________________
ખેદ કરે એટલે બીજો ઉપાય નથી અને વિવા પછી આપનું વવાણિયે પાંચ પંદર દિવસ રેવાનું રહેવાનું) થશે અને જો બનશે તો મારો વિચાર આવવાનો છે.
ગનાની વિષે વિચાર કરતાં ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં. તેમ કોઈ બતાવનાર નહીં તેથી બુદ્ધિ થાકી ગઈ. મનની દોડ બધી ઘણી ખરી ઓછી પડી ગઈ છે. છેવટ એક વિચાર નક્કી કર્યો કે રાત દિવસ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરું છું ને તુંહી તુંહી બીજાનું કાંઈ જરૂર નથી. આપની ભક્તિ કરું છું. હવે આપની મરજી પ્રમાણે કરશો. એ જ વિનંતી. ભાઈ શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કેશો.
લિ. સેવક સોભાગના નમસ્કાર વાંચશો. પત્રક - ૨૯
સંવત ૧૯૫રના વૈશાખ વદ ૧૦, શ્રી મુંબાઈ બંદર શા. રેવાશંકર જગજીવન કું. ઠા. ચંપાગલી પરમાત્માદેવ સાહેબજી શ્રી રાયચંદભાઈની સેવામાં, શ્રી મુંબાઈ બંદર.
જોગ શ્રી સાયલેથી લિ. સેવક સોભાગ લલ્લુભાઈનું પાયલાગણું વાંચજો. આપ સાહેબનું લખેલ પતું એક મળી પત્તા ૨ આજે રાતના આઠ બજે (વાગ્યે) આવ્યા. તેમાં આપ સાહેબ બુધવારે મીક્ષમાં વઢવાણ કાંપ પધારો છો અને મને તથા ગોસળિયાને મૂળી આવવા લખેલ. પણ ગાડીના ટેકે (ટાઈમે) પહોંચી શકાય તેમ નહીં હોવાથી આવવાનું બની શક્યું નથી. એક દિવસ વેલો (વહેલો) કાગળ અમને લખ્યો હોત તો અમને ઘણો ફાયદો થાત પણ બનું બન્યું) તે ખરું. અમોએ ગુરુવારે મેલમાં કાંપમાં આવવા વિચાર કર્યો પણ આપ મેલ સુધી કાંપમાં ન રોકાવ તો અમસ્યો આંટો થાય તેમ ધારી આવવું બંધ રાખ્યું છે. મારી આંખે જાંખાશ વરતાય છે. શરીરે સુવાણ રેતી નથી. ભૂખ પણ લાગતી નથી. સહેજ જણાવવા લખ્યું છે. કૃપા છે તેવી રાખશો એ જ.
દ : છોરુ મણિનું પાયલાગણું વાંચજો પત્રાંક - ૩૦
સંવત ૧લ્પરના જેઠ પેલા સુદ ૧૫, મંગળ પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ જગતનો ઉદ્ધાર કરનારા દેવની ચિરંજીવી ઘણી હોજો. મુંબઈ બંદર.
.
. . . .
શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૬૯
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org