________________
પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. | સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્રચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી.
પત્રાંક - પદ
સંવત ૧૯૫૩, જેઠ વદ ૧૧ પરમપૂજય પરમ ઉપકારી, દેવાધિદેવ, કૃપાળુનાથ, દીનદયાળ, પરમમયાળ, ભૂલાને માર્ગ બતાવનાર, સૂર્યની પેઠે ઉદેતના કરનાર, સમુદ્ર ગંભીર, સહજાત્મસ્વરૂપ, અનંત દયાળ, પારસમણિ, કલ્પવૃક્ષ સમાન હે નાથ સદ્ગુરુ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં–
શ્રી સાયલાથી બાલક ત્રંબકલાલ સૌભાગભાઈના વિનયપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય. વિશેષ મારા પૂજ્ય પિતાજી શ્રી સોભાગભાઈએ જેઠ વદ ૧૦ વાર ગુરુવારે સવારના ૧૦-૫૦ મિનિટે પરમ સમાધિ ભાવે શુદ્ધાત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે જેથી મારા મનને ઘણો ધોકો (દુઃખ) રહ્યો છે, કારણ કે આવા પુરુષોનો સમાગમ અમારે વધારે થયો હોત તો અમોને બહુ પરમ ઉપકાર થાત, પણ અમારા અંતરાયના ઉદે (ઉદય)થી તેવા પુરુષનો વિજોગ થયો છે. તો આપ કૃપાળુદેવ આ બાળકોની સંભાળ લેવા પરમ દયા કરશો. પરમ પૂજ્ય શ્રી સોભાગભાઈ સાહેબના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવ્યાથી વારંવાર ખેદ રહે છે એ જ.
દ. ત્રંબકલાલના નમસ્કાર. વિનંતી કે આપ સાહેબ તરફથી આત્મસિદ્ધિ શાસ્ત્ર અમારે બન્ને બાળકોને વિચારવાની ઇચ્છા છે તે ફક્ત અમે બે જણ વિચારવા સારું અત્રે રાખ્યું છે. ભાઈ અંબાલાલભાઈએ લઈ જવા માંગણી કરી છે. પણ અમારે વિચારવાની ઇચ્છાએ આપ્યું નથી. આપ સાહેબની કૃપાથી આજ્ઞા હોય તો અત્રે વિચારવા રહેવા દઉં અથવા તો આજ્ઞા થયે ભાઈ અંબાલાલભાઈને અથવા આપની પાસે ટપાલ દ્વારા જેમ આજ્ઞા થાય તેમ મોકલવા કરીશ. એ જ ૨૦૬
.. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org