “હવે તે તો કંઈ જણાતું નથી. આપની પાસે જ્ઞાન છે અને નાણું પણ છે.” પછી ઝવેરાતની પેટીમાંથી શ્રીમદ્ શ્રી ડુંગરશીભાઈને ઝવેરાત બતાવવા લાગ્યા. રસ્તે ખાડા ટેકરામાં સિગરામ હાલકડોલક થતો હતો, તેથી કિંમતી હીરા, મોતી કે ઝીણાં નંગ પડી જશે તો હાથ નહિ લાગે એવો ભય પ્રદર્શિત કરીને શ્રી ડુંગરશીભાઈએ શ્રીમદૂને ઝવેરાત ન કાઢવાની વિનંતી કરી. એટલે શ્રીમદ્ કહે : “અમારું ક્યાંય જવાનું નથી. તમે ચિન્તા ન કરો.” એમ કહીને બધું ઝવેરાત બતાવવા લાગ્યા, અને તેઓ બોલ્યા : “જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે.” સંબોધનો અને સહીઓ ૮૭. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૦ સંબોધનો અને સહીઓ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથમાં શ્રી સૌભાગ્યભાઈ પર લખાયેલા ૨૫૦ થી વધારે પત્રો છે. તે અમૃત પત્રોમાં શ્રીમદ્જીએ પોતાનો અંતરંગ પુરુષાર્થ અને વધતી આત્મદશાને પ્રગટ રીતે કહી છે. તે પત્રોના આરંભે થતાં સંબોધનો અને અંતમાં થતી સહીઓ ઘણાં સૂચક છે. શ્રી સૌભાગ્યભાઈ સાથેનો જે સંબંધ હતો તથા શ્રી સૌભાગ્યભાઈમાં જે ગુણો રહેલા હતા તેનો નિર્દેશ તે સંબોધનો થકી પ્રાપ્ત થાય છે. માત્ર તે સંબોધનો અને સહીઓ ઉપર એકાગ્રતાપૂર્વકની વિચારણા આપણા હૃયમાં ઉત્તમ પ્રકારનો પૂજયભાવ જગાડે છે. પરમકૃપાળુદેવની જ્ઞાનવાણી હમેશાં યથાયોગ્યપણે સત્યનું જ નિરૂપણ કરતી. અહીં તે સંબોધનો ને સહીઓને વર્ષના ક્રમ પ્રમાણે આલેખીએ છીએ. સંવત ૧૯૪૬ના પત્રોમાં : આત્મવિવેક સંપન્ન, સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય. સંવત ૧૯૪૭ના પત્રોમાં : પરમ પૂજ્ય, કેવળબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી, જીવનમુક્ત, મહાભાગ્ય, શાંતમૂર્તિ, પરમવિશ્રામ, સ્વમૂર્તિરૂપ સૌભાગ્ય, અપૂર્વ સ્નેહમૂર્તિ. સંવત ૧૯૪૮ના પત્રોમાં : સ્મરણીય મૂર્તિ, દયરૂપ, આત્મસ્વરૂપે, હૃદયરૂપ, વિશ્રામમૂર્તિ, સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમસરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાદષ્ટિ છે જેની એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય. સંવત ૧૯૪૯ના પત્રોમાં મુમુક્ષુજનના પરમ વિશ્રામરૂપ, મુમુક્ષુજનના પરમ બાંધવ, પરમ સ્નેહી શ્રી સૌભાગ. સંવત ૧૯૫૦ના પત્રોમાં : મુમુક્ષુજનના પરમ હિતસ્વી, મુમુક્ષુ પુરુષ શ્રી સૌભાગ, સત્સંગ યોગ્ય, પરમ સ્નેહી શ્રી સૌભાગ, પૂજ્યશ્રી. ૮૮ . . દયસખા શ્રી સૌભાગ્ય 9 the Use Only For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૫૧ના પત્રોમાં : ઉપકારશીલ, આર્યશ્રી, શાશ્વતમાર્ગનૈષ્ઠિક, સત્સંગનૈષ્ઠિક, પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણ સંપન્ન, પરમાર્થનૈષ્ઠિક, આત્માર્થી. સંવત ૧૯૫૨ અને ૧૯૫૩ના પત્રોમાં : પરમનૈષ્ઠિક, સત્સંગ યોગ્ય, આર્ય શ્રી સૌભાગ, આત્મનિષ્ઠ, પરમ ઉપકારી આત્માર્થી, સરળતાદિ ગુણસંપન્ન શ્રી સૌભાગ. ઉપર્યુક્ત સંબોધનો વાંચતાં જ ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવના હ્રદય સમાન હતા, પરમ ઉપકારી હતા, પરમ સ્નેહી હતા, સત્સંગ યોગ્ય, ગુણસંપન્ન અને કેવળબીજ સંપન્ન હતા, પરમ વિશ્રામસ્થાન, નિષ્કામ, પરમ પ્રેમે સેવન કરવા યોગ્ય હતા, મુમુક્ષુજનના પરમ હિતકારી બાંધવ હતા તેમ જ આત્માર્થી હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા સમર્થ યોગીપુરુષ–આ કાળના બીજા મહાવીર જેવા ભગવાન પુરુષ જ્યારે શ્રી સૌભાગ્યભાઈ વિષે આવાં સંબોધનો લખે છે ત્યારે આપણને શ્રી સૌભાગ્યભાઈની મહત્તાનો ખ્યાલ આવે છે. શ્રી સૌભાગ્યભાઈની દશા કેટલી ઉચ્ચ હતી, પરમકુપાળુદેવના હૃદયના ભાવોને-વિચારોને સમજવાની કેવી ક્ષમતા ધરાવતા હતા. જગતના સર્વ જીવો પ્રત્યે કેવા કારુણ્યભાવો અનુભવતા હતા. સંબોધનો જોયા બાદ હવે પરમકૃપાળુદેવે પત્રાંતે જે સહીઓ કરેલ છે તે જોઈએ તો તેમાંથી વિશેષ સમજાશે. સંવત ૧૯૪૭ના પત્રોમાં : વિદ્યમાન રાયચંદના પ્રણામ, વિદ્યમાન આજ્ઞાંકિત રાયચંદના દંડવત્, લિખિતંગ ઈશ્વરાર્પણ. સંવત ૧૯૪૮ના પત્રોમાં : યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ, વીતરાગભાવના, યથાયોગ્ય, પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે, અભિન્નબોધમયના પ્રણામ, બોધબીજ, સમાધિરૂપ સત્સ્વરૂપપૂર્વક નમસ્કાર, સમસ્વરૂપશ્રી રાયચંદના નમસ્કાર, આત્મપ્રદેશે સમસ્થિતિએ નમસ્કાર, સહજસ્વરૂપ. સંબોધનો અને સહીઓ For Personal & Private Use Only ૮૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૪૯ના પત્રોમાં : આત્મસ્વરૂપ, આત્મપ્રણામ, અત્યંત ભક્તિએ પ્રણામ, પ્રેમભક્તિએ નમસ્કાર. સંવત ૧૫૦થી ૧૯૫૩ના પત્રોમાં : દાસાનુદાસ રાયચંદના પ્રણામ પહોચે, આત્મસ્વરૂપે પ્રણામ, સહજાત્મસ્વરૂપ યથાયોગ્ય, સહજાત્મ ભાવનાએ યથાયોગ્ય, ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર, ભક્તિભાવે નમસ્કાર, સહજશુદ્ધ આત્મસ્વરૂપ, આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. વિદ્યમાન આજ્ઞાંકિત રાયચંદના દંડવત્, અત્યંત ભક્તિએ પ્રણામ, દાસાનુદાસ રાયચંદના પ્રણામ પહોંચે, ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર. આ સહીઓ પરથી પરમકૃપાળુદેવના હૃદયમાં શ્રી સૌભાગભાઈ પ્રત્યેનો કેટલો ઉચ્ચતમ પ્રેમાદર ભાવ હતો તે જણાય છે. લિ. વીતરાગ ભાવના યથાયોગ્ય, અભિન્નબોધમયના પ્રણામ, આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર, સહજસ્વરૂપ, આત્મસ્વરૂપ વગેરે સહીઓ પરમકૃપાળુદેવની આંતરદશા સૂચવે છે. (૨) શ્રી સૌભાગ્યભાઈએ કરેલાં સંબોધનો અને સહીઓ આપણે આગળ પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને કરેલ સંબોધનો તેમ જ સહીઓ અંગે વિચારી ગયા. હવે શ્રી સૌભાગ્યભાઈએ પત્રવ્યવહાર દરમ્યાન પરમકૃપાળુદેવને કરેલ સંબોધનો અને સહીઓ જોઈશું. પહેલાં આપણે સંબોધન જોઈએ. સંવત ૧૯૪૬ થી ૧૯૪૮ સાહેબજી, પૂજય તરણ તારણ, પરમાત્મા દેવ, પૂ. મહાપુરુષ, બોધસ્વરૂપ, જોગેશ્વર સાહેબશ્રી. સંવત ૧૯૪૯. પૂજય સાહેબજી, પ્રેમકુંજ, તરણતારણ, પરમાત્માદેવ સાહેબજી, શ્રી રાજ્યચંદ્રભાઈની ચીંરજીવી ઘણી હોજો . સંવત ૧૯૫૦ સાહેબજી, સર્વ શુભોપમાલાયક, પરમ પરમાત્મા આત્મ દેવ, તરણતારણ, બોધસ્વરૂપ, સકળ ગુણજાણ. ૯) • દયસખા શ્રી સૌભાગ્ય S For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૫૧. પ્રેમપુંજ, પરમાત્મા દેવ, બોધસ્વરૂપ, પરમ પૂજય, સહજાત્મ સ્વરૂપ, ચિરંજીવી હોજો. સંવત ૧૯પર. પરમપૂજ્ય, તરણતારણ, બોધસ્વરૂપ, શ્રી સહજાત્મ સ્વરૂપ સાહેબજી, જગતનો ઉદ્ધાર કરનારા દેવ, આત્મસ્વરૂપ. સંવત ૧૯૫૩. સહજાત્મ સ્વરૂપ સ્વામી, પ્રેમપેજ, તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્મા દેવ, સાહેબજી, કરુણાસિબ્ધ સગુરુ ભગવાન, દેવાધિદેવ, સપુરુષ મહાત્મા, કરુણાસાગર, કૃપાનાથ, પરમપુરુષ મહાપ્રભુજી, સરવે સુભોપમા જોગ. ઉપર્યુક્ત સંબોધનો જોતાં અને તે વિષે વિચારતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવ તરફ પૂજ્યભાવ-અહોભાવ-ઉપકારી ભાવ-પથપ્રદર્શક ભાવ-ભગવાન સ્વરૂપ હોવાનો ભાવ અનુભવે છે. કૃપાળુદેવ પોતાને ભવસાગરમાંથી ચોક્કસ પાર ઉતારશે એવું ખાતરીપૂર્વકનું સબંધોન “તરણતારણ” શબ્દ દ્વારા વ્યક્ત કરે છે. “કૃપાનાથ કરુણાસાગર” જેવાં સંબોધનો દ્વારા પરમકૃપાળુદેવ કૃપા વરસાવનારા અને કરુણાના સાગર સમાન છે એવો નિશ્ચય ધરાવે છે. “ચિરંજીવી હોજો” દ્વારા વડીલની હેસિયતથી આશીર્વાદ આપવાના ભાવ પણ વ્યક્ત થાય છે. “સપુરુષ મહાત્મા” અને “મહાપ્રભુજી” દ્વારા શ્રી સૌભાગ્યભાઈ ખાતરી આપે છે કે, પરમકૃપાળુ દેવ એક સપુરુષ છે મહાત્મા છે - ભગવાન છે. આમ આ સંબોધનો દ્વારા શ્રી સૌભાગ્યભાઈના હૃયના ભાવો વ્યક્ત થાય છે. હવે શ્રી સૌભાગ્યભાઈની પત્રાંતે સહીઓ જોઈએ. સંવત ૧૯૪૬ થી ૧૯૫૩ સુધી. સોભાગના પ્રણામ, સેવક સોભાગ, આજ્ઞાંકિત સેવક, સેવક સોભાગના પાયેલાગણ, સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર, સેવક સોભાગના દંડવત્ નમસ્કાર, આજ્ઞાંકિત દાસના દાસ સેવક સોભાગના નમસ્કાર, “દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન” સોભાગના નમસ્કાર, આજ્ઞાંકિત સેવક પામરમાં પામર સોભાગ લલ્લુભાઈના નમસ્કાર. સંબોધનો અને સહીઓ ૯૧ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત સહીઓ વાંચતાં પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રી સૌભાગ્યભાઈના મનમાંસ્ટયમાં કેવા ભાવો હતા તે સ્પષ્ટ અનુભવાય છે. પરમકૃપાળુદેવ પાસે તો પોતે પામરમાં પામર છે – બાળક છે – અલ્પજ્ઞ છે – દાસ છે - સત્પરુષની આજ્ઞામાં રહેવાની ઇચ્છાવાળા છે એ શ્રી સૌભાગ્યભાઈએ દર્શાવી આપેલ છે. આ બન્ને મહાત્માઓની વયમાં ૪૪ વર્ષનો ફરક હોવા છતાં મોક્ષના લક્ષે તેઓ બને ગુરુ-શિષ્ય તથા પરમાર્થ સખાભાવ ધરાવતા હતા. એ બન્નેના આધ્યાત્મિક સંબંધની સૂક્ષ્મ વિચારણાથી ચોક્કસપણે મુમુક્ષુઓનો આત્મિક ઉત્કર્ષ થશે. » દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ સાયલાના સંતો પ.પૂ. શ્રીમદ્ રાજચંદ્રજી પૂ. શ્રી સોભાગભાઈ પૂ. શ્રી શામળદાસભાઈ પૂ. શ્રી મણીબેન પૂ. શ્રી કાળીદાસભાઈ પૂ. શ્રી વજાભાઈ પૂ. શ્રી છોટાભાઈ પૂ. શ્રી બાપુજી education Interational For Personal Private use Only www.jammaraty.org Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૧ સંતોનું ગામ સાયલા સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સાયલાને તો લોકો “ભગતના ગામ” તરીકે જ ઓળખે છે. આ સાયલામાં પૂ. શ્રી લાલજી ભગતની જગ્યા - મંદિર આવેલ છે. પૂ. શ્રી લાલજી ભગત પવિત્ર પુરુષ હતા. સંત પુરુષ હતા. આજે પણ લોકો પૂ. શ્રી લાલજી ભગત પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. પૂજન કરે છે. આ સાયલા ગામ ખાતે જ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈ રહેતા હતા. આ જ ગામમાં તેઓ આત્મજ્ઞાન પામી, સમાધિમરણને વરેલા. આવા આ સંત પુરુષ થયા બાદ તો જાણે સાયલા ખાતે સંતપુરુષોની પરંપરા જ ચાલી છે તે વિષે થોડું જાણવા પ્રયાસ કરીશું. શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ કપુરચંદ અમરશી શેઠ અને શ્રી શામળદાસભાઈ ભૂધરભાઈ ખોડાભાઈ અમરશી શેઠ બને સગાઈમાં કુટુંબી ભાઈ થતા. પૂ. શ્રી શામળદાસભાઈ શેઠને શ્રી સૌભાગ્યભાઈએ યોગ્ય પાત્ર જાણી “બીજજ્ઞાન” આપ્યું હતું. પરિણામે શ્રી શામળદાસભાઈ શેઠ પરમાર્થ પુરુષ બની ગયા હતા. પૂ. શ્રી શામળદાસભાઈ ખૂબ જ ભદ્રિક અને સરળ સ્વભાવના હતા. તેમનો વ્યવસાય દૂધનો હતો. તેમણે શ્રીમદ્જીના વચનામૃતજીનું ખૂબ જ ઊંડું અવગાહન કર્યું હતું. શ્રી શામળદાસભાઈ દરરોજ સવાર-સાંજ ભેંસોને પાણી પાવા માટે બજારમાંથી નીકળતા ત્યારે તેમની નજર કંદોઈની દુકાન ધરાવતા શ્રી કાળિદાસભાઈ પર પડતી. પૂ. શ્રી કાળિદાસભાઈ માવજીભાઈ દોશીનો જન્મ ચોરવીરા (તા. બોટાદ) ગામમાં થયેલો. ૭ વર્ષની વયે તેઓનાં માતાપિતાનાં મૃત્યુ બાદ પોતાનાં મોટાં બહેન જીવીબહેનના ઘેર સાયલા આવી રહેલા. કંદોઈનો ધંધો અનુકૂળ જણાતાં તે અપનાવી લીધો. તેઓશ્રી કામ કરતા હોય કે વચ્ચે થોડો સમય વિશ્રાંતિનો મળે ત્યારે શ્રી વચનામૃતજીનું વાંચન પણ કરતા હતા. આ બાબત શ્રી શામળદાસભાઈના ધ્યાનમાં આવી. એક વખત શ્રી શામળદાસભાઈએ શ્રી કાળિદાસભાઈને શ્રી વચનામૃતજીના વાંચન અંગે પૃચ્છા કરી જણાવ્યું કે, “આ તું જે વાંચે છે તેવા કોઈ પુરુષ મળે તો તેનો ટાંટિયો પકડીને મારી પાસે લાવજે.” શ્રી કાળિદાસભાઈ વિચક્ષણ બુદ્ધિવાળા હોવાથી એ વાત પર આખો દિવસ વિચાર કરીને, સાંજના શ્રી શાળમદાસભાઈના » ધ્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ઘેર પહોંચી ગયા અને તેઓ હિંડોળે હિંચકતા હતા ત્યાં જઈને તેમના બન્ને પગ પકડીને બેસી ગયા. પછી તો શ્રી શામળદાસભાઈએ શ્રી કાળિદાસભાઈને આ માર્ગ માટે પરિપક્વ કરી બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. પણ આ જ્ઞાન અન્ય કોઈને આપવા શ્રી શામળદાસભાઈએ શ્રી કાળિદાસભાઈને મનાઈ ફરમાવી હતી. શ્રી કાળિદાસભાઈ પણ આત્મ-અનુભવી પુરુષ હતા. તેઓના આત્મ-પ્રદેશો એકદમ સ્થિર થયેલા જણાતા હતા. તેમણે રચેલાં કાવ્યો દ્વારા તેમની આંતરિક દશાનો પરિચય થાય છે. મોહની નિંદમાં – શ્રી કાળિદાસભાઈએ રચેલા આઠ કડીના આ પ્રભાતિયામાં આખો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. મોહની નિંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહિ, સુપનના સુખતણો લ્હાવો લીધો. - મોહની નિંદમાં - ૧ વસ્તુ સ્થિતિ સમજનું વ્હાણું વાયું ભલું, શુદ્ધ સમક્તિનો ભાનુ ભાસે; નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાં, મોહ મિથ્યાત્વ અહંકાર નાશે. - મોહની નિંદમાં – ૨ પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે, ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસ પાનથી કાજ સીજે. - મોહની નિંદમાં - ૩ તું નહીં પુદ્ગલી, દેહ યુગલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુદ્ગલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું. - મોહની નિંદમાં – ૪ સર્વ વ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાન ગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગીનું ચિન્હ ચૈતન્ય ઘન, અચલ અવિનાશી ગુણ કેમ નાશે. - મોહની નિંદમાં - ૫ થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહિ જ્ઞાન તું જ શેય ભાવે, જેમ જલપાત્ર રવિ દેખિયે નિરમળો, ભાસ દરપણ વિષે તેમ થાવે. - મોહની નિંદમાં - ૬ સર્વને જાણ તે જાણ રૂપ તાહરું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે; એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખ રૂપ આપનું લક્ષ લાવે. - મોહની નિંદમાં - ૭ સંતોનું ગામ સાયલા ૯૪ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે. - મોહની નિંદમાં – ૮ શ્રી શામળદાસભાઈએ પોતાની દીકરી પૂ. શ્રી મણિબહેનને આગ્રા પરણાવેલાં. તેઓશ્રી બાળપણમાં જ વિધવા બનેલાં. શ્રી શામળભાઈએ તેમનું વૈધવ્ય સારી રીતે પસાર થાય એ હેતુથી તેઓને પણ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. વળી પૂ. શ્રી મણિબહેનને આ જ્ઞાન અન્ય કોઈને આપવા સંબંધી મનાઈ ન હતી. - શ્રી કાળિદાસભાઈ અને શ્રી વૃજલાલભાઈ સરખી ઉંમરના બાળમિત્રો હતા. શ્રી કાળિદાસભાઈ પ્રાપ્ત પુરુષ છે, જ્ઞાની પુરુષ છે એવી દઢ ખાતરી થતાં તેઓશ્રી કાળિદાસભાઈની પાછળ પડી ગયા કે કોઈપણ હિસાબે બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવો. પણ કાળિદાસભાઈને તો મનાઈ હતી, તેથી તેઓએ તેનો ઉપાય શોધી કાઢ્યો. કાળિદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને પૂ. શ્રી મણિબહેન પાસેથી બીજજ્ઞાન પ્રાપ્ત કરી લેવા જણાવ્યું. પૂ. શ્રી મણિબહેન આગ્રાથી સાયલા વર્ષમાં બે વખત પધારતાં. તેઓનો વિશ્વાસ પ્રાપ્ત કરી શ્રી વૃજલાલભાઈએ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરી અને પુરુષાર્થ દ્વારા પરમાર્થ માર્ગે આગળ વધ્યા. છેવટે શ્રી કાળિદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને ઊંચી ભૂમિકાએ લઈ જઈ દ્રવ્ય પ્રગટ કરાવ્યું. બોટાદ મુકામે જન્મેલા શ્રી છોટાલાલભાઈ મગનલાલ દેસાઈ બાળપણથી જ રમતગમત અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. પ્રાથમિક અભ્યાસ સાયલામાં કર્યા બાદ સંવત ૧૯૫૬ થી ૧૯૫૯ સુધી ભુજ-કચ્છમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી સંવત ૧૯૬૫માં કલક્તામાં શેઠ અબ્દુલાભાઈ જુમ્માભાઈ લાલજીની ઓફિસમાં મેનેજર તરીકે જોડાયા હતા. તેમની કાર્યની ધગશ અને પ્રામાણિકતાથી પ્રસન્ન થઈ શેઠે ઘણી મોટી રકમ તેમને આપતાં તેઓને ઘણો જ સંતોષ થયો અને નાની ઉંમર હોવા છતાં નિવૃત્તિ સ્વીકારી. સંવત ૧૯૮૯માં કલક્તા છોડી સાયેલા આવી વસ્યા અને આત્મકલ્યાણ તેમ જ દીન-દુ:ખિયાની સેવા માટે જીવન વ્યતીત કરવા લાગ્યા. ધીમે ધીમે શ્રી વૃજલાલભાઈ, શ્રી કાળિદાસભાઈ જેવા સત્સંગીઓનો ભેટો થતાં સ્પષ્ટ સમજાયું કે, બીજજ્ઞાન એ મોક્ષમાર્ગ કાપવા માટે મોટો આધાર છે. શ્રી વૃજલાલભાઈ તથા શ્રી કાળિદાસભાઈ તેઓને તૈયાર થવામાં મદદ કરતાં તેઓશ્રી પાત્રતાને પામ્યા; પરિણામે સંવત ૧૯૯૧ના આસો સુદ ૧૦ (દશેરા)ના શુભદિને શ્રી વૃજલાલભાઈએ તેઓશ્રીને બીજજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પછી તો પુરુષાર્થ કરીને પોતાનું પરમાર્થ કાર્ય પૂર્ણ કર્યું. ૯૫ .. હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી છોટાલાલભાઈએ પોતાના પરમાર્થ ગુરુ એવા શ્રી વૃજલાલભાઈ તથા શ્રી કાળિદાસભાઈની સંમતિથી પૂ. શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા (પૂ. શ્રી બાપુજી), શ્રી હિંમતલાલભાઈ દેવજી બેલાણી, શ્રી જગજીવનભાઈ દેસાઈ જેવા વિચક્ષણ અને પુરુષાર્થી જીવોને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. શ્રી છોટાલાલભાઈ દેસાઈ કે જેઓ પૂ. બાપુજી (પૂ. શ્રી લાડકચંદભાઈ વોરા)ના ગુરુ હતા, તેમનો દેહવિલય કલકત્તા મુકામે સંવત ૨૦૩૧ના ચૈત્ર વદ ૭ ને શુક્રવાર, તારીખ ૨-૫-૧૯૭૫ના રોજ થયો. સાયલાના સંતોની પરંપરાને જીવંત રાખવા જેમનો જન્મ થયેલ હોય તેમ જ અનેક જીવોનો ઉદ્ધાર જેમના હાથે થવા સર્જાયેલ હોય એવા પૂ. શ્રી બાપુજીનો જન્મ ચોરવીરા (તાબે સાયલા) ગામે સંવત ૧૯૬૧ના ફાગણ સુદ બીજ, તારીખ ૮-૩૧૯૦૫ના રોજ થયો. તેમનાં માતુશ્રીનું નામ શ્રી હરિબાઈ હતું. ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. હમેશાં પ્રથમ સ્થાને આવતા. પ્રાથમિક શિક્ષણ બાદ વધુ અભ્યાસાર્થે રાજકોટની દશાશ્રીમાળી વણિક જૈન બોર્ડિંગમાં રહ્યા. રાજકોટમાં પણ પ્રથમ ક્રમ જાળવી રાખેલ. ઉપરાંત ધાર્મિક વિદ્યાની પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંકે આવતા હતા. અખિલ ભારતીય કક્ષાની પરીક્ષા કે જે “મોક્ષમાળા” આધારિત હતી તેમ જ “આત્માને ઓળખો” એ પુસ્તકને આધારિત બને પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરેલ અને પારિતોષિકો પ્રાપ્ત કરેલાં. આને કારણે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવાની રુચિ બળવત્તર બની એ મોટો લાભ થયો. ૧૮ વર્ષે મેટ્રિક પાસ થયા બાદ આગળ અભ્યાસ કરવા શાળાના આચાર્યશ્રીએ એમને સમજાવ્યા પણ પિતાશ્રીની આજ્ઞા અનુસાર આગળનો અભ્યાસ છોડી દીધો. લંડન ચેમ્બર ઓફ કૉમર્સ, બુક કીપિંગ-એકાઉન્ટન્સી, શોર્ટહેન્ડ-ટાઇપરાઇટિંગ, ડ્રોઈંગ વગેરે વિષયોની પરીક્ષા આપી સારાં પરિણામો પ્રાપ્ત કર્યા. ઉપરાંત કાયદાનો અભ્યાસ પણ કર્યો. સાયલા દરબારની નોકરી સ્વીકારી હજુર શિરસ્તેદાર, એકાઉન્ટન્ટ, આસિ. એકાઉન્ટ્સ ઓફિસર, રેલવે મેનેજર, રેવેન્યુ કારભારી તથા ન્યાયાધીશના પદ સુધી પહોંચ્યા હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ મહાલકારી, મામલતદાર, ડે. કલેકટર પદે રહેલા. આમ કુલ ૩૭ વર્ષ નોકરી કર્યા પછી તારીખ ૮-૩૧૯૬૦થી પેન્શન પર ઊતર્યા હતા. નિવૃત્ત થયા બાદ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે ચૂંટાયેલા પણ રાજકારણ તેઓશ્રીને યોગ્ય નહિ લાગવાથી તેમાંથી પણ નિવૃત્ત થયા. સંતોનું ગામ સાયલા For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ આ તો થયું એમનું વ્યાવહારિક જીવન. પણ તેઓશ્રીનું આધ્યાત્મિક જીવન તો વધારે ધ્યાન ખેંચે છે. બાળવયથી ભજનો, રામાયણ, મહાભારત, સાધુ-સંતોમાં વિશેષ રુચિ હતી. વળી સાયલામાં જેમની દશા પ્રગટ થયેલી એવા સંતોનો સમાગમ મળવાથી તેઓશ્રીની પરમાર્થ માર્ગની પ્રગતિ ઉચ્ચ કોટિની થવા પામી. આ સત્સંગ ૨૩ વર્ષની વયથી ૩ર વર્ષની વય સુધી સતત આત્મજ્ઞાનની ઝુરણા સાથે કરતા રહ્યા. પરિણામે પૂજ્યશ્રીની પરિપક્વ દશા જોતાં પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈએ સંવત ૧૯૯૪ના મહા સુદ ૧૪ તારીખ ૧૪મી જાન્યુઆરીના બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. આ પ્રાપ્તિ બાદ તેમની ભૂમિકા, પરિપક્વ દશા, અપૂર્વ એવી સમજણ અને પૂર્વના આરાધક જીવ હોવાથી થોડા દિવસમાં પોતાનું કામ પરિપૂર્ણ કરી લીધું અને પોતાની અંદર ઊતરીને બહારની દૃષ્ટિએ પણ ગુપ્ત થઈ ગયા. આ ગુપ્તતા તેમણે પ્રાપ્તિ થયા બાદ ૩૮ વર્ષો સુધી જાળવી રાખી હતી. આ રીતે ગુપ્ત રહેવામાં એમના ગુરુ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈની છત્રછાયા હતી, કારણ કે માથે સદ્ગુરુદેવ હાજર હોવાથી પૂજ્ય શ્રી બાપુજીને કાંઈ બોલવાપણું હતું નહીં. આથી ગુપ્ત રહીને - મૌન રહીને પોતાની સાધનામાં પુરુષાર્થ કરીને દિનપ્રતિદિન આગળ ને આગળ વધતા રહ્યા. પૂજય શ્રી બાપુજીને ગુપ્તવાસમાંથી બહાર લાવવાનું, મહત્ પુણ્યનું કાર્ય મુંબઈમાં રહેતા શ્રી શાંતિલાલભાઈ અંબાણીએ કર્યું તે બદલ એમનો ઋણ સ્વીકાર કર્યા વિના કેમ ચાલે? એક પરમ ઉપકારી મહાસતીજીએ શ્રી શાંતિલાલભાઈને જણાવેલ કે, તમો જે મહાપુરુષની શોધ કરી રહ્યા છો તેનો ઉકેલ તમને કાંદિવલીમાં રહેતા ચીમનલાલ મણિલાલ મહેતા પાસેથી મળશે. શ્રી શાંતિલાલભાઈ અંબાણીના આ ભાઈ મિત્ર થતા તેથી તેમની પાસે ગયા ત્યારે તે ભાઈએ બે સપુરુષનાં નામ નીચે પ્રમાણે આપ્યાં. (૧) પૂ. શ્રી છોટાલાલભાઈ મગનલાલ દેસાઈ, સાયલા (૨) પૂ. શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા (પૂ. શ્રી બાપુજી), સાયલા. - શ્રી શાંતિલાલભાઈ અંબાણી મુંબઈથી સાયલા આવ્યા અને પૂ. શ્રી બાપુજીને પોતાને મૂંઝવતા પ્રશ્નો વિષે પૂછ્યું, તો યથાતથ્ય પ્રત્યુત્તર પ્રાપ્ત થતાં ખાતરી થઈ કે, પૂ. શ્રી બાપુજી એક જ્ઞાની પુરુષ છે તેથી તેઓશ્રીને ગુપ્તવાસમાંથી બહાર આવી ઉદ્ધાર કરવા વિનંતી કરી. પરંતુ પૂ. શ્રી બાપુજીએ એનો અસ્વીકાર કર્યો. “મારા ગુરુદેવ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ હયાત છે ત્યાં સુધી હું કોઈનો હાથ ઝાલીશ નહિ.” એ વખતે પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ કલકત્તા રહેતા હતા. તેથી શ્રી શાંતિલાલભાઈ અંબાણી કલકત્તા જવા તૈયારી કરવા લાગ્યા ત્યાં જ તેઓને સમાચાર . હૃદયસખા શ્રી સૌભાગ્ય હતા For Persone vate Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયા કે પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈએ દેહ છોડી દીધેલ છે. પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈનો દેહવિલય તારીખ ૨-૫-૧૯૭૫ના થયો. આ સમાચાર જાણ્યા બાદ શ્રી શાંતિલાલભાઈ અંબાણી સાયલા આવ્યા અને પૂ. શ્રી બાપુજીને તેઓએ આપેલ વચન યાદ કરાવી પોતાનો હાથ ઝાલવા વિનંતી કરી. પૂ. શ્રી બાપુજીએ શ્રી શાંતિલાલભાઈ અંબાણીને માર્ગ બતાવવા હા પાડી પણ અન્ય કોઈને ખબર ન પડે એવી શરત મૂકી. આ શરતને કારણે શ્રી શાંતિલાલભાઈ અંબાણી મૂંઝવણમાં મૂકાયા. તેઓ મુંબઈ નિવાસી શ્રી નગીનભાઈ કલ્યાણજી શાહ તેમ જ મુંબઈ નિવાસી શ્રી લવચંદભાઈ ઘેલાણીના મિત્ર હતા. આ ત્રણે મિત્રોએ એકમેકને વચન આપેલ કે, જેમને પુરુષ મળે તેમણે બાકીના બે મિત્રોને તે અંગે વાત કરવી. શ્રી શાંતિલાલભાઈ અંબાણીએ આ વાત પૂ. શ્રી બાપુજીને કહી. પૂ. શ્રી બાપુજી આખરે સંમત થયા અને આ ત્રણે મિત્રોનો હાથ ઝાલ્યો. પરમકૃપાળુદેવ તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈ જે માર્ગે ચાલી આત્મકલ્યાણ સાધી ગયેલા તે માર્ગે પોતે ચાલ્યા હોઈ, તે માર્ગે સાધકોને દોર્યા. પછી તો આ ત્રણ મિત્રોનાં કુટુંબીજનો પણ પૂ. શ્રી બાપુજીને સગુરુપદે સ્થાપી આત્મકલ્યાણને માર્ગે પ્રગતિ કરવા લાગ્યા. પરિણામે સંખ્યા વધતાં વ્યવસ્થિત સ્વરૂપે આશ્રમની સ્થાપના કરવા પ્રેરણા પ્રાપ્ત થઈ. સાયલા ગામમાં ગુરુદેવ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈના મકાનમાં આશ્રમની શરૂઆત કરી. ત્યાં દરરોજ સ્વાધ્યાય-ભક્તિ-ધ્યાન થવા લાગ્યાં. આ મકાન પણ નાનું પડવા લાગ્યું. પૂ. શ્રી બાપુજીના રહેણાંકના મકાનમાં પણ સ્વાધ્યાય કરવાની ફરજ પડી. આ પરથી મોટો હોલ બાંધવા વિચાર થયો. પૂ. શ્રી સૌભાગ્યભાઈ જે મકાનમાં રહેલા તે ખરીદી ત્યાં હોલ બાંધવા વિચાર કર્યો પરંતુ તે મકાનમાં એ વખતે જે ભાડૂત રહેતા હતા તેમના વિરોધને કારણે તે યોજના અમલમાં ન આવી. આશ્રમની સ્થાપના ક્યાં કરવી એ અંગે વિચારતાં મુંબઈથી આવનાર શ્રી શાંતિલાલભાઈ અંબાણી, શ્રી નગીનભાઈ શાહ, શ્રી લવચંદભાઈ ઘેલાણી વગેરેએ તીથલ, માથેરાન જેવાં સ્થળો વિષે આગ્રહ રાખ્યો. પરંતુ પૂ. શ્રી બાપુજીએ કહ્યું કે “તમારે જ્યાં આશ્રમ સ્થાપવો હોય ત્યાં સ્થાપો પરંતુ જ્યાં શ્રી સૌભાગ્યભાઈ ન હોય કે એમનું સાયેલા ન હોય ત્યાં હું નહિ આવું.” આમ, પૂ. શ્રી બાપુજીને પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે કેટલો બધો અહોભાવ હતો તે જણાય છે. જો પૂ. શ્રી બાપુજી ન આવે તો અન્ય સ્થળે આશ્રમ સ્થાપવાનો અર્થ રહેતો ન હોવાથી સાયલા ખાતે જ આશ્રમ સ્થાપવા વિચાર થયો. એ માટે એક મંડળની રચના કરવામાં આવી જેનું નામ “શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ” રાખવામાં આવ્યું. આશ્રમનું નામ પણ “શ્રી સંતોનું ગામ સાયેલા ૯૮ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ સૌભાગ આશ્રમ બે પુત્રી માલ Jan Education international For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ રાજ-સોભાગ આશ્રમ” રાખવામાં આવ્યું. આમ આ નામોમાં પણ પ્રથમ પરમકૃપાળુદેવનું નામ અને ત્યારબાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈનું નામ જોડવામાં આવ્યું. સદ્ગુરુ શ્રીમદ્જી તથા પરમસખા અને સુશિષ્ય શ્રી સોભાગભાઈની પરમાર્થ જોડીની સ્મૃતિને જીવંત રાખવાની આ શુભોત્તમ ભાવના છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ૮-એ (હવે ૪૭)પર રાજકોટથી ૮૫ કિ.મી., અમદાવાદથી ૧૩૫ કિ.મી. અને સુરેન્દ્રનગરથી ૩ર કિ.મી. પર આવેલા સાયલાના શ્રી રાજ-સોભાગ આશ્રમના પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બાહ્ય જગત વિસ્મૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને આત્મસાધનાનાં શિખર સર કરવાં હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે. વિશાળ દૃષ્ટિને માધ્યસ્થવૃત્તિ ધરાવતા ૫.પૂ.બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. અનેક ચિત્ર વિચિત્ર વિચારો, માન્યતાઓ અને કર્મ પ્રકૃતિ ધરાવતા માનવીઓને પ્રથમ માર્ગાનુસારી અને ત્યાર પછી તેઓ મુમુક્ષુ-સાધક બની રહે તે માટે પૂ.બાપુજીએ વિચક્ષણ બુદ્ધિથી સવારથી રાતનો સાધનાક્રમ ગોઠવી આપ્યો, તે પ્રમાણે પ્રથમ પરોઢિયે ધ્યાન, ત્યાર બાદ આજ્ઞાભક્તિ, જિનાલયમાં સમૂહ ચૈત્યવંદન, સાંજે આરતી અને દિવસમાં ત્રણવાર સ્વાધ્યાય-સત્સંગ, સંધ્યાવંદન, આત્મસિદ્ધિશાસ્ત્રનું સમૂહ પઠન અને રાત્રે ભજન હોય છે. અહીં ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ માર્ગની ઓળખ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો દ્વારા અપાય છે. તેમ જ સંપ્રદાયની સંકુચિતતાને સહેજપણ સ્થાન ન આપતા જૈન અને જૈનેતર સંતોની અનુભવ જ્ઞાનગંગામાં મુમુક્ષુઓને ઝબોળી ઝબોળીને, પવિત્ર કરી વિશાળ ગુણગ્રાહ્ય જીવનદષ્ટિ તેમના અંતરમાં સ્થાપવાનો અભ્યાસ કરાય છે. જનસેવા એ જ પ્રભુ સેવા'ના સૂત્રને અનુસરી જનહિતની પ્રવૃત્તિઓ દ્વારા નિષ્કામ કર્મયોગ, સદૂદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, સ્તવના, પૂજના તે ભક્તિયોગ તેમ જ આત્માનાં ગુણલક્ષણોનું ચિંતન તે જ્ઞાનયોગ. આમ નિષ્કામ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સુભગ સમન્વયે ત્રિવેણી પુરુષાર્થ અલૌકિક પરિણામ લાવે છે. સંતોનું ગામ સાયલા For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુની આજ્ઞામાં જે શિષ્યનો સ્વછંદ ઓગળી રહ્યો હોય, ઇન્દ્રિયોના વિષયોથી મુક્ત બની અતીન્દ્રિય તરફનું જેનું વલણ હોય, અંતર સંશોધન કરી આત્મગવેષણાની તલપ હોય, કલેષિત પરિણામો ઉપશમાવ્યા હોય, એવા કેવળ મોક્ષાભિલાષી સુપાત્ર શિષ્યને, તે યોગપ્રક્રિયા -બીજજ્ઞાન - ગુરુગમજ્ઞાન એવું અમોધ નિર્વિકારી સત્સાધન શ્રી સદ્ગુરુ પ્રાપ્ત કરાવે છે. પ્રથમ શિષ્યની સાધકદશા, ત્યાર બાદ પરમાર્થ–સપરમાર્થ સ્વરૂપ શ્રી એવા ગુરુ પાસેથી મળેલું સસાધન, તે સસાધન વડે થતી ઉચ્ચતમ સાધના અને અંતે મળતી સિદ્ધિ, આમ ક્રમિક આત્મવિકાસ થાય છે. જેથી અનેક મુમુક્ષુ આત્માઓના જીવનમાં આમૂલ પરિવર્તન સર્જાયું છે. પૂ. જ્ઞાનવૃદ્ધ બાપુજી વયોવૃદ્ધ થતાં, પોતાની હાજરીમાં જ પોતાની ગરપદવીનો ત્યાગ કર્યો હતો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન, સ્થિરચિત્ત, એવા પૂ.ભાઈશ્રી (શ્રી નલિનભાઈ કોઠારી) તથા પૂ. ગુરુમૈયા (શ્રી સદ્દગુણાબેન સી.યુ.શાહ)ને શાલ ઓઢાડી પોતાનો આધ્યાત્મિક વારસો સોંપી, આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે કલ્યાણમાર્ગી બન્યા. (નિશ્ચિત થઈ ગયા હતા.) જેમ એક અનુભવી પિતા પોતાના સંસ્કારી, પરિપક્વ સુપુત્રને ગાદી સોંપે અને તમામ અધિકારો તથા જવાબદારીથી નિવૃત્ત થાય તેમ પૂ. બાપુજીએ સહજ રીતે દીર્ઘ દષ્ટિપૂર્વક આ કાર્ય કર્યું હતું, અને ઈ.સ. ૧૯૯૭ના નવમી ડિસેમ્બરના દિવસે અનેક મુમુક્ષુ આત્માઓને અધ્યાત્મમાં સ્થિર કરી પોતે સમાધિસ્થભાવે દેહને ત્યાગી પોતાની મોક્ષયાત્રામાં આગળ પ્રયાણ કર્યું. પ.પૂ.બાપુજીની જેમ પૂ.ભાઈશ્રીએ પોતાનો યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યો છે. એમના તરફથી બાપુજીને અનુસરતો વાત્સલ્ય ભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું છે. શાંત, ધીર, ગંભીર સદાય ચહેરા પર આત્મ પ્રસન્નતા ધરાવતા એવા પૂ.ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનમાં ઉત્તમ ભાવો અને ઇષ્ટ મનોરથોને એક પછી એક પૂર્ણ કર્યા છે, કરતા જાય છે. પ.પૂ.બાપુજી તથા પ.પૂ.ગુરુમૈયાનો દેહવિલય થયા બાદ આજે પ.પૂ.ભાઈશ્રીના સાન્નિધ્યમાં અનેક આત્માઓ વીતરાગનો રાજમાર્ગ પામી પોતાના મનુષ્યભવને સાર્થક કરી રહ્યા છે. સદ્ગુરુદેવના સાન્નિધ્યમાં સામૂહિકપણે અનેક આત્માઓનો સંગઠિત સમ્યક પુરુષાર્થ એકબીજાને બળ આપનારો નીવડ્યો છે. આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે, તઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, સ્વાધ્યાયખંડ, ધ્યાનખંડ, ૧OO . દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વાંચનાલય, સૌભાગ્ય-સ્મૃતિઘર, બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ સાધકને અલૌકિક ભાવથી પ્રતીતિ કરાવે તેવાં છે. આ ઉપરાંત આશ્રમમાં અન્નપૂર્ણા હૉલ, નિજ-નિવાસ, સાધક-આવાસ, ગૌશાળા, બાલક્રીડાંગણ, પુષ્પવાટિકા, ઓફિસ વગેરે છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મઅનુભવ અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ અલગ સ્થળેથી આવેલા સાધકોનો શ્રી સદ્ગુરુના સાન્નિધ્યમાં એક મોટો અધ્યાત્મ-પરિવાર બન્યો છે. પ.પૂ.ભાઈશ્રીની અસીમ કૃપાથી ને દિવ્ય પ્રેરણાથી આત્મગવેષણાનો પુરુષાર્થ વધુ પ્રબળ, નિર્મળ અને લક્ષપ્રેરિત બને, ત્યાગ-વૈરાગ્ય ને અનાસક્તયોગ અચળપણે પ્રસ્થાપિત થાય તે હેતુએ તેમણે અનેક માનવસેવા અને જનકલ્યાણનાં કાર્યો શરૂ કરાવ્યાં. આંતરવિશુદ્ધિ સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ એમ દ્વિપક્ષી ધર્મભાવયજ્ઞ ઝળહળી ઊઠ્યો. આશ્રમમાં ચાલતી વિવિધ જનહિત પ્રવૃત્તિઓ : (૧) તબીબી સહાય : નેત્ર નિદાન કેમ્પ, દવાખાનું તથા હૉસ્પિટલ અને સામૂહીક આરોગ્ય કેન્દ્ર. (૨) અનાજ રાહત, વસ્ત્રદાન તથા છાશ કેન્દ્ર. (૩) વિકલાંગ શિક્ષણ કેન્દ્ર. (સાયલા, લીબડી અને જોરાવરનગર) (૪) બહેનો માટે સિવણ વર્ગ. (૫) જીવદયા. (૬) શૈક્ષણિક સુવિધા : સાયલા, ચોરવીરા તેમ જ ધાધલપુરમાં હાઈસ્કૂલોનું નિર્માણ. ઉપરાંત મહિલા આર્ટસ-કૉમર્સ કૉલેજ (સાયલા ખાતે) (૭) પ્રેમની પરબ (બાલ-વિકાસ અને શિક્ષણ સુધારણા અભિયાન) (૮) ભૂકંપ રાહત કાર્યો : ૩૩૫ આવાસો સહિત “લાડકપુર ગામનું નવનિર્માણ. ૪૭ પ્રાથમિક શાળાઓનું નવનિર્માણ. મુખ્યત્વે આધ્યાત્મિક આરાધનાની સાથોસાથ આવી અનેક જનહિતની પ્રવૃત્તિઓથી શ્રી રાજ-સોભાગ આશ્રમ જીવંત છે. આવા જીવંત યોગાશ્રમ થકી સંતોનું ગામ સાયેલા આજે પણ એવું જ શોભી રહ્યું છે. સંતોની પરંપરા દ્વારા જગતના જીવોનું કલ્યાણ સધાતું રહે અને અધ્યાત્મ કાર્ય વધુ વ્યાપક બને એ જ પ્રભુ પાસે મંગલ અભ્યર્થના. સંતોનું ગામ સાયલા ૧૦૧ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – ૧૨ રાય - અમૃત રત્નકણિકા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી “આપનો સમાગમ અધિક કરીને ઇચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશલતા છે, ઇચ્છું છું.” (પત્રાંક-૧૩૩, પાના નં.-૨૨૫) પરમ પૂજ્ય - કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન-પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. (પત્રાંક-૧૬૫, પાના નં.-૨૪૫) આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. (પત્રાંક-૧૭૦, પાના નં.-૨૪૯) આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે. (પત્રાંક-૨૧૫, પાન નં.-૨૭૦) અને વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ’, ‘વનમાં જઈએ' એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. (પત્રાંક-૨૧૭, પાના નં.-૨૭૧) હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. માટે સોભાગભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. (પત્રાંક-૨૪૦, પાના નં.-૨૮૨) વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, તેવો વ્યવહારમાર્ગ છે, પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી, અને જે છે તેનાથી વિયોગ રહે છે, ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈપણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ ૧૦૨ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Persona ivate Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ છીએ. (પત્રાંક-૨૪૪, પાના નં.-૨૮૪) અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હિરકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ. (૫.-૨૫૫, પાના નં.-૨૯૦) અથાગ પ્રેમે તમને નમસ્કાર.. (પત્રાંક-૨૫૬, પાના નં.-૨૯૧) ‘જ્ઞાનધારા’ સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હિરની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ અમને લાગે છે કે અમારે હાથે હિર તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. (પત્રાંક-૨૫૯, પાના નં.-૨૯૩) હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું ? સહન જ કરવું એ સુગમ છે. (પત્રાંક-૨૮૨, પાના નં.-૩૦૧) શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. (પત્રાંક-૩૦૬, પાના નં.-૩૦૮) “માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે.” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. (પત્રાંક-૩૨૨, પાના નં.-૩૧૫) ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. (પત્રાંક-૩૩૪, પાના નં.-૩૧૯) ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યાં નથી. (પત્રાંક-૩૫૭, પાના નં.-૩૨૫) હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાનવાર્તા પણ જણાવી શકાતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી રાજહ્દય - અમૃત રત્નકણિકા For Personal & Private Use Only ૧૦૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ તમને લખી સંતોષ માનીએ છીએ. (પત્રાંક-૩૬૮, પાના નં.-૩૨૮-૨૯) - તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ’ થઈ શ્રી “હરિને હાથ સોંપીએ છીએ. (પત્રાંક-૩૭૯, પાના નં.-૩૩૪) સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ....ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી “સુભાગ્ય', તેમના પ્રત્યે. (પત્રાંક-૩૯૮, પાના નં.-૩૪૫) સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાદષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે. શ્રી “મોહમયી” સ્થાનેથી....ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. (પત્રાંક૪૦૨, પાના નં.-૩પ૦) એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી. (પત્રાંક-૪૫૩, પાના નં.-૩૮૭) આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે. (પત્રાંક-૪૬૧, પાના નં.-૩૭૯) શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. (પત્રાંક-પ૯૨, પાના નં.-૪૬૨) વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. (પત્રાંક-૬૨૩, પાના નં.-૪૭૮). એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. (૨૦) પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. (૯૬) શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ. ( ) (પત્રાંક-૭૧૮, “આત્મસિદ્ધિ શાસ્ત્ર) ૧૦૪ ... દયસખા શ્રી સૌભાગ્ય For Pe Sole Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ. કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. (પત્રાંક-૭૮૦, પાના નં.-૬૦૪) શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. (પત્રાંક-૭૮૨, પાના નં.-૬૦૬) શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. (પત્રાંક-૭૮૩, પાના નં.-૬૦૬) આર્ય સોભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. (પત્રાંક-૭૮૬, પાના નં.-૬૦૮) હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. (હાથનોંધ-૨/૨૦, પૃષ્ઠ-૪૫, પાના નં.