________________
હતા. બાકી તેને જાણવાવાળા તેમની સમીપમાં રહેતા તે જાણતા માટે શાસ્ત્રની અનેક જાતની વાતું સાંભળી તમો ભૂલોમાં અને તમારે જન્મ મરણ છોડવા હોય તો અવસર છે. ફરી ફરી આવો અવસર આવવો નથી. આવો સુગમ ઉપાય બીજો કોઈ નથી બધાય ગનાની પુરુષ કહી ગયા છે. તેમ કહું છું. પછી તમારી મરજી હોય તે પ્રમાણે (રસ્ત) ચઢો. પણ આ વાત અપૂર્વ છે. વારંવાર વિચારવા જેવી છે. તો મુમુક્ષુ જીવ હશે તે વિચારશે.
આટલા દિવસ તો વિજોગનું દુઃખ ઘણું લાગતું નહીં તો સહન થયું પણ હવે આટલું બધું વિજોગનું દુઃખ વેદાય છે કે લખું (લખ્યું) જાતું નથી, અને હવે કારે (ક્યારે) વિજોગ મટે તે કલ્પી શકાતું નથી. અશાડ માસ પછી સમાગમનો જોગ દરશનનો (દર્શનનો) લાભ થાશે એમ મનમાં રૈયા (રહ્યા) કરતું તેમાં સાંભળવામાં આવું (આવ્યું) કે ગરમ કાપડની દુકાન રેવાશંકરભાઈ કરે છે તો તે ઉપાધિ વધારી એમ બીજા માણસોને લાગે અને નિવૃત્તિ ક્યારે લેશે અને ક્યારે જગતના જીવોના કલ્યાણ કરશે એમ કેટલાક માણસના મનમાં રહ્યા કરતું હશે. કેટલાક રાહ જોઈ બેઠા છે. આપ તો સંસારમાં છો તો પણ વિતરાગ છો પણ જગતના જીવનાં કલ્યાણ અથે (અર્થે) જેમ ઠીક થાય તેમ વિચાર હવે થોડા વખતમાં થાય તો સારું. બોધસ્વરૂપ જેને કએ (કહીએ) છીએ તે પુરુષ બોધ આપી શકવાની શક્તિ હોય તેને કએ (કહીએ) કે જેટલા ગનાની (જ્ઞાની) થયા તેટલા બોધસ્વરૂપ કહેવાય. તે લખવા મરજી હોય તો લખશો.
આ કાગળમાં જે ગનાની વિષેની વિગત લખી છે તે બરાબર બેસતાં લખાવટ કરવાની મારામાં સત્તા નથી. તો જો આપને ઠીક લાગતું હોય તો માણસ સમજી શકે એવા આકારમાં કાગળ ૧ લખી આંહી અગર ખંભાત આપ બીડો. તો ચોપડીમાં છપાય. અને આ વાત ચોપડીમાં છાપ્યા જેવી છે. પ્રથમ કાગળોમાં આ વાત આપે દરશાવી (દર્શાવી) હશે. તો ભલે પણ વારંવાર આ ઉપદેશ આપવો જોઈએ. જેમ આપની મરજી હોય તેમ કરશો.
ગોસળિયાની નીચે (નિશ્ચય) ઉપર વરતી (વૃત્તિ) ઘણી છે. અને પોતે કેવળી છે એમ પોતાને માનીતાનો (માન્યતાનો) કેફ હશે. તો તેના આસમાની તેને ખબર તેને માટે કાંઈ નથી. પણ શુદ્ધ પહેરવાની વાતને પણ જો ખંડન થાતો હોય તો કરવો એવી વાણી નીશ્ચયના (નિશ્ચયના) ઘરની કંઈ માણસને ભરાવી (બ્રાન્તિ) પાડે માંડ કરી માર્ગાનુસારી થાતો હોય તો પણ પડી જાય. આ બાબત હમેશાં હું કહું છું શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org