________________
અને કદી હાલ તેટલો વખત કાઢતાં અડચણ જેવું દેખાતું હોય તો મુંબઈ જતી વખતનો મોખ રાખશો અને જે તારીખે આપ વઢવાણ પધારો તે તારીખે મને અગાઉ લખી જણાવજો. એટલે આપના દરશનને (દર્શને) વઢવાણ કાંપ અગર મુળી સ્ટેશન આવું. કાંપમાં આવું તો વળતી વખત કલાક દોઢ કલાકનો શમાગમ થાય એમ મારો વિચાર છે. મારે શરીરે દન (દિવસ) ૨ થયા ઠીક જેવું વરતાય (વર્તાય) છે તેમ જ આંખે પણ જરા ઠીક જણાય છે.
ગનાની (જ્ઞાની) પુરુષ પુરવના (પૂર્વના) ઉર્દૂ (ઉદય) ભાવથી અગનાની (અજ્ઞાની) માફક વર્તતા હોય તેને કૈઆ (કયા) લક્ષણથી ગનાની (જ્ઞાની) જાણવા લખુ (લખ્યું) તો જો પુરવનું (પૂર્વનું) ઉપાર્જનનું બળ હોય અને ગનાની (જ્ઞાની) પુરુષનો સમાગમ હોય તો તે પુરુષને ગનાનીની (જ્ઞાનીની) અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાનીપુરુષનાં નેણ વૈરાગ્યથી સમપુરણ ભરેલાની પરીક્ષા થાય. એ બે પરીક્ષા જેને થઈ છે તેને સંદેહ ઊપજવાનું કારણ નથી. જ્ઞાનીપુરુષને કાંઈ ચાર હાથ વગેરે નિશાની હોતી નથી. જેવી માણસની ચેષ્ટા હોય છે, તેવી જ હોય છે. આજ અને ગૈઆ (ગયા) કાળમાં જે ગનાની પ્રત્યક્ષ છે તેનું માતમ વાગજાળથી થઈ ગયેલા ગનાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મોહનીય કરમનું બળ છે પણ જો પ્રત્યક્ષ ગનાનીનું માતમ (મહાત્મ્ય) જેમ થઈ ગયેલા ગનાનીનું સમજે છે, તેમ જ જો આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી.
અહંતા, મમતા, ક્રોધ, માન, માયા, લોભમાં ઉદાસીનપણું ગનાનીને વરતે (વર્તે) છે. પણ કોઈ ઉદે (ઉદય) ભાવથી તેનો વેવાર (વ્યવહાર) જોઈ સંદેહકારીક લાગે છે તો તે (તેમણે) કેવી રીતે તેને વરતવું (વર્તવું) જોઈએ. ઉદ્દે (ઉદય) આપ વચે લખો તે તો હાલો હાલે નહીં.
તો પણ જારે (જ્યારે) સંસારનો વેવાર મૂકી જોગીનો વેવાર આદરે તો સંદેહ પડવાનું ઓછું કારણ થાય.
મને જેમ લાગુ (લાગ્યું) તેમ લખી જણાવ્યું છે પણ આપના ધારવામાં કાંઈ ફેરફાર દેખાતો હોય તો લખી જણાવશો.
મનસુખભાઈના વિવા (લગ્ન) ઉપર મારે આવવા મરજી તે ફક્ત આપના સમાગમ સારું. પણ અહીં લાલચંદની દીકરીના વિવા વૈશાખ વદ ૪ના છે. એટલે જો હું તે પડતું મૂકી તાં (ત્યાં) આવું તો લાલચંદ તથા ઉજમબા અગનાનને લીધે
૧૬૮
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Pers Private Use Only
www.jainelibrary.org