-૮૨૪) રાજદય - અમૃત રત્નકણિકા For Personal & Private Use Only ૧૦૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧3 શ્રી રાજ-સોભાગ પટાવ્યવહાર – જ્ઞાન ગંગાનું અવગાહન શ્રી સદ્ગુરુની દિવ્ય ચેતના શિષ્યને વાસ્તવિકતાની સભાનતા તરફ લઈ જાય છે. સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થતો યથાર્થ બોધ શિષ્યની મિથ્યાદૃષ્ટિ અને વિપર્યાસ બુદ્ધિને દૂર કરી તેનામાં સમ્યમ્ દષ્ટિ તેમ જ પ્રજ્ઞા ખીલવે છે. શ્રી ગુરુનો બોધ શિષ્યના અંતરમાં જ્ઞાનપ્રકાશ પાથરે છે ને શિષ્યમાં રહેલ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે. સગુરુ થકી શિષ્ય સત્ દેવ અને સતુ ધર્મને યથાર્થ રીતે ઓળખી શકે છે. શ્રી ગુરુના આદેશની જ્યારે શિષ્ય મૂર્તિ બને ત્યારે ગુરુ-શિષ્ય યોગ સર્વોચ્ચ અને ઉત્કૃષ્ટ પ્રમાણમાં હોવાનું ગણાય છે. શ્રી ગુરુની આજ્ઞા, શ્રી ગુરુનો ઉપદેશ જ્યાં પૂર્ણ પણે અનુસરવામાં આવે છે ત્યાં બધું શુકનિયાળ અને કલ્યાણકારી હોય છે. પરંપરાએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ વડે ઉત્તરોત્તર ધર્મ પ્રવહી રહ્યો છે. જ્ઞાની ગુરુ અને આદર્શ શિષ્યનો મેળાપ થાય ત્યારે ચૈતન્યનો ચમત્કાર સર્જાય છે. આ પરસ્પરના યોગથી એક પ્રગટ જ્ઞાન ચેતના બીજી જ્ઞાનચેતનાને પ્રદિપ્ત કરે છે. પ્રગટ આત્માની જ્ઞાનશક્તિની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યક્તિ જ્ઞાનોપાર્જન કરી શકે છે. સ્પર્શ દ્વારા અને સંપર્ક વડે જ પારસમણિ લોઢાનું સોનું બનાવે છે. પણ ગુરુરૂપ પારસમણિ શિષ્યને પોતાસમાન પારસમણિ બનાવે છે. આવું જ બન્યું હતું. શ્રી સોભાગભાઈના પારમાર્થિક જીવનમાં. દિવ્યભાસ્કર શ્રીમદ્જીના જ્ઞાન કિરણોનો સ્પર્શ થતાં કોઈ અલૌકિક ઉષ્મા અને ઉર્જાનો સોભાગભાઈમાં સંચાર થયો. સાત વર્ષના આધ્યાત્મિક સંબંધ દરમ્યાન પરમકૃપાળુદેવ તેમ જ શ્રી સોભાગભાઈ પ૬૦ દિવસ સાથે રહ્યા. આ બન્ને દિવ્યાત્માઓનું આધ્યાત્મિક ઋણાનુબંધ અનેરું હતું. એકબીજા પ્રત્યેનો ધર્મસ્નેહ એટલો પ્રચુર હતો કે બન્નેને એકબીજાનો વિરહ વેદાતો. કર્મના સંજોગોને કારણે અહર્નિશ સાથે રહેવાનું તો ક્યાંથી બને ? તેથી પ્રત્યક્ષ સમાગમ સિવાયના બાકીના સાડા પાંચ વર્ષના પરોક્ષ સમાગમ કાળ દરમ્યાન સોભાગભાઈએ ૫૦૦ જેટલા પત્રો પરમકૃપાળુદેવ શ્રીમદ્જીને લખ્યા તો શ્રીમદ્જીએ પોતાના આ સ્ક્રયસખા અને સુશિષ્ય શ્રી સોભાગભાઈ ઉપર ૨૫૦ જેટલા પત્રો લખ્યા છે. સરેરાશ બે થી અઢી દિવસે એક અથવા બીજી બાજુએથી પત્ર મોકલવાનું થયું છે. આ જ સૂચવે છે કે બન્ને આત્માઓનો સંબંધ કેટલો નજીકનો કેટલો ઘનિષ્ઠ હતો...! ૧૦૬ » દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોભાગભાઈના પત્રોમાં તેમની સાંસારિક વ્યથા-ધાર્મિક પ્રશ્નો-કૃપાળુદેવ પ્રત્યેનો ઉચ્ચતમ ભક્તિભાવ-જગતના જીવો પ્રત્યેનો કલ્યાણભાવ–શ્રીમદ્જીને સર્વસંગપરિત્યાગ કરવા માટેની વિનંતી જેવા અનેક ભાવો પ્રદર્શિત થયેલા છે. શ્રી સોભાગભાઈને દરેક પત્રોને શ્રીમદ્જી ખૂબ આદર અને રુચિપૂર્વક વાંચતા. તેના એક એક શબ્દની સૂક્ષ્મતાને સમજી જ્ઞાનેશ્વર શ્રીમજી તેમને યથાર્થ ઉત્તર આપતા. શ્રી સોભાગભાઈ શ્રીમદ્જી પાસેથી આવતી પત્રપ્રસાદીની આતુરતાપૂર્વક રાહ જોતા. વારેવારે ઘરના ઉંબરામાં આંટો મારતા, ટપાલીની રાહ જોતા. શ્રીમદ્જીના પત્રો સોભાગભાઈને મન આગમ તુલ્ય હતા. શ્રીમદ્જીનાં વચનોને એકાગ્રતાપૂર્વક અને ખૂબ ઉલ્લાસિત પરિણામે તેઓ અનેકવાર વાંચતા. તેમનાં વચનોને આત્મસાત્ કરવા માટે તેનું સતત પરિશીલન કરતા. કૃપાળુદેવ પોતાના પત્રમાં લખે છે કે (વચનામૃતજી પત્રાંક-૧૬૬) : “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે ?” જેમ ચાતક પક્ષી સ્વાતિબિન્દુને ઝીલવા માટે આતુર રહે છે તેમ શ્રી સોભાગભાઈ શ્રીમદ્જી સન્મુખ થઈ પોતાની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવા આતુર રહેતા. માટે જે પુરુષના એક એક વચનમાં અનંત આગમનો સાર રહ્યો છે તે અનુભવી શકતા. પરમકૃપાળુદેવે જે પત્રો શ્રી સોભાગભાઈ ઉપર લખ્યા તે બધા જ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતજીમાં પ્રાપ્ત થાય છે. પરમકૃપાળુદેવની હાજરીમાં જ મહામુમુક્ષુ અંબાલાલભાઈએ તે સમયના સમકાલીન મુમુક્ષુઓ ઉપર લખાયેલા પરમકૃપાળુદેવના પત્રોને એકત્ર કરી સાચવી રાખ્યા હતા. શ્રી સોભાગભાઈએ લખેલા પત્રો જાળવી શકાયા નથી, છતાંયે સદ્ભાગ્યે પ૬ જેટલા પત્રો મળી આવ્યા છે. સોભાગભાઈના દેહવિલય પછી તેમના પુત્રો મણિભાઈ તથા ચંબકભાઈ તરફથી લખવામાં આવેલ થોડા પત્રો સાથે અહીં આ પ્રકરણમાં આ બન્ને દયસખાની આધ્યાત્મિક સખાવતનો, પરમાર્થ વાત્સલ્યનો તેમ જ ધર્મબંધુત્વનો સુમેળ જોવા મળશે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૦૭ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ (૫. કૃ. દેવના અપ્રગટ પત્રોમાંથી) શ્રી મોરબી પરમ પૂજ્ય શ્રી સુભાગ્યને આપનો કાગળ ૧ આજે આવ્યો તે પહોંચ્યો. સાથેના કાગળ પ્રમાણે મળતી તેવી વિગતથી આજે બજાણે પત્ર લખ્યું છે. અંતરગમ્ય વાત સંબંધી કોઈથી પરિચય નહીં એટલે મન પ્રફુલ્લિત રહેતું નથી. તેથી બે ચાર દિવસ જો આપનો સમાગમ થાય તો વિશેષ કરીને તે પ્રફુલ્લિતતા રહે. આ સિવાય બીજો કોઈ વ્યવહાર પ્રસંગ નથી. આપને યોગ્ય લાગતું હોય તો બે ચાર દિવસ માટે દર્શન દેશો. યોગ્ય લાગતું હોય એનો અર્થ એવો છે કે મારો તમારો પારમાર્થિક પ્રસંગ નહીં જાણી લોકો અવળું અનુમાન કરે, એમ થવાનો સંભવ અને આપને પ્રસન્નતા રહેતી હોય તો દર્શન દેશો, નહીં તો ઈશ્વરઇચ્છા. વિયોગ નિભાવી લેશું. પધારો તો પ્રફુલ્લિતતા થશે. (ર) માગસર વદી ૦)) મણિની ઇચ્છા વિવાહ ઉપર આવવાની બહુ લાગે છે. તેની વૃત્તિઓ હજુ બહુ સંસારી ઇચ્છાવાળી છે એટલે એકદમ વૃત્તિઓ રોકવાનું ન બની શકે. એ યોગ્ય છે એમ સમજાય છે. હવે તેવી વૃત્તિ થોડા વખતમાં જેમ હશે તેમ જાણી લઈ તેની ઇચ્છાપૂર્વક કરીશ. કોઈ પણ પ્રકારે તેણે અહીં વ્યવહારમાં હજુ સુધી કંઈ પ્રવૃત્તિ કરી નથી. કારણ બાળવૃત્તિ અને આ ભૂમિકા, મુંબઈ ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન છે, તે જોવાની કેટલીક વૃત્તિ, જેથી બનતાં સુધી તેની જ ઈચ્છાએ ચાલવામાં આવ્યું છે. જ્યાં અધિક તેનું અહિત જોયું ત્યાં જ માત્ર કંઈ અટકાવ કર્યો. બાકી કંઈ પણ પ્રકારે બીજી રીતે તેને અટકાવ કરવા જેવું મને લાગ્યું નથી. ગમે તેવી તેની બાહ્યવૃત્તિઓ છતાં મારા પ્રત્યે તેનો ભાવ આપનો પ્રેરેલો હોવાથી શ્રેષ્ઠ જ રહ્યો છે, અને એ ભાવ તેને કોઈ કાળે પણ ખચિત્ યોગ્ય કરશે એમ સંકલ્પ છે. | (આ ૧ અને ૨ પત્રની કોપી શ્રી જન્મભૂમિ ટ્રસ્ટ વવાણિયા - પાસેથી પ્રાપ્ત થઈ છે.) ૧૦૮ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personel Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક ૩૭૮ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૪૮ ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસાર'નું વાંચન કરવું યોગ્ય છે; અર્થાત્ ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. નિશ્ચયને વિષે અકર્તા, વ્યવહારને વિષે કર્તા, ઇત્યાદિ જે વ્યાખ્યાન “સમયસારને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. સમજવા યોગ્ય તો જે છે તે... સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી તેના આશ્રયે જીવના દોષ ગબિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે. છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી.... ને નમસ્કાર છે. પત્રાંક-૧ શ્રી મુંબઈ બંદર સં. ૧૯૪૮ના જેઠ સુદી ૧૪ ગુરુવાર રાતે પૂ. મેતા શ્રી પ. રેવાશંકર જગજીવન ઠે. બારકોટ મોટે રસ્તે ભૂલેશ્વર. મારકીટ (મારકેટ) સાહેબજીને દેજો . શ્રી મુંબાઈ (મુંબઈ) બંદર શ્રી... આપનું (કૃપા) કરપા પત્ર આજે આવ્યું તે પોચ્યું (પહોંચ્યું છે. કેશવલાલનો કાગળ નથી. સંબક સાયલે ગયો કે નહીં તે સમાચાર નથી. કાળિદાસભાઈ સાયલે આવ્યા છે. મને તેડાવે છે. તો હું પરભાતનો (પ્રભાતે) ચાલ્યો (નીકળી) સાયલે જાઉં છું. ઘણું કરી રવિવારે અહીં આવીશ એમ મારો વિચાર છે. હવે ત્યાં ગયે સમજાશે. સંસારની ઉપાધિ ઘણી તેથી કંટાળો આવે છે. ઉદે (ઉદય) પ્રમાણે ભોગવવું. પણ આપની કૃપાથી આનંદ વૃત્તિ (વર્તે) છે. આપ ઘણી ખુશી રાખશો. લિ. સોભાગના પરણઆમ (પ્રણામ) વાંચજો . શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૦૯ - For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક ૩૦૯ મુંબઈ, જેઠ વદ ૦)), શુક્ર, ૧૯૪૮ દયરૂપ શ્રી સુભાગ્ય, જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું પાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાતુ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ઉપાધિજોગનું અધિકપણું વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિયોગ આપવાની હરિઇચ્છા' હશે, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે. તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી; એ એક પ્રકારનો મોટો “ક્લેશ” વર્તે છે. તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ થઈ શ્રી “હરિને હાથ સોંપીએ છીએ. અમને તો કંઈ કરવા વિષે બુદ્ધિ થતી નથી, અને લખવા વિષે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી, માત્ર આત્મારૂપ મૌનપણું, અને તે સંબંધી પ્રસંગ, એને વિષે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. એવી જ “ઈશ્વરેચ્છા' હશે ! એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. “બુદ્ધિ તો મોક્ષને વિષે પણ સ્પૃહાવાળી નથી.” પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિષે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. વનની મારી કોયલ' એવી એક ગુજરાદિ દેશની કહેવત આ પ્રસંગને વિષે યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ નમસ્કાર પહોંચે. ૧૧) .. દયસખા શ્રી સૌભાગ્ય For pe cate Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક ૩૯૬ મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશજોગ નથી. તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થ ભાષા લખવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્વદશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે. પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતભાવરૂપ છે. તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી-અસંસાર-પરિત્યાગરૂપ કરી-શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાના દયદર્શનથી ઉપર કહ્યું તે “આત્મસ્વરૂપનું પ્રગટપણું” મહાન ફળ છે, એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજાં કામ કરત', એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સપુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વ તીર્થકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે. તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવો પુરુષ, તે આત્મકલ્યાણનો અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૧૧ For Personal Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપ પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યોગ્ય છે ? તે દષ્ટાંત ‘મન મહિલાનું રે, વહાલા ઉપરે, બીજાં કામ કરત', આપી સમર્થ કર્યું છે. ઘટે છે તો એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીનો જે કામ્ય પ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ શ્રુતધર્મ તેને વિષે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાંતપણાને પામે છે, ત્યાં બોધનો અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રુતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્યપ્રેમનું દૃષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી, આગળ વાણી પછીના પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે. પત્રાંક -ર સંવત ૧૯૪૮, આસો વદી-૬, મંગળ પૂજ્ય તરણ તારણ પરમાત્મા દેવશ્રી રાજ્યચંદ્રભાઈ વી. ૨વજીભાઈની સેવામાં, મોરબીથી લિ. સેવક સોભાગના પરણામ (પ્રણામ) વાંચશો. આપનો પત્ર હાલમાં નથી તે લખવા કીરપા (કૃપા) કરશો. મારે ચિત્ (ખરેખર) તાં (ત્યાં) આવવા વિચાર છે પણ હજુ કોરટના (કોર્ટના) કામનો ખુલાસો થયો નથી. જો દન (દિવસ) ૨-૪માં થઈ જાય તો વદ ૧૧-૧૩નો ચાલ્યો (ચાલી) ત્યાં આવું. હવે જેમ પરમાત્માની ઇચ્છા હશે તેમ બનશે. નરસી (નરસિંહ) મહેતે એક ભજનમાં કહ્યું (કહેલું) સાંભળવામાં આવે છે તેમ આ જગતને વિષે જોવામાં ઘણો ભાગ (ખરેખર જોવામાં શબ્દ અહીં આવે) આવે છે. તે બાબત ભગવતને કાંઈ વિચાર થતો હશે કે નઈ (નહીં) એ પણ એક આશ્ચર્યકારક છે. “ભગત ભૂખે મરે જગત હાંસી કરે, લોક મોજ માણે” એમ આખું ભજન સાંભળ્યામાં આગળ આવ્યું હતું તો એવા ભગતી (ભક્તિ)વાન પુરુષને આવો ઓલીભો (ઠપકો) દેવા શું જરૂર હશે અને ભગત દુઃખી થાય તેની ખોટ ઘણી છે એ પણ તે વિચાર નૈ (નહીં) કરતા હોય તેનું કારણ શું ? સહજ ઇયાદ (યાદ) આવ્યાથી લખ્યું છે. વવાણિયેથી લવજી મેતો ગઈકાલે અહીં આવ્યા હતા. રાત રહીને આજ પાછા ગયા છે. પાછા દન (દિવસ) ૮ વોરા (સુધીમાં) આવવા કહેતા હતા. હાલ જોગ (યોગ) વશિષ્ટ ગ્રંથ સાહેબજીએ વાંચવા મોકલ્યો છે તે વાંચું છું એમ કહેતા હતા. જીવ તો સારો જણાય છે. ૧૧૨ * For Personal & Private Use Only હૃદયસખા શ્રી સૌભાગ્ય Page #156 -------------------------------------------------------------------------- ________________ લીંબડીવાળા મનસુખભાઈ દેવશીએ હું લીંબડી ગયેલ ત્યારે ભલામણ કરેલ છે સાહેબજીની એક બે છબીયું (ચિત્રપટ) મને જલદી મળે તો ઠીક અને સાહેબજી ખંભાતવાળાને હુકમ કરે તો ખંભાતવાળા મોકલે. તેમના હુકમ વિના મોકલે નહીં. હવે આપ ખંભાતવાળાને લખો તો સારું. ઘણા દિવસે મને સાંભર્યું તે આજ લખ્યું છે. તેમ થાય તો સારું. કામ સેવા ફરમાવશો. હઠીસંગભાઈ અને માનચંદ મુંબાઈ (મુંબઈ) છે. ગઈકાલે કાગળ આવ્યો છે. લિ. સેવક સોભાગ પત્રાંક - ૩ સંવત ૧૯૪૮, આસો વદ ૬ ? પૂ. મહાપુરુષ બોધસ્વરૂપ પરમાત્મા દેવ તરણતારણ જોગેશ્વર સાહેબશ્રી રાજ્યચંદ્રભાઈ વિ. રવજીભાઈની ચિ. હજો. શ્રી મોરબીથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના પ્રણામ વાંચશો. આપનો પત્ર હાલમાં નથી તો કૃપા કરી લખશો. લીંમડીનો કાગળ દન (દિવસ) ૨ પહેલાં આવ્યો હતો. મને તથા નિયાલચંદભાઈને લખે છે કે :- સાધુજીના માણસ ૩૫ ભેગા થયા છે અને બીજા ગામોથી શ્રાવકને તેડાવ્યા છે તે આવશે માટે તમો જણ ૨ આ કાગળ વાંચી તરત આવજો. ઢીલ કરશો નહીં તેમ ફરી લખવું પડે તેમ કરશો નહિ એમ ખચિતે ચોક્કસખરેખર) લખ્યું છે તો રાજકોટમાં નિયાલચંદભાઈનો બનેવી બેચર પારી દન (દિવસ) ૪-૫ થયા ગુજરી ગયાના કારણથી નિયાલચંદભાઈ જઈ શકે તેમ નથી તેમ મેં પણ કામના પ્રસંગ બતાવી ના લખી છે પણ આ કાગળ વિગતથી મેં લખેલ છે. તેની પહોંચ હજુ આવી નથી. વળી સાધુજી સર્વેની સાથે રાસની (સંબંધ) છે એટલે તે લોક પાછાં મને તેડાવાનું લખાવશે અને જો તેવો (કાગળ) ખચિત આવશે તો જઈશ. પણ આત્મા અરથ (અર્થે) થાય એવો ઠરાવ કરે એમ ભરૂસો (ભરોસો) નથી. તેમની મરજી પ્રમાણે રૂચતો ઠરાવ કરશે તો પણ ભલે. ક્લેશ ઉત્પન્ન ન થાય એમ કરે તો પણ ભલે. હું એમ ધારું છું. શ્રાવક તમામ સત્સંગ વિના અને સ્વારથને (સ્વાર્થને) લીધે આવ્યાતા. શું ઉપાય જાણવા લખું છું. લિ. સોભાગ શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૧૩ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ચી. છગનલાલને બોલાવજો. વૈદરાજ પ્રાણજીવનદાસ અંબાવીદાસે આપને ઘણે માનથી પ્રણામ કહ્યા છે તો આપ માન્ય કરશો. કૃપા છે. દ. છોરૂ મણિનું પગેલાગણે વાંચશોજી. વ. પત્રાંક-૪૩૩ મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિના સમ્યકૃત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. તથા તેના આગલા દિવસનાં અત્રેનાં પત્તાંથી આપનો ખુલાસો પ્રાપ્ત થયો તે વિષેનું આપનું પતું પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્તાં દ્વારા શ્રી કૃષ્ણાદિનાં પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવે છે. જેને વિષે પરમાર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે; અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. કાળ સંબંધી તીર્થકરવાણી સત્ય કરવાને અર્થે “આવો ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે વેદવા યોગ્ય છે. આત્મસ્વરૂપ. વ. પત્રાંક-૪૩૪ મુંબઈ, ફાગણ વદ ૯, શનિ ૧૯૪૯ ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે અત્ર ઉપાધિજોગ છે. ઘણું કરી આવતી કાલે કંઈ લખાશે તો લખીશું એ જ વિનંતી. અત્યંત ભક્તિ. ૧૧૪ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૪ ૧૯૪૯ ફાગણ વદ ૧૧ પરમ પૂજય પરમાત્મા દેવ બોધસ્વરૂપ તરણતારણ સાહેબજી શ્રી રાજ્યચંદ્ર વિ. રવજીભાઈની ચિરંજીવી ઘણી હજો. શ્રી મોરબીથી લિ આપનો સેવક આજ્ઞાંકિત સોભાગના પ્રણામ વાંચજો . આપનું કૃપા પત્ત (પત્ર) ગઈકાલે આવ્યું તે પહોંચ્યું છે. જેમાં લખ્યું છે કે ધારશીભાઈની ચિઠ્ઠીનો ઉત્તર અને બીજું કાંઈ લખવાનું ઘણું કરી બનશે તો આવતીકાલે લખીશ તો પત્ર આજ આવ્યાથી તેના સમાચાર પહોંચ વગેરે નીચે લખીશ. આપ તરફથી પત્ર લખવામાં વખતે ઝાઝા દિવસનો આંતરો પડે છે ત્યારે મન આકુળવ્યાકુળ વધારે થાય છે તો ખુશી ખબર જ લખી સંતોષ પમાડશો એ મારી વિનંતી છે. આત્મા સર્વ જીવ સરખા છે. મોટો-નાનો નથી. દેહથી ઓળખાય છે કે આ સોભાગ. હવે સોભાગના દેહનો ત્યાગ કરી આત્મા ચાલ્યો ગયો ત્યારે બીજો દેહ તે જીવે ધર્યો અને જ્ઞાનીપુરુષ જાણી શકે છે એવું કહેવાય છે તો જીવ બધાય સરખા છે એમાં લક્ષણ કીયું (કયું) એમ જોઈ કેતાં (કહેતાં) હશે કે આ જીવ ફલાણાનો, આનો કંઈ ખુલાસો લખવા જોગ હોય તો લખશો. - ઉપયોગ ધરમ (ધર્મ) કહ્યો છે અને બે પ્રકારના ઉપયોગ કહે છે. એક શુદ્ધ અને એક અશુદ્ધ હવે એ કેમ સમજવું ? વળી વિચાર કરતાં જેમાં વરતી (વૃત્તિ) રાખીએ તે તો પરિણામ કહેવાય ત્યારે ઉપયોગ એ કેમ હોય ? તેનું નામ ઉપયોગ કહેવાય ? પરિણામને તો ઉપયોગ કહેવાતો હશે નહીં હવે આ ખુલાસો આપશો. લીંમડી (લીંબડી) સાધુજી ૩૫ આરજાજી (સાધ્વીજી) ૭ અને માંડવી, અંજાર, મુનરા (મુન્દ્રા), જેતપુર, ધોરાજી વગેરે શ્રાવકનું માણસ ૪૦-૫૦ ભેગું થયું છે. હવે શું કર્યું તેના સમાચાર હજી મળ્યા નથી. મળ્યાથી લખી જણાવીશ. આગળ આપના કેવામાં (કહેવામાં) મોરબી દરબાર બુદ્ધિવાન અને સમજુ છે. જો તેને સત્સંગનો જોગ બને તો સમજે ખરો. એમ મારા સાંભળવામાં આવ્યું હતું અને મને પણ એમ લાગે છે. હાલની રીત જોતાં તો પરદેશી રાજાના પેલા (ક્રિયામણ) કરી માણસ હતા તેમ છે. પણ પોતાની અકલેથી (અક્કલથી) વિપરીત નથી. આંહીના વૈવટદાર (વહીવટદાર) વગેરે કારભારી નોકરીઆત તમામને પાંચ રૂપિયા ખાવાની દાનતથી વસ્તીને હેરાનગતિ પુરી હતી (ઘણી જ હતી) તે ઉપરથી લોકો નનામી અરજીયું ધણી શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૧૫ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ આગળ આપતાં પણ પોતાનો શક (રૂઆબ) ઘણો તેથી મનમાં એમ રેતું (રહેતું) કે કોઈ મારા રાજ્યમાં ખાઈ શકે નહિ. ફોકટ લોકો અદાવતથી લખે છે. એમ ધારી તપાસ કરતા નહીં. તેમાં હમણાં આશરે દશ (દિવસ) ૧૫-૨૦ થયા શક પડવાથી તપાસ કરવા માંડી છે તો ઘણો ભાગ રૂશવત (લાંચ) વગેરે ખાધું તે સાબેત (સાબિત) થયું છે અને ખાનારે પોતાને મોઢે કબૂલ કર્યું છે. હજુ તપાસ ચાલે છે. રૂ. ૧ થી ૧ી (દોઢ) લાખનો આશરે ગોટો નીકળે તેમ છે. હવે તેનું શું કરશે એ તો કરે તે ખરું પણ નોકરીઆતની જોડે સાહુકારના ચોપડા પણ જોવાણા તો તે પણ માને છે અને જે નથી માનતા તેની આબરુ ઉપર જાય છે. એટલે માન્યા વિના છૂટકો નહીં. આમ બનું (બનેલી છે. વળી સાંભળવામાં એમ છે કે જેણે રૂપિયા ખાધા છે તેની પાસેથી લઈ વસ્તીને એટલે ખવરાવનાર આસામીને પાછા દઈ દેવા. એવો વિચાર ઠાકોર સાહેબનો છે એમ ગામ વાતું કરે છે તે તો બને તે ખરું. આ ઉપરથી મારા વિચારમાં એમ છે કે રાજા સમજું છે. થોડા વરસમાં સાંસારિક કામ પોતાની કીરતી (કીર્તિ) વધે તેવાં ઘણાં કર્યા તેમાં એક આ અધૂરું હતું તો તે મટાડી હવે તેની યાતી સુધીમાં રૂશવત કોઈ ખાવા ધારશે તો ઘણો વિચાર કરી ખાશે. તો એ પણ દેખાતું થયું છે. હવે ધરમ (ધર્મ) વિષે જો આત્મા જોડે તો તે જોડી શકે અને જે લોક ગુનામાં (ગુન્હામાં) આવ્યા છે તેને હવે... તો પરમારથનું (પરમાર્થનું) કામ છે તે ઉપરથી અરજી લખી આપવા વિચાર થાય છે તો કેવા પ્રકારની મતલબ લખી આપી હોય તો તેને પરશન (પસંદ) પડે. વળી સરવનું સર્વેનું) ભલું થાય. વ. પત્રાંક-૪૩૬ મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ “સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વકતવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સપુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ૧૧૬ દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ. (અપૂર્ણ) વ. પત્રાંક-૪૩ આ જગતને વિષે જેને વિષે વિચાર શક્તિ વાચાસહિત વર્તે છે, એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણસિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનાદિ એવા આ લોકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવોને વિષે વર્ત્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે, એવો જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે; અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસહ્દર્શનને વિષે સહ્દર્શનરૂપ ભ્રાંતિ તે છે. ‘આત્મા નામનો કોઈ પદાર્થ નથી,’ એવો એક અભિપ્રાય ધરાવે છે; ‘આત્મા નામનો પદાર્થ સાંયોગિક છે,’ એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે; ‘આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી,' એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. ‘આત્મા અણુ છે,’ ‘આત્મા સર્વવ્યાપક છે’, ‘આત્મા શૂન્ય છે’, ‘આત્મા સાકાર છે’, ‘આત્મા પ્રકાશરૂપ છે’, ‘આત્મા સ્વતંત્ર નથી,’ ‘આત્મા કર્તા નથી’, ‘આત્મા કર્તા છે, ભોક્તા નથી', ‘આત્મા કર્તા નથી ભોક્તા છે’, ‘આત્મા કર્તા નથી ભોક્તા નથી’, ‘આત્મા શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૧૧૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ જડ છે”, “આત્મા કૃત્રિમ છે', એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસ૮ર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવ પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જાણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે; એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્યપ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહાર-પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એવો અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે, તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જો કે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય “ચૈતન્યઘન જીવ' તે બે પ્રકારે તીર્થકરે કહ્યો છે, કે જે પુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વકતવ્ય” અને “અવકતવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. અવકતવ્યપણે જે છે તે અહીં “અવકતવ્ય જ છે. વકતવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પરુષે કરી જણાય એવો જીવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે. (જુઓ વ. પત્રાંક ૪૩૮). વ. પત્રાંક-૪૩૮ મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' ૧૧૮ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિષે અમારું ઉદાસીનપણું છે જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જામ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જામ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા “સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી, એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ ર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણે જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. કોઈપણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેનાં અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કાંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે. પ.કૃદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો ૧૧૯ For Personenrivate Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વેને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થકરે જીવનું કહ્યું છે; અને વ્યવહાર દૃષ્ટાંતે નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે કરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થકરઆદિનો અનુભવ છે. સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટિ તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે. પત્રાંક -પ. સંવત ૧૯૪૯ના ચેતર સુદી ૪ ને બુધ, મંબાઈ બંદર પુ ! શા શ્રી પ. રેવાશંકર જગજીવન કું ! સાહેબજીને દેજો . ઠે. બારકોટ પાયધુની, મુંબાઈ આપનો કીરપા (કૃપા) પત્ર તરણ (ત્રણ) ટીકટુંવાળો (ટિકિટવાળો) મોરબી થઈને આ જ આંહી આવ્યો તે પહોંચ્યો. વાંચી વિગત સર્વે જાણ્યા જેવું થયું છે. આમાં બધો ખુલાસો છે. હવે હું ઘણું કરી શુકરવારે મોરબી જઈશ. તારે (ત્યારે) ૧૨૦ ... &યસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ધારશીભાઈને વંચાવીશ. કાગળ વાંચી ઘણો આનંદ થયો છે. આપની સમર્થાઈ (સમર્થતા) અદ્ભુત છે તે વિષે કાંઈ લખી શકતો નથી. જાણે છે તે જાણે છે કે જાણે છે તે માટે છે, બીજાને ખબર નથી તે કાંઈ વાંક કાઢીએ એમ નથી. અનંતકાળ આમને આમ વીત્યો. અહીંથી કાગળ લખો (લખો) છે તે પહોંચ્યો હશે. સર્વે ખુશીમાં છે. કેશવલાલને પણ કહેશો, ચિ. છગનલાલને બોલાવશો. ડાક્ટર સાહેબને ઘટારત કહેશો. બાકી સર્વેને... સાયલેથી આગનાંકિત (આજ્ઞાંકિત) સેવક સૌભાગનું પાએલાગણું (પાયલાગણ) વાંચશો. વ. પત્રાંક-૪૩૯ મુંબઈ, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૪૯ “સમતા, રમતા, ઊરધતા,” એ પદ વિગેરે પદ જે જીવ લક્ષણનાં લખ્યાં હતાં, તેનો વિશેષ અર્થ લખી પત્ર ૧ દિવસ પાંચ થયા મોરબી રવાને કર્યો છે, જે મોરબી ગયે પ્રાપ્ત થવો સંભવે છે. (જુઓ વ. પત્રાંક-૪૩૭, ૪૩૮) ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. લિ. રાયચંદના પ્રણામ. પત્રાંક - ૬ સં. ૧૯૪૯ જેઠ સુદ ૧૨, શ્રી મુંબાઈ બંદર પુ. શાહ શ્રી પ. રેવાશંકર જગજીવન કાં. સાહેબજીને દેજો . ઠે. બારકોટ પાયધુની, મુ. મુંબાઈ બંદર આપનો કિરપા (કુપા) પત્ર ગુરુવારનો લખેલ સાયલે થઈ અહીં આવ્યો તે પહોંચ્યો છે. કેશવલાલ વિષે સમાચાર લખ્યા તો હાલ કાંઈ એવું કામ નથી અને શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૨૧ For Pere r ivate Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ગમે તેટલું કદી કામ હવે પછી ચાલે તો ઘરને આંગણે છે. એટલે આપના પ્રતાપથી અડચણ આવશે નહીં માટે આપને મન માન્ય માણસનો બંદોબસ્ત થાય ત્યાં સુધી ખુશીથી રાખજો. અમે સરવે (સર્વે) આપના તાબેદાર છીએ. માટે તે વિષે કાંઈ મનમાં ઉપાધિ રાખશો નહીં. સુખલાલભાઈ જેઠ માસમાં આવશે અને કેશવલાલ પણ આપને માણસનો બંદોબસ્ત થયા પછી આવશે. કદાપિ એમ છતાં કેશવલાલ આપની સેવામાં રહ્યાથી આપને ઉપાધિ ઓછી રહે તેમ જણાતું હોય તો ખુશીથી મરજીમાં આવે તો (ત્યાં) સુધી કેશવલાલ રેશે (રહેશે) વખતે માસ ૧રમાં મા-૧-રની રજા દેશમાં આવવાની નિવૃત્તિ વખતે આપશોજી. ઉદ્યમ કરવો છે ને તેમાં જ ફાયદો છે. તે આપની કીરપાથી (કૃપાથી) છે. કેશવલાલ સમજુ છે પણ હજુ મારું મન માને તેવી સમજણ નથી. તો આપની કિરપાથી (કૃપાથી) આવશે. હું ગઈકાલે અહીં આવ્યો છું. મણી (મણિલાલ) પરભાતે (પ્રભાતે) સાયલે જાશે એટલે હરકત નથી. પત્રાંક - ૭ સં. ૧૯૪૯ બીજા અસાડ સુધી ૧૨, મંગળવાર પ્રેમ પૂજ્ય તરણતારણ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈની ચિરંજીવી ઘણી હોજો. શ્રી મોરબીથી લી આગનાકીત (આજ્ઞાંકિત) સેવક સોભાગનું પાએ લાગણું (પાયલાગણ) વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર હાલમાં જરા વધારે દિવસ થયા નથી તેથી મનમાં ઉતાપી રૈયા (ઉપાધિ રહ્યા) કરે છે માટે દયા લાવી કીરપા (કૃપા) કરી કાગળ લખશો અને જે પરશનનો (પ્રશ્નનો) જવાબ માગો (માગ્યો) છે તે પણ લખશો. કેટલીક વખત પૂછવા ઇચ્છા થાય છે, પણ પાછો જવા. (જવાબ) આવતો નથી તેમ કાંઈ ઊપજતું નથી ને ઊપજે તેનો ખુલાસો આવે નહીં. કબીરની સાખીવાળું છે કે “ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય તો મારે એમ જ છે. આ તો જીવને આનંદ લેવા કોઈ વખત પરશન (પ્રશ્ન) ઈઆદ (યાદ) આવે તો લખું છું. તે ફક્ત જાણવા સારુ, બાકી બીજું કાંઈ નથી. જાણવું તું તે તો જાણ્યું. હવે જાણવું રહું નઈ (રહ્યું નહીં) કાં તો આપ જેવાને સાક્ષાત્ જાણા છે (જાણ્યા છે, તો બીજી પરવા નથી. જેમ ગોપીયુએ (ગોપીઓએ) ઓધવજીને કશું કહ્યું) હતું કે, તમારા ૧૨૨ .. દયસખા શ્રી સૌભાગ્ય For Persone ovate Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ગનાનમાં (જ્ઞાનમાં) અમે કાંઈ સમજતાં નથી ને અમારે ગનાન (જ્ઞાન) જોતું (જોઈતું) નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો ગમે તો દૂર રાખો પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું છે. માટે કીરપા (કૃપા) કરી મારી ઇચ્છા પૂરી કરો. તેમાં તમારું કાંઈ બગડી જવાનું નથી, વધારે શું લખું. મારી વતી ચી. મનસુખની – કેશવલાલને ઘટારત કેશો. ચી. મણિલાલ સાયલેથી ગેકાલે (ગઈકાલે) આવો છે (આવ્યો છે, હાલમાં રૂઉ (કપાસ) મણ ર00ને આસરે લીધું છે તે તોળવા સારું સાઅલેથી (સાયલેથી) તેડાવો (તેડાવ્યો) હતો તે આવો (આવ્યો) છે. લિ. સોભાગ. વ. પત્રાંક - ૪પ૯ મુંબઈ, બીજા અષાઢ વદ ૬, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પૂજતા નથી; અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યક્દૃષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક્દષ્ટિપણું તે જીવને હોય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૨૩ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની – પુરુષના નિશ્ચયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે ? કે ક્યાંથી થાય ? જે વસ્તુનું માહાસ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાભ્ય શું લાગે ? એવી માહાભ્યદૃષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ-વડનું બીજ એ છે. તીવ્ર પરિણામે ભવભયરહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યફદૃષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, બ્રાંતિગત પરિણામે અસગુરુ, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરાવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સગર, દેવ, ધર્મ પ્રત્યે અસગુર્નાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા લોભનો આકાર છે. વ. પત્રાંક - ૪૧ મુંબઈ, શ્રાવણ સુદ ૪, મંગળ, ૧૯૪૯ પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે. ૧૨૪ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોસળિયાને અમારા પ્રણામ કહેશો. ઈશ્વર-ઇચ્છા હશે તો શ્રાવણ વદ ૧ની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. ક્યું ગામ, અથવા કઈ તરફ જવું તે હજુ કંઈ સૂઝયું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી. આપને એક વાર તે માટે અવકાશનું પુછાવ્યું હતું. તેનો યથાયોગ્ય ઉત્તર આવ્યો નથી. ગોસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને નિરુપાધિ જેવો અવકાશ હોય, તો પાંચ પંદર દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે, તે ઈશ્વરેચ્છાથી કરીએ. કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તો અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જે પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે છે ? કે જે ખાસ સંસારસુખની ઇચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોષાય, એવું રહ્યા કરે છે. જો કે એ વાતનો ખેદ યોગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના ક્વચિત્ ત્યાગ જેવા રાખવાં પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મૂઝવતું નથી, પણ આત્મવાર્તાનો વિયોગ તે મૂંઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મૂંઝાઓ છો. ઘણી જેને ઇચ્છા છે એવા કોઈ મુમુક્ષુભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. તમે બને ઈશ્વરેચ્છા શું ધારો છો ? તે વિચારશો. અને જો કોઈ પ્રકારે શ્રાવણ વદનો યોગ થાય તો તે પણ કરશો. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાનવાર્તા લખશો. એ જ વિનંતી. પ્રણામ. પત્રાંક - ૮ સંવત ૧૯૪૯ના શ્રાવણ સુદી ૧૦ ને, સોમવાર પરમ પૂજય બોધસ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજયચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૨૫ For Personat fivate Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગ લલુભાઈના પ્રણામ વાંચશો. આપનો કૃપાપત્ર દન (દિવસ) ૩-૪ પેલા આવેલ. જેમાં લખેલ કે પ્રશ્ન તમને પૂછવા લખેલ પણ જવાબ આવ્યો નહિ તો તે કાગળ મને પહોંચો (પહોંચ્યો) નથી. એટલે શું જવાબ લખું ? ગોસળિયા વિગેરે સર્વની મરજી આપ અહીં પધારો એમ ખચિત છે અને આંહી જેમ આપની મરજી હશે તેમ સરવે (સર્વે) વરતશે (વર્તશે) અને મારા મનને પણ આ વિચાર પહેલા નંબરનો લાગે છે. ખંભાતવાશીને પણ આપણે આંહી તેડાવશું. છમછરી (સંવત્સરિ) સુધી સરવે (સર્વે) ભાઉનો (ભાઈઓનો). સમાગમ થાય તો આનંદ થાય. આ વિચાર અમારો ખચિતથી આગ્રહથી છે તે આપ સ્વીકારશો અને ત્યાંથી ચાલવાની (આવવાની) તારીખ લખશો. ગોસળિયાની ઉંમર વધારે પાકેલ થઈ છે તો પણ તમે જેવો જોએલ (જોયેલ) છે તેવાને તેવા છે. દરશન (દર્શન) કરવાને સમાગમ કરવાની આતુરતા વધારે. મુંબઈ સુધી પણ આવી માસ બે માસ સમાગમ કરે તેવો ઉપાધિ આડે અવકાશ આવતો નથી એટલે ઉપાય નહિ અને આપે જે શ્રાવણ વદ ૧ લગભગ પાંચ પંદર દિવસ નિવૃત્તિને માટે નીકળવા વિષે લખું (લખ્યું) તે વાંચી ઘણો આનંદ થયો છે અને ઉપર લખ્યા પ્રમાણે આપ અહીં પધારવા વિચાર કરશો. કદાપિ આટલું લખતાં તે વિચાર કર્યો નહિ તો પછી આપની ઇચ્છા હોય તેમ કરશો. અને ગોસળિયા તથા હું આપ લખશો તે તારીખે ઘણું કરી આવશું. એમ અમારા બન્નેનો વિચાર છે. આ પૃથ્વિ (પૃથ્વી) અંગ્રેજ લોકે માપી છે. તેમાં ઘણું ઓછું માપ બતાવે છે અને જીનનાં દેવે ઘણું મોટું માપ બતાવ્યું એનું કાંઈ કારણ હશે કે મેરુ પર્વતે દુનિયામાં નથી એમ સરકાર સુધારાવાળા કહે છે કેમ? જીનના દેવે મેરુ વધારે કઆ (કહ્યા) છે તે કેમ ? અઢીદ્વીપમાં ચંદ્ર સૂરજ એકસેને બતરીશ બત્રીશ) બતરીશ કઆ (કહ્યા) છે એને સરકાર એક ચંદ્ર અને એક સૂરજ કે (કહે) છે તેમાં સૂરજ ફરતો નથી. નોર્વે અને સ્વીડનમાં યુરોપખંડમાં તે જગાએ જેઠ તથા અષાડ માસ દિન ૭૦ સૂરજ આથમતો નથી. તે વાત જીનના દેવે કેમ કહી નથી ? શાસ્ત્રમાં દેવલોકના વર્ણનમાં ઘણા દેવ આવે અને જાવે તેમ બતાવે છે; તે સિવાય વિદ્યાધરના વિમાનમાં ઘણા ઘણા એ છે. હવે તે જ્ઞાનીનાં વચન છે અને તેમાંય એકે જોવામાં આવતું નથી. ભગવાન નિર્વાણ પધાર્યા તેને લાંબી મુદત તો થઈ નથી. આશરે ૨૫૦૦ વરશ (વર્ષ) થયાં અને ઈમારતો પણ એટલા વરસની (વર્ષની) કોઈ જગાએ હોય છે તારે (ત્યારે) દેવ શા ૧૨૬ . હદયસખા શ્રી સૌભાગ્ય ક For Personal Sivate Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ માટે દેખાતા નથી? આ વાતનો ખુલાસો ફક્ત જાણવાને સમજવા માટે માગે (માગ્યો) છે. તેનું કોઈ કારણ નથી એમ તો સમજીએ છીએ પણ ઘેડ બેસતી નથી. તેમ જ્ઞાની જૂઠું બોલે તેમ પણ હોય નહિ એ જ વિનંતી કામ સેવા ફરમાવશો. લિ. સોભાગ પત્રાંક - ૯ સંવત ૧૯૪૯ના શ્રાવણ સુદી ૧૧, મંગળવાર આપનું કીરપા (કૃપા) વાલું આજ સોમવારનું લખેલ પત્ર આવ્યું તે પહોંચ્યું છે. વિચાર કરીને ઉત્તર લખશું એમ લખ્યું માટે માતેલા કાગળથી વિગત જાણી. બીજો કાંઈ વિચાર ના કરવો અને આંહી મહેરબાની કરી કૃપા કરી પધારો. સાથે મનસુખ તથા કેશવલાલને પણ લાવજો. મુંબઈમાં સમાધાની થએ (થયે) તેમને તરત મોકલી દેશું પણ હવે આવવામાં ઢીલ કરશો નહીં એ જ વિનંતી કા (કાગળ) ૧ હઠીસંગભાઈનો બીડ્યો હતો તે પહોંચાડ્યો હશે. વળી આ કાગળમાં બીડ્યો છે તે તરત પોંચાડજો (પહોંચાડજો) ડુંગર ગોસળિયા તથા લેરાભાઈના પ્રણામ વાંચશો. વરસાદની તાણ ઘણી છે. લિ. સોભાગ. વ. પત્રાંક - ૪૬૩. મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, રવિ, ૧૯૪૯ પરમ સ્નેહી શ્રી સોભાગ, અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે. પણ ક્યાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. આપનો તથા ગોસળિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિષે રહે છે, તો તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિષે હાલ તે વાત સૂઝતી નથી. ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપાર પ્રસંગે રહેતા છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવા યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૨૭ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ જિને કહેલાં મેરુ વગેરે વિષે તથા અંગ્રેજે કહેલ પૃથવ્યાદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિજોગ વેચવા પડે છે; જો કે વાસ્તવ્યપણે તો સમાધિપ્રત્યયી આત્મા છે. લિ. - પ્રણામ. વ. પત્રાંક - ૪૪ મુંબઈ, શ્રાવણ વદ ૪, બુધ, ૧૯૪૯ થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂઝી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાનો હતો. વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થામાં આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામ્યથી લખી જણાવીશ. એ જ વિનંતી. શામ પ્રાપ્ત થાય. પત્રક - ૧૦ સંવત ૧૯૫૦ અષાઢ વદી ૬, મંગળવાર, અંજાર પૂ. સા. શ્રી પ. રેવાશંકર જગજીવન કું. ઠે. બારકોટ પાયધુની સાહેબજીને દેજો શ્રી મુંબાઈ બંદર. આપનો કૃપા પત્ર હાલમાં નથી તો લખશો. મારે રવિવારે કે સોમવારે અહીંથી ચાલવા (નીકળવા) વિચાર હતો પણ વરસાદ દન (દિવ) ૩-૪ થયા રહેતો નથી. ઇંચ ૧૮ હાલ પાણી પડ્યું. આગળ ૧૪ પડ્યું હતું. પવનનું તોફાન પણ જોડે ખરું. માણસને ઘર પડ્યાનું નુકસાન ઘણું સંભળાય છે. ઘરે જાવું છે પણ ઉઘાડ આપે ને રસ્તો સાફ હોય તો આંહીથી ચાલવાનું થાય. ટપાલ દન ૩ થયા બંધ છે. સંસારમાં માણસને... તેની ધારા (ધારણા) બાર (બહાર) પીડી (પીડા) આવી પડે આવો સંસારનો ખેદ તે પાર પામવા જોગ બનતાં છતાં મારાથી કાંઈ બનતું નથી. એ વિચાર થયા કરે છે... માં છું. ૧૨૮ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ કેશવલાલને કેજોને (કહેજો) ઉઘાડ આપે (થશે) ચાલીશ (નીકળીશ). ચિંતા કરે નહીં. અહીંથી કાગળ-૧ દન (દિવસ) ૩-૪ પેલા લખ્યો તે પોચો (પહોંચ્યો) હશે. લિ. સોભાગના પ્રણામ વાંચજો. પત્રાંક - ૧૧ સંવત ૧૫૦ શ્રાવણ વદી ૭, ગુરુવાર સ્વસ્તાન શ્રી મુંબઈ બંદર મહા શુભસ્થાને સર્વ શુભોપમા લાયક બિરાજમાન પ્રેમ પૂજય તરણતારણ બોધસ્વરૂપ પરમ પરમાત્મા આત્મદેવ સાહેબજી શ્રી ૫. રાયચંદ્રભાઈ વિ. રવજીભાઈ. શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગ્યના પ્રણામ વાંચશો. આપનો કૃપા પત્ર હાલમાં નથી તો લખશો. લીંમડીથી એક કાગળ મંગળવારે લખ્યો હતો તે પહોંચ્યો હશે. તેનો જવાબ આભે જાણીશ. હું ગઈકાલે અહીં આવ્યો છું. ખુશીમાં છું. પણ મનના ધારેલા વિચારથી જે કામ કરવું ધારીએ તેમાં કેટલાંક કામ ધાર્યા પ્રમાણે બને નહીં એટલે ખેદ આવી જાય કે આવું નિબિડ કર્મ શું ઉદય આવ્યું છે, જે સમાધિ રાખવાનો જોગ આવતો જ નથી અને હજુ કેટલાક દિવસનો ભોગવટો છે. જો આમને આમ છેવટ મરણ આવશે ત્યાં સુધી રહેશે તો જેવી આત્માને સમાધિ રહેવી જોઈએ તેવી કેમ રહેશે ? એમ પણ વિચાર થાય છે અને તે બાબત પ્રથમ પણ આપને લખેલ છે, તેનો ખુલાસો છેવટનો મળ્યો નથી. જો લખવા ઘટારત હોય તો લખશો. કેટલાક વખતે લીંમડીમાં બે વિચાર ધાર્યા પ્રમાણે આ ફેરા ઊતર્યા. એટલો જોગ કાંઈક સુધર્યો હોય તેમ જણાય છે. (૧) એક તો દુકાનની તકરાર વિષે ઘર મેળે સમાધાન થયું. (૨) પાંચ વર્ષ થયા ઠાકોર સાહેબની ખાનગી મુલાકાત કરી જ્ઞાન વિષે વાત કરવાનો વિચાર હતો. તે ધાર્યા પ્રમાણે એકાંત મળી અને ઇચ્છા પ્રમાણે વાતચીત થઈ છે. તે એક વૃત્તિથી સાંભળી મનમાં વિચાર કર્યો તે ઉપરથી પોતાની ખુશી મને વર્તાણી છે. આટલું કામ ધાર્યા પ્રમાણે આ ફેરે (વખતે) ઊતર્યું. તેટલો જોગ કાંઈક ઠીક થયો હોય તેમ જણાય છે. બાકી તો જેમ છે તેમ ચાલ્યું આવે છે. આપ સર્વે વાતમાં જાણો છો... સંસારમાં પૂર્વના યોગ વિના બધી તરફથી સમાધિ ક્યાંથી હોય ? ભગવત્ ઇચ્છા હશે તેમ બનશે. આપ ખુશી રાખશો. હું પણ આત્મભાવમાં ખુશી છું. આ દુનિયામાં અનેક શાસ્ત્રો છે. અનેક મત છે, શાસ્ત્રની વાતમાં કેટલી વાત શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૨૯ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ અનુભવ પ્રમાણથી સિદ્ધ થાય તેવી નથી. અનેક જાતની જુક્તિથી (યુક્તિથી) કરેલ છે. વિશ્વાસ રાખીએ તો જ્ઞાની પુરુષ જૂઠું બોલે નહીં અને તેવી બુદ્ધિ નહીં જે તેમને (તેમણે) જે અભિપ્રાયે કહ્યું હોય તે સમજી શકાય નહીં. તેથી શાસ્ત્ર ઉપર ઉદાસ ભાવ આવી આવે) એક જે થોડી વાત જ્ઞાન વિષેની પકડી મૌનપણું રાખવા ઇચ્છા રહ્યા કરે છે, ને જો તેમ વિચાર ન કરીએ તો પાર આવે તેવું નથી. હવે સત્સંગમાં રહેવા ઇચ્છા ઘણી થાય છે પણ તે જોગ મેળવવાના સાધન કરતાં છતાં હજુ સાધન ફળીભૂત થતું નથી તો અંતરાય જણાય છે. લીમડીવાળા કેશવલાલ, મગનલાલ, મનસુખલાલ, છગનલાલ વિગેરેને આપ ઉપર પ્રતિભાવ સારો છે ને સમાગમ ઇચ્છે છે. તેમજ ખંભાતનો કાગળ ગઈકાલે અંબાલાલનો આવ્યો હતો તેમાં આપનો સમાગમ હવે જલદીથી થાય તેવો ઉપાય કરવા વિષે લખે છે. આપ કોઈ પત્ર જ્ઞાન વિષેનો વાર્તાનો મારા ઉપર વિગતથી આગળની પેઠે આવે તો તે પત્ર ઠાકોર સાહેબને વંચાવવા જેવો મને જણાય તો ખીમચંદભાઈએ કહ્યું છે કે મને બીડજો. એટલે વંચાવીશ. ઠાકોર સાહેબને બોધની પ્રાપ્તિ થાય તેવાં તેમનાં લક્ષણો છે અને જો બોધ પામે તો પરમાર્થની વિશેષ વૃદ્ધિ થાય એમ મનમાં રહેવાથી જેમ બને તેમ જલદી તેમને બોધ કરવા ઇચ્છા રાખો એમ મારા વિચારમાં રહે છે. પછી આપની મરજી. એ જ વિનંતી કાગળ ૧ કેશવલાલને બીડ્યો છે તે આપશોજી. લિ. સોભાગ. વ. પત્રાંક - પર મુંબઈ, ભાદ્રપદ વદ ૧૨, બુધ ૧૯૫૦ પૂજ્ય શ્રી સોભાગભાઈ, શ્રી સાયલા. અત્રે કુશળતા છે. આપનો કાગળ ૧ આજે આવ્યો તે પહોંચ્યો છે. પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું. આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિષે રેવાશંકરભાઈ રાજકોટ છે ત્યાં લખ્યું છે, જેઓ પરભારો આપને ઉત્તર લખશે. ગોસળિયાના દોહરા પહોંચ્યા છે. તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મ દશાના અંકુરે એ દોહરા ઉત્પન્ન થયા સંભવે છે. પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી. શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્તે છે, તેઓ વધારે ઉપકારી ? ૧૩૦ .. દયસખા શ્રી સૌભાગ્ય For pe For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવી૨સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ-સમ્યક્દષ્ટિ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશોજી. પ્રથમ સગપણ-સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમ કે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્તધ્યાન કહેવા યોગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેઓ વળતી ટપાલે આપને ઉત્તર લખશે. એ જ વિનંતી. ગોસળિયાને પ્રણામ. લિ. આ. સ્વ. પ્રણામ પત્રાંક - ૧૨ સંવત ૧૯૫૦ શ્રાવણ વદી ૧૦, રવિવાર પ્રેમ પૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ વિ. ૨વજીભાઈ સેવામાં, શ્રી સાયલેથી લી. આગનાકીંત (આજ્ઞાંકિત) સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશો. આપનું કીરપાપતું (કૃપાપત્ર) આજે આવ્યું તે પોચું છે (પહોંચ્યું છે) વીગત (વિગત) લખવાનો હાલ ઉદય નથી જણાતો. લખું (લખ્યું) તે જાણું (જાણ્યું) પ્રથમનો કાગળ આંહી આવેલ તે પોચ્યો (પહોંચ્યો) છે. હવે વિગતથી કાગળ આવે તે વાંચવા ઇચ્છા રહ્યા કરે છે. બીજું આપને શું લખવું. સમયસાર નાટકની ચોપડીમાં બીજગનાન (બીજજ્ઞાન)ને વિષેનો કોઈ સવૈયા કે છંદમાં ભાવાર્થ હશે કે કેમ ? ને જો છે તો કયા સવૈયા છંદમાં છે તે આપ લખી જણાવશો. ડુંગર ગોસળિયા આજ નોલી ગૈઆ (ગયા) છે તે દન (દિવસ) ૧-૨માં આવશે. તેના મનમાં આપની તરફથી કેટલી વાતનો મનમાં ખેદ વેદા (વેદાયા) કરે છે. તે શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal Private Use Only ૧૩૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ કે (કહે) છે કે આવા પ્રતાપી પુરુષ અને તેનો જગતને કાંઈ પ્રભાવ જોવામાં આવે નહીં, એ એક આશ્ચર્ય જેવું છે. તેમ ઘણી વખત તે વાતું કર્યા કરે છે. અને જવાબ દેવો ઘટે તેમ હું આપું છું. ત્યારે તે પૂર્વના જ્ઞાની પુરુષ પ્રભાવી થઈ ગયા તેની વાતું (વાત) કાઢી બેસે છે. તો હવે તેને ઉત્તર મારે શું દેવો તે આપ લખશો. હાલમાં ભાદરવા સુદ ૫ સુધી તો જાણમાં આંહી રહેવાનું ઠરશે ખરું એ જ વિનંતી. હમણાં હાલ સાલમાં કાગળ લખીએ છીએ. ને જવાબ મંગાવીએ છીએ તેનો ઉત્તર પણ અંતરાયને જોગે મળતો નથી. એવા શક્ત (સખત) કરમનો (કર્મનો) ઉદે (ઉદય) હોય એમ જણાય છે. લિ. સોભાગના નમસ્કાર વાંચશો. વ. પત્રાંક - પ૨૦ મુંબઈ, શ્રાવણ વદ ૦)), ગુરુ, ૧૯૫૦ શ્રી સાયલા ગ્રામ સ્થિત, પરમ સ્નેહી શ્રી સોભાગને, શ્રી મોહમયી ક્ષેત્રથી - ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારો લખેલ કાગળ પહોંચ્યો છે. તેનો ઉત્તર નીચેથી વિચારશો. જ્ઞાનવાર્તાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે, તે તમે અમને લખી જણાવો છો, અને તેના સમાધાનની તમારી ઇચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોનાં સમાધાન લખાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતાં છતાં ઉદયયોગથી તેમ બનતું નથી. