________________
પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ત (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ ક્યા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવા વ્યવહાર તે સપુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે ? | સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષીણ થયું છે; અનંતાનુબંધી’ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતાં સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો.
( પત્રાંક - ૨૦
સંવત ૧૫રના વૈશાખ સુદી ૨, બુધવાર પરમ પૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહજાત્મસ્વરૂપ સાહેબજી, મુ. મુંબાઈ બંદર.
શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો.
આપનું કિરપા (કૃપા) પત્ત (પત્ર) ચૈતર વદ ૧૪નું લખેલું આવ્યું. જેમાં લખ્યું છે કે અન્ય પુરુષની દરશીએ (દષ્ટિએ) જગ વહેવાર (વ્યવહાર) લખાય, વંદ્રાવન (વૃન્દાવન) જબ જગ નહિ, કૌન વ્યવહાર બતાય. વિહાર વંદ્રાવન આમ લખ્યું છે તેનો અર્થ.
અજ્ઞાનીની દૃષ્ટિથી વેવાર સત્ય છે જયારે ચંદ્રાવન એટલે જ્ઞાન થયું ત્યારે જગ નહીં તો કોન વહેવાર બતાય. આમ અરથ (અર્થ) બેસાડ્યો છે. તે વાજબી છે કે નહીં તે લખશો. વિહાર વૃંદાવન એ શું સમજવું એ પણ લખશો. આપ ઉપર હમણાં કાગળ લખાતો નથી. તેનું કારણ શરીરે વાયુની પ્રકૃતિ વરતાય છે. અને બરાબર ખવાતું નથી, ભૂખ લાગતી નથી. રાત્રે કેટલીક વખત બે ત્રણ વાસાનો તાવ આવી
૧૬૬
... હૃદયસખા શ્રી સૌભાગ્ય
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org