________________
પત્રક - ૫૮
સંવત ૧૯૫૪ માગશર વદી ૧૩, બુધ, મુંબાઈ શીતળ દશાના ધણી મહાપ્રભુજી શ્રી સહજાત્મસ્વરૂપી સ્વામી ચરણાય નમઃ
શ્રી સાયલેથી લિ. બાળક મણિનું પાએલાગણું વાંચશો. આપ સાહેબને કૃપા કરી અંબાલાલભાઈ તરફથી પરમપૂજ્ય સોભાગ્યભાઈનું ચિત્રપટ મોકલાવ્યું તે પહોંચ્યું છે. સિદ્ધિશાસ્ત્ર વાંચવા માટે આજે ગોસળિયાએ માગ્યું તે ઘેરથી પટારામાંથી લાવી આપ્યું. દસ વીસ સવૈયા અર્થ સહિત વાંચ્યા પછી તેમના ઘેર લઈ જવા માંડ્યું એટલે મેં કહ્યું કે અહીં રાખો, આપ પધારો ત્યારે વાંચજો. એટલું જ કહેતાં મારા ઉપર ચઢાણા અને કહે કે મારે કાંઈ જરૂર નથી. વાણીનો કાંઈ તૂટો નથી. પણ તારે જ દેવું નથી. એવું કહ્યું ત્યારે મેં ફક્ત જવાબ આપ્યો કે આજે એક પતૃ કૃપાનાથને લખીશ. એમનો જવાબ ત્રીજે દિવસે આવ્યાથી આજ્ઞા પ્રમાણે કરીશ. તેમ મેં કીધું છે. તો હે મહાપ્રભુજી આપની ઇચ્છા પ્રમાણે લખશોજી. છોરુ નંબક વિગેરે આપના ઘરના સર્વના નમસ્કાર સ્વીકારશોજી. બાળકો પત્રે (પ્રત્યે) કૃપાભાવ રાખતાં યોગ્ય વખતે સંભારશો. ઉપર લખતાં ચૂકી ગયો છું પણ ગોસળિયા કહે કે મારે ઉતારો કરવો છે. તારી મરજી હોય તો દે. તેથી મેં ઉપર મુજબ જવાબ આપ્યો. એ જ વિનંતી.
દા. છોરુ મણિ વ. પત્રાંક - ૮૨૦
મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૯૫૪ ત્રંબકલાલનો લખેલો કાગળ ૧ તથા મગનલાલનો લખેલો કાગળ ૧ તથા મણિલાલનો લખેલો કાગળ ૧ એમ ત્રણે કાગળ મળ્યા છે. મણિલાલનો લખેલો કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજુ સુધી બન્યું નથી.
શ્રી ડુંગરની જિજ્ઞાસા “આત્મસિદ્ધિ' વાંચવા પ્રત્યે છે. માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશો. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે તે શ્રી ડુંગરને વાંચવા યોગ્ય છે. તે ગ્રંથ તેમને થોડા દિવસમાં ઘણું કરીને મોકલશે.
“કયા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય?' “કયા ગુણો અંગમાં આવવાથી સમ્યગ્દષ્ટિપણું તથારૂપે કહેવાય ? “કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય ?” અને કઈ દશા થવાથી કેવળજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય એ પ્રશ્નોના ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો.
૨૧)
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org