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતાં દશદશ, પાંચ પાંચ વખત બબ્બે-ચચ્ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિષે રુચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિષે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત્ પ્રમાદાદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે “સમયસાર' ગ્રંથના કવિતાદિનાં તમે અર્થ ધારો ૧૩૨ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Hivate Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ છો તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે ‘સમયસાર’ ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે ‘બીજજ્ઞાન’ને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. ‘સમયસાર' બનારસીદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપણે કહ્યું છે, એમ લાગે છે; જો કે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે ‘બીજજ્ઞાન’માં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ ‘સમયસાર' ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. ‘મૂળ સમયસાર’માં એટલી બધી સ્પષ્ટ વાર્તા ‘બીજજ્ઞાન’ વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે; અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટી છે, તે નિર્મળધારાને લીધે પોતાને દ્રવ્ય આ જ છે એમ જોકે સ્પષ્ટ જાણવામાં નથી, તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાસ્યમાન થઈ છે, અને જેને લીધે તે વાત તેમના મુખથી નીકળી શકી છે; અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાયે રહી છે. શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીવોને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણા ઘણા પ્રસંગે સ્ફુર્યા કરે શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૧૩૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ છે, અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે; અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ યોગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે; અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતાં છતાં જીવે છે; એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પિરણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે સ્ફુરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે. શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે યોગ્ય નથી. એ પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે, એમ જાણી જે પ્રકારની તમારી ઇચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે; અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. તમારી ઇચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તતું નથી તે વિષે જે બળવાન કારણો અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમ કે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા યોગ્ય છે. જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારો કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. તેમ જ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરોધકપણું હોય એમ લાગી શકે એમ નથી; કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઈ શકે એમ છે. હૃદયસખા શ્રી સૌભાગ્ય ૧૩૪ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિકભાવ છે એમ જો કે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહુપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ કયારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યાં પ્રથમ નાશ પામે છે; અને તે મંદ રુચિ વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કોઈ રીતે વિચારદશાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેના પ્રભાવક પુરુષો આજે જણાતા નથી; અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કોઈ જોવામાં, સાંભળવામાં આવે છે; તેમના વિદ્યમાનપણાને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. અત્યારે તો આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજા પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જો કંઈ પણ વિશેષ જણાવવા ઇચ્છતા હો, તો ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણો સાવ બહાનારૂપ છે એમ વિચારવા યોગ્ય નથી; એટલો લક્ષ રાખજો . વ. પત્રાંક - પ૨૩ મુંબઈ, ભાદરવા સુદ ૪, સોમ, ૧૯૫૦ શ્રી સાયલા ગામે સ્થિત, સત્સંગ યોગ્ય, પરમસ્નેહી શ્રી સોભાગ તથા ડુંગર પ્રત્યે, શ્રી મોહમયીપુરીથી.. ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિષે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમ કે તે કરુણાભાવ ચિંતવતાં ચિતવતાં આત્મા શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન ૧૩૫ For Personelivate Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે, તથાપિ બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઇચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપે લખી છે; અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમ કે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી; પણ અમારો આત્મપરિણામ તે ઉદયને અલ્પકાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે, બાહ્ય માહાભ્યની ઇચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ બાહ્ય માહાભ્ય ઘણું કરી ઇચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાભ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વસ્થતામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે; અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. કબીર સાહેબનાં બે પદ અને “ચારિત્રસાગરનું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યાં છે તે લખ્યાં, તે વાંચ્યાં છે. શ્રી “ચારિત્રસાગરનાં તેવાં કેટલાંક પદો પ્રથમ પણ વાંચવામાં આવ્યાં છે તેવી નિર્ભય વાણી મુમુક્ષુજીવને ઘણું કરી ધર્મપુરુષાર્થમાં બળવાન કરે છે. અમારાથી તેવાં પદ કે કાવ્યો રચેલાં જોવાની જે તમારી ઇચ્છા છે. તે હાલ તો ઉપશમાવવા યોગ્ય છે. કેમ કે તેવાં પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગનો હાલ વિશેષ પ્રવેશ થઈ શકતો નથી, છાયા જેવો પણ પ્રવેશ થઈ શકતો નથી. - સોનાના ઘાટ જુદા જુદા છે; પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જે અવશેષ રહે છે; અર્થાત્ સૌ ઘાટ જુદા જુદા દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે એ પ્રમાણે દૃષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે, તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છે : સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જિનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. જુદા જુદા તેના ઘાટ બની શકે છે તે સર્વે સંયોગીભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ કારણથી છે. ૧૩૬ .. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય For Persored ate Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. કોઈ પણ પરમાણું પોતાનું સ્વરૂપ તજી દઈ બીજા પરમાણુપણે કોઈપણ રીતે પરિણમવા યોગ્ય નથી; માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમયોગે તેનું મળવું થઈ શકે છે, પણ તે મળવું કંઈ એવું નથી, કે જેમાં કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તજ્યું હોય. કરોડો પ્રકારે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરો, તો પણ સૌ સૌ પરમાણુ પોતાના જ સ્વરૂપમાં રહે છે; પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી; કેમ કે તેવું બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. જીવે જીવની જાતિ એક હોય તેથી કંઈ એક જીવ છે તો પોતાપણું ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનો શો હેતુ છે ? તેનાં પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, અને મુક્તાવસ્થામાં પાછાં તે દ્રવ્ય, ક્ષેત્ર, ભાવનો ત્યાગ કરે, તો પછી તેનું પોતાનું સ્વરૂપ શું રહ્યું ? તેને શો અનુભવ રહ્યો ? અને પોતાનું સ્વરૂપ જવાથી તેની કર્મથી મુક્તિ થઈ, કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ ? એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જિને નિષેધ્યું છે. અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે. એ જ વિનંતિ. આ. સ્વ. પ્રણામ પત્રાંક - ૧૩ સંવત ૧૯૫૦ના ભાદરવા સુદી ૬, બુધવાર સ્વસ્તી શ્રી મુંબાઈ બંદર મહાસુભસ્થાને સકળ ગુણજાણ તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ, સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈની ચીરણજીવ હજો. શ્રી સાયલેથી લી. આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચજો. આપનો લખેલ કીરપા (કૃપા) પત્ર ભાદરવા સુદ ૪નો લખેલ આજ સવારમાં પહોંચ્યો. વાંચી લખવાનો ખુલાસો આવવાથી અમો બન્ને જણને આનંદ થયો છે અને જે આપે લખ્યું છે તે બરાબર છે તેમાં શંકા કરવા જેવું રેતું (રહેતું) નથી. આ ફેરાનો કાગળ લીંમડી બીડીશ. ખીમચંદભાઈની મરજી હશે તો ઠાકોર સાહેબને વંચાવી પાછો શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૧૩૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ બીડશે. પણ આપને વિનંતીપૂર્વક લખું છું કે જો ઠાકોર સાહેબ આપને તેડાવા માણસ મોકલે તો જરૂર આવવું. વળી તે જીવ ઘણો સારો છે એમ મને લાગ્યું છે. તો જો કોઈ રીતે બોધ પામે તો પરમારથની વૃદ્ધિ થાય. ડુંગર ગોસળિયાની ને મારી ઇચ્છા જલદી સંસાર પડ્યો મૂકવાની (પડતો મૂકવાની) નથી. એ તો જયારે આપની ઇચ્છા હશે, પ્રારબ્ધ જોગ ભોગવી રહ્યા પછી જ્યારે બનવું હશે ત્યારે બનશે એનું કાંઈ ઘણે ભાગે જરૂર નથી. પણ બાકીની ઉંમર હવે આપના સમાગમમાં નીકળે તો અનંત ફાયદો થાય. કારણ આવો જોગ અનંતકાળ વીતે બનવો કઠણ તે સહેજમાં જોગ બનતાં છતાં વિજોગ રહે છે એટલે ખેદ છે. પ્રભાવ વિષે તો જે બનવાકાલ હશે તે થાશે તેની કોઈ જરૂર નથી. અમારા સ્વરૂપનો જેમ વધારે પ્રકાશ થાય તેમ કરશો. અમારા મનને કાંઈ સિદ્ધિ રિદ્ધિએ જ્ઞાન હોય નહિ. અમારે તો તમારા સમાગમમાં રહેવું અને જ્ઞાન ચેતનામાં રમવું એમ ઇચ્છા છે. આનંદઘનજી તથા યશોવિજયજી તથા કીર્તિવિજયજી તથા વિનયવિજયજી તથા બીજા કોઈ જીનમાં (જિનમાં) થયેલા આચારજની (આચાર્યની) વાણીમાં બીજજ્ઞાન વિષેનો ભાવાર્થ અમને જોવામાં આવે છે તો તેમ હશે કે પરબારું સ્વરૂપની પ્રાપ્તિ થઈ હશે તે જણાવશો. ગો. ડુંગર તથા મારા વતી છમછરી (સંવત્સરિ) સંબંધી કોઈ જાણતાં અજાણતાં આપનો અવિનય અભક્તિ થઈ હોય તો હાથ જોડી માન મોડી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. આપ ક્ષમા કરશો એ જ વિનંતી. કામસેવા ફરમાવશો. મારે હાલ દન (દિવસ) ૪-૫ તાં (ત્યાં) રહેવાનું થવા ભરૂશો છે પછી મોરબી દન ૧૦-૧૫નું કામ છે ત્યાં ગયા વિના છૂટકો નથી અને અંજાર રૂ પડતર છે તે દિવાળી પહેલાં મુંબઈ મોકલવું પડે માટે ભાવનગરથી લખશે તો ત્યાં જાવું પડશે. સજ (સહેજ) જણાવા (જાણવા) લખું છું. વ. પત્રાંક - પર૫ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, રવિ, ૧૯૫૦ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, ૧૩૮ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personenrivate Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે; અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જો કે સામાન્યપદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગયું નથી; આગળ જતાં સંભવિત ગયું છે; જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તિબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને; સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમ કે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતી. આ. સ્વ. પ્રણામ. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૩૯ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક - ૫૩૧ મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦ આપના લખેલા ત્રણે પત્રો પહોંચ્યા છે. જેનો પરમાર્થ હેતુએ પ્રસંગ હોય તે થોડીએક વિગત જો આજીવિકાદિ પ્રસંગ વિષે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળિકાળ મહાત્માના ચિત્તને ઠેકાણે રહેવા દે તેવો નથી. એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. તેમાં વેપારની ગોઠવણ વિષેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. કેમ કે તમારા પ્રત્યે અન્યભાવ નથી. વ. પત્રાંક - પ૩ર મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦ તમારા લખેલા ત્રણે પત્રોના ઉત્તરનું એક પતું આજે લખ્યું છે. જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પતું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. પણ અમારું ચિત્ત, હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો, એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવતું જોવું શ્રેયરૂપ છે તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી. અને આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે જ નહીં. પ્રણામ. વ. પત્રાંક - પરૂપ મુંબઈ, કારતક સુદ ૩, બુધ ૧૫૧ તમને બે પત્રો લખ્યા છે તે પહોંચ્યા હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે. અભિન્નભાવે લખ્યું છે. કદાપિ કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી. તોપણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કાંઈ બને તો પૂછવામાં અડચણ નથી. શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણ કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રીકૃષ્ણ ૧૪) હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે, અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે; દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. પત્રાંક - ૧૪ સંવત ૧૯૫૧ના કારતક સુદી ૫, શુક્રવાર પ્રેમપેજ પરમાત્માદેવ બોધસ્વરૂપ શ્રી રામચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર. શ્રી અંજારથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગનું પાયેલાગણું વાંચશો. આપનાં પત્તાં (પત્રો) બે પહેલાં આવ્યાં તે લખાવટ ઘણે ભાગે સમજ્યો છું અને તેનો જવાબ ગઈકાલે અને પરમ દિવસે લખ્યો છે. વળી સમજવા સારું આજે એક પતું પહોંચ્યું છે. વાંચી આનંદ થયો છે તે સમજૂતી આપો છો તે ખરી જ છે અને આપ જેવાને જેને સત્સંગ છે તે ગમે તેમ મન ફેરવી વાળી ધીરજ પકડે જ. કારણ બીજા ઉપાય ન દેખે ત્યારે શું કરે પણ કોક ટાણે તો ભભક લાવો ! પછી મૂવા પછી અમારે કાં (ક્યાં) જોવું છે. હું તે વિષે કાંઈ આપને લખતો નથી. આપની કૃપાથી ખુશીમાં છું. કાંઈ ચિંતા રાખશો નહિ અને અવસર દેખો ત્યારે સંભાળ લેશો. પતિવૃતાની ભક્તિ છે એ જ વિનંતી. મણિલાલનું પતું આજે આવ્યું તે પોતું (પહોંચ્યો છે. સમાચાર જાણ્યા છે. ત્રિકમજીની દુકાનથી જીવ મેળવી કોલાબાના કામમાં વાકેફ થાય તો તેને આગળ ઉપર ફાયદો છે. આજ સુરતનો તાર છે. શ્રી કારકો-૨૦૦ લેવા લખે છે. તો ધીરે ધીરે લેશું એમ કહેશો એ જ. લિ. સોભાગ વ. પત્રાંક - પ૩૮ મુંબઈ, કાર્તિક સુદ ૯, બુધ ૧૫૧ બે પત્ર પ્રાપ્ત થયા છે. છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઇચ્છા રહે છે, તે ઇચ્છા હોવાને શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૪૧ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી, અને હવે પણ તે ઇચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઇચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પરુષના સંગનું માહાભ્ય જળવાવા તે ઇચ્છા શમાવવી ઘટે છે, એમ વિચારીને શમાવવી ઘટે છે. સત્સંગની ઇચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઇચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે, કેમ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો, તે કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે, આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો, એમ વિચારી ઘણી વાર ખેદ થઈ આવે છે; તેને લખવું તે તમને યોગ્ય નથી. વ. પત્રાંક - પ૬૮ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ કુલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સર્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર “સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થકર “અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ' કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે છે. શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, પ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે. ૧૪૨ » દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુ આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ? શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક, દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. પત્રાંક - ૧૫ સંવત ૧૯૫૧ના ફાગણ વદ ૧૦ સંખાતા (સંખ્યાતા) અશંખતા (અસંખ્યાતા) અનંતા એ શું સમજવું? અસંખ્યાતા અને અનંતામાં ફેર શું ? અનંતા એમ કહ્યું અને સમજણ ગુપ્ત રીતે કાંઈ સમજવા જેવી હોય તેમ જણાય છે. જીવના અશંખતા પરદેશ (પ્રદેશ) કહ્યા ત્યારે તેણે (ત્રણે) લોકમાં ચેતનાના પરદેશ (પ્રદેશ) કેટલા જાણવા ? અસંખાતા કેવા જોએ (જોઈએ) જીવ અનંતના ભોગ લખીએ તો અનંતા થાય ? શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૪૩ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ એકકે પ્રદેશ અનંતી પરજાય (પર્યાય) કીધી તો પરજાય (પર્યાય) તે પુદ્ગલી કેવાય (કહેવાય) કે કેમ ? જો પુદ્ગલી કીએ (કહીએ) તો આત્માનો પ્રદેશ તે ચેતન જ હોય અને પ્રદેશમાંથી પરજાય (પર્યાય) કલ્પી તો તે પણ ચેતનની જ હોવી જોઈએ. તો તેનું શું સમજવું ? સરવે (સર્વે) જીવ સરખા છે અને જ્ઞાન બધા જીવને છે પણ વધારે ઓછું છે અને જ્ઞાન એ આત્મા તાર (ત્યારે) સરખાપણું કેમ નથી ? તારે (ત્યારે) જેવા પુદ્ગલ ગ્રહણ કરે તેવું જ્ઞાન જાણવું કે કેમ ? ત્યારે જ્ઞાન એ આત્મા કેમ કહેવાય ? ગોસળીઆનું કેવું (કહેવું) પરજાય (પર્યાય) તો તાટક (તરટક) છે. મને તેનું કેવું (કહેવું) અનુભવમાં આવતું નથી. આપ સાહેબની મુખે વાણી સાંભળવાથી નિશે (નિશ્ચય) થાશે. બીજા કોઈના કેવાથી (કહેવાથી) નિશ્ચય થાવો મુશ્કેલ. કારણ આપના જેવો બીજો હાલમાં કોઈ સમજતાં હોય એવા મારા જોવામાં આવો (આવ્યો) નથી. હવે જેમ બને તેમ આત્મા વિષેની સમજણ કરવી એમ મનમાં થયું છે. વ. પત્રાંક - પ૭૧ મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સો આઠ એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો તે પરિણામે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે; કેમ કે તેનું પરિમાણ એટલું વિશેષ છે; અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી, અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી. જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે. એ પ્રકારના જે જે પ્રશ્નો હોય તો તે સમાધાન થઈ શકે એવાં છે, કોઈ પછી અલ્પ કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે. ૧૪૪ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવલ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ-અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે. વ. પત્રાંક - પ૦૪ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમાં તૃષ્ણા ઓછી કરતા જવું. વ. પત્રાંક - પલ્પ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશ્રય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી બ્રાંત એવા જીવને સદ્દગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દૃઢ નિશ્ચય વર્તે છે, તેવા પુરુષને પ્રત્યક્ષ જગદ્રવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સન્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગદ્રવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદગુરુનું માહાભ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૪૫ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક - ૫૬૯ શ્રી સત્પુરુષોને નમસ્કાર સર્વ ક્લેશથી અને સર્વ દુ:ખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્ માત્ર સંશય નથી. આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧ જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈપણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મયવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. ૧૪૬ વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે. For Personal & Private Use Only હૃદયસખા શ્રી સૌભાગ્ય Page #190 -------------------------------------------------------------------------- ________________ જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્ણિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈપણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા અવલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવનમુક્તપણું સર્વથા માનીને જીવનમુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તો પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે. પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં ફુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૪૭ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે. પત્રાંક - ૧૬ સંવત ૧૯૫૧ના ફાગણ વદ ૦)), મંગળવાર પ્રેમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી રામચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર. શ્રી મોરબીથી લી. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપાત્ર રવિવારનો લખેલ ગઈકાલે આવ્યો. જેમાં અપૂર્વ વાણીથી વિગત લખી તે વાંચી જીવને ઘણો જ આનંદ થયો છે અને એ જ કાગળ વાંચતાં મનમાં એમ થઈ આવે કે આ લયરૂપ સંસારમાંથી ક્યારે છૂટાય. વળી તેના રેશ (રહસ્ય) અને મરમ (મ) વિચારીએ છીએ તો અદ્ભુત આશ્ચર્યકારક વાણી લાગે છે. એવી વાણીનો બોધ વખતોવખત કરવા કૃપા કરશો. પ્રશ્નના ખુલાસા વિષે લખ્યું તો ઠીક જ છે. સમાગમને જોગે (યોગે) આપ કીરપા (કૃપા) કરી ધરાવશો જણાવશો) અને વિશેષ કરી એ જાણવા ઉપર વિચાર થયા કરે છે. ઘીની દુકાન વિષે ધીરજથી વિચાર કરી કરવા વિષે લખ્યું તો ઉતાવળ નથી. હજુ કરવા વિચાર થાય તો પણ વૈ. સુદ ૨ પછી પોંચી (પહોંચી) શકાય તેમ છે. કારણ કે લાલચંદને સાયલા ખાતામાં માસ ૧-૨નું કામ છે અને મણિની દલાલી વિષે જો મણિ લખે છે તેમ બંદોબસ્ત થતો હોય અને આપના ધ્યાનમાં આવતું હોય તો પછી તેમાં કાંઈ હું ત્યાં આવ્યા પછી વિચાર કરી કરવા જેવું નથી. સિદ્ધાંતમાં સાંભળ્યામાં ચારે ગતિમાં સમક્તિ પ્રાપ્ત થાય છે એમ વાત સાંભળી છે. જો એમ હોય તો મનુષ્યદેહ શ્રેષ્ટ (શ્રેષ્ઠ) કેમ ગણાય ? કદી મનુષ્ય અવતારમાં જેને જેને સમક્તિ હતું ને તે જીવ બીજી ગતિમાં જાય તો તેને સમક્તિ થાય તો એ અનુભવમાં આવે છે. પણ પૂર્વે સમક્તિ પામ્યો નથી અને દેવ, નારક અને તિર્યંચ માનવે સર્વ સમક્તિ પામે એ વાત કેમ બને ? મનુશ (મનુષ્ય) વિના બીજી ત્રણ ગતિમાં સાધન નથી અને મનુશ (મનુષ્ય) અવતારમાં પણ કેટલી બધી સમજણ આવે તારે (ત્યારે) સમક્તિ કહેવાય છે. તો બીજી ત્રણ ગતિમાં એવો જોગ ક્યાંથી બને ? ૧૪૮ . સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ આમ વિચાર કરતાં અટપટું લાગે છે પણ સાધુ વિગેરે સિદ્ધાંતમાં છે એમ કે (કહે) એટલે પરાણે કબૂલ કરવું પડે છે તો તે વાત માનવા જોગ છે ? કે કાંઈ જે કહે છે તેમાં સમજવા ફેર થાય છે ? જ્ઞાની મહારાજાએ તે જે કર્યું (કહ્યું) હશે તે સમજીને કર્યું (કહ્યું) હશે. એ તો ખાતરી છે. બાકી હાલના જાણવાવાળાના સમજા (સમજ્યા) ફેર થાતો હોય તો લખી જણાવશો એ જ વિનંતી. મારો વિચાર સાયલે ગયા પછી એક વખત આપનાં દર્શન કરવા ખચિત આવવાનો છે અને ગોસળીઆનો પણ વિચાર મને તેણે જણાવ્યો હતો. પણ હવે તેનું થાય તે ખરું. જો તે આવશે તો બન્ને જણ સાથે આવશું. આહીં હજુ દન (દિવસ) ૮ થાય તો થાય. ગાદલા વિગેરે કાંઈ મોકલવા જેવું હશે તો વવાણીએ મોકલીશ અને તેના પૈસા ખાતે માંડવા લખું (લખશો) તો માંડીશ. હવે ઘણું કરી ગુરુવારે ગામડામાં જાવા વિચાર છે. જાવું તો આ જ હતું પણ વાહનનો જોગ બન્યો નહિ. વળી અમાસ હતી તેથી ગયો નથી. મારા વતી શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કહેશો. કૃપા કરી બોધ આપશો. પરમાદી (પ્રમાદી) સદાય દુઃખી અપરમાદી (અપ્રમાદી) સુખી એમ લખ્યું તો પરમાદી અને અપરમાદી એ શું ? જો અગનાન થાત (મિથ્યાત્વ)ને પ્રમાદ કહો તો પ્રમાદ કેમ કઓ (કહો) તેથી પરમાદનો અર્થ જુદો હોવો જોઈએ તો પરમાદમએ શું ? કા. ૧ મણિનો મ. ૧ લલુનો બીડો (બીડ્યો) છે તે આપશો. લિ. સોભાગ. વ. પત્રાંક - પ૭૯ મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પતું મોરબી લખ્યું છે તે તમને સાયલે મળ્યું હશે. શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે; કેમ કે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે. પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ, શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૪૯ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. કેમ કે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે ક્યારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે. આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતી કરશો. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે એ જ વિનંતી. પત્રાંક - ૧૭ સંવત ૧૯૫૧ના ચૈતર સુદ ૧૨, શનિવાર પરમ પૂજ્ય તરણતારણ પરમાત્માદેવ બોધસ્વરૂપ સાહેબજી શ્રી રાયચંદ્રભાઈ વિ. ૨વજીભાઈ મુ. મુંબાઈ બંદર. આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય. શ્રી મોરબીથી લિ. આપનો આગનાક્તિ (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપત્ર હાલમાં નથી તો લખશો. સંસાર સંબંધી કાંઈપણ વાત આપ પાસે કોઈ વખત થઈ જવાથી આપને ઠીક પડતું નથી તે સમજામાં (સમજવામાં) છતાં ભૂલ આવી જાય છે તો માફ કરશો. ગોસળિયાને અને મારે મુંબાઈ આવવાનો વિચાર છે. તેમાં મોસમ પણ હાલ છે તો ગોસળિયાને તો કાંઈ કરવું નથી. પણ હજુ કોઈ વેપારનું કામ બને તો મને ઇચ્છા ખરી, તા (છત્તાં) થાવું હશે તો થાશે તેની ચિંતા નથી પણ ગોસળિયો અને હૃદયસખા શ્રી સૌભાગ્ય ૧૫૦ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ હું ત્યાં આવીને દન (દિવસ) ૮-૧૫ કદી રેવાનું રહેવાનું) આપના સમાગમને લીધે થાય પણ આપને દુકાનના કામના પ્રસંગને લીધે કદી દિવસે જોયે (જોઈએ) તેવો સમાગમ ન થાય તો રાતના વખતમાં પણ થાય તો ઠીક. હવે હું પ્રભાતમાં ચાલ્યો સાયલે જાઉં છું. (કાલે સવારે સાયેલા જવાનો છું) અહીંનું કામ જે હાલમાં હતું તે કર્યું છે. દુકાનનું ભાડું ઊતરતું કર્યું છે. હવે હમણાં આંહીનું કામ નથી તેમ બીજું પણ હાલમાં જણાતું નથી તો સાયલે ગયા પછી ગોદળીઆને લઈ ત્યાં આવવા વિચાર છે. આ કાગળ પોંચતા (પહોંચતા) જીવને બોધરૂપ કાગળ તરત સાયલે લખશો. કીરપા (કૃપા) છે તેવી રાખશો. લિ. સોભાગ વ. પત્રાંક - પ૮૧ મુંબઈ, ચૈત્ર વદ ૮, બુધ, ૧૯૫૧ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તો પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ વિનંતી. પ્રણામ. પત્રાંક - ૧૮ સંવત ૧૫૧ના ચૈતર વદ-૧૧ ને શનિવાર પરમ પૂજય પરમાત્માદેવ સાહેબજી શ્રી રાજચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર. શ્રી મોરબીથી લિ. આપનો આગનાક્તિ (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનું કીરપા (કૃપા) પત્તે (પત્ર) આજે આવ્યું તે પોચું (પહોંચ્ય) સમાચાર લખ્યા તે જાણ્યા છે. ધીરજ રાખી કામ કરવા ભલામણ લખી તો ઘણું કરીને તે પ્રમાણે વરતીશ (વર્તીશ). શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૫૧ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ પરભાતે (પ્રભાતે) ગામડાંમાં જવાનો છું. સોમવારે કે મંગળવારે ઘણું કરીને આવીશ. ફક્ત વકીસર જાવું છે. બધાં ગામડાંમાં જાવા જરૂર નથી, બાકી વિગતથી કાગળ ગે (ગઈ) કાલે લખ્યો છે એ જ વિનંતી. લિ. સોભાગ વ. પત્રાંક - ૫૮૬ મુંબઈ, ચેત્રવદ ૧૨, રવિ, ૧૯૫૧ વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્થતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તો પણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે; અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. ૧૫૨ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો. ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે; અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવતું હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત્ થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવતુ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થ સ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તો પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, માટે જયાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જો કે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન ૧૫૩ For Per Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. વ. પત્રાંક - ૫૮૭ મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧ કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ?' એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તો પણ સંક્ષેપમાં નીચે લખ્યો છે : જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને “કેવળજ્ઞાન” કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. પત્રક - ૧૯ સંવત ૧૫૧ વૈશાખ સુદી ૧, સુકરવાર (શુક્રવાર) પ્રેમ પૂજ્ય તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર. શ્રી મોરબીથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશો. આપનો કૃપા પત્ર હાલમાં નથી તો લખવા કૃપા કરશો. અહીં મારે પેલી તારીખની મુદત છે તો ત્યાં સુધી રહ્યા વિના છૂટકો નથી અને મુદતે કામનો બંધ વળી જાશે ૧૫૪ » Æયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ તો મારો વિચાર તરત સાયલે જાવાનો છે અને પછી આપની પાસે આવવું છે. ઘણા દિવસ થયા આ વિચાર છે પણ જોગ બનતો નથી હવે થાય તે ખરું. આપે વિગતથી પત્ર લખ્યો છે અને તેમાં મારો અભિપ્રાય મંગાવ્યો છે તો તે બાબત મને કાંઈ હાલમાં સૂજતું નથી. તે વિચાર કરું છું. જો કાંઈ સૂજસે તો લખી જણાવીશ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જીવ છૂટવાનો ઉપાય કરે પણ મેં જ્જર (જીંજર-સખત) બંધથી બાંધ્યો છે એ વાત ખરી જણાય છે. સંસાર અસાર છે એમ જાણતા છતાં સાઠ વરસની ઉંમર વીતી ગઈ તો પણ હજુ બંધનમાંથી છૂટાતું નથી અને કાળ આવે છે એ કંઈ કહીને આવતો નથી અને જો આમને આમ વિજોગમાં આયખું (આયુષ્ય) પૂરું થાશે તો પાછી મેનત રેશે (મહેનત રહેશે) અને હરકત તો નથી સાચનો સમાગમ થયો છે માટે. આપે આત્મા જાણવા વિષેમાં સૂરજ અગ્નિ વગેરે વિચારવા વિષે લખ્યું છે તે કેવી રીતે વિચાર કરવો તે કાંઈ લખવા ઘટિત હોય તો લખશો. એ જ વિનંતી. મારી વતી ભાઈ શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કહેશો. મોતીના વેપાર સંબંધી ઉપાધિ ઘણી ઓછી થઈ ગયા વિષે લખ્યું તે વાંચી ખુશી થયો છું અને હું લખવા લાયક નથી તો પણ મને લાગે છે તેમ લખું છું કે હવે પછી મોટી ઉપાધિમાં પડવું નહીં. એમ બને તો ઠીક. આપ સરવે (સર્વે) વાતમાં જાણો છો એટલે લખવું વાજબી (વ્યાજબી) તો નથી તો પણ લખું છું એ જ વિનંતી. લિ. સેવક સોભાગ વ. પત્રાંક - ૧૨ મુંબઈ, વૈશાખ સુદ, ૧૯૫૧ આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૫૫ For m orate Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તો જયારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષમકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાયે વિરહ છે. વિરલા જીવો સમ્યક્દષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મ ચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી, વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે. વ. પત્રાંક - પ૯૩ મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સવિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. આ. સ્વ. યથા. ૧પ૬ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પત્રક - ૨૦. સંવત ૧૫૧, ભાદરવા સુદી-૧૧ પૂ. મેતા શ્રી પ. રવજીભાઈ પચાણ સાહેબજીને આપશો, શ્રી વવાણિયા બંદર. સાયલેથી સોભાગભાઈની પાયલાગણ વાંચશો. આપનું કીરપા (કૃપા) પનું આવ્યું તે પહોંચ્યું છે. વાંચી આનંદ થયો છે. સુદ ૨ પૂનમ સુધી મોરબી થાશે એમ લખું (લખ્યું) તો હવે મોરબીથી જ્યારે ચાલવાનું થાય ત્યારે અગાઉ લખી જણાવશો એટલે હું મૂળીએ ગાડી લઈને તેડવા સારું આવું. મનમાં કેટલાક દિવસ થયા સમાગમ કરવાની પીપાશા (પિપાસા) રહેતી હતી. હવે આપ અહીં પધારશો તેથી હાલમાં તે આકાંક્ષા કાંઈક નિવૃત્ત થશે. કેવળગનાન (કવળજ્ઞાન) વગેરે કેટલાક પ્રશ્નો પૂછી નિર્ણય થશે. આ કાળ અને આ પ્રશ્નમાં કાંઈ આપ સિવાય બીજાને પૂછીને શંકા દૂર કરીએ તેવો પુરુષ દેખવામાં આવતો નથી. ડુંગર, લેરા (લહેરા) ભાઈ વગેરે પતું (પત્ર) વાંચી ખુશી થયા છે. મનમાં કેટલાક પ્રકારની ચિન્તા વેદવામાં આવે છે તે સર્વે આપ પધાર્યાથી દૂર થશે. લિ. સેવક સોભાગના નમસ્કાર. પત્રાંક - ૨૧ સંવત ૧૯૫૧, આશો સુદી ૧૧, રવિવાર પૂ.સા. શ્રી પ. રેવાશંકર જગજીવનની કું. શ્રી મુંબાઈ બંદર. આપનો કૃપાપત્ર નથી તો લખશો. અમે બન્ને જણ ગઈ કાલે કુશળતાથી પોતા (પહોંચ્યા) છીએ. આપ ખુશીથી પોતાના (પહોંચ્યાના) ખબર લખશો. અહીંથી બનાત (ગરમ રેશમી કાપડી વાર ૧૨ બુરાન કોટની મંગાવી છે તે જલદી નમૂના પ્રમાણે મોકલવા ભલામણ કરશો. ચિ. મણીલાલને સુદ ૧૨ સોમવારના ચાલ્યા આવવાનો વિચાર હતો પણ મુરત (મુહિત) વદ ૧ સુકરવારનું (શુક્રવારનું) આવ્યું છે. હવે ઘણું કરી તે મુરતે અહીંથી ચાલશે (જશે) અને ત્યાં આવશે. ચિ. માફાને હવે સારી પેઠે સુવાણ છે અને નાગરલાલ હમણે વદ ૧૨-૧૩ સુધી રોકાશે. આ સમાચાર લાલચંદને તથા કેશવલાલને કહેજો . કીરપા (કૃપા) કરી કાગળ દુવારે (દ્વારા) શાંતિ આપશો. ભાઈ શ્રી માંકુભાઈ તથા પરેમચંદભાઈને (પ્રેમચંદભાઈને) ઘટારત કહેશો એ જ વિનંતી. સાયલેથી લિ. સેવક સોભાગ. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૫૭ ટ For Pers Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક - ૪૫ મુંબઈ, આસો વદ ૧૧, ૧૯૫૧ પરમનૈષ્ઠિક, સત્સમાગમ યોગ્ય, આર્ય શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક - શ્રી સોભાગનું લખેલું પત્ર મળ્યું છે. “સમજ્યા તે શમાઈ રહ્યા,” તથા “સમજ્યા તે સમાઈ ગયા,” એ વાક્યમાં કંઈ અર્થાતર થાય છે કે કેમ ? તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે? તેમજ સમજવા યોગ્ય શું? તથા શમાવું શું? તથા સમુચ્ચયવાક્યનો એક પરમાર્થ શો ? તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતી. સહજાત્મસ્વરૂપ યથા. પત્રક - ૨ સંવત ૧૫૧ના આશો વદી ૧૪ ને ગુરુવાર પ્રેમ પૂજય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી સહજાત્મસ્વરૂપ મુ. શ્રી મુંબાઈ બંદર. લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. વિનંતી કે આપની કૃપા પત્ર આશો વદ ૧૦નો લખેલ આવ્યો તે પહોંચ્યો. સમાચાર જાણ્યા છે. સમજ્યા તે સમાઈ રહ્યા - “સમજ્યા તે સમાઈ ગયા” -તે વાક્ય એક જ છે કે અર્થમાં કાંઈ ફેરફાર છે કે કેમ ? તે લખ્યું... પેલા (પહેલા) વાક્યનો અર્થ “સમજ્યા તે સમાઈ રહ્યા” એટલે સંસાર છોડી ગયા નહિ અગર જ્ઞાન પામ્યા છે પણ દેહ છે ત્યાં સુધી દેહનું પ્રારબ્ધ રહ્યું છે ત્યાં સુધી વેદની આદિ કર્મ રહ્યાં છે. સમજયા તે સમાઈ ગયા” તેનો અર્થ સંસાર મૂકી ગયા અગર દેહનો ત્યાગ થયે વેદની (વેદનીય) કર્મ આદિ સર્વે કર્મ ગયા સમજ્યા તે જેમ હતું તે સમજો (સમજ્યા) એ આ વિશેષ વાક્યર્થ સમજ્યા તે સમાઈ ગયાનો અર્થ થાય છે. સમજવા જોગ સપુરુષ તથા આત્મસ્વરૂપ અને સમાવું એ વિષય કષાય એમ અમને અર્થ ૧૫૮ ... હૃદયસખા શ્રી સૌભાગ્ય For Pe r vate Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જણાય છે. હવે આપને કેમ દેખાય છે. જેમ જણાતું હોય તેમ વિગતથી અર્થ કરી લખશો. આપની લખાવટ જોતાં તેનો અર્થ ઘણો જ જુજ (ગુહ્ય) જાણાય છે. માટે જરૂર કિરપા (કૃપા) કરી લખશો. ભાઈ શ્રી માકુભાઈની તબિયત જરા નરમ રહે છે એમ સાંભળ્યું છે તો હવે સારી પેઠે સુવાણ રહેતી હશે. માટે લખશો અને પ્રથમ કા. ૧ માકુભાઈ ઉપર વિગતવાર લખ્યો હતો તેનો જવાબ કંઈ આવ્યો નથી તો તે વિષ ધ્યાન આપી લાભમાં જવાબ લખે તો એ પીડા મટે, મનમાં ઉપાધિ રહ્યા કરે છે. ચિ ચુંબક અમદાવાદથી લુગડાં લઈને આવ્યા છે. અમદાવાદથી હૂંડી રૂ. ૭૦)ની લખી છે. તે શીકારી (સ્વીકારી) આપશો. કા.સુ. રના વાયદાનું કાપડ વેચ્યું છે તે રૂપીઆ ઘણું કરી માગસર સુદ ૨ સુધીમાં આવશે માટે અવેજ બીડવા વિચાર છે તો બીડી દેશું. હૂંડી શીકારી (સ્વીકારવા) દવા કેશો (કહેશો) કા. ૧. મણિલાલનો બીડ્યો છે તે આપશો. એ જ વિનંતી. મારા વતી સર્વેને ઘટારત કેશો ને કાગળ કિરપા કરી લખશો. લિ. સોભાગ વ. પત્રાંક - ૫૧ મુંબઈ, કારતક, ૧૫ર જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવમાં બને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનાવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૫૯ For P Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્યા છે, તે “આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજયા, એટલો વિભાગાર્જ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિઃસંદેહ છે. પત્રાંક - ૨૩ સંવત ૧૯૫ર, માગસર સુદ ૨, સાયલા પરમ પૂજય રાજચંદ્ર વિ. રવજીભાઈ મોરબી થઈ શ્રી વવાણિયા બંદર. આપનો કિરપા (કૃપા) પત્ર હાલમાં નથી તે કીરપા કરી લખશો. હાલમાં મુંબઈ જવાનું હશે નહીં માટે મહેરબાની કરી આંહી પધારજો. પછી મુંબાઈવાળા લખે તારે (ત્યારે) પધારજો. અહીં કોઈ જાતની ઉપાધિ મારી તરફથી થાશે નહીં. વળી આંહી ઝવેરાત એક શખસને (વ્યક્તિને) વેચવા મરજી છે. રૂ. ૧૦,૦૦૦ (દશ હજાર)નું વેચવું છે તે ઘાટ છે. ૧૬૦ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ આપ પધારો અને ઘાટ આવે તો સોદો કરજો. પણ મુંબાઈ હમણે ન જાવું હોય તો પધારજો. મરજી પ્રમાણે રોકાજો. દરશનની (દર્શનની) ઘણી આતુરતા છે. લિ. સાયલેથી આ.સે. સોભાગના નમસ્કાર વાંચશો. પત્રાંક - ૨૪ સંવત ૧૯૫૨ના માગસર સુદી ૯, સોમવાર પરમ પૂજ્ય તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ, સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ વિ. રવજીભાઈ. શ્રી મુંબાઈ બંદર. શ્રી સાયલાથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપના કૃપાપત્ર હું આવ્યા પછી નથી તે કૃપા કરી લખશોજી. આપનાં વચનામૃત વાંચવાથી ઘણો આનંદ થાય છે. ગોસળિયા-લેરાભાઈ હમેશાં આવે છે. ધરમ (ધર્મ) વિષે વાત ચાલે છે. આપને નમસ્કાર લખાવ્યા છે. ત્ર્યંબકે રૂ. ૧૫૦/-ના આશરેનાં મોતી લીધાં છે અને બીજાં રૂ. ૨૦૦/-નાં લાવશે. વેચવા છે તે ઘાટ આવશે તો લેશે એને ટપાલ રસ્તે ચલાવશે. ઘી મણ ૧-ઘરનું લીધું છે અને બીજું આવતીકાલે લઈ એક પેટી મોકલીશું. દરજી મારી સાથે આવેલ છે. હવે હું એ ચીવટમાં છું જેમ તુરત બનશે તેમ કરીશ અને છોકરાઓને પણ આ બાબતની ઘણી કાળજી છે તે જોતાં ભગવત લાજ રાખશે. નહીં તો હું તો જીવતાં મૂવા જેવો છું એ નક્કી જાણવું. મારી વતી રેવાશંકરભાઈને પ્રણામ કહેશો. હું ચાલતી (નીકળતી) વખતે તેમનાથી મેં કોઈપણ વાતચીત કરી નથી. તે ફક્ત ભોંઠામણને લીધે પણ મને એ બાબત હજુ સુધી ચીવટ છે પણ આ ટાણે કાંઈ ઉપાય નથી. રાત દિવસ આ ચિંતા મનમાં રહ્યા કરે છે. લિ. સેવક સોભાગ પત્રાંક - ૨૫ સંવત ૧૯૫૨, માગસર વદ ૧૨, સાયલા ભાઈ શ્રી ૫. ભાઈ રાયચંદભાઈ રવજીભાઈ, વવાણિયા બંદર. