________________
લિ. આપનો આજ્ઞાંકિત સેવક દાસનો દાસ બાળક લાલચંદના વિનયપૂર્વક નમસ્કાર. આપની પવિત્ર સેવામાં કબૂલ કરશો. આ બાળક ઉપર કૃપા ભાવ છે. તેથી વિશેષ રાખી હવે કાગળ પત્ર લખશો. એવી આશા રાખું છું. આપનો મને ઉપકાર છે. એ જ વિનંતી.
લિ. છોરુ મણિના નમસ્કાર પ્રાપ્ત થાય. હે દેવાધિદેવ, કૃપાળુનાથ આસરો એક આપનો છે. તો હવે બાળકની સંભાળ લેવા ધ્યાનમાં રાખવા અરજ છે. સિદ્ધિશાસ્ત્ર વાંચ્યા સિવાય બીજો કોઈ આશરો નથી. સિદ્ધિશાસ્ત્ર અમે કોઈને વાંચવા આપશું નહીં. રે દીનદયાળ કૃપાના સાગર પરમ દયામય સેવક પર દયા રાખવા એ જ અરજ છે.
લિ. છોરુ કેશવલાલના નમસ્કાર અંગીકાર કરશો. કૃપા ભાવ રાખશો. વ. પત્રાંક - ૦૮૨
મુંબઈ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૫૩
આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે.
જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.
વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમજ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમનો તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જ ૫૨મ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યા હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વ પ્રત્યે વિનંતિ છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
Jain Education International
For Personal & Private Use Only
૨૦૭
www.jainelibrary.org