________________
મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદ્ભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી.
સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તો પણ એમ જણાય છે કે સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે.
‘આત્મસિદ્ધિ’ ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે.
શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વ. પત્રાંક - ૦૮૯
ૐ નમઃ
પ્રથમ કાગળ મળ્યો હતો. હાલ એક પત્તું મળ્યું છે. મણિરત્નમાળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી વધારે મનન થઈ શકશે.
શ્રી ડુંગર તથા લહેરાભાઈ આદિ મુમુક્ષુઓને ધર્મસ્મરણ પ્રાપ્ત થાય. શ્રી ડુંગરને જણાવશો કે પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાર્તા પ્રશ્નાદિ લખશો અથવા લખાવશો.
૨૦૮
મુંબઈ, અષાડ વદ ૧૪, બુધ, ૧૯૫૩
સત્શાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. એકબીજાના સમાગમમાં આવતાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે.
Jain Education International
For Personvate Use Only
હૃદયસખા શ્રી સૌભાગ્ય
www.jainelibrary.org