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન 榮 For Personal & Private Use Only ૧૬૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ આપનો પત્ર દુકાન સંબંધ બાબત આવ્યો તે પોંચો (પહોંચ્યો) અવેજ બીડવા વિષે ઘણી તાકીદ લખી આપે નડીઆદ ભલામણ કરેલ તેથી વધારે કાળજી છે. પણ માલ પરાંત (પુરાંત) વધારે રે (રહી) આવેલ છે. દરબારમાં જે રૂપિયા લેણા છે તે આજકાલ કરે છે. તમારા કાગળ વંચાવ્યા છે. તો હવે જેમ બનશે તેમ થોડા દિવસમાં હાલમાં સરાફની હૂંડી રૂ. ૫00/- સુદ ૧૩ની તારીખની લીધેલ તે હૂંડી દેશાવરથી બીડાવવા કહેલ પણ તે ઘાટ તેને આવ્યો નહીં. હવે આજ તે હૂંડી આવશે એમ કહ્યું છે તો બીડી આપશું. વળી રૂ. ૫૦૦/-ની હૂંડી થોડા દિવસમાં જેમ બનશે તેમ કરી બીડશે. તમે કાંઈ અધિરાઈથી આવી તાકીદ લખો નહીં. ફક્ત દેશાવરમાં નાણાભીડને લીધે લખો છો. તો પણ અવેજ ખાતે કોઈ જાતની ચિંતા રાખશો નહીં. જેમ જોગો થશે તેમ બીડશે એટલું છે કે, ધીરે ધીરે બડાશે બીજો ઉપાય નથી એ જ વિનંતી. આપ ક્ષમા કરશો. સાયલેથી લિ. સોભાગ વ. પત્રાંક - ૬૬૦ મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫ર “શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તો પણ, જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે; – ગાયો રે, ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો. વ. પત્રાંક - ૨ મુંબઈ, પોષ વદ, ૧૫ર સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી. યોગ અસંખ્ય જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજો, આતમરામ છે સાખી રે.' - શ્રી શ્રીપાળરાસ ૧૬૨ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક - ૩ મુંબઈ, પોષ, ૧૯૫ર ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા. વ. પત્રાંક - ૪૪ મુંબઈ, પોષ વદ ૨, ૧૯પર સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણે ઉપદેશ્ય છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોક ઉપકારભૂત છે તેથી, ત્યાગ, અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થસંયમ' કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને “વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાનીપુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા વ્યવહારસંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે. શ્રી ડુંગરની ઇચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા હતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. પ્રણામ. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૬૩ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ, પોષ વદ ૯, ગુરુ, ૧૯૫૨ દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેથી સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. વ. પત્રાંક - ૬૬૫ આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી. ૧૬૪ સંવત ૧૯૫૨, પોષવદ ૧૪, સોમવાર પ્રેમપુંજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ, મુ. મુંબાઈ બંદર. શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક “સોભાગના' નમસ્કાર વાંચશો. આપનો કાગળ દન (દિવસ) ૮-૧૦ પેલા (પહેલા) આવેલ તાર (ત્યાર) પછી મુદ્દલ નથી. તો કીરપા (કૃપા) કરી લખજો. આપનો પત્ર આવે છે ત્યારે ઘણો આનંદ થાય છે. આપનો આવેલ કાગળ અને એક મગન પાસે કાગળ છે તે ખંભાત ચોપડીમાં છાપવા બીડી આપવા વિચાર છે. આ સંસારમાં ઉપાધિ એક જ નજરમાં આવે છે. આટલા દિવસ ઘણી ભોગવી હજુ થોડી બોત (બહુ) છે પણ હવે થોડા વખતમાં છૂટશે એમ મન થઈ ગયું છે. અતારથી (અત્યારથી) છોડ્યું હોય તો છૂટે પણ છોડીને કાં (ક્યાં) રેવું (રહેવું) એ મન માનતું નથી. ગોળિયો દન ૩ થયા વઢવાણથી આવ્યા છે. આપનો આવેલ કાગળ વંચાવ્યો હૃદયસખા શ્રી સૌભાગ્ય પત્રાંક - ૨૬ 米 For Personal & Private Use Only ... Page #208 -------------------------------------------------------------------------- ________________ છે. વેવાર કરીઆ (વ્યવહાર ક્રિયા) ઉપર બરાબર તેનો લક્ષ હશે નહીં. મોઢેથી તો આપની લખાવટ કબૂલ કરે છે. માકુભાઈએ લખ્યું કે પૃથ્વી ફરતી નથી તેમ ગોળ નથી એવા પરમાણો (પ્રમાણો) મળા (મળ્યા) છે તો ગોસળિયાના કેવામાં (કહેવામાં) શું એવા પરમાણો છે ! પૃથ્વી ગોળ છે અને ફરે છે એવાં પરમાણો ઘણાં છે તો માકુભાઈ પરમાણો લખે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. ચિ. મનસુખભાઈનાં લગ્ન હાલ શાલમાં થશે. એમ હું ધારું છું તો આપને પણ વિવા (વિવાહ) ઉપર આવવાનું થાશે ખરું અને વિવા ક વોરા (સુધીમાં) થાય તેમ છે. તે સમજામાં (સમજયામાં) હોય તો લખી જણાવશો. તાગ (ત્યાગ) વૈરાગ્યની ઘણી સરસ ટાળી લખી તે ખરી વાત છે. તાગ અને એ વેરાગ (વૈરાગ્ય) કેવો હોય તેને કેવાય (કહેવાય) એ લખી જણાવશો. મારી વતી ભાઈ શ્રી રેવાશંકરભાઈને તથા માકુભાઈને પરણામ. લિ. સોભાગ વ. પત્રાંક - ૬૮૪ મુંબઈ, ચેત્ર વદ ૧૪, રવિ, ૧૫ર “અન્ય પુરુષકી દષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય.” - વિહાર – વૃંદાવન વ. પત્રાંક - ૬૮૭ મુંબઈ, વૈશાખ સુદ ૧, ભોમ, ૧૫ર ઘણા દિવસ થાય હાલ પત્ર નથી, તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી. કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૬૫ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ત (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ ક્યા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવા વ્યવહાર તે સપુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે ? | સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષીણ થયું છે; અનંતાનુબંધી’ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતાં સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો. ( પત્રાંક - ૨૦ સંવત ૧૫રના વૈશાખ સુદી ૨, બુધવાર પરમ પૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહજાત્મસ્વરૂપ સાહેબજી, મુ. મુંબાઈ બંદર. શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનું કિરપા (કૃપા) પત્ત (પત્ર) ચૈતર વદ ૧૪નું લખેલું આવ્યું. જેમાં લખ્યું છે કે અન્ય પુરુષની દરશીએ (દષ્ટિએ) જગ વહેવાર (વ્યવહાર) લખાય, વંદ્રાવન (વૃન્દાવન) જબ જગ નહિ, કૌન વ્યવહાર બતાય. વિહાર વંદ્રાવન આમ લખ્યું છે તેનો અર્થ. અજ્ઞાનીની દૃષ્ટિથી વેવાર સત્ય છે જયારે ચંદ્રાવન એટલે જ્ઞાન થયું ત્યારે જગ નહીં તો કોન વહેવાર બતાય. આમ અરથ (અર્થ) બેસાડ્યો છે. તે વાજબી છે કે નહીં તે લખશો. વિહાર વૃંદાવન એ શું સમજવું એ પણ લખશો. આપ ઉપર હમણાં કાગળ લખાતો નથી. તેનું કારણ શરીરે વાયુની પ્રકૃતિ વરતાય છે. અને બરાબર ખવાતું નથી, ભૂખ લાગતી નથી. રાત્રે કેટલીક વખત બે ત્રણ વાસાનો તાવ આવી ૧૬૬ ... હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ 'તા. જાય છે. આંખે આગળ કરતા ઠીક છે પણ ઝંખાશ વર્તાય છે. આમ શરીરની ચેષ્ટાથી એક માલા (માળા) લીધી છે અને રાત દિવસ આપનું સ્મરણ કર્યા કરું છું. મનમાં એમ પણ થાય છે કે શરીરમાં નબળાઈ આવતી જાય છે તો હવે આવખાંની (આયુષ્યની) સ્થીતિ (સ્થિતિ) લાંબી હસે નહીં. તેનો તો મનમાં ખેદ કાંઈ નથી. પણ જેટલો વિજોગ છે એ મનમાં ખેદ રહ્યા કરે છે. આપને સહેજ જાણવા લખ્યું છે. કામ સેવા ફરમાવશો એ જ વિનંતી. ગોસળિયાના નમસ્કાર વાંચશો. આપને અહીં તરફ કાં વારુ (ક્યાં સુધીમાં) આવવું થાશે તે લખશો. ગોસળિયાના કોઠામાં ગમે તેમ હોય પણ તેની પરૂપણા (પ્રરૂપણા) અમને ઘણી વિપરીત લાગે છે. લિ. સેવક સોભાગ પત્રક - ૨૮ સંવત ૧૫રના વૈશાખ સુદી ૫, શનિવાર પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહજાત્મસ્વરૂપ સાહેબજી મુ. મુંબાઈ બંદર. શ્રી સાયલેથી લિ. આગાનાકિંત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશોજી. આપનો કૃપાપત્ર લાલચંદ ભેગો આવ્યો તેમાં લખું (લખ્યું) છે કે ઘણા દિવસ થયા પત્ર તમારો નથી તો અહીંથી પત્ર મણિલાલ ભેગો આવ્યો તેની પોચ (પહોંચ), તાર (ત્યાર) પછી વિસ્તારથી કાગળ આવ્યો. તેની પોંચ, તાર પછી પતું આવ્યું તેની પાંચ લખેલ છે. તેમ એકઆદો (એક) કાગળ લાલચંદમાં બીડેલ તે આપને આપ્યો જણાતો નથી. આપના કાગળ જે હમણે (હમણાં) બેચાર આવેલ તે ખંભાત બીડી આપ્યા છે. વળી બીજા કાગળ પણ મંગાવે છે. તે મણિલાલે મૂકેલ છે તે હાથ લાગ્યા નહિ. મણિલાલ મોરબી ગયેલ છે તે દન (દિવસ) પ-૬ વોરો (સુધી) આવ્યાથી કાગળની તજવીજ કરી ખંભાત બીડીશ. ચિ. મનસુખભાઈના વીવા (લગ્ન) વૈશાખ સુદ ૧૫ના નિરધાર્યા છે અને તે વીવા ઉપર સાહેબજી દન ૪-૫માં પધારશે. એમ મોરબીથી મણિલાલ લખે છે તે વાત સાચી હશે. વર વહુ કીરઈ (વરધું ટુંકી) એટલે જાવાની તાકીદ હશે તો પણ એક રાત અહીં પધારવાનું થાય તો સરવેને (સર્વેને) દરશનનો (દર્શનનો) લાભ થાય શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૬૭ For Persona Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ અને કદી હાલ તેટલો વખત કાઢતાં અડચણ જેવું દેખાતું હોય તો મુંબઈ જતી વખતનો મોખ રાખશો અને જે તારીખે આપ વઢવાણ પધારો તે તારીખે મને અગાઉ લખી જણાવજો. એટલે આપના દરશનને (દર્શને) વઢવાણ કાંપ અગર મુળી સ્ટેશન આવું. કાંપમાં આવું તો વળતી વખત કલાક દોઢ કલાકનો શમાગમ થાય એમ મારો વિચાર છે. મારે શરીરે દન (દિવસ) ૨ થયા ઠીક જેવું વરતાય (વર્તાય) છે તેમ જ આંખે પણ જરા ઠીક જણાય છે. ગનાની (જ્ઞાની) પુરુષ પુરવના (પૂર્વના) ઉર્દૂ (ઉદય) ભાવથી અગનાની (અજ્ઞાની) માફક વર્તતા હોય તેને કૈઆ (કયા) લક્ષણથી ગનાની (જ્ઞાની) જાણવા લખુ (લખ્યું) તો જો પુરવનું (પૂર્વનું) ઉપાર્જનનું બળ હોય અને ગનાની (જ્ઞાની) પુરુષનો સમાગમ હોય તો તે પુરુષને ગનાનીની (જ્ઞાનીની) અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાનીપુરુષનાં નેણ વૈરાગ્યથી સમપુરણ ભરેલાની પરીક્ષા થાય. એ બે પરીક્ષા જેને થઈ છે તેને સંદેહ ઊપજવાનું કારણ નથી. જ્ઞાનીપુરુષને કાંઈ ચાર હાથ વગેરે નિશાની હોતી નથી. જેવી માણસની ચેષ્ટા હોય છે, તેવી જ હોય છે. આજ અને ગૈઆ (ગયા) કાળમાં જે ગનાની પ્રત્યક્ષ છે તેનું માતમ વાગજાળથી થઈ ગયેલા ગનાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મોહનીય કરમનું બળ છે પણ જો પ્રત્યક્ષ ગનાનીનું માતમ (મહાત્મ્ય) જેમ થઈ ગયેલા ગનાનીનું સમજે છે, તેમ જ જો આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી. અહંતા, મમતા, ક્રોધ, માન, માયા, લોભમાં ઉદાસીનપણું ગનાનીને વરતે (વર્તે) છે. પણ કોઈ ઉદે (ઉદય) ભાવથી તેનો વેવાર (વ્યવહાર) જોઈ સંદેહકારીક લાગે છે તો તે (તેમણે) કેવી રીતે તેને વરતવું (વર્તવું) જોઈએ. ઉદ્દે (ઉદય) આપ વચે લખો તે તો હાલો હાલે નહીં. તો પણ જારે (જ્યારે) સંસારનો વેવાર મૂકી જોગીનો વેવાર આદરે તો સંદેહ પડવાનું ઓછું કારણ થાય. મને જેમ લાગુ (લાગ્યું) તેમ લખી જણાવ્યું છે પણ આપના ધારવામાં કાંઈ ફેરફાર દેખાતો હોય તો લખી જણાવશો. મનસુખભાઈના વિવા (લગ્ન) ઉપર મારે આવવા મરજી તે ફક્ત આપના સમાગમ સારું. પણ અહીં લાલચંદની દીકરીના વિવા વૈશાખ વદ ૪ના છે. એટલે જો હું તે પડતું મૂકી તાં (ત્યાં) આવું તો લાલચંદ તથા ઉજમબા અગનાનને લીધે ૧૬૮ હૃદયસખા શ્રી સૌભાગ્ય For Pers Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ખેદ કરે એટલે બીજો ઉપાય નથી અને વિવા પછી આપનું વવાણિયે પાંચ પંદર દિવસ રેવાનું રહેવાનું) થશે અને જો બનશે તો મારો વિચાર આવવાનો છે. ગનાની વિષે વિચાર કરતાં ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં. તેમ કોઈ બતાવનાર નહીં તેથી બુદ્ધિ થાકી ગઈ. મનની દોડ બધી ઘણી ખરી ઓછી પડી ગઈ છે. છેવટ એક વિચાર નક્કી કર્યો કે રાત દિવસ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરું છું ને તુંહી તુંહી બીજાનું કાંઈ જરૂર નથી. આપની ભક્તિ કરું છું. હવે આપની મરજી પ્રમાણે કરશો. એ જ વિનંતી. ભાઈ શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કેશો. લિ. સેવક સોભાગના નમસ્કાર વાંચશો. પત્રક - ૨૯ સંવત ૧૯૫રના વૈશાખ વદ ૧૦, શ્રી મુંબાઈ બંદર શા. રેવાશંકર જગજીવન કું. ઠા. ચંપાગલી પરમાત્માદેવ સાહેબજી શ્રી રાયચંદભાઈની સેવામાં, શ્રી મુંબાઈ બંદર. જોગ શ્રી સાયલેથી લિ. સેવક સોભાગ લલ્લુભાઈનું પાયલાગણું વાંચજો. આપ સાહેબનું લખેલ પતું એક મળી પત્તા ૨ આજે રાતના આઠ બજે (વાગ્યે) આવ્યા. તેમાં આપ સાહેબ બુધવારે મીક્ષમાં વઢવાણ કાંપ પધારો છો અને મને તથા ગોસળિયાને મૂળી આવવા લખેલ. પણ ગાડીના ટેકે (ટાઈમે) પહોંચી શકાય તેમ નહીં હોવાથી આવવાનું બની શક્યું નથી. એક દિવસ વેલો (વહેલો) કાગળ અમને લખ્યો હોત તો અમને ઘણો ફાયદો થાત પણ બનું બન્યું) તે ખરું. અમોએ ગુરુવારે મેલમાં કાંપમાં આવવા વિચાર કર્યો પણ આપ મેલ સુધી કાંપમાં ન રોકાવ તો અમસ્યો આંટો થાય તેમ ધારી આવવું બંધ રાખ્યું છે. મારી આંખે જાંખાશ વરતાય છે. શરીરે સુવાણ રેતી નથી. ભૂખ પણ લાગતી નથી. સહેજ જણાવવા લખ્યું છે. કૃપા છે તેવી રાખશો એ જ. દ : છોરુ મણિનું પાયલાગણું વાંચજો પત્રાંક - ૩૦ સંવત ૧લ્પરના જેઠ પેલા સુદ ૧૫, મંગળ પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ જગતનો ઉદ્ધાર કરનારા દેવની ચિરંજીવી ઘણી હોજો. મુંબઈ બંદર. . . . . . શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૬૯ For Personal Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાયલેથી લિ. આપનો આગનાકત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચજો. આપનું પતું દન (દિવસ) ર-૩ પેલા આવેલ તેની પાંચ (પહોંચ) લખી છે. વીરમગામથી કાગળ લખવાનો જોગ બને તો લખવા કીરપા (કૃપા) કરશો ! આ જીવ અનંતકાળ થયા રખડે છે. અને પોતાનાથી બનું એટલું અગર ન બને.. પૂરવે (પૂર્વે) જે જ્ઞાની થઈ ગયા તેનાં ભજન અને તેની વાણીના સાસતર (શાસ્ત્ર) ઉપરથી પોતાની અક્કલે ચાલો (ચાલ્યો) પણ સંસાર છૂટો (છૂટ્યો) નહીં. વર્તમાન કાળમાં ગનાની (જ્ઞાની) પુરુષ વિચરે છે તેમને કોઈ જીવઓ (જીવો) ઓળખી તેમને આશરે થઈ જાય અગર કોઈ કોઈના વીશવાસી (વિશ્વાસુ) માણસનાં કેવાથી (કહેવાથી) આશરે થઈ જાય તો તેનું કલ્યાણ થાય? કે ઉપર લખા (લખ્યા) પુરવના (પૂર્વના) ગનાનીનો (જ્ઞાનીનો) આશરો લેવાથી થાય ? આ પ્રશ્ન હું લેરાભાઈ (લહેરાભાઈ) ગોસળિયાને મગન વિગેરે સામે (સામે) કહું (પૂર્ણ) છું કે વિચારી જવાબ આપો. તારે (ત્યારે) લેરાભાઈ (લહેરાભાઈ)નું કેવું (કહેવું) પૂર્વના થઈ ગયેલા ગનાની (જ્ઞાની) કેવળ તિર્થંકર હતા. અને હાલના ગનાની છંદમછ છિદમ0) છે. તો પુરવના (પૂર્વના) ગનાની કરતા અધુરાઈ હોય, માટે જેવી પુરવે થઈ ગયેલ ગનાનીના વચનની પરતીત (પ્રતતીત) આવે તેવી વર્તમાનના ગનાનીની આવે નહિ. આ જવાબ ઉપરથી થોડો પ્રશ્ન ઉત્તર થશે કે અનંતકાળની જીવને ગાંઠ પડી ગઈ. જે વર્તમાનકાળના ગનાનીને (જ્ઞાનીને) માનવું (માનવા) નહીં. અને પૂરવે (પૂર્વે) થઈ ગયેલા ગનાનીને માનવા તેને લીધે આ સંસારી જીવ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. વળી જેટલા ગનાની પુરુષ દુનિયામાં થઈ ગયા છે તે બધાએ કબું (કહ્યું) છે કે પ્રગટ જ્ઞાની વિના કલ્યાણ નહીં તે જાણતાં છતાં સંસારી જીવની આંખ ઊઘડતી નથી. શાપ (સાપ) ઘરમાં નીકળે ત્યારે પકડી બહાર મૂકી આવે અને જ્યાં રાફડો હોય ત્યાં પૂજવા જાય પણ ઘેર બેઠાં આવે તારે (ત્યારે) કોઈએ પૂજ્યો નહીં. વળી કાળાંશવેશી (કેશી) અણગાર પારસનાથના શિષ્ય મહાવિદ્વાન તેની ચરચા થઈ છે. છેવટે પરગટ (પ્રગટ) અવતાર મહાવીર સ્વામીના શિષ્ય થાવું પડ્યું અને કેટલાં) કાળમાં અનંતકાળે જોગ બન્યો છે તે સંસારી જીવ વિચાર કરતા નથી. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીપુરુષો બધાયે પોકારી પોકારી કહી ગઆ (ગયા) છે. ગમે તો આજ, ગમે તો સો ભવે, ગમે તો અનંત ભવે જયારે પ્રગટ ગનાની સમીપમાં થાશો ત્યારે તમારું જન્મ મરણ ટળશે. અને પુરવે ગનાની થઈ ગયા તે જેમ આપણે મનુષ્ય દેખાએ (દખાયે) છીએ તેવા જ તે દેખવામાં ૧૭) .. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય For Personel Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ હતા. બાકી તેને જાણવાવાળા તેમની સમીપમાં રહેતા તે જાણતા માટે શાસ્ત્રની અનેક જાતની વાતું સાંભળી તમો ભૂલોમાં અને તમારે જન્મ મરણ છોડવા હોય તો અવસર છે. ફરી ફરી આવો અવસર આવવો નથી. આવો સુગમ ઉપાય બીજો કોઈ નથી બધાય ગનાની પુરુષ કહી ગયા છે. તેમ કહું છું. પછી તમારી મરજી હોય તે પ્રમાણે (રસ્ત) ચઢો. પણ આ વાત અપૂર્વ છે. વારંવાર વિચારવા જેવી છે. તો મુમુક્ષુ જીવ હશે તે વિચારશે. આટલા દિવસ તો વિજોગનું દુઃખ ઘણું લાગતું નહીં તો સહન થયું પણ હવે આટલું બધું વિજોગનું દુઃખ વેદાય છે કે લખું (લખ્યું) જાતું નથી, અને હવે કારે (ક્યારે) વિજોગ મટે તે કલ્પી શકાતું નથી. અશાડ માસ પછી સમાગમનો જોગ દરશનનો (દર્શનનો) લાભ થાશે એમ મનમાં રૈયા (રહ્યા) કરતું તેમાં સાંભળવામાં આવું (આવ્યું) કે ગરમ કાપડની દુકાન રેવાશંકરભાઈ કરે છે તો તે ઉપાધિ વધારી એમ બીજા માણસોને લાગે અને નિવૃત્તિ ક્યારે લેશે અને ક્યારે જગતના જીવોના કલ્યાણ કરશે એમ કેટલાક માણસના મનમાં રહ્યા કરતું હશે. કેટલાક રાહ જોઈ બેઠા છે. આપ તો સંસારમાં છો તો પણ વિતરાગ છો પણ જગતના જીવનાં કલ્યાણ અથે (અર્થે) જેમ ઠીક થાય તેમ વિચાર હવે થોડા વખતમાં થાય તો સારું. બોધસ્વરૂપ જેને કએ (કહીએ) છીએ તે પુરુષ બોધ આપી શકવાની શક્તિ હોય તેને કએ (કહીએ) કે જેટલા ગનાની (જ્ઞાની) થયા તેટલા બોધસ્વરૂપ કહેવાય. તે લખવા મરજી હોય તો લખશો. આ કાગળમાં જે ગનાની વિષેની વિગત લખી છે તે બરાબર બેસતાં લખાવટ કરવાની મારામાં સત્તા નથી. તો જો આપને ઠીક લાગતું હોય તો માણસ સમજી શકે એવા આકારમાં કાગળ ૧ લખી આંહી અગર ખંભાત આપ બીડો. તો ચોપડીમાં છપાય. અને આ વાત ચોપડીમાં છાપ્યા જેવી છે. પ્રથમ કાગળોમાં આ વાત આપે દરશાવી (દર્શાવી) હશે. તો ભલે પણ વારંવાર આ ઉપદેશ આપવો જોઈએ. જેમ આપની મરજી હોય તેમ કરશો. ગોસળિયાની નીચે (નિશ્ચય) ઉપર વરતી (વૃત્તિ) ઘણી છે. અને પોતે કેવળી છે એમ પોતાને માનીતાનો (માન્યતાનો) કેફ હશે. તો તેના આસમાની તેને ખબર તેને માટે કાંઈ નથી. પણ શુદ્ધ પહેરવાની વાતને પણ જો ખંડન થાતો હોય તો કરવો એવી વાણી નીશ્ચયના (નિશ્ચયના) ઘરની કંઈ માણસને ભરાવી (બ્રાન્તિ) પાડે માંડ કરી માર્ગાનુસારી થાતો હોય તો પણ પડી જાય. આ બાબત હમેશાં હું કહું છું શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૭૧ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ કે બાળ જીવ પાસે આવી વાણી બોલી ભ્રાન્તિમાં ન પાડો પણ તેનો જીવ રે (રહે) નહીં તો ઉર્દૂ (ઉદય) ભાવ કદી તેના વિચારથી ઉલટું કંઈ કાંઈ આપ લખો તો તે માને તેવો ભરૂશો નથી. ત્યાં સુધી કેવળજ્ઞાનનો પોતે નિશ્ચે (નિશ્ચય) કર્યો એવું તેના મનને છે. બાકી ઊંચી વાત ખોટી નથી. કેવળનું તો હોય તે ખરું પણ આજના કાળના પામર જીવ છે. તે મારગ અનુસારી પણ થયા નથી. તો શુદ્ધ વ્યવહા૨ પામે તો મારગ અનુસારી (માર્ગાનુસારી) થાય અને ધીમે ધીમે ઊંચો આવે. પાધરું આત્મસ્વરૂપનિશ્ચે છે તે કુણ (કોણ) જાણી શકે એમ છે. બાકી કોઈ પ્રકારે તે ગોસળિયાથી દ્વેષ નથી. તેમ તેવા નિશ્ચેના વચનને હાની કરતા (કર્તા) નથી પણ જે દરજ્જાનું માણસ હોય તે દરજ્જાની વાત થાતી હોય તો કોઈ માણસનું મન ડોલાય (ડહોળાય) નહીં. નિશ્ચેની વાત કરીને શુદ્ધ વ્યવહારની વાત બતાવવી જોઈએ. પણ તેમને વાણી ખરવાનો (બોલવાનો) ઉદે (ઉદય) હશે. તો શું કરવું એ જ સેજ જણાવવા લખું છું (લખ્યું છે). કામસેવા ફરમાવશો. ભાઈશ્રી રેવાશંકરભાઈ તથા માંકુભાઈને ઘટારત સંભળાવશો. કેવળી અરીવઈ (ઇરિયાવહી) કીરીઆ (ક્રિયા) કરે કે નહીં. ગોસળિયા તથા લેરાભાઈ (લહેરાભાઈ) તથા મગન તથા લાલચંદ તથા ત્રંબકલાલ તથા દેવચંદ તથા મણિ વગેરે સરવેની (સર્વેની) વતી નમસ્કાર વાંચશોજી અને ભાઈ રેવાશંકર ભાઈ તથા માંકુભાઈને પરણામ પોચે (પ્રણામ પહોંચે). લિ. આ. સેવક સોભાગના દંડવત્ નમસ્કાર વાંચશોજી. વ. પત્રાંક - ૬૯૧ મુંબઈ, બીજા જેઠ વદ ૬, ગુરુ, ૧૯૫૨ વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે (આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય, તે માટે શ્રી ડુંગ૨ને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જો કંઈ લખવા ઇચ્છા થાય તો લખશો. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમક્તિ અને હૃદયસખા શ્રી સૌભાગ્ય ૧૭૨ For PersonSerivate Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પુલાકલબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેનો તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો. વ. પત્રાંક - ૦૯૪ મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯પર આત્માર્થી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સોભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કહી હોવાનો સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે; તે પણ અપેક્ષિત છે. આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :- જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈન સમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિ અર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખાર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમ કે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૭૩ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના ક્ષેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય શેય આત્મા તેથી જાણે ? | સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી “સિદ્ધ'ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમ કે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જો કે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો “દેહધારી કેવળી’ અને ‘સિદ્ધ’ને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠા જોવામાં આવે છે : કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :- “સયોગી ભવસ્થ કેવળજ્ઞાન”,. અયોગી ભવથ કેવળજ્ઞાન'. સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના સમયનું કેવળજ્ઞાન'. એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી ૧૭૪ » દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે “કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?' એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. પત્રાંક - ૩૧ સંવત ૧૯પરના અષાઢ સુદી ૫, બુધવાર શ્રી પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબ શ્રી સહજાત્મ આત્મસ્વરૂપ, મુ. મુંબાઈ બંદર. શ્રી સાયલેથી લી. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર આવ્યો તે પોચો (પહોંચ્યો) છે. સમાચાર લખા (લખ્યા) તે સર્વે જાણ્યા છે. જીનના (જિનના) આગમ વાંચી અર્થ કરે છે તે પ્રમાણે કેટલાક અરથમાં (અર્થમાં) ફેરફાર હોવો જોઈએ. કારણ કે અનુભવગોચર સિદ્ધ કરતાં કેટલાકમાં ફેરફાર આવે છે. આપે કેવળજ્ઞાન વિષે લખ્યું તે ખરું છું. રૂઢિ અરથ (અર્થ) સિદ્ધ થાતા નથી. હાલ સાલમાં સમાગમ થશે કે કેમ ? અને થાશે તો કયા મહિનામાં થશે. તે મરજી હોય તો લખશો. ઘણા દિવસ થઈ ગયા છે. તેથી મૂંઝવણ થાય છે. માટે દરશનનો (દર્શનનો) લાભ આપવા કૃપા કરશો. એ જ વિનંતિ. કેવળ ગનાનનો અરથ (જ્ઞાનનો અર્થ) વર્તમાનકાળમાં રૂઢિ પ્રમાણે અરથ કરે છે. તે પ્રમાણે હોય એમ અમને લાગતું નથી અને બીજો અરથ હોવો જોઈએ. બાકી આપ જાણો તે ખરું. સર્વેના વતી નમસ્કાર વાંચશો. લિ. સેવક સોભાગ. શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૭૫ For Pers Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રક - ૯૯ મુંબઈ, અષાઢ વદ ૮, રવિ, ૧૫ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે, એમ જાણી તે દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે. સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે. પત્રાંક - ૩ર સંવત ૧૫ર શ્રાવણ સુદી ૧, મંગળવાર, મુંબઈ રેવાશંકર જગજીવનના સરનામે, મુંબઈ. આપનો કૃપાપત્ર પહોંચ્યો. સમાચાર જાણ્યા. આપે જે વિચાર ચલાવવા (આવવા) વિશેના લખ્યા તે જાણ્યા. લીંમડીવાળાને કેટલાક દિવસની ખેંચ છે તો આ ફેરા ત્યાં જવાનો વિચાર કરવો. અને અહીં શ્રી વવાણિયા જતાં અને વવાણિયાથી મુંબઈ જતાં આવવાનો વિચાર કરી આવવું. તે રસ્તાનું ગામ છે. ને મરજી પ્રમાણે રોકશું. વળી અહીં આપને ઉપાધિ થવા દેશું નહિ. વળી જો આપની ઇચ્છા પાંચ પંદર દિવસ નિવૃત્તિથી રહેવાની હશે તો પંચાલમાં દરબારશ્રીના કુંવરની જગ્યાઓ ઠીક છે. ત્યાં જઈ રહેશું હરકત નથી. દુકાને કામ ઠીક ચાલે છે. આપ અહીં પધારવાની તારીખ લખશો. એટલે હું મુળી ગાડી લઈ તેડવા આવું. સાયલેથી લિ. સે. સોભાગ. ૧૭૬ છે. હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૩૩ સંવત ૧૯૫૩ના કારતક સુદી ૭, ગુરુવાર પ્રેમપુંજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી, મુ. શ્રી વવાણિયા બંદર. શ્રી સાયલેથી લિ. આગનાકિત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર હાલમાં નથી તે કીરપા કરી લખશો. આપ સાહેબ ગૈઆ (ગયા) મંગળવારે શ્રી મૂળીએ રેલવેમાં નીકળ્યા અને વવાણિયા પધાર્યા એવા ખબર સાંભળી આપની મરજી હાલમાં વવાણિયે પધારવાની નોતી અને પધા૨ા (પધાર્યા) તે ઉપર બેન જીજીબાને પૂછતાં મુ. શ્રી રવજીભાઈને ઘણા દિવસ થયા તાવ આવે છે તે સારુ પધાર્યા હશે. મુ. શ્રીની તબિયત સારી હશે. વળી આપ સાહેબની તબિયત સારી રેતી (રહેતી) હશે. તે ખબર લખશો. મને હજુ હમેશાં તાવ આવે છે. દુકાને હીંડીને (ચાલીને) જઈએ તેવી શક્તિ રૈ (રહી) નથી. દિનદિન શક્તિ ઘટતી જાય છે. ઉપાય લાગુ પડતો નથી. માટે સેવકની દોલ (હાલત) જાણી એક દિવસ દરશન (દર્શન) દેવા પધાર્યા હોત તો મનમાં કેટલો આનંદ ઊપજત. તેમ જ હરવખત આપ પધારો તારે (ત્યારે) ખબર અગાઉ આપો છો અને આ ફેરા ખબર આપી નહીં. તો આપને જેમ ઠીક લાગું (લાગ્યું) હશે તેમ કરું (કર્યું) હશે. હવે મારી વિનંતી ગરીબથી એટલી છે કે તાવ ઘણાં દિવસ થઆ (થયા) આવે છે. ઊતરતો નથી, તારે (ત્યારે) કદી છેવટનો આ તાવ હોય તો આપનાં દરશન (દર્શન) થયાં હોય તો કેટલોક સંતોષ તેમ જ ઘરનાં માણસ, ડોશી વગેરે સરવેને (સર્વેને) દરશનની ઘણી અપેક્ષા રહે છે તો હવે આપ વવાણિયેથી પધારો તારે (ત્યારે) સાયલે થઈ જાવું અને આપ મરજી પ્રમાણે અહીં રોકાજો. પણ એટલી મેરબાની દયા લાવી કરશો. આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનું સાર હોય તેવો જણાય છે. અને હું તથા ગોળિયો નીત વાંચીએ છીએ. ઘણો આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી. ગોસળિયાને એ ગ્રંથ મોઢે કરવો હશે તેથી ઉતારી લેવા માગે છે. જો આપની ઇચ્છા હોય તો ઉતારવા આપું. જવાબ લખશો. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૧૭૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ કામસેવા ફરમાવશો. આ સેવકની સંભાળ રાખશો. ગોસળિયા વગેરે કુટુંબના માણસો સરવેના (સર્વેના) નમસ્કાર વાંચશો. મુ. રવજીભાઈને મારી વતી ગોસળિયાની વતી સુખસાતા પૂછશો. નિડયાદ, આસો વદ ૦)), ૧૯૫૨. શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠે કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠે કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠે કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠે કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં. લિ. આ. સે. સોભાગના નમસ્કાર વાંચશો. વ. પત્રાંક - ૦૨૧ જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે, તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. શ્રી સોભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ કોઈ અધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમના પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય. એમ બનવાનો સંભવ થયેલો અમારો જાણવામાં છે. “આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બન્નેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. એ જ વિનંતી. વવાણિયા, કા. સુદ ૧૦, શનિ, ૧૯૫૩ માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલોક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હોવાથી ગયા સોમવારે અત્રેથી આજ્ઞા થવાથી નિડયાદથી ભોમવારે ૨વાને થવાનું થયું હતું. બુધવારે બપોરે અત્રે આવવું થયું છે. ૧૭૮ વ. પત્રાંક - ૦૨૨ શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે. હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર' વિશેષ વિચારવા યોગ્ય છે. શ્રી અચળ વગેરેને યથા. પત્રાંક - ૩૪ સંવત ૧૯૫૩ના કારતક સુદ ૧૨ પૂજ્યારાધે સર્વે મેતા શ્રી ૫. રવજીભાઈ પંચાણ શ્રી વવાણિયા બંદર (આ કાગળ સાહેબજીને આપજો) આપનું કીરપા (કૃપા) પd (પત્ર) પોંચુ (પહોંચ્યું) સમાચાર લખ્યા તે જાણ્યા. હવે માતુશ્રીને સારી પેઠે સુખવર્તી સમાચાર લખશો. જીજીબેન તથા તેની દેરાણીજેઠાણી સાથે આજ પાલીતાણા જાત્રાએ ગયાં છે. મને દન (દિવસ) – ૨ થયા જરા ઠીક જેવું વર્તાય છે. આપ સાહેબને વવાણિયામાં સ્થિરતા કાં (ક્યાં) સુધી છે ? અને ને જારે (જ્યારે) માંથી (ત્યાંથી) ચાલવું (નીકળવાનું) થાય તારે (ત્યારે) મહેરબાની કરી આંહી ઊતરવું. આપને કાંઈ જાતની ઉપાધિ થાવા દેશું નહીં, મરજી પ્રમાણે સ્થિરતા કરજો. પણ સર્વે કુટુંબના માણસને ઘણી દરશનની (દર્શનની) તાણ રે (રહે) છે. વખતે આપ મુંબઈ હો ને મને તેવી જ કસર હોય તો આપ પધારો એવી કીરપા (કૃપા) છે. હમણે વવાણિયામાં રોકાવું હોય તો હમણાં કિરપા કરશો. વધારે શું લખું? એ જ વિનંતી. ગો. ડુંગરનું પાયલાગણું વાંચજો. સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. પત્રાંક - ૩૫ સંવત ૧૯૫૩ના કારતક વદ ૪, મંગળવાર પૂ. મેતા શ્રી પ. રવજીભાઈ પંચાણ, સાહેબજીને આપશો. શ્રી વવાણિયા બંદર. આપનું કીરપા (કૃપા) પત્તે (પત્ર) ગઈકાલે આવ્યું તે પોચું (પહોંચ્યું) મને તાવ દન (દિવસ) ૩ થયાં ઊતરી ગયો છે. સારી પેઠે સુવાણ છે. અઠવાડિયા સુધી તો તા (ત્યાં) રોકાન (રોકાણ) થાશે હવે કુટુંબવાળા વગેરેને આપનાં દરશનની (દર્શનની) ઘણી જ ચાયત (ઇચ્છા) છે. અને તેથી વારંવાર આપને લખું છું કે મુંબઈ પધારો તારે (ત્યારે) આહીં થઈને પધારવું. આપની મરજી પ્રમાણે સ્થિરતા કરજો . કોઈ જાતની ઉપાધિ થાય તેમ કરશું નહીં. માટે કીરપા (કૃપા) કરી આંહી આવવાનો જવાબ લખશો. ચિ. મણીલાલ આહી છે. તેને મુંબાઈ જાવું છે. તે આપ સાથે શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન ૧૭૯ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ આવશે. માટે ઘણું શું લખું? અવશ (અવશ્ય) કરી અહીં પધારવાનો વિચાર કરશો. જો આપ આ ફેરા મુંબઈ પાધરા (સીધા જ) પધારશો તો મનમાં ઘણો ખેદ મને વગેરેને થાશે. આપ પરમાત્મા છો તો ગરીબ સેવકની વિનંતી માન (માન્ય) કરશો અને આંહી પધારવાનું અગાઉથી લખી જણાવશો. મૂળીએ ગાડી લઈ તેડવા આવશું. મારા અને ગોસળીઆના નમસ્કાર વાંચશો. સાયલેથી લિ. સેવક આજ્ઞાંકિત સોભાગના નમસ્કાર વાંચશો પત્રાંક - ૩૬ સંવત ૧૯૫૩ના કારતક વદી ૧૧, સોમવાર આપનો કીરપાપત્ર (કૃપાપત્ર) આવ્યો તે વાંચી ઘણો ઘણો આનંદ થયો છે. હવે આપનું પધારવું થાય ત્યારે અગાઉથી લખી જણાવશો એટલે અહીંથી ગાડી લઈને શ્રી મૂળી સ્ટેશન હાજર રહીશ. મને શરીરે ઠીક છે. વખતે રાતે તાવ આવી જાય છે. પણ હવે અડચણ જેવું નથી. આપને ઉપાધિ થાય તેમ ઘણું કરી થવા દેશું નહીં. તે ખાતે ખુશી રાખવી. અમારા ધન્ય ભાગ્ય જે આ વખતે આપનાં દર્શન થાશે એ વિનંતી. સાયલેથી લિ. આ છો. સોભાગના નમસ્કાર. પત્રાંક - ૩૦ સંવત ૧૯૫૩, માગશર વદ ૧૧, બુધવાર પૂ.સા. શ્રી પ. રવજીભાઈ પચાણભાઈ, સાહેબને આપજો . આપનો કૃપાપાત્ર હાલમાં નથી, તો લખવા કૃપા કરશો. આપને આંહી પધારવાની ઢીલ થાતી જાય છે. તેમ તેમ જલદી દરશન કરવાની વધારે ખવાડીશ રે છે. હવે તો જેમ જલદી પધારવાનું થાય તેમ કરશો. બીજું આપને શું લખવું પણ હવે રૈયું જાતું નથી. (બપૈયો) જેમ મેહની વાટ જુવે છે, તેમ મુમુક્ષુ જીવ (આપની) જોઈ રહ્યા છે. તો જલદી પધારવાનું કરશો. મને રાતે રાતે વાસા-અધવાસાનો તાવ આવે છે, પણ સારી પેઠે હવે સુવાણ જેવું છે. મુંબઈ અવેજ બીડવો છે. રૂ. ૫૦૦ થી ૮૦૦ સુધીની હૂંડી બેચાર દિવસમાં બીડવા સંભવ છે. એ જ વિનંતી. સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર. ૧૮૦ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personel Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૩૮ સંવત ૧૯૫૩ના પોષ સુદી ૩, બુધવાર પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી, મુ. વવાણિયા બંદર. શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગ્યના નમસ્કાર વાંચશો. આપનો કૃપા પત્ર પોષ સુદ ૧ નો લખેલો આવ્યો તે પહોંચ્યો, સમાચાર જાણ્યા. આપનો વિચાર કદી એમ હોય કે મુંબાઈ જવાનું થાશે ત્યારે સાયલે થઈ જઈશ. પણ મુંબાઈ જવાનું ક્યારે થાશે એનું નીમ (નિયમ) બંધાય તેમ નથી. વળી હાલમાં નિવૃત્તિ જેવું છે. તો હમણાં જ અહીં આવવાનું કરો તો નિરાંતે પાંચ દિવસ રહેવાનું થાય. વળી આંહી આપને ઉપાધિ થાય તેમ ઘણું કરી થવા દેશું નહીં. અને આપની મરજી પ્રમાણે થીરતા કરજો. પણ હવે જેમ તેમ તરત આંહી પધારવાનું કરશો. આપ અહીં પધારાથી (પધારવાથી) એક દિવસ રેવાની (રહેવાની) મરજી હશે તો નિવૃત્તિ દેખી પાંચ દિવસ રેશો (રહેશો) એમ અમારે કરવું છે. ગોળિયો તથા હું હાલમાં આત્મસિદ્ધિ ગ્રંથ વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ગોસળિયાએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠે થયા છે. બાકીના થોડે થોડે કરું છું. રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. આની ટીકા અરથ (અર્થ) આપે જે કરેલ છે તે ટીકા અરથ (અર્થ) મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કૃપા કરશો. મારી તબિયત જેમ છે તેમ ને તેમ છે. રાત્રે જીણો તાવ આવે છે. આંખે ઝંખાશ થોડે થોડે વધારે વર્તાતી જાય છે. આ કાગળ પણ માંડ માંડ લખાણો છે. કરપા (કૃપા) કરી તરત પધા૨શો. અને દરશનનો લાભ આપશો એ જ વિનંતી. મારા વતી શ્રી રવજીભાઈ વિગેરેને યથારથ કહેજો. દન ૨ પહેલાં હૂંડી રૂા. ૭૦૦)ની ત્રંબકે રેવાશંકરભાઈને બીડી છે તે સહેજ જાણવા લખું છું. ગોિિળયાના નમસ્કાર વાંચશો. લિ. સેવક સોભાગ. પત્રાંક - ૩૯ સંવત ૧૯૫૩ના પોષ વદી ૧૦, ગુરુવાર પ્રેમપુંજ તરણતારણ પરમાત્માદેવ બોધસ્વરૂપ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી કરુણાસીંધુ અપાર, મુ. વવાણિયા બંદર. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૧૮૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાયલેથી લિ. આપનો સેવક આજ્ઞાંકિત સોભાગ લલ્લુના નમસ્કાર વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર ગઈ રાત્રે આવ્યો તે પહોંચ્યો છે. આપને રેવાશંકરભાઈ પાસે મોરબી જાવા વિચાર કરેલ પણ રેવાશંકરભાઈ એકદા (એકાદા) દિવસમાં વિવાણિયે આવવા સંભવથી માતુશ્રીની આજ્ઞાથી રહેવાનું થયું તે ઘણું કરી રવિવાર સુધી સ્થિતિ થાશે એમ જણાવ્યું. તો હવે જરૂર સોમવારે ત્યાંથી વિદાય થાઈ અહીં પધારશો. જેમ બપૈયો પેયુગેયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ. રેવાશંકરભાઈ મોરબી પધાર્યા તેને આશરે દન ૧૦ થયા એટલે તમે ધારતા હતા કે હવે આજકાલ પધારશે. પણ હજુ આવવાની તારીખ મુકરર થતી નથી. તો આપની ઇચ્છા. અમારા લખવા ઉપરથી દયા લાવી પધારવાની છે. એમ છતાં લંબાણ થાય છે. તો અંતરાય હજુ તૂટી નહીં નીકર (નહિતર) આમ શા સારું બને ? અહો અહો શ્રી સદ્ગુરુ, કરુણા સીંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર.” હવે જેમ જલદી પધારવું થાશે તેમ આશા રાખી રટણ કરું છું. ઈડર જાવા (જવા) ખાતે વિચાર મંગાવ્યો. તો ત્યાં ગયા વિના છૂટકો નથી. હવે પૂરી રીતે વંચાતું, લખાતું નથી. તેમાં વળી ક્યારેક મુદ્દલ દસક્ત (અક્ષર) સૂજે નહીં. થડમાં આવેલા માણસ માંડમાંડ ઓળખાય એવી ઝંખાશ આવી ગઈ છે. દિનદિન ઝંખાશ વધતી જાય છે. તારે (ત્યારે) એમ જાણું છું કે હવે ઝાઝી મુદત સુધી દેખવું રહેશે નહીં. અંધાપા સમાન દુઃખ નથી પણ પુરવના (પૂર્વેના) ઉદય ભોગવવા એમ જાણી ખેદ કરતો નથી. અને ઈડર જાવા વિચાર છે. પણ હજુ મને રાતે રાતે તાવ આવે છે. તેથી શરીરની શક્તિ દબાતી જાય છે. તે સુવાણ આવ્યા વિના ઈડર શી રીતે જવાય. અને શક્તિ આવે તો ઈડર જવા વિચાર છે. ગોસળિયો, લેરાભાઈ (લહેરાભાઈ) હાલ કાંઈ વાંચવા વિષે જવાબ મંગાવ્યો તો ગોસળિયો આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે. તેમ જ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠ કરા (કર્યા) છે. અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયાં તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજસુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપ કૃપા કરી ટીકા અરથ (અર્થ) મોકલવા લખો તે જો હવે તરતમાં આવે તો વાંચી આનંદ લેવાય નીકર (નહિતર) પછી આંખે સૂજે નહિ ત્યારે વાંચી શકાય નહિ અને જ્યારે પોતાથી વંચાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તેવો આનંદ આવે નહિ માટે કૃપા કરી મોકલાવશો. ઘણું શું લખું ? ૧૮૨. .. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કોઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસો એટલામાં થાય છે. એમ છતાં જાણવા માટે કોઈ પ્રશ્ન પૂછવા ઊપજે તે રૂબરૂ વિના ખુલાસો થાય નહિ. તેથી પ્રશ્ન પૂછવા બંધ રહ્યા છે. અને સમાગમમાં રહેવા ઇચ્છા વધારે છે. પણ તે અંતરાયને લીધે બનતું નથી. એ જ વિનંતી કૃપા રાખશો. કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો? તેનો જવાબ દેવો એમ ધારું છું કે અમારો મારગ આત્મસિદ્ધિ મારગ (માર્ગ) એ કેવું (કહેવું) આપને ઠીક લાગે છે કે કેમ તે લખશો. ગોસળિયા તથા લેરાભાઈના વગેરેના નમસ્કાર વાંચશો. લિ. સેવક સોભાગના નમસ્કાર. પત્રાંક - ૪૦ સંવત ૧૯૫૩, મહા સુદ - ૩, ગુરુવાર શ્રી મોરબી પૂ. શા. શ્રી ૫. ત્રિભોવન વીરચંદ ઘડિયાળી. સાહેબજીને આપશો. શ્રી મોરબી. આપ તરફથી કાગળ વવાણિયાથી આવ્યો. ગુરુવારે મોરબી પધારવાનું થાશે અને તાં (ત્યાં) જઈ વિગતથી પત્ર લખશો એ વાંચી ઘણો આનંદ થયો છે. એક અઠવાડિયાની અંદર હવે ઘણું કરી કૃપાનાથના દરશનનો લાભ થશે એ હરખ અને પ્રેમ ઘણો ઉભરાય છે. માટે જેમ જલદી પધારવાનું થાય તેમ કરશો. અને બે દિવસ અગાઉ આંહી પધારવાની ખબર મહેરબાની કરી આપશો. અમે મૂળી ગાડી લઈ તેડવા આવશું અને સાથે નાસ્તો પણ લાવશું. એ જ વિનંતી. અહીંથી ગોસળિયા ડુંગર વગેરેના નમસ્કાર વાચશો. મુ. રેવાશંકરભાઈને પ્રણામ. સાયલેથી લિ. આજ્ઞાંકિત સોભાગ. પત્રાંક - ૪૧ સંવત ૧૯૫૩ના મહા સુદી ૯, મંગળ, સાયલેથી પૂજ્ય મહેતા શ્રી પ. રેવાશંકર જગજીવન, શ્રી મોરબી. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૮૩ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ સાહેબને આપશો. તરભોવને (ત્રિભોવને) સમાચાર કહ્યા તે જાણા. (જાણ્યા) હું તૈયાર છું. પણ અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તલખે (તલપાપડ થાય) તેમ દરશન (દર્શન) માટે તલખે છે. તો કીરપાનાથ (કૃપાનાથ) અહીં આવી અને અહીંથી ઈડર જાવું ઠરાવવું. કદી માતુશ્રી વિગેરે સાથે આવતાં હોય તો તેમને સાયલે લાવવાં. કારણ વિના આવતું જવાતું નથી. વળી રસ્તામાં ગામ કહેવાય. હવે આપનું પધારવું કાં વોટું થાશે. (ક્યારે થશે) તે લખશો. એ જ વિનંતી. સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાચંશો. વ. પત્રાંક - ૭૪૧ મોરબી, મહા સુદી ૧૦, શુક્ર, ૧૯૫૩ સર્વજ્ઞાય નમઃ અત્રે થોડાક દિવસ પર્યત સ્થિતિ થવી સંભવે છે. ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશો. શ્રી ડુંગરને આવવા માટે વિનંતી કરશો. તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક-અપેક્ષામાં યોગ્ય ન દેખાય. કેમ કે અવસ્થા ફેર. પણ આવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. પરમાર્થદષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો. શ્રી ડુંગર તથા લહેરાભાઈ આદિ મુમુક્ષુને યથા. આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે. પત્રાંક - ૪ર સંવત ૧૯૫૩ના મહા સુદી ૧૨ ને રવિવાર પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી. શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપત્ર ગે (ગઈ) રાતે આવ્યો. તે પોચો (પહોંચ્યો). ઈડર થોડા દિવસમાં જાવા વિચાર રાખ્યો છે. માટે શ્રી ડુંગરને વિનંતી કરી તયાર (તૈયાર) કરવા અને ૧૮૪ » ધ્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ સાથે આવવામાં કંઈ વિકલ્પ ન કરતાં તીયાર (તૈયાર) રાખવા વિષે લખ્યું. તેથી આપની લખાવત પ્રમાણે અત્રે ઘણી રીતથી કહ્યું પણ અવસ્થાનું બાનું બહાનું) આપી આવવાની ના પાડે છે. અને આ ફેરા આપે સાયલે આવવા વિચાર નથી. વળતી વખતે જેવો અવસર તો જેમ આપની ઇચ્છા. પણ બે માસ થયાં મુમુક્ષુ જીવ આપની રાહ જોવે છે. તેમાં આજ આવે કે કાલે આવે તેમાં હાલ આવવાની આપે ઢીલ લખી. તો તે લોકો મનમાં ઘણો ખેદ પામે છે. માટે તે ખેદ મટાડી શાંતિ કરવા વધારે નહીં તો એક રાત આંહી કૃપા કરી પધારો અને અહીંથી ભેગા ચાલીશું. (જઈશું) વળી જો કાગળ લખવા હોય આંહી... પધારી લખો. વિચાર રાખશો. વળી અમે ગોસળિયાને કશું કહેશું, પણ અમારું માનવા ભરૂસો નથી. કદી આપ અહીં એક રાત નિશ્ચિતથી પધારો અને ગોસળિયાને કો (કહો) ને વખતે આવનાર થાઅ થાય) તો આવે. તેની પ્રકૃતિ આપ જાણો છું. હું તો તીયાર (તૈયાર) છું. આપ લખશો તેમ વર્તીશ. પણ ખચિત એક રાત પણ કૃપા કરી આંહી પધારવાનું રાખશો તો સર્વે મુમુક્ષુ જીવને પુરણ (પૂર્ણ) સંતોષકારી છે. ઘણું આપને શું લખું. અને વધારે નહિ તો એક રાત આંહી રેવાની રહેવાની) સ્થિતિએ પધારવા કૃપા કરશો. મારી વતી મુ. રેવાશંકરભાઈને પ્રણામ. ચિ. ભાઈ મનસુખને ઘટારત કેશો (કહેશો). રા.