________________
પત્રાંક - પ૭
સાલ મીતી નથી. શ્રી પરમકૃપાળુ શ્રી પરમાત્માદેવ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર હજો.
શ્રી સાયલેથી લિ. બાળક ત્રંબકલાલ સોભાગભાઈ વગેરેના નમસ્કાર.
હે નાથ કૃપાળુદેવ ! થોડા દાડા પેલા પતું ૧ પ્રાપ્ત થયું છે. વાંચી વિચારી મારા જેવા અલ્પ જ્ઞાનીને પરમ સંતોષ થયો છે. શ્રી ડુંગરશ્રીએ પ્રશ્ન પુછાવ્યા છે તે નીચે લખી જણાવું છું :
૧. સમ્યક્દષ્ટિ સમ્યનો ફરસનાર અભક્ષ ભક્ષ ભલો કરે કે કેમ ? ૨. સિદ્ધમાં કેટલાકો આવ્યા છે ને તેમનાં જ્ઞાન દર્શન જુદાં જુદાં છે કે કેમ ? ૩. શ્રી ભગવતીજીના બારમા સતકે ને દશમે ઉદેશે ત્રણ બોલને અલ્પાબોધ કીધા
(કહ્યા) છે તેનું સ્વરૂપ શું છે ? ૪. જીના ગુરુ કાળ કરે તો આચારક તરીકે અમાવે વંદણા કરે કે કેમ? ૫. આત્મા અને જીવ બેઉ એક છે કે જુદા જુદા છે ને જુદા જુદા છે તો કેટલોક ફેર છે ?
વ. પત્રાંક - ૦૯૩
મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૫૩ સમ્યગ્દષ્ટિ અભક્ષ્ય આહાર કરે ?' એ આદિ પ્રશ્નો લખ્યા. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવા યોગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દૃષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર કરી નથી શકતો. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે; પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, તેમ એ વાત યથાર્થ એમ જ છે, તેમ પણ નથી. સમ્યગ્દષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તો પણ સમ્યગ્દર્શન આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યગ્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સપુરુષની વાણી, વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે તેવે પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવા યોગ્ય છે.
શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથા. હાલ ડુંગર કંઈ વાંચે છે? તે લખશો. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org