________________
આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવવો. સદ્વિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. સર્વ મુમુક્ષુભાઈઓને ય૦
પત્રાંક - ૫૯
પૂ. ભાઈશ્રી ૫. ભાઈ રવજીભાઈ પંચાણજી સાહેબજીને દેજો. શ્રી વવાણિયા બંદર
પ્રેમપુંજ શ્રીમદ્ સ્વામીને ત્રિકાળ નમસ્કાર.
શ્રી સાયલેથી લિ. અલ્પજ્ઞ બાળક ત્રંબકના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપત્ર હાલમાં નથી તો આ બાળક ઉપર દયા લાવી લખવા કૃપા કરશો. મારાથી હાલમાં પત્ર લખાણો નથી તે ઉપાધિને લીધે લખાણો નથી તો માફ કરશોજી. પૂજ્ય શ્રી ડુંગરશ્રીને ગયા શુક્રવારથી તાવ આવે છે. તથા મરડો શરૂ થયો છે ને લોહી પાચ (પર્સ) પડે છે ને અનાજ બિલકુલ ખવાતું નથી. તેમાં આફરો ચડી આવે છે. તેની વ્યાધિ વધારે વરતાય છે. પણ શ્રદ્ધા ઘણી સારી છે. ફક્ત જ્ઞાનની વાતું કરે જાય છે. બીજો કંઈ જવાબ નહીં ને આપના ઉપર કાગળ લખો ને આમ પ્રશ્નો લખો તે બોલે જાય છે. શ્રદ્ધા સારી છે. અત્યારની વ્યાધિ દરદ જોતા દેહ રેવાનો (રહેવાનો) સંભવ તો (રહેતો) નથી એ જ.
વ. પત્રાંક - ૮૩૩
સંવત ૧૯૫૪ વૈ. વદ ૧૩
વવાણિયા જયેષ્ઠ સુદ ૧, શનિ, ૧૯૫૪ સર્વ દ્રવ્યથી સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહાત્મા પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
Jain Education International
For Personal & Private Use Only
૨૧૧
www.jainelibrary.org