રા.શ્રી ધારશીભાઈ તથા વૈદરાજને ઘટારત કેશો (કહેશો) એ જ વિનંતી. લિ. આજ્ઞાંકિત દાસના દાસ સેવક સોભાગના નમસ્કાર વાંચશો. પત્રાંક - ૪૩ સંવત ૧૯૫૩ના મહા વદી ૮ ને બુધવાર પરમપૂજય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી, મુ. મોરબી. શ્રી સાયલેથી લિ. આપના આગનાંકીત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપાત્ર આવ્યો તે પોચો પહોંચ્યો). સમાચાર જાણ્યા. હાલમાં ઈડર જવાની ઢીલ થયા વિષે લખું (લખ્યું) તો જેમ આપની ઇચ્છા. હું તો તીઆર (તૈયાર) છું અને જારે જ્યારે) જાવું ઠરે (નક્કી થાય) તારે (ત્યારે) આપ કીરપા (કૃપા) કરી એક રાત અહીં પધારવાનું કરશો. ને આપ ડુંગરને કેશો (કહેશો, તો જાણામાં (જાણવા પ્રમાણે) તે પણ સાથે આવશે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૮૫ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ ગ્રંથ હમેશાં વાંચીએ છીએ. વિચારીએ છીએ. આ ગ્રંથ અપૂર્વ છે. તે વિચારવાથી કાંઈ પ્રશ્ન ઉત્તર કરવું રેતુ (રહેતું) નથી. સર્વેનું સમાધાન આ ગ્રંથથી થાય છે. અને કોઈ પૂછવાનું સૂજે છે તે રૂબરૂમાં પુછાથી (પૂછવાથી) ખુલાસો થાય તેમ છે. “ધાર તરવારની સોહલી દોહલી ચૌદમાં જિન તણી ચરણ સેવા.’ એ પદે આપે લખું (લખ્યું) તે શું કારણથી લખું (લખ્યું) છે તે લખી જણાવશો. આ કાગળ લખ્યો છે પણ પાછો વાંચવો હોય તો હું વાંચી શકતો નથી. એટલી બધી ઝંખાશ આંખે આવી ગઈ છે. તેથી ઘણી મૂંઝવણ થાય છે. પણ ઉદ્દે (ઉદય) આવેલ કર્મ ભોગવી નિવૃત્ત થવું. આત્મસિદ્ધિ ગ્રંથની ટીકા અરથ (અર્થ) આપે કરેલ છે તે કૃપા કરી અંબાલાલને આપ લખો તો તે મોકલે. પરથમ (પ્રથમ) પણ આપને બે ત્રણ વાર લખું (લખ્યું) હતું. તો ના મોકલવાનું કારણ કાંઈ નથી. આત્મસિદ્ધિ ગ્રંથ તો કીરપા (કૃપા) કરીને મોકલાવ્યો તો અરથ (અર્થ) ટીકા હવે મોકલાવવી તેમાં અડચણ હોવી જોઈએ નહીં માટે કૃપા કરશો. આત્મસિદ્ધિ ગ્રંથ પૂરો થાઓ (થયો). છેવટના ભાગમાં બીજ ગનાનના (બીજજ્ઞાનના) દશ પાંચ દોહા કળશરૂપ નાખવા ઘટે. એ નાખ્યાથી જ્ઞાનીપુરુષ વાંચે તેને વધારે ખાતરી થાય માટે જો આપનું ધ્યાન પોચતું (પહોંચતું) હોય તો દશ પાંચ દોહરા કળશના કરી લખશો એ જ વિનંતી. મારા વતી ભાઈશ્રી રેવાશંકરભાઈને પ્રણામ. મનસુખભાઈને ઘટારત કહેશો. વવાણિયા, ફાગણ સુદ ૨, ૧૯૫૩ એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે. હૃદયસખા શ્રી સૌભાગ્ય ૧૮૬ લિ. આગનાકીંત (આજ્ઞાંકિત) સેવક સોભાગ. વ. પત્રાંક - ૪૫ For Personivate Use Only ... Page #230 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક - ૦૪૮ વવાણિયા, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૩ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ? તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક્ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો ? પત્રાંક - ૪૪ સંવત ૧૯૫૩ના ફાગણ સુદ ૬, મંગળવાર પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબ શ્રી સહજાત્મસ્વરૂપસ્વામી મુ. વવાણિયા બંદર શ્રી સાયલેથી લિ. આપનો આગનાકીત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનું કીરપા (કૃપા) પનું દન ૨ પેલા આવું (આવ્યું) તે પોતું (પહોંચ્યો છે. વાંચી આનંદ થઓ (થયો) છે. વળી કીરપા કરી લખશો. શ્રુતજ્ઞાન સાસર (શાસ્ત્ર) ભણે તેને કહેવાનું હશે કે કેમ અને જો એમ હોય તો તરીયચને (તિર્યંચને) પણ શ્રુતજ્ઞાન હોય છે. માટે શ્રુતજ્ઞાન કેને કહીએ અને સંપૂર્ણ શ્રુતજ્ઞાન કેને કહીએ તે કીરપા કરી લખશો. ગોસળીઓ ગઈ કાલે વઢવાણ ગયા છે. હુતાસણી સુધી તો રેવા (રહેવા) સંભવ છે. એટલે મુદતમાં સાહેબજી પધારે તો મને લખજો. એટલે હું આવીશ એમ કહી ગયા છે. મને તાવ તો થોડો બોત આવે છે. ને સારી પેઠે સુવાણ છે. પણ આંખનું તેજ ચાલવા માંડી છે (ઓછું થતું જાય છે) આ કાગળ અઠેઠે (અડસટે) લખો (લખ્યો) છે. વાંચી શકાય નહિ. આપને ઘણી વખત અહીં પધારવા લખેલ પણ તે ખાતે આપે કાંઈ ધ્યાનમાં લીધું નહીં એટલે વારંવાર લખતાં લાચાર છું. બે દિવસ આંહી પધારો તો આપને કાંઈ જાતની ઉપાધિ થાવા સંભવતી નથી અને ઈડર વેલાસર જાવાનું ઠરે તો ઠીક આંખની મૂંઝવણ મને ઘણી છે. ગોસળિયો પણ એમ બોલી ગયા. મેં કહ્યું (કહ્યું) કે શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૮૭ For Pere & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ વઢવાણ જાવામાં અવસ્થાનું આકીન (અડચણ) નહીં અને ઈડર જવામાં ઘડપણ આંકી આવું (અડચણ) તારે (ત્યારે) ક (કહ્યું) જે સાહેબજી આંહી પધારા હો તેને મને કશું હોત તો મારાથી ના કહેવાત નહીં એમ બોલ્યા. તેથી આવવા મરજી હશે. ભાઈ શ્રી રવજીભાઈ, મનસુખભાઈ, બાશ્રી દેવબા વગેરેને ઘટારત કેશો. (કહેશો) પૂ. મેતા રવજીભાઈ પંચાણજી સાહેબને દેજો. વવાણિયા બંદર એ જ વિનંતી. લિ. સેવક સોભાગના નમસ્કાર વાંચશો. પત્રાંક - ૪૫ સંવત ૧૯૫૩ના ફાગણ વ. ૧ સ્વસ્તી શ્રી વવાણિયા મહાશુભસ્થાને પૂજ્યારાધે સરવે શુભોપમા જોગ પ્રેમપુંજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગ લલુભાઈના નમસ્કાર વાંચશો. આપનું કૃપા પત્તું દન ૩-૪ પેલા (પહેલાં) આવું (આવ્યું) તે પોચું (પહોંચ્યું છે). પ્રશ્નનો ઉત્તર આપે લખો (લખ્યો) તે વાંચી ઘણો આનંદ થયો છે. વળી આ બાળકને જ્ઞાન બોધ આપ્યા કરશો. આપે ઈડર જાવા વિષે રોગાદિકની ઘણી હરકત તેથી હમણાં બંધ રાખ્યું છે લખું (લખ્યું) તે ઠીક કરું છે. આપ લખો છો તેમ જ છે. કૃપાનાથ વારંવાર લખતાં લાચાર છું તો પણ બહુ આતુરતા છે. આંખે ઝાંખપ દીનદીન વધતી જાય છે. તાવ પણ રોજ ૪-૫ બજાથી વાસા બે વાસાનો આવે છે. તે મારી અવસ્થા છે. તો જેટલા દી સમાગમ થાય તેટલા દી સફળ છે. ફરી ફરી આવો જોગ અનંતકાળે બનો (બન્યો) છે, તે સફળ થાય તો સારું એમ જાણી મારાથી તાં (ત્યાં) ના આવી શકાય તેવી શક્તિને લીધે આપને અહીં પધારવા વિનંતિ ઘણા દિવસ થયા કરું છું. અને આપને બે દિ આવે-પાછે વિનંતિથી આવવા વિચાર જણાય છે. હાલ આપને તાં (ત્યાં) ખાતે તેવી ઉપાધિ મારા સમજામાં (સમજવામાં) નથી. તેમ મને પણ ઉપાધિ આંહી નથી. તેમ મારું શરીર સાવ અટકી ગયું નથી. દુકાને જાઉં આવું છું. સાંજના પાંચ બજા (વાગ્યા) પછી જવાતું નથી. તો હવે કૃપા કરી જો વેલાસર આંહી પધારવાનું થાય તો ઘણો આનંદ ઊપજે. આપ ઉપકારી પુરુષ છો. તો મારી વિનંતી સફળ કરશો. નીચે ચાર જાતના સમક્તિ આત્મસિદ્ધિ ગ્રંથમાં કહેલ છે : ૧૮૮ For Personal & Private Use Only હૃદયસખા શ્રી સૌભાગ્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ (૧) તો લહે સમક્તિને, (ર) લહે શુદ્ધ સમક્તિને (૩) પામે પરમારથ સમક્તિ, (૪) વર્ધમાન સમક્તિ તે ટાળે મિથ્યાભાસ. એ રીતે ચાર પ્રકારના સમક્તિ કઆ (કહ્યા) છે. તેમાં પેલું સમક્તિ ઉત્કૃષ્ટ કેટલા ભવ કરે ? તેમ અનુક્રમ ચારે સમક્તિ માયલું એક સમક્તિ હોય તે ઉત્કૃષ્ટ કેટલા ભવ કરે એનો આપ ખુલાસો લખશો. ગનાન (જ્ઞાન) છે તે અરૂપી છે અને અજ્ઞાન છે તેને રૂપી કહી કે અરૂપી કહી કોઈએ પુછાવ્યું તેથી લખ્યું છે. શ્રી ડુંગર ઘણું કરીને વઢવાણથી આવતીકાલે આંહી આવવા જવાબ લખે છે. સેજ આપને જણાવવા લખ્યું છે. કાગળ લખવાની ઢીલ થવાનું કારણ આંખે ઝાંખપ તેથી આ કાગળ મણિલાલ પાસે લખાવ્યો છે. કામસેવા ફરમાવશો. મુરબ્બી રવજીભાઈ તથા મનસુખભાઈ તથા બા શ્રી દેવબાને ઘટારત કેશો. એ જ છોરૂ મણિલાલ તથા લાલચંદ તથા ત્રંબકલાલ તથા કેશવલાલ તથા ચબુ વિગેરે સરવેના દંડવત્ વાંચશોજી એ જ. વ. પત્રાંક - ૦૫૧ વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ ૧૯૫૩ ૐ સર્વજ્ઞાય નમઃ આત્મસિદ્ધિમાં કહેલા સમક્તિના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમક્તિ ઉપદેશ્યાં છે : (૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમક્તિ કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમક્તિનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમક્તિનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમક્તિ બીજા સમક્તિનું કારણ છે. બીજું સમક્તિ ત્રીજા સમક્તિનું કારણ છે. ત્રણે સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમક્તિ ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૮૯ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સપુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાતુ બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. વ. પત્રાંક - ૦૯ વવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૫૩ ત્રણે પ્રકારનાં સમક્તિમાંથી ગમે તે પ્રકારનું સમક્તિ આવે તો પણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જો તે સમક્તિ આવ્યા પછી જીવ વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ થઈને મોક્ષ થાય. તીર્થકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમક્તિ કહ્યું છે, એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમક્તિ કહ્યું છે. એ સમક્તિ પામ્યા પછી જો વસ્યું ન હોય તો વધારેમાં વધારે પંદર ભવ થાય. સાચા મોક્ષમાર્ગને પામેલા એવા સપુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમક્તિ કહ્યું છે. એ સમક્તિ આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. જીવઅજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે. પત્રાંક - ૪૬ સંવત ૧૯૫૩ ચૈત્ર સુદ ૧ શ્રી સદ્ગુરુ ભગવાન પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ શ્રી સાહેબજી સહજાત્મસ્વરૂપ સ્વામી. મુ. વવાણિયા બંદર. શ્રી સાયલેથી લિ. આપના આગનાકીંત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કિરપા (કૃપા) પત્ર આવ્યો તે પહોંચ્યો વાંચી આનંદ થયો છે. વળી કીરપા કરી લખશો. આપને અહીં પધારવા ઘણી વિનંતિ કરી. મોરબીથી અહીં પધારશો એમ આશા હતી પણ વવાણિયા પધાર્યા તો, જેમ આપને ઠીક લાગ્યું હશે તેમ કર્યું હશે. પરમેશ્વર છે તે દીનદયાળ કહેવાય છે. પણ તેમ જણાતું નથી. મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે આંહી પધારવું ન થાય ? પણ જેને રાગદ્વેષ ૧૯૦ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For pe cale Use Only For Persone vate Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ખપાવ્યા છે તેને દયા મૈયા (માયા) શાની રેઈ (રહે). શ્રી અચળને પૂછવાના પ્રશ્ન લખ્યા તે અમે જવાબ લખાવવા કયું (કહ્યું) તારે (ત્યારે) કયુ (કહ્યું) કે સમાગમે એનો ખુલાસો...અનંતાનુબંધી ચોકડીનો ક્ષય થાય અગર ઉપશાંત થાય તેને સમકીત કર્યુ (કહીએ). એને જ શ્રુતજ્ઞાન વાંચી જે અભિપ્રાયએ કયું (કહ્યું) છે તે અભિપ્રાયએ સમજી શકવાની જેની સત્તા છે તેને શ્રુતકેવળી કએ (કહે) અને જે જે લોક વિષેની અથવા ગનાન (જ્ઞાન) વિષેની વાત હોય તે તે પોતાના અનુભવથી કઈ (કહી) આપે તે કેવલી કેવાય (કહેવાય). આમ ત્રણ ભેદે હોવા જોઈએ. પછી આપ લખો તેમ સીધ (સિદ્ધ) કરી કેવલીને કષાયનો સર્વથા નાશ જોઈએ. મારા શરીરે હમેશાં સાજે ઝીણો તાવ આવે છે. પણ દન (દિવસ) ૩ થયાં જરા ઠીક લાગે છે. તો હવે ઊતરી જવા સંભવ છે. બાકી આંખનું મોળું (ઝાંખું) પડી ગયું છે. આ કાગળ લખો (લખ્યો) છે પણ વાંચી શકાણો (શકાય) નહીં એટલી બધી જાંખાશ આવી ગઈ છે. મતીગનાન (મતિજ્ઞાન) શ્રુતગનાન (શ્રુતજ્ઞાન) અવિધગનાન (અધિજ્ઞાન) અને મનપર્યવગનાન (મનઃપર્યવજ્ઞાન) એ ચાર ગનાનને (જ્ઞાનને) ગોસળીઓ વિકલ્પ કહે છે. જ્યારે ગનાનને (જ્ઞાનને) વિકલ્પ કેશું (કહેશું) ત્યારે અગનાનને શું કેશું (કહેશું) માટે ગનાન વિકલ્પ હોય નહીં. અગનાનતા વિકલ્પ છે. એમ અમને અનુભવથી લાગે છે. હવે ગોસળીઓ કે છે (કહે છે) તે પ્રમાણે માનીએ પણ ગોસળીઆનું બોલવું અમને કેટલુંક વિપરીત જેવું લાગે છે. નિશ્ચયને... લઈ વધારે પરૂપણા કરતાં આવડે નહીં અને કરે છે તેથી અમને એમ જણાય છે કે ગનાનીના વચન દુભવે છે. તેની પોતાને ખબર પડતી નથી. તો પણ અમારે કાંઈ તેવો મમત નથી. આપની આગના (આજ્ઞા) પ્રમાણે વરતવાથી (વર્તવાથી) સિદ્ધિ છે. તો ગોસળીઆને પ્રતક્ષ (પ્રત્યક્ષ) સદ્ગુરુ ભગવાન તુલ (તુલ્ય) માનીએ. ગોસળીઓ ચોપડીયું વાંચેલા પદ નીશ્ચે (નિશ્ચય) વાણીના મોટા પુરુષના કએલાની (કહેલાની) સાખ આપી બોલે પણ તે મોટા પુરુષે આગળ શું કહ્યું છે અને આ શા પરમાર્થ (પરમાર્થ) સારું કયું (કહ્યું) છે એવો અનુભવ કરવાની તેમની સત્તા અમને જણાતી નથી. આ બાબતનો જવાબ પ્રશ્નનો ઉત્તર મહેરબાની કરી લખશો. એ જ વિનંતી. મને તાવ સાંજના પાંચ બજાના (વાગ્યાના) આશરે આવે છે. લેરાભાઈનો કાગળ આ કાગળમાં બીડ્યો છે. લિ. છોરુ મણિ વગેરે સર્વનું પામેલાગણું (પાયલાગણું) વાંચજો . શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન For P Private Use Only ૧૯૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ વ. પત્રાંક - ૦૭૦ વિવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૯૫૩ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું. જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે; તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ; એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે : આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે “અજ્ઞાન” અને “સમ્યજ્ઞાન' તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વ જ્ઞાન તે જડ અને સમ્યજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વ જ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય; પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહ બુદ્ધિએ કરી સંસાર પરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે, એ પૂર્વને પશ્ચિમ માનવારૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવા રૂપ શ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુ સામગ્રી મળ્યું સમજાવાથી પૂર્વ પૂર્વ જ સમજાય છે, અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સગુરુ, ઉપદેશાદિ સામગ્રી મળે અને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને ૧૯૨ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાય, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીત પણાને ભજતો હતો તે સમ્યક્રપણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કંઈ નથી, અને ચાલવા રૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી, અને તે સાથે જાણવા રૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વ રૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમ સ્થિતિ થતી નથી. દિશાશ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. વ. પત્રાંક - ૦૦૧ વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૫૩ ગયા કાગળ (પત્રાંક-૭પ૧)માં અત્રેથી ત્રણ પ્રકારનાં સમક્તિ જણાવ્યાં હતાં. તે ત્રણે સમક્તિમાંથી ગમે તે સમક્તિ પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જો સમક્તિ વમે, તો વધારેમાં વધારે અર્ધપુગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમક્તિ પામ્યા પછી વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર હોય. ક્ષયોપશમ સમક્તિ અથવા ઉપશમ સમક્તિ હોય, તો તે જીવ રમી શકે; પણ ક્ષાયિક સમક્તિ હોય તો તે વગાય નહીં, ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ કરે અને કોઈ એક જીવની અપેક્ષાએ ક્વચિત ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ્ય બંધાયા પછી ક્ષાયિક સમક્તિ આવ્યું હોય, તો ચાર ભવ થવાનો સંભવ છે; ઘણું કરીને કોઈક જીવને આમ બને છે. ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમક્તિ કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમક્તિ કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૯૩ For pe X For Personel Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ વીતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમક્તિ આવવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમક્તિ થવું સંભવે છે; અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમક્તિ પ્રાપ્ત કરાવે છે. પત્રાંક - ૪૭ સંવત ૧૫૩ ચેતર વદ ૨, સોમવાર પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ શ્રી સહજત્મસ્વરૂપ સ્વામીની સેવામાં શ્રી વવાણિયા બંદર. શ્રી સાયલેથી લી. આગનાકીત (આજ્ઞાંકિત) સેવક સોભાગ લલુભાઈના પાયલાગણ વાંચશો. આપ સાહેબના ઉપર પ્રથમ મેં કાગળ ૧ લખો (લખ્યો) છે. તે પહોંચો (પહોંચ્યો) હશે. પણ જવાબ નથી. તો લખવા કૃપા કરશોજી. બીજું મારા શરીરે હજુ તાવ હમેશાં આવે છે. આંખે પણ ઝંખાશ વરતાય (વર્તાયો છે. તો હવે આપનાં દરશન ને સમાગમ કરવાની ઇચ્છા ઘણી રહે છે. વલી (વળી) અત્રે વાલા (વાળા) બીજા મુમુક્ષુ જીવને આપના દરશનની આતુરતા વધારે છે. તો હવે કૃપા કરી એક વખત પધારી દરશન આપશો. વળી આપ પધારશો તો ઉપાધિ પણ થાવા દેશું નહીં. વળી બહારગામ પણ ખબર નહીં લખીએ. અને આપની ઇચ્છા મુજબ રોકશું. માટે એક વખત પધારવા કૃપા કરશોજી. વળી અત્રેથી ના.રા.ની દુકાનની ઉઘરાણી માટે મણી મોરબી ગયો છે. તે ત્યાંથી ગામડામાં જઈ આવી દન ૧૦-૧૨ પછી આપને તેડવા તથા દરશનના માટે મણી આપની પાસે આવશે અને વાત કરશે. માટે કૃપા કરી પધારશોજી. એ જ મોરબીથી લી. છોરૂ મણીનું પાએલાગણું વાંચજો . આ કાગળ સાયલેથી સોભાગભાઈના કેવાથી મોરબીથી મેં લખ્યો છે. તે જાણજો. છોરૂ ઉપર કૃપા છે તેવી રાખજો. મારી વતી માતુશ્રીને પાએલાગણું કહેશો. મનસુખભાઈને પ્રણામ. ૧૯૪ દયસખા શ્રી સૌભાગ્ય For Persone v ate Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૪૮ સંવત ૧૯૫૩ના ચૈતર વદ ૬, શુકરવાર વવાણિયા બંદર મોરબી થઈ. ભાઈ શ્રી પૂ. ભાઈ રવજીભાઈ પચાણજી, સાહેબજીને દેજો. પરમપુંજશ્રી, ભાઈ રાજચંદ્રજી રવજીભાઈ, શ્રી વવાણિયા. શ્રી સાયલેથી લિ. ત્રંબકના પાયેલાગણ વાંચશોજી. બીજું મુ. ભાઈ સોભાગભાઈને તાવ ઘણા વખત થઆં (થયા) આવે છે. કોઈ દવા લાગુ થાતી નથી. તો દન દન શક્તિ ઘટતી જાઅ (જાય) છે. તાવ પણ દીન ૪-૫ થયા વધતો આવે છે. તો આપના દરશનની ઇચ્છા વધારે રે (રહે) છે. તેમ ઘરના માણસો સરવેની પણ એમ જ મરજી છે કે સાહેબજી અતરે (અત્રે) પધારે ને સાહેબજીના દરશન કરવાથી સારું થાશે. માટે આપ મારા ઉપર મહેરબાની કરી સરવેને દરશનનો લાભ આપશોજી. ભાઈ સોભાગભાઈ આપનાં દરશન કરવા સારુ રાત ને દી ચાહના કરે છે, તો આપ જરૂર મારી અરજ લક્ષમાં લઈ અતરે (અત્રે) પધારવાનું કરશો. તાવ ઘણા દિવસનો છે. શક્તિ ઘટતી જાય છે. તો ચિંતા પૂરી થાય છે. માટે આપ જરૂર પધારશો. દા. ત્રંબક. પત્રાંક - ૪૯ સંવત ૧૯૫૩, ચૈતર (ચૈત્ર) વદી ૯, રવિવાર પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી. શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી, મુ. વવાણિયા બંદર. શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક “દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન” સોભાગના નમસ્કાર વાંચશો. આપનો પત્ર ઘણા દિવસ થયાં નથી તો કૃપા કરી લખશો. આમ કરવું ઘટારત છે ? આપ તો ઘટારથ હશે તેમ કરતા હશો. પણ હું અજાણ એટલે પેલું સમજમાં આવેલ છે. ચિ. મણિલાલ લખે છે જે તમે વૈશાખ સુદ ૧ ના ચાલી એક માણસ સાથે લઈ ઈડર જજો. અને સાહેબજી વૈશાખ સુદ-૮ના ચાલી ઈડર આવશે. તમારી આંખનો મોતીઓ ડૉકટર સાહેબ ઉતારશે. પેલું (પહેલું) તમારે જાવાનું કારણ સાહેબજીને ઝાઝા દિવસનો ખોટીપો થાય નહીં તો હું આપની આજ્ઞા પ્રમાણે તૈયાર શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૧૯૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ છું. પણ ડાક્ટર સાહેબ આણંદ પધાર્યા હતા ત્યારે આંખો દેખાડી હતી. તેમાં જમણી આંખે દેખાય છે. ત્યાં સુધી મોતીઓ ઊતરે નહીં. ડાબી આંખે દેખાતું નથી ને મોતીઓ પાકી ગયાને લાંબી મુદત થઈ ગઈ છે. તે વેરાણો છે તો પણ ઠીક છે. પાંચ દિવસ દવા નાખી ઉતારશે. પણ હવે વાર કરવી નહીં. આ મહિનામાં આવવું એમ કહેલ પણ મને તાવ ભાદરવાથી આવ્યો તે હજુ સુધી ઊતર્યો નહીં. શરીર દિનદિન નબળું પડતું જાય છે. મોતીઓ કે પડળ ઉતારનાર વૈદ્ય વગેરે અહીં આવે છે તે તાવ આવતો હોય અને શરીર નબળું હોય તેને ઉતારતા નથી. તાવ ઊતરી ગયા પછી શરીર કાંઈક સારું થાય ત્યારે ઉતારે છે. એટલે મોતીઓ જતા વેંત ડાક્ટર સાહેબ ઉતારવા ભરંસો નથી. અને જો આપ આજ્ઞા કરતા હોય તો હું આપની સાથે આવું. કદાપિ એકે વિચાર મૂળી અગર આંહી બે દિવસ રોકાવા ધ્યાન પોંચતું (પહોંચતું) હોય તો આપ વૈશાખ સુદ ૭ અગર વૈશાખ સુદ ૯ ત્યાંથી ચાલવું ઠરાવશો. અને મને અગાઉ જવાબ લખશો એટલે આપની આજ્ઞા હશે તો હું આપની સાથે આવીશ અને તાવ ઘણા દિવસ થયા આવે છે. તે ડાક્ટર સાહેબની દવાથી ઊતરતો હશે તો ઊતરી જશે માટે આપની સાથે મારે આવવું છે. ધ્યાન પોચે (પહોંચે) તે લખી જણાશો (જણાવશો) એટલે સમજવામાં આવે શ્રી અને આપ જ્યાં સુધી તાં (ત્યાં) રહો તાં (ત્યાં) સુધી તાવ ઊતરવાની દવા કરાવું અને તાવ ઊતરી ગયા પછી કદી ડાક્ટર સાહેબનું ધ્યાન પોચે (પહોંચે) અને મોતીઓ ઉતારે તો ઉતરાવીશ. અને તાવ ઊતરી ગયા પછી કદી જાવાનું થાય તો પણ ચિંતા નથી. વળી હું સુદ-૧નો ચાલો (ચાલ્યો) જાઉં-મને તાવ તો આવે છે અને રસ્તામાં હરકત કરે તો કુણ (કોણ) ધણી ? આપે સાયલે હાલ આવવા મણિલાલને ના કહી હશે તો જેમ આપની ઇચ્છા પણ દરશનને માટે કેટલાંક મુમુક્ષુજીવને ઘણી આતુરતા છે માટે વૈશાખ સુદ ૮ આપને ચાલવા વિચાર છે તે બદલે વૈશાખ સુદ ૫ ના ચાલીએ. આપ અહીં પધારો તો ઘણા જીવોને શાંતિ થાય તેમ છે, કદી તે વિચારમાં આવે નહીં તો મૂળીએ સુદ ૭ સુધી સ્થિરતા રાખવી પછી જેને દરશન કરવાં હશે તે ત્યાં આવશે. અને મૂળીમાં કોઈને ઘેર ઊતરવું નહીં. ઇસપીતલની (હૉસ્પિટલની) જગા સારી છે તો હું અગાઉ એક રસોયો લઈ જઈશ. બે દિવસનો સમાગમ થાશે. અને હું પણ આપની આજ્ઞા હશે તો સાથે આવીશ. વળી ગોસળિયાને આજ્ઞા કરશો તો ઘણું કરી સાથે આવશે. હવે આપની ઇચ્છા અહીં હૃદયસખા શ્રી સૌભાગ્ય ૧૯૬ For Personal & Private Use Only ... Page #240 -------------------------------------------------------------------------- ________________ પધારી બે દિવસ રોકાવાની થાય તો વધારે સારું કદાપિ તેમ બને તેમ ન હોય તો મૂળીમાં બે દિવસ રોકાવાનું ઠરાવશો. આમ કર્યા વિના કોઈ રીતે સંતોષ થાય તેમ નથી. માટે દયા લાવી ખચિત વિનંતી અમારી કબૂલ કરશો. આટલું હું લખી શકું એવી મારી હાલમાં શક્તિ નથી. પણ આપની કૃપાથી લખાયું છે. દન ૩-૪ થયા તાવ જરા વધારે આવે છે. લિ. સોભાગ. પત્રાંક - ૫૦ સંવત ૧૯૫૩ના વૈશાખ સુદી ૨, સોમવાર સા.શ્રી.૫. રેવાશંકર જગજીવન. સાહેબજીને દેજો. દેવાધિદેવ પરમપૂજ્યશ્રીની સેવામાં, શ્રી મોરબી પહોંચે. આજે ધારશીભાઈનો કાગળ છે. ત્યાં હજી આપને દિન ૮ રેવાશંકરભાઈ વગેરેની મરજી રોકાવાની જણાવે છે. વળી મને તથા શ્રી ડુંગરને ત્યાં તેડાવે છે. તો મારાથી ત્યાં અવાય તેવી શક્તિ નથી. જો ત્યાં અવાય તેમ હોય તો હું વવાણિયા જ આપના દરશન કરવા આવત. પણ હવે આવવાની શક્તિ નથી. માંડ દુકાને સવારે ૮ વાગે કલાક અવાય છે તો આપ હવે ત્યાં મુમુક્ષુજીવોનું મન શાંત કરી અત્રે પધારશો. વળી આપ આવવાની અગાઉથી તારીખ લખશો એટલે વાહનની ગોઠવણ કરી રખાય. હવે આપ મુકરર તારીખ લખશો. એ જ શ્રી સાયલેથી આજ્ઞાંકિત સોભાગ. પત્રાંક - ૫૧ સંવત ૧૯૫૩ જેઠ સુદી ૬, રવિવાર પરમપૂજ્ય તરણતારણ પરમાત્માદેવ સત્પુરુષ મહાત્મા કરુણાસાગર કૃપાનાથ શ્રી રાજચંદ્રભાઈની સેવામાં, શ્રી મુંબઈ બંદર. શ્રી સાયલેથી લિ. દીન કિંકર છોરૂ ત્રંબકલાલનું પાઅલાગણું (પાયલાગણ) વાંચશો. વિશેષ લખવાનું કે, હું શ્રી અમદાવાદ કેશવલાલને તેડવા ગયેલ પણ કેશવલાલ નહીં આવવાથી હું ઘર તરફ આવતાં ખબર સાંભળ્યા જે મુ. શ્રી સોભાગભાઈ બુધવારે વીરમગામ આવવાના છે. તેવા ખબર સાંભળવાથી હું વીરમગામ ઊતર્યો અને મુરબ્બી શ્રી સોભાગભાઈ તથા હું શુકરવારે સાંજરે અતરે (અત્રે) આવ્યા છીએ. આપ સાહેબથી સોભાગભાઈ જુદા પડ્યા ત્યાર પછીથી શક્તિ શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૧૯૭ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ઓછી છે તેમાં દન ર થયાં શક્તિ વિશેષ ઓછી થતી જાય છે. પગના પોચે સોજાની થાથર પણ આવી છે. સેદ (પરસેવો) પણ વળે છે. અનાજ સાવ કિમતી ખવાય છે. એ રીતે શરીરની સ્થિતિ છે. તેમાં શુકરવારની રાતના સવારના પાંચ બજે જાગતાં ગહમડમાં (ઝાંખા પ્રકાશમાં) એમ ભાસ થયો જે એક માણસ નીકલ્યો (નીકળ્યો) તે બોલ્યો જે નોમ ને બુધવારે દેહ પડશે. એ રીતે થયું છે. તેથી મુ. શ્રી સોભાગભાઈના ધ્યાનમાં એમ આવે છે કે જેઠ સુદ૯ ને બુધવારે આત્મા દેહ ત્યાગ કરશે તેમ ધારે છે. હવે બને તે ખરું. આપ સાહેબને જણાવવા લખ્યું છે. ઉપરની હકીકત ઉપરથી સોભાગભાઈના કહેવાથી અમદાવાદથી કેશવલાલ તથા લાલચંદને તેડાવવા ગઈકાલે તાર કરેલ. તેના જવાબમાં લાલચંદ લખે છે કે કેશવલાલ વીરમગામ ગયેલ છે. અને તમારો તાર ખોટો જણાય છે. તો હું આવીશ નહીં. તેમ લાગે છે. કેશવલાલ ઘણું કરી આવતીકાલે અગર પરમ દિવસે અત્રે આવશે. આપ સાહેબને જણાવવા લખ્યું છે. મણિને ગિરધરલાલે તા. ૧૪મીએ આવવા લખ્યું છે. તો જવાનું બને તે ખરું. આ કાગળ મુરબ્બી શ્રી સોભાગભાઈએ લખાવ્યો છે. આપ સાહેબને પુનઃ પુનઃ નમસ્કાર કહ્યા છે અને કૃપા રાખશો. અને કાગળ લખશો તેમ કહ્યું છે તે જાણશો. મોરબીથી પીળી કોરનું ધોતિયું અત્રે આવેલ છે તે તથા છત્રી મગન લાવેલ છે તે મોકલી આપીશું. ભાઈ મનસુખભાઈને પ્રણામ. બેન ચબુ તથા લેરાભાઈ વગેરે અમારા ઘરના સરવેના પાયલાગણ વાંચશોજી. એ જ દા. છોરુ મણિનું પાએલાગણું વાંચજો . પત્રક - પર સંવત ૧૯૫૩, જેઠ સુદ-૧૦, ગરેલ પરમપૂજ્ય તરણતારણ પરમાત્માદેવ પરમપુરુષ કૃપાળુનાથ શ્રી રાજચંદ્રભાઈની પવિત્ર સેવામાં. શ્રી મુંબઈ બંદર જોગ. શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના પાએલાગણ વાંચશો. આપનો કાગળ ગઈકાલે આવ્યો તે પોચો (પહોંચ્યો) છે. વાંચી અતિ આનંદ થયો છે. વળી તે કૃપાળુનાથ એ જ રીતે દન-૪ના આંતરે કૃપા કરી કાગળ લખશો જેથી વાંચી અતિ અતિ આનંદ થાય. બીજું આપ સાહેબ કૃપા કરી કાગળોની નકલ તથા આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપમાં અરથનું (અર્થનું) પુસ્તક ૧ મોકલો (મોકલેલ) તે આજે ટપાલમાં આવું (આવ્યું) તે પોચું (પહોંચ્યું) છે. આવતીકાલે વાંચીશ તે જાણજો. બીજું મારા શરીરને હજુ તાવ આવે છે. ગઈકાલે જરા ઠીક હતું. આજે અશક્તિ વિશેષ ૧૯૮ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personalvate Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ છે. અનાજ થોડું ખવાય છે. બને તે ખરું તો લખવાને અરજ છે કે હે પરમપુરુષ કૃપાનાથ દયાભાવ રાખો છો તેવો રાખશો અને ફુરસદની વખતે કાગળ લખવા કૃપા કરશો. આપનો કાગળ આવો (આવ્યો) તે ગોસળિયાને વંચાવો (વંચાવ્યો) નથી. વલી ઉપર લખ્યું પુસ્તક પણ આજે આવ્યું તે પણ વંચાવશું નહીં. વલી આપની આગના (આજ્ઞા) નહીં હોય તો બીજાને પણ વંચાવશું નહીં. માટે મહેરબાની કરી ઉપદેશ પત્રો લખી સેવકની ખબર લેશો. એ જ કૃપા ભાવ રાખો છો તેવો રાખશો. ત્રંબક તથા ચબુબા તથા લેરાભાઈ તથા મગન વિગેરે સરવેના પાએલાગણ વાંચશોજી એ જ વિનંતી. લિ. છોરુ મણિનું પાએલાગણું વાંચશો. પત્રાંક - ૫૩ સંવત ૧૯૫૩ના જેઠ સુદી ૧૨ શનેઉ શા. અંબાલાલ લાલચંદ ઠે. જુમાસાની પોળે, ખંભાત. સર્વ શુભોપમાલાયક જોગ ભાઈ શ્રી અંબાલાલ લાલચંદ, ખંભાત. શ્રી સાયલેથી લિ. સોભાગ લલ્લુના પ્રણામ વાંચશો. આપનું પત્તું (પત્ર) આવ્યું તે પહોંચ્યું. મારું શરીર નરમ રહે છે, તે ઉપરથી તમારે અત્રે આવવા નગીનદાસ સાથે સાહેબજીએ કેહવાડવેલ તેથી તમે અત્રે આવવા વિચાર કરેલ. પછવાડેથી તાર આવતાં આપ આરસા (આળસ કરી) તો હવે લખવાનું કે, મારું શરીર દન ૧૦ થયાં વિશેષ નરમ રહે છે. તેમ દન ૨ થયાં સાવ થોડું અનાજ ખવાય છે. અશક્તિ ઘણી આવી ગઈ છે. દનદન શક્તિ વિશેષ ઘટતી જાય છે. હવે આ દેહ લાંબો વખત ચાલે તેમ સંભવ નથી. તો હવે લખવાનું કે, સાહેબજીની આજ્ઞા હોય અને આપને અત્રે આવતાં કંઈ હરકત ન હોય તો, જરૂર પાંચ દહાડા આવવાનો વિચાર કરશો. એ જ કામકાજ લખશોજી. દા. મણિલાલના પ્રણામ વાંચશો. પત્રાંક - ૫૪ સંવત ૧૯૫૩ના જેઠ સુદી ૧૪ ને રવિવાર “અહો અહો શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હિન તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાધીન.” શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૧૯૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ પરમપુરુષ, તરણતારણ, પરમાત્માદેવ, કૃપાનાથ બોધસ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં મુંબઈ. શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક પામરમાં પામર સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશો. આ કાગળ છેલ્લો લખી જણાવું છું જેઠ સુદ ૯ બુધવારે મરતક છે એવો આગળ ભાસ થયેલ તે સુદ ૯ નું બન્યું નહિ છતાં તે તારીખ ગઈ તો જેઠ વદ ૯ ને બુધવાર છે. ઘણું કરી તે તારીખે મરતુક થાશે. એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દૃષ્ટિ રાખશો. અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચૈતનનો ભાગ પ્રતિક્ષ (પ્રત્યક્ષ) જુદો સમજામાં (સમજવામાં) આવતો ન હતો પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. અને રાત દિવસ આ ચેતન અને આ દેહ જુદા એમ આપની કૃપા દૃષ્ટિથી સેજ થઈ ગયું છે. એ આપને સેજ જાણવા લખ્યું છે. ત્રંબક તથા મણિને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો તે પણ આપની કૃપાદૃષ્ટિથી. થોડા દિવસમાં ભક્તિમાર્ગ અંગીકાર સારી રીતથી કર્યો છે. વગર ભણે વગર શાસ્ત્ર વાંચ્ચે થોડા વખતમાં આપના બોધથી અરથ (અર્થે) વિગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચીસ વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે... ગોસળિયા વિષે જે કાંઈ આસ્તા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખી અને મોટી પાયરીએ ચઢાવશો. એ જ વિનંતી. આપનો મારાથી અવિનય, અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો. તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો. ખંભાતથી અંબાલાલભાઈને મોકલાવવા કૃપા કરશો. પાંચ દિવસનો સમાગમ થાશે. વળી આત્મસિદ્ધિ ગ્રંથના અરથ (અર્થ) ટીકા તથા કોઈ અરથ નહિ સમજાતા હોય તો અંબાલાલભાઈ સમજાવશે. માટે જો આપની ઇચ્છા હોય તો મોકલાવશો. એ જ અરજ. બાળક મણિ તથા બાળ સંબક તથા લેરાભાઈ તથા મગન તથા ચબુબા તથા કાલુભાઈનાં માતાજી તથા મણિની મા તથા લાલચંદ તથા કેશવલાલ તથા બાળક નગીન તથા ઉજમબા વગેરેના નમસ્કાર વાંચશોજી. એ જ લિ. લેરાના દિન પ્રત્યે ૨૦૦ .. દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ નિરંતર પ્રણામ હોજો... આ જીવ સમે સમે (સમયે સમયે) પર પરણતિમાં મરી રઓ (રહ્યો) હતો, તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઓધાર (ઉદ્ધારો થયો છે. વળી આપની કૃપા વડે કરી વિશેષતઃ ઓધ્ધાર થશે એમ ઇચ્છું છું. આપનું પતું પોચું (પહોંચ્યું) છે. વાંચી બીના જાણી છે. મુ. શ્રી સોભાગભાઈ કહે છે કે કાગળ વાંચી મશ્કરી કંઈ કરશો નહીં. ભાસ થવાથી આપને લખેલ છે. દા. ત્રંબકના પગલાગણ વાંચજો. વ. પત્રાંક - ૦૭૯ મુંબઈ, જયેષ્ઠ સુદ, ૧૯૫૩ ૐ સર્વજ્ઞ સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારી, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના. અનુભવઉત્સાહદશા જે સો નિરભેદરૂપ, નિહચે અતીત હતો, તૈસૌ નિરભેદ અબ, ભેદકૌ ન ગëગૌ ! દીસૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજાન ફીર બાહરિ ન બહેગ; કબહૂ કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકેં, ન પરવસ્તુ ગહેગ; અમલાન શાન વિદ્યમાન પરગટ ભયો, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેંગો. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૨૦૧ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિદશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ કોઉ ન ટરતુ હૈ; જડ પરિનામિકો કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત' છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ. પત્રક - પપ સંવત ૧૫૩ના જેઠ વદી ૩, ગુરુવાર “અહો અહો શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર. ૨૦૨ દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હિન, તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન.” મહાપ્રભુજી, પરમપુરુષ, કૃપાળુનાથ, દેવાધિદેવ, તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં. શ્રી મુંબાઈ બંદર. શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત પામરમાં પામર સેવક સોભાગ લલ્લુભાઈનું પાએલાગણું વાંચશોજી. આપનો કૃપાપાત્ર સેવકની સંભાળ લેવા આવ્યો તે પહોંચ્યો છે. આપ સાહેબે આત્મા વિષે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમ જ વર્તે છે અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી. અને એક આપનો જ આધાર છે. સહજાત્મસ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દી ને રાત રહ્યા કરે છે. હવે આપ સકારો (સ્વીકારો) તે ખરું. હું પામર અજાણ છું કાંઈ જાણતો નથી. પણ યાદ આવવાથી પરમારથ (પરમાર્થ) અર્થે લખું છું કે અંબાલાલ આપના શિષ્ય ઘણાં વર્ષનો સમાગમવાળો છે. અનુભવવાળા છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી. તો આપ સાહેબે તે શિષ્યને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે. નહીં તો આપને યોગ (યોગ્ય) લાગે તો કરાવશો. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે. અને આવ્યાથી મને સુવાણ હોય તો હું બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવું. માટે આપની મરજી મુજબ લખશો. આટલું મેં પરમારથ (પરમાર્થ) અર્થે લખું (લખ્યું) છે. તો આપને યોગ (યોગ્ય) ન લાગે તો માફ કરશો. હું માફી માગું છું. બીજું આત્મસિદ્ધિશાસ્ત્રના અર્થ નહિ સમજાય તેવા કોઈ હશે તો અંબાલાલભાઈ આવ્યાથી સુવાણ હશે તો સમજીશ. એ જ હે કૃપાનાથ કૃપા છે તેવી રાખજો. આ સેવકને એક આપનો જ આધાર છે. ભાઈ સોભાગભાઈના શરીરે તાવ આવે છે તેમને તેમ આવે છે. દન ર થયાં પેટમાં ગાંઠનો દુ:ખાવો થાય છે તેમ દન ૨ થયા બિલકુલ ખવાતું નથી. અને બે વખત ર-૪ રૂપિયા ભાર રાબ પિવાય છે. શક્તિ સાવ ઘટી ગઈ છે. ખાટલામાંથી નીચે ઊતરી શક્તા નથી. એક માણસ બેઠા કરે ત્યારે થાય છે. અશક્તિના લીધે ઘણી વખત શ્રમ પહોંચી જાય છે. એ રીતે છે. આપને જાણવા લખું છું. ભાઈ મનસુખભાઈને માલૂમ થાય જે બેન જીજીબા સાથે ધોતિયું ૧ તથા છત્રી મોકલી છે તે પોત્યા (પહોંચ્યાં) હશે. એ જ ત્રંબક, મણિ, લહેરાભાઈ, ચબુબા વિગેરે શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૨૦૩ For Personal Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ સર્વેના પુનઃ પુનઃ નમસ્કાર પરમકૃપાળુ સાહેબને પ્રાપ્ત થાય એ જ. લિ. છોરુ મણિના પાયેલાગું વાંચશો. વ. પત્રાંક - ૦૮૦ મુંબઈ, જેઠ સુદ ૮, ભોમ ૧૫૩ જેને કોઈ પણ પ્રત્યે રાગ-દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર. પરમ ઉપકારી, આત્માર્થી સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ, ભાઈ નંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. “આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમસરપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમજ્ઞાની પુરુષનો નિશ્ચય છે. કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી. શ્રી રામચંદના નમસ્કાર પ્રાપ્ત થાય. વ. પત્રાંક - ૭૮૧ મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ પરમપુરષદશાવર્ણના કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી; છે. હૃદયસખા શ્રી સૌભાગ્ય ૨૦૪ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્ગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસો સુજસુ જાનૈ, બીઠસૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીંપવાની ગાર જેવી જાણે છે, કીમિયો વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજાતા થવા આદિની હૉસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગ વિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે. કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જ જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સત્પષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિ:સંદેહતા છે. ત્રંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિષેની રુચિ અંતર ઇચ્છાથી કંઈક આ અવસરના સમાગમમાં થઈ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તો પણ આશ્ચર્ય નથી. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈપણ જીવ વિષેની વૃત્તિ હોય તો ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગ અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૨૦૫ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. | સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્રચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી. પત્રાંક - પદ સંવત ૧૯૫૩, જેઠ વદ ૧૧ પરમપૂજય પરમ ઉપકારી, દેવાધિદેવ, કૃપાળુનાથ, દીનદયાળ, પરમમયાળ, ભૂલાને માર્ગ બતાવનાર, સૂર્યની પેઠે ઉદેતના કરનાર, સમુદ્ર ગંભીર, સહજાત્મસ્વરૂપ, અનંત દયાળ, પારસમણિ, કલ્પવૃક્ષ સમાન હે નાથ સદ્ગુરુ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં– શ્રી સાયલાથી બાલક ત્રંબકલાલ સૌભાગભાઈના વિનયપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય. વિશેષ મારા પૂજ્ય પિતાજી શ્રી સોભાગભાઈએ જેઠ વદ ૧૦ વાર ગુરુવારે સવારના ૧૦-૫૦ મિનિટે પરમ સમાધિ ભાવે શુદ્ધાત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે જેથી મારા મનને ઘણો ધોકો (દુઃખ) રહ્યો છે, કારણ કે આવા પુરુષોનો સમાગમ અમારે વધારે થયો હોત તો અમોને બહુ પરમ ઉપકાર થાત, પણ અમારા અંતરાયના ઉદે (ઉદય)થી તેવા પુરુષનો વિજોગ થયો છે. તો આપ કૃપાળુદેવ આ બાળકોની સંભાળ લેવા પરમ દયા કરશો. પરમ પૂજ્ય શ્રી સોભાગભાઈ સાહેબના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવ્યાથી વારંવાર ખેદ રહે છે એ જ. દ. ત્રંબકલાલના નમસ્કાર. વિનંતી કે આપ સાહેબ તરફથી આત્મસિદ્ધિ શાસ્ત્ર અમારે બન્ને બાળકોને વિચારવાની ઇચ્છા છે તે ફક્ત અમે બે જણ વિચારવા સારું અત્રે રાખ્યું છે. ભાઈ અંબાલાલભાઈએ લઈ જવા માંગણી કરી છે. પણ અમારે વિચારવાની ઇચ્છાએ આપ્યું નથી. આપ સાહેબની કૃપાથી આજ્ઞા હોય તો અત્રે વિચારવા રહેવા દઉં અથવા તો આજ્ઞા થયે ભાઈ અંબાલાલભાઈને અથવા આપની પાસે ટપાલ દ્વારા જેમ આજ્ઞા થાય તેમ મોકલવા કરીશ. એ જ ૨૦૬ .. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ લિ. આપનો આજ્ઞાંકિત સેવક દાસનો દાસ બાળક લાલચંદના વિનયપૂર્વક નમસ્કાર. આપની પવિત્ર સેવામાં કબૂલ કરશો. આ બાળક ઉપર કૃપા ભાવ છે. તેથી વિશેષ રાખી હવે કાગળ પત્ર લખશો. એવી આશા રાખું છું. આપનો મને ઉપકાર છે. એ જ વિનંતી. લિ. છોરુ મણિના નમસ્કાર પ્રાપ્ત થાય. હે દેવાધિદેવ, કૃપાળુનાથ આસરો એક આપનો છે. તો હવે બાળકની સંભાળ લેવા ધ્યાનમાં રાખવા અરજ છે. સિદ્ધિશાસ્ત્ર વાંચ્યા સિવાય બીજો કોઈ આશરો નથી. સિદ્ધિશાસ્ત્ર અમે કોઈને વાંચવા આપશું નહીં. રે દીનદયાળ કૃપાના સાગર પરમ દયામય સેવક પર દયા રાખવા એ જ અરજ છે. લિ. છોરુ કેશવલાલના નમસ્કાર અંગીકાર કરશો. કૃપા ભાવ રાખશો. વ. પત્રાંક - ૦૮૨ મુંબઈ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૫૩ આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમજ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમનો તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જ ૫૨મ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યા હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વ પ્રત્યે વિનંતિ છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૨૦૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદ્ભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તો પણ એમ જણાય છે કે સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે. ‘આત્મસિદ્ધિ’ ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ વ. પત્રાંક - ૦૮૯ ૐ નમઃ પ્રથમ કાગળ મળ્યો હતો. હાલ એક પત્તું મળ્યું છે. મણિરત્નમાળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી વધારે મનન થઈ શકશે. શ્રી ડુંગર તથા લહેરાભાઈ આદિ મુમુક્ષુઓને ધર્મસ્મરણ પ્રાપ્ત થાય. શ્રી ડુંગરને જણાવશો કે પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાર્તા પ્રશ્નાદિ લખશો અથવા લખાવશો. ૨૦૮ મુંબઈ, અષાડ વદ ૧૪, બુધ, ૧૯૫૩ સત્શાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. એકબીજાના સમાગમમાં આવતાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે. For Personvate Use Only હૃદયસખા શ્રી સૌભાગ્ય Page #252 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - પ૭ સાલ મીતી નથી. શ્રી પરમકૃપાળુ શ્રી પરમાત્માદેવ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર હજો. શ્રી સાયલેથી લિ. બાળક ત્રંબકલાલ સોભાગભાઈ વગેરેના નમસ્કાર. હે નાથ કૃપાળુદેવ ! થોડા દાડા પેલા પતું ૧ પ્રાપ્ત થયું છે. વાંચી વિચારી મારા જેવા અલ્પ જ્ઞાનીને પરમ સંતોષ થયો છે. શ્રી ડુંગરશ્રીએ પ્રશ્ન પુછાવ્યા છે તે નીચે લખી જણાવું છું : ૧. સમ્યક્દષ્ટિ સમ્યનો ફરસનાર અભક્ષ ભક્ષ ભલો કરે કે કેમ ? ૨. સિદ્ધમાં કેટલાકો આવ્યા છે ને તેમનાં જ્ઞાન દર્શન જુદાં જુદાં છે કે કેમ ? ૩. શ્રી ભગવતીજીના બારમા સતકે ને દશમે ઉદેશે ત્રણ બોલને અલ્પાબોધ કીધા (કહ્યા) છે તેનું સ્વરૂપ શું છે ? ૪. જીના ગુરુ કાળ કરે તો આચારક તરીકે અમાવે વંદણા કરે કે કેમ? ૫. આત્મા અને જીવ બેઉ એક છે કે જુદા જુદા છે ને જુદા જુદા છે તો કેટલોક ફેર છે ? વ. પત્રાંક - ૦૯૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૫૩ સમ્યગ્દષ્ટિ અભક્ષ્ય આહાર કરે ?' એ આદિ પ્રશ્નો લખ્યા. