________________
છે. વેવાર કરીઆ (વ્યવહાર ક્રિયા) ઉપર બરાબર તેનો લક્ષ હશે નહીં. મોઢેથી તો આપની લખાવટ કબૂલ કરે છે.
માકુભાઈએ લખ્યું કે પૃથ્વી ફરતી નથી તેમ ગોળ નથી એવા પરમાણો (પ્રમાણો) મળા (મળ્યા) છે તો ગોસળિયાના કેવામાં (કહેવામાં) શું એવા પરમાણો છે ! પૃથ્વી ગોળ છે અને ફરે છે એવાં પરમાણો ઘણાં છે તો માકુભાઈ પરમાણો લખે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી.
ચિ. મનસુખભાઈનાં લગ્ન હાલ શાલમાં થશે. એમ હું ધારું છું તો આપને પણ વિવા (વિવાહ) ઉપર આવવાનું થાશે ખરું અને વિવા ક વોરા (સુધીમાં) થાય તેમ છે. તે સમજામાં (સમજયામાં) હોય તો લખી જણાવશો.
તાગ (ત્યાગ) વૈરાગ્યની ઘણી સરસ ટાળી લખી તે ખરી વાત છે. તાગ અને એ વેરાગ (વૈરાગ્ય) કેવો હોય તેને કેવાય (કહેવાય) એ લખી જણાવશો. મારી વતી ભાઈ શ્રી રેવાશંકરભાઈને તથા માકુભાઈને પરણામ.
લિ. સોભાગ વ. પત્રાંક - ૬૮૪
મુંબઈ, ચેત્ર વદ ૧૪, રવિ, ૧૫ર “અન્ય પુરુષકી દષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય.” - વિહાર – વૃંદાવન
વ. પત્રાંક - ૬૮૭
મુંબઈ, વૈશાખ સુદ ૧, ભોમ, ૧૫ર
ઘણા દિવસ થાય હાલ પત્ર નથી, તે લખશો.
અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી.
કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org