________________
શ્રી સાયલેથી લિ. આપનો આગનાકત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચજો. આપનું પતું દન (દિવસ) ર-૩ પેલા આવેલ તેની પાંચ (પહોંચ) લખી છે. વીરમગામથી કાગળ લખવાનો જોગ બને તો લખવા કીરપા (કૃપા) કરશો !
આ જીવ અનંતકાળ થયા રખડે છે. અને પોતાનાથી બનું એટલું અગર ન બને..
પૂરવે (પૂર્વે) જે જ્ઞાની થઈ ગયા તેનાં ભજન અને તેની વાણીના સાસતર (શાસ્ત્ર) ઉપરથી પોતાની અક્કલે ચાલો (ચાલ્યો) પણ સંસાર છૂટો (છૂટ્યો) નહીં. વર્તમાન કાળમાં ગનાની (જ્ઞાની) પુરુષ વિચરે છે તેમને કોઈ જીવઓ (જીવો) ઓળખી તેમને આશરે થઈ જાય અગર કોઈ કોઈના વીશવાસી (વિશ્વાસુ) માણસનાં કેવાથી (કહેવાથી) આશરે થઈ જાય તો તેનું કલ્યાણ થાય? કે ઉપર લખા (લખ્યા) પુરવના (પૂર્વના) ગનાનીનો (જ્ઞાનીનો) આશરો લેવાથી થાય ? આ પ્રશ્ન હું લેરાભાઈ (લહેરાભાઈ) ગોસળિયાને મગન વિગેરે સામે (સામે) કહું (પૂર્ણ) છું કે વિચારી જવાબ આપો. તારે (ત્યારે) લેરાભાઈ (લહેરાભાઈ)નું કેવું (કહેવું) પૂર્વના થઈ ગયેલા ગનાની (જ્ઞાની) કેવળ તિર્થંકર હતા. અને હાલના ગનાની છંદમછ છિદમ0) છે. તો પુરવના (પૂર્વના) ગનાની કરતા અધુરાઈ હોય, માટે જેવી પુરવે થઈ ગયેલ ગનાનીના વચનની પરતીત (પ્રતતીત) આવે તેવી વર્તમાનના ગનાનીની આવે નહિ.
આ જવાબ ઉપરથી થોડો પ્રશ્ન ઉત્તર થશે કે અનંતકાળની જીવને ગાંઠ પડી ગઈ. જે વર્તમાનકાળના ગનાનીને (જ્ઞાનીને) માનવું (માનવા) નહીં. અને પૂરવે (પૂર્વે) થઈ ગયેલા ગનાનીને માનવા તેને લીધે આ સંસારી જીવ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. વળી જેટલા ગનાની પુરુષ દુનિયામાં થઈ ગયા છે તે બધાએ કબું (કહ્યું) છે કે પ્રગટ જ્ઞાની વિના કલ્યાણ નહીં તે જાણતાં છતાં સંસારી જીવની આંખ ઊઘડતી નથી. શાપ (સાપ) ઘરમાં નીકળે ત્યારે પકડી બહાર મૂકી આવે અને જ્યાં રાફડો હોય ત્યાં પૂજવા જાય પણ ઘેર બેઠાં આવે તારે (ત્યારે) કોઈએ પૂજ્યો નહીં. વળી કાળાંશવેશી (કેશી) અણગાર પારસનાથના શિષ્ય મહાવિદ્વાન તેની ચરચા થઈ છે. છેવટે પરગટ (પ્રગટ) અવતાર મહાવીર સ્વામીના શિષ્ય થાવું પડ્યું અને કેટલાં) કાળમાં અનંતકાળે જોગ બન્યો છે તે સંસારી જીવ વિચાર કરતા નથી. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીપુરુષો બધાયે પોકારી પોકારી કહી ગઆ (ગયા) છે. ગમે તો આજ, ગમે તો સો ભવે, ગમે તો અનંત ભવે જયારે પ્રગટ ગનાની સમીપમાં થાશો ત્યારે તમારું જન્મ મરણ ટળશે. અને પુરવે ગનાની થઈ ગયા તે જેમ આપણે મનુષ્ય દેખાએ (દખાયે) છીએ તેવા જ તે દેખવામાં
૧૭)
.. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personel
Private Use Only
www.jainelibrary.org