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવા યોગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દૃષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર કરી નથી શકતો. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે; પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, તેમ એ વાત યથાર્થ એમ જ છે, તેમ પણ નથી. સમ્યગ્દષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તો પણ સમ્યગ્દર્શન આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યગ્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સપુરુષની વાણી, વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે તેવે પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવા યોગ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથા. હાલ ડુંગર કંઈ વાંચે છે? તે લખશો. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન ૨૯ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ પત્રક - ૫૮ સંવત ૧૯૫૪ માગશર વદી ૧૩, બુધ, મુંબાઈ શીતળ દશાના ધણી મહાપ્રભુજી શ્રી સહજાત્મસ્વરૂપી સ્વામી ચરણાય નમઃ શ્રી સાયલેથી લિ. બાળક મણિનું પાએલાગણું વાંચશો. આપ સાહેબને કૃપા કરી અંબાલાલભાઈ તરફથી પરમપૂજ્ય સોભાગ્યભાઈનું ચિત્રપટ મોકલાવ્યું તે પહોંચ્યું છે. સિદ્ધિશાસ્ત્ર વાંચવા માટે આજે ગોસળિયાએ માગ્યું તે ઘેરથી પટારામાંથી લાવી આપ્યું. દસ વીસ સવૈયા અર્થ સહિત વાંચ્યા પછી તેમના ઘેર લઈ જવા માંડ્યું એટલે મેં કહ્યું કે અહીં રાખો, આપ પધારો ત્યારે વાંચજો. એટલું જ કહેતાં મારા ઉપર ચઢાણા અને કહે કે મારે કાંઈ જરૂર નથી. વાણીનો કાંઈ તૂટો નથી. પણ તારે જ દેવું નથી. એવું કહ્યું ત્યારે મેં ફક્ત જવાબ આપ્યો કે આજે એક પતૃ કૃપાનાથને લખીશ. એમનો જવાબ ત્રીજે દિવસે આવ્યાથી આજ્ઞા પ્રમાણે કરીશ. તેમ મેં કીધું છે. તો હે મહાપ્રભુજી આપની ઇચ્છા પ્રમાણે લખશોજી. છોરુ નંબક વિગેરે આપના ઘરના સર્વના નમસ્કાર સ્વીકારશોજી. બાળકો પત્રે (પ્રત્યે) કૃપાભાવ રાખતાં યોગ્ય વખતે સંભારશો. ઉપર લખતાં ચૂકી ગયો છું પણ ગોસળિયા કહે કે મારે ઉતારો કરવો છે. તારી મરજી હોય તો દે. તેથી મેં ઉપર મુજબ જવાબ આપ્યો. એ જ વિનંતી. દા. છોરુ મણિ વ. પત્રાંક - ૮૨૦ મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૯૫૪ ત્રંબકલાલનો લખેલો કાગળ ૧ તથા મગનલાલનો લખેલો કાગળ ૧ તથા મણિલાલનો લખેલો કાગળ ૧ એમ ત્રણે કાગળ મળ્યા છે. મણિલાલનો લખેલો કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજુ સુધી બન્યું નથી. શ્રી ડુંગરની જિજ્ઞાસા “આત્મસિદ્ધિ' વાંચવા પ્રત્યે છે. માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશો. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે તે શ્રી ડુંગરને વાંચવા યોગ્ય છે. તે ગ્રંથ તેમને થોડા દિવસમાં ઘણું કરીને મોકલશે. “કયા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય?' “કયા ગુણો અંગમાં આવવાથી સમ્યગ્દષ્ટિપણું તથારૂપે કહેવાય ? “કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય ?” અને કઈ દશા થવાથી કેવળજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય એ પ્રશ્નોના ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો. ૨૧) ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવવો. સદ્વિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. સર્વ મુમુક્ષુભાઈઓને ય૦ પત્રાંક - ૫૯ પૂ. ભાઈશ્રી ૫. ભાઈ રવજીભાઈ પંચાણજી સાહેબજીને દેજો. શ્રી વવાણિયા બંદર પ્રેમપુંજ શ્રીમદ્ સ્વામીને ત્રિકાળ નમસ્કાર. શ્રી સાયલેથી લિ. અલ્પજ્ઞ બાળક ત્રંબકના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપત્ર હાલમાં નથી તો આ બાળક ઉપર દયા લાવી લખવા કૃપા કરશો. મારાથી હાલમાં પત્ર લખાણો નથી તે ઉપાધિને લીધે લખાણો નથી તો માફ કરશોજી. પૂજ્ય શ્રી ડુંગરશ્રીને ગયા શુક્રવારથી તાવ આવે છે. તથા મરડો શરૂ થયો છે ને લોહી પાચ (પર્સ) પડે છે ને અનાજ બિલકુલ ખવાતું નથી. તેમાં આફરો ચડી આવે છે. તેની વ્યાધિ વધારે વરતાય છે. પણ શ્રદ્ધા ઘણી સારી છે. ફક્ત જ્ઞાનની વાતું કરે જાય છે. બીજો કંઈ જવાબ નહીં ને આપના ઉપર કાગળ લખો ને આમ પ્રશ્નો લખો તે બોલે જાય છે. શ્રદ્ધા સારી છે. અત્યારની વ્યાધિ દરદ જોતા દેહ રેવાનો (રહેવાનો) સંભવ તો (રહેતો) નથી એ જ. વ. પત્રાંક - ૮૩૩ સંવત ૧૯૫૪ વૈ. વદ ૧૩ વવાણિયા જયેષ્ઠ સુદ ૧, શનિ, ૧૯૫૪ સર્વ દ્રવ્યથી સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહાત્મા પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન For Personal & Private Use Only ૨૧૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ S જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે તેમ સમ્યક્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અલ્પેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમાં ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૨ . હૃદયસખા શ્રી સૌભાગ્ય S For Persona v ate Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૬૦ સંવત ૧૯૫૪ના જેઠ સુદ ૪ વાર, ભોમ. શા. શ્રી ૫. શા. રવજીભાઈ પચાણજી સાહેબજીને દેજો. મોરબી થઈ વવાણિયા બંદર. શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર. શ્રી સાયલેથી લિ. અલ્પજ્ઞ બાળક નંબકના નમસ્કાર વાંચશો. આપનો પત્ર ગઈ પરમ દિવસે સાંજે આવ્યો. તે વાંચી રાતે શ્રી ડુંગર પાસે વંચાવવા ગયા હતા પણ શુદ્ધિ નહીં હોવાથી કાગળ નથુલાલને આપેલ તો દશ બજા (વાગ્યા) પછી શુદ્ધિ આવેલી ત્યારે વંચાવ્યો. વળી ગઈકાલે દશ બજે શુદ્ધિ આવી તારે (ત્યારે) ફેર (ફરીથી) વંચાવ્યો. પછી તે કહે કે સાહેબજીએ જે લખ્યું છે તે જ પ્રમાણે ને તેવી વૃત્તિમાં છું, મારે બીજું કાંઈ નથી. હવેથી મને કોઈ બોલાવશો નહિ. મારા ધ્યાનમાં ચૂક પડે છે. તેમ કરી સુતાને બંધ થઆ. તાવ આવી શરીરમાં પ્રજ (ધ્રુજારી) થઈ. ગઈકાલ રાતના નવ વાગતાં શ્રી ડુંગરે સુખ સમાધિ સહિત દેહનો ત્યાગ કરી અપૂર્વ હિત કર્યું છે. તે આપને જણાવવા લખ્યું છે. એ જ. દા. સેવક સંબક પત્રાંક - ૬૧ સંવત ૧૯૫૪ જેઠ સુદી ૭ શનેઉ શ્રી ૧ પરમકૃપાળુ પરમદયાળુ, તરણતારણ બોધસ્વરૂપ, પરમાત્માદેવ, મહાપ્રભુજી, શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના ચરણાય નમઃ શ્રી વવાણિયા બંદર. સાયલેથી લિ. અલ્પજ્ઞ બાળક છોરુ નંબક તથા મણિના અતિ નમ્રભાવે નમસ્કાર વાંચશોજી. બીજું પરમ પૂજ્ય શ્રી ડુંગરશીભાઈનો વિયોગ થતાં અતિ ખેદ થયા કરે છે ને વારંવાર પરમપૂજય મુરબ્બી શ્રી સૌભાગ્યભાઈનો વિયોગ હવે ઘણો વસમો લાગે છે. હવે વિનંતી સાથે અરજ કરીએ છીએ કે હું મારા પ્રભુજી આપ મુંબઈ તરફ પધારવાના છો એવા ખબર સાંભળ્યા છે. તો હે કૃપાનાથ બાળકની અરજ ધ્યાનમાં લઈ અત્રે પધારવા કૃપા કરશો. આપની ઇચ્છા મુજબ રોકશું. હે બાપજી આપના શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન ૨૧૩ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં આવે તેમ કરશો પણ બાળકની સંભાળ રાખશો. આપ અત્રે પધારવા કૃપા કરો ત્યારે અગાઉ ખબર આપશોજી. કૃપાભાવ રાખશો. માતુશ્રીને પાએલાગણું કેશો (કહેશો). અત્રેથી સરવેના પાયલાગણ વાંચશો એ જ વિનંતી. આ કાગળમાં ૧ નાગરદાસનો લખેલ પત્ર બીડ્યો છે એ જ વિનંતી પરમપૂજ્ય કૃપાનાથ મહાપ્રભુજી લિ. બાળક મણિનું પાયલાગણું વાંચશો. ૨૧૪ ... દયસખા શ્રી સૌભાગ્ય For Perso n vate Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – ૧૪ રાજ્યન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈને પૂ. શ્રી સૌભાગ્યભાઈના કારણે જે લાભ પ્રાપ્ત થયેલ છે, તેનો “મંગલમય મૃત્યુ” એ નામના પ્રકરણમાં આપણે ઉલ્લેખ કરેલ જ છે. આ બાબતમાં પૂ. શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુ દેવને જે પત્રો લખેલ છે તે ખરેખર અનુપમ છે, અદ્વિતીય છે. આ પત્રો “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ સંજીવની)”માં છપાયેલા છે. તે અહીં ઉધૃત કરેલ છે કે જેથી જિજ્ઞાસુ મુમુક્ષુજનોને તેનો ખ્યાલ આવે તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈના વિરલ વ્યક્તિત્વથી પરિચિત થાય. પત્ર નં. - ૩૩ ખંભાત, જેઠ વદ-૨, ગુરુ, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી ગુરુદેવ પરમાત્મા, શ્રી ચરણાય નમઃ પરમકૃપાળુ, પરમદયાળુ, શ્રીમદ્ પરમાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીજીની પરમ પવિત્ર શુભ ચરણસેવામાં - મુંબઈ. પૂજ્ય મનસુખભાઈના પવિત્ર હસ્તથી લખેલ પત્ર પ્રાપ્ત થયો છે. પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સોભાગ્યચંદ સાહેબની પવિત્ર સેવામાં મને જવા માટે પરમ પવિત્ર આજ્ઞા થઈ, તેથી પરમાનંદ થયો છે. તે પ્રમાણે વર્તવા પરમ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. જેથી હાલ તુરતમાં મારે સાયલે જવાની ઇચ્છા છે. પણ મારા અંતરાયના ઉદયે બે દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે. કારણ કે મારા પરમ પૂજ્ય પિતાજીને ત્યાં પાંચમ, છઠ એટલે શનિ-રવિના દિવસે જ્ઞાતિ જમવાનો પ્રસંગ છે. જેથી મારા પિતાશ્રી મગનલાલ મને સાયલે જવામાં રોકે તેમ નથી પણ બે દિવસના આંતરામાં કુટુંબાદિના મનમાં વિશેષ ખેદ રહે તેથી હું તથા કીલાભાઈ અત્રેથી વદ-૭ સોમવારે નીકળવાનું ધારીએ છીએ અથવા બની રહે તો છઠને રવિવારે, રાતના નીકળવાનું કરીશું એમ મારી ઇચ્છા રહે છે. છતાં ઉપરનાં કારણોથી આપ પરમકૃપાળુશ્રીને યોગ્ય લાગે તેમ કરવા તૈયાર છું. એટલે આ પત્ર પહોંચે મને જલદી જવાની જરૂર વિશેષ હોય તો શુક્રવારે સાંજ સુધીમાં મને તારથી ખબર મળવાની કૃપા થશે, તો તે જ વખતે હું સાયલા તરફ જવાને રવાના થઈશ. રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો For Personal & Private Use Only ૨૧૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ રાજરત્ન પૂ. અંબાલાલભાઈ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ મને જવાનો બે દિવસનો વિલંબ થયો છે. તેથી શ્રી કીલાભાઈ અગાઉથી સાયલા જવાનું કરત. તેમણે પણ શુક્રવારે અત્રે રોકાવાનો તેવો પ્રસંગ છે. જેથી આપ પરમકૃપાળુદેવ પ્રભુ પાસે વારંવાર નમ્રતાપૂર્વક અતિ દીન ભાવે નમસ્કાર કરી પવિત્ર આજ્ઞાનુસાર વર્તવામાં થયેલા વિલંબની વારંવાર ક્ષમાપના ઇચ્છું છું અને હું દુષ્ટ અવિનયીને મારી અયોગ્યતાની લજ્જામણી વર્તનાને વારંવાર ધિક્કારું છું. પરમ પૂજવાલાયક, શ્રવણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય, એવા મહાભાગ્ય સત્પુરુષ શ્રી સોભાગ્યકારી શ્રી સૌભાગ્યચંદ્રજીની પવિત્ર સેવામાં - ચરણ સમીપ રહેવામાં મારા પુણ્યોદય અને ધન્યભાગ્ય સમજું છું. પણ આવા નજીવા કારણે મારે બે દિવસ રોકાવાનું બન્યું છે. જેથી મારા લજ્જામણા મુખે આપ પરમકૃપાળુદેવ પાસે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું. આજે પત્ર ૧ શ્રી પરમ પૂજ્ય શ્રી સોભાગભાઈ સાહેબ પ્રત્યે લખ્યો છે. જલદીથી ચરણ સેવામાં જવા યોગ્ય કારણ સમજું છું. છતાં થયેલા વિલંબ માટે વારંવાર ધિક્કારું છું. મારી મનોવૃત્તિ પૂજ્ય શ્રી સોભાગ્યચંદભાઈ સાહેબ પાસે છે. છતાં અત્રે રોકાયો છું. કોઈ પણ પ્રકારે મારાથી અવિનય, અશાતના, અભક્તિ કે અપરાધ, અસત્કાર કે કોઈપણ પ્રકારનો દોષ મારા મનથી, વચનથી કે કાયાથી થયો હોય તો વારંવાર ચરણ સમીપમાં પાદાંબુજથી નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય વિધિપૂર્વક નમસ્કાર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય. પત્ર નં. - ૪૪ જેઠ વદી ૮, (?) ભોમ ૧૯૫૩ જેઠ વદી ૮ ભોમ સંવત ૧૯૫૩ના રોજ સાંજના છ વાગ્યે સાયલે જઈ સૌભાગ્યભાઈના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ વારંવા૨ આશ્ચર્યવંત થાઉં છું, ધન્ય છે એવા પવિત્રાત્માને ધારણ કરવાવાળા, જનક જનેતાને કે આવા ધર્માત્માને ઉત્પન્ન કરે છે. એવા ધર્માત્મા જે કુળને વિષે જન્મ પામ્યા છે તે કુળના સહકુટુંબમાં, ગામમાં ને સામાન્યપણે સગા સંબંધમાં જીવોને પણ પરમાર્થ પમાડે છે, અહોહો ! પવિત્રાત્માના કુટુંબ વર્ગના ભક્તિભાવ અને એ પુરુષના આત્માની શુદ્ધ ઉપયોગ સ્થિતિ જોઈ સર્વને વર્તતો પરમાનંદ એવો મૃત્યુના વખતનો દેખાવ, સમીપવાસી તમામ જીવોની એકાગ્રચિત્તપણે ભક્તિ અને રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો For Person Private Use Only ૨૧૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાંકિતપણું જોઈ અતિ અતિ આનંદ થાય છે. એ પવિત્રાત્માના ગુણોનું વિશેષ વર્ણન હું અલ્પજ્ઞ શું કરું ? પણ મારા પ્રત્યેની તે પુરુષની દયા અનુકંપા જોઈ હું બહુ જ આનંદ પામું છું. પણ ચાર દિવસ અગાઉ જવાનો જોગ બન્યો હોત તો બહુ જ આનંદ થાત. એટલું જરા ન જવાયું તેટલો જરા ખેદ રહે છે. એક જ સદ્દગુરુનું સ્મરણ ચિંતવન, ધ્યાન અને એકનિષ્ઠાપણું એ તો એ જ આત્મામાં પ્રકાડ્યું હતું. જેમ જેમ દુઃખની વિશેષતા થતી ગઈ, તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઈ. ગુરુવારે સવારે મેં “સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઈ કહીશ નહીં. આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. દસ વાગે માથાશ્વાસ થયો તે વખતે અત્યંત દુઃખ સ્થિતિ જોઈ તે વખતે દુઃખના લીધે ભુલાવો થઈ જાય એમ ધારી મેં કલાક ૧૦-૪૮ મિનિટે સ્મરણ આપ્યું. તે વખતે ઇન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્મા જ બોલતો હોય અર્થાત તેટલા જ વચનોના પુદ્ગલ કાઢવાના હોય તેવી રીતે પોતે નીચે પ્રમાણે ભાષણ કર્યું : “હા, મારો એ જ ઉપયોગી છે. મારે તને ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ હવે તે વખત નથી. હું સમાધિમાં છું, તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં કારણ તું જે બોલે છે, તેમાં મારો ઉપયોગ દેવો પડે છે. તેટલો વખત મારે ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે.” એટલું ભાષણ કર્યું કે તમામ સમીપવાસી સહકુટુંબ વર્ગ તથા મુમુક્ષુઓએ પરમ ભક્તિભાવે ત્રિકરણયોગે સાષ્ટાંગ દંડવત્થી નમસ્કાર કર્યા. એ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્યતા જોઈ પરમાનંદ થયો હતો, તેથી કુટુંબ વર્ગના કોઈપણ જીવે ખેદ કે ઉદાસભાવ ભયો ન હતો. અડધા કલાક સુધી દેહને દેહભાવે રહેવા દઈ પછી કુટુંબ વર્ગ લોકરૂઢીના અનુસારે રડવા કરવાનું કર્યું હતું. કુટુંબવાસી જીવોને પરમાર્થ પ્રાપ્ત કરવાનો ઉપકાર પોતે સારો કર્યો છે. પોતે તર્યા અને કુટુંબવાળાને તારવાની સમર્થતાવાળા એવા એક ધર્માત્માનો વિયોગ થવાથી અમૂલ્ય રત્ન ખોવા જેવું થયું છે. પ્રગટપણે તમામ જીવો ચરણ સમીપ રહી “શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી પરમ દયાળ હે નાથ !” એ જ વચનો ઉચ્ચારતાં હતાં અને પોતે પણ તે જ વચનો મુખથી કહેતા હતા. ઘણે ભાગે સાયલા ક્ષેત્રવાસી ઘણા જીવોને સપુરુષની શ્રદ્ધા થવાનું નિમિત્ત એવા પવિત્રાત્મા શ્રી સુભાગ્યભાઈથી થયું છે. વધારે શું લખું ? ખચિત્ આ લેખકને પૂજવા યોગ્ય સ્મરણ કરવા યોગ્ય એવા ધર્માત્મા પુરુષનો વિયોગ થવાથી અને તેમના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવવાથી સ્ક્રય ભરાઈ ૨૧૭ .. હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ આવે છે. પણ કાળની કઠિનતા જોઈ નિરૂપાયતા છે અને સદૈવનો તેમના વિયોગનો ખેદ થાય છે. તથાપિ તે પવિત્ર આત્માના મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબંધ ભાવ, દયા, ક્ષમા, અનુકંપા, સહનશીલતા તથા સ્વાભાવિક સરળતા, નિશ્ચય, મુમુક્ષુતા, સદ્ગુરુ પ્રત્યે એકનિષ્ઠા અને આત્મજ્ઞાનની શુદ્ધ તારતમ્યતા એ આદિ ગુણ સંપન્નતા વડે “જે દેહ ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે.” તેથી અત્યાનંદ થાય છે. એવી જે શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈની દશા પ્રત્યેક મુમુક્ષુઓએ વારંવાર સંભારી સંભારીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીમદ્ પવિત્રાત્મા શ્રી સૌભાગ્યભાઈને ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સગુરુશ્રી તેમના પવિત્રાત્માને અખંડ શાંતિ આપો ! એ જ વિનંતી. અત્રે મારું વદ-૧૩ આવવું થયું છે. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. પત્ર નં. - ૪૫ સાયલા, સં. ૧૯૫૩ જેઠ વદ ૧૧, શુક્રવાર શ્રીમદ્ પરમાત્માશ્રી સદ્ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ સદૂગુરુશ્રી, સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં. હે પ્રભુ ! બેહદ દિલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવા યોગ્ય, પરમ સ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેના એકનિષ્ઠતાભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એ એક જ ક્રમ જોઈ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. જેઠ વદ ૧૦ ગુરુવારે ૭ વાગ્યાની સ્થિતિ મેં નિવેદન કરી છે તે પછી ભાઈ મણિલાલે પૂછ્યું કે આપ એક સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીના સ્મરણનો લક્ષ રાખજો ત્યારે કહ્યું કે મને એક જ લક્ષ છે બીજો નથી. પણ હવે તમે મને કંઈ કહેશો નહીં. કારણ કે મારા ઉપયોગથી ચુકાઈ તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ આપવો પડે છે તેથી મને ખેદ રહે છે. એવી પોતે વાત કરી જેથી કાંઈ પણ એમની રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો ૨૧૮ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ સમીપમાં કહેવું બંધ રાખ્યું. દશ વાગતાં માથાશ્વાસા થયો. અત્યંત પીડા છેવટના વખતની પોતે ભોગવવા માંડી. તેથી દશ અને અડતાલીશ (૧૦ ને ૪૮) મિનિટે મારા મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય એમ ધારી ધારશીભાઈની સલાહ લઈ મેં “સહજાત્મસ્વરૂપ” સ્વામી એવું એક છે અને ત્રણવાર નામ દીધું એટલે પોતે બોલ્યા “હા, એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી.” હું સમાધિ ભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહીં. કારણ કે મને ખેદ રહે છે. એટલાં વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું કે ૧૦ ને ૫૦ મિનિટે પોતે દેહનો ત્યાગ કર્યો. તે વખતે ૧૦ ને ૪૮ મિનિટે પોતે ભાષણ કર્યું તે ગળકા ખાઈને તૂટક તૂટક શબ્દ પણ અક્ષર ચોખ્ખો બોલાય પણ જાણે ઇન્દ્રિયો સાવ મરી ગઈ હોય અને માંહીથી આત્મા બોલતો હોય તેવી રીતે પરાણે ઉપર કહ્યાં તે વચનો પરમ કૃપાભાવે પોતાના મુખમાંથી બહાર કાઢ્યાં. એવી અનંત દયા કરી. ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે પૂછ્યું કે આપે ભવનું કાંઈ નક્કી કર્યું ? ત્યારે પોતે કહ્યું કે, હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં... તેથી છેવટના સમયે, અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો તો આ જ ભવે મોક્ષ નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે. ત્યારે મણિલાલે પૂછ્યું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેની મને ખબર કેમ પડે ? ત્યારે પોતે કહ્યું કે, એક, બે મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી વાત કરી તે આપની સેવામાં નિવેદન કરું છું. દુઃખની સ્થિતિમાં પોતે વખતે ઉપયોગ ભૂલી જાય એટલા સારું વખતે વખતે ઉપયોગ આપવાનું થતું તો પોતે કહે કે વારે વારે શું કહે છે, આ જીવને બીજો લક્ષ હોય ! એ જ મારો લક્ષ છે. વળી મૃત્યુના થોડા વખત પહેલાં ગોસળિયાએ બોલાવ્યા તે પોતે કહ્યું કે હાલ બધા છાનામાના બેસી રહો. વખતે વખતે પોતે ઉચ્ચાર કરે તો “હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામી.” ૨૧૯ • હૃદયસખા શ્રી સૌભાગ્ય For pe K ate Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ એ જ વચનો કહેતા હતા અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યા હોય એવી રીતે સહેજે મુખથી નીકળતા હતા. પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા અને વખતે કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું, પણ પછી કોઈએ પણ કહેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવ વેદવા દીધો હતો. કટુંબાદિના ભક્તિભાવ ઘણા સારા હતા. સેવા કરવા બધા સારી રીતે અનુરક્ત રહ્યા હતા અને મૃત્યુ સુધરે એવી રીતે બધા આજ્ઞાનુસાર વર્તતા હતા તેમ પ્રેમ પણ ધર્મની લાગણીનો સારો હતો અને સૌભાગ્યભાઈના ઉપદેશથી લાગણી હાલ પણ કુટુંબવર્ગમાં વર્ધમાનપણે રહી છે. હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજય સૌભાગ્યભાઈના સમાધિ મરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિ મરણ મેં કોઈનું હજુ જોયું નથી. એક રીતે મારા હીન ભાગ્યનો ખેદ રહે છે. આવા પરમ પવિત્ર અમૂલ્ય રત્નનું જીવન લાંબુ થઈ ન શક્યું; જેથી આવો ખરો હીરો મેં ખોયો છે. મને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદનો હું વિસ્તાર કરવાને યોગ્ય નથી. આપ સર્વ જાણો છો, આપ સર્વ દેખો છો. જેથી મારાથી કોઈ પણ અવિનય, અભક્તિ થઈ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. મારા હીન ભાગ્યથી ચાર દિવસ અગાઉ આવવું થયું નહીં. થયું હોત તો મારા ઉપર પોતે દયા કરી કેટલાક ખુલાસા અન્યોઅન્ય કરવાનું બની શકત, પણ મારા અંતરાયથી એ યોગ ન બન્યો. એ મને અત્યંત ખેદ થાય છે પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજું છું. અત્રેથી આજે શુક્રવારે ખંભાત જવા ઇચ્છતો હતો પણ સૌભાગ્યભાઈના કુટુંબાદિનો વિશેષ આગ્રહ હોવાથી આજે રોકાવાનું થયું છે. તો હું અત્રેથી શનિવારે મેલમાં નીકળી ખંભાત જવાને ધારું છું. અત્રે આપ કૃપાળુશ્રી તરફથી પ્રાપ્ત થયેલ સિદ્ધિશાસ્ત્ર તથા મારા હાથે ઉતારેલા ઉપદેશ પત્ર તથા જેઠ માસમાં અત્રે પ્રાપ્ત થયેલા ત્રણ પત્રો એ રીતે હું ભેળો લઈ જવા ધારું છું. ઉતાવળથી અશુદ્ધ ઉપયોગે પત્રમાં કોઈ રીતે અવિનયાદિ કાંઈ પણ દોષ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. હાલ એ જ કામ સેવા ઇચ્છું છું. લિ. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પરમ પ્રેમે નમસ્કાર. રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો ૨૨૦ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ભાઈ મણિલાલે સિદ્ધિશાસ્ત્ર રાખવાની આજ્ઞા મેળવવા સારુ મને આપવાની હાલ ના કહે છે. બીજા પત્ર હું ભેળો લેતો જઈશ. પત્ર નં. - ૪૦ શ્રીમદ્ ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ, દેવાધિદેવ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવ પ્રભુશ્રીની સેવામાં. ગઈ કાલે રવિવારે અત્રે સાંજના મારું આવવું થયું છે. રસ્તામાં આવતાં વીરમગામ સ્ટેશને સુખલાલભાઈના દર્શનનો લાભ થયો હતો. અમદાવાદ એક રાત્રિ વીશીમાં કાઢી હતી. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના વિદેહ થયા પછી વારંવાર તેમના પવિત્ર ઉત્તમોત્તમ ગુણો મને સદૈવ સ્મૃતિમાં આવવાથી મારું દય ભરાઈ આવે છે. તે પવિત્ર પુરુષની દયા, ક્ષમા, દુઃખ વેદવાની સહનતા, અનુકંપા, અસંગપણું, આત્માના શુદ્ધ ઉપયોગની તારતમ્યતા એ વારંવાર મને સ્મૃતિમાં આવ્યા કરે છે. એવા અમૂલ્ય રત્નનો વિશેષ સમાગમ આ લેખકના હીનભાગ્યે અધિક કાળ મને ક્યાંથી હોય. હવે બહુ જ પશ્ચાત્તાપ થાય છે. એવા પરમ પૂજવા યોગ્ય પુરુષની મારાથી કાંઈ પણ સેવા ભક્તિ થઈ નથી. અરેરે પૂ. શ્રી જૂઠાભાઈ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ જેવા અમૂલ્ય રત્નોની મારા જેવા દુષ્ટ જીવોને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઈ. ખરેખર એવા પવિત્ર મહાત્માઓની મને બહુ જ ન્યૂનતા થઈ પડી છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનું જે કુળમાં ઉત્પન્ન થવું થયું છે, તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યોને પણ પરમાર્થ પ્રાપ્ત થવાનું એવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે. | સર્વ કુટુંબ વર્ગ મૃત્યુના પ્રસંગે સમીપ હતું પણ સર્વનું ચિત્ત પરમ પ્રેમે પૂ. સૌભાગ્યભાઈની ભક્તિમાં હતું. છેવટના વખત સુધી તે પુરુષની સમાધિ દશા જોઈ સહર્ષ આનંદ વર્તાતો હતો. કોઈના મનમાં ખેદ તે સ્વાર્થ સંબંધના લીધે મોહાદિ પ્રકારથી રડવું–કરવું કાંઈ હતું નહીં અને શિષ્ય જેમ ગુરુ પ્રત્યે વર્તે તેવી રીતે પુત્રાદિ સર્વ સંબંધીઓ વર્તતા હતા. આજ્ઞાનુસાર વર્તવામાં સર્વને વિશેષ જિજ્ઞાસા હતી. શિષ્ય જેવાં વચનો ગુરુ પ્રત્યે ગુરુપણાની બુદ્ધિથી વાપરે તેવાં જ વચનોથી દીનપણે પુત્રાદિ વર્તતા હતા. એવા એ પવિત્ર પુરુષની કુટુંબ પ્રત્યેની અનુકંપા અને દયા અને તેથી ૨૨૧ દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ વર્ગનો ભક્તિભાવ જોઈ મને ખેદ સાથે આનંદ થયો છે. મને એક એવા પુરુષની ખોટ પડી છે એમ વારંવાર સ્મૃતિમાં આવી ખેદ રહ્યા કરે છે. તેમાં વળી પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાહેબની મારા પ્રત્યે જે દયા, અનુકંપા અને વળી મારા પ્રત્યેનું અસંગપણું એ મને બહુ જ યાદ આવે છે. મારા જવા પહેલાં જેવી મને મળવાની ઇચ્છા હતી, તેવી મારા જવાથી પોતાની અનુકંપા તો તેવી જ હતી પણ મારા પ્રત્યેનું અસંગપણું વિશેષ કરીને પોતાને થયું હતું. હું અલ્પજ્ઞ, એવા અમૂલ્ય રત્નોનું શું વર્ણન કરું ? પણ મને તે પુરુષની બહુ જ ખોટ થઈ પડી છે, એ હવે મને યાદ આવી મારું દય ભરાઈ જાય છે. શોકનો અવકાશ નથી મનાતો. ભાઈ મણિલાલ પાસેથી ઉપદેશ પત્રો પ૦, આશરે, આગળના આવેલા હાથ આવવાથી અત્રે લેતો આવ્યો છું. તથા આપ કૃપાળુશ્રી તરફથી હાલ પ્રાપ્ત થયેલ ઉપદેશ પત્રો ૩ એ રીતે અત્રે લાવ્યો છું. આત્મસિદ્ધિશાસ્ત્ર ભાઈ મણિલાલે હાલ આપ્યું નથી. પછી આજ્ઞા થયેથી મોકલાવીશ એમ કહ્યું છે. છોરું યોગ્ય કામકાજ ફરમાવશો. અલ્પજ્ઞ પામર અંબાલાલના ભક્તિભાવે નમસ્કાર. રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ-સંજીવની) પુસ્તકમાં “ચાર વધાવા” ભક્તિકાવ્ય પાના નંબર ૨૭૯ પર છાપવામાં આવેલ છે. તેમાં “પહેલો વધાવો મારા ! સૌભાગ્યને આંગણે” એમ લખીને જે ભાવાંજલિ અર્પણ કરેલ છે તે પણ અદ્વિતીય છે. -સન્માન પ્રેરક છે. પુરુષાર્થનો ત્યાગ કરેલ દેખાતા છતાં અમારા પ્રાણેશ્વર પ્રભુને આકર્ષી લેવામાં અનવધિ અને અશ્રાંત પુરુષાર્થ વાપરનાર, અમારા પૂજ્ય, નિષ્કામ સ્વાર્થરહિત અને સંસારસાગરમાં બૂડતા અનેક અનાથ જીવોના ઉદ્ધારને અર્થે નિરંતર પરોપકાર બુદ્ધિથી પરિશ્રમ કરનાર મહાત્માશ્રી સૌભાગ્યચંદ્રભાઈને સાદર દયે મારા સાષ્ટાંગદંડવત્ પ્રણામ. (પત્રાંક - ૭૦ પાન નં.-૬૮) ઘણી વેળા મારા પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના ઉત્તમ ગુણો અને ભક્તિ સ્મૃતિમાં આવે છે અને તે વખતે વિચાર થાય છે જે તેમના કરતાં મારે, મારામાં કેટલા ભક્તિભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે, છતાં હું મૂર્ખ અજ્ઞાનતાને લીધે આંખ ઉઘાડી જતો નથી. (પત્રાંક – ૭૨, પાન નં. - ૭૦) રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો ૨૨૨ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૫ શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષ સત્સભા-મહાનુભાવોનાં વક્તવ્યો પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય શતાબ્દી વર્ષના પ્રારંભે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. (સં. ૨૦૫ર, જેઠ વદ આઠમ-નોમ-દશમ ને તારીખ ૮, ૯ અને ૧૦ જૂન, ૧૯૯૬) આ ત્રણ દિવસ દરમ્યાન જુદા જુદા કાર્યક્રમો દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત થઈ. તેમાં તારીખ ૯-૬-૧૯૯૬ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સંચાલિત શ્રી રાજ-સોભાગ આશ્રમના પટાંગણમાંથી શરૂ થઈ સાયલા ગામમાં શ્રી રાજ-સોભાગ શેરીમાં આવેલ પૂ. શ્રી સૌભાગ્યભાઈ રહેતા તે મકાન સુધી ગઈ હતી. આ મકાનના સ્થાને હાલ નવું મકાન “સ્વાધ્યાય હોલ”-મંદિર રૂપે બનાવવામાં આવેલ છે તેને “શ્રી રાજ-સોભાગ વિશ્રાંતિધામ” તરીકે ઓળખવામાં આવે છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય શતાબ્દી વર્ષ નિમિત્તે ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ. આ સભામાં જે જે મહાનુભાવોએ પ્રવચન આપ્યાં હતાં તેના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે. શ્રી ડો. ઘનશ્યામભાઈ માંગુકિયા - રાજકોટ પૂ. શ્રી સૌભાગ્યભાઈનું આત્મદર્શન થાય એવી ભાવના એમણે જ મને આપી છે એટલે થોડી વાતો સમયમર્યાદાને ધ્યાનમાં રાખી કરવા ઉપસ્થિત થયેલ છું. આપ સૌ ભાગ્યવાન છો કે, આ ભૂમિ પર - આ સ્થળ પર - તીર્થ પર ૯૯ વર્ષ પછી ઉપસ્થિત થવાને મહાભાગ્યશાળી થયા છો. ૯૯ વર્ષનો સમય અનંતકાળના હિસાબે કાંઈ નથી. બરાબર ૯૯ વર્ષ પહેલાં પૂ. શ્રી સૌભાગ્યભાઈનું સમાધિ મરણ થયું એના સાક્ષી રહેવા પરમકૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈને ખંભાતથી સાયલા મોકલેલા. શ્રી અંબાલાલભાઈએ સ્મરણ આપવા પ્રયાસ કર્યો ત્યારે શ્રી સૌભાગ્યભાઈ બોલ્યા હતા કે, આ જીવને હવે બીજી કોઈ વાત કે સ્મરણ સંભવે જ નહિ. ફરી કહેવાની ચેષ્ટા કરી ત્યારે પૂ. શ્રી સૌભાગ્યભાઈએ એમ કહ્યું કે, કેવળ લગભગ ભૂમિકાની નજીક છીએ. જો આ ભૂમિકા પ્રાપ્ત થશે તો અમે એ અંગે થોડી પણ વાત કરીશું અથવા નિશાની કરીશું. ૨૨૩ ... દયસખા શ્રી સૌભાગ્ય For Perse l vate Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવ સાથે પૂ. શ્રી સૌભાગ્યભાઈના પ્રથમ મિલન અંગેની વાત તમો સહુ જાણો છો. ચાર લાખ ને એંશી હજાર વર્ષ પહેલાં વીતેલા સત્યુગનાં સ્મરણ આ. શ્રી સૌભાગ્યભાઈને કારણે પરમકૃપાળુદેવ કરી શકતા હોય તો એ સૌભાગ નમસ્કારને પાત્ર જ હોય ને ! વવાણિયામાં જે લાકડાંની મોટી મજબૂત પાટ છે તે આ ઘરમાં રહેલ. શ્રી સૌભાગ્યભાઈ સાથે જ્ઞાનગોષ્ઠિ વેળા પરમકૃપાળુદેવ એના પર બેસતા તે છે. ૪૦ દિવસ સુધી આ પાટ પર બેસી પરમકૃપાળુદેવે સત્સંગનું દાન કરેલ છે. પરમકૃપાળુદેવ ર૩૧મા પત્રમાં જણાવે છે કે, “આપ હજારો વાત લખો પણ જયાં સુધી નિઃસ્પૃહ નહીં હો ત્યાં સુધી વિટંબના જ છે.” અને થોડા સમય પછી આ વિટંબનાથી મુક્ત થઈને સમાધિ મરણ સુધી પહોંચનાર, અરે ! કેવળજ્ઞાનની નજીક પહોંચનાર શ્રી સૌભાગ્યભાઈ આપણા સૌના પ્રેરણાદાતા જ હોય ને - બને ને ! આ કળિયુગમાં - આ પાંચમા આરાના સમયમાં - હૂડા અવસર્પિણી કાળમાં આવો બનાવ બને એ અભુત જ ગણાય ને ! આ રીતે આ ભૂમિ તો તીર્થભૂમિ બની ગઈ છે. ત્યારે આપણે સૌ આ ભૂમિ પર આવ્યા પછી શ્રી રાજ-સોભાગમય ન થઈએ તો જ આશ્ચર્ય ગણાય. ખાતાં-પીતાં-હરતાં-ફરતાં પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ જ યાદ આવવા જોઈએ. આ ચિત્રપટ પણ શુદ્ધ સમક્તિની પ્રતીતિ કરાવે એવું અદ્ભુત છે. ખરેખર તો એ સાક્ષાત્ જ પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ છે, એવું જ્યારે સ્ક્રય અનુભવે ત્યારે જ આપણું અહીં સુધી આવવું સાર્થક ગણાય. ૧૩૨મા પત્રમાં પરમકૃપાળુદેવ લખે છે કે : “ક્ષણમપિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા”- “ક્ષણવારનો પણ સપુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” એ વાક્ય મહાત્મા શંકારાચાર્યજીનું છે; અને તે યથાર્થ લાગે છે. મેં લાખોવાર વિચારી છે. કેવી અદૂભુત વાત છે ! એક ક્ષણવારનો સપુરુષનો સંગ સંસાર સાગર પાર કરાવી દે. આત્માનું કલ્યાણ થઈ જાય. વવાણિયાસાયલા અને રાજકોટનો ત્રિવેણી સંગમ તો અભુત-અભુત છે. આ તો સંતો – સતીઓની ભૂમિ છે. આપણા તો આ બન્ને મહાત્માઓ ગુરુસ્થાને જ છે માટે જ આ બન્ને સંતોને, સપુરુષોને કોટિ કોટિ વંદન કરી વિરમું છું. આ સાયલાને પણ નમસ્કાર કરું છું. મહાનુભાવોનાં વક્તવ્યો ૨૨૪ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ગોકુલભાઈ - અમદાવાદ આજે પરમ ઉપકારી પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયની શતાબ્દીની શુભ શરૂઆત થાય છે. પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈનું જીવન આ પંચમકાળની પરાભક્તિનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈના સંબંધો માત્ર આ ભવના જ નહિ પરંતુ અનેક ભવોના ચાલ્યા આવે છે. દરેક જીવોના ઋણાનુબંધ જયાં જ્યાં હોય છે, તેવા તેવા જીવોના ઋણાનુબંધના કારણે તે તે જીવોના નિમિત્તે કલ્યાણ થાય છે. પરમકૃપાળુદેવે પૂ. શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે ઘણા દયના ઉગારો શ્રીમુખેથી કાઢ્યા છે તે યાદ રાખવા જેવા છે. ગ્રંથિભેદ થઈ આત્મા નિર્વિકલ્પ દશા અનુભવે એ અનુભૂતિ એમને દેહ છૂટ્યા પહેલાં એકાદ મહિનો બાકી રહેલ ત્યારે થઈ હતી. આપણે આગળ થઈ ગયેલ જ્ઞાનીઓના ચિત્રપટોની પૂજા કરીએ છીએ પણ વર્તમાનમાં વિદ્યમાન સન્દુરુષ વિષે એવો અહોભાવ ધરાવીએ છીએ ખરા ! વિરલા પુરુષો જ જ્ઞાનીને ઓળખી શકે છે. જેની પાસે જ્ઞાનદષ્ટિ હોય તે જ સપુરુષને ઓળખે છે. જ્ઞાનીને અંદરમાં સત્ પ્રગટ થયું છે. એમના આત્માની ચેષ્ટા, એમના ઉપયોગની ચેષ્ટા પર આપણી દૃષ્ટિ જાય તો જ્ઞાની ન ઓળખાય એમ બને નહિ. આપણે અત્યારે અહીં ચોથા આરામાં બેઠા હોઈએ એવું લાગે છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈને જે ત્રણ પત્રરત્ન મોકલેલ તે ખરેખર મોક્ષમાર્ગે જવા ઘણા ઉપયોગી છે. (આ પત્રો પ્ર. ૧૮માં લેવામાં આવ્યા છે) (વ.પત્રાંક : ૭૭૯, ૭૮૦, ૭૮૧) પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવનમાંથી આપણને એ શીખવા મળે છે કે, કોઈપણ જ્ઞાની પ્રત્યે અનાદર, અવિનય, અભક્તિ આપણામાં ઉત્પન્ન ન થાય. ભૂતકાળમાં જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં થશે. આ બધા જ જ્ઞાનીઓ પ્રત્યે એકસરખો ભાવ થાય. જે ગુણોનું વર્ણન જ્ઞાની પુરુષે પત્રોમાં કે બોધમાં કરેલું છે તે આત્મામાં પ્રગટ તો લાભ થાય. પૂ. આત્માનંદજી - કોબા પૂ. શ્રી સૌભાગ્યભાઈનો પરમકૃપાળુદેવ પ્રત્યેનો જે ભાવ હતો અને પરમકૃપાળુદેવનો શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે જે ભાવ હતો તે તેમના વચ્ચે થયેલ પત્રવ્યવહારને કારણે આપણે જાણી શકીએ છીએ. જે જે વિશેષણો એકબીજા માટે પ્રયુક્ત કર્યા છે ૨૨૫ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personalvate Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ એ દ્વારા એ બન્ને મહાન લોકોત્તર આત્માઓના અંતરંગની આપણને ઝાંખી થાય છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહોત્સર્ગના શતાબ્દી વર્ષમાં તેમના ગુણો ગાઈએસ્તવીએયાદ કરીએ અને તેમનો ઉપકાર માનીએ, પણ સાથે સાથે એમણે જે સમર્પણ ભક્તિ-સરળતા આદિ ગુણો અને એવો લક્ષ કરી આત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર્યો તેવો આપણે પણ યત્કિંચિત્ કરીએ - જરૂર કરીએ. ડો. રમણભાઈ ચીમનલાલ શાહ - મુંબઈ આ સભામાં પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ એ બન્ને મહાન આત્માઓની અંતરંગ પરિણતિ કેવી હતી અને બન્નેએ એકબીજાના સમાગમમાં રહી એ બન્નેનો આત્મોકર્ષ કેવી રીતે થતો ગયો એની ઘણી સારી રીતે ઝાંખી કરાવવાનો પ્રયત્ન થયો છે. એક શ્રી સૌભાગ્યભાઈ સાયલામાં હતા. એમને પરમકૃપાળુદેવ મળ્યા અને સાયલામાં બન્ને મહાત્માઓ ઘણીવાર સાથે રહ્યા. એ ઘટનાએ સાયલાને જગતમાં પ્રસિદ્ધ કરી દીધું. વિચાર થાય છે કે, બે વ્યક્તિઓને મળવાનું ત્યારે થાય છે કે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ પરિચય કરાવે. તો પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈને વચ્ચે ઇન્ટ્રોડક્ષન કરાવનાર કોણ ? તો અંતઃસ્કુરણાથી શ્રી સૌભાગ્યભાઈને એમ થયું કે, હું પરમકૃપાળુદેવ પાસે જાઉં. એ વખતે પરમકૃપાળુદેવ તો પ્રસિદ્ધિના શિખરે હતા. અનેક લોકો મળવા જતા. પછી તો પ્રસિદ્ધિથી વિમુખ પણ થઈ ગયા. છતાં શ્રી સૌભાગ્યભાઈને એમ થાય છે કે, જે મારી પાસે છે તે હું પરમકૃપાળુદેવને આપું. ક્યારેક એવું બને છે કે જ્યારે જે વ્યક્તિને નજરે જોયેલી ન હોય, સાંભળેલી ન હોય પણ અંતરમાં એટલો ઉમળકો આવે કે, આપણી પાસે જે સર્વશ્રેષ્ઠ છે તે સ્ક્રયથી ગમી ગયેલ વ્યક્તિને આપવા થનગનાટ થાય. વળી તે વ્યક્તિ ઘરે આવે ત્યારે આપણું એમ નહિ પણ સામે જઈને આપીએ. આ જે કાર્ય થયું તેની અંદર ઘણો બધો સંકેત રહેલ છે. આ બન્ને આત્માઓ પૂર્વભવોમાં મળ્યા હશે, જો કે આપણે તે જાણતા નથી. હાલ પણ આ બન્ને આત્માઓ ક્યાં વિચરી રહ્યા હશે તે પણ આપણે જાણતા નથી. શ્રી સૌભાગ્યભાઈ સામે ચાલીને પરમકૃપાળુદેવને આપવા જાય છે. આપણને ઘણી વ્યક્તિઓ મળવા આવતી હોય છે. બધાંને આપણે એક સરખું મહત્ત્વ આપતા નથી. વ્યક્તિને પારખીને મહત્ત્વ આપીએ છીએ. વાત વધારીએ છીએ. તો શું એવું શ્રી સૌભાગ્યભાઈમાં હતું કે જેને લીધે પરમકૃપાળુદેવ એમને આટલા બધા પત્રો લખવા માટે સમય કાઢે છે ? એ જમાનો એવો હતો કે જ્યારે પત્રલેખનની શૈલી મહાનુભાવોનાં વક્તવ્યો ૨૨૬ For Personal Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ હતી. અત્યારે તો આપણે આટલા પત્રો કોઈને લખતા નથી કારણ કે અન્ય સગવડો થઈ ગઈ છે. પણ પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને આટલા બધા પત્રો લખ્યા તો એમાં એમને એમની કંઈક પાત્રતા જણાઇ હશે કે જેથી પત્રો લખવાનું મન થાય અને શ્રી સૌભાગ્યભાઈનો જીવ પણ એવો કે, જેથી પ્રત્યેક વખતે કંઈ ને કંઈ પુછાવ્યા કરે છે. અલબત્ત કંઈક લાચારીથી પોતાની આર્થિક પરિસ્થિતિની વાત કરી બેસે છે. પણ એમ છતાં એ જે કંઈ જિજ્ઞાસા વ્યક્ત કરે છે તેના સમાધાનરૂપે પરમકૃપાળુદેવે જે પત્રો લખ્યા અને પાછા તે પત્રો સચવાઇ રહ્યા એ ઘણું જ મહત્ત્વનું છે. જેને લીધે આ બે વિભૂતિઓ કેવા પ્રકારની હતી તેનો આપણને પરિચય થાય છે. જો એ પત્રો સચવાયા ન હોત તો? જો આ રીતે સંકલનબદ્ધ ન થયા હોત તો? આ બન્ને મહાત્માઓનું સ્ક્રય કેવું હતું - લગની કેવી હતી - આત્મસ્વરૂપ પામવાની તમન્ના કેવી હતી એનો કશો અણસાર આપણને આવત નહીં. એક રીતે કહીએ તો આ પત્રલેખનની શૈલી અનેક રીતે ઉપકારક છે. આજે એનો ઉપયોગ ઓછો થતો જાય છે. બોલાતા શબ્દો કરતાં લખાયેલા શબ્દોમાં નિશ્ચિતતા વધારે હોય છે. એની અંદર પ્રમાણભૂતતા વધારે હોય છે. એની અંદર અધિકૃતતા વધારે હોય છે. એની અંદર વિચારોની વિશદતા આવે છે અને જેટલું પર્યાપ્ત છે એટલું જ લખાય છે. તો આટલું બધું પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને માટે લખ્યું એ બતાવે છે કે શ્રી સૌભાગ્યભાઈ એ જેવી તેવી વ્યક્તિ નહોતા. આપણે એ પણ જાણીએ છીએ કે ઈડરના અનુભવ પછી અને એમની સાધના પછી ઘણું પામી ગયા હતા. એમનો આત્મા મૂળભૂત રીતે તો એવી ઉચ્ચ દશાનો હતો કે તેથી જ આ બધું પામી શક્યા. ક્યારેક એ વિચાર આવે છે કે જ્યારે શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને મળ્યા ત્યારે બન્નેની ઉંમરમાં કેટલો મોટો તફાવત હતો ! અને છતાં બન્ને વચ્ચે પરમાર્થ સખાપણું-મૈત્રીપણું બની ગયું હતું. સામાન્ય રીતે સમાન વય-ગુણ-વ્યસનવાળા વચ્ચે મૈત્રી થાય એમ કહેવાય છે પણ આધ્યાત્મિક મૈત્રીમાં વય જોવાતી નથી હોતી. એમાં કોણ મોટું અને કોણ નાનું એ પણ જોવાતું નથી હોતું. શ્રી સૌભાગ્યભાઈના મનમાં ક્યારેય એવો વિચાર નથી આવેલ કે પરમકૃપાળુદેવ મારા કરતાં આટલા બધા નાના છે કે મારે એમની સાથે મૈત્રી રાખવાનું કારણ શું ? એ જ રીતે પરમકૃપાળુદેવને એવો વિચાર નથી આવેલ કે, મારે ઉંમરમાં મોટા-ઘરડા એવા શ્રી સૌભાગ્યભાઈ સાથે દોસ્તી કરવાને કોઈ કારણ છે ? પણ તમે જુઓ કે જ્યારે જ્યારે પરમકૃપાળુદેવે પત્રો લખ્યા છે ત્યારે ત્યારે શ્રી સૌભાગ્યભાઈ માટે કેવાં કેવાં સંબોધનો કરેલાં છે. પત્રમાં તો મોટાભાગે બહુવચનમાં લખેલ છે પણ હાથનોંધમાં લખે છે કે સોભાગ ! એકવચન. આમ ૨૨૭ - હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ એકવચન હોય કે બહુવચન હોય પણ આધ્યાત્મિક માર્ગની આ મૈત્રી અનિર્વચનીય બની ગયેલ છે માટે જ આ મૈત્રી જીવનના અંત પર્યત નભેલી. શ્રી સૌભાગ્યભાઈએ દેહ મૂક્યો ત્યાં સુધી ચાલેલી. તો આ રીતે આ નાનું સરખું ગામ પવિત્ર થયું – દુનિયામાં જાણીતું થયું. એમના દેહવિલયની શતાબ્દી ઊજવવામાં આવે છે એમાં પૂ. શ્રી બાપુજીની દીર્ઘ દૃષ્ટિએ ઘણો મોટો ભાગ ભજવે છે. આનો આશય એ છે કે, સૌભાગ્યભાઈના આત્માને આપણે સારી રીતે સમજીએ. એમની ભક્તિ-આજ્ઞાંકિતતાસ્થિતિ-દશા આપણે સમજીએ તો એ આપણને ઉપકારક છે. આવા સમારંભ દ્વારા બે-ચાર જીવનને પણ આ વાત સ્પર્શી જાય તો આ પાછળનો ખર્ચ યથાર્થ જ છે. સાયલા ભાગ્યશાળી બનેલ છે. ડો. કુમારપાળભાઈ દેસાઈ - અમદાવાદ શ્રી ગૌતમસ્વામી મહાવીર ભગવાનને વનમાં મળવા જાય છે. મનમાં એમ છે કે, આ મહાવીર ભગવાનના જ્ઞાનને એમણે ઊભી કરેલી વાતને – જન્માવેલ વાદને હું ખુલ્લો પાડી નાખીશ. આ ગૌતમસ્વામી તો મહાન પંડિત ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતો. તેને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. ઉતાવળે