________________
'તા.
જાય છે. આંખે આગળ કરતા ઠીક છે પણ ઝંખાશ વર્તાય છે. આમ શરીરની ચેષ્ટાથી એક માલા (માળા) લીધી છે અને રાત દિવસ આપનું સ્મરણ કર્યા કરું છું. મનમાં એમ પણ થાય છે કે શરીરમાં નબળાઈ આવતી જાય છે તો હવે આવખાંની (આયુષ્યની) સ્થીતિ (સ્થિતિ) લાંબી હસે નહીં. તેનો તો મનમાં ખેદ કાંઈ નથી. પણ જેટલો વિજોગ છે એ મનમાં ખેદ રહ્યા કરે છે. આપને સહેજ જાણવા લખ્યું છે. કામ સેવા ફરમાવશો એ જ વિનંતી.
ગોસળિયાના નમસ્કાર વાંચશો. આપને અહીં તરફ કાં વારુ (ક્યાં સુધીમાં) આવવું થાશે તે લખશો. ગોસળિયાના કોઠામાં ગમે તેમ હોય પણ તેની પરૂપણા (પ્રરૂપણા) અમને ઘણી વિપરીત લાગે છે.
લિ. સેવક સોભાગ પત્રક - ૨૮
સંવત ૧૫રના વૈશાખ સુદી ૫, શનિવાર પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહજાત્મસ્વરૂપ સાહેબજી મુ. મુંબાઈ બંદર.
શ્રી સાયલેથી લિ. આગાનાકિંત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશોજી. આપનો કૃપાપત્ર લાલચંદ ભેગો આવ્યો તેમાં લખું (લખ્યું) છે કે ઘણા દિવસ થયા પત્ર તમારો નથી તો અહીંથી પત્ર મણિલાલ ભેગો આવ્યો તેની પોચ (પહોંચ), તાર (ત્યાર) પછી વિસ્તારથી કાગળ આવ્યો. તેની પોંચ, તાર પછી પતું આવ્યું તેની પાંચ લખેલ છે. તેમ એકઆદો (એક) કાગળ લાલચંદમાં બીડેલ તે આપને આપ્યો જણાતો નથી.
આપના કાગળ જે હમણે (હમણાં) બેચાર આવેલ તે ખંભાત બીડી આપ્યા છે. વળી બીજા કાગળ પણ મંગાવે છે. તે મણિલાલે મૂકેલ છે તે હાથ લાગ્યા નહિ. મણિલાલ મોરબી ગયેલ છે તે દન (દિવસ) પ-૬ વોરો (સુધી) આવ્યાથી કાગળની તજવીજ કરી ખંભાત બીડીશ.
ચિ. મનસુખભાઈના વીવા (લગ્ન) વૈશાખ સુદ ૧૫ના નિરધાર્યા છે અને તે વીવા ઉપર સાહેબજી દન ૪-૫માં પધારશે. એમ મોરબીથી મણિલાલ લખે છે તે વાત સાચી હશે. વર વહુ કીરઈ (વરધું ટુંકી) એટલે જાવાની તાકીદ હશે તો પણ એક રાત અહીં પધારવાનું થાય તો સરવેને (સર્વેને) દરશનનો (દર્શનનો) લાભ થાય શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૬૭
Jain Education International
For Persona
Private Use Only
www.jainelibrary.org