આવતાં દૂરથી ભગવાન મહાવીરસ્વામીને જુએ છે અને ભગવાન મહાવીર સ્વામી કહે છે કે, આવો ! પ્રિય ગૌતમ. આશ્ચર્ય થાય છે શ્રી ગૌતમસ્વામીને. ક્યાંથી જાણ્યું હશે આમણે મારું નામ ! મનમાં વિચારે છે કે, મારી કોને ખબર ન હોય ? ભારત વર્ષના વિખ્યાત મહાપંડિત એવા ઇન્દ્રભૂતિને કોણ ન ઓળખે ? હજુ શ્રી ગૌતમસ્વામી વધુ વિચારે તે પહેલાં પરમાત્મા મહાવીરસ્વામી કહે છે કે, પ્રિય ગૌતમ ! તમારા મનમાં એક શંકા છે. અને એ શંકા એ છે કે, જીવ છે કે નહિ ? વર્ષોથી પડેલી એ શંકા. તમો જ્ઞાની છો ને તમને શંકા થાય ત્યારે ભારે મુશ્કેલી થાય. ન સહેવાય ન કહેવાય. પ્રિય ગૌતમ ખરું ને? આ એક ઘટના અધ્યાત્મયુગમાં એ જમાનામાં બની. એનું જ એક અદ્ભુત પુનરાવર્તન આપણે જોઈએ છીએ કે પૂ. શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને મળવા જાય છે. ત્યારે ન ઓળખાણ - ન પરિયચ - ન ખ્યાલ - કશું જ નહિ. આવો સૌભાગ્યભાઈ ! અને હજુ કંઈ પ્રશ્ન પૂછે તે પહેલાં જ પરમકૃપાળુદેવ કહે છે કે પેલા ગલ્લામાંથી ચિઠ્ઠી વાંચી લો. એમાં હતું જે શ્રી સૌભાગ્યભાઈ દર્શાવવા આવેલ તેની વિગત. આ છે અધ્યાત્મ જગતનો ચમત્કાર ! અને એ ચમત્કારનું એક સોપાન-એક પગથિયું એ કદાચ આજની આ સભા છે કે જ્યારે પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય પછી ૯૯ વર્ષ બાદ આપણે એનું સ્મરણ કરવા બેઠાં છીએ ત્યારે સૌથી પહેલો ખ્યાલ આવે છે. મહાનુભાવોનાં વક્તવ્યો ૨૨૮ For Personal Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ઝંઝાવાતોની વચ્ચે-આકરાં સંઘર્ષોની વચ્ચે ભારે મથામણો-મુશ્કેલીઓ-પ્રતિકૂળતાઓની વચ્ચે એમણે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કર્યું ત્યારે એમનું સ્મરણ થાય છે એમની સમતાનું. બીજું સ્મરણ થશે આપણને એમની મમતાનું. બન્ને વચ્ચે કેવો આત્મીય ભાવ છે. જગતમાં અદ્ભુત જ્ઞાન ક્યારે રેલાય છે, ગુરુ ક્યારે અઢળક ઢળી જાય છે, શિષ્ય પર પોતાના જ્ઞાનને ઢોળે છે એનો વિચાર કરજો. ભગવાન કૃષ્ણને કોઈ અર્જુન જોઈએ, ભગવાન બુદ્ધને કોઈ ભિખુ આનંદ જોઈએ તેમ મહાવીરસ્વામીને શ્રી ગૌતમસ્વામી જોઈએ. તો આવી અઢળક ઢળવાની પ્રક્રિયા, પોતાના ભીતરમાં ભાવો સામાના ભીતરના ભાવોના તાલ સાથે જુગલબંધી, સંગીતની ભાષામાં જુગલબંધી કહેવાય એવી અદ્ભુત છે. આ જુગલબંધી અધ્યાત્મની અને અધ્યાત્મની આ જુગલબંધી સંગીતની જુગલબંધીથી બહુ દૂર નથી. આ જુગલબંધી જોઈને આપણે પણ ભાવવિભોર થઈ જઈએ એ સ્વાભાવિક છે ! એમનાં વિશેષણો તો જુઓ : પરમકૃપાળુદેવે પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે વાપરેલાં વિશેષણો અને પૂ. શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવ માટે વાપરેલાં વિશેષણો. એ વિશેષણોની અંદર હું માનું છું કે, આધ્યાત્મિક ઘટના અને વિકાસનું એક સોપાન છે. મુ. શ્રી નલિનભાઈએ કહ્યું કે, અમે પૂ. શ્રી સૌભાગ્યભાઈનું એક પુસ્તક બહાર પાડવાના છીએ તો મારી વિનંતી છે કે, પૂ. શ્રી સૌભાગ્યભાઈનો જે આધ્યાત્મિક વિકાસ છે એને જરૂર બતાવજો અને શ્રી ગોકુલભાઈએ બહુ સાચું કહ્યું કે, હવે લોકોનો ચોપડીમાં રસ ઓછો થતો જાય છે. ચોપડામાં રસ વધતો જાય છે. પણ એવી પરિસ્થિતિમાં પણ આ પુસ્તક બહુ મોટી સેવા કરશે અને એ સેવા કોણ કરશે તો કહ્યું તેમ એ મમતા અને ત્રીજી સૌથી મોટી વાત શ્રી સૌભાગ્યભાઈના જીવનમાં હોય તો એ જે આપણી પાસે નથી તે ક્ષમતા. એવી ક્ષમતા હતી, એવું પાત્ર હતું કે જે પરમકૃપાળુદેવની પ્રત્યેક આજ્ઞાને, પ્રત્યેક વિચારને કે ગહનતાને બહુ સરસ રીતે ઝીલી શકે છે. કદાચ આ જીવનની કલ્પના કરો તો આપણને ત્રણ વસ્તુ મળશે. ક્ષમતા, મમતા અને સમતા અને આ એક નાનકડું સાયલા ગામ ભગતનું ગામ, એ જગતમાં જાણીતું થયું એ વિષે ડૉ. રમણભાઈએ બહુ સરસ કહ્યું કે આ તો તીર્થધામ બન્યું છે. ઇતિહાસમાં જોશો તો જણાશે કે મંદિરો તૂટ્યાં હશે, મૂર્તિઓ તૂટી હશે પણ તીર્થધામ તૂટ્યાં નથી. આજેય કાશી છે, શત્રુજ્ય છે, સમેતશિખરજી છે, કોબા છે, એટલે જ સાયલા આવો ત્યારે એક તીર્થધામમાં આવો છો એવા ભાવથી આવજો. આ તીર્થમાં આવો ત્યારે દયનાં શઢ ખોલી નાખજો. જેમ હોડીના સંઢ ખોલવાથી પવનને કારણે તે સડસડાટ પાણીમાં ચાલે છે તેમ તમારા હૃદયમાં ચૈતન્યની ધારા તમારા ભીતરમાં પ્રવેશવા લાગશે અને ૨૨૯ .. હૃદયસખા શ્રી સૌભાગ્ય For pe For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ એ ધારામાં ક્યાંક તમને પરમકૃપાળુદેવનાં વચન સંભળાશે, ક્યાંક તમને પૂ. શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણની કલ્પના આવશે, તો ક્યાંક પૂ. શ્રી બાપુજીનાં વચનોનું સ્મરણ થશે. આમ આ તીર્થધામમાં આવીએ ત્યારે મારી સૌને એટલી જ વિનંતી છે. કે, અહીં આપ સૌ પધારો ત્યારે એ વિચારજો કે, આપણું જીવન કેવું બને ! આપણે પોતે કેવા બનીએ ? આપણે શું થઈએ ? અહીંથી કંઈક લઈને જવું છે તો એ વસ્તુ લઈને જઈશું કે, જેમ વીજળીના મીટરને જોનાર ભાઈ મીટર પરથી જ જાણી લે છે કે, કેટલી વીજળીનો ઉપયોગ કર્યો છે તેમ આપણા દયના મીટરને એવું બનાવીએ કે, ક્યારેક પરમકૃપાળુદેવ આપણને પૂછે, કોઈવાર પૂ. શ્રી સૌભાગ્યભાઈ પૂછે અથવા પૂ. શ્રી બાપુજી પૂછે ત્યારે જવાબમાં આપણે કહી શકીએ કે, થોડું સારું થયું છે. ઉન્નતિ સાધી શક્યા છીએ. થોડો કંઈ આત્માનો આનંદ આવ્યો છે તો આપણે અહીં આવવું – સમારંભમાં ભાગ લેવો સાર્થક ગણાશે. અસ્તુ ! મા. શ્રી વસંતભાઈ ખોખાણી - રાજકોટ નવ્વાણું વર્ષનો કાળ વીતી ગયો. આ જ જગ્યા પર નવ્વાણું વર્ષ પહેલાં પૂ. શ્રી સૌભાગ્યભાઈએ દેહ છોડેલો. સો મું વર્ષ પ્રારંભ થાય છે. મહાપુરુષોના મૃત્યુના મહોત્સવ થાય છે. અજ્ઞાનીના જન્મના મહોત્સવ થાય છે. અજ્ઞાની તો કેટલી જગ્યાએ હેપી બર્થ ડે કરી આવ્યો છે એટલે એમાં કશી નવાઈ નથી. પરંતુ જીવનનો સાર મૃત્યુ છે અને સાધનાનો સાર સમાધિ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ સમાધિમરણને પ્રાપ્ત કરેલ. સાધનાના સારની ઉપલબ્ધિ મેળવી. વળી વિદ્યમાન સાક્ષાત્ જ્ઞાનાવતાર એવા સત્પષ પરમકૃપાળુદેવે એમના સમાધિમરણની સાક્ષી આપી પરમકૃપાળુદેવ કહે છે કે, “શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે. એમાં સંશય નથી. હે મુનિઓ ! તે દશાનું તમારે વારંવાર અનુપ્રેક્ષણ કરવા યોગ્ય છે. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. જેવું જીવન ધન્ય એથી અધિક ધન્ય મૃત્યુ.” “કેવી છે રાજ-સૌભાગની જોડી કે જેને કોઈ ન શકે તોડી.” જગતમાં રાજ જેવો ગુરુ અને સૌભાગ્ય જેવો શિષ્યસખા મળવા દુર્લભ છે. જ્ઞાનાવતાર તરીકે શ્રીમદ્ રાજચંદ્ર અજોડ છે – અનન્ય છે તો ભક્તાવતાર તરીકે આ. શ્રી સૌભાગ્યભાઈ અજોડ છે. અનન્ય છે. આ જોડીએ જગતને વીતરાગનો અભુત મૂળ માર્ગ કે જે છિન્નવિછિન્ન થયેલો, ખંડિત થયેલ તેને અખંડપણે આ જગતના જીવો સમક્ષ જાગૃત કર્યો, કેવો અદ્દભુત ઉપકાર ! મહાનુભાવોનાં વક્તવ્યો ૨૩૦ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવ જણાવે છે કે, એટલાં એટલાં રહસ્યો અંતરમાં આવે છે પણ પેટ દેવા જેવું એક પાત્ર નથી. જ્યારે આ સૌભાગ્ય એ ચેતનાના પ્રવાહને ઝીલનાર એક સબળ પાત્ર હતા. એટલે ૨૫૦ ઉપરાંતના પત્રોમાં શાસ્ત્રોની ગુપ્ત રહસ્યની વાત-અભુત ગૂઢમંત્રોની વાત પરમકૃપાળુદેવે માત્ર શ્રી સૌભાગ્યભાઈને જ લખેલ છે. આવા શ્રી સૌભાગ્યભાઈની સમાધિમરણની સાક્ષીરૂપ આ પવિત્ર ભૂમિ-જગ્યા-મકાન છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ અને પરમકૃપાળુદેવ વચ્ચેની પ્રથમ મુલાકાત-મિલનની સામ્યતા અઢી હજાર વર્ષ પૂર્વે તીર્થકર ભગવાન મહાવીરસ્વામી અને પૂ. શ્રી ગૌતમસ્વામીની મુલાકાત સાથે સરખાવી જે સામ્યતા શ્રી કુમારપાળભાઈ દેસાઈએ બતાવી તે અદ્દભુત બિના છે. તેનું થોડું આપણે વિશેષ સ્મરણ કરીએ. ભક્ત ભગવાનને ઓળખાવે અને ભગવાન ભક્તને ઓળખાવે. એમ પૂ. શ્રી સૌભાગ્યભાઈ અને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર એમના પત્રોની અંદર આપણને જોવા મળે છે. આપણે આપણી રીતે ઓળખીએ તેને બદલે ભક્ત ભગવાનને ઓળખાવે એમાં વિશેષતા છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ લખે કે, આપની સમર્થાઈનો કોઈ પાર નથી. કઈ સમર્થાઈ ? જીવનાં લક્ષણ શું ? આ જીવ શું ? શ્રી બનારસીદાસજીનો દોહો સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” આના પર પરમકૃપાળુદેવે ત્રણ પત્રો લખેલા છે : ૪૩૬, ૪૩૭, ૪૩૮ અને જીવના એક એક લક્ષણ વિષે લખી અભુત રહસ્યો સમજાવેલ છે. આ જીવ અરૂપી છે – અમૂર્તિ છે. એને એનાં લક્ષણોથી-વેદનથી જાણવાનો છે. ગુણ અને લક્ષણ એમાં લક્ષણ, શું છે ? આ વિષેના ત્રણ પત્રો પૂ. શ્રી સૌભાગ્યભાઈના હાથમાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, પ્રભુ ! આપની સમર્થાઈનો કોઈ પાર નથી ! ગૌતમસ્વામીને જગત આખાનું જ્ઞાન હતું. એક જીવનું જ્ઞાન નહોતું. એ જીવનું જ્ઞાન આપનાર આ જ્ઞાનીપુરુષોની કરુણા. એ લખે કે, કરુણાસિન્ધ અપાર વગેરે. પૂ. શ્રી સૌભાગ્યભાઈના પત્રમાં વિશેષણ આવે છે કે તરણતારણ, બોધસ્વરૂપ સહજાત્મસ્વરૂપ, મહાપ્રભુજી. આ દ્વારા શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવની ઓળખાણ આપતા રહે છે તો પરમકૃપાળુદેવ પણ પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે કેવાં વિશેષણો વાપરે છે ! કેવળબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી, હૃદયરૂપ, શાંતમૂર્તિ, આત્મવિવેક સંપન્ન. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ તો પરમકૃપાળુદેવને કેટલાયે પ્રશ્નો પૂક્યા છે. જેના જવાબમાં પરમકૃપાળુદેવે તો સમગ્ર આગમોને-રહસ્યોને ઠાલવી દીધાં છે. વળી પરમકૃપાળુદેવે ૨૩૧ . હદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી સૌભાગ્યભાઈને પણ પ્રશ્નો પૂક્યા છે. એક પ્રશ્ન એવો પૂક્યો છે કે, સપુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાનને પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે ? એ પ્રશ્નનો ઉત્તર પૂ. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ કે “નિર્પક્ષ થઈ સત્સંગ કરે તો સતુ જણાય ને પછી સપુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી, બાકી ભગવત કૃપા એ જુદી વાત છે.” (પત્રાંક-૩૩૩ અને ફૂટ નોંધ) પૂ. શ્રી સૌભાગ્યભાઈ પત્રોના જવાબ લખે અને પરમકૃપાળુદેવ એના પર છાપ મારે – મહોર મારે કે તમે જે જવાબ લખ્યો છે એ યથાર્થ છે. કેટલો આનંદ આવતો હશે? એક ભક્તને એના ભગવાન એમ કહે કે, તમે જે વિચાર્યું છે – લખ્યું છે એ યથાર્થ જ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ એક પ્રશ્ન લખ્યો : જગતના સ્વરૂપમાં મતમતાંતર કાં છે? પરમકૃપાળુદેવે લખ્યું કે, આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર છે ! હજારો શાસ્ત્રોના પાઠીને પણ આવો પ્રશ્ન ન સૂઝે ! અને તમે અમારા વનવાસના કારણ વિષે જે પ્રશ્ન લખેલ છે એ પ્રશ્ન તો કોઈક જ્ઞાની અથવા એના આશ્રિતને જ સંભવી શકે ! અમે તમારી સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ અને પરમાત્માને જો કોઈપણ પુરુષ પર આ કાળમાં પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો ! આ ઓળખાણથી જ આ બન્ને મહાત્માઓને આપણે ઓળખવાના છે. પરમકૃપાળુદેવને પૂ. શ્રી સૌભાગ્યભાઈનું ઓળખાણ થયું. જ્ઞાન થયા પછીનો એક પત્ર-૧૮૭માં લખે છે કે, ખીમજી વગેરેને એકવાર આપનો સત્સંગ થાય તો જ્યાં એક લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, નહીં તો થવો દુર્લભ છે. આ ખીમજી ખૂબ અભ્યાસુ છે, કેટલા પ્રશ્નો કરે છે ? એવા ખીમજીને જો પૂ. શ્રી સૌભાગ્યભાઈનો લક્ષ થયો છે તેમ થાય તો ખબર પડે કે ક્યાં લક્ષ થાય? સત્સંગ થતો નથી ત્યાં સુધી જીવને ખબર નથી પડતી કે લક્ષ ક્યાં કરવો? “૧. આત્મા છે ૨. તે બંધાયો છે ૩. તે કર્મનો કર્તા છે ૪. તે કર્મનો ભોક્તા છે ૫. મોક્ષનો ઉપાય છે અને ૬. આત્મા સાધી શકે છે. તમે આ જે છ મહા પ્રવચનોતેનું નિરંતર સંશોધન કરજો. ફરી ભલામણ કરે છે કે, જે જે સ્થળોએ તે તે ઊર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો.” એટલે પૂ. શ્રી સૌભાગ્યભાઈ મળતાં પરમકૃપાળુદેવે કહ્યું કે, તમે અમારા માટે જન્મ ધારણ કર્યો હશે. “યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે.” ધન્ય રે દિવસ આ અહો. મહાનુભાવોનાં વક્તવ્યો ૨૩૨ For Persoed vate Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ તેઓ કહે છે કે, “તીર્થકર થવાની ઇચ્છા નથી પણ તીર્થકરે જે કર્યું છે તે કરવાની ઇચ્છા છે.” કેવી ઉન્મત્તતા આવી ગઈ છે. ખંભાતના મુમુક્ષુને કહે છે કે “જો તમો યોગ્યતા લાવશો તો જ્ઞાનપ્રાપ્તિ માટે અન્ય કોઈ સમર્થ પુરુષને શોધવાની જરૂર નહિ રહે.” વીતરાગનો માર્ગ કાળ બળના કારણે ભગવાન મહાવીરના નિર્વાણ પછી અઢી હજાર વર્ષમાં ભગવાનનું શાસન છિન્ન-વિછિન્ન થયું – ખંડિત થઈ ગયું. અખંડ એવા મોક્ષમાર્ગનો બહુધા પ્રકારે લોપ થયો અને જો આ સનાતન માર્ગનો લોપ થાય તો જગતના જીવોના કલ્યાણનો આધાર શો ? પૂ. શ્રી સૌભાગ્યભાઈને ભગવાને પ્રથમ પત્રમાં જ લખ્યું કે, “અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું, અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.” એમાં આ માધ્યમ મળી જાય છે. કર્મનો ઉદય એવો વિશેષ છે કે, શ્રી સૌભાગ્યભાઈ જાણે છે શ્રી ડુંગરશીભાઈને ખબર છે – હવે તમો બહાર આવો – પ્રગટ થાઓ – માર્ગ પ્રકાશો કારણ જગતના જીવો કલ્યાણ માટે આતુર છે. કોઈ માર્ગ બતાવનાર નથી. ત્યારે પણ પરમકૃપાળુદેવ કહે છે કે, આ તો વીતરાગનો માર્ગ છે. સર્વસંગપરિત્યાગ નહિ થાય ત્યાં સુધી માર્ગને પ્રકાશીશું નહિ. જે માર્ગ ન પ્રકાશવો એવો અડગ નિશ્ચય હતો તેને જ પરમકૃપાળુદેવ “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રકાશે છે. બીજી જ ગાથામાં લખે છે કે, વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ.” ખંડ ખંડ થયેલા ભગવાન મહાવીરના માર્ગને ભગવાને આત્મસિદ્ધિમાં અખંડપણે પ્રકાશ્યો - ગાયો. ગાઈને પાછી એને છાપ આપી. “નિશ્ચય સર્વ જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય.” આના પ્રત્યુત્તરમાં શિષ્ય એટલે કે શ્રી સૌભાગ્યભાઈએ જવાબ આપેલ છે કે, “મોક્ષ કહો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” શિષ્ય કહે છે કે પ્રભુ ! આપે નિગ્રંથનો સકળ માર્ગ સંક્ષેપમાં સમજાવી દીધો છે. એટલે ભગવાને કહ્યું કે, નિગ્રંથનો માર્ગ નથી સમજાવ્યો. છએ દર્શન સમજાવ્યાં છે. દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.” ૨૩૩ • દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ભક્ત ભગીરથ જેવા શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવના મસ્તક પરથી જ્ઞાનગંગા જેવી પવિત્ર આત્મસિદ્ધિને વહેવડાવી છે એ નક્કી છે. એટલે બ્રહ્મચારીજીએ કહ્યું કે, ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા” આમ કહીને શ્રી સૌભાગ્યભાઈને ભવ્ય અંજલિ અર્પેલ છે. તો પરમકૃપાળુદેવ કહે છે કે અમારે માર્ગ નહોતો પ્રકાશવો છતાં શા માટે પ્રકાશ્યો ? “શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.” અહીં તો નામ દઈને કહે છે કે, શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરભાઈ, આ સાયલાના ભગીરથની પરંપરા. પૂ. શ્રી નલિનકાન્તભાઈ કોઠારી – સાયેલા પરમકૃપાળુદેવ પોતાનું હૃદય પૂ. શ્રી સૌભાગ્યભાઈ પાસે ઠાલવતા હતા. એટલેજ આપણને આ પત્રસાહિત્ય પ્રાપ્ત થયેલ છે. જેને કારણે પ્રભુની આંતરિક દશાનાં આપણને દર્શન થયાં. પ્રભુનું અને પૂ. શ્રી સૌભાગ્યભાઈનાં દય એવાં મળી ગયેલાં કે, પરમકૃપાળુદેવ મુંબઈથી વવાણિયા જતા કે વવાણિયાથી મુંબઈ જતાં વચ્ચે સાયલા જરૂર પધારતા. શ્રી સૌભાગ્યભાઈનો એ માટે આગ્રહ પણ ઘણો જ હોય, પરિણામે ક્યારેક એક દિવસ તો ક્યારેક બે દિવસ તો ક્યારેક એથી વધારે રહે. એમ વધુમાં વધુ દશ દિવસ એક સાથે અહીં રહેલા છે. જ્ઞાનની વાતો થતી રહે. એ વાતાવરણ કેવું અદ્ભુત હશે તેની કલ્પના જ કરવાની રહે. આ ભૂમિને પરમકૃપાળુદેવે એટલી બધી વાર પાવન કરેલ છે કે, એના પરમાણુનો સ્પર્શ પણ થાય તો આપણે પણ શાંતિનો અનુભવ કરી શકીએ. આપણે સૌ પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ આત્મસાધનાના માર્ગે પ્રગતિ કરીએ અને એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. આધ્યાત્મિક માર્ગદર્શક એવા પૂ. શ્રી બાપુજી (શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા) – સાયલા મારે વધુ બોલવું નથી, પરંતુ એક વાત તરફ આપ સૌનું ધ્યાન દોરવા ચાહું છું. ભગવાન ભક્તને વશ હોય છે અને ઇચ્છા ન હોય તો પણ માર્ગ મૂક્તા જાય. આજે શ્રી વાસુપૂજય જિનપ્રાસાદમાં ભગવાન શ્રેયાંસનાથનું સ્તવન શ્રીમદ્ મહાનુભાવોનાં વક્તવ્યો ૨૩૪ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયજી કૃત ગવાયું તેમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે, “નિરોગી શું રે કિમ મિલે, પણ મળવાનો એકાંત, વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્ત કામણ તંત.” શ્રી શ્રેયાંસ કૃપા કરો - પ. આમાં એમ કહેવામાં આવ્યું કે, “હે ભગવાન ! તું તો વીતરાગી છો. તારો અમને લાભ કેવી રીતે મળે ?” એમ કહી કહે છે કે, “જે ભક્ત છે, તેની ભક્તિનું કામણ, ભક્ત જે ઇચ્છે કરાવી શકે છે.” પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ સર્વસંગપરિત્યાગ કરી બહાર નીકળી માર્ગ પ્રવર્તાવવા માગતા હતા. એ માર્ગ તેઓશ્રી “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકમાં મૂકતા ગયા છે. આપણે જાણીએ છીએ કે આ કાળમાં તીર્થકર ભગવાન મળવાના નથી, તેથી તેના માર્ગની પ્રાપ્તિ ક્યાંથી મળે ? એમ સવાલ થતો હોય તો જુઓ સાંભળો પરમ કૃપાળુદેવ દ્વારા તે જ માર્ગ કહેવામાં આવ્યો છે. ૧. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવા રૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ, કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉં દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને કરાવવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થયે પણ કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.” ૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું. બોધ બીજનું સ્વરૂપ-નિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞા એ ધર્મ છે, એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ - આત્મવિદ્યા પ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વ પ્રકાશ...સાધુ ધર્મ પ્રકાશ, શ્રાવક ધર્મ પ્રકાશ, વિચાર, ઘણા જીવોને પ્રાપ્તિ.” (પત્રાંક-૭૦૯). સંવત ૧૯૫રના ભાદરવામાં રાળજ મુકામે પોતે નોંધ લખી છે કે, “હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવા રૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ, કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે.” બધા સંપ્રદાયો એક થાય તેવો મૂળમાર્ગ પ્રકાશવા ઇચ્છતા હતા. એ એમની ઇચ્છા હોવા છતાં કાળને ૨૩૫ ધ્રયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ પોષાયું નહીં એટલે ૩૩ વર્ષ અને પાંચ માસે કાળધર્મ પામી ગયા. પરમકૃપાળુદેવ ૩૬મા વર્ષે બહાર નીકળવા માગતા હતા કારણ તેઓ જાણતા હતા કે એમનાં વિવિધ કર્મો ક્ષય થઈ વ્યવહારમાંથી અવકાશ પ્રાપ્ત થશે, પણ તે પહેલાં દેહવિલય થઈ ગયો. જૈન ધર્મની વિચિત્ર પરિસ્થિતિ જોઈને એમને ખૂબ ખૂબ અનુકંપા આવતી હતી. આ બધા લોકો ધર્મને નામે શું કરી રહ્યા છે? મહાવીર ભગવાન શું કહી ગયા છે ? એમાં મૂળ વસ્તુ અને સાધનો-નિમિત્તો ખૂટતાં હતાં. “મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.” માત્ર પોતાને જૈન કહેવડાવે છે; છતાં પરમકૃપાળુદેવ તો માર્ગ મૂકતા ગયા છે. તે જે સાધનો દ્વારા માર્ગ પ્રવર્તાવવા માગતા હતા તેની નોંધ કરેલ છે. તેઓ લખે છે કે : “૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું.” શું નોંધ કરે છે તે જોઈએ : “બોધબીજનું સ્વરૂપ નિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય.” પછી લખે છે કે, “ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય.” આ બે વાત કર્યા પછી ત્રીજી વાત કરે છે કે, “પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે.” એટલે કે લોકોને ખ્યાલ આવે કે પ્રત્યક્ષ સદ્ગુરુ જોઈએ, તેથી જ ધર્મ માર્ગે આગળ વધી શકાય છે. પછી ચોથી વાત બતાવે છે કે, “દ્રવ્યાનુયોગ - આત્મવિદ્યા પ્રકાશ થાય.” જેમાં સૂક્ષ્મબોધ-યથાર્થબોધ બને આવી જાય. છયે દ્રવ્યો, ચૌદ ગુણસ્થાનક અને પંચાસ્તિકાય યથાર્થ સમજાય. પછી પાંચમી વાત બતાવે છે કે, “ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે.” એઓશ્રીએ સર્વસંગપરિત્યાગ કર્યો હોત તો આ પ્રકારે કરી શક્યા હોત. છઠ્ઠી વાત “નવતત્ત્વ પ્રકાશ..”ની કરે છે. સાતમી વાત “સાધુ ધર્મ પ્રકાશ.” આઠમી વાત “શ્રાવક ધર્મ પ્રકાશ.” પછી નવમી વાત “વિચાર” એમ નોંધી છેલ્લે દશમી નોંધ કરે છે કે, “ઘણા જીવોને પ્રાપ્તિ.” આપણે વિચારને તાળું માર્યું છે, વિચાર કરતા જ નથી. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે મૂળમાર્ગ શું છે ? શેની પ્રાપ્તિની વાત છે? હમણાં શ્રી વસંતભાઈ ખોખાણીએ કહ્યું અને શ્રી ખીમજીભાઈનો દાખલો આપ્યો. શ્રી ખીમજીભાઈ ઉપર પરમકૃપાળુદેવના ચાર હાથ હતા કારણ કે તેઓ લાયક જીવ હતા. તેથી શ્રી સૌભાગ્યભાઈને લખ્યું કે, “એમને જ્યાં લક્ષ કરાવવાનું છે ત્યાં મહાનુભાવોનાં વક્તવ્યો ૨૩૬ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ લક્ષ કરાવો.” એટલે કે તેમને બોધબીજની પ્રાપ્તિ કરાવો. અમે તો કોઈની સંભાળ રાખી શકતા નથી. છેલ્લી અવસ્થા વખતે પૂ. શ્રી સૌભાગ્યભાઈ પાસે મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવે મોકલ્યા, તેમાં બે ઉદ્દેશ હતા. એક તો પૂ. શ્રી સૌભાગ્યભાઈએ લખેલ કે, “આ શિષ્યમાં કંઈ પરીક્ષા કરવા જેવી નથી અને તમો તેમને જ્ઞાનપ્રાપ્તિબોધિબીજની પ્રાપ્તિ કરાવો અને નહીં તો તમો લખો તો હું કરાવું.” તેથી આઠ દિવસ પહેલાં શ્રી અંબાલાલભાઈને પૂ. શ્રી સૌભાગ્યભાઈ પાસે જવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલી અને સૂચના આપેલી કે પૂ. શ્રી સૌભાગ્યભાઈની સંભાળ લેવી અને સમાધિમરણ થાય એ જોવું. બીજી બાજુ શ્રી સૌભાગ્યભાઈને સૂચના આપેલ કે, આ વખતે શ્રી અંબાલાલભાઈને બોધિબીજની પ્રાપ્તિ કરાવજો. પણ શ્રી અંબાલાલભાઈ ચાર દિવસ મોડા પડ્યા. અત્યારે આપણે જોઈએ છીએ કે સંપ્રદાયોનો કોઈ પાર નથી, વાડાનો કોઈ પાર નથી, વાડામાં કલ્યાણ નથી. અજ્ઞાનીના વાડા હોય. જો પરમકૃપાળુદેવ બહાર નીકળ્યા હોત તો ઘણા જીવોનું કલ્યાણ થાત, પણ તે પહેલાં એમનો દેહ વિલય થઈ ગયો. આપણે સૌ આપણી જાતને પરમકૃપાળુદેવના અનુયાયી કહેવડાવીએ છીએ, તેથી પરમકૃપાળુદેવના અનુયાયી તરીકે આ બાબત ખૂબ વિચારવાની જરૂર છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ જે કહી ગયા છે તે અમને માન્ય છે, એવો સંકલ્પ દરેકે કરવો જોઈએ. પરમકૃપાળુદેવે “શ્રીમદ્ રાજચંદ્ર”માં કોઈ વાત કહેવાની બાકી રાખી નથી. તમને ગમે તે પ્રશ્ન ઊઠે, તમને ગમે તે પ્રકારની શંકા ઊઠે તો તેનો જવાબ તેમાં છે. તેઓ માર્ગ બતાવી ગયા છે એ માર્ગ કયો? તે હું તમને કહું છું. આપણે રોજ ગાઈએ છીએ કે :“મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂ.મા. નોયે પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ, મુ.મા.” આમાં પરમકૃપાળુદેવ પોતે જ મૂળમાર્ગ કહી ગયા છે. ભવદુઃખ એટલે કે જન્મમરણના ફેરામાંથી છૂટવું હોય અને માનની ખેવના ન હોય તો હું જે માર્ગ કહું છું તે ધ્યાનથી સાંભળો એમ પરમકૃપાળુદેવ કહે છે. સમ્યજ્ઞાન સમ્યગદર્શન અને સમ્યફચારિત્રને અલગ અલગ સમજાવ્યાં છે પણ પછી તેઓ કહે છે કે, તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ - મૂ.મા. ૨૩૭ For Personel Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ - મુ.મા.” તે ત્રણે અભેદ રૂપે પરિણામમાં પરિણમી જાય. એટલે કે આત્મારૂપ પરિણમી જાય. વળી તેઓ કહે છે કે, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ - મૂ.મા. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ – મૂ.મા.” જુદી જુદી રીતે સાધના કરતાં જીવોનો વ્યવહાર જુદો જુદો હોઈ શકે અને તે દેશ, કાળ પ્રમાણે ફરતો રહે પણ જ્ઞાનીનો વ્યવહાર એક જ હોય. એને આત્માની પ્રાપ્તિનું જ લક્ષ હોય. જ્ઞાન કોને કહેવાય ? દર્શન કોને કહેવાય ? ચારિત્ર કોને કહેવાય ? એની વ્યાખ્યા કરીને પરમકૃપાળુદેવે સમજાવેલ છે. ચારિત્ર વિષે કહે છે કે એમાં લિંગ કે વેશ આધારિત નથી. પંદરભેદે સિદ્ધ કહ્યા છે. જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આચરણ કરે તો મોક્ષ થાય. આપણો ધર્મ મૂળ સનાતન જૈન ધર્મ છે. આ “મૂળ મારગ” કાવ્યમાં પરમકૃપાળુદેવ આખો-સંપૂર્ણ મોક્ષ માર્ગ મૂકી ગયા છે. આપણે જો એને હદયથી અનુસરવા પ્રયત્નશીલ થઈએ તો ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ. આટલું કહી મારું વક્તવ્ય પૂરું કરું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ મહાનુભાવોનાં વક્તવ્યો ૨૩૮ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૬ શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ જેની ઘણા સમયથી રાહ જોતા હતા એ મહોત્સવ આજ તારીખ ૮-૬-૧૯૯૬થી પ્રારંભ થયો. આનંદ-ઉત્સવ-ઉમંગના વાતાવરણમાં આ મહોત્સવ એટલે પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયનો શતાબ્દી મહોત્સવ. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ ૧૯૫૩ના જેઠ વદ દશમના સવારે ૧૦.૫૦ કલાકે એમના નશ્વર દેહનો ત્યાગ કરેલ. હાલ ૨૦૫ની સાલ ચાલે છે એ રીતે જોતાં નવ્વાણું વર્ષ પૂર્ણ થયાં અને એકસોમું વર્ષ શરૂ થયું છે. એટલે જ શ્રી સૌભાગ્ય દેહવિલય શતાબ્દી વર્ષની ઉજવણી ત્રણ દિવસ માટે રાખવામાં આવી છે. ઉપરાંત આ સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં પુસ્તક પ્રકાશન-પ્રદર્શન, પ્રવાસ-ફિલ્મ-વક્તાઓનાં પ્રવચનો વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પ્રવાસમાં એવાં સ્થળોનો સમાવેશ કરેલ છે કે જ્યાં જ્યાં પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથે રહ્યા હોય. તારીખ ૧૯થી ૧૧ સપ્ટેમ્બર, ૧૯૯૬ના જેતપર, મોરબી, વવાણિયા અને રાજકોટની યાત્રા. તારીખ ૨ થી ૪ જાન્યુઆરી ૧૯૯૭ના વટામણ, ખંભાત, વડવા, રાળજ, નાર, કાવિઠા, અગાસ, બાંઘણી, ઉત્તરસંડા, નડિયાદ, અમદાવાદ વગેરે સ્થળોની યાત્રા અને તારીખ ૧૨ થી ૧૪ માર્ચ ૧૯૯૭ના ઈડરની યાત્રા ઉત્સાહપૂર્ણ સંપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. આ બધાં જ સ્થળોએ પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈએ સાથે રહી સત્સમાગમ કર્યો છે. કુલ પ૬૦ દિવસના આ સત્સમાગમમાં પરસ્પર બન્નેને ખૂબજ લાભ થયેલ છે. આ કારણે જ જગતના અન્ય જીવોને પણ લાભપ્રદ અનુભવ થયા છે એ પણ નિઃશંક વાત છે. જો આ સત્સમાગમ ન થયો હોત તો જે પત્રવ્યવહાર થયો એ થયો જ ન હોત અને જો પત્રવ્યવહાર ન થયો હોત તો પરમકૃપાળુદેવની આધ્યાત્મિક ક્રમબદ્ધ પ્રગતિનો ખ્યાલ આપણને ક્યાંથી થાત? પરમકૃપાળુદેવે લગભગ ૨૫૦ પત્રો પૂ. શ્રી સૌભાગ્યભાઈ પર લખેલ છે. આ હિસાબે પૂ. શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવ પર કેટલા બધા પત્રો લખ્યા હશે ? એમ લાગે છે કે ૫૦૦ ઉપરાંત પત્રો લખ્યા હશે ! પણ એ બધા ઉપલબ્ધ નથી. માત્ર ૬૦ પત્રો જ હાલ મળી શકેલ છે. જો બાકીના પત્રો મળે તો કેટલો બધો લાભ થાય ? આ સમગ્ર વર્ષ દરમ્યાન આ પત્રો શોધી તેને પ્રકાશિત કરવા ઉપરાંત પૂ. શ્રી સૌભાગ્યભાઈ વિષે બાળપણથી કરીને સમાધિમરણ થયું ત્યાર સુધીની વિગતો આવરી લેતું પુસ્તક પ્રકાશન કરવાની પણ યોજના છે. “ભવ્ય શ્રી સૌભાગ' ફિલ્મ બનાવવામાં ૨૩૯ » દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ આવી છે તેમાં શરૂઆતમાં પરમકૃપાળુદેવના જીવન વિષે માહિતી આપીને જ્યારથી પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથે સંપર્ક-સત્સંગ-સમાગમ થયો ત્યારથી તે સમાધિમરણ થયું તે પ્રસંગ સુધીની ફિલ્મ તૈયાર કરવામાં આવેલ છે. આ ફિલ્મને કારણે મુમુક્ષુજનોને અનેરો આનંદ તો મળશે જ પણ સાથે સાથે આંતરિક-આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ પણ થશે એ એનો વિશિષ્ટ લાભ છે. પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં પરમકૃપાળુદેવ તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવન અંગેના પ્રસંગો પરથી બનાવવામાં આવેલ ચિત્રપટો રાખવામાં આવેલ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ ગામમાં જે મકાનમાં રહેતા હતા તેના સ્થાને સ્મૃતિમંદિર બનાવવામાં આવતાં તે મકાન ન રહ્યું. પરિણામે શ્રી રાજ-સોભાગ આશ્રમમાં શક્ય એટલું જૂના મકાનને અનુરૂપ મકાન બનાવ્યું છે. આ મકાનમાં અને આસપાસના ગ્રાઉન્ડમાં પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. આ રીતે પૂ. શ્રી સૌભાગ્યભાઈને યાદ કરી ભાવાંજલિ અર્પી છે. સમગ્ર વર્ષ દરમ્યાન અવનવા કાર્યક્રમો દ્વારા શ્રી સૌભાગ્યભાઈને યાદ કરીશું તેમ જ તેમના જીવનમાંથી પ્રેરણાનાં પાન કરીશું. જેઠ વદ આઠમ ૨૦૫ર શનિવાર તારીખ ૮-૬-૧૯૯૬ના રોજ ત્રિદિવસીય સમારોહનો શુભ પ્રારંભ સવારના ધ્યાન તેમ જ આજ્ઞાભક્તિથી થયો. આજ્ઞાભક્તિ બાદ પૂજ્ય બાપુજી (પૂ. શ્રી લાડકચંદભાઈ) દ્વારા પત્રાંક-૭૭૯ સમજાવવામાં આવેલ. આ પત્રમાં ત્રણ પદ પરમકૃપાળુદેવે ઉલ્લેખ કરેલ છે. તેમાં (૧) સ્વભાવજાગૃતિદશા (૨) અનુભવ ઉત્સાહ દશા અને (૩) સ્થિતિદશાનાં પદો છે. આમાંનું પ્રથમ પદ સ્વભાવજાગૃતદશા વિસ્તૃત રીતે સમજાવેલ. ૧૦-૧૫ થી ૧૧-૧૫ સ્વાધ્યાયમાં પૂ. શ્રી નલિનભાઈએ “શ્રી સોભાગ પ્રત્યે” પુસ્તકમાંથી ક્રમાનુસાર પત્રોનું વાંચન કરેલ. ત્યારબાદ શ્રી વિક્રમભાઈએ “અધ્યાત્મ રાજચંદ્ર', ડૉ. ભગવાનદાસ મહેતાના પુસ્તકમાંથી પરમકૃપાળુદેવ તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈના પ્રથમ મિલન અંગેના પ્રકરણનું વાંચન કરેલ. બપોરે ૩-૧૫ થી ૪-૧૫ કલાક દરમ્યાન ત્રિદિવસીય મહોત્સવનું વિધિવત્ ઉદ્ઘાટન પૂ. શ્રી મનુભાઈ મોદીના વરદ્ હસ્તે કરવા નક્કી થયેલ પણ તેઓશ્રી નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શક્યા નહીં એટલે પૂજ્ય બાપુજીએ શ્રી વિક્રમભાઈ અને શ્રી મિનળબહેનને ઉદ્ઘાટન કરવા જણાવેલ ત્યારે શ્રી વિક્રમભાઈની વિનંતીથી પૂ. શ્રી બાપુજી, શ્રી નલિનભાઈ વગેરેએ સાથે રહી દીપ પ્રગટાવી શ્રી સૌભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ ૨૪૦ S For Person Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ઘાટન કર્યું. દીપકમાં સાત જ્યોત હતી. ૪-૧૫ કલાકે પ્રદર્શનનું (આગળ માહિતી આપેલ છે) ઉદ્ઘાટન સુબોધ પુસ્તકાલય ખંભાતના પ્રમુખશ્રી અમુભાઈ શેઠના વરદ હસ્તે થયું. આ પ્રદર્શન સમગ્ર વર્ષ દરમ્યાન જોઈ શકાય એ રીતે ગોઠવવામાં આવ્યું છે. તેનું સર્વે મહેમાનો તેમ જ મુમુક્ષુગણે નિરીક્ષણ કરી, લાભાન્વિત થયા. સાંજે ૬-૪૫ થી ૭-૦૦ દરમ્યાન આરતી, મંગલદીવો તથા દેવવંદન અને આત્મસિદ્ધિ શાસ્ત્રનું પઠન થયું. રાત્રે ૮-૧૫ થી ૮-૩૦ દરમ્યાન શ્રી મિનળબહેને “શ્રી સોભાગ પ્રત્યે” પુસ્તકમાંથી ક્રમાનુસાર પત્રોનું વાંચન કર્યું તથા ત્યારબાદ તા. ૯-૬-૧૯૯૬ના રોજ યોજાનાર શોભાયાત્રાની બોલી બોલવામાં આવી. જેઠ વદ નોમ, ૨૦૫ર રવિવાર, તારીખ ૯-૬-૧૯૯૬ આ દિવસે સવારે પ-00 થી પ-૩૦ ધ્યાન. પ-૩૦ થી ૬-૪૫ આજ્ઞાભક્તિ તથા દેવવંદના કર્યા બાદ પૂ. શ્રી બાપુજીએ પત્રાંક-૭૭૯માંથી બીજું પદ “અનુભવ ઉત્સાહ દશા” વિગતપૂર્ણ રીતે સમજાવ્યું. ૯-૩૦ કલાકે શોભાયાત્રા શ્રી રાજ-સોભાગ આશ્રમથી શ્રી રાજ-સોભાગ વિશ્રાંતિધામ (ગામમાં) સુધીની યોજવામાં આવેલ. શોભાયાત્રામાં અમદાવાદથી આવેલ બેન્ડના સૂરો રેલાતા હતા તો ગ્રામ્ય વિસ્તારના ભાઈઓની મંડળીએ દાંડિયા રાસની રમઝટ જમાવી. ભાઈઓમાંથી ઘણાએ સાફા બાંધેલા તો બહેનોએ એકસરખી સફેદ સાડી જેની બોર્ડર લાલ બાંધણી પ્રકારની હતી તે પહેરી માથે કુંભ મૂકીને શોભાયાત્રાને દીપાવી હતી. આ બધું દશ્ય અવર્ણનીય હતું. શોભાયાત્રામાં સૌ પ્રથમ ધ્વજાઓ ત્યારબાદ બેન્ડ પાર્ટી. પછી પરમકૃપાળુદેવના ચિત્રપટનું સૌ પ્રથમ બળદ ગાડું, પૂ. શ્રી સૌભાગ્યભાઈના ચિત્રપટ સહ દ્વિતીય બળદ ગાડુંપરમકૃપાળુદેવ તથા પૂ. શ્રી સૌભાગ્યભાઈનું એક ચિત્રપટ સહ તૃતીય બળદ ગાડું. પૂ. શ્રી લઘુરાજસ્વામીના ચિત્રપટ સહ ચતુર્થ બળદ ગાડું અને છેલ્લે પરમકૃપાળુદેવ “આત્મસિદ્ધિ શાસ્ત્ર” લખે છે તેના ચિત્રપટ સહ પંચમ બળદ ગાડું એમ પાંચ બળદ ગાડાં શણગારેલાં એક પછી એક ચાલતાં હતાં. આ પછી પૂ. શ્રી ડુંગરશીભાઈના ઘેરથી જે વચનામૃતજી પ્રાપ્ત થયેલ તેને પણ શોભાયાત્રામાં સામેલ કરેલ. જેનાં દર્શન કરીને મુમુક્ષુઓ આનંદઉલ્લાસ વ્યક્ત કરતા જણાતા હતા, ધન્યતા અનુભવતા હતા. ત્યાર બાદ એક રથમાં શ્રી પાર્શ્વપ્રભુનાં ધાતુનાં પ્રતિમાજી બિરાજમાન હતાં. અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રભુના રથ આગળ ધ્વજા, દૂધની ધારા, ધૂપ, દીપ, છડી, આદિ લઈને . ધ્રયસખા શ્રી સૌભાગ્ય ૨૪૧ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ભક્તો ચાલતા હતા. સી પાર્શ્વપ્રભુને વંદન કરીને કૃતકૃત્ય થતા હતા. ભગવાનના રથ બાદ ટ્રેઈલર નંબર-૧માં પરમકૃપાળુદેવના જીવન ચરિત્રનાં ચિત્રપટ રાખવામાં આવેલ, જેમાં (૧) શ્રી વવાણિયા જન્મસ્થળ (૨) સાત વર્ષની ઉંમરે જાતિ સ્મરણજ્ઞાન (૩) મુંબઈમાં શ્રી ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં કરેલ શતાવધાન (૪) ઈડરના પહાડ ઉપર શ્રી મુનિઓને દેશના આ ચાર ચિત્રપટોનો સમાવેશ કરવામાં આવેલ. ટ્રેઈલર નંબર-રમાં પૂ. શ્રી સૌભાગ્યભાઈનું પરમકૃપાળુદેવ સાથેનું પ્રથમ ધન્ય મિલન (જેતપર) દર્શાવતું ચિત્રપટ. ટ્રેઈલર નંબર-૩માં પરમકૃપાળુદેવ જ્યારે સાયલા પધારતા ત્યારે પૂ. શ્રી સૌભાગ્યભાઈ લાલ જાજમ બિછાવી તેઓશ્રીને આવકારતા તે અંગેનું ચિત્રપટ. ઉપરાંત ખંભાતમાં પરમકૃપાળુદેવે શ્રી છોટાલાલ માણેકચંદના મકાનની અગાસી ઉપર શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈને શ્રી સુધર્માસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી તરીકે ઓળખાવેલ તેનું ચિત્રપટ. આ ઉપરાંત ત્રીજું ચિત્રપટ શ્રી સૌભાગ્યભાઈને પરમકૃપાળુદેવના વચન પ્રત્યે અડગ શ્રદ્ધા હતી તે અંગેનું રાખેલ હતું. ચોથા ટ્રેઈલરમાં પણ બે ચિત્રપટો : (૧) પૂ. શ્રી સૌભાગ્યભાઈની માંદગી તથા તેમના અપૂર્વ સમાધિમરણ અંગેનું અને (૨) પૂ. શ્રી સૌભાગ્યભાઈને ઘેર રહેતું ચિત્રપટ રાખવામાં આવ્યું હતું. આ બધા માટે તા. ૮-૬-૧૯૯૬ના રાત્રે ૯-૦૦ કલાકે બોલી બોલવામાં આવેલ તે ભાગ્યશાળીઓ બળદગાડામાં, ટ્રેઈલરમાં, ભગવાનના રથમાં બેઠા હતા. આ શોભાયાત્રા શ્રીરાજ-સોભાગ વિશ્રાંતિધામમાં (ગામમાં) થઈ હતી. જે શેરીમાં શ્રી સૌભાગ્યભાઈ રહેતા હતા તે શેરીને “શ્રી રાજ-સોભાગ શેરી” તરીકે ઓળખાવવા સાયલા ગ્રામ પંચાયતે ઠરાવ કરી આ ઠરાવ અનુસાર નામકરણ વિધિ મુંબઈથી પધારેલ પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીના વરદ હસ્તે સવારે ૧૧ કલાકે થઈ હતી. ત્યાર બાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈ નિવાસ કરતા તે સ્થાને તૈયાર થયેલ શ્રી રાજ-સૌભાગ વિશ્રાંતિધામમાં સભા રાખવામાં આવી હતી. આ સભામાં ભક્તિભાવપૂર્વક ભક્તિ કર્યા પછી પૂ. શ્રી વસંતભાઈ ખોખાણી (રાજકોટ), પૂ. શ્રી ડૉ. માંગુકિયા (રાજકોટ), પૂ. શ્રી નલિનકાંતભાઈ કોઠારી (સાયલા) તેમ જ પૂ. શ્રી બાપુજી (સાયલા)એ પ્રાસંગિક પ્રવચનો આપી પૂ. શ્રી સૌભાગ્યભાઈને ભવ્ય અંજલિ અર્પી. આ જ દિવસે એટલે કે તારીખ ૯-૬-૧૯૯૬ના બપોરે ૩-૩૦ થી પ-૩૦ દરમ્યાન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની મહાપૂજા, સાંજે આરતી, મંગળદીવો-દેવવંદન થયા શ્રી સૌભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ ૨૪૨ S For Personal Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ બાદ ૭-૪૫ થી ભક્તિનો કાર્યક્રમ જેની પ્રસ્તુતિ પૂ. શ્રી રાકેશભાઈ સાથે આવેલાં મુમુક્ષુ ભાઈ-બહેનોએ કરી. રાત્રે ૯-૧૫ કલાકે મહોત્સવના અનુસંધાનમાં તૈયાર કરવામાં આવેલ વિડિયો ફિલ્મ શ્રીમદ્ રાજચંદ્રના દાયરૂપ “ભવ્ય શ્રી સોભાગ” દર્શાવવામાં આવી. આ ફિલ્મનું ઉદ્ઘાટન વવાણિયાના શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જયંતિલાલભાઈ પ્રેમચંદ શાહે કર્યું. વિડિયો ફિલ્મમાં શરૂઆતમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના જન્મથી લઈ બાળપણ, અભ્યાસ, કંઠી બંધાવવી, છૂટી જવી, શતાવધાન પ્રયોગ, જ્યોતિષવિદ્યા, વ્યાપાર, લગ્ન વગેરે પ્રસંગો દર્શાવ્યા બાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈને પ્રથમ મિલન (જેતપુર)નો ધન્ય પ્રસંગ અને બીજા કેટલાકનો સમાવેશ છે. ફિલ્મને અંતે પૂ. શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણ અંગે વિગતપૂર્ણ માહિતી દર્શાવી છે. જેઠ વદ દશમ, ૨૦પર, સોમવાર, તારીખ ૧૦-૬-૧૯૯૬ સોમવાર તારીખ ૧૦-૬-૧૯૯૬નો દિવસ એટલે પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયનો દિવસ. સવારે પ-૩૦ થી ૭-૦૦ પૂ. શ્રી રાકેશભાઈ સાથે આવેલ મુમુક્ષુઓએ ભક્તિનો લાભ આપ્યો. ત્યાર બાદ પૂ. શ્રી બાપુજીએ “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” એ પદ વિસ્તારથી રહસ્ય ખોલીને સમજાવ્યું. આજ્ઞાભક્તિ પછી સવારે ૭-૩૦ કલાકે “સોભાગ પરા”ના પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન જાણીતા તત્ત્વચિંતક ડૉ. કુમારપાળભાઈ દેસાઈના વરદ હસ્તે થયું. સભાને પૂ. શ્રી બાપુજી ઉપરાંત પૂ. શ્રી નલિનકાંતભાઈ તેમ જ ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ સંબોધેલ. સભાનું સંચાલન ટ્રસ્ટીશ્રી વિનુભાઈ શાહે કર્યું. સાયલાની ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી સાયલાના એક પરા તરીકે “સોભાગ પરા”ની સ્થાપના કરવા નિર્ણય લીધો. આ દિવસથી હાઈ-વેની સામેની બાજુ આવેલ ક્ષેત્રનો સમાવેશ આ “સોભાગ પરા”માં થાય છે. જેમાં શ્રી રાજ-સોભાગ આશ્રમ ઉપરાંત સરકારી ગેસ્ટ હાઉસ, ખોજા કોમ્યુનિટી સેન્ટર પાછળ વિકસી રહેલ બંગલાઓનો ભાગ વગેરેનો તેમાં સમાવેશ કરેલ છે. સોભાગ પરાની શરૂઆત જયાં થાય છે ત્યાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. શ્રી સૌભાગ પર શ્રી રાજ -સૌભાગ આશ્રમ સાયલા ૨૪૩ .. હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ સવારે ૧૦ થી ૧ દરમ્યાન “ભવ્યશ્રી સૌભાગ સંસ્મરણ સત્ સભા”નું આયોજન કરવામાં આવેલ. આ સભામાં શરૂઆતમાં ભક્તિ કર્યા બાદ પ્રાસંગિક પ્રવચનો પૂ. શ્રી બાપુજી, પૂ. શ્રી નલિનકાંતભાઈ, પૂ. શ્રી ગોકુલભાઈ, પૂ. શ્રી આત્માનંદજી, શ્રી વસંતભાઈ ખોખાણી, પૂ. શ્રી રાકેશભાઈ, ડૉ. રમણભાઈ અને ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ કર્યા અને પૂ. શ્રી સૌભાગ્યભાઈને ભવ્ય અંજલિ અર્પી હતી. આ સભાને અંતે સાયલા આશ્રમના ટ્રસ્ટી શ્રી વજુભાઈ શાહે આભાર દર્શન કર્યું. સભાનું સંચાલન ટ્રસ્ટી શ્રી વિનુભાઈએ કર્યું હતું. બપોરનો સ્વાધ્યાય કોબા આશ્રમના પ્રણેતા પૂ. શ્રી આત્માનંદજીએ મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૦ ના સંદર્ભે સ્વાધ્યાય કરાવ્યો હતો. ત્યારબાદ પ્રશ્નોત્તરી થયેલ. આ ત્રિદિવસીય મહોત્સવમાં લગભગ આઠસો ભાઈ-બહેનોએ ભાગ લીધેલ જે મુંબઈ, અમદાવાદ, રાજકોટ, મોરબી, વવાણિયા, કોબા, ખંભાત, કાવિઠા, કચ્છ, કલકત્તા અને પરદેશથી આવેલ હતા. આ બધા કાર્યક્રમો યોજવા પ્રેરણા આપનાર પૂજ્ય ગુરુદેવ શ્રી બાપુજી બાણું વર્ષની વયે પણ અત્યંત સક્રિય રહી સૌને માર્ગદર્શન આપતા હતા. સંસ્થાના ટ્રસ્ટીગણના સભ્યશ્રીઓ તેમ જ મુમુક્ષુગણે આનંદ-ઉત્સાહપૂર્વક સહયોગ આપવાને કારણે આ મહોત્સવ દિવ્ય, ભવ્ય અને ગરિમાપૂર્ણ રહ્યો હતો. શ્રી સૌભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ ૨૪૪ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૭ નાટ્યપ્રયોગ દ્વારા શ્રી સોભાગભાઈને સ્મરણાંજલ પૂ.શ્રી સોભાગભાઈના દેહવિલય શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. વર્ષની પૂર્ણાહુતિને અંતે અંતિમ ઉજવણી સાયલા આશ્રમમાં ત્રિદિવસીય મહોત્સવરૂપે ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. તે અંતિમ ઉજવણી દરમ્યાન આશ્રમના મુમુક્ષુઓએ સોભાગભાઈની સ્મૃતિને અવિસ્મરણીય બનાવવા નાટક ભજવ્યું હતું. તે નાટ્યપ્રયોગ એટલો બધો જીવંત રીતે ભજવવામાં આવેલ કે જાણે વર્ષો પહેલાંની બનેલી ઘટના ફરી તાદૃશ્ય થઈ. જે બે નાટકો ભજવ્યાં હતાં તે નાટકોની સંવાદ સહિતની પટકથા અહીં આ પ્રકરણમાં મૂકી રહ્યા છીએ. વાચક વર્ગ માટે એમાંનો અમુક ભાગ દ્વિરુક્તિ જેવો લાગશે છતાં ભવિષ્યકાળમાં તે નાટ્યપ્રયોગ ફરી કોઈ ભજવવા તૈયાર થાય તો તેને માટે સુલભ થશે. જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી. સી મુમુક્ષુજનોને નમસ્કાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના હૃદયસખા, ભક્તશિરોમણિ પૂ.શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયને આજ એકસો વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે આ સમગ્ર વર્ષ “દેહવિલય શતાબ્દી વર્ષ” તરીકે ઊજવવા માટે પૂ. શ્રી બાપુજીએ પ્રેરણા આપી, માર્ગદર્શન આપ્યું, અવનવા કાર્યક્રમો દ્વારા આ સમગ્ર વર્ષની ઉજવણી કરવામાં આવી, તેના કળશરૂપે આજે-અત્યારે આ નાટ્ય-પ્રયોગ રજૂ કરતાં અમે પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ. આ નાટ્ય-પ્રયોગમાં જે ભાષાનો ઉપયોગ કરેલ છે તે અત્યારની ગુજરાતી ભાષા છે. જો કે, સો વર્ષ પહેલાં પ્રયોજાતી ભાષાનો ઉપયોગ કરેલ નથી. સમજવામાં મુશ્કેલી ન થાય એ હેતુથી આમ કરેલ છે. તો ક્ષમ્ય ગણવા વિનંતી છે. જેમ દર્પણમાં આબેહૂબ મુખાકૃતિની પ્રતિકૃતિ નિહાળી શકાય છે, જેમ ગુરુ ગૌતમ સ્વામીથી ભગવાન શ્રી મહાવીર સ્વામીની ઓળખ થાય છે, જેમ શ્રી હનુમાનજીના દયમાં ભગવાન રામચંદ્રજીનાં દર્શન થાય છે તેમ પૂ. શ્રી સૌભાગ્યભાઈના દયમાં પરમકૃપાળુદેવ અહર્નિશ બિરાજમાન હતા. ૨૪૫ ... હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ કવિ શ્રી પ્રિયકાન્ત મણિયાર પોતાના કૃષ્ણ-રાધાના કાવ્યમાં શ્રીકૃષ્ણને પર્વત શિખર સાથે સરખાવી તેના પર પહોંચવા રાધાજી કેડી સમાન છે એમ વર્ણવે છે. તો પરમાર્થ શિખર રૂપ પરમકૃપાળુદેવના ચરણ સ્પર્શવા સૌભાગ્યરૂપ કેડીએ ચાલવું જોઈએ. પરમકૃપાળુદેવ અવારનવાર સૌભાગ્યભાઈના ઘરે સાયેલા પધારતા, ત્યારે તેમના બંને પુત્રો મણિ અને ચંબક સેવા કરતા હોય તેથી તેઓને પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા બંધાયેલ હતી પણ તેઓ બન્ને પર વિશેષ પરમાર્થ રંગ ચઢે એટલા માટે સૌભાગ્યભાઈએ પત્ર દ્વારા પરમકૃપાળુદેવને વિનંતી કરી કે, છોકરાઓને એવું કાંઈક લખી મોકલો કે એ વાંચે અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઈ જાય. તેથી કરુણાસિન્ધ પરમકૃપાળુદેવે પત્રાંક : ૨00 વચનાવલી લખી મોકલાવેલ. આ ૨૦૦મી વચનાવલી તે જ્ઞાનમાર્ગની શ્રેણી છે, મોક્ષમાર્ગની નિસરણી છે. આપણે પણ વાત્સલ્યમૂર્તિ પરમકૃપાળુદેવનાં બાળકો જ છીએ. આ ધર્મપિતામહ નિર્દેશેલી નિસરણી ચઢી આપણે સૌ જીવમાંથી શિવ થઈએ એ ભાવ સાથે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ પ્રસ્તુત કરે છે નાટ્ય-પ્રયોગ “જ્ઞાનમાર્ગની શ્રેણી–વચનાવલી.” જ્ઞાનમાર્ગની શ્રેણી – વચનાવલી નોંધઃ પડદો ઊપડે છે ત્યારે સમગ્ર સ્ટેજ પર અંધકાર છે. આછો આછો પ્રકાશ ફેલાય છે. (સૂર્યોદયની સ્લાઈડ રાખવી.) નેપથ્યમાંથી :- પ્રભાત પ્રગટી રહ્યું છે, પંખીઓનો કલશોર સંભળાય છે. મંદિરના ઘંટારવ ગુંજી રહ્યા છે. સાયલાના સંત કવિ પૂ. શ્રી કાળિદાસભાઈનું પ્રભાતિયું “મોહની નીંદમાં સૂઈ મત રહો સદા” તેનાથી શુભ શરૂઆત કરીએ છીએ. આ પ્રભાતિયું મંદિરમાં કોઈ ગાઈ રહેલ છે. શ્રી સૌભાગ્યભાઈ સાંભળતા જોવા મળે છે. તો ચાલો પોતાની વૃત્તિ સન્મુખ રાખી અસાધારણ-અદ્ભુત-અલૌકિક કાવ્યકૃતિને દયથી માણીયે. મોહની નિંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહિ, સુપનનાં સુખ તણો લ્હાવો લીધો – મોહની, જ્ઞાનમાર્ગની શ્રેણી -વચનાવલી ૨૪૬ For Par ate Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ સ્થિતિ સમજનું વ્હાણું વાયું ભલું, શુદ્ધ સમક્તિનો ભાનુ ભાસે; નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાઁ; મોહ મિથ્યાત્વ અહંકાર નાશે - મોહની, પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે, ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસ પાનથી કાજ સીજે - મોહની તું નહીં પુગલી, દેહ પુદ્ગલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુદ્ગલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું - મોહની સર્વ વ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાન ગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગી તું ચિહ્ન ચૈતન્ય ધન, અચલ અવિનાશી ગુણ કેમ નાશ – મોહની, થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહિ જ્ઞાન તું જ ફોય ભાવે; જેમ જલપાત્ર રવિ દેખિયે નિરમળો, ભાસ દરપણ વિષે તેમ થાવે - મોહની, સર્વને જાણ તે જાણ રૂપ તારું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે; એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખ રૂપ આપનું લક્ષ લાવે – મોહની, લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે - મોહની, (પૂ. કાળિદાસભાઈનું ચિત્ર સ્લાઈડ પર બતાવવું.) ૨૪૭ . દયસખા શ્રી સૌભાગ્ય For Perdedo Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ નોંધઃ પ્રભાતિયું ગવાતું હોય ત્યારે શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવના ચિત્રપટને પ્રણામ કરે છે. પછી વચ્ચે રાખેલ ખાટલા પર બેસે છે. શ્રી સૌભાગ્યભાઈ - હે નાથ ! અનાદિકાળથી આ આત્મા મોહની નિંદમાં સૂઈ રહેલ. હે કૃપાનાથ ! જો આપ ન મળ્યા હોત તો આ પામરની શી દશા થાત ? નોંધઃ પૂ.શ્રી સૌભાગ્યભાઈ સ્ટેજ પર આમતેમ ફરે છે. બારણાં તરફ નજર કરે છે, ત્યાં શ્રી ડુંગરભાઈ પ્રવેશે છે. શ્રી ડુંગરભાઈ - કઈ દશાની વાત કરો છો સોભાગભાઈ ! શ્રી સૌભાગ્યભાઈ :- અરે ! આ જ તો કંઈ વહેલાં આવી ગયા ગોસળિયા ! શ્રી ડુંગરભાઈ :- હા ! દર્શન કરવા નીકળેલ તો દૂરથી તમને બારીમાં જોયા, થયું કે, લાવ મળીને પછી જ ઘેર જાઉં. શ્રી સૌભાગ્યભાઈ :- તો, તો તમો શિરામણી કરીને નહીં આવ્યા હોં ! આપણે સાથે જ શિરામણી કરીશું કેમ ? શ્રી ડુંગરભાઈ :- ના, ના એની કશી જરૂર નથી. પણ હું આવ્યો ત્યારે તમો કંઈક દશાનું કહેતા હતા. તે શું છે ? શ્રી સૌભાગ્યભાઈ :- જાઓ ! ગોસળિયા ! સામેના મંદિરમાંથી એક સુંદર પદ પ્રભાતિયું ગવાતું હતું. “મોહની નિંદમાં સૂઈ મત રહો સદા” એ સાંભળતાં મને વિચાર આવ્યો કે, આ આત્મા અનાદિથી મોહની નિંદમાં સૂઈ રહેલ, એને જગાડનાર પ્રભુ ન મળ્યા હોત તો આ પામરની શી દશા થાત ? ખરી વાત છે ને મારા ભેરુ ? શ્રી ડુંગરભાઈ :- હા, હા ! ખરેખર જો કૃપાનાથ ન મળ્યા હોત તો આપણી શી દશા થાત ? નોંધ: શ્રી સૌભાગ્યભાઈ વળી વળીને બારણા તરફ નજર કરતા હોય છે તેથી ડુંગરભાઈ પૂછે છે. શ્રી ડુંગરભાઈ :- સોભાગભાઈ ! બારણા તરફ વારંવાર કેમ જોયા કરો છો ? શી વાત છે ? શ્રી સૌભાગ્યભાઈ :- ડુંગરભાઈ ! હું ટપાલીની રાહ જોઉં છું. એ હજુ કેમ નહીં જ્ઞાનમાર્ગની શ્રેણી -વચનાવલી ૨૪૮ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ આવ્યો હોય ? ટેમ તો થઈ ગયો છે ! (નેજવું કરી દૂર દૂર નજર નાંખે છે.) શ્રી ડુંગરભાઈ :- શું વાત છે સોભાગભાઈ ! આજ તો ટપાલીની કાંઈ બહુ રાહ જુઓ છો ? શ્રી સૌભાગ્યભાઈ :- આજ તો મારા પ્રભુની ટપાલ આવવી જ જોઈએ ! નોંધઃ વળી આમતેમ નજર કરે છે ત્યાં જ ટપાલી પ્રવેશે છે. શ્રી સૌભાગ્યભાઈના ચહેરા પર આનંદની લાગણી છવાઈ જાય છે. ટપાલી :- શેઠ ! આ લ્યો તમારી ટપાલ, આજ જરા મને મોડું થયું છે એટલે ઊભો નહીં રહું ! શ્રી સૌભાગ્યભાઈ :- અરે ! એમ એ જવાતું હશે ? મણિની બા ! જરા સાકરનો ગાંગડો તો લાવજો. આ તો મારા પ્રભુની ટપાલ આવી છે. નોંધઃ (પત્રને જોતાં જોતાં બોલે છે ) જાઓ ગોસળિયા ! પ્રભુનો પત્ર આવ્યોને ? નોંધ : રતનબા સાકરનો ગાંગડો લઈ આવે છે. શ્રી સૌભાગ્યભાઈને આપવા જાય છે પણ સૌભાગ્યભાઈને આનંદ વિભોર થઈ નાચતા જોતા તે સીધા ટપાલીને ગાંગડો આપે છે. ટપાલી ગાંગડો ખાતો જાય છે. રતનબા :- આજ તો હવે નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર આનંદ ભયો. પરકમ્મા કરીને લાગુ પાય રે સદ્દગુરુજી મારા ! તમો મળ્યાથી મહાસુખ થાય રે વિધ્વંભર વાલા ! નજર્યું કરો તો લીલા નિરખું રે સગુરુજી વાલા ! રાખો તમારે શરણે રે વિશ્વભર વાલા ! આ પદ ગાતાં ગાતાં શ્રી સૌભાગ્યભાઈ પોતે પત્ર હાથમાં રાખી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ જાય છે અને ગોળ ગોળ ફરે છે. શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! વ્યંબક ! આજ તો આપણાં નાથનો પત્ર આવેલ છે ! તે પણ તમારા બન્ને પરનો છે. મણિ :- શું પ્રભુનો પત્ર આવેલ છે ! અમારા પર ? શ્રી સૌભાગ્યભાઈ :- હા ! લ્યો આ પત્ર ! ખોલો અને વાંચો. પ્રભુએ શું લખેલ છે? અરે ! ઉજમ ! બેન અહીં આવને ? બેસ. પ્રભુનો પત્ર ૨૪૯ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ તો સાંભળ. (મણિ પત્ર લઈ ખોલે છે અને વાંચવાની શરૂઆત કરે છે. પણ થોડો અટકે છે. ઉજમબા કામ કરતાં અટકે છે અને બેસે છે.) શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! કેમ થોભ્યો ? જલદી વાંચને ? મણિલાલ :- બાપુ ! આપ કહો છો તો હું વાંચું છું, પણ પ્રભુએ ચૌદ મુદ્દાઓ લખ્યા જણાય છે. જો આપ અને ડુંગરકાકા તે સમજાવશો તો જ અમને સમજાશે. તો સમજાવશોને ! શ્રી સૌભાગ્યભાઈ :- ભલે, હું અને ગોસળિયા બન્ને સમજાવશું હવે જલદી વાંચ ! મણિલાલ :- બાપુ ! પ્રભુએ મુંબઈથી પત્ર લખ્યો હોય એમ લાગે છે ! ચાલો વાંચું છું. મુંબઈ મહા સુદ, ૧૯૪૭. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે. એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. નોંધઃ મણિલાલ જરા થોભી પછી સહેજ માથું ખંજવાળતા પ્રશ્ન કરે છે. મણિલાલ :- બાપુ ! જીવ પોતાને ભૂલી ગયો છે ? કોઈ પોતાને ભૂલી શકે ખરો ? શ્રી સૌભાગ્યભાઈ :- હા ! આ જીવ એટલે આપણો આત્મા. આ આત્માને અનાદિકાળનો દેહાધ્યાસ રહ્યો છે. જ્યાં જ્યાં જે જે યોનીમાં જન્મ લીધો ત્યાં ત્યાં તે શરીરને પોતાનું માન્યું. જેમ આ શરીર પર પહેરેલાં કપડાં શરીરથી જુદાં છે તેમ આ શરીરમાં રહેલો સ્વાર પ્રકાશક આત્મા તેનાથી તદ્દન ભિન્ન છે. એમ પ્રભુ કહે છે. જેમ છોકરું કાંખમાં હોય અને કોઈ મા કહે છે કે, મારુ છોકરું ક્યાં ગયું? તો છોકરું તો પાસે કાંખમાં તેડ્યું છે પણ પોતે તેને ભૂલી ગઈ છે. તેવી રીતે જીવ પણ પોતાને ભૂલી ગયો છે. તેથી તેને સત્સુખનો વિયોગ છે. રતનબા :- પણ ભાઈ ! સત્ સુખ એટલે શું ? જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી ૨૫O For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌભાગ્યભાઈ :- ગોસળિયા ! તમે સમજાવશો ? શ્રી ડુંગરભાઈ :- હા, સસુખ એટલે મોક્ષનું સુખ કે જે સુખ આવ્યા પછી જાય નહિ. અવ્યાબાધ ચિરકાળ આનંદની પ્રાપ્તિ તે. સર્વ આસ્તિક ધર્મ પણ તેનો સ્વીકાર કરે છે. મણિ ! આગળ વાંચ ! શ્રી મણિલાલ :- પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! ફરીથી વાંચ તો ! | (મણિલાલ ફરીથી વાંચે છે.) શ્રી સૌભાગ્યભાઈ :- પ્રભુ કહે છે કે હું કોણ છું એ જડતું નથી એ જ અજ્ઞાન. અનાદિનો અંધકાર પણ પ્રકાશ થવાથી ક્ષણમાં દૂર થાય છે તેમ નિજસ્વરૂપ જ્ઞાનનો પ્રકાશ થવાથી અજ્ઞાનરૂપી અનાદિનો અંધકાર નાશ પામે છે એમ શંકારહિત ચોક્કસ માનજો. નોંધઃ (લાઈટ ઈફેક્ટ આપવી.) શ્રી મણિલાલ :- જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. શ્રી ચંબક :- બાપુ ! જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એટલે શું? શ્રી સૌભાગ્યભાઈ :- બોલ મિઠાઈ ક્યાં મળે? શ્રી ચંબક :- કંદોઈની દુકાને. શ્રી સૌભાગ્યભાઈ :- અને શાક ક્યાં મળે? શ્રી રતનબા :- શાકવાળા પાસે જ ને ! શ્રી સૌભાગ્યભાઈ - ત્યારે જ્ઞાન ક્યાંથી મળે ? જ્ઞાની પાસેથી જ મળે ને? ઉજમબા :- જ્ઞાની કોને કહેવાય ? શ્રી સૌભાગ્યભાઈ :- જ્ઞાનીની વ્યાખ્યા તમે જ સમજાવોને ડુંગરભાઈ ! શ્રી ડુંગરભાઈ :- હા, જ્ઞાની એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. ક્ષણ ક્ષણ અસ્થિરતારૂપ વિભાવિક મોહદશા જેની નિર્મુળ થઈ ૨૫૧ .. દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ છે, જે સદાય સમદર્શી છે, જે પોતાના ઉદય કર્મ અનુસાર વિચરે છે, પૂર્વાપર-અવિરોધ અપૂર્વ જેની વાણી છે, જે ષદર્શનના તાત્પર્યને જાણતા એવા પરમશ્રત છે, તે જ્ઞાની છે, તેથી જ્ઞાન તેઓ પાસેથી મળે એ સ્વાભાવિક સમજાય છે. પણ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો સહવાસ જીવ છોડતો નથી અને તેને જ પ્રભુએ અનંતાનુબંધી કષાયનું મૂળ કહેલ છે. શ્રી ચંબક :- અનંતાનુબંધી કષાય એટલે શું? શ્રી ડુંગરભાઈ :- જો ચંબક ! જે અનંત સંસાર વધારે તે અનંતાનુબંધી. સતુદેવ, સદ્ગુરુ અને સત્કર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી, તેમ જ અસદેવ, અસગુરુ તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃત્કૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા “અનંતાનુબંધી કષાય”, સંભવે છે. સમજાયું ને ? શ્રી યંબક :- હા કાકા ! શ્રી ડુંગરશીભાઈ :- મણિ ! હવે પત્ર આગળ વાંચજે તો ! મણિ જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો. શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! એ બીજીવાર વાંચ ને? (મણિલાલ બીજીવાર વાંચે છે.) શ્રી સૌભાગ્યભાઈ :- હં, સ્વછંદીપણું હોય ત્યાં સુધી કર્મ કપાય નહીં. અત્યાર સુધી ધર્મની બાબતમાં આપણને જે ગમ્યું તે કર્યું માટે જ ભવભ્રમણ કરીએ છીએ. તેથી જ્ઞાની સદ્ગુરુના શરણે જવું જોઈએ. આમ જિનાગમાદિ સર્વ શાસ્ત્રો માને છે. ડુંગરભાઈ ! મારી સમજ સાચી છે ને ! શ્રી ડુંગરશીભાઈ :- ખરેખર ! સોભાગભાઈ ! તમો સાચા છો. હે મણિ ! આગળ શું લખેલ છે ? શ્રી મણિલાલ :- જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી ૨પર For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. શ્રી યંબક :- કાકા, આ પ્રત્યક્ષ જ્ઞાની કોને કહેવાય ? શ્રી ડુંગરભાઈ :- જો ચંબક ! પ્રભુએ આગળ જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ કહ્યું તો તે જ્ઞાની કેવા હોય તે અહીં જણાવ્યું. અહીં પ્રત્યક્ષ શબ્દ લખ્યો છે. પ્રત્યક્ષ એટલે હાલતા ચાલતા દેહધારીપણું, મન વચન કાયાનું સંયોગીપણું તે. કૈવલ્ય સંપન્ન પરમ સદ્દગુરુ તે અરિહંત ભગવાન તથા તે અરિહંત ભગવાનના પરમ ઉપાસક એવા આત્મજ્ઞાની સદૂગુરુની આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે પણ આપણામાં માનભાવ હોય તે કહેવા આવે નહીં પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્ર કરતાં મીઠાં પાણીનો કળશો તૃષાતુરની તૃષા છીપાવે તેમ. હાં મણિ ! પ્રભુ હવે શું લખે છે ? શ્રી મણિલાલ :- જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. શ્રી સૌભાગ્યભાઈ :- પ્રત્યક્ષ સગુરુને શોધી એકનિષ્ઠાએ તે સત્પરુષના ચરણ કમળમાં સર્વભાવ સમર્પણ કરી તેની ભક્તિમાં લીન થાય. નોંધઃ શ્રી સૌભાગ્યભાઈ આંખ બંધ કરી થોડીક ક્ષણો બેસી રહે છે. સૌ એમની સામે જોઈ રહે છે. શ્રી મણિલાલ :- જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે. શ્રી ચુંબક - હા ! હા ! મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે. શ્રી મણિલાલ :- આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૨૫૩ . હદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌભાગ્યભાઈ :- હા ! સાહેબજી કહે છે એમ જ છે. શ્રી મણિલાલ :- ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. શ્રી સૌભાગ્યભાઈ :- ડુંગરભાઈ ! છોકરાઓને આ વાત કરોને? શ્રી ડુંગરભાઈ :- હા, અઠ્ઠાણું પુત્રો શ્રી ઋષભદેવ ભગવાન પાસે ગયા હતા. મોક્ષ માંગવા નહીં પણ રાજ માંગવા માટે. તેઓ કહે આ ભરત અમને હેરાન કરે છે, એને કાંઈ કહો. તે અમારા રાજ ભોગવવા દેતો નથી, કહે છે મારું ચક્રવર્તીપણું સ્વીકારો. તો પછી અમે સ્વતંત્ર રાજા શેના? ત્યારે ભગવાને કહેલું કે આ દેહ પડશે ત્યારે આ જમીન સાથે આવશે ? બધાં કહે કે ના. ત્યારે રાજ સાથે આવશે ? બધા કહે ના. તો પછી આ કાયમ જે સાથે આવે એવું રાજ તમને આપું એ લો ને ! તમને કાયમ રહેનારું મોક્ષનું સુખ આપું એ સ્વીકારોને ! જે સુખ કરતાં આ દુનિયામાં મોટું સુખ નથી અને એ સુખ આવ્યા પછી જાય નહીં એમ શ્રી ઋષભદેવ ભગવાને કહ્યું એટલે અઠ્ઠાણું પુત્રો એમના શિષ્ય થઈ ગયા. તેમણે મોક્ષની આરાધના શરૂ કરી દીધી અને એ જ ભવે મોક્ષે ગયા. શ્રી મણિલાલ - પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. શ્રી ડુંગરભાઈ :- જુઓ, રાજા કે રાણીનું મરણ થાય ત્યારે એની પાછળ ગરુડ પુરાણ બેસાડવાની પરંપરા છે. એ ગરુડ પુરાણ સતત સાત દિવસ વંચાય. એ કથામાં પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો હતો. શ્રી રતનબા - શ્રી શુકદેવજીએ શો ઉપદેશ કર્યો હતો? શ્રી ડુંગરભાઈ :- હે પરીક્ષિત રાજા હવે તારું મૃત્યુ આંગણામાં આવી ગયું છે. પરીક્ષિત રાજા કહે. શું બોલો છો ? શુકદેવજીએ કહ્યું “હા.” પરીક્ષિત રાજાએ કહ્યું કે, ક્યારે આવશે તે કહોને ભગવાન ? સાત દિવસ બાદ તક્ષક નામનો સર્પ તને કરડશે અને મૃત્યુ થશે. તો પરીક્ષિત રાજા નાચ્યા. રાજી થયા કે હજી સાત દિવસ બાકી છે ને ? તો શુકદેવજી કહે “હા.” પરીક્ષિત જ્ઞાનમાર્ગની શ્રેણી -વચનાવલી ૨૫૪ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ રાજાએ કહ્યું કે ભગવાન મને એવો રસ્તો બતાવો કે એ મોત આવે તે પહેલાં હું એને જીતી લઉં. શુકદેવજીએ રસ્તો બતાવ્યો કે ભાઈ ! આ રસ્તો છે તું એની સાધના કર પછી પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડ્યો પરન્તુ એ પહેલાં એમણે સાત દિવસમાં એ સાધના કરી લીધી અને મૃત્યુ આવે એ પહેલાં જીવનમુક્ત થઈ ગયા. શ્રી ચંબક :- બાપુ ! આ બે વાર્તા તો સાંભળી પરંતુ તે દ્વારા સાહેબજી કહેવા માંગે છે તે હજુ સમજાયું નહીં. શ્રી સૌભાગ્યભાઈ :- જો ચુંબક ! પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન તેમ જ વૈદિક પરંપરામાં તેજસ્વી ગરસ્થાન પ્રાપ્ત કરનાર શ્રી શુકદેવજી, એ બન્નેએ એ જ ઉપદેશ કરેલ છે કે, આ જીવે સર્વે કર્યું છે એક આ વિના ! તે શું? તો કે, નિશ્ચય કહીએ છીએ કે, સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. હવે સમજાયું ને ? શ્રી ચંબક :- હા, બાપુ ! શ્રી મણિલાલ :- અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે, પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતમુહુર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. શ્રી સૌભાગ્યભાઈ :- હા ! પોતાની ઇચ્છા મુજબ હું જાણું છું, સમજું છું એમ મહેનત કરે, હિમાલય ખોદી પરસેવા વાળ, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. ક્યાં સુધી ? અનંતકાળ સુધી. પરંતુ જે જીવ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થાય તે અંતમુહુર્તમાં, એટલે મણિ આ તારાં બા સામાયિક કરે તેટલા સમયમાં, અડતાલીસ મિનિટમાં, કેવળજ્ઞાન પામી શકે. મણિ ! આગળ પ્રભુ શું કહે છે ? શ્રી મણિલાલ :- શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. શ્રી સૌભાગ્યભાઈ :- શાસ્ત્રોમાં આજ્ઞા લખેલી છે તે પરોક્ષ છે. મન, વચન કાયાના યોગની અપેક્ષાએ વિદ્યમાન નથી, શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, ૨૫૫ ... ધ્રયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પષના અંતર આત્મામાં રહ્યો છે તો પણ આ શાસ્ત્રોના પ્રણેતા મહાજ્ઞાની હોવાને કારણે તે જીવને અધિકારી બનાવે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય જગાડે છે. જ્યાં જ્યાં સાચું એ મારું એવી મધ્યસ્થ દૃષ્ટિ અપાવે છે. પ્રત્યક્ષ સગુરુના ગુણ લક્ષણ દર્શાવી તે સદ્ગુરુને શોધવા પ્રેરે છે. એમ સપાત્ર બનાવી, સજીવન મૂર્તિ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા સમર્થ બનાવે છે. હું પછી? શ્રી મણિલાલ :- આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. શ્રી ડુંગરભાઈ :- મણિ ! જો હું સમજાવું. આ મોક્ષમાર્ગની નિસરણી કહી. ભગવાન ઋષભદેવથી શ્રી વર્ધમાન મહાવીર સ્વામી સુધી અને આજ પર્યન્ત મોક્ષ માટેનો આ એક જ માર્ગ છે. શ્રી મણિલાલ :- એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. શ્રી ઉજમબા અને શ્રી રતનબા - આ ગુપ્ત તત્ત્વ એટલે શું? (પરમ ઉત્સુકતા સાથે બને પૂછે શ્રી સૌભાગ્યભાઈ - ગોસાળિયા ! પ્રભુએ આમાં મર્મ કહી દીધેલ છે. શ્રી ડુંગરભાઈ :- હા, ખરેખર ! શ્રી સૌભાગ્યભાઈ :- આ ગુપ્ત તત્ત્વ એટલે બીજજ્ઞાન, કે જે જ્ઞાનમાંથી જો જીવ પુરુષાર્થી થાય તો તેમાંથી કૈવલ્ય જ્ઞાનરૂપી વૃક્ષ ઊગે. આ ગુપ્ત તત્ત્વને ગુરુગમ કહો, સુધારસ કહો, ઉપશમ કહો અથવા બોધીબીજ કહો. અને તેની પ્રાપ્તિ શ્રી સદગુરુ ભગવાન પાસેથી થાય. શિષ્યમાં પાત્રતા જોઈ અપાર કરુણાવંત શ્રી સદ્ગુરુ આ ગુપ્ત તત્ત્વનું, બોધીબીજનું રોપણ કરે છે. શિષ્યને ધન્ય-ધન્ય કરે છે. તે સુશિષ્ય આ ગુપ્ત તત્ત્વ પર પુરુષાર્થી થતાં પ્રત્યક્ષ અમૃતત્વને પામી અજર-અમર અવિનાશી પદને વરી અભય થાય છે. જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી ૨પ૬ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિલાલ - ઇતિ શિવમ્ ! શ્રી સૌભાગ્યભાઈ :- અહીં જ્ઞાનમાર્ગની શ્રેણી–મોક્ષમાર્ગની નિસરણી ઇતિ એટલે પૂર્ણતાને પામી. અહાહા !! જે જીવ આ શ્રેણી માંડશે તે અવશ્ય શિવતત્ત્વને પામશે. હે નાથ ! હે પ્રભુ બસ ! આમ કૃપા કરતા રહેજો. માર્ગ બતાવી તે પર ચાલવાનું બળ આપજો, બળ આપજો. ૨૫૭ . હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – ૧૮ મંગલમય મૃત્યુ પ્રસ્તાવના જેમ બપૈયો પિયુ પિયુ કરે તેમ પૂ. શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવના સત્સંગમાં રહેવા તલસાટ અનુભવતા. કારણ પરમકૃપાળુદેવનો સમાગમ જેટલા દિવસ વધારે થાય તેટલો માનવભવ સફળ થાય એમ જાણતા. પૂ. શ્રી સૌભાગ્યભાઈ તબિયતની દૃષ્ટિએ લાચાર હોવા છતાં પરમકૃપાળુદેવની સાથે ઈડરક્ષેત્રે જવા તત્પરતા દાખવે છે એટલે જ કહે છે કે, “આવો જોગ અનંતકાળે બને તેવો જોગ પ્રાપ્ત થવામાં હોય તેને કેમ ગુમાવી શકાય ?” યંબકલાલને પોતાના પિતાજીને જવા દેવાનું હૈયે બેસતું નહોતું પણ પરમકૃપાળુદેવ જ્યારે કહે છે કે “યંબક, તમે સૌ ફિકર કરો મા. શ્રી સૌભાગ્યભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તમારા હાથથી થશે.” ત્યારે ઈડરક્ષેત્રે જવા માટે પ્રસન્નતા વ્યક્ત કરે છે. પરમકૃપાળુદેવ સાથે પૂ. શ્રી સૌભાગ્યભાઈ સંવત ૧૯૫૩ના વૈશાખ વદમાં ઈડર પધારે છે. ત્યાં દશ દિવસ સ્થિરતા કરે છે. આ દશ દિવસ દરમ્યાન પરમકૃપાળુદેવ પૂ. શ્રી સૌભાગ્યભાઈ પર પરમાર્થ મેઘની વર્ષા વરસાવે છે. ત્યારબાદ પરમકૃપાળુદેવ મુંબઈ પધારે છે અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાયલા પધારે છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈને અપૂર્વ આત્મજાગૃતિ આપનારી, અપૂર્વ અંતિમ આરાધના કરાવનારી, મહામુનિશ્વરોને પણ દુર્લભ અપૂર્વ સમાધિમરણ નિપજાવનારી, અમર પટારત્નત્રયી પરમકૃપાળુદેવે મુંબઈથી લખી મોકલાવેલ. આ પ્રસિદ્ધ પત્રરત્નત્રયીમાંથી પ્રથમ પત્ર એટલે પત્રાંક : ૭૭૯ કે જે જયેષ્ઠ સુદ, ૧૯૫૩ના લખેલ. બીજો પત્ર એટલે પત્રાંક : ૭૮૦ કે જે જયેષ્ઠ સુદ આઠમ, ૧૯૫૩ના લખેલ અને ત્રીજો પત્ર તે પત્રાંક : ૭૮૧ કે જે જયેષ્ઠ વદ છઠ્ઠ, રવિવાર, ૧૯૫૩ના લખેલ. આમાંના પ્રથમ બે પત્રો બાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈ પોતાનું સ્ક્રય ખોલતાં પત્રમાં જેઠ સુદ ચૌદસ, ૧૯૫૩ રવિવારે જણાવે છે કે દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે, તે ચૈતન્યનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો ન હતો પણ દન આઠ થયાં આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદાં એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયેલ છે. આનો અર્થ એ થયો કે જયેષ્ઠ સુદ છઠ્ઠના આ બન્યું હશે એમ અનુમાન થાય મંગલમય મૃત્યુ ૨૫૮ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ છે. આ રીતે જોતાં પત્રાંક ૭૭૯ કે જેમાં પરમકૃપાળુદેવે સ્વભાવજાગૃતદશા, અનુભવઉત્સાહદશા અને સ્થિતિદશાના પંડિત બનારસીદાસજી રચિત સવૈયા લખી મોકલેલ તેણે શ્રી સૌભાગ્યભાઈને ઘણી ઉચ્ચદશાએ પહોંચાડેલ. - શ્રી અંબાલાલભાઈ કે જે પૂ.શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણના સાક્ષી હતા તેઓ સાયલા જયેષ્ઠ વદ આઠમ મંગળવારે ૧૯૫૩ના આવેલ, આ જ દિવસે પરમકૃપાળુદેવનો છેલ્લો પત્ર ક્રમાંક ૭૮૧ આવેલ. જેમાં પરમપુરુષદશા વર્ણન છે. આમ ઘટનાક્રમ છે તેની નોંધ લેવા દર્શકગણને વિનંતી છે. તો ચાલો આપણે સહુ આ પરમસખા સૌભાગ્યના અંતરમાં ચાલી રહેલી ભેદજ્ઞાન પ્રક્રિયાને અને તેના ફળસ્વરૂપે થયેલ મંગલમય મૃત્યુ નિહાળીએ. તો પ્રસ્તુત છે સ્વગત ઉક્તિરૂપ નાટ્ય પ્રયોગ “મંગલમય-મૃત્યુ” “મંગલમય મૃત્યુ”. (પડદો ખસે છે ત્યારે સ્ટેજ પર એક ખાટલામાં પૂ. શ્રી સૌભાગ્યભાઈ સૂતા હોય છે. ચંબકલાલ પગ દબાવતા હોય છે. રતનબા વિંઝણો લઈ માથા પાસે ઊભાં રહી હવા નાખતાં હોય છે. ડુંગરભાઈ એક ટુલ પર બેઠા હોય છે. મણિલાલ બાજુમાં ઊભા-હાલતાં-ચાલતાં કંઈક કરતા હોય છે.) પૂ.શ્રી સૌભાગ્યભાઈના હાથમાં પત્ર હોય છે. તેને જોતા હોય એ રીતે સૂતા હોય છે અને વિચારમાં પડી ગયા હોય એમ આપણને લાગે છે. સેટ પર ખાટલામાંથી પૂ.શ્રી સૌભાગ્યભાઈ જોઈ શકે એ રીતે પરમકૃપાળુદેવનું ચિત્રપટ હોય છે. પૂ.શ્રી સૌભાગ્યભાઈ પર બારીમાંથી લાઈટ આવતી હોય છે અને સૌભાગ્યભાઈ પોતાના આત્મા સાથે વાત કરતા જોવા મળે છે. નોંધઃ આ દશ્ય સ્વગત ઉક્તિ (Loud Thinking) રૂપે લેવાનું છે. વાતાવરણ ગંભીર કરવા પાછળથી સંગીતના સૂરો વહે છે. નેપથ્યમાંથી :- પરમકૃપાળુદેવ બનારસીદાસજી રચિત સમયસાર નાટકમાંથી “સ્વભાવજાગૃતદશા” સવૈયો લખેલ છે. સ્વભાવ એટલે આત્મા અને આ છે આત્માની જાગૃત દશા. સ્વભાવ જાગૃત દશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારી, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના, અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કૌઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના. ૨૫૯ ... હૃદયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ હા ! આ ચર્મચક્ષ વડે જે કંઈપણ ચિત્રો જોઈ રહ્યો છું તે મેં ઊભું કરેલું ચિત્રામણ છે અને તેનાથી મારો આત્મા ન્યારો છે. અરે ! આ પલંગ કે જેના પર હું સૂતો છું એ મારાથી ન્યારો છે. પલંગ પરની સેજ-પથારી બિછાવી છે એ પણ ન્યારી છે. આ ચાદર પણ ન્યારી છે અરે ! આ શરીર સુધ્ધાં મારું નથી તો એ ક્યાંથી મારાં થવાનાં ? અહો ! અત્યાર સુધી પૂર્વના અતીતકાળમાં બધાને મેં મારું માન્યું ! કેવી ઘોર અજ્ઞાનતા ! કેવી જૂઠી માન્યતા ! આ સ્થૂળ શરીર, અંદર તેજસ શરીર, કાર્મણ શરીર, આ ઇન્દ્રિયો, આ શ્વાસોચ્છવાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ કાંઈ મારું નથી. હે દેવાધિદેવ ! હે બોધસ્વરૂપ ! આજે તો આપની કૃપાએ દિવ્ય લોચન મળ્યાં. અનાદિનું તિમિર ક્ષણમાં ભાગ્યું ! હે કલ્પવૃક્ષ સમાન, હવે તો મારો સ્વભાવ જાગૃત થયેલ છે, વર્તમાનમાં એક ક્ષણ પણ મોહનિદ્રામાં નહીં વિતાવું. બસ ! હવે પરમાં રહેવું જ નથી. નથી જ રહેવું. સ્વાસ ઔ સુપન દોલ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના, ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગિ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના. આ મારા શ્વાસોચ્છવાસ અને બાહ્ય જગતરૂપ સ્વપ્નને આ અજ્ઞાનરૂપી નિદ્રા સાથે સંબંધ હતો પણ હવે આત્મજ્ઞાનરૂપ ક્ષણમાં નિજસ્વરૂપના ગુણો પ્રત્યક્ષ થયા છે. આ શરીર, એના સુખનાં સાધનો, આ ઘર, આ સ્વજનનો મોહ એ બધાં જ અચેતન તત્ત્વોને ત્યાગી માત્ર એક ચેતન ભાવ કેળવવો છે. અત્યાર સુધીનો જડમાં મારાપણાનો ભાવ હતો, તે આજથી આ ચેતને ત્યાગી દીધો છે. આમ આ ત્યાગી ચેતન બની જ્ઞાનદષ્ટિને જોઉં છું તો માત્ર એક મારું જ સ્વરૂપ અનુભવાય છે. | હે સહજત્મસ્વરૂપ સ્વામી ! મારા પર આટલી જ કૃપા કરો કે આ ચેતન ચેતનનું જ્ઞાન કરે. ઓ પ્રભુ ! આ આત્મા અત્યાર સુધી કેટલું રખડ્યો, કેટલું આથડ્યો, કેટલું દુઃખ ભોગવ્યું. આ અનંત સંસારમાં કૂટાતો કૂટાતો હું અનંતકાળથી ભમી રહેલ હતો. આપે મને મારા સાચા સ્વરૂપને ઓળખાવી જે અનંતકાળે પ્રાપ્ત ન થાય તે પ્રાપ્ત કરાવેલ તેનો બદલો તો શું વાળું મારા નાથ ! પણ એ બદલ આપને કોટી કોટી વંદન કરું છું. મંગલમય મૃત્યુ ૨૬૦ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ અનુભવ ઉત્સાહદશા જૈસો નિરભેદરૂપ, નિચે અતીત હતો, તૈસો નિરભેદ અબ, ભેદકી ન ગઢંગી ! દીસે કર્મ રહિત સહિત સુખ સમાધાન, પાયો નિજથાન ફિર બાહરિ ન બâગો ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી ! હે બોધસ્વરૂપ ! હે જોગેશ્વર ! આ આત્મા એટલે કે જ્ઞાનધારા અને શરીર એટલે કર્મધારા, એક વખતે એકમેક હતી તે હવે હમેશાં જુદી રહે. હે પ્રેમપેજ ! હે દેવાધિદેવ ! આપની કૃપાથી હું કમરહિત થવા લાગ્યો છું. કૃપાનાથ ! આપે મને મારા સ્વભાવનું સમાધિસુખ આપેલ છે. નિજસ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. હવે આ આત્મા બહાર પરભાવમાં ન વહી જાય એ આશિષ આપજો. કબહું કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગâગૌ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ. હે પુરાણપુરુષ ! હે અનંત શક્તિવાન ! આજે આ પત્ર દ્વારા આપમાં રહેલી ઈશ્વરી શક્તિનો સંચાર આપે આ આત્મામાં કર્યો. એ શક્તિના સથવારે, અટળ અનુભવ સ્વરૂપ આ આત્માને સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ન્યારો રહેવાનો હું પુરુષાર્થી થઉં છું. આત્મલક્ષ છોડી રાગ રસમાં રાચીને ક્યારેય કદાપિ પરવસ્તુને ન ગ્રહું. નિશ્ચયથી આ અમલાન, પવિત્ર સ્વભાવ પ્રત્યક્ષ વિદ્યમાન પ્રગટ સન્મુખ થયો છે તે તેવો જ અનાગત અનંતકાળ સુધી રહેવાનો છે. આપ ધિંગો ધણી માથે છો માટે હવે કોઈ ફિકર રહી નથી. સ્થિતિ દશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દવ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દવ કબહૂ ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; હા ! બે દ્રવ્યો એટલે આ આત્મા અને શરીર. આત્મા એટલે ચૈતન્ય અને શરીર ૨૬૧ ... સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય For Person Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ એટલે જડ. આ બન્ને દ્રવ્યોની પરિણતી જુદી છે. જડને જડ પરિણતી છે અને ચૈતન્યને ચૈતન્ય પરિણતી છે, અને માટે જ એક સરખી ક્રિયા આ બે દ્રવ્યો કરી ન શકે તથા એક દ્રવ્ય પણ આ બન્ને ક્રિયા ન કરી શકે. હે નાથ આપની કૃપાએ આ સિદ્ધાંત અનુભવથી પ્રયોગસિદ્ધ થયો છે. તે નાથ ! આત્મપ્રદેશના રોમે રોમ આપને પોકારે છે, પોકારે છે. જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિક કરતા હૈ પુદ્ગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ. | હે નાથ ! કેવું આશ્ચર્ય છે કે, આ જીવ એટલે આ આત્મા અને પુદ્ગલ એટલે આ શરીર એ બન્ને નખશિખ એક ક્ષેત્રમાં જ રહ્યા છે. છતાંયે પોતપોતાનું સ્વરૂપ છોડતા નથી. હા ! સત્ય છે કે તે બન્નેનો સંયોગી સંબંધ છે. અરૂપી ચૈતન્ય, સ્વપરપ્રકાશક, આ આત્મા સતત જ્ઞાનની પરિણતીમાં જ રહ્યો છે. જ્યારે સ્પર્શ, રસ, વર્ણ, શબ્દ અને ગંધ વિગેરે ગુણલક્ષણ આ પુદ્ગલનાં છે. તે પોતે તેને કોઈ દિવસ છોડતો નથી. આ શરીરનો સંબંધ થયો છે તે તો સડી જવાનું છે, ગળી જવાનું છે, પડી જવાનું છે, તે મારા સ્વામી ! આપે જ્ઞાનદૃષ્ટિ આપી તેથી હવે આ શરીર પર કોઈ મોહ રહ્યો નથી. આ ચિદાનંદ ચેતનમાં નિજજ્ઞાનરૂપ આનંદમાં ચિરકાળ રહેવું છે, ચિરકાળ રહેવું છે. હે દીનદયાળ ! હે કરુણાસાગર ! સદ્ગુરુસ્વામી આપના અક્ષરદેહરૂપ પત્રે આ સેવકની સંભાળ લીધી. આપે દીધેલું વચન આપે પૂર્ણરૂપે પાળ્યું છે. તે જ્ઞાનસ્રોત ! પરમસુખના ધામ ! આપે પરમ ઉપકાર કરી આ સેવકને ધન્ય કરેલ છે. આમને આમ છેલ્લા શ્વાસ સુધી આપ મારી સાથે સાથે જ રહેજો. હે નાથ ! હે તાત ! જે મન, વચન, કાયાના પવિત્ર યોગે આ સેવકનું આ આત્માનું કલ્યાણ કર્યું તે જ મન, વચન, કાયાના યોગે આપ મને ખમાવો છો ! હે પરમ લઘુતાના ધારક ! ક્ષમાને પાત્ર તો હું છું, માટે આપ દીનદયાળ, કૃપાનાથ મને ક્ષમજો . સફળ કર્યો ભવ મારો... મારો; કેમ ભૂલું ઉપકાર... સફળ થયો ભવ મારો... મારો; મંગલમય મૃત્યુ ૨૬૨ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ કેમ ભૂલું ઉપકાર.. કૃપા રહે સદાયે મુજ પર; આપ છો તારણહાર. સફળ થયો. દોષ સઘળાં જે મેં કર્યા; ક્ષમજો દીનદયાળ... ત્રિકરણ વન્દ કરીને; ખમાવું વારંવાર.... સફળ થયો. નોંધ: (ધીમે ધીમે અંધારું થાય છે અને દેશ્ય પૂર્ણ થાય છે.) નવું દશ્ય શરૂ થાય છે. પૂ. સૌભાગ્યભાઈ ધ્રૂજતાં ધ્રૂજતાં ચંબક અને મણિના ખભે હાથ રાખી સ્ટેજ પર પ્રવેશે છે. ધીરે ધીરે ખાટલા તરફ જાય છે. તેમનો શ્વાસ ચડી ગયો છે. ખાટલા પર બેસે છે. ત્યારે શ્રી ડુંગરભાઈ, શ્રી ધારશીભાઈ, શ્રીમતી રતનબા, શ્રી ઉજમબા વગેરે સ્ટેજ પર કોઈ બેઠેલાં – કોઈ ઉભેલાં કોઈ કાર્યમાં વ્યસ્ત દેખાય છે.) સૌભાગ્યભાઈ :- ઓ હો ! હે મારા પ્રભુ ! હે મારા નાથ ! નોંધ : (ખાટલા પર સુએ છે. શ્વાસ થોડીવાર પછી હેઠો બેસે છે ત્યારે શ્રી ગોસળિયાને હાથેથી નજીક આવવા જણાવે છે. પરિણામે શ્રી ડુંગરભાઈ નજીક આવી ટુલ પર બેસે છે.) સૌભાગ્યભાઈ :- અહીં મારી પાસે (એકશન દ્વારા પાસે બેસવા જણાવે છે.) તો ડુંગરભાઈ શ્રી સૌભાગ્યભાઈની નજીક ખાટલા પર બેસે છે. સૌભાગ્યભાઈ :- ગોસળિયા ! મારા ભેરુ ! તેં તો મને હમેશાં સાથ આપ્યો છે ! ભાઈ ! તને અંતરથી ખમાવું છું ! ડુંગરભાઈ :- હું પણ આપને ખમાવું છું (શ્રી ડુંગરભાઈ નમન કરે છે.) (સિગરામનો અવાજ આવે છે.) ધારશીભાઈ :- સિગરામનો અવાજ આવ્યો ! શું અંબાલાલ આવી ગયા ! મણિલાલ :- અરે ! હા ! હા ! અંબાલાલભાઈ આવી ગયા છે (શ્રી મણિલાલ સ્ટેજ પરથી બહાર જઈ અંબાલાલભાઈને લઈ ફરીથી સ્ટેજ પર આવે છે.) ૨૬૩ . દયસખા શ્રી સૌભાગ્ય = = = For Personalvate Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ અંબાલાલભાઈ સીધા શ્રી સૌભાગ્યભાઈ પાસે જઈ તેમનાં ચરણસ્પર્શ કરે છે એ વખતે શ્રી સૌભાગ્યભાઈ જરાક જ ઊભા થવા જાય છે.) અંબાલાલ :- કાં ? સોભાગભાઈ ! કેમ લાગે છે ? સૌભાગ્યભાઈ :- ઓ...હો... અંબાલાલ.... તમે આવી ગયા ! અંબાલાલ :- હા, સોભાગભાઈ, જો કે ચાર દિવસનો વિલંબ થયો છે. માટે ક્ષમા માગું છું. મણિલાલ :- બેન, પાર્વતી ! કાકા માટે પાણી લાવજે તો. પાર્વતી :- લાવી, ભાઈ (પાર્વતી અંબાલાલભાઈ માટે પાણી લાવે છે. અંબાલાલભાઈ પાણી પીવે છે.) ઉજમબા :- પાર્વતી બેટા ! આ થાળી લઈ જા તો ! પાર્વતી :- જી. ફૈબા, આપો. (પાર્વતી પાણીનો ગ્લાસ તથા થાળી લઈને રસોડામાં જાય છે.) ડુંગરભાઈ :- અંબાલાલ ! અમે તો તમારી આતુરતાપૂર્વક રાહ જોતા હતા, કેમ મોડા પડ્યા ? અંબાલાલ :- જાણે વાત એમ છે ડુંગરભાઈ કે, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુ સાહેબજીની આજ્ઞા થતાં અહીં સાયલા ભગતના ગામે આવવા ઘણી જ ઇંતેજારી હતી, પરંતુ મારા અંતરાય કર્મના ઉદયે ચાર દિવસનો વિલંબ થયો. કારણ કે મારા પિતાજીને ત્યાં પાંચમ-છઠ્ઠના દિવસે જ્ઞાતિ જમાડવાનો પ્રસંગ હતો. તેથી કોઈને ખેદનું કારણ ન થાય, માટે થોડું વધુ રોકાઈ પ્રસંગને સાચવી ખંભાતથી નીકળ્યો. ડુંગરભાઈ :- ચાલો, જેવી પ્રભુ ઇચ્છા. અંબાલાલ :- કાં? ધારશીભાઈ ! કેમ છો ? આપને સુવાણ તો છે, ને ? ધારશીભાઈ :- સારું છે, અંબાલાલ. અંબાલાલ :- ડુંગરભાઈ, સોભાગભાઈને કેમ લાગે છે? ડુંગરભાઈ :- આજે કાંઈક ઠીક લાગે છે. છેલ્લા પાંચ મહિનાથી તાવ આવે છે. દવા કોઈ લાગુ પડતી નથી. શરીર ધીરે-ધીરે ક્ષીણ થતું જાય છે. આંખે દેખવું પણ ઓછું થઈ ગયું છે. રાત-દિવસ એક સાહેબજીનું જ રટણ રહ્યા કરે છે. મંગલમય મૃત્યુ ર૬૪ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યભાઈ :- સ..હ..જા..ત્મ સ્વરૂપ સ્વામિ. (૨) અંબાલાલ :- ડુંગરભાઈ, આ સ્થિતિમાં પણ સાહેબજીનું જ સ્મરણ રહેવું, એ કેવી અભુત વાત છે. ડુંગરભાઈ :- એમાંય પ્રભુ સાથે ઈડર જઈને આવ્યા પછી તો તેમની આંતરિક દશામાં ખૂબ જ પરિવર્તન આવેલ છે. જાણે નિર્મોહી, અસંગ અને અંતર્મુખ ઉપયોગમાં જ વર્તે છે. અંબાલાલ :- ડુંગરભાઈ ! આ સમયે આપની ઓથ સોભાગભાઈને ખૂબ જ હિતનું કારણ બની છે. ડુંગરભાઈ :- બસ ! રાત-દિવસ સત્સંગ, સાહેબજીનાં વચનામૃતોનો સ્વાધ્યાય, તથા ચૌદ પૂર્વનાં સાર સમાન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રજીનું સતત ચિંતન અને મનન તેમને સમાધિભાવમાં રાખે છે. દેહને તો જાણે વિસરી ગયા છે. અંબાલાલ :- ડુંગરભાઈ ! આ બધી પ્રભુની કૃપા છે. સૌભાગ્યભાઈ :- (પત્ર લઈ આંખે અડાડે છે.) અંબાલાલ આજે પ્રભુનો પત્ર આવ્યો છે. વાંચી સંભળાવો ને ! (સોભાગભાઈ અંબાલાલને પત્ર આપે છે.) અંબાલાલ :- (પત્ર લઈ ખોલે છે.) (સ્ક્રીન પર પદ સવૈયો લખેલો રાખવો.) અંબાલાલ :- પરમપુરુષ દશા વર્ણન. અહોહો. આમાં તો પરમપુરુષ મહાત્માની પરમ અદ્ભુત આત્મદશાનું વર્ણન કરતો સવૈયો કે જે પંડિત બનારસીદાસજીએ રચેલો છે, તે લખેલ છે. વળી કૃપાનાથે તેને સમજાવતા અર્થો તેની નીચે જ લખ્યા છે. પરમ પુરુષ દશા વર્ણન કીચસૌ કનક જાકે, નીચ સૌ નરસપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, ૨૬૫ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personer ate Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ હહરસી હૌસ, પુદ્ગલછબિ છારસી; જાલસી જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસ કુટુંબકાજ, લો કલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઇસી બખત માર્ન, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી. જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ - જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિદ સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. નોંધ : (પત્ર પૂર્ણ થતા સુધીમાં શ્રી સૌભાગ્યભાઈ પલંગમાં સૂતા હોય છે તેને બદલે બેઠા થઈ જાય છે.) અંબાલાલ :- અરે ! સૌભાગ્યભાઈ તો બેઠા થઈ ગયા, ખરેખર પ્રભુના | શબ્દોની શક્તિ તો જુઓ ! મારા નાથ ! દયાળુ ! તારો અનુગ્રહ અનુપમ છે. નોંધઃ (સ્ટેજ પર અંધકાર થઈ જાય છે.) (નવું દૃશ્ય શરૂ થતાં પ્રકાશ થાય છે.) ડુંગરભાઈ :- અંબાલાલ ! ગઈકાલ જેઠ વદ નોમ, બુધવાર હતો પણ આખો દિવસ પસાર થઈ ગયો, જો કે સોભાગભાઈની તબિયત ઘણી ક્ષીણ થઈ ગયેલ માલૂમ પડે છે. અંબાલાલ :- આજે પણ ગઈકાલની માફક આપણે સૌએ સાવધાન રહેવાનું છે. તેઓ ગઈકાલથી ઘણું જ ઓછું બોલે છે. (શ્રી સોભાગભાઈના શ્વાસોચ્છવાસના અવાજ વધી જાય છે.) મણિલાલ :- બાપુજી ! આપ સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીના સ્મરણને લક્ષમાં રાખજો. મંગલમય મૃત્યુ ૨૬૬ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યભાઈ :- મને એક જ લક્ષ છે. બીજો નથી પણ હવે તમે મને કંઈ કહેશો નહીં. મારા ઉપયોગથી ચૂકાઈ જવાય છે. તેથી મને ખેદ રહે છે. (તૂટક તૂટક બોલે છે.) અંબાલાલ :- ચુંબક ! કેટલા વાગ્યા હશે ? (ચંબકને જરા બાજુ પર લઈ જઈ પૂછે છે.) ચંબકલાલ :- દશ ને અડતાલીશ મિનિટ થઈ છે. અંબાલાલ :- ધારશીભાઈ જરા અહીં આવોને ? સોભાગભાઈની સ્થિતિ અંતિમ અવસ્થાની હોય એમ મને લાગે છે, રખેને વધારે દુઃખની સ્થિતિમાં આત્મ ઉપયોગ ભૂલી ગયા હોય તો ? ધારશીભાઈ :- આપણે એકવાર સ્મરણ આપવું જોઈએ. અંબાલાલ :- ચાલો, નજીક જઈ સ્મરણ આપીએ. સહજાત્મસ્વરૂપ સ્વામી... સહજાત્મસ્વરૂપ સ્વામી.. સમ સ્વરૂપ સ્વામી... સૌભાગ્યભાઈ :- (ગળકાં ખાતાં તૂટક તૂટક બોલે છે.) હા ! એ જ મારું લક્ષ છે. અંબાલાલ ! તમે મોડા પડ્યા. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે, પણ હવે વખત નથી. હું સમાધિભાવમાં છું, તું સમાધિમાં રહેજે હવે મને કંઈ કહીશ નહીં. (આમ બોલતાં બોલતાં શ્રી સૌભાગ્યભાઈ હાંફી રહ્યા હોય એમ લાગે છે. ત્યાં ઊભેલાં-બેઠેલાં સહુ ઊભાં થઈ ગયાં. ત્રિકરણ યોગથી પૂ. શ્રી સૌભાગ્યભાઈને નમસ્કાર કર્યા.) (નમસ્કાર પૂર્ણ થતાં પૂ. શ્રી સૌભાગ્યભાઈએ ડાબું પડખું ફેરવ્યું અને તરત જ દેહનો ત્યાગ કર્યો.) (શ્રી અંબાલાલભાઈ શ્રી સૌભાગ્યભાઈ પાસે જઈ નાડી તપાસ છે, હાથ નીચે રાખે છે. અને પોતાનો હાથ પ્રણામની મુદ્રામાં રાખે છે. બીજા બધા પણ સ્તબ્ધ થઈ જાય છે. હાથ જોડી ઊભા રહી જાય છે.) (અંતિમ દૃશ્ય બાદ અંજલિ આપવામાં આવે છે.) . હૃદયસખા શ્રી સૌભાગ્ય ૨૬૭ હક For Personal Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ અંબાલાલ :- હે પ્રભુ બેહદ દિલગીર છું કે, પરમ પૂજય પૂજવા યોગ્ય પરમ સ્તુતિ કરવા યોગ્ય, મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેના એકનિષ્ઠભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એક જ ક્રમ જોઈ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. પરમકૃપાળુદેવે સોભાગભાઈને આપેલી અંજલિ પરમકૃપાળુદેવ :- આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦, ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. આર્ય શ્રી સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ મંગલમય મૃત્યુ ૨૬૮ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૯ સંદર્ભગ્રંથોની યાદી આ પુસ્તક લખતી વખતે નીચે જણાવેલ પુસ્તકોનો આધાર લીધેલ છે તે બદલ તેના લેખકો – પ્રકાશકોનો આભાર વ્યક્ત કરીએ છીએ - ઋણસ્વીકાર કરીએ છીએ. ક્રમ પુસ્તકનું નામ સંસ્થા / લેખકનું નામ ૧. શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ આશ્રમ, અગાસ ૨. રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ શ્રી સુબોધક પુસ્તક શાળા, (સત્સંગ - સંજીવની) ખંભાત ૩. અધ્યાત્મ રાજચંદ્ર ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ.બી.બી.એસ. ૪. શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ઉપદેશામૃત અગાસ ૫. તત્કાળ મોક્ષ અમૃતસાગર શ્રી જેશીંગભાઈ મહાત્મા ૬. શ્રી સોભાગ પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ૭. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ૮. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, મોક્ષમાર્ગ પ્રકાશ તથા સાયલા, જિ. સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્રના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ૯. શ્રીમદ્ રાજચંદ્રની જીવન સિદ્ધિ ડૉ. સયુબહેન મહેતા ૧૦. શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના શ્રી મુકુલભાઈ કલાર્થી ૧૧. શિક્ષામૃત શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ, સાયેલા ૨૬૯ ... દયસખા શ્રી સૌભાગ્ય For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ શોભાગ 2 70TR જ એ ન PE Teele dal Education international